નફફટ છોકરી Jignesh Ribadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નફફટ છોકરી

“ નફફટ છોકરી “

કેતન નામનો એક મસ્તીખોર અને દેખાવડો યુવાન હતો,તેને ભણવામાં રસ ન હોવાથી તેણે એક શહેરમાં નાની એવી એક ઇલેક્ટ્રિકની દુકાન કરી હતી,કેતનના ઘરમાં અને દુનિયામાં પોતાના સગાસંબંધીઓ કહી શકાય તો તેવા તેના એક મમ્મી અને એક બહેન હતા.

બાળપણથી જ કેતનના પાપા મૃત્યુ પામ્યા હતા,આથી કેતનને અને તેની બહેનને તેની મમ્મીએ જ પાપાની ખોટ ના વર્તાય તે માટે બેવડી જવાબદારી નિભાવીને મોટા કર્યા હતા.પૈસે ટકે સુખી હોવાથી કેતન અને તેની મમ્મી તથા બહેન બધા મસ્ત રીતે સુખી જિંદગી જીવતા હતા.

કેતનનો સ્વભાવ જોઈએ તો તે બહુ મસ્ત,હસમુખો અને મળતાવડા હતો,કોઇપણ વ્યક્તિ એક વખત કેતનના સંપર્કમાં આવી જાય તો કેતન અજાણતા તો પેલા વ્યક્તિ પર પોતાની છાપ પાડી દેતો,કેતનને રહેવાનું બીજી જગ્યાએ હતું જયારે તેની દુકાન હતી બીજી જગ્યા પર,બન્ને અલગ અલગ હોવાથી કેતન દરોજ સવારે ટુવ્હીલર લઈને દુકાને જતો અને સાંજે ફરી ટુવ્હીલર લઈને પોતાના ઘરે આવતો રહેતો,

કેતનને જમવાનું બીજે ક્યાય ભાવતું નહોતું એટલે કેતનના મમ્મી નીરુપાબેન પોતાન દીકરો ભૂખ્યો ના રહે તે માટે સવારે જયારે કેતન દુકાન જતો ત્યારે તેના હાથમાં ટીફીન આપી દેતા,અને ટીફીન આપતા આપતા સાથે દરોજ એકની એક સલાહ આપતા :”
“ બેટા, છોકરીઓમાં ક્યારેય પડતો નહી,જો તું તેના પ્રેમમાં પડવાની કોશીસ કરીશ તો ક્યારેક તારે ડેમમાં પડવાનો વારો પણ આવશે,અને ક્યારેય કોઈ અજાણી છોકરી પર વિશ્વાસ કરવો નહી,છોકરીઓને હમેશા પોલીસની જેમ દુરથી રામ રામ કહી દેવા સમજ્યો “

કેતન પણ પોતાની મમ્મીની વાત શાંતિથી સાંભળતો અને મમ્મીની દરોજની સલાહ મસ્તક પર ચડાવી દુકાને જતો.કેતનનો સ્વભાવ સારો હોવાથી તેની દુકાન પણ બહુ જોરદાર ચાલતી.કેતન ક્યારેય કોઈ ગ્રાહકને છેતરવાનું કરતો નહી તથા દુકાનમાં જે પણ માગણ કે ભિખારી ભીખ માગવા આવે તેને ક્યારેય નિરાશ કરતો નહી.

પોતાનો દીકરો સ્થિર થઇ ગયો છે એમ જાણીને નીરુપાબેન પણ અંદર અંદરથી બહુ ખુસ થતા,નીરુપબેને ક્યારેય પોતાના પુત્ર કે પુત્રી પર કોઈ જાતનું દબાણ રાખતા નહી,તેને જેટલા રૂપિયા જોઈતા હોય તેટલા રૂપિયા વાપરવા આપતા પણ ખોટી જગ્યાએ વાપરવાની સખ્ત મનાઈ કરતા.

કેતનનો સ્વભાવ જેવો સારો હતો તેવો તે જીવવામાં પણ સારો હતો કારણ કે બધા યુવાનોને અત્યારે કોઈને કોઈકનું વ્યસન હોય જયારે કેતન તો બધા વ્યસનથી લાખ અંતરે દુર હતો.કેતન પોતાની દુકાને જે પણ કમાણી કરતો તે કમાણીના બધા રૂપિયા કેતન ક્યારેક પોતાના મમ્મીને આપી દેતો તો ક્યારેક તે બેંકમાં જમા કરાવી દેતો,અથવા બહેન જે હોસ્ટેલમાં ભણતી હતી તેને જો રૂપિયાની જરૂર પડતી તો ક્યારેક કેતન કમાણીના રૂપિયા તેને પણ મોકલાવતો.

કોઈને કઈ વાંધો ના હોવાથી કેતન,તેના મમ્મી અને બહેન ભગવાનની કૃપાથી પૃથ્વી પર જાણે સ્વર્ગના સુખો ભોગવી રહ્યા હોય તેવો તેમને અહેસાસ અને અનુભવ થતો.આમ સુખમાં ને સુખમાં કેતન પોતાના નાના એવા કુટુંબ સાથે મસ્તીનો કહી શકાય તેવો સમય પચાર કરી રહ્યો હતો,પણ કહેવાય છે,સમય બહુ હરામી હોય છે,જયારે માણસ દુઃખમાં હોય ત્યારે તે જવાનું નામ નથી લેતો અને માણસ જયારે સુખમાં હોય ત્યારે તે ક્ષણવાર માટે રોકાવાનું.સ્થિર થવાનું નામ નથી લેતો.

એક દિવસની વાત છે,કેતન દુકાનમાં કોઈ ગ્રાહક ના હોવાથી દરોજની આદત પ્રમાણે ફોનમાં શાંતિથી હિન્દી ફિલ્મોના ગીતો સાંભળી રહ્યો હતો.જેવા અમુક ગીતો પુરા થયા હશે ત્યાં કેતનના મોબાઇલમાં કોઈ અજાણ્યા નંબરનો મિસ-કોલ આવ્યો,કેતન પહેલી વખત તો તે મિસ-કોલ પ્રત્યે ધ્યાન ના આપ્યું,તે એમ સમજવા લાગ્યો કે જો તેને કામ હશે તો તેવો મને સામેથી રીંગ કરશે હું શા માટે તેને ફોન કરું.

મિસકોલ વિશે વિચારવામાં એક-બે નહી પણ કેતનના મોબાઇલમાં ત્રણ ત્રણ મિસકોલ આવી ગયા,કેતનને ગીતો સાંભળવામાં ખલેલ પહોચતી હોવાથી તેને સામેથી ફોન નહોતો કરવો છતાં અજાણ્યા નંબર પર રીગ કરવાની ફરજ પડી.

કેતનને અજાણ્યા આવેલા નંબર ડાયલ કર્યા એટલે સામે રીંગ ગઈ,કોઈકે ફોન ઉપાડ્યો એવું લાગ્યું એટલે કેતન પહેલા કહ્યું: “હેલો “ હેલો કહ્યું એટલે સામેથી પણ હેલો એવો અવાજ આવ્યો,અવાજ ઉપરથી કેતનને ખ્યાલ આવી ગયો હતો કે આ મિસકોલ કરનાર કોઈ પુરુષ નથી પણ એક છોકરી જ છે.

કેતને ફરી સામેથી પૂછ્યું : “ તમે કેમ મને ફોન કર્યો,શા માટે મને મિસકોલ મારો છો,તમે મને ઓળખો છો “

સામેથી કેતનના પ્રશ્નોના પ્રત્યુતર આવતો હોય તેમ જવાબ આવ્યો : “મારું નામ રીતા છે,હું તમને સારી રીતે ઓળખું છું,હું તમને ખરેખર ખુબ જ પ્રેમ કરું છું “

“ હે પ્રેમ,મને,,,,,,,, મેં તો તમને ક્યારેય જોયા પણ નથી, તો પણ તમે મારા પ્રેમમાં કઈ રીતે પડ્યા,” કેતને પેલી છોકરીને આશ્રર્ય અને નવાઈ લાગતા પૂછ્યું

“ હું તમને પહેલેથી જ સારી રીતે ઓળખું છું,તમારે ઇલેક્ટ્રિકની દુકાન છે,તે પણ હું સારી રીતે જાણું છું.મેં તમને ધણી વખત જોયા છે, મને ખરેખર તમે પહેલી નજરમાં જ ગમી ગયા હતા પણ મારી પાસે તમારો નંબર નહોતો.આથી હું વહેલા તમારો સંપર્ક કરી શકી નહી પણ આજ મને તમારું કાર્ડ મળ્યું તેમાં તમારો નંબર હતા આથી મેં તમને મિસકોલ માર્યો “ રીતા બધું વિગતવાર એક પછી એક એમ બધું કહેવા લાગી.

કેતનને રીતાની બધી વાત મજાક સમાન લાગતી હતી કારણ કે કોઈ છોકરી સામેથી પ્રેમ કરે તે વાત તેને માન્યમાં આવતું નહોતું,કેતન પણ યુવાન હતો,તેને પણ પ્રેમ કરવો ગમતો હતો પણ મમ્મીએ ઘરેથી ના પાડી હોવાથી તે ક્યારેય કોઈ છોકરી સામે ઉચા મસ્તકે જોતો નહી,પણ અત્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ત્યારે મોઢું ધોવા ના જવાય તેમ માની કેતનને રીતાને ફોનમાં આગળ વાત કરતા કહ્યું :

“તમે મારા પ્રેમ હશો તે વાત બરોબર છે,પણ મેં તમને ક્યારેય જોયા નથી તો હું તમને કઈ રીતે કહી શકું કે હું પણ તમને તમારા જેટલો પ્રેમ કરું છું “

“ તમે શું કહેવા માગો છો,એ હું જાણું છું,હું કાલ જ તમને મળવા તમારી દુકાને આવીશ,જો હું તમારા પ્રેમને લાયક હોય તો તમે મારા પ્રેમનો સ્વીકાર કરજો નહિતર મારા પ્રેમને ઠોકર મારજો,ચાલો હવે મારે કામ છે આટલું બોલીને કેતન કઈ જવાબ આપે તે પહેલા તો રીટાએ ફોન કાપી નાખ્યો.

કેતન હવે ગીત સાંભળવાને બદલે રીતાના વિચારોમાં જ ખોવાય ગયો,કેતનને મનમાં પ્રશ્ન થવા લાગ્યા કે રીતા દેખાવમાં કેવી હશે,તે કેટલી સુંદર હશે,તે મારા માટે લાયક હશે કે નહી,કાલે તે મારી પાસે આવશે ત્યારે હું તેની સામે શું બોલીશ,આવી બધી ક્લ્પ્નમાં કેતન રાચવા લાગ્યો,

આજ કેતનને ધંધો કરવાનો રસ ના હોય તેમ બપોર થઇ ગયું હોવાથી મમ્મીએ તૈયાર કરેલું ટીફીન જમીને અને હવે મજા નહિ આવે એમ માની કેતન જે દરોજ સાંજે દુકાન બંધ કરતો હતો તે દુકાન આજ પહેલીવાર બપોરે બંધ કરી દીધી,અને પોતાના ઘરે જતો રહ્યો.

આજ કેતન કેમ વહેલો આવી ગયો એ જોઇને નીરુપબેનને પણ બહુ નવાઈ લાગી,તેણે શા માટે આજ બેટા વહેલો આવી ગયો તેવું પૂછ્યું એટલે કેતનને પોતાના મમ્મીને ટુકમાં જ જવાબ આપ્યો : “ મમ્મી આજે મને ધંધો કરવામાં મુડ નહોતું આથી આજે ઘરે વહેલો આવતો રહ્યો”

કેતનનો જવાબ સાંભળી નીરુપાબેન વધુ પૂછવાને બદલે પોતાનું કામ કરવા લાગ્યા,કેતન મમ્મીને જવાબ આપીને પોતાના રૂમમાં જઈને પથારી પર પડી ગયો અને વિચારવા લાગ્યો :”મારામાં એવું શું હશે કે તે છોકરી મારા પ્રેમમાં પડી હશે અને મને પહેલી નજરે જ પ્રેમ કરવા લાગી હશે.જે હોય તે હવે તો ઝડપથી સવાર થાય અને ફરી દુકાને જાવ તો સારું,એટલે મને બધી ખબર પડી જશે.

સાંજ પડી ગઈ હોવાથી કેતન પોતાની મમ્મી સાથે જમીને કોઈ વ્યસન ન હોવાથી બજારે લટાર મારવા જવાને બદલે થોડોક સમય ટીવીમાં આવેલી સીરીયલ જોઇને પોતાના રૂમમાં જઈને સવારની રાહમાં ફરી સુઈ ગયો,

મસ્ત સ્વપ્ના જોવામાં કેતનને સવાર ક્યારે પડી ગઈ અને ક્યારે કુકડો પોતાના દરોજના ક્રમ પ્રમાણે બોલ્યો તેની પણ ખબર ના રહી.સવારે ઊઠવાનું મોડું થઇ ગયું હોવાથી કેતન ઝટપટ તૈયાર થઈને નાસ્તો કરવા લાગ્યો.નાસ્તો કરીને દરોજની આદત પ્રમાણે નીરુપબેનના ચરણસ્પર્શ કરીને પોતાની ટુવ્હીલર ગાડી પર બેસીને દુકાન જવા રવાના થયો.

દુકાને પહોચીને કેતનને પહેલા તો દુકાનના દરવાજાને પગે લાગ્યો અને પછી દુકાનના દરવાજાનું તાળું ખોલીને અંદર પ્રવેશ્યો,દુકાનની અંદર પણ એક ગોખલામાં રહેલા ગણપતી બાપાના મંદિરમાં અગરબત્તી કરી અને ગણપતી બાપાના દર્શન કરી પોતાની સીટ પર બેસી ગયો.અને ગીત સાંભળવાને બદલે રીતા ક્યારે આવે તેની રાહ જોવા લાગ્યો.

રીતાની રાહ જોવામાં ધીમે ધીમે ઝડપથી સમય પચાર થઇ રહ્યો હોય તેમ ધડીયાળમાં નવના ટકોરા પડ્યા,દસના ટકોરા પડ્યા ,અગિયારના ટકોરા પડ્યા પણ હજી સુધી રીતા આવી નહોતી.કેતનને હવે રીતા વિશેના બીજા વિચારો આવવા લાગ્યાત,તેને હવે એમ મનમાં થવા લાગ્યું કે રીતા ખોટી છોકરી હશે,મારી સાથે રમત રમતી હશે અથવા તો મને ખોટી રીતે હેરાન કરતી હશે અથવા તો પોતાના સમય કોઈ રીતે પચાર થતો નહી હોય એટલે મને મિસકોલ મારીને હેરાન કરતી હશે,રીતા હવે આવશે નહી એમ માની કેતન પહેલાની જેમ ફરી મોબાઇલમાં ગીત સાંભળવા લાગ્યો.

કેતનને હવે રીતા મને મળવા આવશે તેવો વિશ્વાસ રહ્યો નહોતો ત્યાં જ સામેથી એક ફૂલ જેવી સુંદર છોકરી ધીમા ધીમા પગલે પોતાની દુકાન તરફ આવતી હોય તેમ કેતનને લાગ્યું.પણ કેતનને તે ફૂલ જેવી સુંદર છોકરી પર કઈ ખાસ ધ્યાન આપ્યું નહી.

ધીમે ધીમે ચાલતી પેલી છોકરી કેતનની દુકાનની અંદર દાખલ થઇ અને કેતન સામે હાથ ધરતા બોલી : “હાય મારું નામ રીતા છે,મારાથી આવવામાં થોડુક મોડું થઇ ગયું તે માટે હું ખુબ દિલગીર છું,તો મને માફ કરવા નમ્ર વિનંતી “

કેતનને પહેલા તો હાથ મિલાવવામાં બહુ સંકોસ થયો પણ પછી બધી હિમ્મત એકઠી કરીને તેણે રીતા સામે હાથ મિલાવ્યો.કેતન તો રીતાની સુંદરતા જોઇને જ પાણી પાણી થઇ ગયો હતો,રીતા એટલી બધી દેખાવમાં મસ્ત અને સુંદર હતી કે કેતન જોઇને આભો થઇ ગયો હોય તેમ જડ બની ગયો અને તેની સુંદરતાનું રસપાન કરવા લાગ્યો.

રીતાની સુંદરતા જોઇને કેતનને શું બોલવું તે કઈ ખબર ના પડી એટલે તે મુક-પ્રેક્ષકની જેમ ઉભો રહ્યો.કેતન કઈ બોલ્યો નહી એટલે રીતાએ સામેથી કહ્યું :” હું તમને ખુબ જ પ્રેમ કરું છું,શું તમે પણ મને પ્રેમ કરો છો “

કેતન તો રીતાની સુંદરતા જોઇને જ જડ બની ગયો હોવાથી કઈ બોલી શક્યો નહી પણ રીતાએ બે ત્રણ વાર પૂછ્યું હોવાથી કેતનને જવાબ નહોતો આપવો છતાં આપવો પડ્યો : “હું પણ તમને જોતા જ તમારા પ્રેમમાં પડી ગયો છું,ખરેખર તમારી સુંદરતા જોઇને હું પાગલ થઇ ગયો છું “

કેતને પોતાને લાયક ગણી તે જાણીને રીતા બહુ ખુશ થઇ,તે કોઇપણ શરમ રાખ્યા વગર કે પૂછ્યા વગર કેતનને ભેટી પડી,કેતન પણ કોઈ શરમ કે ભય રાખવાને બદલે. જેમ મૂળ વૃક્ષને જકડી રાખે તેમ રીતાને જકડી રાખી.

મધુર મુલાકાત અને મેળાપ થઇ ગયો હોવાથી અને મોબાઇલ નંબરની આપલે થઇ ગઈ હોવાથી રીતા કેતનને ફરી મળીશું કહીને એક મીઠું અને કાતિલ સ્મિત દઈને જતી રહી,કેતન પણ રીતા જેવી સુંદર છોકરી પોતાના પ્રેમમાં પડી છે એ જાણીને ખુશ અને આનંદિત થઇ ગયો.,જેમ ધૂની પાગલને મોજ આવે તેમ કેતનને રીતાની પ્રેમ યાદ આવી જતા મોજ આવી જતી.કેતનને પોતાના મમ્મીને આ વાત કહેવાનું મન થયું પણ મમ્મી આવું કરવાનું ના પાડશે અને ખીજાશે તેના કરતા ના કહેવું અને ચુપ રહેવું તેજ કેતનને યોગ્ય લાગ્યું.

હવે પ્રેમમાં પડવાથી જે કેતન પહેલા મોબાઇલમાં ગીતો સાંભળતો તેજ કેતન હવે આખો દિવસ રીતા સાથે મોબાઇલમાં વાતો કરવા લાગ્યો.નીરુપબેનને કેતનના વર્તન જોઇને ખ્યાલ આવી ગયો હતો કે મારા દીકરામાં જરૂર કઈક બદલાવ આવી ગયો છે,નીરુપાબેન ધણી વખત કેતનને અચાનક આવેલા બદલાવનું કારણ પૂછતા પણ કેતન તેને ટુકમાં જવાબ આપી દેતો કે : “ મમ્મી મને કઈ થયું નથી,હું જેવો પહેલા હતો તેવો જ અત્યારે છું “

રીતા પોતાના જીવનમાં આવવાથી કેતનના જાણે જીવનમાં નવી રોનક અને ઉત્સાહ આવી ગયો હોય તેવી લાગણી થવા લાગી.રીતા ક્યારેક નવરી હોય ત્યારે કેતનને મળવા દુકાને આવતી અને કેતન પણ રીતાને લઈને ક્યાંક બગીચે ફરવા જતો અથવા તો કોઈક સારી એવી હોટલમાં જમવા જતો અને જો બન્ને પાસે વધુ સમય હોય તો થીએટરમાં ફિલ્મ જોવા જતા.

રીતા જયારે પણ કેતનને મળવા આવે ત્યારે કેતન તેને અવનવી ભેટ આપતો ,ક્યારેક બ્રેસલેટ તો ક્યારેક ડ્રેસ અથવા તો ક્યારેક બીજી કોઈ મહત્વની વસ્તુ. રીતા માટે કેતનને મળવાનું એટલે પ્રેમ દેવાનો અને ભેટ લેવાનું,

કેતન ખરેખર પોતાનોમાં રહેવાને બદલે રીતામાં રહેવા લાગ્યો હોય એવું થવા લાગ્યું હતું.કેતન રીતાના પ્રેમમાં પુરેપુરો સમર્પિત થઇ ગયો હતો. કેતન પ્રેમમાં એટલો બધો ઊંડો ઉતરી ગયો હતો કે તેને હવે રીતા સાથે લગ્ન કરવાના વિચારો પણ આવવા લાગ્યા હતા.કેતન રીતા સાથે લગ્ન કરવા ઉત્સુક હોવાથી તેણે રીતાને સામેથી પૂછ્યું : “ રીતા હું તારી સાથે લગ્ન કરવા માગું છું, શું તું પણ મારી સાથે લગ્ન કરવા રાજી છે “

રીતા કેતને પૂછેલા અચાનક લગ્ન વિશેનો પ્રશ્ન સાંભળી પહેલા તો બહુ રાજી થઇ પણ પછી ત્વરિત જવાબ આપવો યોગ્ય નથી એમ માની તેણે કેતનને કાલે હું તમને વિચારીને જવાબ આપીશ એટલું કહીને પોતાના ઘરે જતી રહી.

રીતા પણ જાણતી હતી કે જો પોતે કેતન સાથે લગ્ન કરશે તો ક્યારેય દુખી નહી થાય,રીતા પણ કેતન સાથે લગ્ન કરવા રાજી હતી પણ તેને ખબર હતી કે મારા મમ્મી-પાપા હું જયારે લગ્ન વિષે તેને વાત કરીશ ત્યારે તેવો વિરોધ કરશે,એટલે રીતાએ પોતાની રીતે કેતનને પ્રશ્નનો શું જવાબ આપવો એ વિચારી લીધું.રીતા તેના મમ્મી-પાપાને જણાવે કે નહી પણ તેના મમ્મી-પાપાને ખ્યાલ આવી ગયો હતો કે મારી દીકરી કોઈ અજાણ્યા યુવાન સાથે હરે-ફરે છે,પણ રીતા એકની એક દીકરી હોવાથી તેના મમ્મી=પાપા તેના પર ગુસ્સો કરવા અસમર્થ હતા અને તેવોને એવો ભય હતો કે જો અમે દીકરીને પ્રેમ વિષે ખીજાશું તો તે કઈક ન કરવાનું કરી બેસશે તો.એટલે રીતાને કઈ કહેવાને બદલે તેના મમ્મી-પાપા કેતનનું જ કઈક કરવું પડશે તેવા વિચારો કરવા લાગ્યા અને કેતન પોતાની દીકરીની જિંદગીમાંથી જતો રહે તે માટે કેતનને દુર કરવાનો એક મસ્ત પ્લાન બનાવ્યો.

આ બાજુ કેતન એ વિચારે ચડ્યો હતો કે રીતા મને લગ્નની બાબતમાં હકારમાં જવાબ આપશે કે નકારમાં.ખરેખર જો તે મને દિલથી પ્રેમ કરતી હશે તો તે મારી સાથે લગ્ન કરવાની હા પાડશે.અને જો તે ખાલી મારી સાથે પ્રેમનું નાટક અને રમત રમતી હશે તો તે મને લગ્ન કરવાની ના પાડશે.તેના લગ્ન માટેના હા કે ના જવાબમાં મને પ્રેમ કરે કે રૂપિયાને એ બધું મને ખ્યાલ આવી જશે.

કેતન પથારીમાં પડખા ફેરવી ફેરવી નીતનવા રીતા વિશેના વિચારો કરીને સમય ગુજારવા લાગ્યો.સમય સમયે કલાકોના ટકોરા પડવા લાગ્યા અને એમ કરતા કરતા સવાર પણ પડી ગયું.દરેક સવાર કરતા આજની સવાર કેતન માટે બહુ મહત્વની અને અગત્યની હોય તેમ ઝડપથી તૈયાર થઇ ગયો,નાસ્તો પાણી કરી લીધા અને મમ્મીના ચરણસ્પર્શ કરીને ટુવ્હીલર ગાડીમાં બેસીને દુકાને પણ જતો રહ્યો.

કેતને ભલે આજે પોતાનું કામ ઝડપથી કરીને દુકાને આવતો રહ્યો હોય પણ તે દેખાવમાં આજે વરરાજા જેવો લાગતો હતો,જાણે કે આજે તેને કોઈક સાથે લગ્ન કરવાના હોય,કેતને દુકાનમાં પોતાની દરોજની ક્રિયા કરીને ખુરશી પર બેસીને રીતાનો મિસકોલ અને મેસેજની રાહ જોવા લાગ્યો.

લગભગ બપોરના અગિયાર વાગ્યા થયા હશે ત્યાં રીતાનો ફોન આવ્યો., કેતને ફોન ઉપાડ્યો હોવાથી રીતા તેને કહેવા લાગી :” કેતન હું તને પેલું ખંડેર જેવું જુનું મંદિર છે ત્યાં મળવા માગું છું અને ત્યાં હું તને એક સરપ્રાઈઝ અને તારો પ્રશ્નનો જવાબ આપવા માગું છું એટલે તું બની શકે તેટલી ઝડપથી ત્યાં પહોચી જા “આટલું બોલીને રીતાને કઈક કામ હોય કે પછી શેનીક ઉતાવળ હોય તેમ ફોન કાપી નાખ્યો.

કેતનને પહેલા તો રીતાએ તેને શા માટે તે અવાવરું જગ્યાએ બોલાવ્યો હશે અને તે મને શું સરપ્રાઈઝ આપવા માગતી હશે અને તે મારા પ્રશ્નનો જવાબ શું આપશે એવા બધા પ્રશ્નો કેતનના મગજમાં એકી સાથે ઉદભવ્યા, જે હોય તે એમ માની કેતને પોતાની દુકાનને તાળું મારી રીતાએ તેને જ્યાં અવાવરું જગ્યાએ બોલાવ્યો હતો ત્યાં પહોચી ગયો.

કેતનને તે અવાવરું જગ્યાએ આમતેમ જોયું પણ રીતા ક્યાય તેને નજરમાં ના આવી,કેતનને ફક્ત આજુબાજુ મસ્તીથી ઉભેલા વૃક્ષો અને પેલું ખંડેર જેવું લાગતું મંદિર જ ધ્યાનમાં આવ્યું.કેતન રીતાની આતુરતાથી રાહ જોવા લાગ્યો પણ એક કલાક થઇ ગઈ હોવા છતાં હજી રીતા આવી નહોતી રીતા આવી ન હોવાથી કેતન આમતેમ નજર કરીને થાકી ગયો હોય તેમ તે પેલા ખંડેર જેવા લાગતા મંદિરના પગથીયે બેસી ગયો.

કેતન બેસી ગયો હોવા છતાં તેની નજર તો રિતાને જ આમતેમ શોધી રહી હતી પણ રીતા તો ના આવી પણ સામેથી ચાર-પાચ પહાડી અને ગુંડા જેવા લાગતા લોકો કેતન પાસે આવ્યા.તે પહાડી અને ગુંડા જેવા લાગતા લોકો કંઈપણ બોલવાને બદલે સીધો જ કેતનને પકડી અને તેને એક વૃક્ષ પાસે લઇ જઈને ત્યાં વૃક્ષ ઉપર જેમ જલ્લાદ ગુનેગારને લટકાવે તેમ લટકાવી દીધો.

કેતન માટે આવું બધું ધાતકી અચાનક મારી સાથે શું થઇ રહ્યું છે તેની કઈ સમજ ના પડી.કેતન હવે રીતાના વિચારો કરવાને બદલે જિંદગીના છેલ્લા શ્ર્વાસના વિચારો કરવા લાગ્યો.કેતન વૃક્ષ ઉપર લટકતા લટકતા જયારે જિંદગીના છેલ્લા શ્ર્વાસ ગણી રહ્યો હતો ત્યાં તો ખડખડાટ હાસ્ય કરતી રીતા પ્રગટ થઇ અને કેતનની લાચારી અને દયનીય હાલત જોઇને કહેવા લાગી : “કેતન હું ખુબ જ દિલગીર છું કારણ કે આ મારો દરોજનો ધંધો છે,હું પહેલા છોકરાને પ્રેમમાં પાડું છું,પછી તેની પાસેથી પૈસા પડાવું છું અને પછી છેલ્લે તેને પ્રેમમાં બેવફાઈ કરીને અથવા દગો દઈને ડેમમાં પાડું છું.

હું તને પ્રેમ કરતી હતી પણ ખાલી પૈસા ખાતર.પણ મારી તારી સાથેની પ્રેમની વાત મારી મમ્મી-પાપાને ખબર પડી ગઈ હતી,તેને આપણા પ્રેમના સંબધની ખબર પડી તે મને ના ગમ્યું, તે તને મારાથી દુર કરવા માંગતા હતા પણ હું દીકરી હોવાથી મારા મમ્મી-પાપાને કોઈ કષ્ટ ના લેવું પડે એટલે મેં જ તને મારાથી દુર કરી નાખ્યો.કેતન હું તને જે સરપ્રાઈઝ આપવા માગતી હતી તે આ જ હતી અને હા હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું પણ આવતા જન્મમાં હોને,

રીતા બોલી બોલીને થાકી ગઈ હોય તેમ થોડોક સમય શાંત રહી ગઈ.જેવું રીતાએ બોલવાનું બંધ કર્યું તેવું કેતનનું લટકતું શરીર તરફડીયા મારતું મારતું શાંત થઇ ગયું,કેતનને રીતા સાથે તો લગ્ન ના કર્યા પણ મૃત્યુ સાથે લગ્ન કરીને યમરાજાના દરબારમાં આશીર્વાદ લેવા ગયા હોય તેમ તેના રામ પણ રમી ગયા,કેતનનું શરીર પહેલા જે સજીવ જેવું લાગતું હતું તે શરીર હવે નિર્જીવ જેવું થઇ ગયું હોય તેમ વૃક્ષ નીચે કોઇપણ ચહલપહલની ક્રિયા કરવાને બદલે શાંતિથી લટકી રહ્યું હતું.કેતન ભગવાનને પ્યારો થઇ ગયો છે એવું જાણીને રીતા એ પેલા પાંચેય ભાડુઆત ગુંડાઓને રૂપિયા આપીને તગેડી મુક્યા ,છેલ્લે રીતા પણ કેતનના મરેલા શબને જોઇને હું તને ખુબ ચાહું છું બોલતી કેતનના નિર્જીવ શરીરને એક મસ્ત અને કાતિલ સ્મિત આપીને પોતાની ઘરે જતી રહી. .

“ એવું નથી કે ગુનેગાર લોકોને જ ફાસી આપવામાં આવે છે ખરેખર હવે તો લોકો પ્રેમમાં પડેલા લોકોને પણ વૃક્ષ નીચે લટકાવી ફાસી આપી દેતા હોય છે “

>>>>>>>>>>>> BE HAPPY YAR<<<<<<<<<<<<<<<<<

>>રીબડીયા જીગ્નેશ એમ