Bapji Bhagat Jignesh Ribadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Bapji Bhagat

“ બાપજી ભગત “

એક ગામ માં બાપજી ભગત નામનો એક ધનવાન વ્યક્તિ રહેતો હતો.ગામ ના બધા લોકો તેને ભગત તરીકે ઓંળખતા. ભગત તરીકે એટલે ઓંળખતા કે તે શંકર ભગવાન નો મહાન ભક્ત હતો..ગામ માં બાપજી એક જ સમ્રુદ્ધ અને સુખી વ્યક્તિ હતા બાકી બીજા બધા લોકો તો ગરીબી માં જીવન ગુજારતા હતા.

બાપજી ને ગામ માં મોટો મહેલ પણ હતો,જેમ રાત્રી માં ચંદ્ર બધી જગ્યાએ પ્રકાશિત લાગતો હોય તેમ આખા ગામ માં બાપજી નો મહેલ પ્રકાશિત હતો.બાપજી ધનવાન એટલે હતો કે તે ધંધો જ એવો કરતો કે કોઈ પણ માણસ તે ધંધામાં ટુક સમય માં જ ધનવાન બની જાય,બાપજી નો ધંધો હતો વ્યાજ-વતુ કરવાનનો તથા દારૂ વેચવો,બાપજી ગામ ના લોકો ને વ્યાજે થી નાણા અને ઉધાર થી દારૂ પાઈને લોકો નું જેટલું શોષણ થાય તેટલું કરી લેતો.

બાપજી શિવ નો પરમ ભક્ત હોવાથી દરોજ સવારે શિવ મંદિરે જતો અને દાન-દક્ષિણા કરતો, બાપજી નો એક નિયમ હતો કે જયારે તેનો જન્મદિવસ હોય ત્યારે આખા ગામ ને પોતાના આંગણે મીઠાઈઓ અને ભોજન કરાવતો,

બાપજી નો આજે તેત્રીસ મો જન્મદિવસ હોવાથી સવાર થી તૈયાર થઇને,હાથ માં દૂધ નો લોટો લઈને સાથે એક સેવક ને લઈને ને પગપાળા ભગવાન શિવ ના મંદિર તરફ જતો હતો.

બાપજી પોતાના સેવક સાથે હજી જરીક આગળ ચાલ્યા હશે ત્યાં તેને રસ્તા માં એક ભિખારી મળ્યો.બાપજી ભગત પૈસાદાર છે અને આજે તેનો જન્મદિવસ દિવસ છે એટલે મને જરૂર કઈક આપશે એમ માની ભિખારી બાપજી ભગત ના પગ માં પડતા બોલ્યો : “ ભગવાન ના નામ પર મને કઈક આપો હું કેટલાય દિવસ થી ભૂખ્યો છુ, “

આ સાંભળી બાપજી ભગત નારાજ થઇ ગયો હોય તેમ ભિખારી ને પગ થી ઠોકર મારતા બોલ્યા : “ જા જા હવે,તમારે કામ કરવું નથી અને ભીખ માગીને જિંદગી જીવવી છે “ બાપજી ભગત નો ક્રોધ જોઇને પેલો અપંગ ભિખારી શાંત થઇ ગયો.

જ્યાં બાબજી ભગત અને તેનો સેવક થોડાક ડગલા ચાલ્યા હશે ત્યાં સેવક ની નજર રસ્તામાં માં પડેલા ભગવાન શિવ ની તસ્વીર પર પડી, સેવકે શિવ નો ફોટો હોવાથી બાપજી ભગત ને કહયું : “ માલિક પેલા શિવ ભગવાન ફોટો પડીયો છે તો તે હું લઇ લવ. તે ફોટો ધૂળ અને રજકણ ને લીધે ભલે ભગવાન નો ફોટો હોવા છતાં ગંદો અને ખરાબ દેખાતો હતો. તે ફોટો લઈને હું તમને સાફ કરી આપીશ,

બાપજી ભગતે ભગવાન શિવ નો તે ફોટો જોઇને તેના સેવક ને કહયું : “ તું દોઢ-ડાહ્યો ન થા, તને ખબર છે હું રસ્તા માં પડેલા ભગવાન પર નથી વિશ્વાસ રાખતો કે નથી તેને ભગવાન માનતો,પછી ભલે ને તે ફોટો ભગવાન શિવ નો કેમ ન હોય. હું એવા શિવ ભગવાન ને પ્રેમ કરું છુ,વિશ્વાસ રાખું છું કે જેઓ મંદિર માં હોય અને સુંદર રીતે મંદિર માં બિરાજમાન હોય એટલે કહું તને તે ફોટો તું ત્યાં રહેવા દે અને આગળ ચાલ મારી સાથે.

દરેક સેવક ગુલામ જ હોય છે તેમ સેવકે પણ બાપજી ભગત ની આજ્ઞા માની તે ભગવાન શિવ નો ફોટો ત્યાં જ મુકીને પોતાના માલિક સાથે ચાલવા લાગ્યો.

બાપજી ભગત ચાલતા ચાલતા ભગવાન શિવ ને પ્રાર્થના કરતો હતો કે હે મહાદેવ હવે કોઈ રસ્તા માં પનોતી (અડચણ ) ન આવે તો સારુ ત્યાં જ રસ્તા ની એક બાજુ એક સુકલ લાકડી જેવી એક સ્ત્રી પોતાના ખોળા માં એક નાનું બાળક લઈને બેઠી હતી, જે બાળક કેટલાય દિવસ થી પોતાની માતા નું સ્તનપાન ન કરીયું હોય તેમ જોરશોરથી રડતો હતો,

જેવો બાપજી ભગત અને તેનો સેવક પોતાની પાસે આવવા લાગ્યા એટલે પેલી લાકડી જેવી ભૂખી સ્ત્રી બાપજી ભગત ને કરગરવા લાગી : “ હે ધનવાન ભગત,મહેરબાની કરી ને મને તમારા હાથ માં રહેલું પેલું દૂધ આપો,મારો બાબો કેટલાય દિવસ થી સ્તનપાન વિહોણા છે,જો તમે આપશો તો ભગવાન તમારું ભલું કરશે અને તમને વધુ ને વધુ ધનવાન બનાવશે. “

આ સાંભળી બાપજી ભગત વધુ ક્રોધિત થઇ ગયો હોય તેમ પેલી ભૂખી અને લાચાર સ્ત્રી ને કહેવા લાગ્યો : “ એય ભિખારણ આ દૂધ તારા માટે નથી પણ મારા ભગવાન શિવ માટે છે “ આટલું બોલી બાપજી ભગત તેના સેવક ને લઈને ફરી મંદિર તરફ ચાલવા લાગ્યા.

બાપજી આજે તેનો જન્મદિવસ ના દિવસે થયેલા બે ખરાબ અનુભવ ભૂલવા અને હળવાફૂલ થવા માટે તેના સેવક ને એક પ્રશ્ન પૂછ્યો : સેવક તને શું લાગે છે આજે આપણે ભગવાન ને મળવા જઈ રહીયા છીએ કે દુખી લોકો ને અને આપણે જીવન માં ભગવાન ની સેવા કરવી જોઈએ કે દુખી લોકો ની ?

સેવક ને ખ્યાલ હતો કે જો તે બાપજી ને દુખી લોકો ની સેવા કરવાનું કહીશ તો તે મારા પર નારાજ થઇ જશે અને મને નોકરી માંથી કાઢી મુકશે આથી સેવકે સમજી વિચારીને જવાબ આપતા બોલ્યો : “માલિક ભગવાન ની સેવા કરવી પણ સારી અને દુખી લોકો ની સેવા કરવી પણ સારી,જેને જે સેવા ગમે તે રીતે લોકો સેવા કરી શકે,

વાતચીત કરતા કરતા બાપજી ભગત અને તેનો સેવક મંદિરે પહોચી ગયા.બાપજી ભગત મંદિર ની અંદર રહેલી શિવલિંગ ના દર્શન કરી .સાથે લાવેલા દુધની ધારા વહેરાવી,નત-મસ્તકે ભગવાન ના ચરણોમાં માં પડી અને પાર્થના કરવા લાગ્યો કે : “ હે ભગવાન બધાનું ભલું કરજે “

પાર્થના કરી બાપજી ભગત મંદિર ના પુજારી ના પગ માં પડી ને નોટો ની એક થપ્પી મૂકી હોવાથી પુજારી એ પણ બાપજી ભગતને “ આયુષ્યમન ભવ “ ના આશીર્વાદ આપી બાપજી ભગત ને ઉભો કરી ગળે લગાવવા લાગ્યો.

સંત સમાગમ કરવાથી બધા દુખો અને પાપો દુર થાય છે એ ન્યાયે બાપજી ભગત પણ પુજારી સાથે થોડો સત્સંગ કરવા લાગ્યો. એકાદ-બે કલાક સત્સંગ કરી બાપજી અને તેનો સેવક બપોર થઇ ગયા હોવાથી ઝડપથી પુજારી ને “ હર હર મહાદેવ “કરીને પોતાના મહેલ માં પાછા ફર્યા.

મહેલે આવી બાપજી ભગત બપોર નું ભોજન લઈને પોતાનો આજે જન્મ-દિવસ હોવાથી મહેલ ને સારી રીતે સાંજ સુધી માં સેવકો ને શણગારવાની આજ્ઞા આપી,માલિક નો હુકમ માથે લઇ બધા સેવકો મહેલે ને દીવડા ઓંથી,ફૂલો થી શણગારવા લાગ્યા.

સાંજ થતા ગામના લોકો,પુજારી સહીત બધા બાપજી ભગત ના મહેલ માં આવ્યા અને બધા લોકો એક પછી એક થઇ ને બાપજી ભગત ને જન્મ-દિવસ ની શુભેચ્છા આપવા લાગ્યા,બાપજી ભગત પોતાની રાજગાદી પર બેસી ને બધા લોકો નો દિલ થી આભાર માનવા લાગ્યો,અને બધાને પોત-પોતાના સ્થાન પર બેસવાની આજ્ઞા આપી,બાપજી ના કહેવાથી બધા લોકો ધરતી પર પાથરેલ ચાદર પર બેસી ગયા,

ગામ ના બધા લોકો તો ખાલી મીઠાઈ ખાવા જ આવ્યા હતા પણ તેને ખબર હતી કે બાપજી ભગત પહેલા થોડીક ધર્મ ની વાતો કરશે પછી જ બધા ને મીઠાઈ આપશે.બાપજી ભગત પોતાની ગાદી પરથી ઉભા થઈને બે હાથ જોડીને બધાને સંભળાય તેમ કહેવા લાગ્યો : “ હર હર મહાદેવ “ સામેથી ગામ ના લોકો પણ મોટે થી હર હર મહાદેવ બોલ્યા

ફરી બાપજી ભગત બધાને સંભળાય તેમ કહેવા લાગ્યો : હે મારા વહાલાં ભાઈઓ તથા બહેનો : હું દિવસ-રાત તમારી જ ચિન્તા કરું છુ,અત્યારે દુખી લોકો ની સામે કે તેને મદદ કરવા કોઈ તૈયાર નથી,અને ભગવાન ની બાબત માં પણ એવુ છે “ લોકો એ ભગવાન ને પથ્થર બનાવી દીધા છે અને પથ્થર ને ભગવાન બનાવી દીધા છે “ પણ મારા માટે તો માનવ સેવા એજ પ્રભુ સેવા છે.હું તો ફક્ત મારું જીવન દુખી લોકો ની સેવા કરવા માં જ પૂરું કરવા માગુ છુ.હું મારા આ જન્મ-દિવસે તમને ખાતરી આપું છુ હું જે રીતે દુખી લોકો ની સેવા કરતો આવ્યો છુ તેજ રીતે મારી આગળ ની જિંદગી માં પણ સેવા કરીશ,

લોકો પણ બાપજી ની વાતો શાંતિ થી સાભળતા હતા તો અમુક પુજારી જેવા લોકો વિચારતા પણ ખરા કે “ આવા દયાળુ લોકો ભાગ્યેજ જન્મે છે,ભગવાન તેને લાંબુ તંદુરસ્તી આપે તો સારુ” જેવું બાપજી ભગતે બોલવાનું બંધ કર્યું ત્યા તો ગામ ના બધા લોકો એ જોરજોરથી તાળીઓ નો ગણગણાટ કરવા લાગ્યા અને બધા લોકો મોટે અવાજે “ બાપજી ભગત ની જય હો ” મંદિર માં પણ જે લોકો ભગવાન ની જય નહોતા બોલતા તેવા લોકો પણ આજે બાપજી ભગત ની જય બોલતા હતા,

બાપજી ભગત પણ લોકો દ્વારા બોલાયેલી પોતાની જય સાંભળી મરક મરક હસવા લાગ્યો અને બધા સેવકો ને આજ્ઞા આપી કે બધા ઉપસ્થિત લોકો ને મીઠાઈઓ ના એક એક બોક્સ આપો,બાપજી ભગત ની આજ્ઞા મળતા બધા સેવકો વારાફરતી બધા ઉપસ્થિત લોકો ને મીઠાઈ ના એક એક બોક્સ આપવા લાગ્યા.

બધાય લોકો ને મીઠાઇ મળી ગઈ હોવાથી બધા લોકો બાપજી ભગત ને “ મહાદેવ મહાદેવ “કહીને હરખભેર બોક્સ લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા.

બાપજી ભગત પણ બધાને હરખભેર વિદાઈ આપવા લાગ્યો.બધાય લોકો ને વિદાઈ આપ્યાં પછી તે એટલો બધો હરખાય ગયો હતો કે હરખ માં ને હરખ માં તે પણ ત્યાં ને ત્યાં જ ગાદી પર ઢળી પડ્યો...........

  • રીબડિયા જીગ્નેશ
  • BE HAPPY YAAR