મૂર્તિ-પૂજા Jignesh Ribadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૂર્તિ-પૂજા






આજ થોડુક મૂર્તિ પૂજા વિષે લખવાનું મન થાય છે,જો કે મૂર્તિ-પૂજા વિષે લખવાનો વિચાર તો ધણા સમય પહેલાથી હતો પણ કામ ને લીધે સમય મળતો નહોતો.આજે થોડોક સમય છે તો મનમાં નક્કી કરી લીધું કે આજે તો લખવું જ છે, પણ હવે પ્રશ્ન એ થાય છે કે મૂર્તિ-પૂજા વિષે લખવાની શરૂઆત ક્યાંથી કરવી તેજ મને કઈ સમજાતું નથી છતાં જો શરૂઆત કરશું તો જરૂર અંત આવશે એમ માનીને ચાલો મૂર્તિ-પૂજા વિષે લખવાની શરૂઆત કરીએ...




લોકો મૂર્તિ પૂજા શા માટે કરતા હશે.કદાચ તો ભગવાન તેનાથી ક્યારેય નારાજ ના થાય એટલા માટે અથવા તો ભગવાન તેના પર અમીનજર નાખતા રહે તે માટે અથવા તો ભગવાન ક્યારેય તેના જીવનમાં દુખ ના આપે તેના માટે,અથવા તો ભગવાનના દર્શન કરવા માટે.પણ શું ભગવાનની મૂર્તિની સેવા કરવાથી આપના દુખ-દર્દ દુર થતા હશે,શું ભગવાન ખરેખર દર્શન દેતા હશે,અથવા તો શું જે લોકો મૂર્તિ પૂજા કરતા ના હોય તેના જીવનમાં દુખ જ દુખ હોય છે, તે લોકો મૂર્તિ-પૂજા કરતા નહી હોય એટલે શું ભગવાન તેના પર ગુસ્સે હશે,મૂર્તિ-પૂજા કરવાથી અથવા તો ના કરવાથી આવું બધું થતું હશે એવું તમે માનો છો,મને તો આવું કઈ લાગતું નથી,પણ હવે તમને એક વાત કહું,

મને જોકે કોઈ લોકો મૂર્તિ-પૂજા કરે તેનો કઈ વિરોધ પણ નથી અને વાંધો પણ નથી કારણકે હું પણ મૂર્તિ પૂજા કરું છું અને મારી ઘરે રહેલા લોકો પણ મૂર્તિ પૂજા કરે છે.આ બધા તો મૂર્તિ પૂજા કરે છે પણ લગભગ મારી પેઢીની પેઢીના લોકો મૂર્તિ પૂજા કરતી હતી અને મૂર્તિ પૂજા કરીને મૃત્યુ પામી હતી.

પણ મેં હજી સુધી મેં મારા દાદા પાસેથી કે પછી મારા મમ્મી-પાપા પાસેથી કે પછી ભાઈ પાસેથી ક્યારેય એમ નથી સાંભળ્યું કે આપણી આગળની પેઢીના જે વડવાઓ થઇ ગયા તેણે મૂર્તિ પૂજા કરીને ભગવાન તેને પ્રગટ થયા હોય અથવા તો ભગવાને તેને દર્શન આપ્યા હોય,,

પેઢી દર પેઢી આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ પણ હજી સુધી મૂર્તિ-પૂજા કરવાથી કોઈને ભગવાન પ્રગટ થયા નહી હોય અને એવું મેં ક્યારેય સાંભળ્યું પણ નથી કે કોઈને ભગવાન પ્રગટ થયા હોય,મારી જેમ તમારી ઘરે પણ મૂર્તિ -પૂજા થતી હશે,તમારી પેઢીમાં પણ ધણાએ મૂર્તિ-પૂજા કરી હશે.પણ ક્યારેય તમે તમારા મમ્મી-પાપા પાસેથી અથવા તો દાદા પાસેથી ક્યારેય સાંભળ્યું છે કે આપણી પેઢીમાં આપણા વડવાઓએ મૂર્તિ-પૂજા કરી હોવાથી તેને ભગવાનને દર્શન આપ્યા હતા અથવા મુર્ત્યું પછી તેને સ્વર્ગમાં જગ્યા આપી હતી,તમે ક્યારેય આવું સાંભળ્યું છે,તમને નથી લાગતું કે આપણી પેઢી દર પેઢી મૂર્તિ-પૂજા કરવામાં જીવી અને મૃત્યુ પણ પામી છતાં તેને કોઈને ભગવાન મળ્યા નથી તો આપણે પણ શા માટે હવે તેના જ રસ્તા પર ચાલીને મૂર્તિ-પૂજા કરવી જોઈએ,

તમને નથી લાગતું કે હવે ભગવાનની સેવા કરવામાં આપણે નવીન રસ્તો અપનાવો જોઈએ,કારણ કે આ યુગ વિજ્ઞાનનો છે છતાં આપણે બધા મુર્ખની જેમ જે પરંપરા પેઢી દર પેઢી ચાલી આવી છે તેનો જ કક્કો પકડીને ચાલીએ છીએ,તમને નથી લાગતું બધાનું પરિવર્તન થાય તેમ સેવા-પૂજા કરવામાં પણ પરીવર્તન થવું જોઈએ,મૂર્તિ-પૂજા કરવામાં તો કોઈને ભગવાન મળ્યા નથી તો ચાલો ને હવે આપણે બધા મૂર્તિ-પૂજા કરવાને બદલે મનુષ્ય-પૂજા કરીએ,આપણે પહેલા જે પણ વસ્તુ ભગવાનની મૂર્તિ સામે પ્રસાદ તરીકે ધરતા તે બધી વસ્તુ કોઈ ગરીબ,લાચાર અથવા તો જરૂરિયાત લોકોને આપીને સેવા કરીએ,,,

મૂર્તિ-પૂજા કરીને ભગવાન ના મળ્યા પણ કદાચ માનવ-પૂજા કરીને ભગવાન મળી જશે તો આપણી આવનારી પેઢી જરૂર મૂર્તિ પૂજા કરવાને બદલે માનવ સેવા કરશે,મૂર્તિ ને પ્રેમ કરવાને બદલે બીજા માનવને પ્રેમ કરશે.

જયારે લોકો એક-બીજાની સેવા કરવા લાગશે ત્યારથી બધાના બધા દુખ.અશાંતિ .ચિંતા દુર થઇ જશે, અને આપણી આ ધરતી ભગવાન વગર અથવા તો ભગવાન સાથે જ સ્વર્ગ બની જશે,પછી લોકો મૃર્ત્યું પછી લોકો સ્વર્ગમાં જવાની ઈચ્છા નહી કરે પણ મૃત્યુ પછી પણ ધરતી પર આવાની કોશીસ કરશે...

તમને શું લાગે છે હજી આપણે મૂર્તિ-પૂજા કરવી જોઈએ,કે પછી માનવ પૂજા કરવી જોઈએ.મૂર્તિ-પૂજા કરવાથી આપણા વડવાઓ જે ના મેળવી શક્યા તે આપણે કદાચ માનવજાતની સેવા-પૂજા કરીને જરૂર મેળવી શકીશું,પણ એક વાત છે,આપણે બધા પથ્થરની સેવા કરીને પથ્થર જેવા જ થઇ ગયા છે,આપણે બધાને

દિમાગ છે પણ દીલ નથી,

શરીર છે પણ શાંતિ નથી.

પ્રેમ છે પણ વિશ્વાસ નથી અને

કુટુંબ છે પણ ત્યાં હૂફ,અને લાગણી નથી..






BE HAPPY YAAR

  • RIBADIYA JIGNESH M