Kautuk Katha-04 Harsh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Kautuk Katha-04


કૌતુક કથા

હર્ષ પંડયા© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.ઈ-વાંચક થી હું ગુજરાતી-આઓ ઉસ લમ્હે કી બાત કરે

૨.“રંગો સર્જકતાના, રંગો વિવેચકતાના”

૩.કુન ફાયા કુન

૪.તુ હી યે મુજકો બતા દે, ચાહું મૈં યા ના

૫.અનોખું વિયેતનામ યુદ્ધ-જેમાં કોઈ જીત્યું નહીં

ઈ-વાંચક થી હું ગુજરાતી-આઓ ઉસ લમ્હે કી બાત કરે

સોળે સાન ને વીસે વાન એ કહેવત “હું ગુજરાતી” ના આ વીસમા અંકમાં જરૂર સાચી પડી છે કેમકે તમે એટલે કે વાંચકોએ ધીમે ધીમે આ મેગેઝીનને એ મુજબનો ઘાટ અને રંગરૂપ આપ્યો છે. સાથે સાથે અમે લેખકોએ પણ એને એટલી જ શિદ્દતથી વ્હાલ કરીને એને વિકસાવ્યું છે. આજે જરા થોડા નજીકના ભૂતકાળની વાત કરીએ.

યાદ કરો વો દિન માય લોર્ડ, ત્યારે ગુજરાતી સાહિત્યમાં ઓરકુટના શરૂ શરૂના દિવસો હતા. ફોરમ્સ, કોમ્યુનિટી, ટોપિક્સ, સ્માઈલી કઈ બલા છે એની ગતાગમ નહોતી પડતી. સ્ક્રેપ, ટેસ્ટીમોનીયલ લખી આપવા માટે મિત્રો-દોસ્તો-સગાસંબંધીઓને રીતસરની કાકલુદી કરવી પડતી. લોકો અવનવા ટોપિક બનાવીને મંડી પડતા હતા, શેરી-ગલી-રસ્તાના બાધણા ઓરકુટ પર થવા લાગ્યા હતા. એક અવળચંડાની જરા સરખી સળી, કંઈ-કેટલાય બીજા સભ્યોને કટ્ટરવાદી બનાવી દેતી, મેમ્બર્સના અંદરોઅંદરના ગ્રુપ બની જતા અને કાર્ટલ થતી, કોઈને બહાર મળીને ઘડો-લાડવો કરી નાંખવાના ષડયંત્રો રચાતા, એ જ રીતે સભ્યો જાતે કોમ્યુનિટીમાં ક્રિયેટીવ ચર્ચાઓ કરતા જે સાહિત્ય પરિષદના વિવેચન કરતા ક્યાંય વધુ ઉચ્ચ કક્ષાની હતી, ચંદ્રકાંત બક્ષી શું ચીજ છે એ પણ ખબર નહોતી અને એક સપરમાં દિવસે ‘ગુજરાતી છાપા, મેગેઝીન, કોલમ કોમ્યુનિટી’, ‘જય વસાવડા’ અને ‘ગુજરાતી હાસ્ય લેખન’ અને ‘ચંદ્રકાંત બક્ષી’ જેવી આજ દિન સુધી યાદ રહેલી કોમ્યુનિટીઓ જોઈન કરી. ય્સ્ઝ્રઝ્ર ના ટૂંકા નામે ઓળખાતી એ કોમ્યુનિટીમાં જય વસાવડા, ધૈવત ત્રિવેદી, દિલીપકુમાર એન. મહેતા, જયપાલ થાનકી, કિન્નર આચાર્ય જેવા બીગ ગન્સ અને જયેશ અધ્યારૂ, ભાવિન અધ્યારૂ જેવા આજે યુવાવર્ગમાં જાણીતા થયેલા નામોના વાવટા ફરકતા હતા. દર બુધવારે અને રવિવારે દરેક છાપાની પૂર્ત્િાઓની ચીરફાડ શબ્દશઃ કરવામાં આવતી અને ઉપર જણાવેલા નામો સામાન્ય સ્તરના આપણી જેવા વાંચકોને ખુલાસા અને જવાબો પણ આપતા. ચંદ્રકાંત બક્ષીના આજીવન પંખા એવા મિત્ર નેહલ મહેતા સાથેનો પરિચય પણ આ જ ઓરકુટથી થયેલો. એડવેન્ચર આરોહક એવા શશીકાંત વાઘેલા, સાયબર એક્સપર્ટ એવા નીરવ પંચાલ, કુણાલ ધામી, નીખીલ શુક્લ, સિદ્ધાર્થ છાયા (એટલે કે આપણા તંત્રીશ્રી), અચ્છા પણ ફ્યુઝ્‌ડ લેખિકા ભૂમિકા શાહ,અધીર-બધીર અમદાવાદી જેવા અવળચંડા પણ હમખયાલી, હમરીડરી દોસ્તો મળ્યા. ધૈવત ત્રિવેદી અને જય વસાવડા સાથે એક ટીખળી વાંચકની અદામાં ધીંગામસ્તી કરવામાં એમને લેખક તરીકેનો અને આપણને વાંચક તરીકેનો ઈગો ક્યારેય નડયો નહોતો. બેય પક્ષે બે સરખા મગજની ફ્રિકવન્સીવાળા વ્યક્તિઓ હતા જેનું જોડાણ શબ્દ સાથે હતું. જય વસાવડા કોમ્યુનિટીમાં અંદાજીત ૪૦૦૦ જેટલા સભ્યોમાંથી કેટલાક ‘અસભ્યો’ આજે નેટીઝનમાંથી મિત્રજન છે જેનો ટેસડો છે.. ;)

બીજી જુન, ૨૦૧૦. ય્સ્ઝ્રઝ્ર નો સ્થાપના દિન. એ નિમિત્તે એક મેગેઝીન પ્રગટ કરવું એવું મોડરેટરશ્રી રજનીભાઈ અગ્રાવતે આહવાન આપ્યું. શું લખવું? ટોપિક તંત્રી સ્થાનેથી સુજાડવામાં આવ્યો.” ”ગુજરાતી અખબારમાં કટારલેખન-માહિતીસભર કે જુનવાણી?” (આ ઈ-મેગેઝીનનું તંત્રીપદ કીન્નરભાઈ અને ધૈવતભાઈએ સ્વયંસેવક તરીકે હાથ પર લીધેલું). એ પહેલા વર્ડપ્રેસ પર થોડા કાલાઘેલા અક્ષરો ‘ટાઈપ્યા’ હતા, પરંતુ આ તો બધા બીગ ગન્સ ચકાસશે-ચીરશે. એવું વિચારીને ડરતા ડરતા જિંદગીનો પહેલો એવો લેખ લખાયો જે કોઈ મેગેઝીનમાં પ્રગટ થવાનો હતો. સલીલ દલાલ જેવા મુરબ્બી પત્રકારે એ મેગેઝીનનું વિમોચન ઠેઠ કેનેડાથી કર્યું. વિમોચન વચન વાંચીને હરખ હરખ થઈ ગયો.

પછીના અંકમાં વિમોચન વચન રા.રા.શ્રી જય વસાવડાએ કર્યું ત્યારે સમજાયું કે અભિવ્યક્તિ અને ફ્લો કઈ ચીજનું નામ છે? દરમિયાન, ‘આકંઠ અશ્વિની’ થી અશ્વિની દાદાની અંતરંગ વાતોથી પ્રેરાઈને એમની ‘ફાંસલો’ વાંચવા મન પ્રેરાયું હતું, જય વસાવડા-ધૈવત ત્રિવેદી-કિન્નર આચાર્ય-શિશિર રામાવત-જયેશ અધ્યારૂ-નગીનદાસ સંઘવી વગેરેના અઢળક પુસ્તકો અને કોલમો સતત વંચાતી જતી હતી અને ધીમે ધીમે એક ભાષા ઘડાતી જતી હતી, સિડની શેલ્ડન, મારિયો પુઝો, ચંદ્રકાંત બક્ષી જેવા સર્જકોને વાંચીને કલ્પનાને નવી ઉડાન મળી રહી હતી. એવા સમયે અંગત જીંદગીમાં પણ ઉતાર ચડાવ આવતા રહ્યા હતા. પણ એકધારા વાંચનને લીધે જિંદગીએ નોન-સ્ટ્રાઈકર એન્ડ સતત પકડી રાખ્યો હતો અને ટચુ ટચુ બેટિંગ કરતા કરતા પાવર પ્લે આવ્યો.

આ પાવર પ્લે એટલે ‘હું ગુજરાતી’ માં અમારા કેપ્ટનશ્રી સિદ્ધાર્થભાઈનો ફોન. ‘તમને ક્યા પ્રકારનું લખવું ફાવશે?’

‘આપણે લખવામાં તો બધું ચાલે, પોએમ સિવાય’ (બેય છેડે થી અટ્ટહાસ્ય)

‘તો એક કામ કરો. ઈતિહાસ પર ફાવશે? હું એડિટર છું એટલે શિસ્તથી લખવું પડશે હો..’(ફરીથી અટ્ટહાસ્ય)

‘હોવ રે. ગમતો વિષય છે.’

‘ઓકે ડન.’

અને કૌતુક કથા નો જન્મ થયો. ના, પોતાની જાતનું માર્કેટિંગ કરવા આ હરગીઝ લખ્યું નથી. પણ બકૌલ સૌમ્ય જોશી, “તમે જયારે તમારો પોતાનો અવાજ લઈને આવો છો, એ વસ્તુ પોતે પણ કમર્શિયલ હોય છે.” કૌતુક કથા એ છ કોલમો અને ત્રણ નામો-કે જેને વાંચીને વાંચક તરીકે ક્રમિક ઉત્ક્રાંતિ થઈ છે એને અપાયેલી અંજલિ છે, સ્વીકાર છે. નગેન્દ્ર વિજય(એક વખત એવું બન્યું..), ધૈવત ત્રિવેદી(અલ્પવિરામ, ન્યુઝ ફોકસ, વિસ્મય, વિવર્તન) અને જય વસાવડા(અનાવૃત્ત, સ્પેકટ્રોમીટર). નગેન્દ્ર દાદાને ઠેઠ ચોથા ધોરણથી વાંચવાનું બનતું રહ્યું છે, યુવાનીમાં ધૈવતભાઈ અને જયભાઈએ વાંચનનો ખોરાક આપ્યો છે-આપી રહ્યા છે. ઈતિહાસ સૌથી વધુ રોમાંચક છે કેમકે એ કંઈ-કેટલીય જગ્યાએ ખાલી જગ્યાઓ છોડે છે, જેને રસાળ શૈલીમાં રજુ કરાય તો રોલરકોસ્ટર રાઈડ વાંચકને મળે એવો વાંચક તરીકેનો જાત અનુભવ છે.

એટલે આપણે સૌએ અહીં સુધીની સહિયારી સફર સાથે કરી છે. ઈન્શાલ્લાહ આ દિલદારી આમ જ ચાલુ રહેશે...આમીન.

પાપીનું કન્ફેશનઃ

જો નગેન્દ્ર વિજય-ધૈવત ત્રિવેદી-જય વસાવડા લેખક ન હોત, તો કૌતુક કથા પણ ન જ હોત...

“રંગો સર્જકતાના, રંગો વિવેચકતાના”

સૌ પહેલા તો સૌ રીડર દોસ્તોને હોળી-ધુળેટી પર્વની રંગસભર શુભેચ્છાઓ. આજે આપણે વાત કરીશું વિવેચનની અને સર્જનની.

“ઓહો, ન્યુયોર્ક ટાઈમ્સની ફેમસ ક્રીટિક પણ અહીંયા બેસીને લખી રહી છે ને?”

“તારૂં પ્લે અને એનો પ્રિવ્યુ જોવામાં મને બિલકુલ રસ નથી. સાંભળ્યું તે? હું આ પ્લેની બેન્ડ બજાવી નાંખવાની છું. કાલે સવારે તારૂં પ્લે આ થીયેટરમાંથી ઉતરે એ હું વધુ પસંદ કરીશ. આર્ટ શું કહેવાય એ તારી જેવા પોર્ન કોમિક બુક જેવા હીરોને શું ખબર પડે? તને થીયેટર આપ્યું એના કરતા બીજાને આપવાની જરૂર હતી.”

“ન્ૈજીંહ ર્એ કૈઙ્મંરઅર્ ઙ્મઙ્ઘ ર્જ ષ્ઠટ્ઠઙ્મઙ્મીઙ્ઘ ષ્ઠિૈૈંષ્ઠ. ર્રૂે ર્ીઙ્મી દ્ઘેજં ુિૈીંર્ હ ટ્ઠ ૈીષ્ઠીર્ ક ટ્ઠીિ ટ્ઠહઙ્ઘ જર્ૈઙ્મ ટ્ઠહઅ ઙ્મટ્ઠઅ ત્નેંજી્‌ મ્રૂ જીૈં્‌્‌ૈંદ્ગય્ર્ હ ટ્ઠ હ્વર્િાીહ ષ્ઠરટ્ઠૈિ ટ્ઠહઙ્ઘ ર્એ ંરૈહા ર્એ ાર્હુ ટ્ઠિં હ્વીંીંિ? ર્રૂે રટ્ઠદૃીહ’ં ેં ટ્ઠહઅંરૈહખ્ત ૈહ ંરૈજ ઙ્મટ્ઠઅ; ૈં રટ્ઠદૃી ેં દ્બઅ ીદૃીિઅંરૈહખ્ત ર્કિ ંરૈજ ઙ્મટ્ઠઅ, ર્જ દ્ઘેજં જરેં ે. ર્રૂે દ્ઘેજં ર્ઙ્ઘહ’ં ાર્હુ ર્રુ ંરી હ્વર્ઙ્મર્ઙ્ઘઅ રીઙ્મઙ્મ ૈં’જ ર્ં ાીી ીદૃીિઅંરૈહખ્ત ટ્ઠં ંરી જંટ્ઠષ્ઠા. ”

ધારદાર કહેવાય એવો ઉપરનો સંવાદ સમાજમાં બની બેઠેલા કળાપારખુ લોકો માટે સટ્ટાક કરતો ચાબુકનો કોરડો વીંઝે છે. કોઈ પણ સર્જન એના સર્જકનો હોરક્રક્સ છે. બકૌલ જે.કે.રોલિંગ, હોરક્રક્સ એટલે વ્યક્તિના આત્માનો ટુકડો. કોઈ પણ સર્જન એના સર્જકની પોતાની જિંદગીના એક્સપોઝરનું જ પ્રતિબિંબ હોય છે. એ ન હોય તો એ સર્જન જ નથી. ફિલ્મ ‘આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ’ માં ડો.એલન હોબી એ જેટલા માનવ જેવા લાગતા મેકા રોબોટ્‌સ બનાવ્યા હોય છે એનો ચહેરો એના મૃત દીકરા જેવો જ હોય છે. યાદ કરો “લજ્જા” ફિલ્મ. જેમાં નાટ્‌ય અભિનેત્રી માધુરી સીતાજીના પાત્રમાં એવો તાળીમાર ડાયલોગ બોલે છે, ‘જબ મૈ નહીં થી તબ રામ ભી અકેલે રહે થે. અકેલી મેરી અગ્નિપરીક્ષા કયું? રામ ભી ઉતરેંગે અગ્નિ મેં..’ અને ફિલ્મમાં બતાવ્યા મુજબ, હુલ્લડ થઈ જાય છે. માધુરી વિરૂદ્ધ વિરોધ ફાટી નીકળે છે. મજાની વાત એ છે કે “લજ્જા” ફિલ્મમાં દરેક પાત્રના નામ સીતાજીના સમાનાર્થી હોય છે. વૈદેહી, જાનકી બુઆ વગેરે.

ઘણીવાર સતત વિશિષ્ટ જ્જ્ઞાન, ઉંચું શાસ્રીય સંગીત...એ બધાના નામે કેટલાક બુદ્ધીબુઠ્‌ઠાઓ એટલું બધું વિવેચી નાંખે છે કે મુળ મુદ્દો એક બાજુ રહે છે અને આવું સાંભળીને ખરેખર સારા જ્જ્ઞાન-ગીતનો આશિક મુંઝાય જાય છે અને એ આવા સ્યુડો ભાવકોથી દુર ભાગે છે. નતીજા, ખરેખર સારી ક્રુતિથી એ વંચિત રહી જાય છે. કળા અને એના આશિક સાથે આ રીતસરની છેતરપિંડી છે.

આપણે અને એ કહેવાતા ભાવકો એ ભુલી જઈએ છીએ કે કલા કઈ ખાક-એ-ઝમીન ફાડીને નીકળે છે!! કોઈ જેન્યુયિન અને ખરેખર વીર્યવાન ક્રુતિને ખરાબ કે દમ વગરની કહેનારની લાયકાત એ જે-તે ક્રુતિનું મીટર નથી. કલાકારનું કન્વિક્શન એના વિવેચનનું મોહતાજ નથી. ભિન્ન મત અને વાહિયાત મત દેનારાના મોઢા ઝટ પકડાતા નથી.

કેટલાક વિવેચન,ખરેખર દાદને પાત્ર હોય છે એ ય ફેસબુકના જમાનામાં સ્વીકારવું પડશે. પણ સર્જક હોય કે વિવેચક,અપડેટ થવું એ અનિવાર્ય છે. ક્રિટીકબાજી પહેલા આટલી નેગેટીવ નહોતી. એક દાખલો-

"ઘણાને એવું લાગ્યું હશે કે આ કથા એ વિક્ટર હ્યુગોની ધ લાફિંગ મેન પર આધારિત છે. હું એ સ્વીકારૂં છું કે આ વાર્તામાં આવતા પાત્રો એ મહાન ક્રુતિની અસર ધરાવે છે,પણ દરેક પાત્રોનું ખેડાણ તો મેં મારી રીતે જ કર્યું છે."

હજી એક-

"મેં જ્યારે આ કથા લખી ત્યારે વિવેચકોએ એમાંથી શોધેલા સિમ્બોલ્સ વિચાર્યા નહોતા."

દોસ્ત, પહેલું લખાણ ઝવેરચંદ મેઘાણીની ’વસુંધરાના વહાલા દવલા’ વાર્તાની પ્રસ્તાવનાનું છે. બીજું લખાણ અર્નેસ્ટ હેમિંગ્વેની ’ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ નોવેલ હીટ ગઈ એ સમયે એમણે આપેલા ઈન્ટરવ્યુનું છે.

તમને કોઈ ક્રુતિ બહુ જ સરસ લાગી,ફાઈન.તમે મને આપી,મને વાહિયાત લાગી. ક્રુતિ એની એ જ છે. તો તમે ય સાચા ને હું ય સાચો. અર્થ તો એ છે જે આપણે તારવીએ છીએ..સિયાવર રામચંદ્ર કી જે...

પાપી સજેશનઃ

પ્રેમરંગ સૌથી ઉંચો છે. એમાં રંગાવા મળે પછી શું ધૂળેટી, શું હોળી?;)

કુન ફાયા કુન

જરા વિચારો. બેટમેન બિગીન્સ, ડાર્ક નાઈટ, ડાર્ક નાઈટ રાઈઝીસ, ઈન્સેપ્શન અને ઈન્ટરસ્ટેલરમાં કોમન શું છે? હોલીવુડ મુવીઝ ના રહુડીયા મિત્રો તરત કહેશે. ‘અલ્યા, એટલીય ખબર નથી? આ ક્રિસ્ટોફર નોલનની બનાવેલી ફિલ્મો છે.’ એગ્રી, ઉપર કહી એ તમામ ફિલ્મોમાં હજુ ય એક વસ્તુ કોમન છે. કહું? વેલ, એ નામ છે હાન્સ ઝીમર. યેસ્સ, આજે કૌતુક કથામાં આ ધુરંધર કમ્પોઝરની નેવરબિફોર માંડેલી વાત કરીએ.

થ્રી ઈડિયટ્‌સ ની ભાષામાં કહીએ તો આ ઈડિયટે સંગીતની ફોર્મલ તાલીમ લીધી જ નથી. કોઈ ફેરફાર અનુભવાય છે તાલીમ નથી લીધી તો? આવા સવાલના જવાબમાં બાપુ ફરમાવે છે કે ર્“ંહર્ હી રટ્ઠહઙ્ઘ, ૈં િીખ્તિીં ર્હં રટ્ઠદૃૈહખ્ત ર્કદ્બિટ્ઠઙ્મ ંટ્ઠિૈહૈહખ્ત, હ્વેંર્ હ ંરીર્ ંરીિ રટ્ઠહઙ્ઘ, ૈં ંરૈહા ૈં દ્બટ્ઠાીજ દ્બી જઙ્મૈખ્તરંઙ્મઅ ઙ્મીજજ ઙ્ઘૈઙ્ઘટ્ઠષ્ઠૈંષ્ઠ ટ્ઠર્હ્વેં દ્બેજૈષ્ઠ. ૈં ષ્ઠટ્ઠહ ર્ખ્ત કર્િદ્બ ેહા ખ્તેૈંટ્ઠજિ ર્ં મ્ટ્ઠષ્ઠર ૈહર્ હી ર્જુર્. ડ્ઢેાી ઈઙ્મઙ્મૈહખ્તર્ંહ જટ્ઠૈઙ્ઘ ૈં િીટ્ઠઙ્મઙ્મઅ ુીઙ્મઙ્મઃ “્‌રીિી ટ્ઠિીર્ હઙ્મઅ ૨ ંઅીજર્ ક દ્બેજૈષ્ઠઃ ર્ખ્તર્ઙ્ઘ દ્બેજૈષ્ઠ ટ્ઠહઙ્ઘ હ્વટ્ઠઙ્ઘ દ્બેજૈષ્ઠ.” ૈં ર્ઙ્ઘહ’ં રટ્ઠદૃી ંરી ુીટ્ઠર્હજર્ ક ર્કદ્બિટ્ઠઙ્મ દ્બેજૈષ્ઠટ્ઠઙ્મ ંટ્ઠિૈહૈહખ્ત, ર્જ ંરી ટ્ઠઙ્ઘદૃટ્ઠહંટ્ઠખ્તી ર્કિ દ્બી ટ્ઠજ ટ્ઠ કૈઙ્મદ્બ ર્ષ્ઠદ્બર્જીિ ંરટ્ઠં ૈં ષ્ઠટ્ઠહ િીટ્ઠઙ્મઙ્મઅ રટ્ઠહખ્તર્ હ ર્ં ૈજ ંરટ્ઠં ૈં રટ્ઠદૃી ંરી ર્કષ્ઠેજ ટ્ઠહઙ્ઘ ટ્ઠદ્બ ટ્ઠહ્વઙ્મી જંટ્ઠઅ ૈહ-ઙ્મૈહી ુૈંર ંરી જર્િંઅ.” (ર્જીેષ્ઠિીઃ છહજુીિર્ હ ર્ઊેટ્ઠિ.ર્ષ્ઠદ્બ ખ્તૈદૃીહ હ્વઅ રૈદ્બજીઙ્મક))

પુરા નામ હાન્સ ફોર્લિયન ઝીમર. નોલન સાથે તો હમણાં થોડા વર્ષોથી આ જર્મન કમ્પોઝરે કામ શરૂ કર્યું છે પણ બાપુ ફિલ્ડના ઘણા જુના ખેલાડી છે. આમ ૈંસ્ડ્ઢમ્ પર કે ઉૈૌીઙ્ઘૈટ્ઠ પર એમના વિષે વાંચો તો ખબર પડે કે આ માણસ આટલું બધું સર્જન કઈ રીતે કરી શકતો હશે? એ પણ ફોર્મલ ટ્રેનીંગ વગર? પણ ત્યારે આપણને આપડો રહેમાન દેખાય છે. એ ય આવો જ ધૂની સર્જક છે જેને સાંભળી સાંભળીને આપણે સૌ ત્રીસીએ પહોંચવા આવેલા અને એની પહેલાની આપણા મોટા ભાઈ-બહેનોની પેઢી સહીત મોટા થયા છીએ. પહેલા જ સ્પષ્ટતા કરી દઈએ માય લોર્ડ કે આપણે રહેમાન અને ઝીમરને સરખાવવા માંગતા નથી. બેય એમના ફિલ્ડના બાહોશ સંગીતકારો છે. બેય પાસે રીસર્ચનું ઊંંડાણ અને અનુભવ છે, તગડો એટલે બહુ તગડો ફેનબેઝ છે અને દુનિયા આખીમાં ભરપુર આદર આપતા એમના જ કલીગ્સ અને સર્જકો છે. એટલે બહરહાલ, આપણે ઝીમરબાપુની મહેફિલ જમાવીશું. રહેમાન માટે તો આપણને ધાંય ધાંય ગર્વ છે, અને એમના બહુ મોટા ઈન્ડસ્ટ્રીયલ બ્લેડવાળા પંખાઓ (એટલે કે ફેન્સ)માં હમોની ગણતરી કરવામાં આવે એવું હમો માનીએ છીએ. વિશ્વાસ ન આવતો હોય તો આ લેખનું આ વખતનું ટાઈટલ જુઓ...)

જોઈ લીધું ટાઈટલ? અચ્છા, તો વાત ચાલી છે હાન્સ બહેતરીન ઝીમરની. તમે એમણે બનાવેલો કોઈ પણ ટ્રેક સાંભળો. તમને એનું સંગીત થીમને સજ્જડ રીતે ચોંટેલું લાગશે. એનું કારણ એમનું આખી સ્ટોરી સાથેનું સંધાન હોય છે. કોઈ પણ ટ્રેકમાં શરૂઆતનું મ્યુઝીક ઈન્ટ્રો કહેવાય, વચ્ચેનું ઈન્ટરલ્યુડ કહેવાય અને અંતમાં એન્ડીંગ કહેવાય. ઈન્ટ્રોમાં ધીમી તર્જ લે, ધીમે ધીમે કી-બોર્ડ અને ડરમની અસર વધતી જાય અને ઈન્ટરલ્યુડમાં ડરમ્સની પકડાપકડી રમતા રમતા છેવટે ટ્રેકનું સંગીત એન્ડમાં ચરમ શિખરે પહોંચે. આમ જુઓ તો એમનું કામ બહુ જ વેરાયટી વાળું છે. એ બેકગ્રાઉન્ડ સ્કોર બનાવે, ગેમ સાઉન્ડમાં પણ સંગીત બનાવે, એડસ માટે જિંગલ્સ બનાવે, ‘સર્કલ ઓફ લાઈફ’ જેવું આલાતરીન સોંગ પણ એમની જ ભેટ અને ધીમા પણ મજબુત ટ્રેકસની અંદર માત્ર પર્ક્ર્શન્સ-સ્ટીલ ડરમ અને કી-બોર્ડની જુગલબંદી પણ એમનું જ ભેજું. મૂળ તો હાન્સ ઝીમર જર્મનીમાં જન્મી,મોટા થઈને યુ.કે. ભાગી આવેલા યહૂદી માતા-પિતાનું સંતાન. માતા બેઝીકલી મ્યુઝીશિયન, પિતા એન્જીનીયર કમ સંશોધક એટલે બેયના જીન્સનો વારસો એમને કી-બોર્ડમાં પ્રયોગો કરવા પ્રેરતો. યુ.કે.માં ઘણા બધા બેન્ડસ સાથે કામ કરીને જુદો જુદો અનુભવ લઈને બાપુ પોતાને નિખારતા ગયા. ક્રાકાટોઆ બેન્ડથી શીખવાની અને નીખરવાની શરૂઆત કરી અને ઈટલી, સ્પેનના બેન્ડસ સાથે પણ કામ ચાલુ રાખ્યું. આ પ્રકારનું માઈગ્રેશન હંમેશા આઈકોન બનવામાં મદદરૂપ થતું હોય છે. (‘ફરે તે ચરે’ ઉક્તિ કોને યાદ આવી?) અને પછી ઝીમરે સ્ટેન્લી માયર્સ નામના વિખ્યાત કમ્પોઝર સાથે કામ શરૂ કર્યું જેમાં એમનો મુખ્ય રસ હતો-ટ્રેડીશનલ વાદ્યોને ઈલેક્ટ્રોનિક વાદ્યો સાથે ભેળવી સંગીત બનાવવા માટે ઉપયોગમાં કઈ રીતે લેવા? ૧૯૮૭ માં એમણે ફિલ્મ ‘ધ લાસ્ટ એમ્પેરર’ માટેના સ્કોર માટે સ્કોર પ્રોડયુસરનું કામ કર્યું. એ ફિલ્મે બેસ્ટ ઓરીજીનલ સ્કોરનો એકેડેમી એવોર્ડ જીત્યો. એ પછી તો બાપુ વધુ નીખર્યા અને એક પછી એક પ્રોજેક્ટ્‌સ આવતા ગયા. એમની કામ કરવાની સ્ટાઈલ એકદમ સ્પષ્ટ છે. સ્ટોરીની સાથે વળગી રહેવું. તમને યાદ દેવડાવું માય લોર્ડ કે સ્ટોરીને સામે રાખીને કમ્પોઝ કરનારા અનેક સંગીતકારોમાં ઝીમર, રહેમાન અને મર્હુમ નૌશાદસાહેબનો સમાવેશ થાય છે.

હવે વાત કરીએ થોડી એચીવમેન્ટ અને ક્રિસ્ટોફર નોલન સાથેના તાલમેલની. ૧૯૯૪માં એમણે લાયન કિંગના સ્કોર માટે એકેડેમી એવોર્ડ મળ્યો. રસપ્રદ વાત એ છે કે પાયરેટ્‌સ ઓફ ધ કેરેબિયનના ‘કર્સ ઓફ ધ બ્લેક પર્લ’ ટ્રેક માટે એમને ક્રેડીટ અપાઈ નહોતી. હાલાંકી એમાં એમના જુના કલીગ ક્લાઉસે એમના સજેશનના આધારે જ થીમ બનાવી હતી. એ પછીની ત્રણેય પાયરેટ્‌સ ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું છે. જેક સ્પેરો પેલા મોટ્ટા વ્હીલની અંદર ચાલે છે એ સાથે જે ધડબડાટીવાળું મ્યુઝીક આવે છે એ સિન્થેસાઈઝર અને સ્ટીલ ડરમ્સની જ કમાલ છે. નોલન સાથે કામ કઈ રીતે કરો છો? એવા સવાલના જવાબમાં બાપુ ફરમાવે છે કે એ મને બાંધતો નથી. અમારી ચર્ચા જ ઘણાબધા આઈડીયાઝ આપી દે છે જેમાંના કેટલાક અમે ઉપયોગમાં લઈએ છીએ. નોલને સુપરમેનની એક ફિલ્મ બનાવી છે. ‘મેન ઓફ સ્ટીલ’. એમાં પહેલીવાર જયારે સુપરમેનને એના પાવરની ખબર પડે છે અને એને એ અજમાવે છે એ વખતે જે તાન ચડાવી દેતું મ્યુઝીક આવે છે એ ‘ફ્લાઈટ’ ટ્રેક માટે ઝીમરે પાંચ ડરમ રાખ્યા. ચાર ચોરસના ચાર ખૂણે અને પાંચમું વચ્ચે. દરેક ડરમરને અલગ અલગ ટુકડાઓ આપવામાં આવેલા અને આખો ટ્રેક એ રીતે બન્યો છે. સાંભળીને વિચારજો. તમને જે એક(અથવા વધુમાં વધુ બે) જ ડરમ લાગે છે એ વાસ્તવમાં પાંચ ડરમની મિલીભગત છે.

ના, પાંચ નહીં, એક જ માણસની કમાલ છે. હાન્સ ટેરીફિક ઝીમરની.

પાપીની કાગવાણીઃ

ઝીમરે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. ફિલ્મના મ્યુઝીકની ક્રેડીટમાં એ તમામ કલાકારોના નામ લખે છે જેમણે કોઈક રીતે એ મ્યુઝીકમાં પ્રદાન આપેલું હોય છે. એ કહે છે, ‘મારે સ્ેજૈષ્ઠ મ્અ ૐટ્ઠહજ ઢૈદ્બદ્બીિ એવું શું કામ લખાવવું જોઈએ? આખો સ્કોર બધાનો સામુહિક પ્રયાસ હોય છે, મારા એકલાનો નહીં.’

તુ હી યે મુજકો બતા દે, ચાહું મૈં યા ના

‘હાંજી બતાઈયે, આપને સંધ્યાજી કો કયું પસંદ કીયા થા? ’

‘સાબજી, વો બી.એડ. કર રહી થી. સોચા, પરિવારમેં પઢીલીખી બહુ આયેગી, થોડી હાલત અચ્છી હોગી.’

‘ઔર આપને કયું પસંદ કિયા થા પ્રેમ કો?’

‘યોર ઓનર, મુજે તો વો અચ્છે લગે થે.’

લગ્ન. પ્રેમમાં સહજીવન ભળે ત્યારે સમજાતું સત્ય. પ્રેમમાં આંખોમાં આંખો નાંખીને જોવાનું છે, લગ્નમાં ચશ્માં પરના ડાઘા સાફ કરી નેપકીન એની જગ્યાએ મુકવાનો છે. ગમતા ગીતો સાંભળવાની લાહ્યમાં જીવનસાથી ભૂલાય જાય ત્યારે પેદા થતો કચવાટ મનમાં ને મનમાં ઘોળીને પીવાનો છે. લગ્ન બે વ્યક્તિ-આત્મા-શરીરનું જ નહીં, બે સ્વભાવનું ય મિલન છે જેમાં એડજસ્ટમેન્ટ કરતા એક્સેપ્ટન્સ વધુ યોગ્ય છે. આપણે ત્યાં તકલીફ એવી છે કે સ્કુલ-કોલેજોમાં ટીમવર્કનો મહિમા ગવાવો જોઈએ એટલો ગવાતો નથી. ટીમવર્ક હોય, તો સામેવાળાને સમજવાની સમજ ખીલે, જે પોતાની જીંદગીમાં પણ કામ લાગે. અને સહજીવનની ક્ષણોને કેમેરામાં કંડારી ચિરંજીવ બનાવી દેતા યશરાજ સ્ટુડીઓએ ‘લમ્હે’, ‘રબને બનાદી જોડી’ પછી ખરેખર મગજ ફ્રેશ થઈ જાય એવી એક ફિલ્મ મુકીને આંગળી ચીંધી છે. આજના આ ફ્રસ્ટેટીયા યુગમાં સહજીવનના જીવનક્રમને ધ્યાને લેવાની ખરેખર જરૂર છે.

ચલો આજ ઉસ વક્ત કી બાત કરે.

ઈ.સ.૧૯૯૫. ભારત દેશ.

યે ઉન દિનો કી બાત હૈ માય લોર્ડ; જબ કુમાર સાનુ,સાધના સરગમ, અલકા યાજ્જ્ઞ્િાક, અનુ મલિક ટી-સીરીઝ વાળા ગુલશનકુમારના પ્રતાપે ઘર ઘરમાં ભગવાન પછી દીવો અગરબત્તી થતા નામો હતા, નવીસવી આવેલી છ્‌દ્ગ (એશિયન ટેલીવિઝન નેટવર્ક) ચેનલમાં ઋષિકેશ, દેવપ્રયાગ બાજુના નમણાં પર્વતીય રમણીય લોકેશન્સ પર ‘શાલુ ઔર શીલુ’ જેવી લવ સ્ટોરીઝ શૂટ થતી હતી, લેન્ડલાઈન ફોનમાં એક રીંગ-બે રીંગ ના સાંકેતિક અર્થો ઘૂંટાઈ રહ્યા હતા, નરસિંહ રાવે સર્જેલી ન્ઁય્ પોલીસીના પરિણામે મહિન્દ્રા એ બનાવેલી અને આજે ય જેનું નામ ઓટો ચાહકોમાં ગુંજે છે એવી મેજર જીપ પર્વતીય વિસ્તારોમાં ચાલતી હતી, નવોસવો ગાયક સોનું નિગમ રફીના આલ્બમ્સથી લોકપ્રિય થઈને બોલીવુડમાં પોતાની ટેલેન્ટ ચમકાવવા માટે મહેનત કરી રહ્યો હતો, એવે વખતે ગંગા મૈયાએ ખોળે લીધું હોય એવા શાંત અને સમર્પણના પ્રતિક જેવા ઋષિકેશ શહેરમાં પ્રેમ તિવારી શાંતિથી જિંદગી બસર કરી રહ્યો છે. બાપને કેસેટ રેકોર્ડીંગની દુકાન છે જેમાં પ્રેમ બેસે છે અને કેસેટ રેકોર્ડીંગ કરી આપે છે. એવામાં વાત ચાલે છે પ્રેમના લગ્નની. સમય ઈ.સ.૧૯૯૫ ની આસપાસનો છે એટલે હજુ ‘એક દુજે કે લિયે’ ના પ્રેમીઓ આપઘાત કરે છે એવો વિરોધ કરવાની હિંમત પ્રેમમાં નથી. પ્રેમ ઠોઠ છે એટલે બાપના મહેણાં-ટોણા-ચપ્પલ વગેરે ખાયા કરે છે. અને સંધ્યા નામક છોકરીને એ જોવા જાય છે. પ્રેમ સ્લીમ છે, સંધ્યા ભારેખમ છે. બંનેના એરેન્જડ લગ્ન થાય છે પણ પ્રેમ ‘લગ્ન મારા છે તો જીવનસાથીની ચોઈસ મારી હોવી જોઈએ ને?’ પ્રકારે સતત ધૂંધવાયા કરે છે, પણ બાપને કશું કીધા વગર એનો બદલો નવી આવેલી વહુ સંધ્યા પર ઉતારે છે. એ ફિલ્મનું નામ ‘દમ લગા કે હૈશા’ !!

કટ ટુ પ્રેઝેન્ટ.

હવે ન્ઁય્ પોલીસી અને ગ્લોબલાઈઝેશનના પ્રતાપે એપલનો આઈફોન પણ અહિયાં મળે છે. એ જ ૧૯૯૫ માં બનાવેલી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ યશરાજ ફિલ્મ્સ અને એમાંય ખાસ કરીને ડીરેક્ટર આદિત્ય ચોપરાને ધૂંઆધાર સફળતા અપાવે છે જે મુંબઈના મરાઠા મંદિર થીયેટરમાં સળંગ ૨૦ વર્ષ ચાલવાનો રેકોર્ડ કરે છે. આ આદિત્ય ચોપરા પહેલી પત્નીથી સમજુતીપુર્વક છુટા પડીને પ્રેમલગ્ન કરે છે અને પિતા યશ ચોપરા એને ઉદારતાપૂર્વક આવું કરવા દે છે. સમયનું આખું ચક્કર ફરી ગયું છે. તેમ છતાંય, પ્રેમના પિતા અને યશ ચોપરામાં ઝાઝો ફર્ક દેખાતો નથી કેમકે અંતે બેય પિતા પુત્રનું ભલું ઈચ્છે છે.

મુદ્દો સહજીવનનો છે. પિતા પુત્ર એકબીજાને મૌનથી સમજી લેતા હોય છે. એજ રીતે પતિ-પત્ની વચ્ચેનો સંવાદ ક્યારે મૂંગા મોઢે ઓઢી લેવાતી ચાદરમાં થઈ જતો હોય છે.

સ્પોઈલર્સ અહેડ, સંધ્યા-પ્રેમ પહેલા મૂંઝવણથી લગ્નજીવન શરૂ તો કરે છે, પણ તરત ખબર પડી જાય છે કે યહાં તો મુશ્કિલ હી મુશ્કિલ હૈ મુન્શીજી.. બંનેના અહંના ટકરાવમાં પ્રેમ ફ્રસ્ટ્રેટ થઈને એલફેલ બોલવા જતા સંધ્યાની ઝાપડ ખાય છે. સંધ્યા પોતાને પિયર ચાલતી પકડે છે. ડાયવોર્સ ફાઈલ કરે છે. કોર્ટ એમને છ મહિના સાથે રહેવાની ‘ટ્રાય’ કરવાનું કહે છે. એ સમયગાળામાં બેય એકબીજાને એડજસ્ટ ન કરતા એક્સેપ્ટ કરે છે. નાઈટ-વોક માં પ્રેમ પ્રામાણિકતાથી ભૂલ બદલ માફી માંગે છે. સંધ્યા દરેક ભારતીય સ્ત્રીની જેમ એની આંખમાંથી દેખાતો (અને ડોકાતો) ઓરીજીનલ પ્રેમ ઓળખી જાય છે. બંદા દિખતા ગલત હૈ પર બંદા ગલત નહિ હૈ..

માય લોર્ડ, ઈ.સ.૧૯૯૫ અને ઈ.સ.૨૦૧૫. પ્રેમ લગ્ન હોય કે એરેન્જડ લગ્ન, સહજીવનના તબક્કામાં શરૂઆતી જીવન સરખું જ હોય છે. નદી સતત વહેતી રહે છે. નદીનું નામ એજ છે. પણ એનું પાણી બદલાયા કરે છે. લગ્નથી શરૂ થતું સહજીવન પણ એવું જ હોય છે ને કૈંક? ના, મારે જવાબ જોઈતો નથી. આટલું વાંચીને ઓલરેડી પરણેલા મિત્રોને સ્માઈલ આવી હોય, તો એક નજર જીવનસાથીમાં છુપાયેલા (અને ક્યારેક ડોકાઈ જતા) પ્રેમ/સંધ્યા પર નાંખી દેજો....

અનોખું વિયેતનામ યુદ્ધ-જેમાં કોઈ જીત્યું નહીં

બાંગ્લાદેશમાં ચુંટણીઓ આવી રહી છે. કટ્ટરવાદી તત્વો વિરૂદ્ધ શેખ હસીનાની અવામી લીગ કમર કસી રહી છે ત્યારે ફિલ્મ ‘બ્યોમકેશ બક્ષી’ એ વખતના કલકત્તાની વાત બયાન કરે છે જયારે બીજું વિશ્વયુદ્ધ એના પુરા ઉફાન પર હતું. ચીન અને જાપાન વાયા રંગુન થઈને ભારતમાં ઘૂસવાની પેરવીમાં હતા. ચીનની બહુ પુરાની આદત મુજબ શત્રુને જીતવા માટે અફીણ-હેરોઈન જેવો ઘાતક પદાર્થ ચોરીછુપે પ્રજામાં ઘુસાડી, પ્રજાને આદત પાડી દેવાની, પછી અચાનક સપ્લાય બંધ કરી દેવાનો; જેથી પ્રજા જ અસ્થિર બને જે સરવાળે સરકાર તરફ વિદ્રોહ કરી બેસે. બસ એજ વખતે મૌકે પે ચૌકા માર દેને કા... ચાયનીઝ વે ઓફ ટેક્ટીક્સ મેં આપકા સ્વાગત હૈ.

આજે એક એવા યુદ્ધની વાત કરીએ જે આમ તો સામ્યવાદ વિરૂદ્ધ મૂડીવાદનું હતું, પણ એના અસલ કારણો અત્યારે દેખાતી પરિસ્થિતિ કરતાં ઘણા વધુ ઊંંડા મુળિયા ધરાવે છે. અત્યારે ભલે ડાહ્યુંડમરૂં લાગે, પણ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનની તુમાખી અને અભિમાન સાતમાં આસમાન પર હતા. પોતાને ઈશ્વરનો દૂત ગણાવતો જાપાની સમ્રાટ હિરોહિતો અને એની સેના, બેય કોઈના બાપની સાડીબાર રાખે એવા નહોતા. સમગ્ર વિશ્વમાં જાપાનના ઉગતા સૂર્યનો ઝંડો લહેરાય એ જ હિરોહિતોની મહત્વાકાંક્ષી ઈચ્છા હતી. જાપાન ઈ.સ.૧૯૪૧ સુધી ઉદ્દંડ બાળકની જેમ પુરા ઈન્ડોનેશિયાને પોતાની લશ્કરી એડી નીચે લાવી ચુક્યું હતું. ઉપર લખ્યું એમ, છેક રંગુન(બર્મા) સુધી જાપાને આણ વર્તાવી દીધી હતી. બ્રિટીશ રાજને રીતસરનો નાકે દમ લાવી દેનાર જાપાને પ્રકૃતિથી ફાટફાટ થતા અને લાઓસ, કમ્બોડિયા જેવા પાડોશી દેશોથી ઘેરાયેલા સુંદરતમ દેશ એવા વિયેતનામ પર પોતાની આણ વર્તાવવાનું નક્કી કર્યું અને ઘુસપેઠ કરીને સમગ્ર વિસ્તાર કબજે કરી લીધો હતો.

ઈ.સ. ૧૯૪૫. જાપાને પર્લ હાર્બર પર કરેલા સરપ્રાઈઝ હુમલાને લીધે આળસ મરડીને બેઠા થયેલા અમેરિકાએ જાપાનને બે અણુબોમ્બની મદદથી જાપાનની માનસિક અને શારીરિક શક્તિ તોડી નાંખી. આ બાજુ, વિશ્વયુદ્ધથી ખોખરા થયેલા ઈંગ્લેન્ડે વિયેતનામને ફ્રેંચ હકુમતને હેન્ડ ઓવર કરીને ત્યાંથી ચાલતી પકડી. અને ત્યાં એક ક્રાંતિકારી એવા હો ચી મિન્હનો જન્મ થયો. ગાંધીજીની જેમ એક સુનહરા દેશના નિર્માણનું સ્વપ્નું જોઈ રહેલા મિન્હને એક વાત ખૂંચતી હતી. બ્રિટીશ રાજમાંથી છૂટીને ફ્રેંચ રાજમાં શું કામ જીવવું? વિયેતનામ સ્વતંત્ર રીતે દેશ બનવો જોઈએ. આ વિચાર હેઠળ એમણે ઈ.સ. ૧૯૪૪ માં જ ‘નેશનલ લીબરેશન ફ્રન્ટ’ નામના પક્ષની રચના કરી અને આંદોલનો શરૂ કર્યા. નજીકના દેશ અને મહાસત્તા બનવાની રેસમાં આગળ ધપી રહેલા ચીનની પાસે જીને એમણે સશસ્ત્ર ક્રાંતિ માટે મદદ લેવા માંડી. આ વાતથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું. સામ્યવાદી ચીની ડરેગન જો વિયેતનામ જેવા વિશાળ દેશમાં આવે તો ઈન્ડોનેશિયાના બાકી દેશોને એમાં ભળતા વાર ન લાગે અને તો પછી રશિયા સાથેની ‘શીત યુદ્ધ’ની હોડમાં અમેરિકા કોઈ રીતે જીતી ન શકે. વાત થઈ રહી છે ૬૦ ના દસકાની. કોલ્ડવોર વેગ પકડી રહ્યું હતું ત્યારે પહેલીવાર ઈ.સ.૧૯૫૪ માં વિયેતનામ-ફ્રાંસની ખુલ્લી લડાઈમાં ફ્રાંસ હારી ગયું. વિયેતનામની દુર્ગમ ભૌગોલિક સ્થિતિ અને ગેરીલા વોરફેરના બાહોશ સૈનિકોએ ફ્રાંસની સેનાને પરાસ્ત કરી દીધી. અંતે, બેય દેશો વચ્ચે જીનીવા શહેરમાં સમાધાન થયું જેના ભાગરૂપે ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ એવા બે ભાગ બન્યા જેમાં ઉત્તર વિયેતનામ હજીય સામ્યવાદની અસર નીચે હતું.

પણ, આદત મુજબ સળીબાજ અમેરિકાએ દક્ષિણ વિયેતનામમાં લોકમત લેવાના ઈરાદે ચુંટણીઓ કરાવીને પોતાના કઠપુતલી નેતાને ઉભો કરી દીધો. સત્તા આવ્યા બાદ એ નેતા, નામે ન્હો ડિન્હ ડીએમ, એ ઉત્તર વિયેતનામને દબડાવવાનું શરૂ કર્યું. આમેય અમેરિકાના ઘોંચપરોણાથી પહેલેથી કંટાળેલા ઉત્તર વિયેતનામે અમેરિકાની બે પેટ્રોલ બોટને ઉડાડી દીધી અને અમેરિકાને વિયેતનામને ઘમરોળવાનું બહાનું જડી ગયું. ૧૯૬૦ ના દશકમાં અમેરિકી પ્રમુખ જ્હોન કેનેડીને અમેરિકાની આ રીતના ઘોંચપરોણા પસંદ નહોતા. બીજી તરફ શસ્ત્રઉદ્યોગોને વિયેતનામની તકલીફમાં બહુ મોટું બજાર દેખાઈ રહ્યું હતું. એક મનહુસ સવારે કેનેડીની હત્યા થઈ ગઈ અને ઉપરાષ્ટ્રપતિ લીન્ડન જ્હોનસને રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યો અને ઉપર જણાવેલા બનાવની તાત્કાલિક અસરથી યુદ્ધનો નિર્ણય લઈ લીધો. વ્હાઈટ હાઉસની ચેમ્બરમાં મીટીંગરૂમમાં બેઠેલા દરેક આર્મી ઓફિસરને એવું લાગતું હતું કે હવાઈ હુમલા અને કમાન્ડોની બહેતરીન ટીમની મદદથી વિયેતનામ ચપટીમાં મસળી નંખાશે. અને એ ઓવર કોન્ફીડન્સ જ દરેકને શબ્દશઃ ભારે પડી જવાનો હતો.

૦૨ માર્ચ, ૧૯૬૫. મુડીવાદી અમેરિકાના સૈન્યો વિયેતનામની ધરતી પર ધબધબાટી બોલાવવા ઉતરી આવ્યા. સામે પક્ષે વિયેતનામની મિન્હની સેનાને સ્થાનિક પ્રજાનો ય સાથ હતો. ગેરીલા યુદ્ધ, વિષમ હવામાન અને વતનથી દુર રહેવાની વધતી જતી લાગણીને લીધે અમેરિકી સૈનિકોમાં જ આંતરિક અસંતોષ વધવા લાગ્યો. એક વર્ષ દરમિયાનમાં તો પરિસ્થિતિએ ૧૮૦* નું ચક્કર મારી દીધું. નેશનલ લીબરેશન ફ્રન્ટ ની સેના એ જરા પણ મચક ન આપી. એક જ શરત રાખી-અમેરિકા પહેલા સૈન્ય ખસેડી લે, પછી જ વિયેતનામ શાંત થશે. આનું એક કારણ રશિયા પણ હતું. કોલ્ડવોરનો સૌથી મોટો દુશ્મન અમેરિકા સામે રશિયા હોવાને લીધે રશિયાએ પણ શસ્ત્રોની મદદ કરવા માંડી હતી. વિયેતનામે અમેરિકી હવાઈ હુમલા સામે રશિયાઈ એન્ટી-એરક્રાફ્ટ ગન્સ અને રડાર સીસ્ટમ ગોઠવી દીધી હતી, જેનો પરચો અમેરિકાને બખૂબી મળી રહ્યો હતો.

આખરે થાકીને ત્રણ વર્ષે નવેમ્બર, ૧૯૬૮માં અમેરિકાએ પેરિસમાં વિયેતનામ સાથે શાંતિ મંત્રણા શરૂ કરી. વિયેતનામ અમેરિકી સૈન્ય વિયેતનામની ભૂમિ છોડી દે એ શરતે જ મંત્રણા કરવા તૈયાર થયું અને અમેરિકાએ પારાવાર ખુવારી સાથે વિયેતનામ છોડી દેવું પડયું. ખુવારી બેય પક્ષે થઈ હતી. હજીય વિયેતનામમાં ક્યારેક ગેરીલા સૈનીકોએ છુપાવેલી માઈન્સ ધડાકા સાથે છતી થાય છે.પણ એકંદરે વિયેતનામ શાંત છે.

આ એવું યુદ્ધ હતું, જેમાં અમેરિકા કે વિયેતનામ કે રશિયા કે ચીન, કોઈ જીત્યું નહીં...