21 mi sadinu ver - 4 books and stories free download online pdf in Gujarati

21મી સદીનું વેર - 4

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

પ્રિન્સીપાલ સાહેબે સ્પર્ધાના સિક્રેટ ઇનામ ની જાહેરાત કરવા માઇક હાથમાં લઇ અને બોલવાનુ શરૂ કર્યુ કે આમતો સ્પર્ધાની શરૂઆત મા સિક્રેટ ઇનામ એક જ હતુ પણ આપણા પ્રથમ વિજેતા ના વક્તવ્ય બાદ આપણા ચિફગેસ્ટ મેયર મેડમે એક વધારાનું ઇનામ પણ આપવાનું નક્કી કર્યુ છે.જેમા પ્રથમ ઇનામ છે આપણા પ્રથમ વિજેતા ને 50000 અને બીજા નંબર ના વિજેતાને 25000 રૂપીયા મેડમ તરફ થી મળે છે તો હુ મેડમ ને વિનંતી કરીશ કે તેઓ પોતાના હાથે બને વિજેતા ને ઇનામ આપે ત્યાર બાદ મેયરે કિશન અને નેહાને ઇનામ ના ચેક આપ્યા

પ્રિન્સીપાલ ફરીથી આગળ આવ્યા અને હવે બીજુ ઇનામ એ છે કે આપણા મેયર મેડમ કિશન પંડ્યા ની સ્પીચથી ખુબ જ ઇમ્પ્રેસ થયા છે તેથી તે આપણ ને એવું પ્રોમીસ આપેછે કે હવે પછી ના કોર્પોરેશન નાં દરેક મોટા ફંકશન મા કિશન પંડ્યાને વક્તા તરીકે આમંત્રિત કરશે અને તેના વક્તવ્ય ની કળા ને આગળ આવવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડશે આ જાહેરાત થી કિશન રાતો રાત કોલેજ માં પ્રખ્યાત થઇ ગયો અને ધણા વિધ્યાર્થીને કિશનની ઇર્ષા થવા માંડી પણ કિશન ના મિત્રો ખુબજ ખુશ થઇ ગયા.ત્યાર બાદ આભાર પ્રવચન પુરૂ થતા સ્પર્ધા સમાપ્તિની ઘોષણા કરવામાં આવી તેથી કિશન તેના મિત્રો બહાર કોલેજ કેમ્પસમા જઇ વાતો કરવા લાગ્યા ઘણા બધા છોકરા અને છોકરી કિશન ને વિટળાઇ વળ્યા અને અભિનંદન નો વરસાદ થવા લાગ્યો આ બધુ ઇશિતા સાઇડમાં ઊભી ઊભી જોઇ રહી હતી તે કિશન ની આ સફળતા જોઇ ખુબ ખુશ થતી હતી.થોડી વારે બધા કોલેજીયનો ગયા પછી કિશન તેના ગૃપ પાસે જઇને ઉભો તે હજુ કઇ વાત કરે તે પહેલા કોલેજનો પ્યુન આવ્યો અને તેણે કિશનને કહ્યુ કે તેને પ્રિન્સીપાલ તેની ઓફીસ મા બોલાવે છે. કિશન બધા મિત્રોને ઉભા રહેવાનુ કહી પ્રીન્સીપાલ ની ઓફીસ મા જાય છે તો જુએ છે કે ત્યા મેયર મેડમ, પ્રો રાવલ અને પ્રિન્સીપાલ બેઠા હોય છે કિશન જાય છે એટલે પ્રિન્સીપાલ તેને બેસવાનુ કહે છે અને કહે છે કે મેયર મેડમ તારી સાથે વાત કરવા ઇચ્છે છે.

મેયર મેડમ પહેલા તો તેને અભિનંદન આપે છે અને થોડી આડા અવળી વાત કરી અને તે કહે છે કે કિશન તમારા વક્તવ્યથી હું ખુબ પ્રભાવિત થઇ છુ, અને અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષા પર તમારુ ખુબ સરસ પ્રભુત્વ છે અને તેને લીધેજ તમારા વક્તવ્ય મા મંત્રમુગ્ધ કરી દેવાની તાકાત આવે છે.મારે તમારૂ થોડુ કામ છે તો તમે મને એક અઠ્વાડીયા પછી મારી ઓફીસ પર મને મળવા આવી શકશો .

કિશને કહ્યુ અરે મેડમ તમે મને આ લાયક સમજ્યો એજ તમારી મહાનતા દર્શાવે છે અને હુ તમારો ઋણી છુ તમે કહેશો તે સમયે હુ ચોક્કશ આવીશ.

મેયરે કિશનને પોતાનું પર્સનલ કાર્ડ આપ્યુ, અને કહ્યુ આ કાર્ડ રીસેપ્સનીસ્ટ ને બતાવજો અને તમારૂ નામ આપજો એટલે તમને મને મળવા દેશે. કિશને મેયરનો આભાર માની રજા લીધી.

કિશન બહાર નિકળી અને જોયુ તો કેમ્પસ મા તેના મિત્રો ન હતા, તેથી તેણે સુનીલ ને કોલ કર્યો સુનીલે કિધુ મોહીની મા આવીજા.

કિશન મોહીની પહોચ્યો તો આખુ ગૃપ તેની રાહ જોઇને બેઠુ હતુ

કિશને જઇને મેયરે કરેલી બધી વાત મિત્રો ને કરી અને કહ્યુ કે હુ તમારા બધાનો ખુબજ આભારી છુ કે તમે બધાએ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યો.

મનીશ;- જોયુ ભાઇ મોટા માણસ થઇ ગયા આપણને થેંક્યુ કહે છે,હવે ડોઢ ડાહ્યો થાતો ચાલ પાર્ટી આપ આ બધુ તો તારીજ મહેનત ને લીધે થયુ છે.

સુનિલ;- હવે વધુ હોશિયારી ઠોક તો ચાલ પાર્ટી આપ આ તારી રાહ જોઇ જોઇ ને બહુજ ભુખ લાગી ગઇ છે.અને અમે બધા તારી સફળતાથી ખુશ છીએ.

પ્રિયા;- કિશન તુ તો બહુ મોટો માણસ બની ગયો.

કિશન;- હવે એવુ કાઇ ના હોય આ મેયર પછી મને ઓળખશે પણ નહિ.આ તો બધી દેખાડવાની વાતો છે સાચે કામ પડે ત્યારે કોઇ જવાબ ના આપે આ રાજકારણી લોકોનો કોઇ ભરોશો ના હોય

કિશન વાત કરતા કરતા જ ઇશિતા સામે જોયુ તો તેની આંખમા તેને જે ખુશી અને પોતાના માટેની લાગણી દેખાઇ તે જોઇ કિશન ખુબજ ગળગળો થઇ ગયો અને આંખોથીજ તેણે ઇશિતા નો આભાર માન્યો.વધુ લાગણીવશ થઇ જવાના ડર થી તેણે નજર ફેરવી લીધી.

સુંનિલ ચાલો હવે જોરદાર ભુખ લાગી છે સંતુર મા જઇને વાતો કરશું

બધા ત્યાથી સંતુર હોટલ પર ગયા અને ડીનર લેતા લેતા ખુબજ વાતો કરી.જમ્યા બાદ પ્રિયા અને મનિશ બન્ને ઘરે જવા રવાના થયા અને સુનિલ કિશન અને ઇશિતા બાજુ મા કાળવા ચોક મા આવેલ જયંત ની સોડા સોપ પર ગયા અને સોડા પીધી ત્યાં સુધી કોઇ કાઇ બોલ્યુ નહી આખરે સુનીલજ બોલ્યો કિશન-ઇશિતા તમને બન્ને ને મારે એક વાત કહેવી છે કે તમે બન્ને ભલે અમારા થી છુપાવતા પણ મને ખબર છે કે તમારા બન્ને વચ્ચે કોઇ પ્રોબ્લેમ છે તો તમે બન્ને એકબીજા સાથે ખુલા મને વાત કરી લો અને મારી કાઇ જરૂર હોય તો મને કહેજો એમ કહી સુનીલ બન્ને ને બાય કરી જવા રવાના થઇ ગયો

થોડીવાર તો કિશન અને ઇશિતા એકબિજાની જોતા જ રહ્યા ત્યાર બાદ કિશને કહ્યુ કે ઇશિતા મારે તારી સાથે થોડી વાત કરવી છે જો તારે મોડુ ન થાતુ હોય તો આપણે તળાવ પર જઇને બેસીએ.

ઇશિતા;- હુ ઘરે કોલ કરી લઉ જેથી મમ્મી ચિંતા ન કરે

ત્યાર બાદ બન્ને તળાવ જવા નિકળ્યા.જુનાગઢમા આવેલ નરસિંહ મેહતા તળાવ યુવાનોનું મનપસંદ મિલન સ્થળ તરીખે પ્રખ્યાત છે.ત્યા તળાવ ના કાઠે બેસવા માટે પાળી બનાવેલી છે અને સામે નાસ્તા અને જુનાગઢ ના પ્રખ્યાત કાવાની લારીઓ પણ જોવા મળે છે.

કિશન અને ઇશિતા ત્યા જઇને પાળી પર બેઠા

કિશને ઇશિતાને કહ્યુ ઇશિતા હુ તને થેંક્યુ તો નહિ કહુ કેમકે તુ જે મારા માટે કરે છે તેના માટે થેંક્યુ તો બહું નાનો શબ્દ છે અને થેંક્યુ કહી હુ આપણા સંબંધનુ અપમાન કરવા નથી માંગતો

પણ આજે હુ તને એક વાત કહેવા માગુ છુ કે હુ તને ખુબ જ ચાહુ છું આઇ લવ યુ ડીઅર.

આ સાંભળતાજ ઇશિતાની આંખમાથી અશ્રુધારા વહી આવી.આ જોઇને કિશને ઇશિતા નો હાથ પોતાના હાથમા લઇ લીધો અને કહ્યુ આપણા સંબંધનું આગળ શું થશે એ હું નથી જાણતો પણ આજે હું તને વચન આપું છુ કે આપણે જ્યા સુધી સાથે રહીશું ત્યા સુધી મારા દિલ અને દિમાગ મા એક જ નામ રહેશે ઇશિતા આમ કહી કિશને ઇશિતાનો હાથ હળવે થી દબાવ્યો બન્ને એક્દમ લાગણીના પ્રવાહ મા તણાઇ ગયા જો તે પબ્લીક પ્લેશ મા ના બેઠા હોત તો ચોકશ એક્બીજાને ભેટી પડ્યા હોત. ત્યાર બાદ થોડી મિનિટો બન્ને એકબીજાની આંખો મા જોઇ બેસી રહ્યા અને બન્ને ની આંખો જ વાતો કરતી રહી.

ક્ર્મશ:

.હવે આગળ કિશન અને ઇશિતા ની લવ સ્ટોરી નું શુ થશે? શા માટે મેયરે કિશનને મળવા માટે બોલાવ્યો હશે? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો ..........

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail Id- hirenami.jnd@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED