Shri Krushno Parivaar books and stories free download online pdf in Gujarati

શ્રી કૃષ્ણનો પરિવાર

આપણે જાણી એ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ ને અનેક પત્ની હતી. જેમાં બે પ્રમુખ પત્ની હતી રાણી રુકમણી અને સત્યભામા. પણ શ્રી કૃષ્ણ ના કુટુંબ માં કેટલા સભ્યો હતા તેની ખબર બહુ ઓછા લોકો ને હશે...

શ્રીમદ ભાગવત પુરાણ ના દસ માં સકન્દ માં આનું વિવરણ કરવામાં આવ્યું છે. ભાગવત પુરાણ અનુસાર શ્રી કૃષ્ણ ની કુલ ૧૬,૧૦૮ પત્ની હતી. એમાં થી ૮ પત્ની પ્રમુખ હતી. જેને અષ્ટ ભાર્યા પણ કહેવા માં આવે છે. અને આજ ૮ પત્નીઓ થી શ્રી કૃષ્ણ ના ૮૦ પુત્રો નો જન્મ થયો હતો.

આ લેખ માં શ્રી કૃષ્ણ નો વિવાહ આ આઠ રાણીઓ સાથે કેવી રીતે થયો? અને તેમના પુત્રો ના નામ શું હતા ? તે જાણીશું.

સૌથી પ્રમુખ પત્ની હતા રુક્મિણી. વિદર્ભદેશ ની રાજકુમારી રુક્મિણી ના વિવાહ શિશુપાલ સાથે નક્કી થયા હતા. પણ તેમને આ લગ્ન મંજુર નહોતા. આથી તેમણે પોતાના જ અપહરણ ની યોજના બનાવી ને શ્રી કૃષ્ણ ને પત્ર લખી ને મોકલ્યો હતો. અને આવી રીતે શ્રી કૃષ્ણ ના રુક્મિણી સાથે વિવાહ થયા હતા. તેમના પુત્રો ના નામ પ્રદ્યુમ્ન, ચારુદેષણ, સુદેષણ, ચારુદેહ, સુચાર, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ અને ચારુ.

તેમની બીજી અને ત્રીજી પત્ની સત્યભામા અને જામવંતી સાથે ના વિવાહ નું વર્ણન શ્રીમદ ભાગવત પુરાણ માં આલેખાયું છે. જે સ્મયન્તક મણિ સાથે જોડાયેલી છે. સત્યભામા થી થયેલા પુત્રો ના નામ સ્વરભાનું,સુભાનું,ભાનુ, પ્રભાનુ, ભાનુમાન, ચન્દ્રભાનુ, વૃહદ ભાનુ, અતિભાનુ, શ્રીભાનુ અને પ્રતિભાનુ.

જામવંતી એ રામાયણ વખત ના જામવંત જી ની પુત્રી હતી. જેને શ્રી કૃષ્ણ પરણ્યા હતા. તેના પુત્રો ના નામ સાંબ, સુમિત્ર, પુરુજીત, શતજીત, સહસ્ત્ર જીત, વિજય,ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ અને કેતુ હતા.

આજ શ્રેણી માં આવે છે કાલિંદી. જે ભગવાન સૂર્ય ની પુત્રી હતી. તે યમુના નદી માં રહી ને વિષ્ણુ ભગવાન સાથે લગ્ન કરવા માટે પ્રતીક્ષા કરી રહી હતી. તે દરમ્યાન શ્રી કૃષ્ણ જ્યારે જલવિહાર કરી ને અર્જુન સાથે યમુના નદી ના તટ પર આવ્યા ત્યારે તેને પોતાની વિષ્ણુ ભગવાન સાથે લગ્ન કરવાની ઈચ્છા શ્રીકૃષ્ણ સામે પ્રગટ કરી. અને શ્રી કૃષ્ણ એ તેની સાથે લગ્ન કર્યા. તેમના પુત્રો ના નામ શ્રુત, કવિ, વૃષ, વીર, સૂબાહુ, ભદ્ર,શાંતિ, દર્શ, પૂર્ણ માસ અને સોમક હતા.

રાજા જયસેના ની પુત્રી મિત્રવિંદા ને સ્વયંવર માં તેના બધા ભાઈ ને હરાવી ને પોતાની પત્ની બનાવી હતી. તેમના પુત્રો ના નામ. વૃકા, હર્ષ, અનિલ, ગૃધ, વર્ધન, અન્નાદ, મહાંશ, પવન, વહીન અને ક્ષુધિ.

આવી જ રીતે કૌશલ દેશ ના રાજા નગરજીત ની પુત્રી સાથે પણ શ્રી કૃષ્ણ એ વિવાહ કર્યા હતા. શ્રી કૃષ્ણ એ એક સાથે સાત બળદો ને નાથવા ની શરત પુરી કરી ને રાજકુમારી સત્યા સાથે લગ્ન કર્યા હતા. રાણી સત્યા થી થયેલા પુત્રો ના નામ વીર, ચંદ્ર, અશ્વ સેન, ચિત્રગુ, વેગવાન, વૃષ, આમ, શકું, વસુ, કુત હતા.

રાજા ભદ્રકેતુ ની પુત્રી ભદ્રા સાથે પણ શ્રી કૃષ્ણ ના વિવાહ થયા હતા. અને તેમના થઈ થયેલા પુત્રો ના નામ સંગ્રામજીત, વૃહદ સેન, શૂર, પ્રહરણ, જય, સુબદ્ર, અરીજીત, વામ, આયુ અને સત્યક હતા.

લક્ષ્મણા તેમની આઠ મી પત્ની હતી. જેનું શ્રી કૃષ્ણ એ સ્વયંવર માં થી અપહરણ કરી તેની સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્રો ના નામ સિંહ, ઉર્ધ્વગા, બલ, પ્રબલ, પ્રઘોષ, ગાત્રવાન, મહાશક્તિ, સહ, ઓજ અને અપરાજીત.

આમ આ હતા શ્રી કૃષ્ણ ની આઠ પત્ની અને પુત્રો ના નામ. શ્રી કૃષ્ણ તેમના પરિવાર સાથે દ્વારિકા માં જ નિવાસ કરતા હતા. તે દરમ્યાન એક વાર દેવરાજ ઇન્દ્ર એ શ્રી કૃષ્ણ પાસે આવી ને કહ્યું કે નરકાસુર થી બધા જ દેવો હેરાન થઈ ગયા છે અને તેને ઘણી બધી કન્યાઓ ને કેદી બનાવી ને રાખી છે. આથી બધાને બચાવો.

શ્રી કૃષ્ણ જાણતા હતા કે નરકાસુર ની મૃત્યુ માત્ર સ્ત્રી દ્વારા જ થઈ શકે તેમ છે. આથી તેઓ સત્યભામા સાથે પોતાના વાહન ગરુડ પર બેસી ને પ્રગય જ્યોતિષ પુર જવા માટે નીકળ્યા. ત્યાં જઈ ને સત્યભામા એ નરકાસુર નો વધ કર્યો. અને બધી સ્ત્રીઓ ને આઝાદ કરી. બધી જ સ્ત્રીઓ કેટલાય વર્ષો થી નરકાસુર ની જેલ માં હતી. આથી તેમને સમાજ માં સ્થાન નહીં મળે એમ વિચારી તે બધી સ્ત્રીઓ એ શ્રી કૃષ્ણ પાસે મદદ માંગી.

બધી સ્ત્રીઓ નો ઉદ્ધાર કરવા માટે શ્રી કૃષ્ણ એ તેમને પત્ની રૂપ માં અપનાવી લીધી. અને તેમને દ્વારિકા લઈ ગયા. તે ૧૬,૧૦૦ સ્ત્રી હતી. તો આમ શ્રી કૃષ્ણ ની ૧૬,૧૦૮ પત્ની થઈ.

શ્રી કૃષ્ણ ના કુટુંબ ની માહિતી ભગવદ પુરાણ પર આધારિત છે. જો પસન્દ આવે તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED