આઝાદી part 2 Meghna mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઝાદી part 2

કાવેરી નાટકો માં કામ કરતી હતી. અને સત્ય જેવા તેના અનેક પ્રેમી હતા. કાવેરી નો માત્ર એક જ ધર્મ હતો અને તે હતો પૈસો. તે સત્ય ને ખૂબ જ પ્રેમ કરે છે તેવું દેખાડતી પણ હકીકત માં તેનો પ્રેમ હતો સત્ય નો પૈસો. તે સત્ય ને કહેતી કે તે પેટ ભરવા માટે નાટકો માં કામ કરે છે. કારણકે તેની આગળ પાછળ કોઈ નથી. તે એક અબળા નારી છે. જેને જીવવા માટે કામ કરવું જરૂરી છે. તે સત્ય ને સારી રીતે જાણી ચુકી હતી. તે સત્ય ના મન માં રહેલી વાસના ને સમજી ચુકી હતી.

કાવેરી ઘણાં બધાં પુરુષો ને આંગળી પર નચાવી શકે તેવી સ્ત્રી હતી. તે પુરુષ ની આંખો ને પળવારમાં વાંચી લેતી. તેને સત્ય ને પણ એવી જ રીતે ફસાવ્યો હતો.

તેના નાટક બાદ સત્ય એને મળવા માટે તેના રૂમમાં ગયો. તે કાવેરી નો અભિનય ખૂબ જ પસન્દ કરતો હતો અને એટલા માટે તે કાવેરી ને મળવા માટે અને તેને અભિનંદન આપવા માટે ગયો હતો. સત્ય તેના રૂમ માં સોફા પર બેઠો હતો. તેને કાવેરી ને કહ્યું કે તે એનો મોટો Fan છે. કાવેરી એ તેને સ્મિત આપ્યું. તે સત્ય ની તરફ આગળ વધી રહી હતી અને ત્યાં જ તેને ઠેસ વાગતા તે સત્ય ના ખોળા માં પડી. અને તેની સાડી નો પાલવ સોફા ની ખીલ્લી માં ભરાઈ ને ચિરાઈ ગયો. કાવેરી ના ધબકતા ઉરજો ને જોઈ ને સત્ય પોતાનું ભાન ભૂલી ગયો. અને તે કાવેરી માં ઓતપ્રોત થઈ ગયો. કાવેરી પહેલે થી જ આ માટે તૈયાર હતી. તેની ઈચ્છા આવું જ કંઈક કરવાની હતી. આથી તે પણ કોઈ જ પ્રતિકાર વિના જાણે કોઈ પુરુષ નો સ્પર્શ પ્રથમ વાર માણી રહી હોય તેમ સત્ય માં એકાકાર થઈ ગઈ. તેને સત્ય ને તૃપ્ત કરી દીધો.

આવા પ્રેમ ની અપેક્ષા સત્ય દેબીના પાસે થી ઈચ્છતો હતો. અને દેબીના તે પ્રેમ આપતી પણ હતી. પણ ઘર ની જવાબદારી ને કારણે તે હંમેશા સત્ય ને સમય આપી શકતી નહિ. જ્યારે સત્ય ઈચ્છા હંમેશા એવી રહેતી કે દેબીના બધું કામ છોડી ને તેની બની રહે. જે દેબીના કરી શકતી નહિ. તેને પણ સત્ય જેવી જ ઈચ્છા થતી પણ તે પોતાની જવાબદારીઓ ને સમજતી. આમ પણ સ્ત્રી અને પુરુષ માં સ્ત્રી ની પાસે થી હમેશા વધારે અપેક્ષા રાખવા માં આવે છે. સ્ત્રી ઈચ્છે તો પણ જવાબદારીઓ થી મોઢું ફેરવી શકતી નથી. આવો પ્રેમ તેને કાવેરી પાસે થી મળવા લાગ્યો. સત્ય જ્યારે પણ કાવેરી પાસે જતો ત્યારે કાવેરી બધું જ કામ છોડી ને સત્ય પાસે બેસી જતી. તેની સાથે વાતો કરતી. અને નીતનવા નખરા કરી ને સત્ય ને રિઝવતી.

કાવેરી જાણતી હતી કે સત્ય તેની પાસે થી પ્રેમ ચાહે છે. અને એના માટે જ સત્ય તેને મોંઘા ઉપહાર અને ઝવેરાત આપે છે. જો તે સત્ય ને પ્રેમ મળવાનો બંધ થયો તો તે પાછો વળી જશે. તેથી તે સત્ય ને સાચવવા ના પૂરતા પ્રયાસ કરતી. ઘણી વાર તો તે નાટક ના રિહર્સલ છોડી ને પણ સત્ય ને સમય આપતી.

આ બાજુ દેબીના સત્ય ના તેના પ્રત્યે ના બદલાયેલા વર્તન થી ખૂબ જ દુઃખી હતી. તે સત્ય નો પ્રેમ ચાહતી. પણ સત્ય તેની સામે જોવા તૈયાર નહોતો. સત્ય કારોબાર માં પણ ધ્યાન નહોતો આપતો. દેબીના કારોબાર સંભાળતી પણ બહાર ના કામ માટે તે મર્યાદાઓ ના કારણે જઇ શક્તી નહીં. જેના લીધે કારોબાર ઠપ થવા લાગ્યો હતો. આ બાજુ સત્ય તિજોરી માં થી પૈસા લઈ જતો જેથી તિજોરી પણ લગભગ ખાલી થઈ ચૂકી હતી. વિપદાઓ માં ઘેરાયેલી દેબીના સત્ય સાથે વાત કરવાનું નક્કી કરે છે. પણ તે તેના જીવન તરફ આવી રહેલા કાવેરી રૂપી વંટોળ થી બેખબર છે.

સત્ય દિવસો સુધી ઘરે આવતો નહિ. તે મિત્રો સાથે અને કાવેરી સાથેજ સમય વિતાવતો. માત્ર જ્યારે તેની પાસે પૈસા ખલાસ થતા ત્યારે પૈસા લેવા માટેજ તે ઘરે જતો. અને પૈસા લઈ ને તરત જ ઘર માં થી નીકળી જતો. આ વખતે જ્યારે તે ઘરે પૈસા લેવા માટે ગયો ત્યારે દેબીના એ તેને પૈસા આપવાની ના પાડી દીધી. તેને સત્ય ને કહ્યું કે અગર તે તેની વાત સાંભળશે તો જ દેબીના તેને પૈસા આપશે.

સત્ય તેની વાત સાંભળવા ઉભો રહે છે. દેબીના તેને કારોબાર મી સ્થિતિ સમજાવે છે. તેમ જ તે સત્ય ને કહે છે કે તે તેનો પતિ છે. તે તેનો સહવાસ અને પ્રેમ ચાહે છે. સત્ય તેને પૈસા આપવા કહે છે. દેબીના ના પાડે છે. તો સત્ય તેને લાફો મારે છે. અને તેને પહેરેલા ઘરેણાં ઉતારી ને લઈ ને જતો રહે છે. દેબીના ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડે છે. સ્ત્રી ની આવી દશા અથવા તો અવદશા વર્ષો થી છે. અને હજી પણ આવી સ્થિતિ માં થી ઘણી સ્ત્રી ઓ ને પસાર થવું પડે છે. તેમને થઈ રહેલી માનસિક યાતના નો તો અંદાજ જ લગાવી શકાય. તેમ છતાં દેબીના હિંમત હાર્યા વગર સત્ય માં આવેલા પરિવર્તન નું કારણ જાણવા નું નક્કી કરે છે.

બીજા દિવસે તે સત્ય ના એક મિત્ર ને બોલાવે છે. અને સત્ય શુ કરે છે? તે જણાવા માટે કહે છે. તેનો મિત્ર તેને સઘળી હકીકત જણાવે છે. તે જણાવે છે કે સત્ય કાવેરી ના પ્રેમ માં છે. અને કાવેરી ના કારણે તે બધા મિત્રો થી પણ દૂર થઈ ચૂક્યો છે. તે બધા જ પૈસા કાવેરી પાછળ ખર્ચ કરે છે. અને કાવેરી નાટકો માં કામ કરનારી એક અભિનેત્રી છે.

દેબીના આ જાણી ને ખૂબ જ ઉદાસ થઈ જાય છે. પણ હિંમત નથી હારતી. તે કાવેરી ને મળવાનું નક્કી કરે છે. તે સત્ય ના મિત્ર પાસે થી કાવેરી નું સરનામું જાણી ને તેને મળવા માટે તેના ઘરે જાય છે. તે કાવેરી ને મળી ને તેને પૂછે છે કે એ શા માટે તેનું ઘર તોડી રહી છે? તે સત્ય ને છોડી કેમ નથી દેતી? તેને બીજા ઘણા પુરુષો મળશે? તે જ્યારે કાવેરી સાથે વાત કરી રહી હોય છે ત્યારે સત્ય ત્યાં આવી જાય છે અને તે બધી વાત સાંભળે છે. તે દેબીના ને ત્યાં થી જવા માટે કહે છે. એ દેબીના ને કહે છે કે કાવેરી જ તેની પત્ની છે. આથી તે બન્ને ની વચ્ચે આવવા પ્રયત્ન ના કરે. અને દેબીના તેને ક્યારેય પામી નહિ શકે.

દેબીના અંદર થઈ તૂટી જાય છે. પણ તે નકકી કરે છે કે તે આ બધા માં થી આઝાદી મેળવી ને રહેશે. તે જમાના માં પતિ થી અલગ થવું શક્ય નહોતું. પતિ ગમે તેટલો ખરાબ હોય પણ પત્ની ને નિભાવવું પડતું.

દેબીના નાટકો માં કામ કરવાનું નક્કી કરે છે. આમ પણ તે સારો અભિનય કરી શકતી તેથી તેને કામ મળી જશે એવો તેને વિશ્વાસ હતો. કાવેરી જે નાટક મંડળી માં કામ કરતી હતી તેના મેનેજર ને મળવા માટે તે ગઈ. અને પોતાની નાટક માં કામ કરવાની ઈચ્છા તેને જણાવે છે. તે મેનેજર પણ દેબીના નું રૂપ જોઈ ને મોહિત થઈ જાય છે. આમ પણ તે કાવેરી ની કામ કરવાની રીત થી કંટાળી ચુક્યો હતો. કારણકે કાવેરી સત્ય ના લીધે નાટક માં બહુ સમય આપતી નહિ. આથી તે દેબીના ને કામ આપવા માટે હા પાડે છે.

દેબીના બધુજ ઝડપ થી શીખી લે છે. તે તેના રૂપ અને અભિનય થી દર્શકો નું મન મોહી લે છે. તેના લીધે કાવેરી ને કામ મળવાનું બંધ થઈ જાય છે. સત્ય દેબીના ને નાટક માં અભિનય કરતી જોઈ ને આશ્ચર્ય પામેં છે. તેને દેબીના ના આ ગુણો ની ખબર જ નહોતી.

સત્ય પાસે પૈસા પણ ખલાસ થવા લાગ્યા હતા. દેબીના એ તેનું સઘળું ધન આપી દીધું હતું. અને તેનો કારોબાર પણ ઠપ થઈ ચૂક્યો હતો. કાવેરી સત્ય પાસે પૈસા માંગતી તો સત્ય તેના પર ચીઢતો. બન્ને વચ્ચે ઝગડા થવા લાગ્યા. આખરે કાવેરી એ સત્ય ને ઘર ની બહાર કાઢી મુક્યો. અને બીજા પુરુષ પાસે ચાલી ગઈ.

સત્ય ને ત્યારે સમજાયું કે તેને દેબીના ને કેટલો અન્યાય કર્યો છે!!! તેને દેબીના ને મળી ને તેની માફી માંગવાનું અને નવેસર થઈ જિંદગી શરૂ કરવાનું નક્કી કર્યું. તેને દેબીના ને મળવાના પ્રયત્નો કર્યા. પણ દેબીના હવે પ્રસિદ્ધ અભિનેત્રી થઈ ચૂકી હતી. અને તે સત્ય ને મળવા માંગતી નહોતી. તે એક નારી ઉદ્ધાર કેન્દ્ર પણ ચલાવતી હતી. જેમાં તે પીડિત નારીઓ ને આશ્રય આપતી અને તેમને સ્વનિર્ભર બનવાની તાલીમ પણ અપાતી.

દેબીના એ તે સમય ની સમાજ ની માનસિકતા માંથી ખુદ ને અને અનેક સ્ત્રીઓ ને આઝાદી અપાવી હતી. અને નારી અબળા નથી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દેબીના ની આ સફર જો તમને પ્રભાવિત કરી શકી હોય તો પ્રતિભાવ જરૂર આપજો. . . . .