21મી સદીનું વેર - 1 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 1

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

*****

કિશન રોજની જેમ આજે પણ ફ્રી લેક્ચરમાં લાઇબ્રેરી તરફ જવા નિકળ્યો ત્યાં પાછળથી ઇશિતા એ બુમ પાડી પણ કિશન તો જાણે કાઈ સાંભળ્યુજ ના હોય તેમ આગળ ચાલતો જ રહ્યો.પણ ઇશિતા આજે તેને છોડે તેમ ન હતી.તે દોડીને કિશનની સાથે થઈ ગઈ .

કેમ હમણા સાહેબ ના કાનમાં કાઇ તકલીફ છે કે શુ ? કાલે પણ તને કેટલી બુમો પાડી તો સાંભળ્યું નહિ અને આજે પણ બુમ પાડી તોય ઉભો નથી રહેતો. ઇશિતા એ થોડી રીશ થી કહ્યુ

હકિકતે તો કાલે અને આજે બન્ને વખતે કિશને બુમ સાંભળી હતી પણ તે બિજા સેમેષ્ટર માં કોલેજ ચાલુ થઈ ત્યારથીજ તે ઇશિતાથી દુર રહેવાનો પ્રયત્ન કરતો હતો

ચાલ આપણે મોહિનીમાં બેસી નાસ્તો કરતા કરતા વાતો કરીએ ઇશિતાએ ઉત્સાહ થી કહ્યુ

ના આજે મારે લાઈબ્રેરીમાં થોડુ કામછે.કિશને છટકવા માટે કોશિષ કરી પણ આજે ઇશિતા તેને છોડે તેમ ન હતી.

હવે લાઇબ્રેરીનાં બધીજ ચોપડી તારી પાસે માફી માગતી હશે કે કિશનબાબા હવે તો અમારો પીછો છોડો ઇશિતા એ હશતા હશતા કહ્યુ અને તે કિશનને હાથ પકડીને બહાર ખેંચી ગઈ અને બન્ને મોહિની તરફ ચાલવા લાગ્યા

ઇશિતાએ ભલે મજાક કરી પણ હકિકતમાં પણ કિશને લાઈબ્રેરીના 40% જેટલા પુસ્તકો એકજ સેમેષ્ટર માં વાંચી લીધા હતા અથવા ઉપરછલ્લી નજર ફેરવી લીધી હતી

જુનાગઢ ની બહાઊદ્દીન કોલેજ ની સામે આવેલી મોહીની રેસ્ટોરન્ટ એ કોલેજના યુવક યુવતીઓનું મનપસંદ મીલન સ્થળ હતું

કિશન અને ઇશિતા એ મોહિની માં પહોંચી પોતાના મનપસંદ છેલ્લા ટેબલ પર બેઠા એટલે હોટલનો વીઇટર પાણી લઈને આવ્યો ઇશિતાએજ પફ અને કોફી નો ઓર્ડર આપી દીધો કેમ કે તે કિશનની પસંદગી સારી રીતે જાણતી હતી. કિશનતો હજુ વિચારમાંજ ખોવાયેલો હતો તેને ઇશિતાના પ્રશ્નનો ડર હતો કે પોતે ઇશિતાને કઈ રીતે સમજાવશે.

કિશન અને ઇશિતા બન્ને કોલેજના બિજા સેમેષ્ટરમાં અભ્યાસ કરતા હતા કિશન અંગ્રેજીમા BA કરતો હતો જ્યારે ઇશિતા ઇકોનોમિક્સ માં B.A કરતી હતી બન્નેના ક્લાસ અલગ હતા માત્ર એક બે લેક્ચરજ સાથે આવતા. બન્ને કોલેજના થોડા જ દીવસો માં મિત્રો બની ગયેલા કેમકે બન્નેનુ વતન એક જ હતું જોકે ઇશિતા વર્ષોથી જુનાગઢમાં જ રહેતી હતી જ્યારે કિશનનુ ઘર ગામજ હતુ અને તે હોસ્ટેલમાં રહિને જ અભ્યાસ કરતો. ઇશિતાનાં પિતા રાજ્યના એમ.એલ. એ હતા અને તેની પટેલ જ્ઞાતિ ના પ્રમુખ અને ખુબજ ધનાઢ્ય હોવા છતા ઇશિતાને તેનું સહેજ પણ અભિમાન ન હતું. આજ વાત કિશન અને ઇશિતા વચ્ચેની ખુબ ગાઢ મિત્રતા માટે જવાબદાર હતી.કોલેજના પ્રથમ સેમેષ્ટરના છેલ્લા દીવસે મોહિનીમાં આજ ટેબલ પર ઇશિતા એ કહ્યુ હતુ કે કિશન આજે મારે તને એક ખાસ વાત કહેવી છે. એમ કહિ ને ઇશીતા એ કહ્યુ હતુ કે હુ તને ચાહુ છું.અચાનક થયેલા અણધાર્યા એકરાર થી કિશન થોડો ગુચવાઇ ગયો તેને સમજ ના પડી કે તે ઇશિતાને શુ જવાબ આપે.જો કે કિશન એ વાત જાણતો જ હતો કે ઇશિતા તેને પસંદ કરે છે પણ તે આવી રીતે અચાનક એકરાર કરશે તે તેને ખબર નહોતી જો કે તેને પણ ઇશિતા ગમતી હતી પણતે આ બાબતે હજુ એટ્લો ગંભિર થયો નહોતો.તેથી તેણે ત્યારે ઇશિતા પાસેથી વિચાર વાનો સમય માગ્યો હતો.ત્યાર બાદ કોલેજ મા મિડ-ટર્મ વેકેશન પડી જતા તે ગામ જતો રહ્યો હતો. વેકેશન પુરૂ થતા આ સવાલનો જવાબ ઇશિતા માગશે એ ડરથી જ તે ઇશિતા થી દુર રહેવાનો પ્રયત્ન કરતો હતો પણ આજે ઇશિતાએ તેને બરાબર ઝડપી લીધો હતો.

ઇશિતાને પોતાના તરફ એકધારા જિણી નજર થી જોતા જોઇ કિશન વિચારધારા માંથી બહાર આવિ ગયો. અને ઇશિતાએ જાણેકે કિશનના વિચાર વાંચી લીધા હોય એમ સિધુ જ પુછ્યુકે તો તે શુ વિચાર્યુ?

જો કિશન હુ તારા પર કોઇ દબાણ નથી કરતી મારાથી હવે લાગણી છુપાવીને ખોટો ડોળ કરી રહિ શકાતુ નથી.તને જો મારા પ્રત્યે એ લાગણી ના હોય તો ચોખુ કહી દે તો પણ આપણિ મિત્રતા એવી જ રહેશે.

કિશન ને ઇશિતાની આંખમાં પોતાના માટે સાચિ લાગણી દેખાતી હતી તેથી તેણે હવે જવાબ આપવોજ પડશે એવુ લાગ્યુ.

કિશને ઇશિતાની આંખમાં આંખ પરોવી કહ્યુ જો ઇશિતા આ તો મારૂ સદનસિબ કહેવાય કે કોલેજ નો દરેક યુવક જેની સાથે વાત કરવા તરસતો હોય તે છોકરી ને મારા પ્રત્યે પ્રેમની લાગણી છે.અને તુ મને પણ ખુબજ ગમે છે અને તે મને ના કહ્યુ હોત તો પણ તારી આંખો માંથી હુ મારા પ્રત્યેની તારી લાગણી વાંચી શકતો હતો.અને હુ પણ તારા પ્રત્યે એવી જ લાગણી ધરાવું છુ. પણ તારી અને મારી પરીસ્થીતીમાં બહુ મોટો ફરક છે હુ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાંથી આવુ છું જ્યારે તુ એક ધનાઢ્ય પટેલ પરીવાર માંથી આવે છે.જો કે નાત જાતના ભેદભાવ માં હું માનતો નથી પણ આપણા બે વચ્ચે મોટો આર્થીક તફાવત છે.તારા પપ્પા સમાજ્ના પ્રમુખ અને ખુબ મોટી હસ્તી છે. તેને પોતાની એક ની એક પ્યારી દીકરી એક ગરીબ બ્રાહ્મણ સાથે સંબધ રાખે તે કયારેય પસંદ નહિ આવે.અને એટ્લેજ હુ નથી ઇચ્છતો કે મારા લીધે તારે કયારેય પણ દુખી થવુ પડે અને એટલે જ તારી લાગણી તારા કંટ્રોલની બહાર જતી રહે તે પહેલા હુ તને રોકવા માગુ છે. અને હુ બિજા બધા યુવકોની જેમ તારી સાથે ટાઇમપાસ કરવા સંબંધ નહિ બાંધુ.મને તારા માટે ખુબજ આદર છે તેથી તને રોકવા માંગુ છુ કે આપણા બન્નેનો મેળાપ શક્ય નથી.હુ પણ તને ચાહુ છુ તેથીજ તને ખોટી આશા આપી દગો કરવા નથી માંગતો.

હજુ કિશન બોલતો હતો ત્યા ઇશિતા ના આંખમાંથી અશ્રુધારા વહિ નિકળી અને તે અચાનક ઉભી થઈ ને દોડીને બહાર નીકળી અને પોતાનું સ્કુટી લઇને જતી રહી.

-------------------------------------ક્રમશઃ------------------------

મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160