Karan Ghelo - 6 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 6

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

ભાગ - ૧ : પ્રકરણ ૬


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૬

માગશર મહિનામાં એક સવારે દિલ્હી શહેરમાં ઘણો રમણીય તથા જોવા લાયક દેખાવ બની રહ્યો હતો. તે દહાડે શહેર બહાર એક કાળિયા માતાનું દહેરું હતું તેનો પાટોત્સવ હતો, તથા અલાઉદ્દીન પાદશાહના વડા શાહજાદા ખિરઝખાંની સાલગિરાહ હતી, તેથી હિંદુ તથા મુસલમાન એ બંને લોકોને તે દિવસે તહેવાર હતો. સવારે જે વખતે હિંદુ લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ શહેર બહાર કાળિકા માતાનાં દર્શન કરવા જતાં હતાં. તે સવારે ટાઢ ઘણી જ પડી હતી, તેથી સઘળાઓએ શાલ, દુશાલા, ધાબળી વગેરે ઊનનાં ગરમ લૂગડાં શરીર ઓઢેલાં હતાં, તથા ગરીબ લોકો બિચારા ધ્રુજતા, ધ્રુજતા, દાંત કકડાવતા, અદબ કરી ચાલ્યા જતા હતા. કેટલેક દૂર ગયા પછી તેઓ કુતુબમિનાર આગળ આવી પહોંચ્યા. એ મિનારો દિલ્હીના પહેલા મુસલમાન પાદશાહ કુતુબુદ્દીનના રાજ્યમાં બંધાવા માંડ્યો હતો તે અલ્તમશ પાદશાહના રાજ્યમાં પૂરો થયો. તે ઘણો જ શોભીતો છે; તેનો આકાર મિનારા જેવો છે તથા તે ઉપર રવેશો છે તેમાં ઘણી જ બારીક નકશી કોતરેલી છે. તે ૧ર૧ સુતારી ગજ ઊંચો છે. એક વાર ધરતીકંપ થયાથી તેનો કેટલોક ભાગ પડી ગયેલો છે, તોપણ તેના જેટલો ઊંચો મિનારો દુનિયામાં બીજો કોઈ નથી. તેની પાસે એક અધૂરી મસ્જિદ છે, તે તેની બાંધણી તથા શોભામાં હિંદુસ્તાનમાં બીજી કોઈ પણ ઈમારતથી ઊતરતી છે, તે તેની બાંધણી તથા શોભામાં હિંદુસ્તાનમાં બીજી કોઈ પણ ઈમારતથી ઊતરતી નથી. તે ઉપર લેખ કોતરેલા છે તે ઉપરથી જણાય છે કે તે શાહબદ્દીન ઘોરીના રાજ્યમાં બંધાવા માંડી હતી. એ મસ્જિદની પડોશમાં કાળિકા માતાનું દહેરું હતું. તેનું કદ નાનું હતું તથા બહારથી કાંઈ શોભાયમાન ન હતું; પણ તેનો પરચો એટલો હતો કે તે દહાડે ત્યાં આખા દિલ્હી શહેર તથા પડોશના ૪૦ અથવા પ૦ કોશ સુધીનાં ગામો તથા શહેરોથી હિંદુ લોકો દર્શન કરવા આવ્યા હતા. જુદી જુદી જાતના જુદા જુદા પહેરવેશ તથા રંગબેરંગી પાઘડીઓથી તમાશો ઘણો સુંદર હતો; પણ ત્યાં લોકોની ભીડ સિવાય બીજું પણ કેટલુંક જોવા લાયક હતું.

કાળિકા દેવીનું રૂપ ઘણું ઉગ્ર થતા બિહામણું હોય છે અને તેને પ્રાણીનાં બલિદાન આપવામાં આવે છે. તેને રક્તપાતમાં ઘણો આનંદ લાગે છે તેથી તેની યાત્રાઓમાં ઘણાં નિર્દય કામો થતાં જોવામાં આવે છે. આ વખતે દેવીના મંદિર આગળ ઘણા ભક્તો એકઠા થયા હતા, તેઓમાંથી કેટલાક પોતાની જીભમાં પાળી ખોસતા હતા. બીજે ઠેકાણે ઝીણા અણીદાર ખીલાઓને તેઓની અણી ઉપર રાખીને ભોંયમાં એવા પાસે પાસે દાટેલા હતા કે તેનું એક બિછાનું થઈ રહ્યું હતું, તે ઉપર એક પાલખ બાંધેલી હતી તે ઉપરથી કેટલાક નીચે ખીલાઓની શય્યા ઉપર પડતા હતા. કેટલાક પોતાની કૂખમાં લોઢાની કડી ઘાલીને તેમાં એક દોરડું બાંધીને એક ઝૂલતા લાકડાના કટકા સાથે લટકતા હતા. અને કેટલીક વાર સુધી તેઓ ચક્કર ખાતા હતા. બીજા કેટલાક ફૂલના પુષ્કળ હાર ઘાલીને તથા શરીરે હિંગળોક ચોળીને ઊભા હતા, અથવા કાંઈ રાગનું વાંજિત્ર વગાડતા હતા.

આ ભયંકર તથા કંટાળો ઉપજાવનાર તમાશો જોઈને સઘળા લોકો ખુશ થતા હતા. તેમાં એક પરેશી તેના પહેરવેશ તથા રીતભાતથી તરત બીજાઓથી જુદો પડતો હતો. તે ઘણા ઊંડા વિચારમાં પડેલો હતો, અને બીજા લોકોનાં મોઢાં ઉપર જેટલો ઉમંગ દેખાતો હતો તેટલો તેના ઉપર ન હતો. જે જે કામને અર્થે તે દિલ્હીમાં આવ્યો હતો તે કામ હજી પાર પડ્યું ન હતું એટલું જ નહીં, પણ તે સિદ્ધ થશે એવો સંભવ પણ ઘણો દૂર દીસતો હતો. પોતાની મતલબ શી રીતે હાંસલ કરવી, એ વિશે તે નિરંતર રાતદહાડો મનમાં વિચાર કર્યા કરતો, અને વારેવારે નિસાસા મૂક્યા કરતો હતો.

વાંચનારાઓએ તેને ઓળખ્યો તો હશે; તે ગુજરાતના કરણ રાજાનો માજી પ્રધાન માધવ હતો એમ આ ઠેકાણે સ્પષ્ટ કહ્યું ન હોત તોપણ સઘળાના જાણ્યામાં આવત, આ વખતે તે આ સઘળો તમાશો જોઈ ઘણો વિસ્મિત થયો, અને તે મોટેથી બોલી ઊઠ્યો : ‘‘જો દેહક્ષટ કર્યાથી પરમેશ્વર પ્રસન્ન થતો હોય તો આ લોકો નક્કી સ્વર્ગે જશે.’’ તેની પાસે એક સંખ્યાસી ઊભેલો હતો તે આ વાત સાંભળી બોલ્યો : ‘‘અરે ભૈયા ! જો દેહકષ્ટથી પરમેશ્વર પ્રસન્ન થાય તો અમારા ઉપર થાય. અમારા દેહષ્ટ આગળ એ લોકોનો કાંઈ હિસાબ નથી. તેઓ તો વર્ષમાં એકબે દહાડા આ પ્રમાણે કરે છે, પણ અમારે તો આખા જન્મારામાં દેહકષ્ટ કર્યા જ કરવું જોઈએ. સંન્યાસી દુનિયાનો શી રીતે ત્યાગ કરે છે તે વિષે જ મનુસ્મૃતિમાં લખેલું છે તે સાંભળો. ‘‘જ્યારે કોઈ કુટુંબના મુખ્ય માણસનું શરીર સઘળું ઢીલું પડી જાય, તથા નિમાળા સફેદ થાય, તથા તે પોતાનાં છોકરાંનાં છોકરાં જુએ, ત્યારે તેણે વનવાસ કરવો. શહેરમાં જે ખાવાની વસ્તુઓ હોય તે તથા ઘરનાં વાસણ-કૂસણ મૂકી દઈને એકાંત વનમાં જવું. પોતાની વહું તથા છોકરા તજવાં, અને જો વહુની સાથે આવવાની ખુશી હોય તો તેને જોડે લેવી. તેણે પોતાની સાથે પોતાના ઘરનો અગ્નિ તથા હોમ કરવાનો સઘળો સામાન લેવો, અને વનમાં જઈને પોતાની જ્ઞાન તથા કર્મેન્દ્રિયો ઉપર અખત્યાર રાખી રહેવું. ઋષિઓ જે ખાતા તે કંદ, મૂળ, ઈત્યાદિ પવિત્ર વસ્તુઓ તેણે ખાવી તેણે કાળા હરણનું ચામડું અથવા છાલનું વસ્ત્ર પહેરવું, સાંજના-સવાર સ્નાન કરવું માથા તથા દાઢીના નિમાળા વધારવા અને નખ મોટા થવા દેવા, જે તેને ખાવાનું મળે તેમાંથી દાન વગેરે કરવું, તથા તેના આશ્રમમાં જેઓ આવે તેઓનો સત્કાર કરી તેને કંદ, મૂળ, ફળ પાણી આપવાં. તેણે હમેશાં વેદાભ્યાસ કરવો. ગમે તેવી વિપત્તિ આવી પડે તો પણ ધૈર્ય રાખી પરોપકાર કરવો; પરબ્રહ્મ ઉપર મન સ્થિર રાખવું : નિરંતર દાન આપ્યા કરવું, પણ કાંઈ દાન લેવું નહીં; અને સઘળા જીવવાળા પદાર્થો ઉપર દયા રાખવી. ભોંય ઉપર તેણે આખો દિવસ લપસ્યા કરવું, અથવા પગની એક આંગળી ઉપર ઊભા રહેવું, અથવા ઊઠબેસ કર્યા કરવી; સૂર્યોદયની વખતે, બપોરે તથા સૂર્યાસ્ત થતી વળા તેણે સ્નાન કરવા જવું; ઉનાળામાં તેણે પંચાગ્નિ વચ્ચે બેસવું; એટલે ચાર અગ્નિ આસપાસ સળગાવવા ને પાંચમો અગ્નિ માથે સૂર્ય, એ સઘળાંનો તાપ સહન કરવો. વરસાદના દ હાડામાં જ્યારે ભારે ઝાપટાં આવતાં હોય ત્યારે એક પણ વસ્ત્ર ઓઢ્યા વિના વરસાદમાં ઊભા રહેવું. શિયાળામાં તેણે હવાયેલાં વસ્ત્ર પહેરવાં અને ધીમે ધીમે દેહકષ્ટમાં વધારો કર્યા કરવો. પછી શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પોતાના પવિત્ર અગ્નિને રાખ્યા પછી, બીજો દેવતા સળગાવ્યા વિના મૌનવ્રત લઈને રહેવું, અને કંદ, મૂળ ખાવાં : અથવા સંન્યાસીએ પત્રાવળીમાં, હાથમાં, અથવા તૂમડીમાં શહેરમાંથી ખાવાનું લઈ આવવું, અને તેમાંથી આઠ કોળિયા માત્ર ખાવા. જે બ્રાહ્મણ વનવાસ કરે તેણે આ તથા એવા બીજા નિયમો પાળવા. પોતાના આત્માને પરમાત્મા સાથે લીન કરવાને તેણે ઉપનિષદોનો અભ્યાસ કરવો. એ પ્રમાણે તેના આવરદાના ત્રીજા ભાગમાં વનમાં રહી ધર્મનાં કૃત્યો કર્યા પછી ચોથા ભાગમાં તેણે સંન્યાસી થવું. તેણે સઘળું સંસારી સુખ ત્યાગ કરવું, અને પરબ્રહ્મ ઉપર વિશ્વાસ રાખી મોત પણ માગવું નહીં, અને આવદા પણ ઈચ્છવી નહીં. જેમ ચાકર પોતાનો પગાર લેવાને મહિનો પૂરો થવાની રાહ જુએ છે તેમ તેણે તેના નિયત વખતને માટે વાટ જોઈ બેસવું.

‘‘હવે સંન્યાસી થવાની વિધિ નીચે પ્રમાણે છે. પહેલાં તો એક સારો દહાડો શોધી કાઢવો, અને તે દહાડે તેણે સ્નાન કરવું, અને એક લૂગડાના દશ કકડા ભગવા રંગીને તેઓને સાથે લઈ મુકરર જગ્યાએ જવું. એ દશ કકડામાંથી ચાર પોતાના ખપને વાસ્તે રાખવા, અને છ ક્રિયા કરાવનાર બ્રાહ્મણોને વહેંચી આપવા. સંન્યાસીએ બીજા સામાનમાં એક તો સાત ગાંઠવાળો વાસંસનો દંડ, બીજી તૂમડી, ત્રીજું હરણનું ચામડું, ચોથું રૂપા તથા તાંબા-નાણું, ફૂલ, રાતા રંગલા ચોખા, ચંદન ઈત્યાદિ રાખવાં પછી એક ઘણો જ બદસ્વાદ રસ તૈયાર કરીને તેને આપવામાં આવે છે તે ઈંદ્રિયોનું સુખ હવે ત્યાગ કર્યું એમ જણાવવાને પેલા સંન્યાસીએ પી જવો. પછી ગુરુ તેના કાનમાં મંત્ર ભણે છે; તથા સંન્યસ્ત લીધા પછી શું શું કરવું તે તેને સમજાવે છે. પછી તે ભગવાં વસ્ત્ર પહેરે છે, ન્યાત જાતનો ત્યાગ કર્યો તે જણાવવાને તેની જનોઈ તોડી નાખે છે, અને ચોટલી બોડાવે છે. સઘળી ક્રિયા થઈ રહ્યા પછી દંડ, તૂમડી તથા હરણનું ચામડું લે છે, અને તૂમડીમાંથી ત્રણ આચમન મંત્ર ભણીને પીએ છે એટલે તને સંન્યાસી થયો એમ ગણાય છે; પછી તેને સંસાર સાથે કાંઈ સંબંધ રહેતો નથી. સંનયાસીએ હરેક સવારે સ્નાન કર્યા પછી આખા શરીર ઉપર ભસ્મનો લેપ કરવો, દહાડામાં એક વર ખાવું, પાનસોપારી ખાવાં નહીં, બૈરાં તરફ દૃષ્ટિ પણ કરવી નહીં, હરેક મહિને દાઢી, મૂછ તથા માથું બોડાવવું, પાવડી પહેરવી, જ્યારે બહાર ફરવા નીકળે ત્યારે તેણે એક હાથમાં સાત ગાંઠાનો દંડ પકડવો, બીજા હાથમાં તૂમડી લેવી, અને બગલમાં હરણનું ઘાલવું. તૂમડીમાં પાણી ભરાય અને ચામડું આસનને ઠેકાણે કામ આવે. તેણે ભિક્ષા માગી પેટ ભરવું, કારણ ભિક્ષા માગવાનો તેને અધિકાર છે. જો સંન્યાસી પાસે દ્રવ્ય એકઠું થાય તો તેણે દાન કરી દેવું, અથવા તે વડે ધર્મશાળા,, દેવસ્થાન, વાવ, કૂવા વગેરે બંધાવવાં. તેઓએ પોતાનો આશ્રમ નદી અથવા તળાવને કાંઠે રાખવો, કેમકે ત્યાં સ્નાન કરવાનું ઘણું સુગમ પડે.’’

એ સંન્યાસીની સઘળી વાત સાંભળી એક યોગી ત્યાં પાસે ઊભો હતો તે બોલ્યો ‘‘ભૈયા ! કરે તે ભલો; મારે તેની તલવાર; અને પાળે તેનો ધર્મ છે. અમારા યોગીઓ તો જે દેહષ્ટ કરે છે તેની આગળ તમારી તો રમત છે. અમારામાંથી કેટલાક પોતાના હાથ એટલાં વર્ષ સુધી બંધ રાખે છે કે નખ વધી હાથમાં પેસી જાય છે. કેટલાક વર્ષોનાં વર્ષ એક જ ઘાટીએ ઊભા રહે છે. વળી કેટલાક તેઓના હાથ ઊંચા લાંબા રાખે છે તે એટલે સુધી કે નકામા પડવાથી તે હાથ ચીમળાઈ જાય છે અને જડ તથા અશક્ત થઈ જાય છે, કેટલાક મોટો ભાર વહી જાય છે અથવા તેઓના શરીરના કોઈ કોમળ ભાગમાં એક સાંકળની કડી ભેરવીને તે જ્યાં જાય ત્યાં તે સાંકળ ઘસડતા જાય છે. કેટલાક વર્ષોનાં વર્ષ સુધી, અથવા કોઈ મોટા રાજ્યની પ્રદક્ષિણા કરી રહે ત્યાં સુધી ભોંય ઉપર કીડાની પેઠે પેટ ઘસડાતા ચાલે છે. કેટલાક જગન્નાથપુરી સુધી આખે રસ્તે પગે પડતા પડતા જાય છે, અથવા શરીરને દડા જેવું કરી નાખી સિંધુ નદીને કાંઠેથી ગંગા નદીના કાંઠા સુધી સુધી ગબડતા જાય છે, અને એવી રીતે જતાં જે કાંઈ પૈસા મળે તે એકઠા કરી તે વડે દેવાલય બંધાવે છે, કૂવા અથવા વાવ ખોદાવે છે, અથવા કાંઈ ગુપ્ત પાપનું પ્રાયશ્ચિત કરે છે. કેટલાક ભર ઉનાળામાં બળતા તાપ ઉપર હીંચકા ખાય છે, અથવા ઘણા આકરા તાપ ઉપર નીચું માથું રાખી ટીંગાઈ રહે છે. કેટલાક ભોંયમાં ગરદન સુધી દટાય છે. ફક્ત શ્વાસ લેવાને એક નાનું કાણું રાખે છે. કેટલાક શરીર ઉપર ચાબખા મારે છે. ખીલાની શય્યા ઉપર કેટલાક સૂએ છે. કેટલાક જીવતાં સુધી પોતાના શરીરને કોઈ ઝાડના થડ સાથે સાંકળ વડે બાંધી લે છે. એ પ્રમાણેનાં દેહકષ્ટ તેઓ કરે છે. જો એ વાતની લખેની સાબિતી જોઈતી હોય તો કાળિદાસકૃત શાકુન્તલ નાટક વાંચો; તેમાં એક ઠેકાણે આ પ્રમાણે લખ્યું છે.

‘‘દુષ્યંત રાજાએ પૂછ્યું કે મારિચિ ઋષિનો આશ્રમ ક્યાં છે ? ત્યારે માતલિએ જવાબ દીધો કે :

શાર્દૂલિવક્રીડિત વૃત્ત

વલ્મીકે થઈ છે નિમગ્ન અરધી કાયા જ જેની ભલી

લાંબી સર્પતણી વીંટાઈ ઉરને એને બધી કાંચળી;

કંઠેઢ જીર્ણ થયેલ વેલ તરુની ચોપાસ કંઠી બની

તે પીડા કરતી જણાય તપસીકેરા ગળાને ઘણી //ર૭૯//

ખાંધે છે પ્રસરાયલું શિરથકી એનું જટામંડળ,

તેની માંહ શકુન્તપક્ષિ કરતું માળા નિવાસાર્થ જો !

એવું રૂપ ધરી વસે મુનિ પણે મોઢું કરે સૂર્યની

સામે બિમ્બભણી રહી અચલની પેઠે સ્થિરાકારમાં //ર૮૦//

(ઝ.ઉ.યા.)

એવાં એવાં દેહકષ્ટ યોગી લોકો કરે છે તેની આગળ તમારા સંન્યાસીનાં અથવા આ કાળિકાના ભક્તોનાં કામ કાંઈ ગણતરીમાં નથી.’’

માધવ કાળિકા દેવીના ભક્તોનાં કામ નજરે જોઈ, તથા સંન્યાસીઓએ શું કરવું જોઈએ, અને યોગીઓ શું કરે છે તથા કરતા હતા, તેની વાત સઘળી લક્ષપૂર્વક સાંભળી ઘણો જ આશ્ચર્ય પામ્યો કે માણસનું નાજુક તથા કોમળ શરીર આટલી વેદના શી રીતે ખમતું હશે ? ત્વચા, જેની સ્પર્શશક્તિ એટલી તો બારીક છે કે એક ઝીણી સોયની અણી ભોંકાવાથી પણ દુઃખ થાય, એવી ચામડીથી આટલું બધું દરદ શી રીતે સહેવાતું હશે ? ઘણાં માણસો ઠોકર વાગવાથી અથવ બગાસું આવવાથી અથવા એવાં બીજાં દેખીતાં નજીવાં કારણથી તત્કાળ મરણ પામતાં માલૂમ પડે છે તે છતાં પણ આ લોકો આવાં ભારે દરદ હાથે કરી પેદા કરે છે, તેથી મરતા કેમ નહીં હોય ? માણસનું શરીર જેવું ટેવાય છે તેવું થાય છે. જે કારણોથી એક માણસનું મૃત્યુ થાય છે તે જ કારણથી બીજાનું શરીર જોરાવર થાય છે. એ સઘળો ટેવનો મહિમા છે. પણ ટેવની સત્તાને કાંઈ મર્યાદા છે કે નહીં ? એ વાત ગમે તેમ હોય તોપણ દેહકષ્ટ કરવામાં શો લાભ છે ? પરમેશ્વરે માણસને સુંદર તથા ચમત્કારિક આંખ આપેલી છે વડે તે સૃષ્ટિને નીરખે છે, તેની ખૂબી તપાસે છે, અને તે તપાસતાં સૃષ્ટિના કર્તાની અપાર શક્તિ, અનંત ડહાપણ, બહોળી દયા, તથા ડગલે ડગલે તેના સંકેતનાં ચિહ્નો શોધી કાઢીને વધારે ભક્તીથી તથા વધારે સાચા દિલથી તેને તે સેવે છે. એવી આંખનો માણસે શું ઉપયોગ ન કરવો ? જે કાન વડે સૃષ્ટિ માંહેલા ચિત્તાકર્ષક નાદ, પક્ષીઓનો સુંદર અવાજ, તથા માણસના ગળામાંથી જે નાના પ્રકારના રમણીય સાદ નીકળે છે તે સંભળાય છે તે શું સર્વ ન સાંભળતાં કાન બંધ કરી રાખવા ? જે નાક વડે વાસવાળા પદાર્થોની સુગંધ અથવા દુર્ગંધ પારખી શકીએ છીએ તે નાક શું કામે ન લગાડવું ? તથા ગંધ વિષે તે જે સૂચના આપે તે ન માનવી ? વળી જીભ વગેરે મોંમાં જે સાધનો પદાર્થના જુદા જુદા સ્વાદ લેવાને આપેલાં છે તેઓનો ઉપયોગ કેમ ન કરવો ? સ્વાદમાં જે ભેદ છે તે ખોટો માનીને શું મીઠો તથા કડવો એક જ સમજવો ? અને અનાજ વગેરે જે જે વસ્તુ સ્વાદને સારી લાગે છે તથા શરીરને પોષણકર્તા છે તે તે પદાર્થો પરમેશ્વરે ખાવાને સરજ્યા છે, અને કડવી તથા બદસ્વાદની વસ્તુઓ જેવી શરીરને પુષ્ટિ મળતી નથી, તેઓ તે કામને માટે પેદા કરેલી નથી એ વાત અનુભવથી જાણ્યા છતાં, શું ખોટી માનવી ? અગણિત છિદ્રવાળી તથા અસંખય જ્ઞાનરજ્જુઓથી ભરપૂર એવી ત્વચા, જેને બહારના પદાર્થની જે સુખદુઃખ થાય છે તે ઓળખવાની શક્તિ આપેલી છે તેને શું પોતાનું કામ ન કરી શકે એવી કરી નાખવી ? વળી જગતમાં ચોતરફ નજર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ દેખાય છે કે સઘળી વસ્તુઓ જાણે માણસના આનંદ તથા સુખને માટે જ સરજાયેલી છે, તે વસ્તુઓનો ઉપયોગવ ન કરતાં દુનિયામાં જેવા આવ્યા તેવા જવું, અને આપણે થઈ ગયા તેની એક પણ નિશાની પાછળ રહેવા ન દેવી ? માણસના મનના વિકારો તથા વૃત્તિઓ તરફ જ્યારે નજર કરીએ છીએ ત્યારે આપણે દુનિયામાં આપણા મનુષ્યજાતિના ભાઈઓ એકઠા રહેવાને ઉત્પન્ન થયેલા હોઈએ એમ લાગે છે; તે છતાં જો આપણે એકાંત વનવાસ કરીએ તો દયા, ક્ષમા આદિ આપણા સારા ગુણોનું શું કામ પડે ? એ સઘળા ઉપરથી સહેજે અનુમાન થાય છે કે માણસે દુનિયામાં રહીને જે દુઃખ પડે તે ધૈર્યથી સહન કરવું, અને જેમ મધમાખી બધાં ફૂલોમાંથી મધ ચૂસી લે છે તેમ આપણે સઘળા પદાર્થોમાંથી સુખ ખેંચી કાઢવું. દેહકષ્ટ શા માટે કરવું ? હવે માણસ જેનામાં ઈશ્વરે વિવેકબુદ્ધિ મૂકેલી છે, તેથી જે કાર્ય તે કરે છે તેમાં કાંઈપણ કારણ હોવું જોઈએ; માટે આ દેહ દમવાનું પણ કાંઈ કારણ હશે. અગર જો સૃષ્ટિની ખુબી આંખો વડે જણાય છે. ચંપા, ચમેલી, મોગરા વગેરે ખુશબૂદાર ફૂલોની સુવાસ ઘ્રાણેંદ્રીયથી માલૂમ પડે છે; અગર જો રસેંદ્રિયથી જ ખટ્‌રસનો સ્વાદ સમજાય છે; ટૂંકામાં માણસને સુખ થાય એવી જ આ જગતની રચના કરેલી છે. તોપણ એ ઈંદ્રિયો આપણને હમેશાં તાબે રહેતી નથી. જો તેઓને આપણે જીતીશું નહીં તો તેઓ આપણને જીતશે. ઈંદ્રિયો વડે જેટલું સુખ થાય છે તેટલું જ દુઃખ પણ થાય છે, અને એટલા દુઃખથી કાંઈ બસ થતું નથી. એ ઈંદ્રિયોના જો આપણે ગુલામ થયા તો આપણે પશુ સમાન થઈ જઈએ છીએ, અને ખરુંખોટું સમજવાની તથા પરમેશ્વરને ઓળખવાની જે શક્તિ એકલા મનુષ્યને જ બક્ષેલી છે તેનો ખોટો ઉપયોગ કરીએ છીએ. આંખ વડે કેટલાકની ઈશ્વર ઉપરની શક્તિ દૃઢ થાય છે, ત્યારે ઘણા તો તે વડે દુષ્ટ અને અધર્મી કર્મો કરે છે, અને કારીગરીની શોભા તથા ચતુરાઈ જોવામાં ગરક થઈ કારીગરની શક્તિ તથા ડહાપણ જોવું ભૂલી જાય છે, અથવા કારીગરીમાં ખામી કાઢી કારીગર છે જ નહીં એમ કહે છે અથવા છે તો તેનો ઈન્સાફ, દયા, ડહાપણ, ચતુરાઈ તથા સારાપણામાં ખામી છે એવો મત ચલાવે છે. એવા ભયાનક ખાડામાં પડતાં બચવાને જ, કેટલાક ભક્તોએ પોતાની આંખ પોતાને હાથે ફોડી નાખી છે. માટે ઈંદ્રિયો જેમ આપણી મિત્ર તેમ આપણી શત્રુ પણ છે. તે એક નદીના પ્રવાહ જેવી છે; જ્યાં સુધી તે. ધીમે ચાલે છે ત્યાં સુધી સઘળાને ફાયદો કરે છે, પણ જ્યારે તે જુસ્સાથી વહે છે ત્યારે તેના સપાટામાં જે આવે તેને ઘસડી જાય છે. તે એક વાઘ જેવી છે. જ્યાં સુધી તેને પાંજરામાં ગોંધી રાખે તયાં સુધી કાંઈ ચિંતા નહીં, પણ તેને પાંજરું તોડતાં વાર લાગતી નથી. તેને જીતવી એ ઘણું કઠણ કામ છે, અને ઘણા જ થોડા માણસથી તે બની શકે, માટે તેઓને ફાવવા જ ન દેવી એ ડહાપણ છે. એટલાં કારણોથી સંન્યાસી, યોગી વગેરે પોતાની ઈંદ્રિયો ઉપર ભરોસો રાખતા નથી.

વળી આ સંસાર એક મોટો વિકટ સાગર છે, તેમાં કરોડો વહાણો હંકારાય છે. તે વહાણોમાં તેના ધણી પોતાની સાથે સંબંધ રાખનાર માણસો લઈને બેસે છે. એ દરિયામાં અગણિત નાના-મોટા ખડકો પાણીમાં ઢંકાયેલા છે. તે ઉપર કેટલાંક વહાણો ગર્ભપુરી બંદરમાંથી નીકળતાં જ અથડાઈને ભાંગી જાય છે, અને તેમાં બેઠેલાં તમામ માણસો ગરક થઈ જાય છે. બીજા કેટલાંક થોડે આગળ ચાલ્યા પછી ડૂબે છે. એ પ્રમાણે એક પછી એક વહાણ એ ખડકોને લીધે ભાંગતાં માલુમ પડે છે. અને બીજાં નવાં ગર્ભપુરી બંદરની ગોદીમાંથી દરિયામાં બહાર પડે છે. જ્યાં સુધી વહાણો મુક્તિપુરી બંદરે પહોંચે ત્યાં સુધી આખે રસ્તે સાગરનાં મોટાં ઊછળતાં તોફાની મોજાંથી તેઓ ઊંચાંનીચાં થાય છે, અને હમણાં ડૂબશે, હમણાં ડૂબશે, એવી તેમાં બેસનારાઓને દહેશત રહે છે. દરિયામાં ડૂબેલા ખડકો સિવાય બીજા અગણિત ઊંચા આવેલા, પથથરની સીધી બાજુવાળા બેટો છે, તે ઉપર લીલોતરી તથા રળિયામણા પર્વતો હોવાને લીધે સુંદર દેખાય છે. વળી તે ઉપર દેખીતી ખૂબસૂરત દુર્ગુણ નામની રાક્ષસીઓ બેસીને મધુર રાગથી ગાયન કરે છે. કટાક્ષબાણથી વહાણમાં બેસનારાઓને ત્યાં આવવાને ઈશારત કરે છે. વહાણના ધણીની સાથે જેઓ બેઠેલા હોય છે તેઓમાંથી કેટલાક તેના ખરા મિત્ર હોય છે; કેટલાક તો તે દુષ્ટ રાક્ષસીઓનાં સગાં તથા મદદગાર હોય છે, અને તેઓ વહાણના ધણીને તે બેટોમાં જવાને નિરંતર સમજાવ્યા કરે છે. જ્યાં સુધી વહાણનું સુકાન વિવેકની પાસે હોય છે તયાં સુધી સામે પવને પણ તે સદ્‌ગુણની સાંકડી નાળમાં જ તે વહાણ ચલાવે છે, પણ તે રસ્તામાં તે વહાણના ધણીને મઝા પડતી નથી. તેના વહાણમાં બેસનારા, તોપણ તેના શત્રુઓ તેના હમેશાં કાન ભર્યા કરે છે, અને વિવેક જે રસતે વહાણ લઈ જાય છે તે રસ્તામાં કાંઈ જોવા જેવું નથી, તથા જ્યારે આ સાગરમાં આવ્યા ત્યારે ત્યાંની સઘળી મોજ ચાખીએ નહીં તો ફેરો મિથ્યા, એવી શિખામણ આપી વિવેક પાસેથી સુકાન છીનવી લેવડાવીને અવિચારને સુકાનીનું કામ સોંપાવે છે. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર રૂપો સઢો ચઢાવવાભમાં આવે છે; અને તૃષ્ણા રૂપી પૂંઠનો પવન જોરથી ફૂંકાતાં વાર જ વહાણ સદ્‌ગુણની નાળમાંથી ઘસડાઈને બહોળા દરિયામાં પડે છે. પછી જે રસીલો બેટ પાસે હોય છે તે તરફ વહાણ હંકારાય છે. આ વખતે નાળમાંના વહાણવાળાઓ બહાર પાડેલા વહાણવાળાઓને મોટેથી પોકાર કરીને બેટ પાસે જવાની ખરાબી સમજાવે છે, તથા જે વહાણવાળા તે બેટની પાસે લગભગ ગયા હોય એવા, તથા જેનાં વહાણો બેટના પથ્થરની સીધી બાજુઓ ઉપર અથડાઈને કટકે કટકા થઈ ગયાં હોય તે તેઓને દેખાડે છે. પણ મૂર્ખ વહાણવટી તેઓની વાત લગાર પણ કાને ધરતો નથી. દુર્ગુણ નામની રાક્ષસીઓના મદદગાર તથા જાસૂસો તેને સમજાવે છે કે જેઓ ભરદરિયામાં પડ્યા નથી, તેઓ તેની ખૂબી જાણી શકતા નથી, તથા જેઓનાં વહાણ અથડાયાં છે તેઓના સુકાની સારા નહીં હોય અથવા તેઓએ બેટ ઉપર જવાનો ખોટો રસ્તો પકડ્યો હશે; આપણને એમ થશે નહીં, અને એમ કરતાં જો વહાણને જોખમ લાગે એવો જરા પણ સંભવ લાગશે તો તરત સઢ વીંટાળી લઈ વહાણને પાછું નાળમાં ઘાલી દઈશું; પણ નુકસાન લાગશે એવી નકામી બીકથી એક સાંકડી નાળમાં ચાલ્યા કરવુ, અને આ સાગરમાંના અગણિત બેટોમાં શું શું છે તે શોધ્યા વિના રહેવું તેમાં વહાણ ચલાવવાની ખૂબી શી ? એવી સલાહ માન્ય કરી વહાણ આગળ બેટ તરફ ચલાવે છે, અને રસ્તામાં ડૂબતાં બીજાં વહાણો જુએ છે, તથા તે બેટની પાસે લાખો વહાણો ભાંગતાં તેની નજરે પડે છે તોપણ તે બેધડક આગળ ચલાવ્યે જાય છે, એટલે સુધી કે તે પણ બીજાઓની પેઠે તળીયે બસે છે. તે વખતે તે રડે, શોક કરે કે પસ્તાય તે શા કામનું ? જોતજોતામાં વહાણ નીચે બેસતું જાય છે, પણ કોઈ તેને લેખવતું નથી, અથવા બચાવવાનો વખત વીતી જવાથી નાળમાંના ઘણા વહાણવાળાઓ તેઓની તરફ દોરડાં ફેંકી તથા નાના નાના મછવા મુકાવીને તેઓને ઉગારવાને જે મહેનત કરે છે તે સઘળી નિષ્ફળ જાય છે. ધન્ય છે એવા મદદ કરનારા વહાણવાળાઓને કે આટલી બધી લાલચ તુચ્છ ગણીને, આટલું બધું જોખમ વેઠીને, બલકે ડૂબતા તથા ડૂબવાાની તૈયારી ઉપર આવેલા વહાણવાળાઓની ગાળ ખાીઈને, તથા તેઓની તરફથી અપમાન સહીને તેઓને મુક્તિપુરીના સાચા રસ્તા ઉપર લઈ આવવાને તેઓ રસ્તા ઉપર લઈ આવવાને તેઓ આટલો બધો શ્રમ કરે છે. એ પરોપકારી પરમાર્થી વહાણવાળાઓની મહેનત કાંઈ હમેશાં અફળ થતી નથી. અગર જો ઘણાં વહાણો તેઓની તરફથી સહાયતા આવયા પહેલાં અથવા આવ્યા છતાં પણ ભાંગે છે, તોપણ થોડાંકને તો તેઓ બચાવી શકે છે, અને તેઓને પાછાં નાળમાં ઘાલી દે છે. નાળ બહાર લાલચના ટાપુઓ એટલા તો અસંખ્ય છે, અને તેઓના ઉપર એટલી તો મોહ પમાડનાર સ્ત્રીઓ બેઠી બેઠી મધુર સ્વરે સઘળાને બોલાવે છે કે જેઓ તૂતક ઉપર બેઠેલા હોય છે તેઓને ત્યાં જવાનું મન થાય છે. વિવેકસુકાનીનું પ્રબળ તૂટેલું ન હોય તો તેઓ પાછા નાળમાં ઘસડાઈ આવે છે. એ પ્રમાણે નાળમાંના વહાણ ઝોલાં ખાય છે, અને વખતે વખતે થોડી વાર નાળ બહાર જઈ આવી પાછાં રસ્તે પડે છે. એ પ્રમાણે નાળમાં છતાં પણ તૂતક ઉપર બેસનારાઓને જોખમ છે, અને નાળમાંથી જરા પણ ખસ્યા તો મુક્તિપુરીના બંદરમાં પેસવાને ત્યાંના ફૂરજાના દારોગો તરફથી પરવાનો મળશે નહીં, એવા ધાકથી કેટલાકતે તુતક છોડી ભંડારમાં જઈ ભરાઈ રહે છે, અને આગળ વહાણ લંગરવાર થાય ત્યાં સુધી પોતાનું મોં બહાર બતાવતા નથી. કેટલાક તૂતક ઉપર રહે છે, તેઓ વહાણને નાળ બહાર ઘસડાતું અટકાવવાને હમેશાં તેને નબળું પાડ્યા કરે છે, એટલે તે મેદાન પડી શકતું નથી. એ પ્રમાણેનો સંસાર છે. તેમાંની હજારો લાલચોના ફાંદામાં ન પડવાને માટે તથા તે લાલચ તરફ મન ન દોડે તેટલા માટે ઘણા માણસો દેહને કષ્ટ કરે છે. વળી દેહને અને મનને એવો નિકટનો સંબંધ છે કે જો દેહને કષ્ટ થાય તો મન પણ કષ્ટ પામે છે, અને તેમ થયાથી મોહજાળમાં ફસાઈ પડવાને તેને કદાચ અટકાવ થાય છે. એ કારણ સિવાય બીજું કાંઈ જડતું નથી, એવા વિચાર કરતો કરતો માધવ પોતાને ઘેર જતો હતો ત્યારે પાદશાહી મહેલ આગળ એક મોટો તમાશો થઈ રહ્યો હતો.

શાહજાદા ખિઝરખાંની આજ સાલગિરાહ હી તેથી દરબારી કામ સઘળું બંધ હતું. તોપણ પાદશાહ તથા શાહજાદાને મુબારકબાદી આપવાને સઘળા અમીર ઉમરાવો એકઠા થયા હતા, તથા ખુદ અલાઉદ્દીન પોતાના તખ્ત ઉપર બિરાજેલો હતો. આ વખતે રાજ્યના કારભારીઓમાં કેટલોક ફેરફાર થયેલો હતો. જ્યારે અલાઉદ્દીન ગાદીએ બેઠો, ત્યારે માજી પાદશાહની બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કરદખાંએ રાજ્ય મેળવવાને લડાઈ ચલાવી હતી, તેમાં કેટલાક અમીરોએ તેમને મદદ આપી હતી, તેના બદલામાં તેઓની પાસેથી ઘણું દ્રવ્ય તેઓને મળ્યું હતું. તે તેઓની પાસેથી છીનવી લીધું એટલું જ નહીં, પણ તેઓ સઘળાની આંખ ફોડી નાંખી, તથા તેઓની સઘળી માલમિલકત જપ્ત કરી. એ રીતે તેણે પાદશાહી ખજાનામાં ઉમેરો કર્યો પણ એટલાથી તે ધરાયો નહીં. પોતાને ગાદી મળવામાં કાંઈ હરકત પડે નહીં માટે તેણે પોતે પણ ઘણા અમીર ઉમરાવોમાં પુષ્કળ પૈસા વહેંચ્યા હતા. તે સઘળા હમણાં તેણે તેઓની પાસેથી પાછા માગ્યા; અને તેની સાથે વળી લાંચરુશવત લોકો પાસેથી તેઓએ લીધી છે તથા સરકારની પણ મોટી મોટી રકમો ઉચાપત કરી છે એવું તેણે કેટલાક કામદારો ઉપર તહોમત મૂક્યું. આ કામમાં તેના વજીર ખાજાખતીરે તેને કાંઈ પણ મદદ આપી નહીં એટલું જ નહીં પણ પાદશાહના આ ગેરઈન્સાફ તથા જુલમની સામા ઊલટો અભિપ્રાય આપવાની તેણે હિંમત ચલાવી. પાદશાહ ઘણો જ નાખુશ થયો, અને જો ખાજાખતીરની સાચવટ તથા સદ્‌ગુણે તેનો બચાવ કર્યો ન હોત તો તેની ગરદન કપાઈ જાત. અગર જો તે જીવતો રહ્યો તોપણ તેના અધિકાર ઉપરથી તેને કાઢી મુક્યો, અને નુસરતખાંને વજીરાત આપી. એ નવા વજીરે પાદશાહનો ગેરવાજબી હુકમ માથે ચઢાવ્યો, અને તેણે અમીરો ઉપર સખ્તી કરીને તેઓની પાસેથી આપેલા પૈસા પાછા કઢાવવા માંડ્યા. અમીર લોકો આ જુલમથી ઘણા ગભરાયા, તથા બીજો કાંઈ ઈલાજ નથી, એમ જાણી તેઓ તે હુકમની સામે થયા, તથા ઘણા જણે એકઠા મળી એક બંડ ઉઠાવ્યું; પણ તેઓનું કાંઈ વળ્યું નહીં. ઊલટું તેના સઘળા પૈસા ગયા એટલું જ નહીં, પણ સઘળાને કેદખાનામાં નાખ્યા, જ્યા તેઓને કેટલીક મુદત સુધી સડ્યાં કરવું પડ્યું. પાછળથી પોતાની બેવકૂફીનો ઘણો પસ્તાવો થયો, તથા પોતાના ગુનાને માટે તેઓએ પાદશાહની ઘણી વાર માફી માગી, પણ કઠણ મનના તથા નિર્દય અલાઉદ્દીને તેઓને ક્ષમા આપી નહીં.

હમણાં અલાઉદ્દીનના સઘળા શત્રુઓ છૂટા પડી ગયા હતા, તથા તેને હવે પોતાના રાજ્યની સલામતીને વાસ્તે કાંઈ પણ દેહશત રહી ન હતી; તેથી તેણે વિચાર્યું કે હવે એ અમીરો તરફથી રાજ્યને કાંઈ પણ નુકસાન પહોંચવાનું નથી; તેથી ખિઝરખાં શાહજાદાની સાલગિરાહને રોજ તેઓ સઘળાને છોડી મૂકી તે દહાડાની ઉત્સવની ખુશાલીમાં વધારો કરવાનો તથા લોકોમાં વાહવાહ કહેવડાવવાનો તેણે નિશ્ચય કર્યો. બધા અમીરોને તેણે કેદખાનામાંથી બોલાવી મંગાવી પોતાની સામા ઊભા રાખ્યા. તેઓ બિચારા મરણતોલ થઈ ગયા હતા; અને જીવથી ઊગર્યા તથા બંદીખાનામાંથી એટલા જલદી છૂટ્યા તેને વાસ્તે તેઓ પરમેશ્વરની અંતઃકરણથી સ્તુતિ કરતા હતા. ‘તમે સઘળા હવે બંદીખાનામાંથી છૂટ્યઠા.’ એટલું પાદશાહના મોંમાંથી નીકળતાં જ તેઓની છાતીમાં હર્ષ ઊભરાઈ ગયો, અને ‘શુકરઅલ્લા’ એટલા જ અક્ષર તેઓના મોંમાંથી નીકળી ગયા. તે વખતે મિજલસમં ઘણા મોટા મોલવી તથા મુસલમાની ધર્મ તથા શરેહના ઘણા કાબિલ લોકો બેઠેલા હતા. તેઓમાં મુખ્ય મોધીસુદ્દીન કાઝી હતો, તે કાઝીસાહેબની સામું જોઈ અલાઉદ્દીન પાદશાહે કહ્યું કે આજે દરબારી કામ સઘળું બંધ છે, તથા આજનો દિવસ ઘણો ખુશી-ખુશાલીનો છે, માટે તમને મારે શરેહ બાબતે કેટલાક સવાલ પૂછવા છે. આગળ કોઈ વખત પણ પાદશાહે ઈલમી લોકોની સલાહ પૂછી ન હતી, તથા એવા સઘળાઓને તે ઢો ંગી તથજા લુચ્ચા ગણો હતો, તેથી પાદશાહની ઉપલી વાત સાંભળી કાઝીસાહેબના હોશ ઊડી ગયા, તથા હવે શું થશે તેની ફિકર તેને પડી. તે બોલ્યો : ‘‘જહાંપનાહ ! આપ જે ફરમાવો છો તે ઉપરથી નક્કી થાય છે કે મારો અંતકાળ પાસે આવ્યો છે. તથા મારા દહાડાની ગણતરી થઈ ચુકી છે. જો એમ હોય, અને તેમ કરવાની જહાંપનાહની મરજી હોય તો મરવાને હું તૈયાર છું. પણ બંદાની અરજ એટલી જ છે કે જો સાચેસાચુ બોલવાને માટે તથા જે ખુદાનો કલામ છે તે પ્રમાણે ખરેખરી દેહશત રાખ્યા વિના અભિપ્રાય આપવાને માટે જો આપ મને ગરદન મારશો, તો મને મારી નાખવાના ગુનામાં ઘણો ઉમેરો થશે. એટલા માટે જ હું ઘણો દિલગીર છું; બીજી કશી વાતની મને દરકાર નથી.’’ આ વાત સાંભળીને પાદશાહે પૂછ્યું : ‘‘તમે શા ઉપરથી આટલી દહેશત રાખો છો ?’’ કાઝીએ જવાબ દીધો : ‘‘જો હું સાચું બોલીશ, અને તેથી જહાંપનાહને ગુસ્સો લાગશે તો મારી જિંદગી પૂરી થજશે, અને જો હું જૂઠું બોલીશ, અને જહાંપનાહને બીજાઓથી સાચી વાતની ખબર થશે તોપણ હું મોતની શિક્ષાને યોગ્ય થઈશ.’’ અલાઉદ્દીને કાઝીને ધીરજ આપી, તથા શાંત મન રાખી પેગંબર સાહેબની શરેહ પ્રમાણે સઘળા સવાલોના સાચા જવાબ આપવાની ભલામણ કરી. પછી પાદશાહે એક પછી એક સવાલો પૂછા શરૂ કર્યા.

પહેલો સવાલ - જે સરસકારી નોકરોએ રુશવત લેવાનો અતયાય કર્યો હોય તથા જેમણે સરકારની ઉચાપત કરી હોય તેમણે ચોરી કરી હોય અને તેઓ ખરેખરા ચોર જ હોય તે માફક તેઓને સજા કરવી મુનાસિબ છે કે નહીં ?

જવાબ - જો કોઈ પણ સરકારી નોકરને તેના કામની મહેનત તથા જવાબદારી પ્રમાણે જોઈએ તેટલો મુશારો મળતો હોય, અને તે છતાં પણ તે રુશવત લેવાનો તથા જે લોકોની સાથે તેને કામ પડે તેઓની પાસેથી બળાત્કારે પૈસા કઢાવવાનો ગુનો કરે તો સરકારની નજરમાં આવે તેવા ઉપાયથી તે પૈસા વસૂલ કરી લેવાનો તેને અખતયાર છે. પણ કોઈ સાધારણ ગુનેગારની પેઠે તેને દેહાંતદંડ કરવાનો તથા તેના હાથ-પગ વગેરે શરીરનું એકાદું અંગ કાપી નાખવાનો સરકારને હક્ક નથી.

પાદશાહે કહ્યું કે આ વાતમાં હું શરેહ પ્રમાણે બરાબર ચાલું છું. કેમ કે સરકારી નોકરોએ જોરજુલમથી ફોસલાવીને અથવા દગાફટકાથી જે પૈસા લોકો પાસેથી લીધા હોય છે, તેઓની પાસેથી હું ગમે તે ઉપાયથી, વખતે મારફાડ કરી તથા તેઓના શરીરને દુઃખ દઈને પાછા કઢાવું છું.

બીજો સવાલ - હું તખ્ત ઉપર બેઠો તે પહેલાં મે દેવગઢ ઉપર ચડાઈ કરી ત્યાંથી દ્રવ્ય હરી લાવ્યો તે મારી ખાસ મિલકત ગણી તેને મારી પાસે રાખવાનો મારો હક્ક છે કે નહીં ? શું તે પૈસા મારે સરકારી ખજાનામાં મૂકવા જોઈએ ? અને લૂંટના કોઈ પણ ભાગ ઉપર લશ્કરના લોકોને કાંઈ હક્ક છે કે નહીં ?

જવાબ - પાદશાહની સાથે લડાઈમાં જેટલા સિપાઈઓ હતા તેઓમાંના દરેક સિપાઈને જેટલો હિસ્સો આપવો જોઈએ તેટલો જ હિસ્સો લેવાને જહાંપનાહને હક્ક છે.

આ જવાબ સાંભળીને પાદશાહ ઘણોનાખુશ થયો, અને જરા ચીડાઈને બોલ્યો કે જે વખતે હું ફક્ત સરદાર હતો તે વખતે મારી જાતની મહેનતથી મેળવેલી લૂંટ ઉપર સરકારનો અથવા ખાનગી સિપાઈઓનો શો હક્ક પહોંચે છે. તે મારાથી સમજાતું નથી.

કાઝીએ જવાબ દીધો કે જેટલી લૂંટ આપે પોતાની મહેનતથી મેળવેલી હોય તેટલા ઉપર જ ફક્ત આપનો દાવો વાજબી છે; જેટલી લૂંટ સિપાઈઓની મહેનતથી મેળવી હોય તે ઉપર આપની સાથે તેઓનો પણ હિસ્સો ગણાવો જોઈએ.

ત્રીજો સવાલ - ઉપલી તમામ મિલકત ઉપર મારી જાતનો તથા મારાં છોકરાંનો કેટલો હક્ક પહોંચે છે ?

કાઝીએ પોતાના મનમાં નક્કી કર્યું કે હવે મારું મોત પાસે આવ્યું છે, કેમકે મારા આગલા જવાબથી જ્યારે પાદશાહ ગુસ્સે થયો છે, તયારે હમણાં જે જવાબ આપીશ તેથી તે વધારે કોપાયમાન થશે.

પાદશાહ બોલ્યો - બોલ, હું તારા એક પણ વાળને ઈજા કરીશ નહીં.

કાઝી - જહાંપનાહ ! એ સવાલનો જવાબ ત્રણ રીતે દઈ શકાય. પહેલી તો એ કે જો આપને અદલ ઈન્સાફ તથા ખલીફાઓના કાયદા મુજબ કામ કરવું હોય તો જેટલા લોકો આપની સાથે સામેલ હતા તેઓ સઘળા જોડે સરખે હિસ્સે એ સઘળી લૂંટ વહેંચી લેવી જોઈએ. બીજી એ કે જો જહાંપનાહને વચલો રસ્તો પકડવો હોય તો જે મોટામાં મોટો હિસ્સો કોઈ પણ લશ્કરી અમલદારને ભાગે આવે તેટલો લઈ સંતોષ પામવો જોઈએ, અને ત્રીજી એ કે જો જુલમી કામો કરાવવાને પાદશાહોને મસલત આપનારાઓ તેવાં કામોની મંજૂરિયતને માટે શરેહનો ગમે તેવો અર્થ મરડીને કરે છે તેવા લોકોના અભિપ્રાય પ્રમાણે ચાલવાની આપની મરજી હોય તો કોઈ લશ્કરી અમલદારને મોટામાં મોટો હિસ્સો મળ્યો હોય તે કરતાં પણ વધારે લેવો. તે લેવાને કાંઈ પણ આધાર મળી શકતો નથી. સાધારણ સિપાઈને ભાગે અથવા કોઈ મોટા અમલદારને હિસ્સે જેટલું આવે તેટલું જહાંપનાહના શાહજાદાઓને મળી શકે.

આ સાંભળી પાદશાહ ઘણો ક્રોધાયમાન થયો અને બોલ્યો ‘‘શું મારા ાઘરકબીલાને વાસ્તે તમામ ખરચ કરું છું, તથા નજરાણા તથા ઈનામો વહેંચવામાં જે પૈસા વાપરું છું, તે શરેહથી ઊલટું છે ?’’

કાઝીએ ધીમેથી જવાબ દીધો, ‘‘જ્યારે જહાંપનાહ મને શહેરનો ખુલાસો પૂછો છો તયારે હું કુરાને શરીફ પ્રમાણે જવાબ દેવાને બંધાયેલો છું. પણ રાજનીતિ ઉપરબ નજર રાખી મને જવાબ દેવાનું ફરમાવશો તો બંદો એટલી જ અરજ કરશે કે જહાંપનાહ જે કરે છે તે વાજબી તથા બર-હક્ક છે; કેમ કે રાજનીતિ એવી છે કે જેમ આપ વધારે દોલત એકઠી કરશો, તેમ આપના દરબારને તથા રાજ્યને વધારે શોભા મળશે.’’

પાદશાહ - જે સિપાઈ હાજરીની વખતે ગેરહાજર રહે છે તેનો ત્રણ વર્ષ સુધી એકેક મહિનાનો પગાર હું અટકાવું છું. જે શખ્સ બંડ ઉઠાવે છે તેની હું જડમૂળથી નસલ કાઢું છું તથા ગમે તે દેશમાં તેઓની સ્થાવર અથવા જંગમ મિલકત હોય તે હું તરત જપ્ત કરું છું. શું તમારો અભિપ્રાય એવો છે કે વ્યભિચારી, ચોર, છાકટા લોકોને દંડવા મુનાસિબ નથી ?

આ સાંભળીને કાઝી તો થરથર ધ્રુજવા લાગ્યો, તથા રાજાની રીતભાત, બોલવાનો જુસ્સો, તથા મોંની શિકલ જોતાં જ તેણે ઊઠી નાસવા માંડ્યું; પણ જ્યારે ઉમરા આગળ ગયો તયારે ઊભો રહી ત્યાં પાદશાહને પગે પડ્યો, અને ઊઠીને બોલ્યો કે ‘‘જહાંપનાહ, જેટલું કરો છો તેટલું શરેહની ઊલટું છે.’’ એટલું કહેતાં જ તે લાગલો નાસી ગયો. તેણે ઘેર જઈ વસિયતનામું કર્યું, અને ખુદાતાલાની બંદગી કરી મન શાંત રાખી જલ્લાદની રાહ જોતો બેઠો, પણ તેની દહેશત પ્રમાણે કાંઈ બન્યું નહીં. પાદશાહ કાઝીનું બોલવું તથા આવી રીતે એકદમ નાસી જવું જોઈને ઘણો તાજુબ તથા ગુસ્સે થતો થયો તો ખરો, તોપણ તેણે જેટલું કહ્યું તેટલું સાચા દિલથી તથા ઈશ્વરનો ડર રાખી કહ્યું તેટલા જ ઉપરથી પાદશાહને ઘણી રહેમ આવી, અને તેણે જ્યારે તે કાઝીને બોલાવી મંગાવવાને એક માણસ મોકલ્યું ત્યારે દરબારી લોકો ઘણા ભય પામ્યા, અને આગળ શું થશે, એ વાતની તેઓને ભારે ફિકર પડી.

કાઝી સાહેબ કાંપતા કાંપતા પાદશાહની હજૂરમાં આવી ઊભા રહ્યા; પણ પાદશાહે તેના ઉપર ક્રોધની કાંઈ નિશાની દેખાડવાને બદલે તેને આદરમાન આપ્યું, તથા સત્કાર કર્યો; તે જોઈ તે તથા બીજા અમીર-ઉમરાવો ઘણું આશ્ચર્ય પામ્યા. કાઝી સાહેબને એક જરીનો જામો તથા એક હજાર તનખાની થેલીનો સરપાવો થયો; અને એ કીમતી બક્ષિસ આપતી વખતે અલાઉદ્દીન આ પ્રમાણે બોલ્યો : ‘‘કાઝી સાહેબ ! અગર જો મેં આપની કિતાબનો અભ્યાસ કર્યો નથી, તોપણ મેં મુસલમાનને પેટે જન્મ લીધો છે તે હું કદી ભૂલનાર નથી. તેથી તમે જે સઘળા જવાબ દીધા છે તે સાચા છે એમ મારે કબૂલ કર્યા વિના ચાલતું નથી. તોપણ હું એટલું તો હજી કહું છું કે જો હું તમારા ખરા અભિપ્રાય પ્રમાણે રાજ્ય ચલાવું તો હિંદુસ્તાનનું રાજ્ય એક દહાડો પણ બરોબર ચાલે નહીં. જો ગુનાઓને માટે સખ્ત સજા કરવામાં ન આવે તો ગુના કોઈ કાળે બંધ થાય નહીં. માટે એવી બાબતોમાં મારી અક્કલ પ્રમાણે જ્યારે ઘણી સખ્તાઈથી ચાલું છું, ત્યારે હું ખુદા ઉપર બિલકુલ ભરોસો રાખું છું. અને ઘણી નમનતાઈથી એ દયાળુ, પાક પરવરદિગારની બંદગી કરું છું કે જો મારી ભૂલ થાય તો હું તોબા કરીશ, એટલે હું મહાપાપી ઉપર તે મહેર કરશે.’’

પાદશાહનું આો બોલવું સાંભળી સઘળા દરબારમાં બેઠેલા લોકો દિંગ થઈ ગયા, અને કાઝી સાહેબની અજાયબ જેવી હિંમત તથા પાદશાહના અદલ ઈન્સાફ તથા ડહાપણ ઉપર તેઓએ હજાર આફરીન કર્યો. છૂટેલા અમીરો પાદશાહને પગે પડ્યા, અને ફરીથી કોઈ વાર તેની સામા માથું ન ઉઠાવવા તેમણે ખરા મનથી વચન આપ્યું. પછી પાદશાહ દરબારમાંથી ઊઠ્યો, અને ખિજરખાં શાહજાદો બધા અમીરોની ટોળીમાં સામેલ થયો. હવે તે દહાડાની ગમ્મત તથા મોજ શરૂ થઈ. કંચનીઓના નાચ થવા માંડ્યા, તથા શરાબબાજી પણ પુષ્કળ ચાલી. તે સઘળું થઈ રહ્યા પછી તેઓ સઘળા પોતપોતાને ઘેર ગયા. પછી બપોરે અમીર લોકો પાદશાહી મહેલમાં પાછા એકઠા થયા તે વખતે એક પેટીમાં સોના તથા રૂપાની બદામ ભરીને એક ખવાસ શાહજાદા પાસે લાવ્યો, તેમાંથી તેણે મૂઠી ભરીને અમીર લોકોની વચ્ચે ઉડાવી. તે વખતે આ શ્રીમંત લોકો શાહજાદાને માત્ર ખુશ કરવાને માટે ભિખારીની પેઠે બદામ વીણવાને તૂટી પડ્યા, અને તે ગરબડાટમાં કેટલાકની પાઘડીઓ ઊડી પડી, કેટલાક રગદોળાયા, કેટલાક છૂંદાયા, તથા કેટલાક ચીસો પાડવા લાગ્યા, તે જોઈને શાહજાદા તથા બીજાઓને ઘણી રમૂજ થઈ. તે થઈ રહ્યા પછી તોળા થવાનું કામ શરૂ થયું. પહેલાં તો એક મોટો કાંટો મંગાવ્યો. એના એક પલ્લમાં સોનું, હીરા, માણેક તથા બીજું જવાહીર મૂક્યું, અને જ્યારે તે સઘળું તોલમાં શાહજાદાની બરાબર થયું ત્યારે તેને પોતાના ખાસ ચાકરોમાં વહેંચી દીધું. બીજી વાર પોતાની સામા રૂપાના સિક્કા મુક્યા, અને તે સઘળા સિપાઈ લોકોને આપી દીધા. ત્રીજી વાર તે કીમતી વસ્ત્ર તથા તેજાના સાથે તોળાયો, અને તે બીજા સાધારણ ચાકરોને આપ્યાં; અને ચોથી વાર બીજા પલ્લામાં અનાજ, ઘી વગવેરે ખાવાની વસ્તુઓ મૂકી, અને તે જેટલું થયું તે ગરીબ લોકોમાં વહેંચી આપ્યું. એ પ્રમાણે તોળા થઈ રહ્યા પછી મહેલની આગળ એક બંધિયાર ચોગાન હતું તેમાં હાથી તથા વાઘની લડાઈ કરાવવાનો હુકમ થયો. એ ચોગાનની આસપાસ ઊંચો કોટ હતો. તેના મથાળા ઉપર તમાશગીર લોકોથી ઊભા રહેવાય એવી સગવડ હતી. તે કોટમાં બાકાં રાખેલાં હતાં તેમાંથી માણસ બહાર નીકળી શકતું જોનારાઓની આ વખતે ઠઠ મળી હતી. મહેલમાં પાદશાહ, શાહજાદાઓ, વજીર વગેરે મુખ્ય માણસો બારીએ જ બેઠેલા હતા. ઉપરના માળની બારીએ ચક નાંખી ઝનાનાનું સ્ત્રીમંડળ બેઠેલું હતું. અને નીચે રવેશ ઉપર અમીર-ઉમરાવો ગાદીએ બિરાજેલા હતા. હાથી ઘણો મસ્ત તથા ચાલાક હતો, અને વાઘ પણ પાતળો, ઊંચો તથા બિહામણો હતો. જ્યારે આ બે પશુઓને છૂટાં મૂક્યાં ત્યારે લોકોએ ખુશીથી બૂમાબૂમ પાડી આખું ચોગાન ગજવી મૂક્યું. પછી વાઘે પોતાની તપળતાથી તથા ઝડપથી હાથીની સૂંઢ ઉપર ચડવાને ઘણાં ાફંફાં માર્યાં, પણ તેણે તે સૂંઢ ઊંચી જ રાખી તેથી તેનું કાંઈ ફાવ્યું નહીં. હાથી તેને પોતાના પગ નીચે લાવીને કચડી નાંખવાને યુક્તિ કરતો હતો, પણ દુશ્મન એટલો ચાલાક હતો કે તે હરેક વખતે તેના સપાટામાંથી તરત છટકી જતો. જ્યારે જ્યારે આ બેમાંથી કોઈ મરવાની અણી પર આવતું તયારે લોકોના મોં ઉપરથી લોહી જાણે ઊડી જતું, અને તે બચી જાય તયારે તેઓને બેદહ હર્ષ થતો. એ પ્રમાણે એક કલાક સુધી રમત ચાલી પણ બેમાંથી એકેનો જય થયો નહીં. તે બંને પશુઓ ઘણાં ખીજવાયાં, અને પોતાનો તમાશો જેમ બને તેમ જલદીથી પૂરો થાય એવી રીતે ઘણા જુસ્સાથી એકએકની સામાં થયાં. અંતે વાઘ હાથીના સપાટામાં આવી ગયો, તેને તરત સૂંઢમાં પકડ્યો અને તેના શરીર ઉપર એક પગ મૂકી તેને ચીરી નાખ્યો. એ ભયંકર તમાશો જોવાથી લોકોના મનમાં દયા ઉત્પન્ન થવાને બદલે તેઓ ઘણા જ ખુશી થયા, અને જાણે કોઈ દુશ્મન ઉપર મોટી ફતેહ મેળવી હોય તેમ તેઓએ જયજયકારની બૂમ પાડી. પછી લોક પોતપોતાને ઘેર ગયા. હાથીના માવતને મોટો સરપાવ થયો. પાદશાહી મહેલમાં પાછો રંગ મચી રહ્યો, અને ચોગાન જેવું હતું તેવું સાફ થઈ રહ્યું.

રાતના વખતે શહેરની શોભાનું વર્ણન થઈ શકે એવું ન હતું. શાહજાદાની સાલગિરાહ તેથી તે શહેર બહાર દરવેશ સીદી મૌલાની કબર ઉપર ફૂલ ચઢાવવાને સવારી સહિત તે રાત્રે જવાનો હતો. એ દરવેશના મોતથી અલાઉદ્દીન પાદશાહ થયો; તે જીવતો હતો ત્યારે તે ઘણો ચમત્કારી પુરુષ ગણાતો હતો; અને મુઆ પછી તેની માનતા ચાલવા લાગી તેથી તે પીરની સંખ્યામાં દાખલ થયો. શહેરમાં રોશની કરેલી હતી, તેમાં વિશેષે કરીને જે રસ્તેથી સવારી જવાની હતી ત્યાં દીવાનો ભભકો એટલો બધો હતો કે ત્યાં આગ લાગી હોય એટલું અજવાળું થઈ રહ્યું હતું. મોટા અમીર લોકોના મહેલમાં પણ માંહેથી તથા બહારથી ઘણી જ રોશની કરવામાં આવી હતી અને આગળ હોજ ઉપર જે દીવાઓ મુકેલા હતા તથા તે ઉપર ચોતરફ ફૂલોના હાર બાંધેલા હતા તેનું પ્રતિબિંબ પાણીમાં પડતું તેથી ઉપર તથા નીચે બંને ઠેકાણે ઝળઝળાટ થઈ રહ્યો હતો. દુકાનો ઉપર પણ રોશનીની સાથે ફૂલોનાં તોરણ બાંધેલાં હતાં. વળી આખે રસ્તે ચીનના કારીગરોની બનાવેલી આતશબાજી મંગાવેલી હતી તેમાંથી તરેહતરેહવાર ઝાડ થોડે થોડે અંતરે દોટેલાં હતાં. રસ્તામાં લાખો લોકો ઘણા સુંદર પોશાક પહેરીને ફરતા હતા. હિંદુઓ બિચારા બી બીને રસ્તાની બાજુએ ચાલતા હતા. મુસલમાન ફકીરોનાં ટોળેટોળાં લોકોને હડસેલા મારતાં તથા બીજી રીતે ઉપદ્રવ કરતાં જતાં હતાં. પઠાણ લોકો જેઓનું રાજ્ય હતું, તેઓ ઘણા ડોળથી પતરાજીની સાથે ધીમે ધીમે ડગલાં ભરતા હતા. મુસલમાન સવારો ઘોડા નચાવતા તથા કુદાવતા અને કોઈ માણસ છૂંદાશે તેની પરવા ન રાખતાં રસ્તાઓમાં લોકોને આણીગમ-તેણીગમ દોડાવતા હતા. સિપાઈ લોકો પણ ઘણી બેપરવાઈથી હારની હાર લોકોને હડસેલતા જતા હતા. થોડાક મોગલ લોકો જેઓનો ચઢતો દહાડો હજી આવ્યો ન હતો તેઓ ભરાતા ભરાતા તથા ગુપચુપ વાત કરતા ચાલ્યા જતા હતા. અમીર તથા પૈસાવાળા મુસલમાન લોકો ઘોડા, હાથી, પાલખી અથવા ગવાડીઓમાં બેસીને દોડાવતા આગળ જઈ કોઈ સારે ઠેકાણે ઊભા રહેતા હતા, એ પ્રમાણે સઘળે રસ્તે એટલી ભીડ થઈ રહી હતી કે લોકોનાં માથાં ઉપરથી થાળી ચાલી જાય તોપણ નીચે પડી નહીં.

થોડી રાત ગયા પછી સવારી નીકળી. આગળ ડંકા, નોબત તથા નિશાનવાળાઓ ઘોડા, હાથી તથા ઊંટ ઉપર બેસીને આવ્યા. પછી સવારો, સિપાઈઓ વગેરેનાં ટોળેટોળાં વગર બંદોબસ્તે ચાલતાં હતાં. છેલ્લે શાહજાદાનો હાથી આવ્યો. તે ઘણો જ શણગારેલો હતો. તેના ઉપર સોનેરી ઝૂલ હતી તથા હીરામાણેકનાં ઘરેણાં તેને ઘાલેલાં હતાં. શાહજાદાનો શણગાર પણ તેવો જ ઉમદા હતો. તેણે ઘરેણાં ઘોલેલાં હતાં એમ કહીએ તો ખોટું પડે, તેને ઘરેણાં વડે લાદેલો હતો, અને મહમૂદ ગઝનવી, શાહબુદ્દીન ઘોરી ઈત્યાદિ જે મોટા પાદશાહો થઈ ગવયા તે કરતાં પણ અલાઉદ્દીને વધારે દોલત હિંદુસ્તાનમાંથી લૂંટફાટથી મેળવી હતી તે આ વખતે જણાઈ આવતું હતું. હીરા, મોતી, માણેક તો રેતીનાં કાંકરાની પેઠે વાપરેલાં હતાં. સોનું તો તેના મનને પિત્તળ અને રૂપું તો કલાઈ જેવું ગણાતું હતું. એ સઘળાની પાછળ છૂટી આતશબાજીનાં ગાડેગાડાં ભરેલાં ચાલતાં હતાં, દીવાઓની રોશની તથા આતશબાજીના અજવાળાથી શાહજાદાનાં ઝવેરો જે ઝેબ મારતાં તથા તેઓમાંથી જે ઝળકાટ નીકળતો તેથી તેનું શરીર સૂર્યના બિંબ જેવું દેખાતું એટલે તેની સામું જોવાને કોઈની આંખમાં કૌવત ન હતું. એ પ્રમાણે સવારે મોટા બજારમાં આવી. સઘળા તમાશગીરોમાંના અર્ધા તો ત્યાં જ એકઠા મળેલા હતા. તે સિવાય ગાડી, ઘોડા, હાથીની કાંઈ ખોટ ન હતી. વળી રસ્તો ઘણો સાંકડો તથા આતશબાજીનાં જાડ ઘણાં પાસે દાટેલાં તેથી પહેલું જ જાડ છૂટતાં લોકોમાં કચડાકચડી થઈ અને જો લકો એકદમ ઓછા નહીં થાય તો ફક્ત ભીડાભીડથી જ કેટલાક મહી જશે, એવી દહેશત લાગવા માંડી. પણ કમનસીબે બીજું ઝાડ જે સળગાવ્યું તે ફાટ્યું અને તેમાંથી જે તોટા તથા હવાઈ છૂટી તે કેટલીક સવારીના લોકો ઉપર, કેટલીક તમાશગીરો ઉપર, અને કેટલીક પાછળનાં આતશબાજીનાં ગાડાંમાં પાડી.તે વખતે તમામ લોકોમાં ઘણો ગભરાટ થયો પાછલાં ગાડાંમાંથી જે આતશબાજી સળગી તે સઘળી ઊડીને લોકો ઉપર પડી તેથી હજારો માણસોનાં પાઘડી-લૂગડાં સળગી ગયાં. લોકો નાસવાનું કરે પણ કાંઈ તાગ લાગે નહીં. એકેકને અડક્યાથી તથા દબાયાથી કેટલાકનાં લૂંગડા હોલવાઈ ગયાં, પણ બીજાઓનાં સળગ્યાં. લોકો મારામાર કરી, તથા જેઓની પાસે હથિયાર હતાં તેઓ તલવાટ, કટાર, ખંજર લોકોના શરીરમાં ઘોંચી બહાર મેદાનમાં પડવાનું કરે, પણ લોકોનો જે કોટ થઈ રહેલો તેમાંથી નીકળાય નહીં. બળવાના તથા છૂંદવાના દરદથી લોકો ચીસાચીસ પાડવા લાગ્યા. ઘરડા, અશક્ત તથા બાળક બિચારાં ભોંય ઉપર પડી રગદોળાતાં તેઓ બૂમાબુમ પાડતાં, તેમાં તોટા, હવાઈ, ફટાકા વગેરેનો સણસણાટ તથા ફડફડાટ થઈ રહ્યો હતો તેથી તે સ્થળ એક રણસંગ્રામના જેવું થઈ રહ્યું. વળી અધૂરામાં પુરા ઘોડાઓ ચમકી તથા હાથીઓ ઘેલા થઈ લોકોમાં દોડવા તથા કૂદવા લાગ્યા. તેઓએ પોતાના સવારોને પાડી નાખ્યા, અને આવો લાગ ફરીથી મળશે નહીં. એવો જાણે વિચાર કરી જોરથી વગર મતલબે આણીગમ-તેણીગમ દોડવા તથા લોકોને પગ તળે છૂંદી નાખવા લાગ્યા. ધનવાન અને નિર્ધન, જુવાન ને ઘરડા, શેઠ અને ચાકર, અમીર અને ફકીર એ સઘળામાં કાંઈ અંતર રહ્યું નહીં. તેઓ સઘળા એકસરખા ધૂળમાં રગદોળાયા. જેઓ સવા મણની તળાઈ ઉપર સૂતા, જેઓને ચંપી કરનારા ખીદમતગાર હતા, જેઓને આ વા નાખનાર ચાકરો હતો, સારાંશ જેઓને કોઈ દહાડો ઊનો વા લાગેલા નહીં તેઓ હમણાં ધૂળ ઉપર પડેલા હતા, તથા તેઓનાં આખાં શરીર ઉપર એટલી તો ચંપી થતી હતી કે હવે ફરીથી તેઓના જન્મારામાં તેઓને ચંપી કરનારાઓનો ખપ પડવાનો ન હતો.

અત્યાર સુધી શાહજાદાના હાથીને તેના માવતે તથા બીજા ચાક નફરોએ એવો જોરથી પકડી રાખયો હતો કે તેના ઉપર આગના ગોટા પડતા તોપણ તેનાથી એક તસુ પણ ખસાતું ન હતું. શાહજાદાના કીમતી પોશાકમાં ઠેકાણે ઠેકાણે બાકાં પડ્યાં અને આસપાસના લોકોની મહેનત ન હોત તો તે પણ બળીને કોયલો થાત. પણ એ પ્રમાણે ઘણી વાર નભ્યું નહીં. એક મોટો આગનો ગોળો હાથી ઉપર પડતાં જ તે ગાંડો થઈ ગયો અને એટલું જોર કરીને આગળ ધસ્યો કે બીજા લોકો સઘળા પાછળ પડીો ગયા. હાથીએ છૂટો થતાં જ માવતને સૂંઢ વતી લોકોની વચ્ચે ઉડાવી દીધો, પછી સ્વતંત્ર થઈ લકોમાં તેણે દોડવા માંડ્યું, તેથી ઉપરનો મેઘાડંબર ઢીલો પડી ગયો, અને હમણાં પડશે, એમ દહેશત લાગવા માંડી. શાહજાદાનાં કપડાં સળગવા લાગ્યાં અને ત્યાં કોઈ મદદગાર ન હોવાથી તેનું આવું અકાળ મૃત્યુ નિશ્ચય આવ્યું એમ સૌને જણાયું. પણ જેને સાહેબ રાખનાર તેને કોણ મારી શકે ? શાહજાદો ગભરાયો તો ઘણો; જો ઉપર બેસી રહે તો બળીને મરે એ નક્કી, એ ભૂસકો મારી નીચે પડે તો ભીડમાં કચરાઈ મરે એ પણ નિશ્ચય. આવે વખતે જ્યારે સૌ સૌને પોતાના જીવની ફિકર પડેલી તે વખતે શાહજાદો અને ફકીરજાદો બંને એકબીજાને મન સરખા. હમણાં મારી કોઈ સંભાળ લેવાનું નથી, એવો વિચાર કરી પરમેશ્વરની તેણે બંદગી કરી. પણ તે કરવામાં જ તેનાં લૂગડાં ફરીથી સળગયાં, અને તે બળતું તેના શરીર ઉપર ઝડપથી પથરાતું હતું એટલામાં એક જુવાન શખ્સ ભીડમાંથી ઘણું જોર કરી બહાર નીકળ્યો, હાથી આગળ ગયો, અને કેટલાક લોકોના ખભા ઉપર ઊભા રહી એક છલંગ મારી તેણે શાહજાદાને પકડી લીધો, અને તેઓ બંને પાછા ભોંય ઉપર પડ્યા. પરમેશ્વરના કરવાથી ત્યાં આગળથી લોકો આ બનાવથી આશ્ચર્ય પામીને ખસી ગયેલા તેથી, ત્યાં ખાલી જગ્યા રહેલી માટે તેઓને કાંઈ નુકસાન લાગ્યું નહીં. શાહજાદાનો બચાવનાર તેને પકડી પાછો ઊઠ્યો, અને જેટલા જોરથી તે માંહે આવ્યો હતો તેટલું જોર કરી બહાર નીકળી ગયો. બજાર બહાર એક ખુલ્લી જગ્યા હતી ત્યાં તેઓ બંને મરવા જેવા થજઈ પડ્યા. શાહજાદો મરવાના ધાકથી, આ સઘળી ગડબડાટથી, તથા અકળામણથી બેશુદ્ધ થઈ ગયો. તેનો બચાવનાર પણ ઘણી મહેનતથી, મનના જુસ્સાથી, પોતાનું ધારેલું કામ વગર જોખમે પાર પડ્યું તેના હર્ષથી, તથા તેણે જે કામ કર્યું તેનાં પરિણામ સારાં તથા ધાર્યા પ્રમાણે નીપજશે એવી ઉમેદથી બેભાન થઈ પડ્યો. થોડી વાર પછી ઠંડા પવનની અસરથી બંને એકી વખતે જ જાગ્રત થયા. તે વખતે શાહજાદાનું અંતઃકરણ ઉપકારથી ભરાઈ આવ્યું, અને તેના જોશમાં તે તેના જીવ બચાવનારને ભેટ્યો, અને તે જે માગે તે આપવાનું વચન આપ્યું. માધવને (શાહજાદાનો બચાવનાર તે જ હતો) હર્ષનાં આંસુ આવ્યછાં, અને પોતાનો દિલ્હી આવવાનો ફેરો સફળ કરવાના તથા તેના તથા હૈયામાં વેરદેવી હતીો તેને બલીદાન આપી તૃપ્ત કરવાના ઈરાદાથી માત્ર પાદશાહ અલાઉદ્દીનની એક વાર મુલાકાત માગી. શાહજાદાએ તે ઘણી ખુશીથી કબૂલ કરી, તેનું નામઠામ લખી લીધું તથા બીજે દિવસે સવારે તેને વાસ્તેથી હાથી, ઘોડા, સવાર વગેરે મોકલી ધામધૂમથી પાદશાહની હજુરમાં બોલવવા, અને ત્યાં કાંઈ મોટું ઈનામ અપાવવા શાહજાદાએ કબુલાત આપી. એટલામાં શાહજાદાનાં માણસો આવ્યાં, તેઓ તેને લઈ ગયાં. લોક પોતપોતાને ઘેર ગયા, સવારી પાછી વળી. માધવ પોતાને ઉતારે ગયો. અને આખી રાત મોટી મોટી મશાલો સળગાવી લોકોએ પોતાના મરત તથા મૂએલા સગા તથા મિત્રોને શોધ્યા કર્યું.

માધવને તે રાતે જરા પણ ઊંઘ આવી નહીં. શાહજાદાને બચાવવાનો વિચારા શી રીેતે સૂઝ્‌યો, આટલી અથાગ ભીડમાંથી હાથી પાસે શી રીતે જવાયું, તથા શાહજાદાને લઈને શી રીતે જીવતાં બહાર અવાયું, અને હવે કાલે સવારે પાદશાહને શી રીતે મળવું, ત્યાં શી વાત કરવી, મારે માટે શું માગી લેવું, પાદશાહ મારી વાત કબૂલ કરશે કે નહીં, આ સઘળા વિચાર તેના મનમાં આવ્યા કર્યા, તેથી સવાર થતાં કાંઈ જ વાર લાગી નહીં, તેણે ઊઠીને સ્નાન કર્યું, અને જે ઊંચામાં ઊંચો પોશાક પોતાની પાસે લાવ્યો હતો તે પહેર્યો. એટલામાં પાદશાહની તરફથી હાથી તથા સવાર તેને તેડવાને આવયા. માધવ ઘણા હર્ષમાં તથા મોટી ધામધૂમની સાથે પાદશાહના મહેલમાં ગયો. ત્યાં થોડી વાર રાહ જોયા પછી તેને પાદશાહની હજુરમાં દાખલ કર્યો. આગલા દહાડાની તમામ હકીકતથી પાદકશાહ સારી પેઠે વાકેફ હતો તેથી માધવને તે વાત કહેવી પડી નહીં. માધવને બેસવાની જગ્યા આપીને તેનું નામ, જાત, ધંધો તથા આગળ તેણે શાં શાં કામ કર્યા તે સઘળું પૂછ્યું, તે ઉપરથી તેણે તે દહાડા સુધીનો પોતાનો સઘળો અહેવાલ કહી સંભળાવ્યો, અને છેલ્લી વારે બોલ્યો : ‘‘જહાંપનાહ ! આખા હિંદુસ્તાનમાં ગુજરાત જેવો ફળવાન તથા દ્રવ્યવાન પ્રાંત બીજો કોઈ નથી. તે હિંદુસ્તાનનું કાચું સોનું છે. તેમાં સઘળી જાતની પેદાશ થાય છે. તેની તમામ જમીન ખેડાય એવી છે. નદીનાળાંથી ભરપૂર છે. તેમાં ઘણાં સુંદર વન છે. તેમાં રળિયામણા પહાડો છે. સારાંશ કે તે આ લોકમાં દેવલોક જેવું છે. ત્યાંનો રાજા કરણ વાઘેલો દુષ્ટ, કૃતધ્નીો તથા હઠીલા સ્વભાવનો છે, તેથી તેના ઉપર લોકોની જરા પણ પ્રીતિ નથી. રાજ્ય અસલ તો બળવાન હતું પણ હાલ કેટલીક મુદત થયાં તે નિર્બળ થઈ ગયું છે. ખંડિયા રાજાઓ ખંડણી બરોબર આપતા નથી. સામંત લોકો અસંતોષી છે. સિપાઈઓના પગાર ચઢેલા રહે છે તેથી તેઓ પણ નાખુશ રહે છે. દેશમાં બીજા લોકોમાં શૂરાતન રહેલું નથી. મારા ઉપર લોકોની પ્રીતિ છે. મારા ઉપર જે જુલમ ગુજર્યો છે તે ઉપર લોકો ત્રાસ ખાય છે; હજી રાજ્યમાં મારા ઘણા મિત્રો છે. આપનાં ત્રાસથી બીજા રજપૂત રાજાઓ થરથરી ગયા છે, તેથી આ સમયે તેઓ પણ તેને સહાય થશે નહીં; બલકે તેના લશ્કરનો કેટલોક ભાગ મારે લીધે આપણને આવી મળશે, માટે ગુજરાત જીતવું કાંઈ મુશ્કેલ નથી. આપને મન તો તે છોકરાની રમત છે. તેથી મારી અરજ એટલી જ છે કે તે દેશ સર કરવો, અને તેનો સૂબો ગમે તેને મુકરર કરવામાં આવે તોપણ તેના હાથ નીચે મુખ્ય કારભાર મને સોંપવો.’’

અલાઉદ્દીન પોતાનું નામ બીજો સિકંદર રાખ્યું હતું, અને તે નામ તેણે સિક્કા ઉપર કોતરાવયું હતું તેથી તેને અસલ રૂમી સિકંદરની પેઠે દેશો જીવતવાનો ઘણો શોખ હતો. માટે જ્યારે આવો વખત આવ્યો ત્યારે તેનો ઉપયોગ કર્યા વિના તેને જવા ન દેવો, એવો તેણે નીશ્ચય કર્યો. તેણે માધવની સધળી વાત કબુલ રાખી. થોડી મુદતમાં ગુજરાત જીતવાનું વચન આપ્યું, અને તેને કેટલુંક દ્રવ્ય આપી વિદાય કર્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED