શ્રી કૃષ્ણ અર્જુન નું યુદ્ધ Meghna mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી કૃષ્ણ અર્જુન નું યુદ્ધ

મહાભારત ના અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ ને કોણ નથી ઓળખતું? કહેવાય છે કે અર્જુન અને શ્રીકૃષ્ણ નર અને નારાયણ ના અવતાર હતા. એટલે અર્જુન અને શ્રી કૃષ્ણ બે અલગ શરીર પણ એક આત્મા હતા. આવું હોવા છતાં પણ એકવાર શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે ખૂબ જ ભયાનક યુધ્ધ થયું હતું.

બહુ સમય પહેલા વહેલી સવારે મહર્ષિ ગાલા સ્નાન કરી ને ભગવાન સૂર્ય ને જળ ચઢાવી રહ્યા હતા. ત્યારે આકાશમાર્ગે જઇ રહેલા ગંધર્વ ચિત્રરથ નું થુંક તેમના હાથ માં પડે છે.મહર્ષિ ગાલા આના થી ખૂબ જ ગુસ્સે થઈ જાય છે.

તેઓ ચિત્રરથ ને શ્રાપ આપવા જ જઇ રહ્યા હોય છે ત્યારે તેમને ધ્યાન માં આવે છે કે અગર તેઓ શ્રાપ આપશે તો તેમનું તપોબળ નષ્ટ થઈ જશે. આથી તેઓ શ્રાપ આપવાનું માંડી વાળે છે.

તેમનો ક્રોધ શાંત થતો નથી. તેઓ ક્રોધ માં જ શ્રી કૃષ્ણ પાસે જાય છે. અને તેમને આખી વાત જણાવે છે. તેમ જ તેઓ શ્રી કૃષ્ણ ને ચિત્રરથ ને મારવા માટે કહે છે.શ્રી કૃષ્ણ પણ મહર્ષિ ને પ્રસન્ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે કે આવતી કાલ ના સૂર્યાસ્ત પહેલા તેઓ ચિત્રરથ નો વધ કરશે.

શ્રી કૃષ્ણ આ પ્રતિજ્ઞા જ્યારે લઈ રહ્યા હતા ત્યારે નારદ મુનિ ત્યાં હાજર હતા.શ્રી કૃષ્ણ ની પ્રતિજ્ઞા બાદ તેઓ તરત જ ગંધર્વ ચિત્રરથ પાસે જાય છે. અને તેને કહે છે કે તેનું મૃત્યુ નજીક છે.કારણકે શ્રી કૃષ્ણ એ તેને આવતી કાલે સૂર્યાસ્ત સુધી માં મારવાની પ્રતિજ્ઞા લીધી છે. નારદ મુનિ ની આ વાત સાંભળી ને ચિત્રરથ ખૂબ જ ગભરાઈ જાય છે. તે નારદ મુનિ ના પગ માં પડી જાય છે. અને તેમને પ્રાર્થના કરે છે કે તેઓ તેને મૃત્યુ થી બચવા માટે નો કોઈ ઉપાય બતાવે.

નારદ મુનિ ચિત્રરથ ને કહે છે કે કોઈ પણ દેવતા તેને બચાવી શકશે નહીં. હા, એક સ્ત્રી છે.અગર એ સ્ત્રી તેને જીવન રક્ષા નું વચન આપે તો તેનો જીવ બચી શકે તેમ છે. ત્યારે ચિત્રરથ નારદ મુનિ ને એ સ્ત્રી ક્યાં મળશે તેમ પૂછે છે? નારદ મુનિ કહે છે કે તે સ્ત્રી આજે મધ્ય રાત્રી એ યમુના નદી માં સ્નાન કરવા જશે અને ચિત્રરથ તેમને ત્યાં મળી શકે છે.નારદ મુનિ ના વિચિત્ર સ્વભાવ ની વાત આપણે સૌ જાણીએ છીએ. અહીં પણ કંઈક એવુંજ કરવાનો પ્રયાસ તેઓ કરે છે.

ચિત્રરથ ને યમુના નદી ના તટ પર મોકલી ને તે પોતે અર્જુન ની પત્ની અને શ્રી કૃષ્ણ ની બહેન સુભદ્રા ના મહેલ માં પહોંચે છે. તેઓ સુભદ્રા ને કહે છે કે આજે ખૂબ જ મહત્વ નો યોગ છે. આજે મધ્યરાત્રી એ યમુના નદી માં સ્નાન કરવાથી અને કોઈ દીન ની જીવન રક્ષા કરવા થી તેને અક્ષય પુણ્ય ની પ્રાપ્તિ થશે.

નારદજી ની વાત સાંભળી ને સુભદ્રા અડધી રાતે પોતાની સખીઓ સાથે યમુના નદી માં સ્નાન કરવા પહોંચી જાય છે.ત્યાં આગળ ચિત્રરથ તેમને જુએ છે અને તે ખૂબ જ જોર જોર થી રડવા માંડે છે.સુભદ્રા ને આ વાત યાદ આવતા તે ચિત્રરથ ની પાસે જાય છે. અને તેને મદદ કરવા નું વચન આપે છે. પણ જયારે ચિત્રરથ તેમને જણાવે છે કે તેમના ભાઈ શ્રી કૃષ્ણ એ તેને મારવાની પ્રતિજ્ઞા લીધી છે.ત્યારે સુભદ્રા ધર્મ સંકટ માં મુકાઈ જાય છે. એટલે તે ચિત્રરથ ને લઈ ને અર્જુન પાસે જાય છે.

સુભદ્રા અર્જુન ને બધી જ વાત જણાવે છે. અર્જુન સુભદ્રા ના વચન ની લાજ રાખવા માટે ચિત્રરથ ને આશ્રય આપે છે. પોતાનું કામ ખુબ જ સરસ રીતે થઈ રહ્યું છે તે જોઈ ને નારદજી શ્રી કૃષ્ણ પાસે જાય છે.અને તેમને કહે છે કે જે ચિત્રરથ ને મારવાની પ્રતિજ્ઞા તેમને લીધી છે . તેને અર્જુને આશ્રય આપ્યો છે.

આ સાંભળી ને શ્રી કૃષ્ણ અર્જુન પર ચઢાઈ કરી દે છે. યાદવ અને પાંડવ સેના વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. જ્યારે શ્રી કૃષ્ણ જુવે છે કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે તો તે ચિત્રરથ ને મારવા માટે સુદર્શન ચક્ર નો પ્રયોગ કરે છે. અને તેમના સુદર્શન ચક્ર ને રોકવા માટે અર્જુન પશુપતિ અસ્ત્ર નો પ્રયોગ કરે છે. બન્ને ના ટકરાવ થી ધરતી પર પ્રલય ની સ્થિતિ સર્જાય છે.

ત્યારે મહાદેવ પ્રગટ થાય છે. તેઓ શ્રી કૃષ્ણ ને કહે છે કે ભક્ત ની વાત રાખવા માટે ક્યારેક ભગવાને પોતાની પ્રતિજ્ઞા ભુલવી પડે છે. મહાદેવ ની વાત સાંભળી ને શ્રી કૃષ્ણ ચિત્રરથ ને જીવનદાન આપે છે. ચિત્રરથ પણ મહર્ષિ ગાલા ની માફી માંગી ને તેમને પ્રસન્ન કરે છે. અને મહર્ષિ ગાલા પણ ચિત્રરથ ને માફ કરી દે છે.

આમ , શ્રી કૃષ્ણ અને અર્જુન ના યુદ્ધ નો અંત આવે છે. શ્રી કૃષ્ણ અને અર્જુન ના આ યુદ્ધ ની વાત પુરાણો અને લોકકથાઓ પર આધારિત છે. જો પસન્દ આવે તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.

***