Kautuk Katha - 5 Harsh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

Kautuk Katha - 5



કૌતુક કથા

-ઃ લેખક :-

હર્ષ પંડયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મધર્સ ડે અને સૌરાષ્ટ્રની એ માં

યે બાત ઉન દિનો કી હૈ માય લોર્ડ, જયારે કદાચ મધર્સ ડે નો કોન્સેપ્ટ સૌરાષ્ટ્રમાં પ્રચલિત નહોતો. એક એવી માં ની વાત કરીએ જેને આ દિન અને એના સેલિબ્રેશનની જરૂર જ નથી. આપ સૌ માંથી ઘણાએ ડાયરાઓમાં સાંભળી હશે. જુનાગઢમાં સોલંકીઓએ કિલ્લો સર કર્યા પછીનો એ સમય છે. અગ્નિકુંડમાં જૌહર માટે પડતા પહેલા રાજપુતાણીએ એની દાસી વાલબાઈ ને બોલાવી. પુરા નામ વાલબાઈ વડારણ. વાલબાઈને કહ્યું,’વાલબાઈ, મારા આ વરસ એક નાના દીકરાને તું કોડીનાર પાસે આલીદર બોલીદર ગામના દેવાયત આહીર ને ત્યાં પહોંચાડી દઈશ? એને મેં મારો ભાઈ માન્યો છે.’ વાલબાઈ આદેશને માથે ચડાવીને મહેલની બહાર નીકળી. આ તો રાજદાસી. બધે સોલંકીઓની ચોકી મુકાઈ ગઈ હતી.તરત ઓળખાઈ જાય, એટલે એક સફાઈ કામદાર એવા ભીમડા રખેહરને સાધ્યો. ‘ભીમડા, તને એમ છે કે મારી માથે સુંડલો છે? આમાં રા ની જ્યોત બળે છે, રા નો વંશ છે ભીમડા. એને તું તારી માથે લઈ લઈશ?એટલે કોઈને શંકા ન જાય?’ ‘લાવ બેન, આમેય અમારી માથે તો સુંડલા જ હોય ને !!’ ‘પણ જે વહેલું આલીદર બોલીદર પહોંચે એ રાહ જુએ.’ ‘હા પાકું’.

વાલબાઈ વહેલી પહોંચી ગઈ. ભીમડો રખેહર પરસેવે રેબઝેબ પહોંચ્યો. ‘લે બેન, હવે આ સુંડલો તારા માથે લઈ લે. ઓલું રહ્યું દેવાયત આહીર નું ખોરડું.પણ એક વચન આપતી જા.’ ‘દીધું વચન’. ‘તારી કમરમાં જે કટાર છે એ આપતી જા.’ ‘કેમ?’ ‘વચન આપ્યા બાદ ખુલાસા ન હોય વાલબાઈ.’ હજી વાલબાઈ પૂંઠ ફેરવે ત્યાં તો કટાર ભીમડાએ પેટમાં નાંખી દીધી. કણસતા અવાજે બોલ્યો,’અમે નાનું વરણ કહેવાઈએ બેન, અમારા નાના પેટ હોય. કાલ ઉઠીને કોઈકને મેં આ વાત કહી દીધી તો રા નો વંશ ઓલવાઈ જાય’. ભારે હૈયે વાલબાઈ દેવાયત બોદરને ખોરડે પહોંચી-બધી વાત કરી. દેવાયતે પત્નીને હાંક મારી,’સાંભળ્યું? જૂનાગઢથી મહેમાન આવ્યો છે.’ પત્ની સોનલબા બેય સંતાનોને ધવરાવતી હતી. નાનો ઉગો અને દીકરી જાહલ. જાહલનું ધાવણ છોડાવીને રા ના એ વંશને ધવરાવ્યો અને મોટો કર્યો. એ વંશનું, એ જ્યોતનું નામ એટલે રા નવઘણ.

અત્યાર સુધી ઈતિહાસે બે સુંડલા આહીરના ખોરડે જતા જોયા છે. એક વસુદેવનો સુંડલો નંદ ને ત્યાં અને બીજો રા નો સુંડલો દેવાયત આહીરને ત્યાં. પાંચ વર્ષે દેવાયતને રાજમાંથી તેડું આવ્યું. ‘સાંભળવા મળ્યું છે કે તમે દુશ્મનને ઉછેરો છો?’ ‘હા, મોટો કરૂં છું ને !!’ ‘એમ?રાજ સામે વેર બાંધવા?’ ‘ના,રાજની સેવા કરવા.હું સામેથી આપી જાત પણ તમે સામેથી તેડાવ્યો એ મારા માટે તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. લેતો આવું દુશ્મનને.’ ‘ના, તમે નજરકેદમાં રહો અને ત્યાંથી દુશ્મનને બોલાવો.’ દેવાયતે પત્નીને સંદેશો મોકલાવ્યો, ‘આવેલ માણસો સાથે સારી રીતે વાત કરજો. અત્યાર સુધી દુશ્મનને ઉછેરીને મોટો કર્યો છે એને સાથે મોકલજો. પણ રા રાખતા વાત કરજો.’ પત્ર વાંચીને સોનલબા સમજી ગઈ. દુશ્મનને ઉઠાડયો, તૈયાર કર્યો,હેતથી ચૂમી લીધી ત્યાં નવઘણ ઊંંઘમાં કહે,’માં, મારે ય ભાઈ સાથે જવું છે.’ ‘બેટા તું મારી સાથે પછી આવજે.’ દુશ્મન પહોંચી ગયો રાજદરબારમાં. દેવાયતને આદેશ થયો-આનું માથું વાઢી નાંખો. આંખના પલકારામાં દુશ્મનનું માથું ધડથી જુદું થઈ ગયું. અને પછી રાજદરબારને ખબર પડી કે આ તો દેવાયત આહીરનો દીકરો ઉગો હતો. નવઘણ નથી. દેવાયતને અનેક રીતે મનાવવાની કોશિશો કરી, પણ દેવાયતે એજ રટણ ચાલુ રાખ્યું કે આ મર્યો એ દુશ્મન જ હતો. અંતે સોનલબા ને બોલાવાયા, એમ માનીને કે માં તો ઓળખી જ જાય ને !! એ પહેલા મૃત્યુ પામેલ શબની બેય આંખો કાઢી લેવામાં આવી હતી. એ આંખો ઉપર ચાલવાની અગ્નિપરીક્ષા કરવાની હતી. અને શરત એ કે જો આંખોમાંથી આંસુનું એક ટીપું પણ પડયું તો સાબિત થઈ જાય કે એ ઉગો જ હતો. સોનલબા એ એ બેય પરીક્ષા એકદમ સહેલાઈથી પૂર્ણ કરી. પાંચ વર્ષની વયે નવઘણનું બોદર દંપતીએ પોતાના પેટના જણ્‌યા દીકરાનું બલિદાન આપીને એનું રક્ષણ કર્યું. પછી તો દેવાયત આહિરે વિદ્રોહ કર્યો અને જૂનાગઢની ગાદી પર રા નવઘણની તાજપોશી થઈ. કોડીનાર આ મામલાના સમાચાર પહોંચ્યા. અને સોનલબા એ આશીર્વચન આપ્યા, ‘બેટા નવઘણ, ગરીબોનો બેલી થજે. તારૂં રાજ સૂર્ય ચંદ્ર જેટલું પ્રકાશે.’ પછી સોનલબાએ દીકરા ઉગાના અવસાનનો સાડલો પંદર વર્ષે પહેર્યો અને મરશીયા ગાયા.

દિલ હચમચાવી દે એવી આ વાર્તાના પાયામાં પાંચ માણસોના સમર્પણ છે. ભીમડો, વાલબાઈ, બોદર દંપતિ અને જાહલ. જાહલના ભાગનું ધાવણ નવઘણને મળ્યું હતું એ વાત નવઘણે બરાબર યાદ રાખી હતી અને કહેવાય છે કે બહેન જાહલને લગ્નસમયે કાપડામાં ‘ક’ અક્ષરથી શરૂ થતા ૨૨ ગામ આપ્યા હતા.

પાપીની કાગવાણીઃ

કિસીકો ઘર મિલા હિસ્સે મેં, યા કોઈ દુકાન આયી,

મેં ઘરમે સબસે છોટા થા, મેરે હિસ્સે મેં માં આઈ..

* મુનવ્વર રાણા

ફિલ્ડ માર્શલ સામ માણેકશા- આઈ એમ ઓકે !!

મધર્સ ડે અને સૌરાષ્ટ્રની એ માં

‘જી નહીં મેડમ, આ બરાબર સમય નથી.’

‘કેમ? દુશ્મન આપણી ચુપ્પીને આપણી નિર્બળતા સમજે એવું હું નથી ઈચ્છતી. સમજો છો ને તમે?’

‘બરાબર સમજુ છું મેડમ, પણ આ મહિનામાં ત્યાં બ્રહ્‌મપુત્રા અને ગંગા ગાંડીતુર હોય છે.આપણા લશ્કરે શું કામ એવા ભયાનક ગરમી અને પૂરમાં ત્રાસ વેઠવો?’

સાચો સંવાદ જરાતરા ફેરફાર સાથે મુક્યો છે. દેખીતી રીતે, આ સંવાદ એક પ્રધાનમંત્રી અને એક આર્મી જનરલ વચ્ચેનો છે. એ પ્રધાનમંત્રી એટલે સ્વ. ઈન્દિરા ગાંધી અને એ જનરલ એટલે જનરલ સામ માણેકશા. અંગત જીવનમાં હસમુખા અને ઝીન્દાદિલ મિજાજી જનરલ હજુ થોડા સમય પહેલા આ દેશની ધરતીને છોડીને હંમેશ માટે ઉપર ડયુટી બજાવવા પહોંચી ગયા છે. પ્રધાનમંત્રીને પણ સ્પષ્ટ સત્ય મોઢામોઢ ચોપડાવી દેવાના કારણે ઘણીવાર એમના સાથીદારોને લાગતું કે આ વ્યક્તિ વધુ પડતું સ્પષ્ટ કહેવાના મામલે ભરાઈ પડશે, પણ એવું થતું નહીં કેમકે પ્રધાનમંત્રીને પણ જનરલના મતને સ્વીકારવો પડે એટલો એમનો અનુભવ હતો. શાતીર દિમાગ અને અજોડ વ્યૂહરચના ઘડી કાઢવામાં ઈઝરાયેલના એક સમયના આર્મી ચીફ રહી ચુકેલા જનરલ મોશે દાયાનને પણ યાદ કરવા રહ્યા. આ એજ મોશે દાયાન, જેમને ઓલિમ્પિક ૧૯૭૨ વખતે મૌતને ઘાટ ઉતારી દેવાયેલા ખેલાડીઓના હત્યારાઓને ચુન ચુન કે મારવા માટેની જવાબદારી તત્કાલીન વડાપ્રધાન ગોલ્ડા મીરે આપી હતી જેને એમણે બખૂબી પાર પાડી હતી. મોશે દાયાને જગપ્રસિદ્ધ સિક્સ ડે વોરમાં ય છ દિવસમાં અડધો ડઝન દુશ્મન દેશોને હંફાવી ધૂળ ચાટતા કરી દીધેલા.

ઈ.સ. ૧૯૭૧. યુદ્ધના ભણકારા તો ક્યારના ય વાગતા હતા પરંતુ પલીતો ક્યારે ચંપાય એ જોવાનું હતું. એ સમયે અમેરિકી પ્રમુખ રીચાર્ડ નિકસન અને વિદેશપ્રધાન હેન્રી કિસીન્જર ભારત આ ધગી રહેલા વાતાવરણ પર ઠંડુ પાણી રેડવા આવ્યા હતા. એવામાં જનરલ સામ માણેકશાને એક દિવસ પી,.એમ. હાઉસ જવાનો સંદેશો આગલે દિવસે મળ્યો. એમાં સુચના હતી કે બીજે દિવસે પોતાના લશ્કરના ગણવેશમાં હાજર રહેવું. સમય હતો બ્રેકફાસ્ટનો. સામાન્ય રીતે બ્રેકફાસ્ટ પર યુનિફોર્મની જરૂર ન હોય એવી દુવિધામાં વિચારતા વિચારતા એમણે બીજે દિવસે તૈયાર થઈ પી.એમ. હાઉસ તરફ પ્રયાણ કર્યું. સવારે બ્રેકફાસ્ટના ટેબલ પર નિકસન, શ્રીમતી ઈન્દિરા ગાંધી અને હેન્રી કિસીન્જરે ઔપચારિક વાતો શરૂ કરી. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ સીધો જ મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ રીતે પૂર્વ પાકિસ્તાનમાંથી રોજેરોજ નિરાશ્રીતો આવે એના કરતા આ સમસ્યાઓનો નિવેડો લાવી દેવાય એવું હું દ્રઢપણે માનું છું. અને આ મુદ્દે મારે એ જાણવું છે કે અમેરિકાનો મત શું છે? અમેરિકી રાષ્ટ્રપ્રમુખ નિકસને મીંઢા હાસ્ય સાથે વાત ને ઉડાડવાની શરૂ કરી ત્યાં જનરલનો પ્રવેશ થયો. ઈન્દિરાજી એ વાક્ય ઉઠાવ્યું,’જો તમે સહકાર નહીં આપો, તો હું (જનરલ તરફ ઈશારો કરીને) આ માણસને પૂર્વ પાકિસ્તાન પર છુટ્ટો મૂકી દઈશ.’ મીટીંગ ત્યાં જ પતી ગઈ. ચોકેલા જનરલે પ્રશ્નસુચક નજરે પી.એમ. સામે જોયું ત્યારે પી.એમ, એ સસ્મિત જોયું. જેનો અર્થ એ થતો હતો કે યેસ, મને ભરોસો છે મારા નિર્ણય અને પસંદગી પર.

૧૬ ડીસેમ્બર, ૧૯૭૧. પાકિસ્તાની જનરલ નિયાઝીએ ભારતના લશ્કર સામે શરણાગતિ દસ્તાવેજ પર સહી કરી આપી ત્યારે જનરલ માણેકશા ત્યાં હાજર ન હતા. હારેલા દુશ્મન પણ આર્મીમાં ચોક્કસ રેન્ક પર છે એ વાત એ ભૂલ્યા ન હતા, એમણે ભારોભાર ખેલદિલી અને સન્માનપૂર્વક પાકિસ્તાની ફૌજીઓના શબોને સુપરત કરવામાં અંગત રસ લીધો હતો. સૌ પહેલા ઉપર નોંધ્યો એ સંવાદ યુદ્ધનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું એ વખતનો છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ ફિલ્મ ‘બોર્ડર’માં જે યુદ્ધના દ્રશ્યો છે, એ બેટલ ઓફ લોંગેવાલામાં પાકિસ્તાની લશ્કરે ધૂળ ચાટતા થઈ જવું પડયું હતું. ફિલ્મના ઘણાખરા દ્રશ્યો કાલ્પનિક છે એટલે એની ચર્ચા બાજુ પર રાખીએ,પરંતુ બેટલ ઓફ લોંગેવાલાના કુલદીપસિંહ ચાંદપૂરી તો એ જ છે જે ફિલ્મમાં બતાવે છે. મૂળ તો પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો પ્રદેશ બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર થવા ઈચ્છુક હતો પરંતુ મૂળ પાકિસ્તાનને એ મંજુર ન હતું. એટલે બાંગ્લાદેશ મુક્તિવાહીની તરીકે ઓળખાતી ક્રાંતિકારી સંસ્થાને મદદ કરવાના કારણોસર પાકિસ્તાને ખુલ્લેઆમ ૩ જી ડીસેમ્બર,૧૯૭૧ એ મોરચો ખોલી દીધો. જેનો જવાબ અને ફૈસલો ફક્ત ૧૩ દિવસમાં આવી ગયો હતો.

સલામ જનરલ....

વી આર નોટ ઓકે વિધાઉટ જનરલ્સ લાઈક યુ.

ફાધર્સ ડે

મેરે બાપ, પેહલે આપ

‘તું અસલ તારા બાપ જેવો છે. જીદ્દી અને નાસમજ.’

‘......’

‘જેમ્સ પોટર. ગ્રીફીનડોરમાં એ જ સોનેરી બોલ પકડવા માટે મશહુર હતો.’

‘......’

‘એટલે જયારે સમય આવશે ત્યારે આ છોકરો પોતે જ ડાર્ક લોર્ડ સામે એનો જ હોરક્રક્સ બનીને એનો નાશ કરશે એમ?’

‘હા..હા એમ જ થશે સર્વેયસ.’

‘એટલે તમે એને ડાર્ક લોર્ડની સામે એ સુવરની જેમ કતલ થઈ જાય એવું થવા દેશો?’

‘હા. પણ એવું લાગી રહ્યું છે સર્વેયસ, કે તું છોકરા માટે લાગણી કરવા લાગ્યો છે.’

‘હા...કાયમ.’ (એક્સ્પેક્ટો પેટ્રોનમ)

(ફિલ્મઃ હેરી પોટર)

-------------------------------------------------------------------------------------------

‘તું શા માટે ન્યુયોર્કમાં જવા માંગે છે?’

(પતરાનો નાનો ડબ્બો કાઢીને કાળજીપૂર્વક એક ફોટો કાઢે છે.)

‘જો, આ ફોટામાં દેખાય એ જોઝ બેન્ડ ૧૯૫૬ માં મારા ગામ ક્રોકોઝીયામાં આવેલું. મારા પપ્પાને આ બેન્ડના ગીતો બહુ ગમ્યા. એટલે એમણે એ આખા બેન્ડના ઓટોગ્રાફ લેવાનું શરૂ કર્યું. કેટલાકે આપ્યા, કેટલાકે પત્રથી મોકલાવ્યા. એમ કરતા કરતા ચાલીસ વર્ષ થયા. એક બેન્ડપ્લેયરનો પત્તો ન લાગ્યો. એ ઓટોગ્રાફ ભેગા કરતા કરતા એ ગુજરી ગયા,પણ પેલાનો પત્તો ન જ લાગ્યો. મરતા પહેલા મેં વચન આપેલું. એ પૂરૂં કરવા જ અહિયાં આવ્યો છું.’

‘પણ આટલે દુર કેમ?’

‘એમાં એવું છે, જો હું આવા કોઈ શોખમાં ગુજરી ગયો હોત તો મારો બાપ પણ અહિયાં આવત.’ (ફિલ્મઃ ધ ટર્મિનલ)

--------------------------------------------------------------------------------------

ફાધર,પપ્પા,બાપા,કાકા,તાતા,બાપુજી,દાજી...અગણિત નામો. લાગણી એક જ. પિતાની. બાપ અને સંતાન- આ એક એવો કોયડો છે જેનો ઉકેલ મૌનમાંથી વધુ મળે છે, જેટલા ડાયલોગ વધુ એટલા ડીફરન્સ વધારે. ડિસ્કવરી ચેનલના એક કાર્યક્રમમાં જન્મથી જ બે શરીર લઈને જન્મેલા ઢષભ નામના બાળક પર જયારે અમેરિકી ડો. સ્ટેઈન ઓપરેશન કરવાનું કહે છે ત્યારે એનો બાપ બહુ ટૂંકા વાક્યોમાં ડોક્ટરને કહી દે છે- એની ખુશીથી વધુ મારે કઈ જોઈતું નથી. પણ મારી આવક ઓછી છેપ. રામ સીતા માટે વિલાપ કરે એ દેખાય છે, દશરથનો વિલાપ એટલો ફોકસમાં જ નથી આવતો. સદાય પુરૂષપ્રધાન સમાજ હોવાની ફિશીયારીઓ મારતી સ્યુડો-ફેમીનીસ્ટ સ્ત્રીઓને આ વસ્તુ દેખાશે ખરી? દશરથ શું, રામનો દશરથને મિસ કરતા રહેવાનો વિલાપ કેટલો નોંધાયો છે? કૃષ્ણ વસુદેવ માટે કેટલા ચિંતિત હતા એ ક્યાં કોઈને નોંધવાનો ટાઈમ હતો? અને ખાલી હોલીવુડ જ શું કામ? બોલીવુડનું પણ એક સેમ્પલ વાંચોપ

“ઈશ્વર (માનવનું સીમ્બોલીક નામ, ઈસે કેહતે હૈ જેબ્બાત !!), તમે એને કહી કેમ દેતા નથી કે તમને લાઈલાજ કેન્સર છે?”

“હું કહી પણ દઉં એને. ઘણીવાર એવા મોકા પણ મળ્યા. પણ પછી જયારે કોઈ એને પૂછશે કે હેં આદિત્ય, તે કેમ એક્ટિંગ કેરિયર છોડી દીધી? ત્યારે એ એવો જવાબ આપશે કે- હું તો જતો જ હતો એક્ટિંગમાં, પણ અચાનક જ મારા પિતાની મૃત્યુ થવાથી મેં આ બિઝનેસ હાથમાં લીધો. ના, હું એને મારે લીધે રોકવા નથી માંગતો. મને એક લાંબી સીડી દેખાય છે. અહીંથી સ્વર્ગ સુધીની. એક તરફથી એનું બાળક આવી રહ્યું છે. બીજી તરફથી હું જી રહ્યો છું. બસ એ જોવાનું છે કે અમે ક્યારે ભેગા થઈએ છીએ. આ રમકડું મેં ખાસ એના માટે બનાવ્યું છે. હાહાહા, ગામ આખાના બાળકો માટે રમકડા બનાવતો માણસ, ખુદના પૌત્ર માટે રમકડું ન બનાવે તો કેવું લાગશે?”પ.( ફિલ્મઃ વક્ત-ધ રેસ અગેઈન્સ્ટ ટાઈમ !!)

બાપ ક્યારેય માં જેટલું બોલતો નથી, પણ સંતાનના હૃદયના તાર જયારે બાપના તાર સાથે સિન્ક્રોનાઈઝ થાય ત્યારે સાયલન્ટ કોમ્યુનીકેશન સમગ્ર વાતાવરણમાં પ્રસરી જાય છે. મમ્મી પાસે તો સંતાન અમથુંય વધુ જ રહેલું હોય છે. બાપ સાથે જોડાવું એ અહંને પી જવા જેટલી મુશ્કેલ ક્રિયા છે. દરેક સંતાન બાપને પોતાના કરતા ઓછા જાણકાર માને છે,પણ લાઈફના અમુક તબક્કે તો એ રીઅલાઈઝ થઈ જ જાય છે કે “એ વ્યક્તિ, બાપ શું કામ છે?” સંતાનના દરેક એચિવમેન્ટમાં મમ્મીની શીખ અને પપ્પાની ગીફ્ટ હોય છે. પપ્પા ગીફ્ટ શેની આપે? લેટેસ્ટ ગેજેટ્‌સ? ડબલ પોકેટમની? મસ્ત હોટલમાં લંચ-ડીનર?ના, એ ગીફ્ટ હોય છે જીત્યા પછી પગ જમીન પર ખોડાયેલા રહે એ માટેની સ્થિર બુદ્‌ધિની. રીલેશનશીપની ઠેસમાં મમ્મી સધિયારો આપે, તો બાપ વેલ્યુઝ યાદ કરાવે. ખુમારીથી ટટ્ટાર ઉભા રહેતા અને વિનમ્રતા રાખીને નમવામાં. સારૂં શું ખરાબ શું એ માં સમજાવે. બાપ શીખવાડે સત્યનો પક્ષ લેતા અને માફ કરતા. જીત માટે બલિદાન આપતા બાપ શીખવાડે છે.

‘મને ખબર છે કે હરિલાલે ઈસ્લામ અંગીકાર કર્યો છે. હું એમાં ખોટું જોતો નથી. કેમકે એ હરિલાલ હોય કે અબ્દુલ્લા, અંતે તો એનો અર્થ ઈશ્વરનો બંદો એવો જ થાય છે.’ (ફિલ્મઃ ગાંધી માય ફાધર)

બાપ-સંતાનના સંબંધોને આપણે કોણ જાણે કેમ પણ ઉષ્માપૂર્ણ કલ્પી શકવામાં નાનમ અનુભવીએ છીએ. પપ્પા તમને પૂછી શકે, જમ્યો કે નહીં, ઈન્ટરવ્યું કેવો ગયો, તને અપ-ડાઉન થી થાક લાગતો હોય તો તારા સાહેબને વાત કર અહિયાં રાખવા માટે...આવી અગણિત વાતો શું આપણામાંથી કોઈએ માં ના જ મોઢે સાંભળી હોય એવું તો હરગીઝ નથી. અચાનક પપ્પા આંખો ખોલીને બંધ કરીએ એટલા સમયગાળામાં અંધારા અજવાળાની પેલે પાર પહોંચી જાય એ પછી મુશ્કેલીઓમાં એમના વિચારો-વાતો અનાયાસે યાદ આવી જાય તો સમજવું કે એ ક્યાંય ગયા જ નથી. એ ત્યાં જ છે, તમારી નજીક જ...

સર્જન અને અનુસર્જન- બાપ સે અચ્છા બેટા

હા, સહી પહેચાના. સર્જન એટલે શું એ બધાને ખબર છે. ઘણા અલગ અલગ ક્ષેત્રના સર્જકો આપણી નજર સામે છે જેમણે ઉત્કૃષ્ટ કક્ષાનું સર્જન કરીને એમના સર્જનો સમાજને અર્પણ કરી દીધા. પરંતુ, એવા સર્જકો પણ છે જેમણે ન સિર્ફ સર્જન કર્યું, પરંતુ કેટલાક સર્જનોને પોતાનો આગવો મિજાજ પહેરાવી, એને પોતાની કલ્પનાથી શણગારી, લોકભોગ્ય બનાવી નાંખ્યું. આજે એમની વાત માંડીએ.

૧.* મન મોર બની થનગાટ કરે- અસલમાં ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે રચેલા બંગાળી ગીતનું અનુસર્જન આપણા ઝવેરચંદ મેઘાણીએ કર્યું. અસલ કરતા વધુ સરસ બનેલું આ ગીત અનેક ગાયકોએ ગયું છે જેમાં સ્વ.હેમુ ગઢવી, ખુદ મેઘાણી, ભીખુદાન ગઢવી, અને ઓસમાણ મીરનો સમાવેશ થાય છે. વરસાદની વાદળીઓ ગોરંભાય અને સમગ્ર જીવસૃષ્ટિ જાણે આળસ મરડીને બેઠી થાય એવો લય અને ટહુકો કાનમાં ગુંજે ત્યારે ગુજરાતી હોવા પર વધુ એકવાર ગર્વ થઈ જાય.

૨.* હમ બેવફા હરગીઝ ન થે- અસલમાં કિશોર-આર.ડી.ની ફિલ્મ ‘શાલીમાર’ ની રચનાને જેમની તેમ રાખી, એમાં નવા વાદ્યો સાથે ડી.જે.અકીલે સરસ બનાવ્યું. સ્વર છે શાંતનું મુખર્જીનો. શાંતનું મુખર્જી કોણ એવો જો સવાલ થતો હોય તો એક વખત ગીત જરૂર સાંભળજો. ;)

૩.* દિલ ક્યા કરે,કબ કિસીસે- વો હી ધૂન, વો હી રફતાર, લેકિન? મૂડ વધુ ઘેરો.. ગાયક-અગેઈન શાંતનું મુખર્જી.

૪.* ભીગી ભીગી રાતો મેં, એસી બરસાતો મેં- લેસ્લી લુઈસ (હરીહરનના જોડીદાર) દ્વારા ફિલ્મ ‘અજનબી’ (૧૯૭૪) ના કિશોરદા-આર.ડી. ના ઓરીજીનલ માસ્ટરપીસ ને અપાયેલી આબાદ અંજલી. ગાયક-બાબુલ સુપ્રિયો.

૫.* દિલ કે ઝરોખે મેં તુજકો બિઠાકર- અકબર ખાન દ્વારા લંડનમાં યોજાયેલા ‘રફી રીસરેક્ટેડ ’ નામના કોન્સર્ટમાં ગવાયેલા ગીતો પૈકીનું એક ગીત. ગાયક-સોનું નિગમ. પશ્ચિમી વાદ્યોનું સરસ ફ્યુઝન.

૬.* હર કિસીકો નહીં મિલતા,યહાં પ્યાર ઝીંદગીમેં- અસલમાં ફિલ્મ ‘જાંબાઝ’નું મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલું અને આજ સુધી આપણા સૌના મનમાં ઘૂમતું રહેલું એ મીઠું ગીત આજના સમયમાં (ફિલ્મઃ ‘બોસ’) અરિજિત સિંઘ અને નીતિ મોહન ( ફિલ્મ ‘ગુરૂ’ ના મૈયા મૈયા ગીતવાળી ગાયિકા) ના અવાજમાં ઔર ખીલીને રેન્જ વિસ્તારે છે.

૭.* અપની તો જૈસે તેસે- હીટ ગીતોમાં આજે ય જેનો ડંકો વાગી રહ્યો છે એવા ફિલ્મ ‘લાવારીસ’ ના આ ગીતનું નવું વર્ઝન (ફિલ્મઃ ‘હાઉસફુલ’) હિટ ગાયક મીકા સિંઘના અવાજમાં પગ થીરકવા પર મજબુર ન કરે તો જ નવાઈ. વરઘોડા સ્પેશીયલ ગીત.

૮.* આજા મેરી જાન આજ- અત્યારે ટીવી ચેનલો પર ફિલ્મ ‘ૈં ર્ન્ંફઈ દ્ગરૂ’ નું આ ગીત ચાલી રહ્યું છે. અફકોર્સ, આ ગીત આર.ડી. એ બનાવ્યું છે એવું ગીતની ટાઈટલ ક્રેડીટમાં બતાવે છે. સિંગર તરીકે આપણા ‘સારેગામાપા’ શો ની ટેલેન્ટેડ મૌલી દવે છે. પરંતુ, આર.ડી.એ આ ગીત એક જૂની ફિલ્મ નામે ‘હીરાલાલ પન્નાલાલ’ માં સ્વ. હેમંતકુમાર પાસે પણ ગવડાવ્યું છે. લિંક -રંંજઃ//ુુુ.ર્એેંહ્વી.ર્ષ્ઠદ્બ/ુટ્ઠંષ્ઠર?દૃ=્‌દ્ગદ્ભઠઈન્કસ્ીએં

૯.* દિલ વિલ પ્યાર વ્યાર- આ આખું આલ્બમ ફિલ્મ તરીકે રીલીઝ થયું છે જેમાં બોસ(એટલે કે આર.ડી.)ના સરસ ગીતોને ફરીથી બનાવવામાં આવ્યા છે. સંગીતકાર- પ્રીતમ ચક્રબોર્તી.

૧૦.* ઝીંદગી મેં તો સભી પ્યાર કિયા કરતે હેં- અસલમાં આ ગીત મહેંદી હસન સાહેબ દ્વારા ગવાયેલી ગઝલ છે. બહુ પ્રસિદ્ધ ગઝલ. એને ફરીથી ગઈ સોનું નિગમે એના ડેબ્યુ આલ્બમમાં. ‘બેવફા સનમ’ એ આલ્બમનું નામ. કમ્પોઝર-મિલિન્દ સાગર,વિનય અને નીખીલ.

૧૧.* કહીં કરતા હોગા- અન્નામીકા નામની ગાયકે ‘ઈન્તેઝાર’ નામના આલ્બમમાં ગાયેલા ગીતનું ઓરીજીનલ વર્ઝન મેલ વોઈસ માં છે અને એ ફિલ્મ છે ૧૯૭૪ ની ‘ફિર કબ મિલોગી’. ગાયક-મુકેશ,લતાદીદી. સંગીત- આર.ડી.

હવે જરા ગીયર બદલીએ...

સો જા ચંદા રાજા સો જા- આ ગીત ફિલ્મ ‘મિશન કશ્મીર’નું છે. હા એજ ફિલ્મ જેને વિધુ વિનોદ ચોપરા એ બનાવી. ગેસ વ્હોટ, મુન્નાભાઈ ફિલ્મ્સના પહેલા ભાગમાં આ ટયુનનો ઉપયોગ થયો છે. ક્યારે? બાબુજી જયારે મુન્નાભાઈને મળે છે ત્યારે...

હજી એક. અજય દેવગણ,કાજોલ,જુહી ચાવલા, આમીર ખાન અભિનીત ફિલ્મ ’ઈશ્ક’ નું ‘ઈશ્ક હુઆ, કૈસે હુઆ..’ ની કડી ‘ના મેં જાનું,નાં તું જાને..’ ની ટયુન વપરાઈ ફિલ્મ ‘રેફ્યુજી’ ના ગીત ‘ઐસા લગતા હૈ..’માં... સંગીતકાર-બેયમાં અનુ મલિક. ;)

બોમ્બે વાઈકિંગ્સ નું નામ સાંભળ્યું છે? અચ્છા, પેલું ફિલ્મ ‘ભૂલભુલૈયા’ નું ટાઈટલ સોંગ સાંભળ્યું છે? ‘તેરી આંખે ભૂલભુલૈયા બાતેં હૈ ભૂલભુલૈયા..’ એ ગાયક છે નીરજ શ્રીધર. એ ભાઈની તો કારકિર્દી જ આ ધંધા પર ચાલી છે. સરસ રીતે ટ્રાન્સ-ક્રિયેશન કરી જાણે છે. ‘ઝરા નઝરો સે કેહ દો, નિશાના ચૂક ના જાયેં..’ સેલીના જેટલી પર ફિલ્માવાયેલું નીરજ શ્રીધરનું આ ગીત સ્વ.હેમંતકુમારના ગીતનું અનુસર્જન છે. એ સિવાય પણ, આ ભાઈને બેસ્ટ ન્યુકમર તરીકેનો હનીસિંઘને મળેલો એવોર્ડ જીતેલો છે. લતાદીદીના ‘હવા મેં ઉડતા જાયેં, મેરા લાલ દુપટ્ટા મલમલ કા’ નું ય સરસ ફ્યુઝન વર્ઝન બનાવ્યું છે.

હજી ગીયર વધારીએ...

‘૧૯૮૪’ એવું ટાઈટલ ધરાવતી જ્યોર્જ ઓરવેલની ક્લાસિક નોવેલના આધારે યુ.એસ.માં ‘બીગ બ્રધર’ નામનો રીયાલીટી શો બન્યો જેનું ભારતીયકરણ ‘બીગ બોસ’ ના નામે થયું.

સ્પાઈડરમેન તરીકે ટોબી મેગ્વાયરે ત્રણ ફિલ્મો કરી. ક્યુટ દેખાતા ટોબીએ પછી ‘ધ ગ્રેટ ગેટ્‌સબી’ જેવી સરસ ફિલ્મ પણ કરી. પરંતુ, પછી માર્ક વેબ નામના હોલીવુડ નિર્દેશકે આખી સીરીઝ નવેસરથી બનાવી. નામ આપ્યું ‘અમેઝિંગ સ્પાઈડરમેન’. સ્પાઈડરમેનના મૂળ સર્જક સ્ટેન લી હજી જીવે છે અને એની હાજરીમાં એમના બનાવેલા પાત્રના અનેક વર્ઝન બની ચુક્યા છે. હોલીવુડમાં આ વાતની નવાઈ નથી. સુપરમેન રીટર્ન્સ સુધીની ફિલ્મો પછી ક્રિસ્ટોફર નોલને ‘મેન ઓફ સ્ટીલ’ બનાવીને સીરીઝ રીબુટ કરી. એણે બેટમેન માટે પણ આજ રીતે ટ્રીલોજી બનાવી છે.

સંસ્કૃત સાહિત્યમાં વિલનને પણ સારી રીતે ચીતરીને એમને નવી ઊંંચાઈ આપી હોવાના પ્રમાણ છે. નાટકનું નામ ‘ઉરૂભંગમ’. દુર્યોધનની બેય જાંઘો ભીમ દ્વારા તોડી નાંખ્યા પછી દુર્યોધન-ધ્રૂતરાષ્ટ્ર, દુર્યોધન-કર્‌ણ અને બીજા લોકો સાથે દુર્યોધન છેલ્લીવાર વાત કરે છે એનું ચિત્રણ કર્યું છે. નાટકકાર છે ભાસ.

છે ને જમાવટ..