21મી સદીનું વેર - 8 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 8

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

મનિષ:- એલા તને સામે ચાલીને ઓફર આવિ છે તો શું કામ છોડે છે? મારી તો સલાહ છે કે ઓફર સ્વિકારી લે.

સુનિલ:- એલા મન્યા, આમા ઉતાવળ ના કરાય બધુ વિચારવુ પડે. પોલીટિક્સમાં હજું આપણે થોડા ટુંકા પડીએ. જો કે ઓફર સારી છે પણ પાર્ટી ઉપરના લેવલ પર સતામાં નથી એટલે જોવું પડે.

બધા મિત્રો આજે કોલેજમાંથી છુટીને મોહીનીમાં બેઠા હતા કિશને બધાને કોલેજમાંથી છુટીને મોહીનીમાં મળવા બોલાવ્યા હતા.

બધા નાસ્તો કરતા હતા ત્યારે કિશને મેયર સાથેની મિટીંગની અને ઓફરની વાત બધાને કરી.એટલે હવે શું કરવું એના માટે ચર્ચા ચાલતી હતી.

પ્રિયા:- મને તો એવુ લાગે છે કે ઓફર સ્વિકારીજ લેવી જોઇએ છતા વિચારવુ તો પડે કેમકે આ નિર્ણય તારા કેરીયર ની દીશા નક્કિ કરશે.

કિશન;- હુ અને ઇશિતા એજ વિચારતા હતા કે પહેલા સ્ક્રિપ્ટ રાઇટર તરીકેની ઓફર સ્વિકારી લઇએ અને બિજી ઓફર માટે વિચારવાનો થોડો સમય માગી લઇએ જેથી આપણે શાંતિથી વિચાર કરી શકીએ.

ઇશિતા;- હા, અને કિશન હમણા તારી પેલી ઇન્ટર કોલેજ વકૃત્વ સ્પર્ધા પણ આવતા અઠવાડીયે આવે છે તો તેના માટે પણ તને તૈયારીનો સમય મળી રહે.પછી પોલીટીક્સની ઓફરનું વિચારશું.

આખા ગૃપને ઇશિતાની વાત યોગ્ય લાગી તેથી તેજ ફાઇનલ રાખી બધા છુટા પડ્યા.

***

ગુરૂવારે કિશન અને ઇશિતા કોલેજથી છુટીને કોર્પોરેશનની ઓફીસે ગયા ત્યાં જઇ કિશને મેડમે આપેલું કાર્ડ બતાવ્યુ અને પ્યુન તેને ઓળખતો હતો અને મેડમ ફ્રી હોવાથી કિશનને અંદર જવા કહ્યુ ઇશિતા વેઇટીંગ એરીયામા બેઠી અને કિશન ઓફીસમાં દાખલ થયો.

કિશન અંદર ગયો ત્યારે મેડમ ફોન પર કોઇ સાથે વાત કરતા હતા તેથી તેણે ઇશારાથીજ કિશનને બેસવા માટે કહ્યું. એકાદ મિનિટમાં ફોન પુરો થતા સ્મૃતિ મેડમે કહ્યુ બોલો શુ ચાલે છે?

શું લેશો ચા કે કોફી?

કિશન:- નહિ મેડમ આજે કશુજ નથી પીવુ.

મેડમ:- અરે એમ ના ચાલે કોફી તો પીવીજ પડે

એમ કહી તેણે પ્યુન ને બે કોફીનો ઓર્ડર આપી દીધો

સ્મૃતિ મેડમ:- બોલો તો શું વિચાર્યુ મારી ઓફર વિશે?

કિશન:- મેડમ હુ તમારો ખુબ ખુબ આભારી છું કે તમે મને આ લાયક સમજ્યો અને મારૂ કોઇ પણ જાતના બેકગ્રાઉંન્ડ ન હોવા છતા મને આ ઓફર આપી.તમને જોયા અને મળ્યા પછી પોલીટીક્સ અને પોલીટીશિયન માટે નો મારો આખો અભિપ્રાયજ બદલાઇ ગયો છે.

મેડમના ચહેરા પર આ સાંભળી સ્માઇલ આવી ગયુ.

કિશને વાત આગળ ચલાવતા કહ્યુ કે સ્ક્રિપ્ટ લખવાનો તો તમે મને ઓર્ડર કરી શકો એટલો તમારો મારા પર હક છે.હું તમારી સ્ક્રિપ્ટ ચોક્કસ લખીશ. પરંતુ બિજા વિકલ્પ માટે મારે થોડો સમય વિચારવા જોઇએ છે આ કહેતા મને શરમ થાય છે પણ ખુબ ઉતાવળે અને વગર વિચાર્યે આવડો મોટો નિર્ણય લેવાથી પાછ્ળથી પસ્તાવુ પડે તેવુ ના થાય. એટલે વિચારવા માટે થોડો સમય મને આપો એવુ ઇચ્છુ છુ.

મેડમ;- એમા તમારે શરમ જેવુ કાઇ લાવવાની જરૂર નથી ઉલટું મને તો ગર્વ છે કે તમે આ ઓફરથી લલચાય ને સિધ્ધા કુદી પડો તેવા યુવાન નથી.તમે સમજી વિચારીનેજ કોઇ પણ નિર્ણય લો છો. રાજકારણતમાં આવી લાલચો તો ડગલે અને પગલે મળવાની જ છે અને તેમા વિચારીનેજ આગળ વધવાનું હોય છે.આજે મને વિશ્વાસ થઇ ગયો છે કે મે તમારી પસંદગીમાં કોઇ ભુલ કરી નથી.

અને આ મારી ઓફર તમારી સામે ખુલીજ છે તમે ગમે ત્યારે સ્વિકારી શકો છો.

કિશન:- મેડમ તમારો ખુબ ખુબ આભાર અને તમે મને તમે કહો છો તે નથી ગમતુ તમે મને તુંકારેજ બોલાવશો પ્લીઝ.

મેડમે હસ્તા હસતા કહયુ સારૂ હવે થી તને તમે નહિ કહું

અને સ્ક્રિપ્ટ રાઇટર તરીકેની તારી નિમણુક આજેજ કરી દઉ છુ.અને તેનો તને દર મહિને પગાર પણ મારી ગ્રાંટમાંથી મળશે.બાકી બધુ તને મારા કલાર્ક સમજાવી દેશે. અને આ મારૂ પર્સનલ કાર્ડ છે. મેડમે કાર્ડ કિશનને આપતા કહ્યુ.

કિશન;- થેંક્યુ મેડમ.

મેડમ:-આ કાર્ડમા મારા પર્સનલ મોબાઇલ નંબર છે જે મારા થોડા અંગત વ્યક્તિ પાસેજ છે આ નંબર પર તુ મને ગમે ત્યારે કોંટેક્ટ કરી શકિશ.અને તારે કોઇ પણ પ્રોબ્લેમ હોય તો નિ;સંકોચ મને જણાવજે.

મેડમની વાત સાંભળી કિશન બોલ્યો મેડમ તમે મારા પર ખુબ મોટો ઉપકાર કર્યો છે.તમારો ખુબ ખુબ આભાર.

મેડમે બેલ મારી ક્લાર્કને બોલાવી કિશનનો પરીચય કરાવ્યો અને કિશનને સ્ક્રિપ્ટ રાઇટર તરીકે જોઇન કરી તેને બધી પ્રોસેસ સમજાવવા કહ્યુ તથા એડ્વાન્સ પેમેન્ટ પણ આપવા કહ્યુ.

કિશન મેડમનો આભાર માની કલાર્ક સાથે ગયો.કલાર્કે બધી પ્રોસીઝર કરાવી અને 10000 રૂ નો ચેક આપ્યો.તે જોઇ તે ખુબ ખુશ થઇ ગયો અને તેની આંખમા ખુશિના આંશુ આવી ગયા.

તે ત્યાથી વઇટીગ લોંન્ઝ માં ઇશિતા પાસે ગયો. ઇશિતાએ કિશનને શુ થયુ તે પુછ્યુ તો કિશને કહ્યુ ચાલ બહાર આપણે બગીચામા બેસીને વાત કરીએ. કિશન અને ઇશિતા સુભાસ ગાર્ડન મા જઇ બેઠા.

કિશને કાંઇજ બોલ્યા વિના તેનુ ચેક વાળુ કવર ઇશિતા ના હાથમા મુકિ દીધુ.ઇશિતાએ કવર ખોલ્યુ તે ચેક જોઇને એકદમ ખુશ થઇ ગઇ અને કિશન ને વળગી પડી અને કિશન અને ઇશિતાની બન્ને ની આંખ ભિની થઇ ગઇ કિશન તો તેને વળગીજ રહ્યો તેથી ઇશિતા એ તેના કાનમાં ધીમે થી કહ્યુ હેય.... કિશુ શુ થયુ યાર?. આ તો બહુજ ખુશ થવાની વાત છે.

કિશન ઇશિતાથી છુટો પડીને બોલ્યો ઇશિ જયાર થી તુ મારી લાઇફ મા આવી છે ત્યારથી મારી સાથે બધુ સારુ જ થાય છે. આમ પણ મે તારા માટે કાઇ નથી કર્યુ પણ તે મારા માટે કેટલુ કર્યુ છે. ઇશિ યાર રિયલી થેંક્યુ.

કિશનને એકદમ જ ઇમોશનલ થતો જોઇ ઇશિતા પણ ઇમોશનલ થઇ ગઇ અને બોલી અરે ગાંડા આ બધી તો તારી મહેનતનું ફળ છે. અને હું તો મારી જાતને ખુબજ લકિ માનું છુ કે તુ મને મળ્યો.

આમ તો ઇશિતા માટે 10,000 રૂપીયા કાઇ મોટી વાત નહોતી તે માંગે તો તેને પોકેટ મની માટે આટલા રૂપીયા મળી શકે તેમ હતા પણ ઇશિતા આ 10,000 રૂપીયા નું મહત્વ સારી રીતે સમજતી હતી. તેને ખબર હતી કે કોઇનો પહેલો પગાર આવે તેની ખુશ શુ હોય છે.અને તેના માટે તો કિશનની ખુશિજ સર્વ શ્રેષ્ઠ વસ્તુ હતી. અમીર ઘરમા ઇશિતા જેવી એકદમ સરળ ,સાદી અને લાગણીશિલ છોકરી કયારેક જ જોવા મળે અને તેની પાછળનું કારણ તેની મમ્મી હતી તેણે ઇશિતાને હંમેશા સાદુ જીવન જીવતા શિખવ્યુ તેના પપ્પા ક્યારેક તેની મમ્મીની મજાક પણ ઉડાડતા છતા તેની મમ્મ્મી એ ઇશિતાને સારા સંસ્કાર આપ્યા હતા

થોડીવાર કિશને સ્મૃતિ મેડમ સાથે થયેલી બધી વાતો ઇશિતાને કહી ત્યાર બાદ ઇશિતાએ કિશનને કહ્યુ ચાલ ચિંગુશ પહેલો પગાર આવ્યો છે તો કાઇક ખવડાવ તો ખરો.

બન્ને ત્યાથી કાળવાચોક મા આવેલ મોર્ડન લસ્સી હાઉસમાં જઇ ને બેઠા અને બન્ને એ લસ્સી પીધી અને છુટા પડ્યા.

ક્ર્મશ:

પણ કહેછે ને કે યે ઇશ્ક નહી આશાન આગકા દરીયા હે ઓર ડુબકે જાના હે

.હવે કિશન અને ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શું છે મનિશ નું સિક્રેટ ?ઇશિતાના પપ્પા કિશનને જોઇને કેમ નર્વસ થઇ ગયા? કિશન કઇ રીતે વેર ના વમળ મા ફસાઇ છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ

વાંચતા રહો

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર .મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami.jnd@gmail.com