Krushn ane radha books and stories free download online pdf in Gujarati

કૃષ્ણ અને રાધા

રાધા અને કૃષ્ણ એક અલૌકિક પ્રેમ કથા.જ્યાં ના લો આશા છે ના અપેક્ષા. સૌ કોઈ જાણે છે કે શ્રી કૃષ્ણ એ ભગવાન શ્રી વિષ્ણુ નો અવતાર હતા. વિષ્ણુ ભગવાન વારંવાર પૃથ્વી પર અવતાર લેતા હતા. એમને જોઈને માતા લક્ષ્મી ને પણ પૃથ્વી પર અવતાર લેવાની ઈચ્છા જાગૃત થઈ. દેવી લક્ષ્મી એ ત્રેતા યુગ માં સીતા તરીકે અને દ્વાપર યુગ માં રુકમણી ના રૂપ માં અવતાર ધારણ કર્યો. તેમણે રુકમણી ના રૂપ માં રાજા ભીષ્મ ના ત્યાં વિદર્ભ દેશ માં જન્મ લીધો હતો. રાજા ભીષ્મ ખુબ જ ખુશ હતા કે તેમના ત્યાં પુત્રી નો જન્મ થયો હતો. ઉત્તર મહાભારત અનુસાર જ્યારે રુકમણી જ્યારે પાંચ મહિના ના હતા ત્યારે પૂતના નામની રાક્ષસી તેમને મારવા માટે મહેલ માં આવી હતી. આ એજ રાક્ષસી હતી જેને શ્રી કૃષ્ણ ને સ્તન પાન કરાવીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. પૂતના રુકમણી ને પણ એ જ રીતે મારવાનો પ્રયાસ કરે છે પરંતુ રુકમણીજી તેના અનેક પ્રયાસો છતાં તેનું સ્તનપાન કરતા નથી. જ્યારે પૂતના આ પ્રયાસ કરી રહી હોય છે ત્યારે કક્ષ ની અંદર દાસીઓ રુકમણી જી ને જોવા માટે આવે છે જેમને જોઈને પૂતના રુકમણી જી ને લઇ ને આકાશમાર્ગે ઉડી જાય છે. રુકમણી જી પૂતના ના હાથ માં પોતાનું વજન વધારવાનું ચાલુ કરે છે અને એ પોતાનું વજન એટલું વધારે છે કે પૂતના તે વજન સહન નથી કરી શકતી અને રુકમણીજી એના હાથ માંથી છૂટી જાય છે. રુકમણી જી નીચે સરોવર ના એક કમળ પર પડે છે. એ સરોવર બરસાના ગામ પાસે હોય છે. જ્યાં વૃષભાનું અને તેમની પત્ની ક્રિતી દેવી રુકમણીજી ને જુએ છે અને તેમને પોતાની સાથે લઈ જાય છે અને તેનું નામ રાધા પાડે છે. સૌ કોઈ જાણે છે કે શ્રી કૃષ્ણ મથુરા જાય છે ત્યારે તેમને વિચાર્યું હોય છે કે તેઓ પાંછા આવીને રાધા સાથે લગ્ન કરશે. પરંતુ શ્રી કૃષ્ણ ના મથુરા ગયા બાદ રાજા ભીષ્મ ને ખબર પડે છે કે રાધા એ જ રુકમણી છે અને તે જીવિત છે આથી તેઓ રાધા ને પોતાની સાથે વિદર્ભ દેશ પાછા લઈ જાય છે. રાજા ભીષ્મ અને વિદર્ભદેશ શ્રી કૃષ્ણ ના દુશ્મન હતા. તેઓ શ્રી કૃષ્ણ ના લગ્ન રુકમણી જી સાથે નહોતા થવા માંગતા. આથીજ શ્રી કૃષ્ણ એ રુકમણી જી નું હરણ કરીને તેમની સાથે વિવાહ કાર્ય હતા.

બીજી એક માન્યતા અનુસાર ભાદ્રપદ ના શુક્લપક્ષ ની આઠમે રાધાજી નો જન્મ થયો હતો. રાધાજી નો જન્મ માતા ના ગર્ભ થી નહોતો થયો. કહેવાય છે કે જ્યારે રાધાજી ગોકુલ માં નહોતા ત્યારે શ્રી કૃષ્ણ પોતાની બીજી પત્ની વિરજા સાથે વિહાર કરી રહ્યા હતા. રાધાજી પાછા આવ્યા અને તેમને શ્રી કૃષ્ણ ને વિરજા સાથે વિહાર કરતા જોઈને તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમને વિરજા નું અપમાન કર્યું અને શ્રી કૃષ્ણ ને પણ ખૂબ જ અપશબ્દો કહ્યા. રાધાજી ના શ્રાપ થી વિરજા નદી ના રૂપ માં વહેવા લાગી. શ્રી કૃષ્ણ નું અપમાન થતું જોઈ તેમના મિત્રા શ્રી દામા એ રાધાજી ને આવું ન કરવામાટે કહ્યું તો રાધાજી એ શ્રી દામા ને પણ રાક્ષશ બનવાનો શ્રાપ આપ્યો. સામે શ્રી દામાં એ પણ રાધાજી ને પૃથ્વી પર જન્મ લેવાનો અને શ્રી કૃષ્ણ થી વિરહ નો શ્રાપ આપ્યો. શ્રી દામા એ પૃથ્વી પર શંખચૂર્ણ નામના રાક્ષશ તરીકે જન્મ લીધો. શ્રી કૃષ્ણ એ રાધાજી ને કહ્યુ કે તેમને પૃથ્વી પર તેમને વૃષભાનું અને ક્રિતી દેવી ની પુત્રી તરીકે જન્મ લેવો પડશે. દેવી ક્રિતી જ્યારે ગર્ભવતી હતા ત્યારે રાધાજી તેમના ગર્ભ માં નહોતા. દેવી ક્રિતી એ ગર્ભ માં વાયુ ને ધારણ કર્યો હતો. જ્યારે પ્રસવ નો સમય થયો ત્યારે યોગમાયા ની મદદ થી રાધાજી એ વાયુ નું સ્થાન લીધુ. આ રીતે રાધાજી અયોનિજા હતા.શ્રી કૃષ્ણ એ રાધાજી ને કહ્યું હતું કે તેમને પૃથ્વી પર રાયન નામના વૈશ્ય સાથે લગ્ન કરવા પડશે. જે તેમનો જ અંશ હશે.

જ્યારે શ્રી કૃષ્ણ મથુરા છોડી ને જઇ રહ્યા હતા ત્યારે બધી ગોપીઓ અને માતા યશોદા વ્યાકુળ થઈ ગયા હતા. પરંતુ રાધા શ્રી કૃષ્ણ ને મળવા પણ નહોતા ગયા. તેઓ શ્રી કૃષ્ણ ને સારી રીતે સમજ્યા હતા. તેઓ શ્રી કૃષ્ણ અસે જઇ ને તેમને બાંધવા નહોતા માંગતા. તેમના માટે શ્રી કૃષ્ણ ની શારીરિક ઉપસ્તીથી નું કોઈ મહત્વ નહોતું. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ ને તેમના મન હૃદય માંથી કોઈ નહોતું નીકાળી શકવાનું. સમય જતાં માતા પિતા ના આગ્રહ થી રાધાજી એ રાયન નામના વૈશ્ય સાથે લગ્ન કર્યા. પતિ અને સંતાનો ને સાચવવા માં તેમનું જીવન વિતવા લાગ્યું. પરંતુ તેમના દિલ માં માત્ર શ્રી કૃષ્ણ જ હતા. સંતાનો ના મોટા થયા બાદ રાધાજી એક દિવસ ઘર છોડી ને ચાલી નીકળ્યા અને દ્વારિકા પહોંચી ગયા ત્યાં જઇ ને તેમને શ્રી કૃષ્ણ ને મળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા અંતે એક દિવસ અનેક નિષ્ફળ પ્રયાસો બાદ તેઓ શ્રી કૃષ્ણ ને મળ્યા. તેમને જોઈને શ્રી કૃષ્ણ ખૂબ જ ખુશ થયા તેમની આંખ માં હર્ષ ના આંસુ આવી ગયા. શ્રી કૃષ્ણ ના અનુરોધ થી રાધાજી મહેલ માં જ દેવિકા તરીકે રહેવા લાગ્યા. મહેલ માં થતા કાર્યો ની દેખરેખ રાખતા અને. શ્રી કૃષ્ણ ના દર્શન રોજ દૂરથી કરતા. પરંતુ તેમના મન માં ડર હતો કે ક્યાંક ફરી થી તેઓ શ્રી કૃષ્ણ થી દુર ના થઇ જાય. એ ડર જ્યારે ખૂબ વધી ગયો ત્યારે તેઓ ચુપચાપ મહેલ અને શ્રી કૃષ્ણ ને છોડી ને ચાલી નીકળ્યાં. તેઓ ક્યાં જય રહ્યા હતા તેનું ભાન તેમને ખુદ ને પણ નહોતું. પરંતુ શ્રી કૃષ્ણ તો ભગવાન હતા તેઓ બધું જાણતા અને સમજતા હતા. રાધાજી નો અંત સમય આવ્યો હતો. તેમની અંતિમ ઈચ્છા શ્રી કૃષ્ણ ના દર્શન કરવાની હતી. તેઓ દિલ થી શ્રી કૃષ્ણ ને યાડ કરે છે અને શ્રી કૃષ્ણ તેમની સામે પ્રગટ થાય છે. રાધાજી તેમને જોઈ ને અનહદ શાંતિ નો અનુભવ કરે છે. શ્રી કૃષ્ણ રાધાજી ને કંઈક માંગવા માટે કહે છે. રાધાજી ના પાડે છે તેઓ કહે છે કે તેમની એક માત્ર ઈચ્છા તેમના દર્શન ની જ હતી જે પૂર્ણ થઈ ગઈ છે. છતાં શ્રી કૃષ્ણ આગ્રહ ચાલુ રાખે છે અને કાંઈક માંગવા માટે કહે છે તેમના આગ્રહ નવા વશ થઇ રાધાજી શ્રી કૃષ્ણ ને વાંસળી વગાડવા માટે કહે છે. શ્રી કૃષ્ણ તેમની ઈચ્છા પૂરી કરવા માટે વાંસળી વગાડવાનું શરૂ કરે છે. રાધાજી શ્રી કૃષ્ણ ની વાંસળી ના મધુર સ્વરો સાંભળતા પોતાના પ્રાણ નો ત્યાગ કરે છે.રાધાજી ના દેહ ત્યાગ બાદ શ્રી કૃષ્ણ વાંસળી ને તોડી નાખે છે અને દૂર ફેંકી દે છે. કેટલો નિસ્વાર્થ અને નિસ્પૃહ પ્રેમ ના કોઈ ઈચ્છા છે ના અપેક્ષા. બસ છે તો માત્ર પ્રેમ પ્રેમ અને પ્રેમ.

શ્રી કૃષ્ણ અને રાધા નો પ્રેમ અલૌકિક છે. પુરાણો અને દંત કથાઓ પર આધારિત આ એક ચિત્રણ છે. જો ગમ્યું હોય તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED