મુખી Jignesh Ribadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુખી

સરપચ

ગામના ચોરે ધણા બધા લોકો એકઠા થયા હતા,સાંજનો સમય હતો,શિયાળાની ઋતુ હોવાથી વાતાવરણમાંમા પણ ઠંડી હતી,ગામના બધા લોકો ભેગા થયા હોવાથી આજે નક્કી કરવાનું હતું કે ગામનો સરપંચ કોને બનાવો,આ ગામનો રીવાજ હતો કે ક્યારેય ચુંટણી કરવી નહી.અને ગામનો જે સારો વ્યક્તિ લાગે અને બધાને મંજુર હોય તેને સરપંચ બનાવી દેવો.

વાતાવરણ ઠંડું અને શાંત હોવાથી એક બાવીસેક વર્ષનો યુવાન બધાની વચ્ચે ઉભો થયો,તે ઉભો થઈને બોલવા લાગ્યો : “અત્રે ઉપસ્થિત મારા ગામના બધા વડીલો.મારા ભાઈઓ,મારા મિત્રો,,જો તમને કોઈને વાંધો ના હોય તો હું આપણા ગામનો સરપંચ બનવા તૈયાર છું “ આટલું વાક્ય બોલીને તે યુવાન શાંત ઉભો રહ્યો,

સભામાં ઉપસ્થિત અમુક લોકોને નવાઈ લાગી તો અમુક લોકોને ખબર જ હતી કે આ વ્યક્તિ સારો છે,તે ભણેલ-ગણેલ છે,અને ભૂતપૂર્વ જે પણ સરપંચ થયા તેણે તો ફક્ત ગામને ખાવાનું જ કામ કર્યું જયારે આ વ્યક્તિને તો ગામનો વિકાસ કરવામાં જ રસ છે એવું લાગે છે,

સભામાંથી એક બીજો વ્યક્તિ ઉભો થયો,તેણે પોતાનું પ્રવચન આપતા અને હાજર રહેલા દરેક સભ્યને પૂછતો હોય તેમ કહ્યું : આ બ્રિજેશ ભાઈને આપણા ગામના સરપંચ બનાવવામાં આવે છે કોઈને કઈ વાંધો છે,જો વાંધો હોય તો મહેરબાની કરીને અહી જણાવે “

સભામાંથી મોટાભાગના લોકોને બ્રિજેશ સરપંચ બને તેવી ઈચ્છા હતી આથી તેવો તો કઈ બોલ્યા નહી અને બ્રિજેશને સરપંચ બનવામાં સહકાર પણ આપ્યો પણ ગામ હોય ત્યાં ગંદકી હોય, ખેતર હોય ત્યાં ખડ હોય તેમ એક વ્યક્તિ ઉભો થઈને તેણે બ્રિજેશ સરપંચ બને તેમાં વિરોધ હોય તેમ વિરોધ દર્શાવવા લાગ્યો “ આ બ્રિજેશને હજી મૂછનો દોરો ફૂટ્યો નથી વળી જે લોકો હજી પોતાનો વિકાસ કરી શકતા ના હોય તેવા લોકો ગામનો વિકાસ કેવી રીતે કરી શકશે,અને વળી તેને રાજકારણમાં પણ કઈ અનુભવ નથી,જો ગામના બધા લોકોનો વિચાર હોય કે બ્રિજેશ જ સરપંચ બને તો મને તો કઈ વાંધો નથી પણ મારી વાત પર વિચાર જરૂર કરજો.,

ગામના બધા લોકો આ માણસને સારી રીતે ઓળખતા અને જાણતા હતા,તે મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો,તે સ્વભાવે પણ બહુ અતડો ( તોફાની-ખરાબ ) હતો,તે હમેશા કોઈક ને કોઈક ની ખરાબ અને ખોટી વાતો ગામમાં અફવાની જેમ ફેલાવતો,બ્રિજેશને તો પહેલેથી જ વિશ્વાસ હતો કે ગામમાં સરપંચ થવાનો મારો કોઈ વિરોધ નહી કરે પણ આ વ્યક્તિ જરૂર કરશે,કારણ કે જેમાં કાટ લાગી ગયો હોય તેમાં પહેલા જેવી સુંદરતા ના આવે,પણ બ્રિજેશ રાજી હતો કે ગામના મોટાભાગના લોકો તેને સરપંચ થવામાં સાથ-સહકાર આપી રહ્યા હતા,

એક મજુર જ નો વિરોધ હોવાથી ગામના વડીલ લોકોએ બ્રિજેશને ગામનો સરપંચ તરીકે જાહેર કરી દીધો,બ્રિજેશ સરપંચ થયો એટલે સભામાંથી તેને અભિનંદન આપવા તાળીઓનો ગણગણાટ થવા લાગ્યો.સરપંચ થઇ ગયો હોવાથી હવે બ્રિજેશને બ્રિજેશ તરીકે નહી પણ ગામનો mukhiમૂખી તરીકે જીવન જીવવાનું હતું,તથા હવે ગામના વિકાસની જવાબદારી પોતાના મસ્તક પર આવી ગઈ હતી,સભામાંથી બધા લોકો સરપંચ થયો તે બદલ ધન્યવાદ આપીને છુટા પડ્યા,

બ્રિજેશ પોતાની સરપંચ તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવવા માંગતો હતો અને ગામના વિકાસ કરવાનો જુસ્સો હોય તેમ તે જ્યાં જ્યાં પાકા અને ડામરના રસ્તા ન હતા ત્યાં ત્યાં પાકા અને ડામરના રસ્તા બનાવ્યા લાગ્યો,એક વર્ષમાં તો લગભગ ગામના દરેક રસ્તા પાકા બની ગયા હતા.ગામના લોકો પણ બ્રિજેશના કામથી ખુશ હતા,વડીલ લોકો તો બ્રિજેશના વખાણ કરતા થાકતા નહોતા,પણ પેલો ગરીબ અને મજુર વ્યક્તિને બ્રિજેશના વખાણ થાય તે તેને તીરની જેમ શરીરમાં ભોકતા હતા,પેલા મજુરને બ્રિજેશ પ્રત્યે એટલું બધું કારણવગરની નફરત હતી કે તે તેના પ્રત્યેની નફરતમાં જ સળગી રહ્યો હતો, બ્રિજેશ પ્રત્યેની નફરત મજુરને ક્યાય ચેન લેવા દેતી નહોતી એટલે તેણે નક્કી કર્યું કે હવે તો બ્રિજેશને ખત્મ કરવો પડશે નહિતર હું જ તેની નફરતમાં બળીને ખાક થઇ જઈશ,

ચોમાસાની ઋતુ હોવાથી ગામમાં વરસાદ પણ ધોધમાર વર્ષી રહ્યો હતો,ગામમાં એટલું બધું પાણી ભરાય ગયું હતું કે ગામમાં પુર જેવી સ્થિતિ ઉદભવી હતી,સતત ચાર-પાચ દિવસથી વરસાદ પડતો હોવાથી ગામના લોકો પણ પોતાનું રોજિંદુ કામ કરી શકતા નહોતા.અને ઘરની બહાર પણ નીકળી શકતા નહોતા,,તેવો ઘરે જ રહીને જ જુગાર, ગપ્પાબાજી મારીને પોતાનો સમય પચાર કરી રહ્યા હતા,

સતત વરસાદ પડવાને લીધે પેલા ગરીબ વ્યક્તિનું ઝુપડા જેવું મકાન ધરાસાયી થઇ ગયું,તેની પાસે સંપતીમાં કહી શકાય તેવું ઝુપડું એક જ હતું તે પણ વરસાદે લુટી લીધું હોવાથી તેવો સાવ પાયમાલ થઇ ગયા,બન્ને પતી-પત્ની જાણે દુનિયામાં અમારું કોઈ રહ્યું ના હોય તેમ ઉચા બરાડા (અવાજો ) પાડીને રડવા લાગ્યા,

વરસાદ બંધ થવાની તૈયારીમાં હોય તેમ ઝરમર ઝરમર વરસવા લાગ્યો,ગામમાં પેલા મજુર વ્યક્તિની વાત વાયુવેગે પ્રસરી ગઈ હોવાથી ગામના વડીલ લોકો અને બ્રિજેશ પેલા ગરીબ વ્યક્તિ પાસે ગયા અને તેને સાત્વના આપવા માટે બ્રિજેશ તેને કહેવા લાગ્યો :” રામલા. તું તારી બૈરીને કહે શાંત રહે,અને તું ચિંતા નહી કરતો અમે સરકારને દરખાસ્ત કરીશું કે તને નવું મકાન ફરી ઉભું કરી આપે અથવા તો લોન આપે અને જો સરકાર તારી મદદ ના કરે તો હું તમને વચન આપું છું કે હું તમને ગામમાંથી ફાળો કરીને નવું મકાન બનાવી આપીશ “બ્રિજેશની આ વાતનો ગામના બધા લોકો સહકાર આપવા માંગતા હોય તેમ મનમાંને મનમાં ખુશ થવા લાગ્યા,

બ્રિજેશે વચન આપ્યું હોવાથી રામલાની પત્ની તો શાંત થઇ ગઈ પણ રામલાને બ્રિજેશ પર અને ગામ પર વિશ્વાસ ના હોય તેમ મનમાંને મનમાં વિચાર કરવા લાગ્યો કે “ આ બ્રિજેશને તો સાવ ખોટું બોલવું ,તેને ગામના લોકોને સારું લાગે અને પોતાની કીમત થાય એટલે સારું ભાષણ આપવું હોય,બાકી મદદ કોઈ નહી કરે એનો મને વિશ્વાસ છે,બ્રીજલા હું તને છોડવાનો તો નથી,તું અમને મદદ કરે કે ના કરે,”

બધાય ગામના લોકો રામલાને રામ રામ કરીને જતા રહ્યા બ્રિજેશ તો રામલાનો જ વિચાર આવતો હતો કે એક તો બિચારા પાસે ખાવા માટે અને જે રહેવા માટે હતું તે પણ ભગવાને છીનવી લીધું,પણ મેં તેને વચન આપ્યું છે તેને હું પૂરું કરીને જ જંપીશ,પછી ભલે મારે મારી સંપતી કુરબાન કરવી પડે,

રાતનો સમય હતો,ચારેબાજુ અંધકાર હતો,કુતરાઓ પણ આરામથી સુઈ રહ્યા હતા,આવા સમયે એક અનજાન વ્યક્તિ પોતાના આખા શરીરે ધાબળો ઓઠીને તે રામલાની ઘર બાજુ જતો હોય તેમ લાગતું હતું,રામલાની ઘરે તેની પત્ની એક પથ્થર પર બેસીને કોઈની રાહ જોતી હોય તેમ અનિમેષ નયને એક બાજુ જોતી બેઠી હતી, પેલો અનજાન વ્યક્તિ રામલાની પત્ની પાસે આવીને બોલ્યો : જય શ્રી કૃષ્ણ,બહેન રામલો ઘરે છે કે નહી “

“ ના અત્યારે તો નથી,તમારે શું કામ છે અને તમે કોણ છો,” રામલાની પત્નીએ પ્રત્યુતર આપ્યો

“ પેલા વ્યક્તિએ રામલાની પત્નીને પોતાની પાસે રહેલા થેલામાંથી થોડાક રૂપિયા અને સોનાના અલંકારો આપતા કહ્યું : “ આ રૂપિયા અને અલાકારોથી તમે તમારું મકાન બનાવી લેજો અને રામલાને કહેજો કે તમારો કોઈ જુનો દોસ્ત આવ્યો હતો “ આટલું કહીને પેલો અનજાન વ્યક્તિ જે રસ્તા પરથી આવ્યો હતો તે જ રસ્તા પર ફરી રામ રામ કહીને જતો રહ્યો,

રામલાની પત્નીએ પેલા વ્યક્તિને તમે કોણ છો ,તમે કોણ છો એવું કેટલીયવાર પૂછ્યું છતાં પેલો વ્યક્તિ પોતાનું નામ જણવ્યા વગર જ પોતાના રસ્તે જતો રહ્યો,

રામલાની પત્ની પોતાના પતિનો સ્વભાવ સારી રીતે જાણતી હતી કે તે કોઈનો મિત્ર હોઈ શકે નહી તે મને ગળા સુધી વિશ્વાસ છે,તે કોઈનો મિત્ર બનવાને લાયક જ નથી,કારણ કે તેનો સ્વભાવ બહુ ખરાબ,ઈર્ચાલુ અને ક્રોધિત જ હોય છે,ક્યારેય મેં મારા લગ્ન-જીવન દરમિયાન તેમના ચહેરો પર હાસ્ય જોયુ નથી,પણ આ અનજાન વ્યક્તિ કોણ હશે જે રામલાનો મિત્ર છે તેવી ઓળખાણ આપે છે.

રામલો તો બ્રિજેશને આ દુનિયામાંથી મુક્તિ અને વિદાય આપવા માટે તેના ખેતરે ગયો,કારણ કે તેને ખબર હતી કે બ્રિજેશ જરૂર ત્યાં આવશે,બન્યું પણ એવું કે બ્રિજેશ રેઢીયાર ઠોરથી ખેતરના પાકને બચાવવા આવ્યો,બ્રિજેશને ઠંડી લાગતી હોવાથી તેણે થોડુક સુક્લધાસ અને લાકડા ભેગા કરી તાપ કર્યા અને ખેતરની ચારે-બાજુ આમ-તેમ નજર કરી શાંતિથી અગ્નિની ધૂની ધખાવી અને ત્યાં તાપ લેવા બેઠા,રામલો ઝુપડી પાછળ જ છુપાય જ બેઠો હતો,જેવો એને મોકો મળ્યો તેવો જ તેણે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી બ્રિજેશને લોહી-લુહાણ કરી દીધો,પછી રામલાએ બ્રિજેશના મસ્તક પર બોથડ પથ્થર મારી તેને પુરેપુરો ભૂમિ પર ઢાળી દીધો,બોથડ પદાર્થ લાગ્યો હોવાથી બ્રિજેશના શરીરમાંથી લોહીની નદીઓ વહેલા લાગી અને અંતે તેને અચાનક કોઈ ઝટકો આવ્યો હોય તેમ તેના રામ રમી ગયા અને તે ભગવાનને પ્યારો થઇ ગયો,

રામલો બ્રિજેશને મૃત્યુ પામેલો જોઇને ખુબજ ખુશ થયો,અને મનમાં જ મલકાવા લાગ્યો,અને વળી તેણે બ્રીજેશનું ખૂન કર્યું તેનો પણ તેને કઈ અફસોસ નહોતો,હજી રામલાને બ્રિજેશ પ્રત્યે ગુસ્સો અને નફરત હોય તેમ તેની પડેલા શબને બે-ત્રણ પગથી પાટું મારીને તેના પર થુકીને પોતાના ઘરે હરખાતો હરખાતો જતો રહ્યો,રામલો ઘરે પહોચ્યો તો જોયું તો તેની પત્ની તેની રાહમાં જાગતી હતી પણ તેના મુખ પર અચાનક કોઈ ખુશી આવી ગઈ હોય તેમ આનંદિત લાગતી હતી,રામલાને પણ થયું કે આજ કઈક નવું થયું હશે એટલે તેણે પૂછ્યું : “શું થયું,આજ કેમ તું બહુ ખુશમાં લાગે છે.,તારી ખુશી મને સોનેરી સૂર્યના કિરણોની જેમ તારા ચહેરા પર દેખાય રહી છે ”

“ આજ એક તમારો કોઈક અનજાન મિત્ર મને એક લાખ રૂપિયા રોકડા અને સોનાના અલકારો આપી ગયો અને આપણને તેનાથી મકાન બનાવવા કહ્યું છે ‘

“ પણ કોણ હતો એ “ રામલાએ સામે પ્રશ્ન કર્યો

“ તેના પહેરવેશ,તેનો વર્તાવ અને તેની બોલી સાંભળીને તો મને એમ જ લાગ્યું કે તે અનજાન વ્યક્તિ બીજું કોઈ નહી પણ બ્રિજેશભાઈ જ હતા, તેણે આપણને વચન આપ્યું હતું તે પૂરું કરવા માંગતા હશે એટલે જ તેવો અનજાન બનીને આવ્યા હશે અને આપણને મકાન બને તે માટે રૂપિયા આપ્યા હશે “

“ શું તને મદદ કરનાર તે બ્રીજ્લો જ હતો “ રામલાએ ચિંતાતુર અવાજે પૂછતો હોય એમ લાગતું હતું,

“ હા હા રામલા તે બ્રિજેશભાઈ જ હતા.કેમ કઈ થયું છે,આવું તું વિચિત્ર રીતે અને ચિંતાના ( ખીજથી) સ્વરે કેમ મને પૂછી રહ્યો છે “ પત્નીએ સામે પ્રશ્ન પૂછ્યો

“ મારાથી ખરેખર એક મોટું પાપ થઇ ગયું છે,મેં તેને અત્યારે જ આ દુનીયામાંથી મુક્તિ આપી છે,મને તેના પર એટલી બધો ગુસ્સો અને નફરત જ હતી કે મને તેના ખૂન કર્યા શિવાય શાંતિ મળી શકે એમ નહોતી આથી મેં આજે તેના ખેતરે તેનું ખૂન કરી નાખ્યું “ રામલો તેની પત્ની સામે પોતાની પાપલીલા વર્ણવા લાગ્યો.

પતિની પાપલીલા સાંભળી પત્નીને ખુબ જ ક્રોધ અને ગુસ્સો આવ્યો હોય તેમ તેના પતિને ન કહેવાનું બધું એકી સાથે કહેવા લાગી : “ જે હમેશા તમારું સારું વિચારતો હતો,જેણે તમારી ખુશી માટે પોતાની પત્નીના અલકારો પણ તમને મદદ કરવા આપી દીધા એવા દેવતુલ્ય પુરુષનું જ તમે ખૂન કરી નાખ્યું,તમે ખરેખર માનવ નથી પણ દાનવ છો,તમારા જેવા દાનવ લોકોને આ દુનિયામાં જીવવાનો કોઈજ અધિકાર નથી,અને હું તમારી પત્ની હોવાને લીધે મારે પણ જીવવાનો કોઈ અધિકાર નથી,એમ કહી રામલાની પત્નીએ ગોખલામાં પડેલું ધારદાર ચપ્પુ લઈને પોતાના પેટમાં ખોકી દીધું,ચપ્પુ વાગવાથી પત્નીના પ્રાણ-પંખેરું ક્ષણિકવારમાં ઉડી ગયા,

રામલો બધું અચાનક એકસાથે ઘટવાને લીધે અવાક અને મુર્તી જેવો જડ બની ગયો,ના તે કઈ વધુ બોલી શકે કે ના તે કઈ વધુ રડી શકે,તેની નિર્જીવ અને જડ સ્થિતિ જોતા એમ લાગતું હતું કે તેના પણ કદાચ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા,......

RIBADIYA JIGNESH M