પ્રેમ .... ઈશ્ક ....મુહોબ્બત ..........!!!!!!!
પ્રેમ ....પ્રેમ નામ હૈ મેરા ...!!! હ્હ્હ ચોપડાભાઈનો ડાયલોગ નથી ચીપ્કાવ્યો પણ આ તો શુ છે કે જરા પ્રેમભાઈનો ઈંટ્રો કરાવ્યો ...!!! વાસંતી વાયરા વ્હાયા છે ને અધૂરામાં પૂરું ઈંગ્લીશ મી. વેલેન્ટાઇન પણ પધારી ચુક્યા છે તો આ પ્રેમ-ફેસ્ટીવલની પુર્ણાહુતીની લાસ્ટ પ્રસ્તુતિ એવી આ એવરગ્રીન ફિલ્મ ચાલુ થાય ને નંબરીયા પડે ને એવું જ કઈક ...!! ઓકે હેંડો લવ-ઓલ ઈસ્ટાર્ટ ..!!! પહેલો પ્રશ્ન ફરજીયાત – “ પ્રેમ એટલે ?” ....” સલમાનખાન “ ...બે કોણ બોલ્યું આ ? આ કોઈ “ પ્રેમ ને રતન બેનને ધન પાયોની વાત નથી . સીરીયસ થાવ અને આપો જવાબ ....લ્યો રીપીટ ટેલીકાસ્ટ કરું – “ પ્રેમ એટલે ?” .. .... એન્ડ હિયર આર સમ આન્સર્સ ...!! પ્રેમ એટલે - ચાલુ કલાસે વારેવારે ખાલી પડેલી એ બેંચ તરફ જોવાઈ જવાય એ ..... પ્રેમ એટલે – અર્ધી રાત્રે પણ હમણાં ટીડીગ થશે એવી નક્કામી આશામાં પણ વોટ્સઅપ પર કોઈ ગમતો પ્રોફાઈલ જોયા કરવો એ .... પ્રેમ એટલે – આખીયે ખાલી ટોકીઝમાં કોર્નરની બે સીટોમાં જ બેસવું એ ... પ્રેમ એટલે –એક એવું હસીન પાંજરું જેમાં ફસાવું ઈનફેક્ટ ફસાઈ રહેવું ગમે એ .... પ્રેમ એટલે – ગમતી સીનીયોરીટાની રાહમાં બસસ્ટેન્ડે સાત-આઠ બસ જવા દેવી એ .... પ્રેમ એટલે – ઢાઈ અક્ષર વાંચીને પંડિત થઇ જાવાની ઘેલછા .... પ્રેમ એટલે -.... પ્રેમ એટલે -..... પ્રેમ એટલે -...!!!!
સાલ્લુ પહેલો પેરા વાંચીને તમને એમ થયું હશે કે પ્રેમ એટલે તો ખાલી કોલેજીયનો કે પછી યુવાનો ..!! જુવાની માં થાય એ જ પ્રેમ ? ને બાકી બધા વહેમ ?? ના રે ના ..એવું હોતું હશે ભૂરા .....પ્રેમ એટલે પ્રેમ !!! એને કોઈ ઉમર – સ્થળ – કાળ કે બીજા બંધનો નોટ નડીંગ..!!! પંછી – નદિયા યે પવન કે ઝોંકે , કોઈ સરહદ નાં ઇસે રોકે ...!! ના સમજે ??? ઓકે લેટ મી એક્ષ્પ્લેણ ઇન ડીપ..!!! બપોરે ટીફીનના ખાનામાંથી નીકળેલી રોટલીમાં અનુભવાતી મીઠાસ એ પણ પ્રેમ ......સાંજે થાક્યા પાક્યા ઘરે પહોચો ને ડોકે વીટળાઈ વળતા નાનકડા કોમલ કોમળ હાથોમાં અનુભવાઈ એ પણ પ્રેમ .....સમીસાંજે આંગણે રાહ જોઇને ઉભેલી ઘરડી આંખોમાં તમને જોઇને ફૂટી નીકળતી પ્રવાહી ટશર એ પણ પ્રેમ ......પાનના ગલ્લે કે શેરીના નાકે ગાળ સાથે બોલાતું વાક્ય “ ચલ ચા પીવરાઈ “ એ પણ પ્રેમ ......પાડોશીની ત્યાંથી આવેલી પાણી-પુરીની ડીશ એ પણ પ્રેમ ......’ કેટલા દિવસ થયા તને જોયો નથી /જોઈ નથી આમાં ડોકાતી ચિંતા એ પણ પ્રેમ ......લાખ મતભેદ છતાં મનભેદ નાં થવો દેવો એ પણ પ્રેમ .....મુશ્કેલ પરીશ્થીતી કે પ્રસંગ વખતે પીઠ પર હળવેથી થપથપાવાતો જાણીતો કે અજાણ્યો હાથ એ પણ પ્રેમ .....કોઈ ટેડીબેર – ચોકલેટ –ગીફ્ટ વગર અનાયાસે બોલાતું ‘ તુ મને ગમે છે “ એ પણ પ્રેમ .... સુખડના હાર પાછળની છબીમાં સ્થિર થઇ ગયેલા ચહેરા સાથે રોજ મનમાં ને મનમાં થતી વાતો એ પણ પ્રેમ ......!!!!! ધ્રુજતા હાથોને હુંફ થી પકડીને મંદિરની સીડીઓ ચડાવવી એ પણ પ્રેમ .. !!! ભાંગી પડ્યાની વેળાએ કોઈ મૌન આંખોમાં ડોકાતો ભાવ કે ‘ મૈ હું ના ‘એ પણ પ્રેમ ....!!!!
ઓકે ...ચાલો હવે પ્રેમ એટલે શુ ? ના વર્ઝન ૨.૦ ના થોડા ટેકનીકલ પાસા પણ તપાસી લઈએ ...!!! “ પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો.....પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો...” મુકુલ્ભાય ચોકસીની આ એવરગ્રીન પંક્તિઓમાં છુપાયો છે ‘ પ્રેમ એટલે શુ ?’ ના અઘરા સવાલનો સાવ સાદો સરળ જવાબ !!! હા એક અલગ વાત છે કે આ ચોર્યાસી લાખ વહાણોની જગ્યાએ ચોર્યાસી લાખ ઇમેલ કે મેસેજીસ જેટલો ફેરબદલ કરવો પડે ..!! એની વે જોક્સ અપાર્ટ પ્રેમ એટલે વાયદો ....વચન ....અને વાયદો કે વચન એટલે વિશ્વાસ ...ટ્રસ્ટ....!!! એક્ચ્યુલી ‘ આઈ લવ યુ ‘ ની અંદર જ એક સાથે એક ફ્રી ની સ્કીમની જેમ આવે છે “ આઈ ટ્રસ્ટ યુ “ ...વિશ્વાશે વહાણ ચાલે કે નાં ચાલે પણ જો ‘ આઈ લવ યુ “ ના જવાબમાં “ મી ટુ ‘ આવે તો એક વસ્તુ તો મસ્ટ રહેવાની જ અને એ છે “ આઈ ટ્રસ્ટ યુ “ ....” હું તને ચાહું છું “ નો સીધો ને સરળ તરજુમો એટલે ‘ મને તારામાં વિશ્વાસ છે ...” ...” ભરોસો છે ..” !!!!! તકલીફ જ ત્યાં થાય છે જયારે ખાલી ‘ આઈ લવ યુ ‘ ને જ પ્રેમ ગણી લઈએ છીએ ને ‘ આઈ ટ્રસ્ટ યુ ‘ વાળું તો સાવ ભૂલી જ જવાય છે ... પછી ‘ આઈ હેટ યુ ‘ થી શરુ થઈને ફેસબુક પર લાઈકની જગ્યા એ ડીસ્લાઈક –અનફોલો ને અનફ્રેન્ડ !!! ગઈ ભેસ પાણી મેં ...!!!
“ હોઠ પર તાળાં હશે તો ચાલશે આંખમાં તોફાન હોવું જોઈએ...તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા ‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ’ ( જીગર જોશી ) એક્જેટલી ...પ્રેમ એટલે સન્માન ...આદર..!! પછી ચાહે એ પ્રેમી-પ્રેમિકા વચ્ચે હોય કે પછી પતિ-પત્ની વચ્ચે , બોસ-નોકર વચ્ચે હોય કે માં-દીકરા વચ્ચે , ભાઈ-બહેન વચ્ચે હોય કે આડોશી-પાડોશી વચ્ચે ...આ સન્માન અને આદર હશે તો એ ચોક્કસ પ્રેમ છે . એવું થોડું છે કે ખાલી પેમલા-પેમલીવાળો જ પ્રેમ ગણવાનો ? ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં ´ પ્રેમ માણસને હું કેદમાથી મુક્તિ આપે છે. જે સંબંધમાં બીજો આપણા માટે કે આપણા જેટલો જ અથવા આપણાથે વિશેષ મહત્વ્નો બની જાય એને પ્રેમ કહેતા હશે .” વાત પણ સાચી છે ને ? તમારાથી તમે વછુટો એનું નામ પ્રેમ .દિલ જોડવાથી તૂટવા સુધીની કે પછી તૂટવાથી જોડાવા સુધીની સફર એટલે પ્રેમ . પ્રેમ એટલે અવ્યાખ્યાયિત પદ .....પ્રેમ એટલે એક એવો દાખલો જેના અનેકો જવાબ છતાયે ગણતરી ચાલુ જ .....પ્રેમ એટલે જીવન સંગીતનો એક એવો સુર જે ફેલાતો જાય ...વિસ્તરતો જાય ...ઇમ્પ્રુવાઇઝ થતો જાય ......!!!!
ગમે તેટલી વેદજુની વેદના તો જુની જ હોવાની, રૂપાની દિવડીમાં વાટ તો રૂની જ હોવાની, નહીં મેળ બેસે એમનો કદી કાનુનથી ‘ ઘાયલ ‘ મહોબ્બતની દલીલો તો ગેરકાનુની જ હોવાની ! ‘ક્યા યહી પ્યાર હૈ ...?? “ આવું કોઈ પૂછે કે ગણગણે તો બિન્દાસ કહી દેવું કે ‘ ના બકા ના ...આ તો તને વહેમ છે “ !!! સીધી વાત છે ને પ્રેમ તે કાઈ ‘ આકળ વ્યાકુળ કાન ને વરસાદ ભીંજવે ‘ જેવી ઘટના થોડી છે ? એ તો અનુભવવાની ચીજ છે ... ઇટ્સ ઓલ એબાઉટ ફીલિંગ બ્રો/સીસ ‘ પ્યાર જિંદગી હૈ ...પ્યાર બંદગી હૈ ...’ આ વાત હાવ હાચી છે ...પ્યાર / પ્રેમ / મુહોબ્બત એ જ તો છે જિંદગી ...મતલબ કે ‘ પ્રેમ એટલે શુ ?’ ના દાખલાનો ટેમ્પરેરી જવાબ મળી ગયો – પ્રેમ એ જિંદગી છે / જિંદગીનો હિસ્સો છે / પાર્ટ ઓફ લાઈફ છે કે જેના લીધે જિંદગી વધુ હસીન છે ....જીવેબલ છે ....લાઈકેબલ છે .....!!!!! બસ આટલેથી જ અટકવું સારું કેમકે આ લવ-સવ વાળો ટોપિક જ એવો છે ને કે ....... જવા દ્યો ને ....આપણે આમ રાખો પ્રેમ: વર્ઝન ૨.૦
*****