21મી સદીનુ વેર
પ્રસ્તાવના
મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.
***
મનિષ;- ચાલો ભાઇ હવે બહુ ભુખ લાગી છે.ખાવા ક્યાં જવુ છે એ કહો પહેલા?
સુનિલ;- ક્રિષ્નાપાર્કમા જઇએ.
પ્રિયા;- હા, ત્યાં જઇને જ શાંતિથી વાતો કરશું.
મનિષ ગાડી પાર્કિંગમાંથી કાઢી અને બધા તેમા બેસી ગયા.
એન્યુઅલ ફંકશન પુરૂ થઇ જતા બધા પાર્કિંગમાં ઉભા-ઉભા હતા વાતો કરતા હતા.એન્યુઅલ ફંક્શનમાં સવારે કિશન તો બધાથી પહેલા આવી ગયો હતો અને પછી તેણે વ્યવસ્થા
બધીજ બરાબર છે કે નહી તે ચકાસી લીધુ. દર વર્ષે એન્યુઅલ ફંકશન સાંજે હોય છે. પણ આ વખતે કિશને પ્રિંન્સીપાલને રજુઆત કરી અને એન્યુઅલ ફંકશનમા સવાર થી સાંજ સુધીનો કાર્યક્રમ રાખેલો.તથા બપોરના ભોજન માટે પણ કિશને જી.એસ ને કહી અને સ્પોન્સરશિપ આપેલી.જેથી કોલેજને વધારે ફંડની જરૂર ન પડે. કિશને એન્યુઅલ ફંકશનને બે બેઠકમા વહેચેલી.સવારે પ્રથમ બેઠકમાં ગુજરાતના બે ખ્યાતનામ લેખક જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્યનું વક્તવ્ય ગોઠવેલુ અને ત્યાર બાદ બપોરનો જમણવાર નો કાર્યક્રમ અને બપોર પછી કોલેજના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને બિજા બધા કાર્યક્રમો રાખેલા.સવારે જયભાઇ અને કાજલબેનના વક્તવ્ય એ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા. વિધ્યાર્થીઓએ ઓડીટોરીયમ ફુલ થઇ જતા વચ્ચેના પેસેજમાં પણ બેસીને વક્તવ્ય સાંભળ્યુ. ત્યાર બાદના સેશનમાં એન્કરીંગ કિશને કર્યુ, અને દરેક ઇવેન્ટ પહેલા કિશને પોતાની અદાથી જોરદાર પ્લેટફોર્મ તૈયાર કરી આપ્યુ. આમને આમ કાર્યક્રમ આગળ વધતો ગયો અને છેલ્લે પ્રિન્સીપાલે સ્પીચ આપી.છેલ્લે આ વર્ષ ની કોલેજની એન્યુઅલ બુકનુ અનાવરણ મુખ્ય મહેમાન અને સ્મૃતિ મેડમ અને બીજા મહેમાનો ના હસ્તે કરાવાયું જેમા બુક કવરના ફ્રંન્ટ પેજ પર કોલેજનો ફોટો અને બેક પેજ પર કિશનનો ફોટો હતો તથા બાજુમા કિશને વકૃત્વ સ્પર્ધામા આપેલ સ્પીચ ને લેખ સ્વરૂપે પ્રકાશિત કરવામા આવિ હતી. આ જોઇ આખો ઓડીટોરીયમ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો. ત્યાર બાદ કિશને દરેક વિદ્યાર્થીને એન્યુઅલ બુક ની કોપી બહાર ટેબલ પરથી મેળવી લેવાની સુચના આપી.કાર્યક્રમના સમાપન કરતી વખતે કિશને કહ્યુ આ કાર્યક્રમમાં મે કોઇ ઇવેન્ટમાં ભાગ લીધો નથી. એટલે હુ છેલ્લે પાંચ મિનિટ માટે તમને કઇક કહેવા માગુ છુ. અને પછી તેણે પોતાની નાની એવી સ્પીચ આપી જેમા ઓડીટોરીયમ ત્રણવાર તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યુ. છેલ્લે પ્રિન્સીપાલે આભાર પ્રવચન કર્યુ જેમા તેણે આ આખા કાર્યક્રમની સફળતાનો શ્રેય કિશન અને જી.એસ ને આપ્યો. ત્યારબાદ કાર્યક્રમ પુરો થયા બાદ કિશનનું આખુ ગૃપ પાર્કિગ એરીયામા થોડીવાર વાતો કરી અને ત્યાંથી રાજકોટરોડ પર વડાલ પાસે આવેલી ક્રિષ્નાપાર્ક હોટેલ માં જમવા માટે જઇ રહ્યા હતા.
હોટેલમાં પહોંચીને બધા વાતો એ વળગ્યા.
પ્રિયા;- કિશન, યાર જોરદાર મજા આવી.તારૂ આયોજન સુપર ડુપર હિટ રહ્યુ. આ જયભાઇ અને કાજલબેન તો છવાઇ ગયા.
સુનિલ;- હા, પ્રિન્સિપાલ પણ સ્મૃતિ મેડમને કહેતા હતા કે કોલેજનો સૌથી સફળ એન્યુઅલ ફંક્શન આ વર્ષે થયો.
મનિષ;- ભાઇ, પેલા ઓર્ડર તો આપો પછી વાત કરજો.
ત્યાર બાદ બધા જમીને વાત કરતા કરતા બધા પાછા કાળવા ચોકમા જયંતની સોડા પીને છુટા પડ્યા.
આમને આમ કોલેજના દિવસો પસાર થઇ ગયા કોલેજની એક્ઝામ પણ આવી ગઇ. એકઝામ પછી વેકેશનમાં કિશન ગામ ગયો અને મા પાસે 20 દિવસ રોકાયો અને તે દરમિયાન ફોન અને વ્હોટ્સ એપ પર ઇશિતા સાથે વાતો કરીલે તો 20 દિવસ પછી પાછો જુનાગઢ આવી ગયો. વેકેશન તો હજુ ખુલવાનું બાકી હતુ. પણ સ્મૃતિ મેડમની સ્પીચ લખવાની હતી. તેથી તે વહેલો આવી ગયો હતો. અને આમ પણ હવે તેને ઇશિતાને મળવાનું ખુબજ મન હતુ અને ઇશિતા પણ તેને ફોન પર આવી જવા કહેતી હતી. તેથી તે વેકેશનમા વહેલો જુનાગઢ આવી ગયો. આવીને બે દિવસ તો તેણે અને ઇશિતાએ સાથે મૂવી જોવામા અને ફરવામા કાઢ્યા અને ત્યારબાદ તેણે સ્મૃતિ મેડમની સ્પીચ લખી અને એક દિવસ કોર્પોરેશનની ઓફીસે જઇને લખેલી સ્પીચ આપી આવ્યો.અને તેનો રેગ્યુલર પગાર પણ તેને મળી ગયો.આમને આમ વેકેશન પણ પુરૂ થઇ ગયુ અને કોલેજ પણ રેગ્યુલર ચાલુ થઇ ગઇ.
એક દિવસ મનીષે આવીને કિશનને કહ્યુ કે શૈલુભાઇનો ફોન હતો આજે આપણે કોલેજથી છુટીને તેને મળવા જવાનુ છે.
ત્યારબાદ બધા કોલેજમાં લેક્ચરર્સ ભરવા જતા રહ્યા. કોલેજમાંથી છુટીને ત્રણેય મિત્રો દરબાર સિક્યોરીટીની ઓફીસે ગયા તો શૈલુભાઇ તેની રાહ જોઇ રહ્યા હતા. ત્રણેય જઇને બેઠા અને હાઇ હેલ્લો કરીને શૈલુભાઇ સીધાજ મુદ્દા પર આવી ગયા. અને બોલ્યા જો કિશન તારો કેસ થોડો ગુંચવાયેલો હોય એમ લાગે છે. અને તારા કેસના મૂળિયા ખુબજ ઉંડા છે. તારો પીછો કરનાર બન્ને માણસો લોકસક્તિ પાર્ટીનાં કાર્યકરો છે અને તેને લોકસક્તિ પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ વિજયભાઇ વાઘેલા એ આ કામ સોપેલું છે.એનો મતલબ કે આ કોઇ પોલીટીકલ મેટર છે. મને લાગે છે કે તારા સ્મૃતિ મેડમ સાથેના કનેક્શનને લીધે તારો પીછો થાય છે. કેમકે સ્મૃતિમેડમની જનહિત પાર્ટી એ લોકશક્તિ પાર્ટીની વિરોધી પાર્ટી છે.
કિશન;- પણ સ્મૃતિ મેડમના કોન્ટેક્ટમા તો ઘણા બધા લોકો છે તો આ લોકો માત્ર મારોજ પીછો કેમ કરે છે?
શૈલુભાઇ;- કેમકે તું બન્ને પાર્ટી સાથે જોડાયેલો છે આ બોલતા હતા ત્યારે શૈલુભાઇ હસતા હતા.
આ જોઇ કિશન પણ વિચારમાં પડી ગયો.
કિશન;- પણ લોકશક્તિ પાર્ટી સાથે મારે કયાં કોઇ સંબંધ છે?
શૈલુભાઇ;- હસતા હસતા કહે કે જનહિત પાર્ટી કરતા તારો સંબંધ લોકસક્તિ પાર્ટી સાથે વધારે છે.
કિશનને લાગ્યુ કે શૈલુભાઇ મજાક કરે છે. પણ તેને ખબર હતી કે શૈલુભાઇ આવી બાબતમા મજાક ના કરે.
કિશન;- તમે શું કહેવા માગો છો તે મને કંઇ સમજાતુ નથી.
શૈલુભાઇ;- લોકશક્તિ પાર્ટીનો તો તું જમાઇ છે.ઇશિતાના પપ્પા મૌલીકભાઇ લોકશક્તિ પાર્ટીના જુનાગઢ જીલ્લાના પ્રમુખ અને તે પાર્ટીના એમ.એલ.એ છે.
કિશનને ખબર હતી કે મૌલીકભાઇ લોકશક્તિ પાર્ટીના એમ.એલ.એ છે પણ આ વાતમાં કિશને તેના વિશે ક્યારેય વિચાર્યુજ નહોતુ તેથી તે આ સાંભળીને ચોંકી ગયો.
કિશન;-તો શુ તમે એવુ કહેવા માગો છો કે આની પાછળ ઇશિતાના પપ્પાનો હાથ છે?
શૈલુભાઇ;- ના, હજુસુધી એવો કોઇ પુરાવો મળ્યો નથી.પણ એ શક્યતા પણ વિચારવી પડે.
કિશન;- તો હવે શુ કરવાનું? તમને શુ લાગે છે મારે આ વાત સ્મૃતિમેડમને કહેવી જોઇએ કે નહી?
શૈલુભાઇ;- જો મારૂ માન તો કા તો તું પોલીટીક્સ જોઇન કરીલે અથવા સ્મૃતિ મેડમનો કોન્ટેક્ટ છોડી દે. હવે અધવચ્ચે રહેવામાં જોખમ છે.
કિશન આ વાત સાંભળી વિચારમા પડી ગયો.તે હજુ સુધી પોલીટીક્સ વિશે કોઇ નિર્ણય નહોતો કરી શક્યો. પણ હવે તેણે ખુબ જ ઝડપથી આ વિશે નિર્ણય લેવો પડશે એમ તેને લાગી રહ્યુ હતુ.
કિશનને વિચારમા પડી ગયેલો જોઇ મનિષ બોલ્યો
શૈલુભાઇ આમા કિશન પર કોઇ ખતરો તો નથી ને?
શૈલુભાઇ;- હજુ આપણને એ લોકોનો ચોક્કસ મકસદ ખબર નથી. ત્યાં સુધી કંઇ કહી શકાય નહી.આપણે ઉંઘતા ઝડપાઇ જઇએ તેના કરતા તૈયારીમા રહેવુ સારૂ.
અને કિશન, હમણા સ્મૃતિ મેડમને જણાવવાનું રહેવા દે.થોડી રાહ જો એકવાર આપણને પુરી વાતનો ખ્યાલ આવી જાય પછી જ આપણે નક્કી કરએ કે શુ કરવું?
આ તો મે તમને એટલા માટે આજે બોલાવ્યા કે થોડા ચેતતા રહેજો અને કિશન તુ ઝડપથી તારો નિર્ણય કર તેમા જ આપણને ફાયદો છે. એક વાર તુ પોલીટીક્સમાં જોડાઇશ એટલે પછી તારી સિક્યોરીટી ની જવાબદારી સ્મૃતિમેડમ લઇ લેશે.પછી તને કોઇ પ્રોબ્લેમ નહી થાય.
ત્યાર બાદ થોડી વાતો કરી બધા છુટા પડ્યા.
ઇશિતા;- હવે તો મારે મારા પપ્પાને વાત કરવીજ પડશે. મને તારી ચિંતા થાય છે.
કિસન અને ઇશિતા કોલેજથી છુટીને સુભાષગાર્ડનમા બેઠા હતા.કિશને શૈલુભાઇ એ કરેલી વાતો માથી ઇશિતાના પપ્પા અને વિજયભાઇ વાધેલા સિવાયની બધીજ વાતો ઇશિતાને કરી
કિશને વિચાર્યુકે હવે ઇશિતાને સાચી વાત કર્યા વિના છુટકોજ નથી.એટલે તેણે ઇશિતાનો હાથ પકડી ધીમેથી કહ્યુ, જો ઇશિતા એક વાત સાંભળ મે તને જે વાત કરી તે થોડી અધુરી છે.હુ તને આખી વાત કરૂ છુ પણ તુ પ્લીઝ મારી વાતનું ખોટુ નહિ લગાડતી અને શાંતિથી સાંભળજે.
જો મારો પીછો કરાવનાર માણસો બીજા કોઇના નહી પણ લોકસક્તિ પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ વિજયભાઇ વાઘેલા ના છે.
આ સાંભળી ઇશિતા ચોંકી ગઇ.
ક્ર્મશ:
ઇશિતા શા માટે ચોકી ગઇ?
કોણ કિશનનો પીછો કરાવતું હશે? અને શા માટે કરાવતું હશે?
.હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શું છે મનિષ નું સિક્રેટ ?ઇશિતાના પપ્પા કિશનને જોઇને કેમ નર્વસ થઇ ગયા? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ
વાંચતા રહો
***
મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.
હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160
Mail id – hirenami.jnd@gmail.com