21મી સદીનું વેર - 9 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 9

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન;- મા,તુ કેમ મારી વાત માનતી નથી.તારા શરીરનું ધ્યાન રાખ અને વ્યવસ્થીત ખોરાક લે.તારૂ શરીર તો જો કેવું થઇ ગયુ છે.તારા સિવાય મારૂ કોણ છે બિજું.

મા;- તારા પપ્પા ગયા તેની સાથેજ મારો અડધો જીવ જતો રહ્યો હતો હવે તુ પણ કોલેજ માટે શહેરમાં જતો રહ્યો એટલે મને હવે જીવનમાંથી મોહ ઉઠી ગયો છે.હવે તું જલદી નોકરી પર લાગીજા અને તારા લગ્ન થઇ જાય એટલે હું પણ તારા પપ્પા પાસે જતી રહેવાની છુ.

કિશન;- જો મા આવિ વાતો કરીશ તો હું ગામ આવીશજ નહિ.હજું તો તારે મારા છોકરાના લગ્નમાં પણ આવવાનું છે.

હસતા હસતા મા બોલી દીકરા હવે આવી વાતો નહી કરૂ બસ.બોલ હવે તારે શું જમવું છે?તુ કહે તે બનાવું.

કિશન;- મા તારા હાથનો બાજરીનો રોટલો અને રીંગણાનો ઓળો(ભડથું) ખાવાનું ખુબજ મન થયું છે.

મા;- સારુ ચાલ મને ખબર જ હતી તારી ફરમાઇશ આ જ હશે એટલે મે તેની વ્યવસ્થા કરી જ રાખી છે હુ રસોઇ બનાવું ત્યા સુધીમા તારે ગામમાં લટાર મારવી હોય તો મારી આવ.

કિશન આજે શનિવાર હોવાથી તેના ગામ ડુંગરગઢ તેની માને મળવા અને પોતાને મળેલી સફળતાની ખુશ ખબર આપવા આવ્યો હતો. ડુંગરગઢ માણાવદર જતા હાઇવે પર વંથલી થી આગળ 10 કિ.મી જતા વચ્ચે સાઇડમા એક રસ્તો પડે તેના પર જતા ચાર કિલોમીટર ના અંતરે આવેલુ ગામ છે. નાનુ 1000 માણસ ની વસ્તીનુ ગામ. ગામમાં દાખલ થાવ કે પહેલા જ ભવ્ય શિવમંદીર આવે અને શિવમંદીરની દીવાલે દીવાલ જ સરકારી પ્રાથમિક શાળા અને ગામના પાદરમા જ ગામની ઓળખ સમાન મોટો ચબુતરો આવે ત્યાથી ગામમા દાખલ થાવ અને નાલુ વટાવો કે તરતજ હનુમાનની ડેરી આવે અને ત્યાથી 100 મીટરના અંતરે રામમંદીર અને ત્યાથી ગામ ની એકમાત્ર સિધી બજાર શરૂ થાય એક જ સિધો મેઇન રોડ અને તેમા બન્ને બાજુ આડી ગલી પડતી જાય અને દરેક ગલીમા જુદા પરીવાર રહે અને ગલી પણ તે પરીવારના નામથીજ ઓળખાય. આ મેઇન રોડ અને ગામ પુરુ થાય ત્યા છેલ્લુ મકાન એટલે કિશનનૂં ઘર.કિશનનાં પિતા ગામની પ્રાથમિક શાળાનાં આચાર્ય હતા અને ગામમા તેનું ખુબજ માન સન્માન હતું. તથા તે ગામની પંચાયતની બધી કાર્યવાહી પણ તે સંભાળતા.તે કિશન 10 મા ધોરણમા હતો ત્યારે મૃત્યુ પામ્યા હતા.કિશન ત્યારે હોસ્ટેલમાં રહી ભણતો હતો એ આવ્યો ત્યારે તેને તો માત્ર તેના પિતાનું મો જોવા મળેલું તે જોઇ કિશન ખુબજ રડેલો ત્યાર બાદ તેણે 11મું અને 12મું ધોરણ ઘરેથી અપડાઉન કરી પાસ કર્યુ અને કોલેજ મા તે હોસ્ટેલમાં રહી ભણતો હતો

કિશનની નજર સામે થી તેનો ભુતકાળ પસાર થઇ ગયો.

મા;- લે તુ હજુ અહીંજ બેઠો છે ગામમા કેમ ગયો નહી?

કિશન;- ના, બસ આજે કયાંય જવાનું મન ના થયુ.

મા;- ચાલ હવે હાથ મો ધોઇલે જમવાનુ તૈયાર થઇ ગયુ છે.

કિશન હાથ મો ધોઇ જમવા બેઠો જમતા જમતા મા દીકરાએ ઘણી બધી વાતો કરી.જમીને કિશન જુલા પર બેઠો અને તેની મા પણ બધું કામ પતાવી તેની પાસે આવીને બેસી ગઇ.

કિશન;- મા, હું તને એક ખુશ ખબરી આપવા આવ્યો છું કે મને જુનાગઢમાં એક સારી નોકરી મળી ગઇ છે.

તે સાંભળી તેની મા ખુબ ખુશ થઇ ગઇ અને તેણે કહ્યુ ભોળાનાથે મારી વાત સાંભળી ખરી.

ત્યાર બાદ કિશને કોલેજની વકૃત્વ સ્પર્ધાની અને બધી વાત તેની માને કરી પણ કિશને તેને મળેલી પોલીટીક્સની ઓફરની વાત કરતાજ તે એકદમ ગંભિર થઇ ગઇ

મા;- જો દીકરા, તને નોકરી મળી ગઇ તેથી હું ખુબ ખુશ છું પણ આ પોલીટીક્સ અને પોલીટીશિયનથી દુરજ રહેવું સારૂ.

કિશન;- મા, મને પણ રાજકારણમાં જોડાવામાં રસ નથી,મે તો માત્ર સ્ક્રિપ્ટ રાઇટર તરીકે ની જોબ જ સ્વિકારેલી છે.

ત્યાર બાદ કિશને તેના મિત્રો અને કોલેજની પિકનીકની વાતો કરી અને તેના મોબાઇલમાં રહેલા તેના મિત્રોના ઇશિતાના અને પિકનીકના ફોટા બતાવ્યા.અને પછી ઇશિતાના બર્થડેના ફોટા બતાવતો હતો ત્યા તેની મા એ કહ્યુ એક મિનીટ કિશન આ ફોટો જુમ કરતો કિશને ફોટો જુમ કરતા તેણે કિશનને પુછ્યુ આ કોણ છે તું આ વ્યક્તિને કેમ ઓળખે છે?

કિશન;- તે તો મારી મિત્ર ઇશિતાના પપ્પા છે. ઇશિતા મારી બેસ્ટ ફ્રેંડ છે. કેમ?

મા;- જો કિશન, મને તું બિજા કોઇ સવાલ હમણા પુછીશ નહી હુ જે કહુ તે સાંભળ.આ છોકરી અને તેના પપ્પા થી તું દુર જ રહેજે અને તેની સાથે કોઇ પણ સંબંધ રાખીશ નહી.

તું તેના પપ્પાને મળેલો છો ક્યારેય?

કિશન;- એક વાર મળેલો છું આ કહેતાજ કિશન ને મૌલીકભાઇ ને મળેલો તે વખતનો તેનો ચહેરો અને તેના ફેરફાર થતા હાવ ભાવ યાદ આવી ગયા.

મા;- પણ હવે ક્યારેય તેની સામે જતો નહી.

કિશન;- પણ શું કામ મા? તું મને બધી વાત કર .

મા;- હું તને બધી વાત સમય આવશે ત્યારે કહીશ પણ અત્યારે મે તને જે કહ્યુ તે પ્રમાણે કરજે.

એટલુ કહીને તે સુવા માટે જતી રહી. કિશન તેની માને ઓળખતો હતો કે હવે તે તેને હમણા કાઇ કહેશે નહી. કિશને આખી રાત વિચારો કર્યા કે હવે શુ કરવું પણ તે હવે ઇશિતાને છોડી શકે તે સ્થીતિ મા નહોતો.એ વાત તેના હાથ બહાર જતી રહી હતી કેમેકે ઇશિતા અને તે બન્ને હવે અભિન્ન થઇ ગયા હતા આ વિચારો કરતો થાકિ ને તે કયારે સુઇ ગયો તે તેને સમજાયુ નહી

ત્યાર બાદ તેણે બીજા દીવસે તેની માને કહ્યું મા તુ મારી સાથે ચાલ હવે મને નોકરી મળી ગઇ છે આપણ જુનાગઢ મા મકાન ભાડે રાખીને રહીશું. પણ તેની મા એ કહ્યુ દીકરા તારા પપ્પા અહીથીજ દેવલોક વાસી થયા હતા અને હુ પણ અહિથીજ થઇશ પણ તુ તારે જા અને મારી ચિંતા ના કરતો.

કિશને ખુબ કોશિષ કરી પણ તેની મા માની નહી તેથી તે અંતે તેની માને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કહીતે સોમવારે સવારે બસમા જુનાગઢ જવા નિકળ્યો.

***

કિશન કોલેજે પહોંચ્યો ત્યારે બધા મિત્રો લેક્ચર અટેન્ડ કરવા જતા રહ્યા હતા માત્ર ઇશિતા તેની રાહ જોઇ ગાર્ડનમાં ઉભિ હતી.કિશને દુરથીજ ઇશિતાને જોઇ અને તેને તેની મમ્મી એ કહેલી વાત યાદ આવી જતા તે થોડો ઉદાસ થઇ ગયો.પછી તેણે મમ્મીનું હમણા ઠેકાણે નથી એવુ વિચારી મનનુ સમાધાન કરી ઇશિતા પાસે ગયો.બન્ને એક બિજાને જોતા જ રહ્યા બે દીવસની કસર પુરી કરવા મથી રહ્યા

કિશન;- તું કેમ ક્લાસ ભરવા ના ગઇ?

ઇશિતા;- બસ તને મળ્યા વગર જવાની ઇચ્છા ના થઇ

કિશન;- મને પણ તને મળવાની ઇચ્છા હતી પણ થોડુ મોડુ થઇ જવાથી મને લાગ્યું તુ નહી મળે.

ઇશિતા:- હવે લેક્ચર ચાલુ થઇ ગયો છે અધુરા લેક્ચરમાં જવું નથી ચાલ મોહિનીમા જઇ ચા નાસ્તો કરી બીજા લેક્ચર પહેલા આવી જશું.

કિશન અને ઇશિતા મોહિનીમાં જઇને બેઠા અને ચા નાસ્તાનો ઓર્ડર આપ્યો.હવે કેંટીન ના માલીક જયેશભાઇ પણ બન્ને ને સારી રીતે ઓળખતા હતા.

કિશન;- શુ છે આજ તો કઇ બહુંજ સ્માર્ટ અને હોટ લાગે છે અમારા બોય્સ ની ભાષામા કહીએ તો માલ લાગે છે ને બાકી.

ઇશિતા એ હસતા હસતા કહ્યુ ઓય દીવસે દીવસે તુ બે શરમ થતો જાય છે અને સ્માર્ટ તો હુ છુજ પણ તને ક્યા કદર જ કરતા આવડે છે.

કિશન;- ઓહો મેડમે તો આંગળી આપી ત્યાં તો પોચો પકડી લીધો.

ઇશિતા;- હું તો આખેઆખો હાથ જ પકડવા માગું છુ.

કિશને ગંભિરતાથી કિધુ પણ મારો હાથ હજું તારે પકડવા લાયક થયો નથી.

ઇશિતા પણ આ સાંભળીને સિરીયસ થતા બોલી તારો હાથ તો મારા માટે દુનિયાના બધા હાથ કરતા વધુ મજબુત અને લાયક છે.

કિશનને થયું વાતાવારણ સિરીયસ થઇ ગયુ એટલે તેણે મજાક કરતા કહ્યુ. ઓય હું કાંઇ ખલી નથી હો.

આ સાંભળી ઇશતા ને હસવું આવી ગયું એલા તું મને સમજાતો જ નથી કે ક્યારે સિરિયસ થાય અને ક્યારે મજાક કરે છે તે

કિશન;- તું મને બહું સમજવાનો પ્રયત્ન નહિ કર મારૂ કામ પેલા સલમાન ખાનના ડાયલોગ જેવુ છે કે”હુ દીલમાં આવીશ પણ સમજમાં નહી”

ઇશિતા;- હવે જોયો બહુ સલમાન વાળો.હમણા બહુજ હોશિયારી કરવા લાગ્યો છે પહેલા તો મારી સાથે વાત કરવાની હિમત પણ નહોતી.

કિશન;- બસ મેડમ, માફ કરો હવે ચા નાસ્તો પણ થઇ ગયો છે અને બીજા લેક્ચરનો ટાઇમ પણ થઇ ગયો છે તો ચાલો હવે.

ઇશિતા અને કિશન હસતા હસતા ત્યાથી કોલેજ ગયા અને પોતપોતાના કલાસમાં લેક્ચર ભરવા છુટા પડ્યા.

ક્ર્મશ:

પણ કહેછે ને કે યે ઇશ્ક નહી આશાન આગકા દરીયા હે ઓર ડુબકે જાના હે

.હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શું છે મનિશ નું સિક્રેટ ?ઇશિતાના પપ્પા કિશનને જોઇને કેમ નર્વસ થઇ ગયા? શા માટે કિશનની માએ કિશનને ઇશિતાથી દુર રહેવા કહ્યુ ? શું છે કિશનના ફેમીલી અને ઇશિતાના ફેમીલી વચ્ચેનું રહસ્ય ?કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ

વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami.jnd@gmail.com