21મી સદીનું વેર - 3 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 3

21મી સદીનુ વેર

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેર માંથી શરુ થયેલી લડાઇ એક સામાન્ય માણસ કેટલો વિર અને વિચારશિલ અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

વકૃત્વ સ્પર્ધાના આયોજક પ્રો.રાવલ સાહેબે સ્ટેજ પરથી વિજેતા ની સ્પીચ લેખ સ્વરૂપે અભિનંદન મેગેઝીન મા પ્રકાશિત થશે તથા તથા વિજેતા ઇંટર કોલેજ સ્પર્ધામા મોકલવામાં આવશે અને વિજેતાનો ફોટો કોલેજ્ના એન્યુઅલ બુક ના કવર પેજ પર પણ મુકવામા આવશે એવી જાહેરાત કરી.તથા પ્રો.રાવલે કહ્યુ કે આ ઉપરાંત વિજેતા માટે હજુ પણ એક સિક્રેટ ઇનામ છે જે સ્પર્ધાના અંતે જાહેર કરવામા આવશે.આ સાંભળતાજ હોલમાં બધા સિક્રેટ ઇનામ શું હશે તેના વિષે ગપસપ કરવા લાગ્યા.ત્યાર બાદ પ્રો. રાવલે બન્ને નિર્ણાયકોને સ્ટેજ પર બોલાવ્યા અને તેમનો પરીચય આપ્યો કે જેમા એક પ્રો.શુકલા હતા જે રાજકોટ્ની વિરાણી કોલેજ ના ગુજરાતીના પ્રોફેસર હતા તથા એક સિધ્ધહસ્ત લેખક પણ હતા. તથા બીજા નિર્ણાયક પ્રો.ઘોડાસરા પોરબંદર ની એમ.ડી સાયંસ & આર્ટ્સ કોલેજ ના અંગ્રેજી ભાષાના પ્રોફેસર હતા .તેના ઇંન્ટ્રોડક્શન બાદ તે બન્ને નિર્ણાયકોએ થોડુ વક્રુત્વ સ્પર્ધા ના નિયમો વિશે માહિતી આપી અને ત્યાર બાદ સ્પર્ધાની શરૂઆત થઇ. સ્પર્ધામા 15 કોલેજીયન યુવક અને યુવતી એ ભાગ લીધેલો જેમા 8યુવાન અને 7 યુવતિ હતી.સ્પર્ધાનો વિષય હતો “કૃષ્ણ અને માનવ સંબંધ”.વારા ફરતી બધાનો વારો આવતો ગયો.કિશનનો વારો 9 મો હતો તેની આગળના સ્પર્ધકો માં એક છોકરી એ ખુબ સરસ રજુઆત કરી બાકિ ના સ્પર્ધકોએ પોતાની અધુરીતૈયારી ને લીધે ઓડીયંસ પર કઇ ખાસ પ્રભાવ પાડી શક્યા નહી.ત્યાર બાદ એંકરે કહ્યું હવે પછી ના સ્પર્ધક છે કિશન પંડ્યા એટલે કિશન ઉભો થયો તેના બધા મિત્રોએ અંગુઠો બતાવી બેસ્ટ ઓફ લક કિધુ અને કિશને પણ એજ રીતે જવાબ આપી સ્ટેજ પર આવ્યો.

કિશને બધા મહેમાન અને નિર્ણાયકો ને ઉદબોધન કરી પોતાના વક્તવ્યની શરૂઆત કરી.

આમ જોઇએ તો હુ બ્રાહ્મણ હોવા થી શિવ ભક્ત છુ પણ કૃષ્ણ એ એવુ સ્વરૂપ છે કે જેનાથી કોઇ આકર્ષિત થયા વગર રહેતુ નથી. માત્ર કૃષ્ણને પુર્ણ પુરૂષોત્તમ કહેવામા આવે છે કેમ કે તેણે બધીજ ઉમર બધાજ સંબંધ એવી રીતે જીવ્યા કે જે એક જ સ્વરૂપ બધાજ આદર્શ ચરિતાર્થ કરી ગયુ. કૃષ્ણ ને પુર્ણ પુરૂષોત્તમ કહેવાય છે છતા કૃષ્ણને કોઇ પુર્ણ સ્વરૂપે ભજતુ નથી કેમ કે પુર્ણ કૃષ્ણ કોઇ ને પણ સમજાતો નથી. જે કૃષ્ણને બાળ સ્વરૂપે ગોપી ઓ સાથે લીલા કરતો ભજે છે તેને મહાભારત નો યોગેશ્વર કૃષ્ણ સમજાતો નથી.જો કૃષ્ણ પુર્ણ સ્વરૂપે સમજાય જાય તો બધાજ માનવ સંબંધની વ્યાખ્યા આપમેળે સમજાય જાય છે.

કિશન જેમ જેમ વક્તવ્ય આગળ વધારતો ગયો તેમ તેમ ઓડીટોરીયમમા ઓડીયંસ જાણે મંત્રમુગ્ધ થઇ ગયુ હોય તેમ ટાંકણી પડે તો પણ સંભળાઇ તે રીતે સાંભળતુ રહ્યુ.

છેલ્લે કિશને છેલ્લુ વાક્ય કૃષ્ણમ વંદે જગતગુરૂ કહી પોતાનું વક્તવ્ય પુરૂ કર્યુ ત્યારે જાણે ઓડીયંસ ભાનમા આવ્યુ હોયતેમ નિર્ણાયકો તથા ચિફ ગેસ્ટ બધા એ ઉભા થઇ જોરદાર તાલીઓ અને ચિસો થી ઓડીટોરીયમ ગાજી ઉઠ્યુ.

ત્યાર બાદના સ્પર્ધકો કિશનના જોરદાર વકતવ્ય આગળ ફિક્કા રહ્યા.છેલ્લે બધા સ્પર્ધકો ના વારા પછી પ્રો.રાવલ સ્ટેજ પર આવ્યા અને નિર્ણાયકો ને નિર્ણય કરવાનો સમય મળે એટલે કોલેજ અને વિધ્યાર્થી ની પ્રવૃતિ વિશે થોડી વાર વાત કરી ત્યાર બાદ બન્ને નિર્ણાયક અને ચિફગેસ્ટ ને સ્ટેજ પર બોલાવ્યા.

ત્યાર બાદ નિર્ણાયક ને માઇક આપી સ્પર્ધા નો નિર્ણય જાહેર કરવા કહ્યુ. પ્રો શુક્લાએ માઇક લઇ કોલેજ તથા સ્પર્ધકો ના વખાણ કર્યા અને તેણે કહયુ કે સ્પર્ધા ના વિજેતા તો જો કે બધા જાણે છે પણ આપણે બે નંબર આપવાના છે તેથી બિજા નંબર ના વિજેતા ની પ્રથમ જાહેરાત કરૂ છુ આ સાંભળતા કિશને ટેન્સન મા ઇશિતા નો હાથ પકડી લીધો આ જોઇ ઇશિતા એ ધીમે થી હાથ દબાવી આંખો થીજ તેને કહ્યુ કે ટેન્સન લે મા હુ તારી સાથેજ છુ. પ્રો શુક્લા એ બિજો નંબર જાહેર કર્યો કે જે એક છોકેરીનો હતો જે કિશનની પહેલા ખુબ સરસ બોલી હતી તેનું નામ હતુ નેહા ગોસ્વામી બધાએ તાલી ઓ પાડી તેને વધાવી લીધી. તે સ્ટેજ પર પહોંચીઅને તેને મેયર ના હસ્તે પ્રમાણ પત્ર અને એક ગિફ્ટ આપી.ત્યાર બાદ બીજા નિર્ણાયકે માઇક હાથમા લીધુ.અને બોલ્યા કે પ્રથમ વિજેતા એ તો અમને પણ વિચારતા કરી દીધા છે કે આટલુ સરસ વકૃત્વ અને આટલી સરસ સ્પીચ કદાચ અમે પણ મોટા પ્રયત્ન પછી જ લખી શકિએ તો કોલેજ નો યુવક આટલો ઉંડાણ થી વિચારી શકે તે એક મોટી ઉપલબ્ધી છે.અને હવે તમે જેની ખુબજ રાહ જોઇ રહ્યા છો તે પ્રથમ વિજેતાનું નામ છે કિશન પંડ્યા આ સાંભળતા આખુ ઓડીયંસ જોરદાર તાળી પાડે છે.કિશન તો ખુશિ ને લિધે ઇશિતા ને ભેટી પડે છે અને તેની આંખમાં આંશુ આવિ જાઇ છે તે જોઇને ઇશિતા ની આંખ પણ ભિની થઇ જાય છે બધા મિત્રો ના અભિનંદનનો જવાબ આપતો સ્ટેજ પર પહોંચે છે ચિફ ગેસ્ટ મેયર ના હાથે તેનુ ઇનામ સ્વિકારે છે મેયર મેડમ તેને અભિનંદન આપે છે તથા કહે છે કે તમે સાચે જ ખુબ સરસ બોલો છો.તમે ખુબ લાંબી રેસ ના ઘોડા છો આગળ વધજો એમ કહી હાથ મિલાવ્યા સામે કિશને પણ તેનો આભાર માન્યો.ત્યા સ્ટેજ પરથી નિર્ણાયક પ્રો શુકલા એ કહ્યું મારે મિ.કિશનને બે સવાલ પુછવા છે એક તો એ કે તેણે પોતાની સ્પીચ જાતે લખી છે કે કોઇ દ્વારા લખાવેલી છે અને બીજુ કે તેણે આ સ્પીચ કઇ રીતે તૈયાર કરી છે. આટલુ કહી તેણે માઇક કિશન ને આપી દીધુ કિશને કહ્યુ પહેલા તો હુ આ સન્માન અને આ બધા માટે કોલેજ તથા આપનો સૌનો ખુબ ખુબ આભાર માનું છું આજે જે મને સફળતા મળી તેના ખરા હકદાર મારા મિત્રો ઇશિતા પ્ર્રિયા મનિશ અને સુનિલ છે જો તેણે મને જે સપોર્ટ અને હિમત આપિ છે તેના વગર આ સફળતા શક્ય નહોતી અને તમને બધાને કદાચ એ જાણીને આશ્ચ્રર્ય થશે કે સ્પર્ધામા મારુ નામ મારી જાણ બહાર આ મિત્રો એ જ લખાવી દીધુ હતુ અને મને તો પછી જાણ કરેલી.આ મિત્રો નો મારા પરનો વિશ્વાસે જ મને આ સફળતા સુધી પહોચાડ્યો છે હવે પ્રો સાહેબના પ્રશ્નનો જવાબ આપુ તો આ સ્પીચ મે જાતે જ તૈયાર કરેલી છે અને આ સ્પીચ માટે મે ઘણી બધી બુકો પણ વાંચેલી છે અને મે ઘણા બધા પેજ ના લખાણ માંથી તારવેલુ છે. અને કિશને પ્રો રાવલને માઇક આપ્યુ પ્રો રાવલે કહ્યુ હવે જે આપણુ શિક્રેટ છે તેનો વારો આવે છે સિક્રેટ ગીફ્ટ ની જાહેરાત કરવા માટે હું આપણી કોલેજ ના પ્રીંસિપાલને વિનંતી કરુ છુ ત્યાર બાદ પ્રિંસિપાલ માઇક લઇએ બોલવાનું શરૂ કરે છે આ સિક્રેટ ઇનામ સ્પર્ધા શરુ થઇ ત્યારેએક જ હતું પણ મિ. કિશનના જોરદાર વક્તવ્ય ને લીધે આપણા ચિફ ગેસ્ટ મેયર મેડમે મને બિજુ એક પણ ઇનામ આપવાનું કહયું છે જે હવે હું જાહેર કરૂ છુ.

ક્ર્મશ:

.હવે આગળ શુ થશે? શુ હશે સિક્રેટ ઇનામ જે મેયર કિશન ને આપવા માગે છે? કિશન અને ઇશિતા ની લવ સ્ટોરી નું શુ થશે? આ બધુ જાણવા માટે હવે પછી નું પ્રકરણ જરૂર વાંચજો

........

મીત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160