ફેકબુક Jignesh Ribadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેકબુક

“ ફેકબુક “

રમેશ નામનો એક વ્યક્તિ મોટા એવા શહેરમાં પોતાની એકની એક દીકરી સાથે રહેતો હતો,તેની દીકરી રજની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી જયારે રમેશ એક સરકારી કચેરીમાં કલાર્કની નોકરી કરતો હતો,દીકરી ના ભાગ્ય ખરાબ હતા કે રમેશના ભાગ્ય ખરાબ હોય તેમ રજનીનો જન્મ થતા જ તેની મમ્મી ભગવાનને પ્યારી થઇ ગઈ,અને રમેશ અને રજનીને એકલા મુકીને તે અનંતની યાત્રાએ જતી રહી હતી.

પોતાને એક જ દીકરી હોવાથી વળી પોતાનો પગાર બીજો કોઈ વાપરનાર હતો નહી એટલે રમેશ તેની દીકરીની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરતો.દીકરી પાણી માંગે તો રમેશ તેના માટે દૂધ હાજર કરી દેતો,સગી માં પોતાની દીકરીનો ઉછેર સારી રીતે ના કરી શકે તેવો ઉછેર રમેશે પોતાની દીકરીનો કર્યો હતો,દીકરી કોલેજમાં હોવાથી વળી થોડીક ફેશનેબલ હોવાથી તેણે તેના પાપા પાસે જીદ કરીને એક મોંધો સ્માર્ટફોન લીધો હતો,

રજની ઘરે એકલી હોવાથી વળી તેનો કોઈ રીતે સમય ના જાય ત્યારે તે પોતાના પ્રાણપ્રિય મોબાઇલ સાથે રમવા લાગતી,એટલે કે રજની ફેચબુકની વ્યસની હોય તેમ તે આખો દિવસ પોતાના મિત્રો સાથે ફેચબુકમાં ચેટ કરતી અને પોતાનો સમય પચાર કરતી,

રજની ફેચબુક તો વાપરતી પણ તે તેનું અસલી નામ પર નહી પણ બીજું ખોટા નામનું આઈડી બનાવીને બધા મિત્રો સાથે ચેટ કરતી,તેણે પોતાનું આઈડી ખોટું એટલે રાખ્યું કે તેની બહેનપણીએ સલાહ આપી હતી કે તું નેટ ભલે ઉપયોગ કરે પણ ક્યારેય તું તારું સાચું નામ કે સરનામું ફેચબુકમાં નાખતી નહી કે કોઈને કહેતી નહી.નહિતર કારણ વગર લોકો તને બ્લેકમેલ કરશે,

પોતાની બહેનપણીની વાત માનીને રજની એ ફેચબુકમાં રજની નામ રાખવાને બદલે રશ્મી રાખ્યું અને રહેવાનું સ્થળ શહેર રાખવાને બદલે કોઈ બીજું જ ગામનું નામ રાખ્યું,રજની જયારે પણ કોલેજેથી આવે ત્યારે તે ફ્રેશ થવાને બદલે સીધીજ પોતાનો મોબાઇલ લઈને ફેચબુકમાં મિત્રો સાથે ચેટ કરવા લાગતી,તેમાં તેના ફ્રેન્ડલીસ્ટમાં અર્પિત કરીને એક યુવાન હતો તેની સાથે તે વધુ સમય ચેટ કરતી,તેની સાથે તે પોતાની બધી વાત શેર કરતી,કારણ કે તેણે જ્યારથી ફેચબુક ચાલુ કર્યું હતું ત્યારથી અર્પિત તેના ફ્રેન્ડ લીસ્ટમાં હતો વળી તે તેના ફોટો ફેચબુકમાં મુકતો તે પણ બહુ સુંદર અને પોતે દેખાવડો હોય તેવો લાગતો.

આ બાજી રમેશ પણ જયારે ફ્રિ હોય અથવા કઈ કામ ના હોય ત્યારે તે પણ પોતાની દીકરી જેમ ફેચબુક ચાલુ કરીને પોતાના મિત્રોની સાથે ચેટ કરવા લાગતો.રમેશે પણ પોતાની દીકરીને જેમ ખોટું આઈડી બનાવીને પોતે યુવાન હોય તેવો ફોટો રાખીને ધણી કોલેજની છોકરીઓ હોય તેની સાથે મિત્રતા કરીને તેની સાથે ચેટ કરતો,રમેશ કામમાં હોય ત્યારે પણ ફેચબુકનો ઉપયોગ કરતો અને ઘરે હોય ત્યારે પણ પોતાની પાસે રહેલું કોમ્પુટરમાં ફેચબુકનો ઉપયોગ કરતો,રમેશ ક્યારેય પોતાના કોમ્પુટર પર રજનીને બેસવા દેતો નહી.રજની પણ ક્યારેય પોતાના પાપાના કોમ્પુટર પર બેસવાનું વિચારતી નહી.

જેમ રજની ઘરે આવીને પોતાના મિત્રો સાથે ચેટ કરતી તેમ રમેશ પણ નોકરીથી આવીને પોતાની મિત્રો સાથે ચેટ કરતો,રમેશ પોતાના ફેચબુક આઈડીમાં પોતે યુવાન હોય અને કવિ હોય તેવું દર્શાવવા નીતનવા અખતરો કરતો,અથવા બીજા કોઈ સારા કવિ-લેખકો હોય તેની સાહિત્યિક રચના પોતાના નામે રજુ કરતો અને બીજી યુવાન યુવતી તેમાં ફ્રેન્ડલીસ્ટમાં હોય તેને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતો,જેમ ચોર લોકોને ચોરી કરવાની જગ્યા મળી જાય તેમ રમેશને પણ એક કોલેજીય યુવતી મળી ગઈ.રમેશ ક્યારેય પોતાના કોમ્પ્યુટરમાં કે મોબાઇલમાં ફેચબુકને બંધ કરતો નહી.

ઘરે રમેશ અને રજની હોવાથી તેવો ક્યારેક બહાર જમવા જતા રહેતા તો ક્યારેક રજની પોતાના પાપાને ભાવતું હોય તેવું ભોજન બનાવી દેતી,બાપ-દીકરી જાણે સ્વર્ગમાં રહેતા હોય તેવા સુખનો અનુભવ પૃથ્વી પર કરતા,

રમેશને જોકે ફેચબુક વાપરવાનો શોખ નહોતો પણ તેના મોટાભાગના નોકરિયાત મિત્રો ફેચબુક વાપરતા અને રમેશ સામે તેમાં કેવી મજા આવે.અને કેવી બીજા સાથે ચેટ કરવાની મજા આવે તેની વાતો કરતા એટલે રમેશને પણ ફેચબુકનો મોહ લાગ્યો,ફેચબુકનો રંગ રમેશ પર એવો લાગ્યો કે તેને જે પહેલા પોતાની જિંદગી એકલી અટૂલી લગતી હતી તે જિંદગી હવે રંગીન અને ખૂબસુરત લાગતી હતી.

રજની જો કોલેજમાં પણ ફ્રિ હોય તો તે અર્પિત સાથે ચેટ કરતી અને મજા કરતી,રમેશ પણ પોતાની ઓફિસમાં દરેક સમયે પોતાનું ફેચબુક ઓન જ રાખતો જેથી જે પણ નવા કે જુના મિત્રો હોય તેની સાથે ચેટ કરીને તેનો પોતાનો સમય આપતો.

રજની માટે આમને આમ અર્પિત સાથે ચેટ કરવાના દસ અગિયાર વર્ષ જતા રહ્યા.રજનીને અર્પિત માટે અને અર્પિતને રજની માટે કુણી લાગણી જન્મી હોય તેમ બ્ન્નેં એકબીજા વગર રહી શકતા ના હોય તેમ મળવાનું નક્કી કર્યું.અર્પિત પણ રજનીને મળવા માટે તૈયાર થઇ ગયો અને રજની પણ અર્પિતને મળવા માટે તૈયાર થઇ ગઈ,જે જગ્યાએ બન્નેને મળવાનું હતું તે જગ્યાએ બન્નેએ એકબીજાને કહી જેથી તેવો ત્યાં એકબીજા એકબીજાની રાહ જોવે,

બીજે દિવસે રજની મસ્ત અને સુંદર રીતે તૈયાર થઈને જે જગ્યાએ મળવાનું હતું ત્યાં તે ગઈ.તેણે આજે મનમાં નક્કી કરી લીધું હતું કે મારે આજે અર્પિતને જે મારું નામ સત્ય હતું તે જણાવી દેવું છે,વળી તેના ફોટા જોઇને તે મસ્ત લાગતો હતો એટલે જો તે અત્યારે પણ મસ્ત અને દેખાવડો લાગતો હશે તો મારે તેને પ્રેમનો પ્રસ્તાવ મુકવો છે.અને તેની સાથે મારા પાપાને પૂછીને લગ્ન પણ કરવા છે,રજની અર્પિતનને મળવાની જગ્યાએ વહેલી પહોચી ગઈ હોવાથી તે અર્પિત રાહ જોતી ત્યાં ઉભી રહી,

આ બાજુ રમેશને પણ આજે કોઈ કોલેજીય યુવતીને મળવાનું હોય તેમ તે પણ ઇસ્ત્રીટાઇટ કપડા પહેરીને.સુગંધિત અંતર લગાડીને યુવતીએ જે જગાએ કહ્યું હતું ત્યાં તે પોતાની બાઈક લઈને ગયો.તે ત્યાં પહોશી પણ ગયો,પણ તેણે જોયું તો તેની દીકરી પણ તે જગ્યાએ જ ઉભી હતી જે સ્થળ પર રમેશને મળવાનું કહ્યું હતું,રમેશને પોતાની આંખ પર વિશ્વાસ ના બેઠો હોય તેમ ફેચબુક ખોલીને તેણે પેલી યુવતીને કહ્યું.તું ક્યાં ઉભી છે.તે જે સ્થળ કહ્યું હતું ત્યાં હું આવી ગયો છું,

રમેશનો મેસેજ જોઇને યુવતીએ જવાબ આપ્યો : “ હું અહી છાપરાની નીચે ઉભી છું,તમે મને જોઈ શકો છો “

રમેશને કઈ થયું હોય તેમ કે તેને કઈક ખ્યાલ આવી ગયો હોય તેમ તે ઝડપથી બાઈક લઈને પોતાની ઘરે આવતો રહ્યો,અને કંઈપણ વધુ વિચારવાને બદલે સીધો જ ગળેફાંસો ખાઈ લીધો,અને પોતાની જિંદગીને પોતાની હાથે જ દુનિયામાંથી અલવિદા કહેરાવી દીધા.આ બાજુ રજની અર્પિતની ધણી રાહ જોઈએ છતાં તે આવ્યો નહી એટલે તે કંટાળીને “ પુરુષો બધા આવાજ હોય છે તેવો મનમાં રોષ કાઢીને પોતાના ધરે જતી રહી,

ઘરે આવીને જોયું તો તે સ્તબ્ધ થઇ ગઈ કારણ કે તેના પાપા કોઈ વૃક્ષ પર કેરી લટકતી હોય તેમ લટકી રહ્યા હતા.આવું અચાનક શા માટે થયું તેજ રજનીને ખબર પડી નહી.એક બાજુ રજનીને પાપાના મૃત્યુ પર બહુ દુખ થતું હતું તો બીજી બાજુ અચાનક શું થઇ ગયું તેના વિચારો આવતા હતા,પાપાની ટેવ તેને ખબર હતી કે તે કોમ્પ્યુટરનો ઉપયોગ તો સાંજે જ કરે છે છતાં તેનું કોમ્પ્યુટર ચોવીસ કલાક ચાલુ જ હોય છે,નક્કી તેમાં કઈક હોવું જોઈએ એમ માનીને તેણે પહેલી વખત પોતાના પાપાની કોમ્પ્યુટર ચેક કર્યું,

ચાલુ કર્યું તો તરત જ તેને ફેચબુકના અને એમાં પણ અર્પિત કરીને જે આઈડી હતું તેના દર્શન થયા,અર્પિતનું આઈડી જોઇને રજની રધવાયા જેવી બની ગઈ,તેણે તેના પાપાના મોબાઇલ ચેક કર્યો તેમાં પણ તેના પાપા એ પોતાનું આઈડી બંધ કરવાને બદલે ચાલુ રાખ્યું હતું,તેમાં પણ રજનીને અર્પિતનું આઈડી જોવા મળ્યું,અર્પિતનું આઈડી જોઈને રજનીને કઈક થવા માંડ્યું હોય કે પછી તેના પાપાએ શા માટે ગળેફાંસો ખાધો હોય તેમ તેનો ખ્યાલ આવી ગયો હોય તેમ તે પણ દુખ અને વધારે પડતા વિચારો કરવામાં જમીનમાં કોઈ વૃક્ષ જેમ ઢળી પડે તેમ ઢળી પડી,જમીન પર પડતા તે બેભાન થઇ ગઈ હોય કે તેના પણ રામ રમી ગયા હોય તે તો ભગવાન જાણે “

_____ BE HAPPY YAR______

Ribadiya jignesh

be happy yar