Mohan@Modern- A light skit Harsh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Mohan@Modern- A light skit

Mohan @ Modern

પાત્રો-ચાર મેલ, બે ફીમેલ...૧,૨,કૃષ્ણ,ગાંધીજી-મેલ, ૩ અને ૬- ફીમેલ

૧- આજકે જલ્સોમે બિસ્મિલ એક ગુન્ગા ગા રહા,ઔર બેહરો કા વો રૈલા નાચતા મેહ્ફીલમે હૈ...

૨- આ શું રાગડા તાણવા બેઠો છે? આવું કાઈક વાગતું હોય છે પંદરમી ઓગસ્ટે.

૩- આ તમને બીજો કોઈ સબ્જેક્ટ ન મળ્યો ડિસ્કશન માટે?આઝાદી,પંદરમી ઓગસ્ટ,જસ્ટ ગીવ મી અ બ્રેક...

૨- બ્રેક તો બનતા હૈ બોસ્સ...

૧- આઝાદી છે તો ખરા આટલા બધા વર્ષો થી !!!

૨- ક્યાં આઝાદી છે યાર? ભણવાનું,માર્ક લાવવાના,સારી કોલેજમાં એડમીશન લેવાનું, પ્લેસમેન્ટ લેવાનું, ફિલ્ડમાં ટકવાનું...ઓ મેન,આમાં આપડી મજા ક્યાં?

૧- અરે હા,'મજા'નું નામ પડે એટલે તો કૃષ્ણ યાદ આવે હો...સાલું શું જલસા હતા હો એને! આખી જિંદગી મૌજ કરી એટલે જ બધા એને યાદ કરે છે હોં...

૨- હા યાર,આપડે તો સાલા કીડી-મંકોડા જેવા છીએ.આમ જીવીએ છીએ ને મારી જવાના.પણ કૃષ્ણ આજે હોત તો ખબર પડત કે CAT ની એક્ઝામ દેવામાં કેટલા આડા-ટેઢા-મેડા થઇ જવાય છે.ઓ કૃષ્ણ,એકવાર ટોફેલ તો આપવી હતી...

૩- યેસ્સ,અને એને ફ્લુટ બી આવડતી.પણ કોઈ ફિલ્મમાં કામ નહોતું કર્યું...

૧- વગર ટ્વિટર-ફેસબુક એ કેટલા બધા ફોલોઅર્સ છે એના !!!

૩- (ઇઅરફોન કાઢીને) હેં? એ ટ્વિટર-ફેસબુક પર છે? લિન્ક મને કહેજે.

૨- એય જનરેશન નેક્સ્ટ, ઇઅરફોન કાઢ અને તારા ઇઅરથી હિયર.એ ક્યાય નથી.

૧- જસ્ટ થીંક, અત્યારે કૃષ્ણ હોત, તો શું કરત?

૨- અ......હા, એ બ્લોગ તો લખત જ.

૩- હા, અને સેલીબ્રીટી હોત.

૧- (ચપટી વગાડીને) તો તો ન્યુઝ ચેનલો આવું કાઢત.

"બ્રેકીંગ ન્યુઝ":-

"આજે કૃષ્ણ એ બ્લોગ પર વેજીટેબલ ઘીમાંથી બનેલી મીસરી પર ઉકળાટ કાઢ્યો."

"નવરાત્રીના અવસર પર કૃષ્ણ સાથે એક્સક્લુઝીવ મુકાલાત...ઉપ્સ,મુલાકાત."

૨- અથવા આવું હોત..

"કૃષ્ણ ખોલશે આજે રહસ્ય: એ કઈ રીતે બન્યા માખણચોરમાંથી મોહન.."

૩- મોહન?આવું કૈક આવી ગયું ભણવામાં...દાસ પણ હતું કૈક...

ગાંધીજી- મોહનદાસ કરમચંદ ગાંધી હતું બેટા.

૧,૨,૩- તમે કોણ?

ગાંધીજી- હું તમારો બાપુ,સિલેબસ,જાહેર રસ્તાઓ,અલગ અલગ યોજનાઓમાં જેનું નામ છે એ હું.

૧- ઓહો.આવો આવો.સારી મજાક કરો છો હો તમે,કાકા.

૨- હા,આજકાલ 'ગાંધી લુક-અલાઈક' બહુ છાપાઓમાં આવ્યા કરે છે.મન થાય અને ગાંધીજીનો વેશ પહેરીને ચાલી નીકળે છે બધા.

૩- ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનની સૌથી ચીલાચાલુ થીમ.

ગાંધીજી- માણસ પણ હું ચીલાચાલુ જ છું બેટા,ધ કોમનમેન...

કૃષ્ણ- તો તો મને પણ નહિ જ ઓળખતા હો તમે બધા.

૩- હવે વ્હુ આર યુ?સાલું તમને બધાને અહિયાં જ આવવાનું સુઝ્યું?હજી કોઈ બાકી હોય તો આવી જાવ...

કૃષ્ણ- હેહે...તમે જે કૃષ્ણને મોજમજા કરવાવાળો ગણો છો એ હું પોતે વત્સ.જરા ક્લેરીફાય કરવા આવ્યો છું.

૧- સાચું બોલો ભાઈ.અહિયાં બધા કોલેજીયનો છે.એમ ન રમાડો અમને રાજકારણીઓની જેમ.

૨- હા,અને માનો કે તમે કૃષ્ણ હો, તોય તમે અહિયાં કેમ?એને મરે તો ૫૦૦૦ વર્ષ થઇ ગયા.

૩- હા હો, આ જો મેં વિકિપેડિયા ખોલીને જોયું.

કૃષ્ણ- વત્સ, તે વિકીલીક્સમાં વાંચ્યું મારા પર?હાહાહા..એકલા ગુગલથી શું થાય?

૨- હેં? તમે કોમ્પ્યુટર જાણો?

કૃષ્ણ- કેમ? હું એ વખતે પણ એડવાન્સ હતો અને આ વખતે પણ રહેવું પડે છે.

૧- જો તમે કૃષ્ણ હો તો એ કહો કે તમે એજને કે જેણે રુક્મિણી જોડે લગ્ન અને રાધા જોડે લવ કર્યો?

૨- જીયો મેરે લાલ.બરોબર પૂછ્યું.

૩- પેલી રાધા એટલે એ જ ને જેના અને લોર્ડ ક્રિષ્નાના વેલેનટાઈન ડે એ લવની વાતો થાય છે?

કૃષ્ણ- જરા સુધારો છે એમાં.હું અને રાધા 'લીવ-ઇન' નહોતા, 'લવ-ઇન' હતા.પહેલા તમારા લવર્સથી આટલા બધા વર્ષો દૂર તો રહીને દેખાડો.વેલેન્ટાઇન ડે જાણે એક જ છે લવનો ઉભરો કાઢવા માટે...હહ

ગાંધીજી- અને તોય તમે બધા ખાલી લવ અને મજા માટે જ કૃષ્ણને યાદ કરો છો.એણે એ બે જ વસ્તુ નથી કરી.દુનિયા આખી જેણે 'જીનીયસ' કહે છે ને?આ કૃષ્ણ જીનીયસનાય જીનીયસ હતા,છે અને રહેવાના.તમારી ભાષામાં કહીએ તો 'ઈન્ડીજીનીયસ' હતા.

કૃષ્ણ- (વિથ હીઝ ફેમસ સ્માઈલ) મિત્રો, આ ગાંધીજી તો વખાણ કરે છે મારા.હું તો રમતિયાળ માણસ રહ્યો હતો જિંદગી આખી.પણ,આ તમારા બાપુ,મારી દ્રષ્ટિ એ સૌથી મોટા અને સૌથી વધુ ડાઉન-ટુ-અર્થ માણસ છે.સમજ્યો વત્સ?અને હા,એમના નામે કેટલાય તરી ગયા અને ચરી પણ ગયા.

૧- અમનેય 'ગાંધીગીરી' તો ખબર પડે છે હોં.

ગાંધીજી- પણ એ એક જ સાઈડ છે ગાંધીની બેટા.

કૃષ્ણ- આ જ તકલીફ છે વત્સ.કોઈ મહાપુરુષને એમના ફોલોઅર્સ થરોલી જોતા નથી.

૩- અહિયાં અમારા બધામાંથી 'વત્સ' કોણ છે બાય ધ વે?

૨- અરે ઈયરફોન, વત્સ એટલે WHAT IS નું શોર્ટ ફોર્મ.

કૃષ્ણ- હાહાહા.સીલી પીપલ, નોનસેન્સ.

૧,૨,૩- ઈંગ્લીશ?હવે તો આ કૃષ્ણ હોય જ નહિ.

કૃષ્ણ- હું જેણે જેવી સમજાય એ ભાષામાં કહું છું.I CONVINCED ARJUN ALSO અને તમને પણ તમારી લેન્ગ્વેજમાં સમજાવી શકું છું.

ગાંધીજી- મને તો સત્ય આવડે.એટલે તો હસતા હસતા ગોળી પણ ખાધી.

૨- શેની?હમણાં હવાફેર છે એટલે પેરાસીટામોલ ખાજો,તાવના બહુ વાયરા છે.

કૃષ્ણ- જોયું ગાંધીજી? આ છે તમારા-મારા ફોલોઅર્સ અને એમનું જ્ઞાન.

૧- તો એમાં અમારો વાંક?સાલું સાચું વર્તન કરીએ કે સાચું પૂછીએ એમાં વડીલો અમને સંભળાવે છે.

૨- હા હોં.

૩- (ઈયરફોન કાઢીને) શું?

૧ અને ૨ ગુસ્સે થઈને એની સામે જુએ છે.

૧- હેં? તમે કોમેડી સરકસમાંથી આવ્યા?

કૃષ્ણ- હવે આમ ઈરીટેટ ન કર એલા.

ગાંધીજી- ઈરીટેટ તો હું થાઉં છું.લોકોને મન ફાવે એમ ઉપવાસો કરવા છે અને નામ પાડી દેવાનું. 'ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન.'

૧- હા,અને સાંજ પડે દબાઈ-ધરાઈને ખાઈ લેવાનું.વળી બીજે દિવસે ઉપવાસ.

૨- જાણે અમે તો આંધળી બહેરી પ્રજા.

કૃષ્ણ- હા, છો જ બધા માનસિક બહેરા.

૩- HOW?

કૃષ્ણ- બધા 'હાઉ હાઉ' જ કરવામાં રહી ગયા છે.ઈરીટેટ થાઉં છું મારા નામે થતા ઢોંગ-ધતિંગ-દેખાડાથી.

૨- કઈ રીતે?

કૃષ્ણ- તો શું? મેં એમ નથી કીધું કે મને આટલા બધા મણનો પ્રસાદ ચડાવો,મારા ભજનો ગળા ફાડીને ગાવ કે પૈસા આપીને લાઈનમાં આગળ ઉભા રહો...!!!

૧,૨,૩- તો?

કૃષ્ણ- તો એમ કે મારે આ બધું નથી જોઈતું...

ગાંધીજી- મારે પણ ફાલતું ફોલોઅર્સ નથી જોઈતા.

૩- કેમ?તમે સેલીબ્રીટી હો તો કેવી મજ્જા આવે!ઓટો-ફોટોગ્રાફ દેવાના,રિપોર્ટર લોગ આજુબાજુ ફરે...અરે તો તો તમને રજત શર્મા બી બોલાવે...

કૃષ્ણ- હા,પણ ઇન્ટરવ્યુંમાં ‘ઇનર વ્યુ’ નથી હોતો...

૧- કેમ એવું?

૨- હા, અમે તો એવું જ વાંચ્યું-સાંભળ્યું કે કૃષ્ણ એ મહાભારતમાં અને ગાંધીજી એ આઝાદીમાં.

કૃષ્ણ અને ગાંધીજી- બંને ફેમની ખોટી ‘ફ્રેમ’ છે.

૩- યુ મીન રોંગ માર્કેટિંગ?

૧- માર્કેટિંગ?MBA?તે હેં તમે શું ભણેલા?

૨- ક્યાં પ્લેસમેન્ટ લીધેલું?

કૃષ્ણ- ભાઈ, હું આખો યુનીવર્સીટી જેવો જ છું.

૩- તો તો તમને પ્રોફેસરોની જેમ મસ્ત પે-સ્કેલ આપતા હશે ને?

કૃષ્ણ- ના, ત્યારે છઠ્ઠું પગાર-પંચ નહોતું.

૩- લાગે છે બેય મોહન ગરમ થઇ ગયા.

કૃષ્ણ- તે થાય જ ને!!! એકતો અમારા વિષે ઊંધું સમજો ને પછી એ ઉંધા સમ્જેલાને ચત્તું કરીને ચારે બાજુ ફેલાવે રાખો છો.

ગાંધીજી- સાચી વાત છે પ્રભુ.તમે ભગવદગીતામાં આટલું બધું કહ્યું,તોય લોકો ભાષાંતર કરીને જ અમલ કરે છે.લોજીક કોઈ જ વાપરતું નથી.

કૃષ્ણ- અને તમે જે કહ્યું એ કરવાને બદલે સમજ્યા વિના જે કર્યું એની ભંગાર નકલ કરવા માંડ્યા છે.

૬- તો ફરીવાર કહી દોને.એમાં શું હવે?

કૃષ્ણ- બાલીકે, એકનું એક કેટલી વાર કહેવાનું?માણસને એકવાર કહેવાય,ઢોરને ત્રણ વાર,અને બાકીનાને...સમજી જવાનું યાર..

ગાંધીજી- મારા તો લખાણો વાંચી જશો તોય સમજાય જશે.બસ,લોજીક વાપરીને વાંચજો.

૬- તો તો તમને તગડી રોયલ્ટી બી મળતી હશે,નહિ?

ગાંધીજી- મારે થીંકીંગ અને રીડીંગ સિવાય કઈ જ રોયલ નથી જોઈતું...

૨- તો શું કોઈ અહિયાં રીડીંગ જ નથી કરતુ એમ?બધા ઇડીયટ છે એમ?બધાએ 'ઇડીયટ'ને વાંચ્યો છે.

કૃષ્ણ- તોય એ નેરેટર તરીકે મારા જ નામ વાપરે છે.યાદ છે ને?હરી,શ્યામ,ગોવિંદ,ક્રીશ...

૬- તમે લોકો કહો અમારે શું કરવાનું છે?

ગાંધીજી- ગામ આખું 'આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ' એવું કહે છે.અમને માફ કરો.અમે એવું નહિ કહીએ.

કૃષ્ણ- સાચી વાત.અમારે જે કહેવાનું હતું એ અમે ત્યારે કહેતા ત્યારે પણ નહોતા માનતા તો તમારી જનરેશન શું માનશે?

૧- એક સરસ એડવાઈસ આપું.પ્રોપર માર્કેટિંગ થી તો ભંગાર ફિલ્મ પણ હીટ જાય છે,તો તમે તો જવાના જ.

કૃષ્ણ- તમે બધા અંજાયેલા લલ્લુઓ છો.એ જુઓને કે એ લોકો એમના ફિલ્ડમાં કેટલી મહેનત કરે છે!!!

૫- તમારા ટીચર્સને જુઓ.કદાચ બધા તમને નહિ ગમતા હોય તોય એ લોકો તમને ભણાવે તો છે જ ને?

૬- તો એક પ્રશ્ન છે...

કૃષ્ણ- શું?

૬- 'ભણ્યું' કોને કહેવાય અને 'ભણાવ્યું' કોને કહેવાય?

૧,૨,૩- (જોર જોરથી હસે છે.)

કૃષ્ણ- તમને તમારી સ્ટાઈલમાં આ મોહનદાસ સમજાવશે.બરોબરને ગાંધીજી?(આંખ મીચકારે છે.)

ગાંધીજી- LET ME EXPLAIN IT WITH AN EXAMPLE. કોઈ સાયન્સ સ્ટ્રીમનો ગ્રેજ્યુએટ પહેલીવાર એકાઉન્ટની બેલેન્સ-શીટ શીખવા બેસે,અને ટીચર એકદમ સરળ રીતે એના મગજમાં ઉતારી ડે એનું નામ 'ભણ્યું+ભણાવ્યું'

૧,૨,૩- (તાળીઓ) વાહ વાહ...આમ જ તમારા થોટસ પણ સમજાવો.

ગાંધીજી- મને વાંચ્યો હોત તો ખબર પડત કે મને સીધેસીધું જ કહેતા આવડ્યું છે.

કૃષ્ણ- મારે તો જે કહેવાનું હતું એ હું ભગવદગીતામાં કહી ચુક્યો.અક્કલ વિનાનાઓ એના ભાષાંતર જ ડાયરેક્ટ અમલ કરે છે.આ ગાંધીજી ની સીમ્પ્લીસીટી પણ કોઈ ન સમજી શક્યું.

૬- તો તમેય સમજાવો.

કૃષ્ણ- નાં,હું બધાયને સમજાવી સમજાવીને થાક્યો છું.તમારી જનરેશનને એટલું જ કહીશ કે જો લાઈફમાં ક્યારેય મૂંઝાવ કે કન્ફયુઝ થાવ ત્યારે પોતાની જગ્યા એ મને મુકજો; અને આસ્ક યોરસેલ્ફ કે કૃષ્ણ હોત તો શું કર્યું હોત?જે જવાબ મળે એ મુજબ બિહેવ કરજો.વાંધો નહિ આવે.પણ પ્લીઝ,અમારા નામે થતા ધતિંગ બંધ કરી દો, બંધ કરી દો, બંધ કરી દો....