21મી સદીનુ વેર
પ્રસ્તાવના
મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.
***
કિશન, ઇશિતા અને આખુ ગૃપ કોલેજ કેમ્પસ મા ઉભા હતા અને ચર્ચા નો વિષય હતો એન્યુઅલ ફંક્શન ઇશિતા ડાન્સ કરવાની હતી મનીષ ગીત ગાવાનો હતો.સુનિલ અને પ્રિયા એક નાટકમા ભાગ લઇ રહ્યા હતા.
પ્રિયા;- કિશન તુ તો સ્પીચજ આપવાનો છે ને?
કિશન;- અરે જવાદો ને યાર મારી તો પ્રિંન્સીપાલ સાહેબે અને આપણા જી.એસ એ મારી વાટ લગાવી દીધી.
સુનિલ;- કેમ એલા શું થયુ? કયાંક કોઇ છોકરી સાથે તો નથી પકડાયોને?
ઇશિતાએ ગુસ્સાથી મનિષ સામે જોયુ, અને પછી હસતા હસતા બોલી આનાથી એકજ માંડ સંભાળાઇ છે ત્યાં બીજી ની ક્યા વાત કરે છે?
પ્રિયા;- એલા મનિષ, તને છોકરી સિવાય કોઇ વસ્તુ દેખાય છે કે નહિ?
સુનિલ;- એલા કિશન શુ થયુ એ તો કહે?
ઇશિતા;- વાત એમ છે કે આજે સવારે પ્રિન્સીપાલ સાહેબે કિશનને બોલાવ્યો હતો.અને તેમણે કહ્યું કે મે અને જી.એસ એ નક્કી કર્યુ છે કે આ આખી ઇવેન્ટની જવાબદારી તારે સંભાળવાની છે. અમે ફક્ત તને સજેશન અને ગાઇડંસ આપીશું. તારે જે પણ જરૂર હોય તે તુ અમને જણાવજે. પણ આપણું એન્યુઅલ ફંકશન જોરદાર થવું જોઇએ.એટલે તું હવે આજથીજ કામે લાગીજા ચીફગેસ્ટ અને બીજા આમંત્રિતોનુ લીસ્ટ મને બતાવજે એટલે આપણે બધાને કન્ફર્મ કરી લઇશું.
એટલે આપણા આ સાહેબનું બુચ લાગી ગયું છે.
પ્રિયા:- અરે આ તો જોરદાર કહેવાય તને આખી ઇવેન્ટનુ સંચાલન સોપ્યુ છે આ તો તારૂ બહુમાન કહેવાય.
કિશન;- અરે,યાર પણ મારે તો બધા સાથે ઇવેન્ટમાં ભાગ લેવો હતો રિહર્સલમાં ને જે સમય મળે એમા મજા કરવી હતી.મારો તો આખો પ્લાન જ ચોપટ થઇ ગયો.
ઇશિતા;- તો એમા શું છે તુ ભલે ને ભાગ ના લે પણ પ્રેક્ટિસમાં તો અમને બધાને મળવા આવીજ શકે ને?
કિશન;- એતો આવીજ શકુ, પણ આ ઇવેન્ટનું કામ જ એટલુ છે કે કાઇ સમય નહી મળે.મુખ્ય મહેમાન,અતિથી વિશેષ અને કાર્યક્રમના ઉદઘાટક નક્કિ કરવા,આમંત્રણ પત્રિકા છપાવવી અને બીજુ ઘણુબધુ કામ છે યાર.
મનિષ;-એલા આજ તારી સાચી એનર્જી અને મેનેજમેંટ સ્કિલ બતાવવાની તક છે.જો તું આ ફંકશન સુપર ડુપર હિટ બનાવી શકે તો પછી તારે તારો પોલીટીક્સ જોઇન કરવાનો નિર્ણય લેવામા પણ ફાયદો રહેશે.
કિશને વિચાર્યુ મનિષ કહે તે વાત સાચી છે જો આમા મારી પોતાની પરીક્ષા લેવાની તક છે.જો આ આયોજન સારી રીતે કરી શકુ અને બધા કોલેજીયન પર મારી ઇમ્પ્રેશન પાડી શકુ તો પોલીટીક્સ વિશે નિર્ણય લેવામા થોડી મદદ મળશે.
કિશન;- હા હવે આ કામ તો પાર પાડવુ જ પડશે.
ઇશિતા;- ચાલો હવે બધાને ઘરે નથી જવાનું, કિશન પેલા લોકો જે તારો પીછો કરે છે તે કોણ છે એ કાઇ ખબર પડી?
કિશન;- ના હજુ કાઇ ખબર નથી પડી.એ તો શૈલુભાઇ કાઇ પણ ખબર પડશે એટલે જાણ કરશે.
થોડી આમ તેમ ચર્ચા કરીને ત્યાર બાદ બધા છુટા પડ્યા
ત્યાર પછીનુ અઠવાડીયુ તો એન્યુઅલ ફંકશનની તૈયારીમાજ પસાર થઇ ગયુ.ઇશિતાનો અને બીજા બધાનો ટાઇમ પ્રેક્ટીસમાં પસાર થતો જ્યારે કિશનનો મોટા ભાગનો સમય એન્યુઅલ ફંકશનની અરેંજમેંટ અને પ્રિન્સીપાલ તથા કોલેજ સ્ટાફ અને જી.એસ સાથે કામમા પસાર થઇ જતો.
તે ઇશિતા ને માંડ સાંજે 5 થી 10 મિનિટ માટે મળી શકતો બાકી થોડી ઘણી વાતો વ્હોટ્સ એપ કરી લેતો.
આમને આમ પંદર દીવશ સુધી સતત એન્યુઅલ ફંક્શન ની તૈયારી મા કિશન વ્યસ્ત રહ્યો તે જાણે પોતાના ઘરમા લગ્ન હોય એ રીતે તૈયારીમા લાગી પડ્યો હતો. આ જોઇને પ્રિન્સીપાલ અને બીજા સ્ટાફ મેમ્બરને પણ તેના પ્રત્યે આદર વધી ગયો. આમને આમ બધા આમંત્રિતોનુ લીસ્ટ તૈયાર થઇ ગયુ કિશને સ્મૃતિ મેડમ પણ આમંત્રિતો ના લીસ્ટમા સામેલ કરેલા બાકી બીજી કોલેજો ના પ્રિંસીપાલ અને યુનિવર્સીટીના ઉપકુલપતી અને બીજા બે ત્રણ સ્પોન્સર્સના નામ આ લીસ્ટમા હતા
આ બધાને આમંત્રણ પત્રિકા મોકલાઇ ગઇ હતી તથા ફોન કરીને બધા સાથે તેઓ આવશેજ એવું કન્ફર્મ પણ કરી લીધુ હતુ. આ સિવાય હોલ ડેકોરેશન અને ભોજન સમારંભ માટે ઓર્ડર અપાઇ ગયા હતા તથા બધા ને માટે વેલકમ ડ્રીન્ક ની વ્યવસ્થા પણ થઇ ગઇ હતી.આ બધુજ કરવામા કિશન છેલ્લા ચાર દિવસથી ઇશિતા અને આખા ગૃપને મળી શક્યો નહોતો. આમ ને આમ એન્યુઅલ ફંકશનનો આગળનો દિવસ આવી ગયો. આગલે દિવસે ઇશિતાએ કિશનને તેનો ફાઇનલ ડાંસ જોઇ જવાનુ કહ્યુ પણ કિશન બધીજ તૈયારી અને લિસ્ટ એક વખત ફરી થી ટેલી કરતો હતો અને વચ્ચે વચ્ચે પ્રિન્સીપાલ પણ કૈક કૈક નવુ સુચન કરતા રહેતા હતા તેમા તે કોલેજ છુટવાને અડધો કલાક ની વાર હતી ત્યારે માંડ ફ્રી થયો અને તે કોલેજના સ્પોર્ટ રૂમ તરફ ગયો કે જ્યા ઇશિતા પ્રેક્ટીશ કરતી હતી કિશનને જોઇને ઇશિતા ખુબ જ ખુશ થઇ ગઇ અને તેનો ડાન્સ પરફોર્મ કરી કિશનને બતાવ્યો કિશન,તો ઇશિતાને નાચતા જોઇ જ રહ્યો. તેને ઇશિતાને અત્યારેજ પકડીને કિસ કરી દેવાનુ મન થયું. તેને જોતા જોઇ ઇશિતા બોલી એલા ક્યા ખોવાઇ ગયો? કિશને કહ્યુ તારો ડાન્સ તો મેનકા જેવો છે મારા જેવાનુ તપોભંગ થઇ ગયું અને મને તો કઇક કરવાનું મન થઇ ગયુ. આ સાંભળી ઇશિતા હસતા હસતા બોલી ઓય કાઇ કરવાનું નથી માત્ર અને માત્ર ડાંસ જ જોવાનો છે કિશન ની નજર તેના અંગો પર ફરતી જોઇ ઇશિતાએ આ વાક્ય પર ભાર આપ્યો એ સમજતા કિશને કહ્યુ અહિંતો કેટલું બધુ જોવા જેવુ છે, એમા તારો ડાન્સતો રહીજ જાય છે. અને પછી બન્ને હસી પડ્યા આજે ચાર પાંચ દિવસે બન્ને મળતા હતા એટલે બન્ને ખુશ હતા. ત્યાર બાદ બન્ને એ થોડી વાતો કરી અને પછી બન્ને બીજા લોકોને મળવા ગયા.
ત્યારબાદ બધા પાર્કિંગમાંથી જવાની તૈયારી કરતા હતા ત્યા પટાવાળાએ આવીને કિશનને કહ્યુ કે તમને પ્રિન્સીપાલ સાહેબ બોલાવે છે.કિશને બીજા મિત્રોને કહ્યુ તમે લોકો નિકળી જાવ અને ઇશિ, તુ થોડી વાર રોકા પછી મને કોર્પોરેશનની ઓફીસે ઉતારી દેજે સ્મૃતિ મેડમને કાલના ફંકસન ની યાદ અપાવતો જાવ.
બધા મિત્રો જતા રહ્યા અને કિશન અને ઇશિતા પ્રિન્સીપાલની ઓફીસ તરફ ગયા.કિશન ઓફીસમા ગયો અને ઇશિતા બહાર તેની રાહ જોઇને બેઠી.પ્રિંસિપાલે કિશનને કાલના પ્રોગ્રામની આખી રૂપરેખા મહેમાનોનું લીસ્ટ અને એન્યુઅલ ફંક્સનમાં ભાગ લેતા વિદ્યાર્થીના નામનું લીસ્ટ અને પોતાની સ્પીચના કાગળ બધુજ આપ્યુ અને કહ્યુ તુ આ બધુ એક વાર ચેક કરીલે ક્યાંય કાઇ બાકી રહી જતુ નથી ને.તુ એંકરીંગ કરવાનો છો એટલે બધુ જોઇ લે જે કે કાઇ ભુલતો નથીને? અને બીજુ મારી સ્પીચમા તને લાગે ત્યાં સુધારો કરી નાખજે. એમ કહી પ્રિન્સીપાલ નિકળી ગયા.
કિશને ઇશિતાને કહ્યુ તારે મોડુ થતુ હોય તો જા મારે આ બધુ કરતા એકાદ કલાક થશે. ઇશિતા એ કહ્યુ હું મારી મમ્મીને ફોન કરીને કહી દઉ કે મારે થોડુ લેટ થશે. આપણે સાથે જ જશુ. ત્યારબાદ ઇશિતા એ ઘરે ફોન કરીને કહી દીધુ. બન્ને ઓડીટોરીયમ મા જઇ ને સ્ટેજ પાછળ મુકેલ બેંચ પર બેઠા અને કિશન બધુ રીચેક કરવા લાગ્યો. ઇશિતા કિશનને કામ કરતા જોઇ રહી થોડીવારમા લીસ્ટ ચેક થઇ ગયા બાદ કિશને પ્રિંસીપાલની સ્પીચ વાંચી અને તેમા થોડા સુધારા કર્યા કોલેજની પ્રવૃતિ ની અમુક માહિતિ તેમા ઉમેરી અને કોલેજની જાહેરાત થાય તેવી થોડી પંચલાઇન પણ તેણે વચ્ચે મુકી. ત્યારબાદ તેનુ કામ પુરૂ થઇ જતા તેનુ ધ્યાન ઇશિતા પર પડ્યુ તો ઇશિતા તેને તાકિ રહી હતી કિશને ઇશિતાની આંખો મા પોતાના માટે પ્રેમ જોઇ તેણે ઇશિતા ને પુછ્યુ શુ જોઇ રહી છે ઇશિતાએ નજર ફેરવી લીધી અને બોલી કંઇ નહી એમજ તને કામ કરતા જોતી હતી. કિશને ઇશિતાનો હાથ પોતાના હાથમાં લીધો અને હળવેથી દબાવ્યો. આ સ્પર્શથી ઇશિતાના શરીરમાંથી હળવી ધ્રુજારી પસાર થઇ ગઇ. કિશન ઇશિતાની નજીક આવી તેની આંખોમા જોઇ બોલ્યો ઇશિ,આઇ લવ યુ ડીઅર, ઇશિતા એ પણ સામે કહુ લવ યુ ટુ, કિશુ.આ નામ સાંભળી કિશન એકદમ જ રોમાંચિત થઇ ગયો.તેણે ધીમેથી ઇશિતાના કપાળ પર કિસ કરી અને ઇશિતા એ આંખો મિચી દીધી બન્ને શ્વાસો શ્વાસ અથડાવા લાગ્યા અને બન્ને એકબીજાને ભેટી પડ્યા અને કિશને હળવેથી ઇશિતાના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા અને પછી જાણે સમય થંભી ગયો હોય તેમ બન્ને એક બીજના હોઠનુ રસપાન કરતા રહ્યા ધીમે ધીમે કિશન નો હાથ ઇશિતા ના શરીરના આરોહ અવરોહ પર ફરતો ફરતો બે ઉન્ન્ત સ્થળો પર રોકાય ગયો અને ઇશિતાના શરીરમા ઉન્માદની હેલી ચડી અને પછી તો બન્નેના હાથ અને હોઠ જાણે હરીફાઇમા ઉતર્યા હોય તેમ એકબીજાને પામવા મથી રહ્યા.તે લોકોતો છુટાજ ના પડત પણ કોઇનો લોબીમા પગરવ સંભળાતા બન્ને ભાનમા આવ્યા હોય તેમ અલગ થયા અને ઉડી ગયેલા કાગળો ભેગા કરવા લાગ્યા ત્યાં કોલેજનો પટાવાળો આવ્યો અને તેણે કિશનને પુછ્યુ હવે કેટલી વાર છે? કિશને કહ્યુ બસ કામ પુરૂજ થઇ ગયુ છે અમે પણ નિકળીએ જ છીએ એટલે તમે બધુ બંધ કરી દો.બન્ને બહાર નિકળી અને ઇશિતા સ્કુટી પાસે આવ્યા અને કિશને સ્કુટીને ચાલુ કરી ત્યાતો સામેથી મનિષ આવતો દેખાયો.કિશનને જોઇને તેણે કહ્યુ કેમ એલા અત્યાર સુધી શુ કરતા હતા? ઇશિતા શરમાઇ ગઇ અને કિશને હસતા હસતા કહ્યુ એલા તુ અત્યારે કેમ આવ્યો એ કહેને ભાઇ?
મનિષ;- તમારે અહિ જલસા કરવાના અને અમારે તમારી પાછળ દોડા-દોડી કરવાની બીજુ શુ?
કિશન;- અમે અહિ કાઇ જલસા નથી કર્યા ભાઇ પ્રિન્સિપાલ સાહેબે કામ સોપ્યુ હતુ તે પુરૂ કરીને નીકળતાજ હતા ત્યાં તારા દર્શન થયા.
મનિષ;- હવે રહેવાદે તમારા બન્નેના ચહેરા પરથી બધીજ ખબર પડી જાય છે. મને તારી ઇર્ષા આવે છે યાર તમારા બન્નેના ચહેરા પર કેટલી લાલીમા છવાયેલી છે. તમે બન્ને એકબીજા માટેજ બન્યા હો એવુ લાગે છે.
કિશન;- તારા માટે પણ કોઇ બન્યુ છે અને સમય આવશે ત્યારે તારા ચહેરા પણ લાલીમા આવશે ભાઇ. હવે એ કહે અત્યારે કેમ અહિ આવ્યો?
મનિષ;- અરે હા એ તો ભુલાઇ જ ગયુ. અરે હા શૈલુભાઇનો ફોન આવ્યો હતો. તેના માણસે તને હજુ સુધી કોલેજની બહાર નીકળતા જોયો નહિ એટલે તેણે શૈલુભાઇને ફોન કર્યો અને શૈલુભાઇએ મને ફોન કર્યો. અને હુ તમારી સેવામાટે અહિ દોડી આવ્યો.પણ મને શુ ખબર કે અહિ તો હિરો હિરોઇનનો રોમાંસ ચાલુ હશે.
કિશન;- હસતા હસતા એલા ફોન કરાય કે નહિ.
મનિષ;- જ્યારે માણસો રોમાંસ કરવામા બીઝી હોય ત્યારે તેને કોઇનો ફોન ના સંભળાય.તારો ફોન ચેક કર કેટલા મિસકોલ છે?
કિશન બોલવા ગયો પણ તેને વચ્ચે જ રોકીને મનિષે કહ્યુ, બસ હવે કોઇ સફાઇ નથી આપવી. ચાલો હવે ધક્કો ખવડાવ્યો તેનો દંડ તો નાસ્તો કરાવીને આપવો જ પડશે.
કિશન;- હા બાપા ચાલ બોલ શુ ખાવુ છે.
મનિષ;- તળાવ દરવાજે જઇએ અને રાજુના ઢોસા ખાઇએ.
ઇશિતા હુ નહિ આવુ મારે મોડુ થઇ જાશે.
મનિષ;- હા, તુ જા હુ તો આજે કિશનને છોડવાનો જ નથી.
ત્યાર બાદ હસતા હસતા ઇશિતા તેનુ સ્કુટી લઇને જતી રહી. મનિષ અને કિશને સુનિલને ફોન કરીને રાજુભાઇના ઢોસાસેંટરપર આવી જવા કહ્યુ અને બન્ને તળાવ દરવાજે જવા ઉપડ્યા.
ક્ર્મશ:
એન્યુઅલ ફંક્શનમાં શુ થશે?
કોણ કિશનનો પીછો કરાવતું હશે? અને શા માટે કરાવતું હશે?
.હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શું છે મનિષ નું સિક્રેટ ?ઇશિતાના પપ્પા કિશનને જોઇને કેમ નર્વસ થઇ ગયા? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ
વાંચતા રહો
***
મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.
હિરેન કે ભટ્ટ
whatsapp no -9426429160