Kautuk Katha-1 Harsh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Kautuk Katha-1

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.કૌતુક કથા

૨.ઈત્તેફાક - યું હોતા તો ક્યા હોતા ?

૩.બસ કૌન થા ? માલુમ હૈ ક્યા ?

૪.ભારત : કથા હૈ યે સ્વાર્થ કી, પરમાર્થ કી

૫.ચલો આજ ફિર કુછ પઢેં

૧. કૌતુક કથા

‘‘છ ટ્ઠંર્િૈં દ્બેજં ટ્ઠઙ્મુટ્ઠઅજ હ્વી િીટ્ઠઙ્ઘઅ ર્ં ઙ્ઘીકીહઙ્ઘ રૈજ ર્ષ્ઠેહિંઅ ટ્ઠખ્તટ્ઠૈહજં ૈંજ ર્ય્દૃીહિદ્બીહં.’’

મે મહિનાના ઉનાળામાં દઝાય એવું ઉપરનું વાક્ય એવા જ એક જગવિખ્યાત ક્રાંતિકારીએ આપેલું જેનું નામ અર્નેસ્ટો ચે ગુવેરા હતું. આજ સુધી યુવાનોના ટીશર્ટ પર જેની ઈમેજ છપાયેલી છે એવો વર્લ્ડ રેકોર્ડ જેના નામે છે એ આ જ વ્યક્તિ. લોકસભાની ચુંટણીના પરિણામોના કાઉન્ટડાઉનની વચ્ચે દેશદાઝ નામનું તત્ત્વ કેટલું છે એની ચર્ચા બાજુ પર રાખી કેટલાક એવા દેશદાઝવાળા પર નજર નાખીએ જેના માટે દેશ જીવન અને ઝનુનથી વધુ બની ગયો હતો અને જેને લીધે એમના દેશે પણ ઘણું સારું-નરસું જોયું.

શું છે આખરે દેશદાઝ ? કાગળ કચરાપેટીમાં ફેંકવો તે ? પંદરમી ઓગસ્ટ - છવ્વીસમી જાન્યુઆરી વખતે બાઈક-કાર પર વીસ રૂપિયાના તિરંગા ચોંટાડીને વટ મારવો તે ? કોઈ ભિખારીને બે પાંચ રૂપિયા આપવાને બદલે એવા પાંચને ભેગા કરી ટ્યુશન આપવું તે ? કે પછી ઈન્ડિયા વર્લ્ડ કપ જીતે એટલે એમ્બ્યુલન્સ પણ ન પસાર થઈ શકે એટલો ટ્રાફિક જામ કરી ‘ઈન્ડિયા ઈન્ડિયા’ ચીલ્લાવું તે ?

વેલ, હિટલરને બધા વિલન ગણે છે. પણ એડોલ્ફ હિટલર જે સંજોગોમાંથી પસાર થયો હતો એ સંજોગો જોવાની આપણને ફુરસદ નથી. મે મહિનો ચાલી રહ્યો છે. ૩ મે, ૧૯૪૫ ના દિવસે જર્મન ફ્યુહરર એડોલ્ફ હિટલરે પત્ની ઈવા બ્રાઉન સાથે મ્યુનિકના એક બંકરમાં ગોળી શુટ કરીને આત્મહત્યા કરી લીધી હતી. આઝાદ સ્ટાઈલમાં. અહીંયા આઝાદ અને હિટલરને સરખાવવાનો ઈરાદો બિલકુલ નથી. વાત છે દેશ પ્રત્યે સમર્પિત રહેવાની. માત્ર માર્ગ અલગ છે. એકે એ કર્યું જે એના દેશ પર વર્ષો સુધી-અન્યાયી રીતે સતત કરવામાં આવ્યું. એકે એવું કર્યું જેથી દેશને નુકશાન ન પહોંચાડે, પણ પોતાનો બળુકો અવાજ જરૂર અંગ્રેજો સુધી પહોંચે. કટ ટુ હિટલર, એડોલ્ફ હિટલરે જોયું કે ૧૯૧૯ માં થયેલી વર્સેલ્સની સમજુતી મુજબ સતત જર્મનીનેે અન્યાય થઈ રહ્યો છે. કઠપુતળી જેવી લોકશાહી સરકાર પ્રજાને સમજવામાં ગલોટિયા ખાઈ રહી હતી અને આજે જેમ ભારતમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે એવી સ્થિતિ ત્યાં પણ હતી. જર્મન ચલણ માર્કનું એ હદે અવમૂલ્યન થઈ ગયેલું કે કોફી પીવા ગયેલા ગ્રાહક પાસે કોફી આવે ત્યાં સુધીમાં કોફીની પ્રાઈસ ત્રણ ગણી વધી જતી. આવા સંજોગોમાં એડોલ્ફ હિટલરે લીટરલી બળવાખોરી શરુ કરી. સ્વાભાવિક છે કે કોઈને એ ન ગમે. જર્મનીને યુધ્ધોમાં પાયમાલ કરનાર હિટલરે હાઈડ્રોજનવાળા હવાઈજહાજોની પહેલી કમર્શિયલ યાત્રા શરુ કરાવી હતી. જેમાંથી આજના એરક્રાફ્ટ અને જોયરાઈડ બલુન્સ માટેની ડીઝાઈનના પાયા નંખાયા હતા. હિટલરનો જ મિત્ર બેનિટો મુસોલીની, ઈટાલીનો સરમુખત્યાર, એણે ઈટાલીમાં સ્પેશિયલ સાક્ષરતા અભિયાન શરુ કરાવેલું જેને પરિણામે આખા ઈટાલીમાં માત્ર ૨ ટકા (રીપીટ, ૨%) જ નિરક્ષરતા રહી.

સૌ પહેલા વાત કરી એ અર્નેસ્ટો ચે ગુવેરા, હિટલરની જેમ જ લેટીન અમેરિકાની દારુણ હાલત માટે મૂડીવાદી એમેરિકા અને મિત્રદેશોને જવાબદાર ઠેરવતો હતો. માર્ક્સીસ્ટ વિચારધારાને ગેરીલા સ્વરૂપ આપીને ચે એ ક્યુબાના ફિડેલ કાસ્ટ્રોના દિલમાં સ્થાન મેળવી લીધી. ખુદ મેડીકલનો વિદ્યાર્થી હોવા ઉપરાંત એ માણસે આખા દક્ષિણ અમેરિકાનો ૫૦૦૦ કિમીનો પ્રવાસ મોટરસાયકલ પર કર્યો. એની લાજવાબ ડાયરી આલેખી, જે વિશ્વમાં ‘મોટરસાયકલ ડાયરીઝ’ના નામે પ્રસિદ્ધ થઈ. એ ચે ગુવેરા ક્યુબાની નેશનલ બેંકના ડિરેક્ટર, રાજદુત તરીકે પણ સેવા આપી ચુકેલો હતો. ૧૯૬૪ની ક્યુબન મિસાઈલ ક્રાયસીસ વખતે પણ એની ચાવીરૂપ ભૂમિકા હતી. પણ, ઉપર જણાવ્યા એ તમામ ક્રાંતિકારીઓના મૌત હત્યા/આત્મહત્યા દ્વારા થયા. હિટલરે આત્મહત્યા કરી, મુસોલીનીને ઉંધા લટકાવીને ગોળીઓ ધરબી દેવામાં આવી, ચે નું પણ અસાસીનેશન થયું.

કેઈપણ જાહેર નેતાની દેશભક્તિનું પ્રદર્શન અને એની એક્યુઅલ ભાવના, આ બેય માપવાના મીટર હોતા નથી. હા, નિરંતર બનતા બનાવો અને એની તરફના એના અપ્રોચ પરથી એની દેશદાઝનો ખ્યાલ આવી શકે ખરો. ફાયનલ નિર્ણય તો કાયમ જનતાએ કરવાનો હોય છે કેમકે જનતાની અદાલત આખરી ગણવામાં આવે છે. પછી એ બિલ ક્લીન્ટન હોય, કે નિર્ભયા કેસ હોય. આપણે નક્કી એ કરવાનું છે કે જવાબદેહિતા(છદ્ગજીઉઈઇછમ્ૈંન્ૈં્‌રૂ) વધુ જરૂરી છે કે એકતરફી ઝનુન કે બસ હું જ મારા દેશનું ભલું વિચારું છું. બંને લેવલ પર. નેતા અને જનતા બંનેએ.

પાપીની કાગવાણી :

“છજ ન્ૈહષ્ઠર્ઙ્મહ જટ્ઠૈઙ્ઘ ર્ં ટ્ઠ હટ્ઠર્ૈંહ કટ્ઠિ ર્દ્બિી ઙ્ઘૈદૃૈઙ્ઘી ંરટ્ઠહર્ ેજિ, ુી ટ્ઠિી ર્હં ીહીદ્બૈીજ હ્વેં કિૈીહઙ્ઘજ. ્‌ર્રેખ્તર ટ્ઠજર્જૈહ દ્બટ્ઠઅ રટ્ઠદૃી જંટ્ઠિૈહીઙ્ઘ, ૈં દ્બેજં ર્હં હ્વિીટ્ઠાર્ ેિ ર્હ્વહઙ્ઘજર્ ક ટ્ઠકકીષ્ઠર્ૈંહ.

છહઙ્ઘ ર્ં ંર્રજી છદ્બીિૈષ્ઠટ્ઠહજ ુર્રજી જેર્િં ૈં રટ્ઠદૃી અીં ર્ં ીટ્ઠહિ, ૈં દ્બટ્ઠઅ ર્હં રટ્ઠદૃીર્ ુહ ર્એિ ર્દૃીં ર્ંહૈખ્તરં, હ્વેં ૈં રીટ્ઠિ ર્એિ ર્દૃૈષ્ઠીજ. ૈં હીીઙ્ઘ ર્એિ રીઙ્મ. છહઙ્ઘ ૈં ુૈઙ્મઙ્મ હ્વી ર્એિ િીજૈઙ્ઘીહં, ર્ંર્.”

-પ્રેસિડેન્શીયલ ઈલેક્શન જીત્યા પછી, બરાક ઓબામાની સ્પીચના અંશ.

૨. ઈત્તેફાક - યું હોતા તો ક્યા હોતા ?

જરા વિચારો કે આપણે જે કંઈ પણ જોઈએ-અનુભવીએ-સાંભળીએ - સમજીએ છીએ એ શું ૧૦૦ ટકા એ દેખાવા-સંભળાવવા માટે જ બનતું હોય છે ? કે પછી એ થવા પાછળ સેંકડો ઈત્તેફાક બોલે તો કો-ઈન્સીડેન્સ જવાબદાર હોય છે ? ન સમજાયું ? ચાલો થોડા ઉદાહરણોથી સમજીએ.

એક યહુદી છોકરો ત્રણ-ચાર વર્ષ સુધી બોલતા શીખતો નથી, ટીચર્સની ખીજ સહન કરે છે, પેટન્ટ ઓફિસમાં મામુલી ક્લાર્ક બને છે અને આગળ જતા એ આલ્બર્ટ આઈન્સ્ટાઈન બને છે. પણ ધારો કે બોલતા શીખી ગયો હોત અને ટીચર્સની ખીજનો ભોગ ન બન્યો હોત તો કદાચ એ સારું એજ્યુકેશન વહેલી ઉંમરે મેળવી શક્યો હોત. તો કદાચ એણે પેટન્ટ ઓફીસમાં જોબ કરવી ન પડત અને તો એણે સાપેક્ષવાદ ન શોધ્યો હોત. હવે સમજાયું ? લાઈફ ઘણાબધા ઈત્તેફાકના આધારે તમને ઘડતી જતી હોય છે. સૌથી પહેલા તો ઈત્તેફાકન અબજો વર્ષો પહેલા જો પૃથ્વીમાંથી ચંદ્ર છુટો પડીને અદ્યારે છે એટલા અંતરે ન ગોઠવાયો હોત તો પૃથ્વીને એના ગુરુત્વાકર્ષણને લીધે ૨૩.૫ ડીગ્રીની ધરી પર ન ફરવું પડતું હોત. અને એને લીધે ઋતુચક્ર ન બંધાયા હોત. એને લીધે આખી જીવસૃષ્ટિ ન સર્જાઈ હોત અને એને લીધે આપણે મધર અર્થ આવી જીવવાલાયક બની ન હોત. ઈત્તેફાકન ૩૦૦ મિલિયન સ્પર્મમાંથી માત્ર એક જ સ્પર્મ એગ પર ચોંટે છે અને પછી ઈત્તેફાકન જેને છોકરી જોઈતી હોય એને ત્યાં દીકરાનો જન્મ થાય છે.

ઈત્તેફાકન હિટલરે ચિત્રકાર બનવું પસંદ કર્યું અને એ મ્યુનિક આવ્યો. ઈત્તેફાકન ઈંગ્લેન્ડનો પ્રથમ વિશ્વયુધ્ધમાં ડૂબેલી જર્મન સ્ટીમરમાં કોડબુક મળે છે અને જર્મનીના બધા કોડ્‌સ જાણે કે પર્દાફાશ થઈ જાય છે. ઇત્તેફાકન હિટલર એનિગ્મા મશીન ચોરાઈને ઈંગ્લેન્ડની ડી-સાયફર ટીમ પાસે પહોંચે છે અને જર્મની બીજા વિશ્વયુધ્ધમાં ય ભૂંડે હાલે હારે છે. ઈત્તેફાકન હિટલર ઈંગ્લેન્ડને ચારે બાજુથી દબોચવાને બદલે તોપોના નાળચા રશિયા તરફ ફેરવે છે અને એ નિર્ણય એ નિર્ણય એને અકલ્પનીય રીતે ભારે પડે છે. એવી જ ભૂલ જાપાન પર્લ હાર્બર પર હુમલો કરીને દોહરાવે છે, જે એને દસ વર્ષ સુધી બેઠું ન થઈ શકે એવું કરી મુકે છે. અને એટલે જ ત્યાં સુધી બીજા વિશ્વયુધ્ધમાં તટસ્થ રહેલું અમેરિકા એમાં ઝુકાવે છે અને મહાસત્તા બને છે.

ઈત્તેફાકન સિકંદર જગત જીતતા જીતતા પંજાબના કાંઠે આવી પહોંચે છે અને ભયાનક ગરમી એનું અને એની સેનાનું મનોબળ તોડી નાખે છે. એ જ સિકંદરના એક સેનાપતિની દીકરી પોરસ સાથે લગ્ન કરે છે જેના વંશજો આજે પણ ગ્રીક પ્રજાના લક્ષણો ધરાવે છે અને ગુજરાતમાં વસવાટ કરે છે. ઈત્તેફાકન વાસ્કો-ડી-ગામાને અમીચંદનો ભેટો થઈ જાય છે અને ઈવન કોલમ્બસ ન શોધી શક્યો એ ભારતીય ઉપખંડ પોર્ટુગીઝના હાથે શોધાય છે અને ભારતની માઠી દશા બેસે છે. ઈત્તેફાકન ચૌદમી સદીમાં નાદિર શાહ ભારત પર હુમલો કરીને મયુરાસન લઈ જાય છે અને પછી એ મયુરાસન થ્રોન ઑફ પીકોક તરીકે જાણીતું બને છે અને જે ઈંગ્લેન્ડમાં હોવાની વાતો આપણ સહુ જાણીએ છીએ એ જ મયુરાસન તુર્કીના કલ્ચરલ પાટનગર એવા ઈસ્તાંબુલમાં નેશનલ ટ્રેઝર તરીકે આ પાપીની આંખે ચડે છે. ઈત્તેફાકન હુમાયુંના દીકરા તરીકે અહિયા જ જન્મેલો અકબર બહુ નાની ઉંમરમાં ભારતનો શહેનશાહ બને છે અને સેક્યુલારિઝમના પાયા નાંખે છે. ઈત્તેફાકન જ્યોર્જ લુકાસને એમ.જી.એમ સ્ટુડીઓ ભાવ આપતું નથી અને એ પોતે પોતાના નવાસવા સ્ટુડીઓમાં શુટ થયેલી અને બહુ સ્પેશિયલ ઈફેક્ટ ન નાંખી હોય એવી એક મહાગાથા ફિલ્મના થોડા શોટ્‌સ એના મિત્ર સ્ટીવનને બતાવે છે અને સ્ટીવન આ ગાથાનું ભવિષ્ય બહુ ઉજળું ભાખે છે. સમયનું પૈડું એવું યુ-ટર્ન લે છે કે હોલીવુડનો સૌથી ગંજાવર એમ.જી.એમ. સ્ટુડીઓ લુકાસ ખરીદી લે છે અને પોતાના મિત્ર સ્ટીવનની દરેક ફિલ્મમાં પોતાના નવાસવા સ્યુટીઓમાં સ્પેશિયલ ઈફેક્ટસ બનાવી આપે છે અને એ સ્ટુડીઓ પ્રાઈમ ફોક્સ ના નામે વિખ્યા બને છે.

હવે વિચારો. ઉપર જણાવ્યા એ બધા ઈત્તેફાક જો ન બન્યા હોત તો શું આજે સમયે આ રીતે ટર્ન લીધો હોત ? આજે ન બન્યું હોત તો શું થાત એની લાઈનને એની લાઈનને આપણે આગળ પકડી જતા જઈએ તો એક નવા જ કોન્સેપ્ટ તરફ જવાની બારી ખુલે. એનું નામ ઓલ્ટરનેટ હિસ્ટ્રી. જે બન્યું એવું ન બન્યું હોત તો ? તો ભૂતકાળે અને એને લીધે ભવિષ્યકાળે જરા જુદી ચાલ પકડી હોત અને ભવિષ્ય જુદી રીતે ઘડાયું હોત.

પાપીની કાગવાણી :

યે દેખ ગગન મુજમેં લય હૈ, યે દેખ પવન મુજમેં લય હૈ,

મુજમેં વિલીન ઝંકાર સકલ, મુજમેં વિલીન સંસાર સકલ,

સબ જન્મ મુજી સે પાતે હૈ, ફિર લૌટ મુજીમેં આતે હૈ...

-રામધારી સિંહ ‘દિનકર’

૩. બસ કૌન થા ? માલુમ હૈ ક્યા ?

યાદ છે ? એ માસુમ જીનીયસ ? જેને માટે કોઈ પણ વાદ્ય (બોલે તો ઈન્સ્ટ્રુમેન્ટ !!) ખળખળ વહેતા પાણીની જેમ સહજસાધ્ય હતું ? એ માણસની ઊંચાઈ અને ગહેરાઈ કલાકાર તરીકેના તમામ સીમાડાઓ તોડીને વહેતા સંગીતના ધોધ જેવી હતી. સતત અને જંગી. કલાકાર તરીકેની જીંદગીમાં દરેકને માટે એક કાયમી લખાયેલી લીટી હોય છે. એ લીટી હોય છે પીડાની, સંઘર્ષની અને આંતરિક-બાહ્ય વિદ્રોહની. કલાકારનો આનંદ અને પીડા, એની કલાનું ઉદગમ છે. એ લીલો રહેતો જખમ છે, જેને એ સમયે સમયે ખોતરીને એમાંથી કલા વહેવડાવતો હોય છે. આપણે વાત કરીએ છીએ આર.ડી.ની. હજીય આપણા દીલોદીમાગ અને કાનને મોરપીંછ ફરતું હોવાનો અહેસાસ કરાવતા અને ન ભૂલાયેલ છતાંય ક્યાંક દૂર જતા રહેલા એ સુરની, પંચમની.

૨૭ જુને જેનો જન્મદિવસ ગયો એ પંચમ. પંચમની વાતો કાયમ થતી રહી છે પણ એના હ્ય્દયમાં ડોકિયું લગભગ બહુ ઓછા લોકોએ કર્યું છે. ભોળા અને બાળસહજ રહેવાનો આ શ્રાપ છે. ઠાવકા થઈને ડાહી ડાહી વાતોના વડા ઠોકનાર લોકોને સરકાર એકસ્ટ્રા કામ સાથેની સત્તા સોંપી દે છે, એ જ રીતે મોઢા પર સાચું પરખાવનાર ખરા જીનીયસને આ ડાહીમાંના દીકરા તરીકે પંકાયેલા લોકો તડકે મુકીને જાણે કે એ છે જ નહીં એમ માહોલ ઉભો કરતા હોય છે. પંચમને આવી રમતો આવડતી નહીં, બસ એની મોનોપોલી હતી એની ધુનો, જે એના હ્ય્દય વાટે ધબકતી અને એક પરોઢે એ ધબકાર કાયમને માટે બંધ થઈ ગયો. લગ્ન પછી થોડા સમયમાં જીવતેજીવ અલગ થઈ જનાર પત્ની આશાએ ત્યારે ઉદગાર કાઢ્યા, ‘મૈ ઉસ કમરે મેં નહીં જાઉંગી, મૈ ઉસે ઈસ તરહ સોયા હુઆ નહીં દેખ સકતી.’

પંચમ અને શ્રીકૃષ્ણ આખી જિંદગી પ્રેમતત્ત્વ માટે તરસતા-ઝૂરતા રહ્યા. એકને લગ્ન થયા પણ તૂટ્યા, પાછા થયા, એય ખરાબે ચડી ગયા. એકને આટલા બધા લગ્નો થયા હોવા છતાંય રાધાથી વિખૂટું પડી ગયેલું અને તડ પડેલું હ્ય્દય સાંધવાવાળા મળ્યા, પરંતુ દુનિયા કાયમ પોતાના પ્રોબ્લેમ-સોલ્વર તરીકે એમને ટ્રીટ કરતી રહી. પંચમના દોસ્તો બહુ ઓછા હતા, એ જ બતાવે છે કે આટલી તોતિંગ સફળતા મેળવનાર આ માણસ અંગત જીવન બહુ ઓછા સાથે શેર કરતો, બધું અંદર ઢબૂરી રાખતો, જે એના કલાકાર હ્ય્દય માટે એમ પણ ભારે પડતું જતું. બાકી રહેતું હોય એમ જેણે પોતાની દરેક ફિલ્મમાં વગર પૂછ્યે પંચમને લેવાનો જ આગ્રહ રાખ્યો હતો એ નાસીર હુસૈને દીકરા મુન્સુર કાનની ‘કયામત સે કયામત તક’માં એમને પૂછ્યું પણ નહિ, સુભાષ ઘાઈએ ‘રામ લખન’માં સાઈન કર્યા પછી મોઢું ફેરવી લીધું. ખરા કલાકારને તોડવા માટે આ બે મોટા અઘાત કાફી હતા. બાકી રહ્યું એમ હ્ય્દયે બંડ પોકાર્યું અને એક બાયપાસ સર્જરી થઈ. સાઉથની ફિલ્મો કરવા તરફ વળ્યા પરંતુ જેના અવાજ માટે ધુનો બનતી એ અવાજ-કિશોર એમના કરતા વહેલો નીકળી ગયો. જાણે એમને થઈ ગયું હતું કે તેરે બિન ખાલી, આજા ખાલીપન મેં... દિલે જવાબ દઈ દીધો હતો કે હવે બહુ સમય નથી. અંગત જીવનની અને કારકિર્દીની હતાશાની પીડા જ્યારે છાતીએ ભોંકાવા લાગી ત્યારે કોઈ એક સમયે આખીય જીવાયેલી જિંદગીના સ્વાન સોંગ જેવું એક આલ્બમ બન્યું. એક એક ગીત જાણે આખરી સુર છોડીને બુનાતું-બનતું ગયું અને આર્ટની-રક્તની એક એક બુંદ આ ભોળા માણસે કૂલ પ્રકાશિત થઈને એમાં નીચોવી નાંખી. સર્જન જ્યારે કોઈ એક ક્ષણે પ્રગટે છે ત્યારની એ ક્ષણને બાંધવી કે જોવી અશક્ય હોય છે. આર.ડી. એ બહુ પહેલાથી જાણે જીવનરસ પાછો ખેંચી લીધો હતો. કદાય એ સંગીતે જેણે એને આટલી સફળતા બક્ષી હતી, એને તેરા તુજકો સોંપ દે કરીને ઉપડી જવાની ઉતાવળ હતી. અને એ આલ્બમ બનાવીને પંચમે લીટરલી જીવ કાઢી આપ્યો. એ આલ્બમ વખત જતાં રીલીઝ થયું અને સ્વાન પક્ષીનું એ આખરી ગીત એને ફિલ્મકેર એવોર્ડ અપાવીને જંપ્યું, એ એવોર્ડ જે એના આસીસ્ટન્ટ તરીકે રહેલા લક્ષ્મીપ્યારેને એના કરતા વધુ સંખ્યામાં મળ્યો હતો. એ આલ્બમ એટલે ૧૯૪૨અ લવ સ્ટોરી.

બક્ષી આગળ નીકળી ગયા પરંતુ એમણે ડોલાવેલા આંદોલનો હજીય ચાલુ છે. (કર્ટસી : જય વસાવડા) આ જ વાક્ય પંચમ માટે ય લાગુ પડે છે. એણે ત્રણ ત્રણ પેઢીને ડોલતી-ઝૂમતી રાખી છે. રહેમાન પછી નિર્વિવાદ પંચમ જ ભારતે પેદા કરેલા સર્વોત્તમ સંગીતકાર છે અને રહેવાના છે. જ્યાં સુધી સંગીત રહેશે ત્યાં સુધી આર.ડી.ની સલ્તનત પણ કાયમ રહેવાની છે.

વિ મિસ યુ બોસ...

પાપીની કાગવાણી

મુસાફિર હું યારો, ના ઘર હૈ, ના ઠીકાના,

મુજે ચલતે જાના હૈ, બસ, ચલતે જાના...

૪. ભારત : કથા હૈ યે સ્વાર્થ કી, પરમાર્થ કી

ભારત - ડગલે ને પગલે દંતકથાઓથી ઉભરાતો દેશ. આ એ દેશ છે જ્યાં એક વ્યક્તિ દુનિયાનું તમામ જ્ઞાન ઉલેચીને યુદ્ધ માટે પ્રેરણા આપે છે અને એના આ વિરાટ પગલાંને લીધે સમગ્ર યુદ્ધનું પરિણામ એ દેશ માટે ચીલો પાડનાર બને છે. આ એ જ દેશ છે જ્યાંની સ્ત્રીઓએ પણ યુદ્ધમેદાનમાં કેસરિયા કરેલા છે અને પોતાની જન્મભૂમી માટે બલિદાનો આપેલા છે. અને આ એ જ દેશ છે જ્યાં નિરંતર યોદ્ધાઓ પેદા થતા, અને આ એજ દેશ છે જ્યાં હવે જથ્થાબંધના ભાવે દંભી-બુડથલ બુદ્ધિજીવીઓ અને ખંધા-ખૂટલા નેતાઓ પેદા થાય છે. વાત અહીં કકળાટ માંડવાની નથી. વાત છે આ દેશની અને એના મૂળમાં રહેલી એક એવી કથાની જેમાં આજની સમસ્યાઓ અને એનું સમાધાન પણ છૂપાયેલું છે. આમ તો ભારત એવી કેટલીય કથાઓની છલક છલક થાય છે પરંતુ આ કથા વિશેષ તો મનોવૈજ્ઞાનિક પૂર્વભૂમિકા ધરાવે છે. ભારતીય મનોવિજ્ઞાનમાં યયાતિ સિન્ડ્રોમ તરીકે ઓળખાતો એક રોગ છે જેમાં વ્યક્તિને સતત કોઈ વસ્તુનો ભોગ ભોગવવાની ઈચ્છા થયા કરે છે. યયાતિ નામ આજની પેઢીમાં થોડું ઓછું જાણીતું છે.

યયાતિ રાજા નહુષનો દીકરો હતો. યેસ, નહુષ નામ તમે ક્યાંક સાંભળ્યું હશે. ભાગવતપુરાણમાં કથા છે કે યયાતિએ યુવાનીના દિવસોમાં એક વખત સુકા કુવામાં પડી ગયેલી દાનવગુરુ શુક્રાચાર્યની દીકરી દેવયાનીને બચાવી હતી. આ દેવયાની, દાનવરાજ વૃષપર્વાની દીકરી (અને એની ખાસ સખી) શર્મિષ્ઠા તથા નોકરચાકર વર્ગ સાથે ઉદ્યાનમાં ફરવા નીકળેલી. હિન્દી ફિલ્મોમાં થાય છે એમ દેવયાનીને હેન્ડસમ અને દબંગ યયાતિ સાથે ચુપ ચુપ કે પ્યાર થઈ ગયો હતો અને યયાતિને એણે પ્રપોઝ કર્યું. આ બાજુ યયાતિ એ ક્લીયર કટ કહ્યું કે તારા પિતા સંમતિ આપે તો મને પાણીગ્રહણ કરવમાં વાંધો નથી. શુક્રાચાર્યે સંમતિ આપી અને દહેજમાં દેવયાનીની સાથે શર્મિષ્ઠા પણ આવી. શુક્રાચાર્યે યયાતિને ચેતવણી આપી કે ભલે શર્મિષ્ઠા દહેજમાં આવે છે પણ એની તરફ આંખ ઉઠાવીને પણ જોવાનું નથી. અબ આતા હૈ કહાની મેં ટિ્‌વસ્ટ. શર્મિષ્ઠાને અશોક વાટિકામાં રહેવાની સગવડ આપવામાં આવી હીત. એક વખત યયાતિ એ બાજુથી પસાર થયો. એણે થયું કે લાવ જરા શર્મિષ્ઠાની ખબર પૂછતો જાઉં. શર્મિષ્ઠા એ પણ યયાતિ આગળ કબુલાત કરી કે એનેય યયાતિ સાથે પ્રેમ કર્યો હતો. યયાતિએ કહ્યું કે તું તો દાસી છો, હું તારી સાથે લગ્ન ન કરી શકું. શર્મિષ્ઠા એ કહ્યું કે પોતે રોયલ ફેમિલીને બીલોંગ કરે છે એટલે વાંધો નહીં આવે. યયાતિ-શર્મિષ્ઠા એ ગુપચુપ લગ્ન કરી લીધા અને દેવયાનીને ખબર પણ ન પડે એમ શર્મિષ્ઠા થકી યયાતિને ત્રણ પુત્રો થયા. દૃહ્યું, અનુ અને પૂરુ. દેવયાની સાથેના સંસારથી યયાતિને યદુ અને તુર્વસુ નામના પુત્રો થયા.

પર સચ આખીર કિતાના વક્ત છુપેગા ? આ સંબંધની જાણ દેવયાનીને થઈ ગઈ અને આઘાત હેઠળ એ એના પિતા પાસે ગઈ. આખી વાત સંભળાવી ગુસ્સે થયેલા શુક્રાચાર્યે યયાતિને શ્રાપ આપ્યો કે તારું આખું યૌવન જતું રહેશે અને તું તત્કાલ વૃદ્ધ થઈ જઈશ. આ તો પરમ શિવભક્ત અને દાનવગુરુ શુક્રાચાર્યનો શ્રાપ. તરત યયાતિને અકાળે વૃદ્ધત્વ આવી ગયું. યયાતિ કરગરવા માંડ્યો કે આવું ન કરો, શ્રાપ પાછો લો વગેરે વગેરે. આખરે શુક્રાચાર્યે એવું કહ્યું કે શ્રાપ તો પાછો નહીં થાય પણ હા, જો કોઈ તને એનું યૌવન આપે તો તું યુવાન રહી શકીશ. તરત યયાતિ એ પોતાના પાંચેય પુત્રોને વિનંતી કરી કે તમારું યૌવન આપો. પણ એમ કોઈ પોતાની યુવાની આપે ? આખરે શર્મિષ્ઠા પુત્ર પૂરુ આ માટે તૈયાર થયો અને પોતાનું યૌવન આપી દીધું અને બાપનું વૃદ્ધત્વ એણે લઈ લીધું.

ધરાઈ ધરાઈને યૌવનરસ ભોગવ્યા પછી એને ભાન થયું કે આ ઈચ્છા-વાસનાઓનો તો કોઈ અંત જ નથી. એને જેમ જેમ ભોગવતા જઈએ છીએ એમ એમ એ ઘટવાને બદલે અગ્નિમાં ઘી નાખો એમ વધતી જાય છે. આ ભાન થતાં એને પૂરુની ઉદારતા પર માન થયું અને એને એનું યૌવન સમગ્ર રાજકાજ સાથે પાછું આપ્યું અને પોતે વનમાં જઈને તપસ્યા તરફ વળી ગયો.

આખી વાત માંડવાના કારણ અને તારણ બે :

૧. યદુના વંશજો યાદવો તરીકે ઓળખાયા, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મ્યા, જેમણે આ જ ફિલસુફી પર આખી ગીતા અર્જુનને સંભળાવી.

૨. પૂરુના વંશજો પૌરવ તરીકે ઓળખાયા જેનો એક વંશજ રાજા પોરસ હતો, આ એ જ પોરસ જેણે એના પરાક્રમથી સમ્રાટ એલેકઝાન્ડરની વિશ્વવિજેતા બનવાની ખ્વાહિશને ત્યાં જ અટકાવી દીધી.

આખી કથા સ્વયંસ્પષ્ટ છે. કુછ સમજે ?

પાપીની કાગવાણી :

સોને કી ચીડીયા, ડેન્ગ્યું મલેરિયા,

ગુડ ભી હૈ ગોબર ભી, ભારત માતા કી જય...

૫. ચલો આજ ફિર કુછ પઢેં

વિચાર કરો કે એવું હોય કે ચારેક ભાંડરડા હોય, જે વૅકેશન ગાળવા એમના ગામડે જાય. એમના માસી/મામાની બહુ મોટી હવેલી હોય જેની વાર્તાઓ-દંતકથાઓમાં વ્યક્તિ અચંબિત થઈ જાય. આ ચારેય બાળકોને રહેવા માટે રૂમ આપ્યો હોય પણ એ લોકો હવેલીને જોવા- ખોજવા નીકળે. ત્યાં એક રૂમમાં એક મોટો કબાટ હોય. એકાદ બાળક કૂતુહલવશ એ કબાટ ખોલે અને આગળને આગળ જતાં એ બીજી જ કોઈ દુનિયા જેવી કે દ્વારિકા/ઇન્દ્રપ્રસ્થમાં ખૂલે અને ભગવાન કૃષ્ણ એમને ગાઇડ કરતા જાય. હાસ્યાસ્પદ લાગે, ખરું ને ? આવો જ એક આઇડિયા જરા જુદી રીતે અમલમાં આવ્યો છે છેક ૧૯૫૪થી.

“્‌રૈહખ્તજ હીદૃીિ રટ્ઠીહ ંરી જટ્ઠદ્બી ુટ્ઠઅ ુંૈષ્ઠી, ઙ્ઘીટ્ઠિર્ હી.”

એક વખત એવું બન્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લંડનના લાખો બાળકોને ઇંગ્લૅન્ડના દૂર-સુદૂર ગામડાઓમાં (કન્ટ્રિસાઇડ) સ્થળાંતરિત કરવામાં આવ્યા. સી.એસ. લૂઇસ નામના લેખકને ઉપર કહ્યો એવો એક વિચાર આવ્યો. ગ્રીક, રોમન અને ખ્રિસ્તી દંતકથાઓના ઝનૂની વાંચક એવા લૂઇસે સોળ વર્ષની ઉંમરે એક ચિત્ર જોયેલું જેમાં રોમન દંતકથાઓમાં આવતો એક ગ્રામ્ય દેવતા એવો ફૌન એક હાથે છત્રી અને એક હાથમાં પાર્સલ લઈને બરફમાં ચાલી રહ્યો છે. આ ચિત્ર એમના મનમાં ૧૯૩૯માં ફરીથી આવ્યું અને એણે નક્કી કર્યું કે ચાલો આના વિશે એક વાર્તા લખીએ.

અને ફિર દસ સાલ બીત ગયે... પહેલા ભાગને લખતા લખતા. નામ આપ્યું ‘ધ ક્રૉનિકલ્સ ઑફ નાર્નિયા - ધ લાયન, ધ વૉર્ડરોબ ઍન્ડ ધ વિચ.’ ૧૯૩૯ના સપ્ટેમ્બર મહિનામાં શુદ લૂઇસના ઑક્સફોર્ડ પરગણા ખાતેના ઘરમાં ત્રણ સ્કૂલગર્લ્સ રહેવા આવી. માર્ગારેટ, મેરી અને કેથરીન. આ પરથી લૂઇસને એક નવું જ પરિમાણ (બોલે તો ડાયમેન્શન) મળ્યું, જેમાં ચાર બાળકો પીટર, સુઝાન, લ્યુસી અને એડમંડ દૂર એમની એક માસીને ત્યાં રહેવા જાય જે એક નિવૃત્ત પ્રોફેસરના ઘરમાં દેખરેખ રાખતી હોય. અને આખી વાર્તા એ રીતે આગળ વધે છે. પણ અહીંયાં આપણે વાર્તાની વાર્તા નહીં માંડીએ. અહીંયાં વાતકરવી છે ઉપર નોંધ્યું એ વાક્ય જે બોલે છે એની - આસ્લાની. આસ્લાન એક સિંહ છે જે નાર્નિયાનો રાજા છે. જંગલના રાજા જેવો જ, પણ બ્રેવ ઍન્ડ વાઇઝ - સમજણો અને બહાદુર. બધા એની આમન્યા રાખે. લ્યુસીને એ સૌ પહેલા દેખાય છે અને એ રીતે ચારેય બાળકોને એ માર્ગદર્શન આપતો જાય છે, નાર્નિયામાં રહેલાં દૂષણો દૂર કરવા માટે. પીટર જે સૌથી મોટો હોય છે એ પૂછે છે આસ્લાનને કે અમને અહીંયાં કેમ લાવવામાં આવ્યા ? ત્યારે આસ્લાન કહે છે કે તમારી જરૂર હતી એટલે. આ એ જ ઉંમર છે જ્યારે બાળકમાં નિર્ભયતા, વિશ્વાસ, બહાદુરી જેવા ગુણોના સિંચનની જરૂર હોય છે. એક શિક્ષકની જેમ આસ્લાન દરેક બાળકને એની ક્ષમતા મુજબના ટાઇટલ આપીને નવાજે છે. પીટર ધ બ્રેવ, એડમંડ ધ જસ્ટ, લ્યુસી ધ વેલીએન્ટા (શૂરવીર), સુઝાન ધ જેન્ટલ - એમની મૂળ પ્રકૃતિ મુજબ. આસ્લાન પણ કૃષ્ણ અને ડંબલડોરની જેમ બાળકો માટે માર્ગ પણ કરે છે અને એમને ખીલવા દે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતાં અને નિષ્ફળતાનો સ્વાદ ચાખતાં પણ કરે છે, પણ અંતે એમને કશુંક શીખવે છે. (કોને જૂની ઋષિ પરંપરા યાદ આવી ?) આમ, ગુરુનો પાઠ આસ્લાન બખૂબી ભજવે છે.

આપણે પણ ક્યારેક ને ક્યારેક જીવનમાં આસ્લાનનો અનુભવ કરતા હોઈએ છીએ. અચાનક કોઈ નાનકડી એવી સલાહ કે મદદ આપણા ૪ પ્રૉબ્લેમ્સને ચૂટકી મેં ગાયબ કરી દે છે. વાર્તામાં આસ્લાન કહે છે, ‘હું તમારી દુનિયાનું બીજું નામ ધરાવું છું; પણ તમે મને જાણી શકો એટલા માટે જ મેં તમને અહીંયાં (નાર્નિયા) બોલાવ્યા. કદાચ, અહીંયાં તમે મને જાણીને ત્યાં તમારી દુનિયામાં મને વધુ સમજી શકશો.’ આ જ વાક્ય કૃષ્ણ માટેય લાગુ નથી પડતું લાગતું ? આગળ લ્યુસી પૂછે છે, ‘અમે તને જોઈ શકશું હવે ? અમે કેમ વધુ સમય નાર્નિયામાં ન રહી શકીએ ?’ આસ્લાન કહે છે, ‘તમારે જે શીખવાનું હતું - કે જે તમને તમારી દુનિયામાં કામ લાગે - એ બધું તમે અહીંયાં નાર્નિયામાં શીખી લીધું છે. હવે જ સમય છે તમારા પાછા જવાનો. હું સદાય તમને જોયા કરીશ, તમારી આસપાસ જ હોઈશ.’

આપણા સૌના જીવનમાં પાંચમી સપ્ટેમ્બર એક વાર જ આવે છે ? કે દરરોજ - હંમેશાં આવતી રહેતી હોય છે ? “્‌રૈહખ્તજ હીદૃીિ રટ્ઠીહ ંરી જટ્ઠદ્બી ુંૈષ્ઠી, ઙ્ઘીટ્ઠિર્ હી.”

પાપીની કાગવાણી :

ઉર્િહખ્ત ુૈઙ્મઙ્મ હ્વી િૈખ્તરં, ુરીહ છજઙ્મટ્ઠહ ર્ષ્ઠદ્બીજ ૈહ જૈખ્તરં,

છં ંરી ર્જેહઙ્ઘર્ ક રૈજ ર્િટ્ઠિ, ર્જિર્િુજ ુૈઙ્મઙ્મ ર્હ ર્દ્બિી.

ઝ્ર.જી. ન્ીુૈજ (્‌રી ઝ્રરર્િહૈષ્ઠઙ્મીજર્ ક દ્ગટ્ઠહિૈટ્ઠ, ્‌રી ર્ન્ૈહ, ંરી ુૈંષ્ઠર ટ્ઠહઙ્ઘ ંરી ુટ્ઠઙ્ઘિર્િહ્વી)