Lanchiya Dharmik Pustako Jignesh Ribadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Lanchiya Dharmik Pustako

“ લાંચિયા ધાર્મિકપુસ્તકો “

તમને કદાચ નામ વાંચીને જ મારા પર ગુસ્સો આવતો હશે અથવા કદાચ મારા પર નફરત પણ આવતી હશે અને વધારે તમે બહુ ધાર્મિક હશો તો તમારા હદયને ઠેસ પણ પહોચતી હશે, તમને પ્રશ્ન થતો હશે કે ધાર્મિક પુસ્તકો લાંચિયા કઈ રીતે હોઈ શકે, ધર્મ વગરનો માણસ તો પશુ સમાન છે છતાં મેં ધર્મોના પુસ્તકને લાંચીયા કહ્યા છે એટલે તમારા પેટમાં જરીક નફરતનું બીજ જાગ્યું હશે તે મને પૂરી ખબર છે,

એક વાત સમજી લ્યો કે હું તમારા હદયને નથી ઠેશ પહોચાડવા માગું છું કે નથી તમને ગુસ્સો કરવા માટે, મને જે વિચારો આવ્યો તે હું તમારા સમક્ષ રજુ કરું છું, આ વિચાર પછી મારા અજ્ઞાનના પણ હોઈ શકે કે પછી ખોટો પણ હોઈ શકે અને કદાચ સાચા, હું જે લખું છું તે તમને ખોટું લાગશે કે સાચું લાગશે તે હું જાણતો નથી.મારું મન મને ધર્મો વિષે લખવા મજબુર કરે છે એટલે મારે ધર્મો વિષે લખવું જ પડે એમ છે, અને હા તમે જેમ ધર્મોમાં પ્રેમ કરો છો તેમ હું પણ ધર્મોને ખુબ પ્રેમ અને વિશ્વાસ કરું છું, છતાં આજ ધર્મોના પુસ્તક કઈ રીતે લાંચિયા મને લાગે છે તેની તમને માહિતી આપવા હું તમારી સામે મારા વિચારો રજુ કરું છું.

મારા આ ભયાનક વિચારો તમને ગમશે નહી તે તો મને ખબર જ છે એટલે હું તમારી પાસે કઈ અપેક્ષા નથી રાખતો કે તમને મારા વિચારો ગમશે જ.

તમે કદાચ તમારા જીવનમાં ધણા ધાર્મિક પુસ્તકો વાચ્યા હશે. તમને કદાચ એ પણ ખબર હશે કે તમે જે પણ ધાર્મિક પુસ્તક વાંચન કરીને પૂરી કરો પછી અંતમાં તમને ફલસ્વરૂપ સુખ મળશે,શાંતિ મળશે, તમારા ઉપર ભગવાન રાજી થશે. તમને સ્વર્ગ મળશે.તમને ક્યારેય દુખ નહી પડે. તમે જે પણ ધાર્મિક પુસ્તક વાંચન કરશો એટલે તમને અંતમાં આવા વાક્યો જોવા મળતા હશે. મને ધાર્મિક પુસ્તક એટલે લાંચિયા લાગે છે કે શું આપણે તેનું વાંચન કરી શું તોજ આપણ ને સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ મળશે, નહિતર નહી મળે.

શું આપણા સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ માટે ધર્મોના પુસ્તકનું વાંચન કરવું જ જરૂરી છે, અને શું જે કોઈ વ્યક્તિએ ધાર્મિક પુસ્તકોનું વાંચન કર્યું હશે તે ખરેખર તેના જીવનમાં સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ મળતી હશે.ધર્મોના પુસ્તક વાંચન કર્યા વગર શું આપણ ને સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ નહિ મળી શકે, જો આપણ ને ખાલી સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ ધર્મોના પુસ્તક વાંચવાથી જ મળતી હોય તો આપણે કામ કરવાની કઈ જરૂર જ નથી બસ આખો દિવસ ઘરે બેસીને ધાર્મિક પુસ્તકનું વાંચન કરતું રહેવાનું અને ફલસ્વરૂપે જે પુસ્તક અંતમાં સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ હશે તે મળી જશે. તમને શું લાગે છે કે ધાર્મિક પુસ્તકમાં જે અંતમાં ફલસ્વરૂપ આપ્યું છે તે ખરેખર ભાવિક ભક્તોને મળતું હશે , જો પુસ્તક વાંચનારને મળતું જ હોત તો દુનિયા માં ગરીબોની વસ્તી કેમ વધુ છે,દુનિયામાં કેમ અમુક લોકોને ખાવાનું મળતું નથી.

શું તમે એમ માનો છો ધર્મોના પુસ્તક ખાલી પૈસાદાર લોકો જ વાંચન કરી રહ્યા હશે, મને તો એમ લાગે છે જેટલા ધાર્મિક પુસ્તકો ગરીબ પોતાની પૂરી જીંદગીમાં વાંચન કરતા હશે તેટલા ધાર્મિક પુસ્તક કોઈ પૈસાદાર પણ નહી વાંચન કરતો હોય.

બીજી એ પણ વાત છે તમે એવું એક પણ ધાર્મિક પુસ્તક નહી જોયું હોય કે જેમાં ફલસ્વરૂપે તમને સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ કહ્યું ના હોય.આવા પ્રકારની ફળસ્વરૂપે શા માટે આપી હશે તેની પાછળ પણ કોઈ કારણ હશે, ધાર્મિક પુસ્તકોનું લાગ્યું હશે કે લોકોને લાંચ આપ્યા વગર છુટકો નથી, શું તેને પણ ખબર છે હશે કે માણસ જેટલો મહાન હતો તેટલો જ તે નિમ્ન બની ગયો છે.તેને જો ધર્મોમાં પાછો લાવવો હોય તો તેને પણ લાંચ આપવી પડે એમ છે, લાંચથી કોઈ પણ કામ ઝડપથી થઇ શકે છે તે ન્યાયે શું ધર્મના પુસ્તકમાં ફળસ્વરૂપે સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ નું કહ્યું હશે, તમને શું લાગે છે જે પણ ધર્મના પુસ્તકમાં ફલસ્વરૂપ આપ્યું હશે તે લાંચ રૂપે છે કે તે જે પણ વાચક તે ધાર્મિક પુસ્તક વાંચન કરતો હશે તેને ખરેખર મળતું હશે.

મને તો ધાર્મિક પુસ્તકમાં જે પણ પુસ્તકના અંતમાં ફળસ્વરૂપે સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ નું કહ્યું છે તે લાંચ સ્વરૂપે જ લાગે છે કારણ કે ધર્મને જો માણસ પર વિશ્વાસ નહિ હોય એટલે તેને આવા પ્રકારની સાચી હશે કે ખોટી તે ફલસ્વરૂપ સુખ-શાંતિ અને સમ્રુધ્ધિ આપવાનું કહેવું પડતું હશે.

મારા જીવનમાં મેં પણ ધણા પ્રકારના ધાર્મિક પુસ્તક વાંચ્યા છે,ધાર્મિક પુસ્તક ખાલી એક ધર્મના જ નહિ પણ ધણા બધા ધર્મોના પુસ્તકમાં મેં પુસ્તકના અંતમાં આ રીતની જ ફળસ્વરૂપે જોયું છું .તેમાં પણ અલગ સ્વરૂપે જોવા મળી છે,

તમને આટલી વાંચીને સમજાય ગયું હશે કે ધાર્મિક પુસ્તક ખરેખર લાંચિયા છે કે મેં લખ્યું તે ખોટું છે, પણ તમે દિલથી વિચારજો તમે તમારી જીંદગીમાં એવું એક પણ પુસ્તક જોયું છે જેમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ ના લખ્યું,અને હા અમુક પુસ્તકમાં તમે ખાલી વાંચન કરો એટલે સ્વર્ગ અને મોક્ષ મળી જશે એવી ફલસ્વરૂપ પણ આપવામાં આવતું હોય છે,જો સ્વર્ગ અને મોક્ષ એમ જ મળી જતો હોય તો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કઠોળ તપ કે સાધના કે ભક્તિ ના કરત,જે હોય તે,પણ તમે મારા કરતા વિચારવાની અને સમજવાની શક્તિ વધુ છે એ હું જાણું છે એટલે તમે આટલું વાંચીને કઈક સમજી જજો અને ધર્મોના પુસ્તક વિષે જો મેં ખોટું લખ્યું હોય અથવા તમને એમ લાગ્યું હોય કે મેં પવિત્ર ધાર્મિક પુસ્તક સામે કાદવ-કીચડ ઉઠાવ્યો છે તો તમે મને માફ કરી શકતા હોય તો મને અબુધ બાળક સમજીને માફ કરવા બધાને નમ્ર વિનંતી.

“ જો ખાલી ધર્મના પુસ્તક વાંચન કરવાથી સ્વર્ગ અને મોક્ષ મળી જતો હોય તો દુનિયાના બધા લોકો અત્યારે સ્વર્ગમાં રહેતા હોત અથવા તો મોક્ષની મજા લૂટતા હોત “

" ભગવાનને પણ ખબર છે કે માણસજાત લાંચ લીધા વગર કોઈ કામ કરતી નથી

એટલે તો ભગવાનને પણ પોતાના દરેક ધર્મપુસ્તકના અંતે તમે જો આ પુસ્તકનું

વાંચન .મનન અને દર્શન કરશો તો તમને જીવનમાં સુખ.સમૃધી અને શાંતિ મળશે

તેવું કહેવું પડ્યું છે :

“ લાંચ આપ્યા વગર કોઈ સરકારી કામ પણ થતું નથી તો લાંચ આપ્યા વગર ધાર્મિક કામ કઈ રીતે થઇ શકતું હશે “

<<<<<<<<<< BE HAPPY YAA R >>>>>>>>>>>>

>>>>>>>>>>> રીબડીયા જીગ્નેશ