મહાભારત કાળ માં ઘણા બધા મહાન યોદ્ધાઓ નો જન્મ થયો હતો.તેમાં ના એક યોદ્ધા નું નામ છે એકલવ્ય. દુર્ભાગ્ય વશ એકલવ્ય નું મૃત્યુ મહાભારત ના યુદ્ધ પહેલા જ થઈ ગયું હતું. એટલે જ એ મહાભારત નું યુદ્ધ લડી ના શક્યો. અગર એકલવ્ય મહાભારત ના યુધ્ધમાં હોત તો અર્જુન, ભીમ અને દ્રોણાચાર્ય ની જેમ તેની ગાથા પણ લખાઈ હોત. યુદ્ધ માં ના હોવા છતાં ઈતિહાસ માં એકલવ્ય ને અર્જુન જેટલો જ શક્તિશાળી માનવામાં આવે છે.એકલવ્ય કોણ હતો? એ બધા જાણતા હશે. પણ એનું મૃત્યુ કેવી રીતે થયું તેની ખબર બહુ ઓછા લોકો ને હશે!
એકલવ્ય ભીલો ના રાજા હિરણ્ય ધનું અને સુલેખા નો પુત્ર હતો. એના માતા પિતા એ એનું નામ અભિધ્યુમન્ન રાખેલું. પણ લોકો તેેેને અભય કહેતા. અભયે પોતાની શિક્ષા કુુળગુરુ પાસે થી પ્રાપ્ત કરી હતી. અભય ને નાનપણ થી અસ્ત્ર પ્રત્યે ખૂબ રુચિ હતી. તેની વિદ્યા શીખવા ની તાલાાવેલી જોઈ ને તેેના ગુરુ એ તેનું નામ એકલવ્ય રાખ્યું હતુંં.
અભ્યાસ પૂરો થતાં એકલવ્ય ના પિતા એ તેના વિવાહ પોતાના મિત્ર ની પુત્રી સુનિતા સાથે કરાવ્યા હતા. પરંતુ એકલવ્ય એક મહાન યોધ્ધા બનવા માંગતો હતો. આથી તે શસ્ત્ર વિદ્યા માં પારંગત થવા માટે દ્રોણાચાર્ય પાસે ચાલ્યો ગયો.
પરંતુ દ્રોણા ચાર્ય માત્ર બ્રાહ્મણ અને ક્ષત્રિય ને જ શિક્ષણ આપતા હતા. આથી એમને એકલવ્ય ને શિક્ષણ આપવાની સાફ ના પાડી દીધી. એકલવ્ય દ્રોણા ચાર્ય ને પોતાનો ગુરુ માની ચુક્યો હતો.
તે પાછો જંગલ માં ના ગયો. પોતાના હાથ થી ગુરુ દ્રોણાચાર્ય ની મૂર્તિ બનાવી. અને થોડા જ દિવસો માં પોતાની લગન થી ધનુષ વિદ્યા માં નિપુણતા પ્રાપ્ત કરી.
એક દિવસ એકલવ્ય અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે એક કૂતરો તેની પાસે આવ્યો અને જોર જોર થી ભસવા લાગ્યો. કૂતરા ના ભસવા થી જ્યારે એકલવ્ય ને અભ્યાસ માં ખલેલ પડવા લાગી ત્યારે તેને કુતરા ને એવી રીતે બાણ માર્યા કે જેના થી કૂતરા ને કોઈ તકલીફ ન થાય પણ તે ભસી ના શકે.
તે કૂતરો ગુરુ દ્રોણા ચાર્ય નો હતો. એટલે તે ભાગતો તેમની પાસે ગયો. દ્રોણાચાર્ય એ જ્યારે કૂતરા નું મોઢું જોયું તો તેઓ સમજી ગયા કે આ કામ કોઈ મોટો ધનુર્ધર જ કરી શકે.
તેઓ એ યોધ્ધા ની શોધ કરતા કરતા એકલવ્ય ની પાસે પહોંચ્યા. તેમને એકલવ્ય ને પૂછ્યું કે તે આ વિદ્યા કેવી રીતે શીખી? ત્યારે એકલવ્ય એ તેમની મૂર્તિ દેખાડી અને કહ્યું કે મારા ગુરુ તો તમે જ છો.
ગુરુ દ્રોણાચાર્ય એ સ્વાર્થ વશ એકલવ્ય નો જમણો હાથ નો અંગુઠો માંગી લીધો જેનાથી તે અર્જુન થી મહાન યોધ્ધા ના બની શકે. એકલવ્ય એ ગુરુ ભક્તિ દેખાડી અને અંગુઠો આપી દીધો.
એકલવ્ય અંગુઠા વગર પણ ધનુષ્ય ચલાવા માં પારંગત થઈ ચૂક્યો હતો. જરા સઁધે જ્યારે મથુરા પર આક્રમણ કર્યું ત્યારે એકલવ્ય તેની સેના માં હતો. તેને પોતાના બાણો થી યાદવ સેના ને મુશ્કેલી માં મૂકી દીધી હતી. આ જોઈ શ્રી કૃષ્ણ ને આશ્ચર્ય થયું. તેમને એકલવ્ય ના પરાક્રમ માટે માન થયું. પરંતુ યાદવો ને બચાવવા માટે તેઓ એકલવ્ય ને છલ થી મારી નાખે છે.
એકલવ્ય નો એક મહા શક્તિશાળી પુત્ર હતો. તેનું નામ કેતુમાન હતું. તે મહા ભારત માં કૌરવો તરફ થી લડ્યો હતો. તે ભીમ સાથે લડતા લડતા મૃત્યુ પામ્યો.
આશા છે કે એકલવ્ય ની આ વાત તમને રસપ્રદ લાગી હશે. આપના પ્રતિભાવ જરૂર થી આપજો.