ડોગ કિલર Jignesh Ribadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોગ કિલર

“ ડોગ કિલર “

સમાચાર પત્રમાં લોકો રોજ રોજ બળાત્કાર. ભ્રષ્ટાચાર, ખૂન અપહરણ વિષે વાચતા હોય છે, આવી બાબતો લોકો માટે સામાન્ય હતી.એવું એક પણ સમાચાર પત્ર નહી હોય જેમાં આ ચાર બાબતોમાંથી એક બાબતોનો સમાવેશ ન થયો.

લોકો માટે આ બાબતો વિષે કઈ નવું નહોતું પણ હમણાં હમણાં જે સમાચાર છપાતા તેનાથી લોકો બહુ નવાઈ પામતા તથા ખેદ પણ અનુભવતા કારણ કે હવે સમાચાર પત્રોમાં એક નવી જ બાબતોનો ઉમેરો થયો હતો.તે નવી બાબત અને સમાચાર એટલે “ કૂતરાની હત્યા “દરોજ સમાચાર પત્રમાં ચાર-પાચ કૂતરાની હત્યા થઇ હોય તેવા અહેવાલ પ્રગટ થતા.

તેમાં પણ કૂતરાની હત્યા કોઈ પથ્થર.લાકડી કે દવાથી કરવામાં નહી આવતી પણ તેના પર એસીડ છાંટીને, તેના મોઠાને ક્રૂરતાપૂર્વક ,અત્યત ધ્રુણાસ્પદ કહી શકાય તે રીતે તેની હત્યા કરવામાં આવતી.

શહેરના લોકો માટે કૂતરાની હત્યાનો વિષય ખુબ જ ચર્ચાસ્પદ બન્યો હતો,લોકો એમ પણ કહેવા લાગ્યા હતા કે લોકો લોકોની હત્યા કરે છે તેતો સામાન્ય છે પણ હવે લોકો પ્રાણીઓ-પશુઓની પણ હત્યા કરવા લાગ્યા છે.કોણ હશે આ રાક્ષસ જે મૂંગા પ્રાણીઓને કારણ વગર ક્રૂરતાપૂર્વક હત્યા કરી રહ્યો છે, ખરેખર જો આ કૂતરાની હત્યા કરનાર પકડાય જાય તો તેને આકરામાં આકરી સજા કરવી જોઈએ નહી તો ફાસીએ લટકાવી દેવો જોઈએ.

એક દિવસ થયો,બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, પણ કૂતરાની હત્યા થવાનો ચીલાચાલુ હજુ શમ્યો નહોતો,દરોજ ટીવી પર અને સમાચાર પત્રમાં નવથી દસ કૂતરાની હત્યા થવાના સમાચાર પ્રગટ થતા,તે હત્યારો પણ એટલો બધો ચાલાક હતો કે તે રાત્રીના બે ત્રણ વાગ્યાના સમય પર કુતરા જ્યાં શાંતિથી ઊંઘનો આનંદ લુટી રહ્યા હોય ત્યાં જઈને સીધો જ તેના પર એસીડનો છટકાવ કરતો,એસીડ શરીર પર પડવાથી કુતરાના નીંદરમાં નીંદરમાં રામ રમી જતા,હત્યારો કૂતરાની હત્યા કરવા રાત્ર એટલે પસંદ કરતો કે તે સમય કોઈ જાગતું ના હોય વળી પોતે પણ કોઈની નજરમાં ના આવે અને વળી કુતરા પણ તેવા સમયમાં સુઈ ગયા હોય એટલે તે હત્યાના ગુનામાં પકડાય પણ નહી અને કુતરાનું ખુન પણ થઇ જાય.

શહેરના સામાન્ય લોકો માટે કૂતરાની બહેરમીપૂર્વક હત્યા થવી ખુબ જ દુખદ ધટના હતી .કુતરા પર બધાને દયા જરૂર આવતી પણ હત્યારો ઝડપથી પકડાય તેવા કોઈ વિચાર કરતું નહી,સમાજમાં જેમ બધા પ્રકારના પ્રેમી રહેતા હોય તેમ કેટલાય કુતરા-પશુ પ્રેમી પણ હતા,કૂતરાની હત્યા થવી તેના માટે ખુબજ ખરાબ અને સમાજ માટે કલંકરૂપ હોય તેમ લાગતું.કૂતરાની દરોજ હત્યા થતી હોવાથી બધા પશુપ્રેમી લોકોની આંખો જે સફેદ અને વાદળી હોય તે હવે લાલ જેવી થઇ ગઈ હતી.

બધાય પશુપ્રેમીએ કૂતરાની હત્યા કરનાર જ્યાંસુધી ના પકડાય ત્યાંસુધી ઉપવાસ આંદોલન કરવાનું પોલીસને જણાવ્યું અને અજાણ્યા હત્યારા વિરુધ હત્યાનો કેશ પણ કર્યો,પોલીસ માટે પણ આ કેસ ખુબજ વિચિત્ર અને નવો જ હતો કારણ કે તેની પાસે મોટે ભાગે ચોરી, ખૂન, લુટ ,અપહરણ .બળાત્કાર. છેડતી. છેતરપીંડી જેવી ફરિયાદો આવતી જયારે કુતરાના હત્યારાને પકડવાની ફરિયાદ પહેલી વખત આવી અને તે પણ ખુબ દબાણ સાથે,

પોલીસ લોકોને દરેક કામમાં ગોકળગાયની ગતિએ કામ કરવાનું વધુ ગમતું હોય છે પણ કૂતરાની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર પ્રત્યે લોકોનો ગુસ્સો અને નફરત બહુ વધી ગઈ હોવાથી પોલીસ પણ હત્યારાને પકડવા ઝડપથી કાર્યવાહી કરવા લાગી હતી.

પોલીસને એટલી તો ખબર હતી કે હત્યારો રાત્રીના સમયમાં જ કૂતરાની હત્યા વધુ કરે છે આથી પોલીસે ગુપ્તવેશે હત્યારાને પકડવા પુરા શહેરમાં પેટ્રોલિંગ શરુ કર્યું,એક દિવસ,બે દિવસ ,ત્રણ દિવસ પોલીસ હત્યારાને શોધવા નિષ્ફળ જઈ રહી હતી તથા સમાચાર પત્રમાં કૂતરાની હત્યા થવાનો ચીલોચાલો હજી ચાલુ જ છે અને વરસાદની જેમ અટકવાનું નામ જ નથી લેતો તેવા સમાચાર હેડલાઈનમાં છાપી રહી હતી.

પોલીસની નિષ્ફળતાથી લોકો પણ બહુ રોષે ભરાયા કે વાત જ ના પૂછો,સતત ત્રણ દિવસ પોલીસ હત્યારાને પકડવામાં નિષ્ફળ ગઈ હોવાથી બધા પશુપ્રેમીઓ શહેરના દરેક રસ્તા પર ઉપવાસ અંદોલન કરવા બેસી ગયા,

બીજી બાજુ પોલીસને પણ પોતાની નિષ્ફળતા પર ગુસ્સો આવી રહ્યો હતો અને ઉપરથી કુતરાને હત્યાને ઝડપથી પકડવા દબાણ આવી રહ્યું હતું.પોલીસ માટે જ્યાં સુધી હત્યારો ના પકડાય ત્યાં સુધી સૂડી વચ્ચે ચોપારી જેવી સ્થિતિ હતી,એકબાજુ પશુ પ્રેમીનો રોષ હતો તો બીજીબાજી ઉપરી અધિકારીનું દબાણ હતું.

બધા પોલીસો હત્યારો ઝડપથી પકડાય તેવી જ ભગવાનને પ્રાથના કરવા લાગ્યા હતા,આજે પોલીસનો ગુપ્તવેશ કરવાનો અને પેટ્રોલીગ કરવાનો ચોથો દિવસ હતો,બધા પોલીસો કુતરાના હત્યારાને પકડવા શહેરના દરેક ખૂણે-ખાચરે ગોઠવાય ગયા હતા,

બધા પોલીસ લોકો રાત્રે પણ ભગવાનને એક જ પ્રાથના કરવા લાગ્યા હતા કે હે ભગવાન તું હત્યારાને ઝડપથી અમારી પાસે મોકલ એટલે અમે તેને પકડી લઈએ તથા બધા લોકોનો ગુસ્સો પણ શાંત કરી શકીએ કારણ કે અત્યારે રાત્રીના બે વાગ્યા હોવા છતાં અંધકાર કોઈ દેખાતું નથી તો અમે હત્યારાને કઈ રીતે પકડી શકીએ.

ખરેખર દિલથી કરેલી પ્રાથના હમેશ માટે ફળતી જ હોય છે પછી તે વહેલી ફળે કે મોડી ફળે.પોલીસોએ ભગવાનને દિલથી પાર્થના કરી હોય તેમ આવા સમયે કોઈ એક અનજાન વ્યક્તિ હાથ કોઈક પાણીની કે બીજી કોઈ બોટલ લઈને રસ્તા પર ધીમે ધીમે ચાલ્યો આવતો હતો.તે અનજાન વ્યક્તિના કપડા પણ લધર-વઘર અને ચીથરેહાલ હતા,તથા વાળ પણ અડધા ઓરયેલા અને અડધા વિખાયેલા હતા,બધા પોલીસ લોકો આ અનજાન વ્યક્તિને એકીટશે જોઈ રહ્યા હતા,આજ પાગલ જેવો લાગતો વ્યક્તિ કૂતરાનો હત્યારો હશે તેવું અનુમાન લગાડવું યોગ્ય નથી એટલે તે શું કરે છે તે જાણવા બધા પોલીસ લોકો તેના પર બાજનજર રાખવા લાગ્યા.

અનજાન વ્યક્તિએ ધીમે ધીમે ચાલતા ચાલતા જ્યાં કુતરાઓ તેના મિત્રો અને બાળકો સાથે કે કુટુંબ સાથે શાંતિથી એક ખૂણામાં આરામ કરી રહ્યા હતા તે બાજુ જાય છે,પછી તે અનજાન વ્યક્તિ આજુબાજુ ફરતી પોતાની નજર ફેરવી પોતાની પાસે રહેલી બોટલનું ઢાકણ ખોલીને જેવું તે કુતરા પર નાખવા જાય છે ત્યાં જ બે ત્રણ પોલીસ લોકો પાછળથી તેને રંગેહાથે પકડી લે છે તથા લોકો તથા ઉપરી અધિકારોએ જે ગુસ્સો તેના પર ઠાલવ્યો હતો તે ગુસ્સો પોલીસ લોકો હત્યારા પર ઠાલવે છે,હત્યારાને મેથીપાક ચખાડી પછી સીધો જ તેને લોકઅપ પૂરી દીધો.

હત્યારો પકડાય ગયો હોવાથી પોલીસોએ પણ રાહતનો શ્વાસ લીધો તથા સવાર થતા બધાને જાહેર કરવામાં આવ્યું કે હત્યારો પકડાય ગયો છે “ હત્યારો પકડાય ગયો છે એ વાત જાણી બધા લોકો ખુશ થઇ ગયા અને પોલીસ લોકોને પણ ધન્યવાદ અને શાબાસી આપી અને જે ઉપવાસ આંદોલન કર્યા હતા તે પણ સકેલી લીધા

હવે બધા લોકોને હત્યારો કોણ હશે અને તેણે શા માટે આટલા બધા કૂતરાની હત્યા કરી હશે તે જાણવાની બધા લોકોને ઉત્સુકતા હતી., આથી બધા પશુપ્રેમી લોકોનો ધસારો પોલીસ ચોકીએ એકઠો થયો.પણ પોલીસને હત્યારાને કોર્ટમાં હાજર કરવાનો હોવાથી ખુબ જ સાવધાની અને સુરક્ષિત રીતે કોર્ટમાં લઇ ગયા અને ત્યાં હાજર કર્યો.

જે ગુનેગાર જ્યાર પકડાય છે ત્યારે સમાજથી બચવા કે પછી પોતાની થોડીઘણી આબરૂ બચાવવા પોતાનો ચહેરો ઢાકી દેતા હોય છે,આ નિયમ બધા ગુનેગાર માટે વારસાગત હોવાથી આ હત્યારાએ પણ પોતાનો ચહેરો ઢાકી દીધો હતો અને લોકોને પોતાના દર્શન દેવામાં નાપાસ કર્યા હતા,બધા પશુપ્રેમીઓને તે હત્યારાને જોવા હતો આથી તે પણ વકીલ અને જજની જેમ કોર્ટમાં હાજર થયા અને જ્યાં સામાન્ય લોકોને બેસવાની જગ્યા હતી ત્યાં બેસી ગયા .

ધીમે ધીમે કોર્ટમાં હત્યારાની કાર્યવાહી ચાલુ થઇ રહી હતી,જજ પણ પોતાના સ્થાન પર આવી જઈને ગોઠવાય ગયા હતા,તથા ગુનેગાર પોતાનો ગુનો કબુલ કરે છે કે નહી અને તેણે શા માટે આટલા બધા કુતરાના ખૂન કર્યા તે જાણવા ઉપસ્થિત બધા બેચેન હતા,વકીલો વચ્ચે દલીલબાજી થવાની કોઈ શક્યતા નહોતી આથી કોર્ટના નિયમ પ્રમાણે એક વ્યક્તિ હાથમાં શ્રીમદ્ ભાગવત ગીતા લઈને કઠેડામાં પુરાયેલા ગુનેગારને કહેવા લાગ્યો : તું આ પવિત્ર ગીતા પર હાથ રાખીને હું જેમ બોલું તેમ બોલ.હું જે પણ બોલીશ તે બધું સત્ય બોલીશ અને સત્ય સિવાય બીજું કઈ પણ નહિ બોલું,ગુનેગાર પણ જેમ વ્યક્તિ બોલતો ગયો તેમ બોલતો ગયો.

શ્રીમદ્ ભાગવત ગીતા જેવા ધર્મ પુસ્તકનો કોર્ટમાં જેટલું અપમાન થતું હશે તેટલું બીજે ક્યાય થતું નહી કારણ કે ગીતા પર હાથ રાખીને બોલેલા શબ્દો સત્ય જ બોલે છે કે અસત્ય તે કોઈ જાણતું નથી.અસત્ય બોલે છે તે તો વિશ્વાસથી આપણે કહી શકીએ છીએ પણ સત્ય જ બોલે છે તેવું વિશ્વાસથી કોણ કહી શકે.કોર્ટ એટલે ધાર્મિક પુસ્તકનું અપમાન કરનાર અને સાચ કે ખોટા લોકોને રજા કે સજા આપવાનું સ્થળ.

જજે બે વખત ઓડર ઓડર કરીને ગુનેગારને પૂછવા લાગ્યા ; તમે તમારો ગુનો કબુલ કરો છો “

હત્યારાને જાણે કઈજ ખોટું કર્યું ના હોય તેમ તે સ્વસ્થતાપૂર્વક જવાબ આપવા લાગ્યો : હા મેં જ બધા કુતરાનું ખૂન કર્યું છે “

બીજો સવાલ તમે કેટલા કૂતરાની હત્યા કરી હશે અને શા માટે કરી એ પણ ક્રૂરતાપૂર્વક, તેણે તો તમારું કંઈપણ બગાડ્યું નહી હોય તો પણ “જજ બીજો સવાલ પૂછવા લાગ્યા

“ જજ સાહેબ .મેં લગભગ બચ્ચો કે ત્રણસો કુતરાને પૃથ્વી પરથી વિદાય કરીને મુક્તિ આપી હશે,હત્યારે શૂરવીરતાનું કાર્ય કર્યું હોય તેમ જજ સાહેબ સામે કોઈપણ શરમ રાખ્યા વગર દિલધડક કહેવા લાગ્યો.

પણ શા માટે અને એણે તારું શું બગાડ્યું છે તે જજના પ્રશ્નનો જવાબ આપવામાં ગુનેગાર ઉડા ગમમાં પડી ગયો હોય તેવું વર્તન કરવા લાગ્યો.

“ બસ્સો-ત્રણસો કૂતરાની હત્યા કરી છે એ જાણીને કોર્ટના બાકડા પર બેઠેલા બધા લોકોના મો માંથી “ ઓહ ઓહ ” ના ઉદગારો સરી પડ્યા.અને એકબીજાને કહેવા લાગ્યા : આ માણસ નથી પણ શીંગડા વગરનો સાક્ષાત રાક્ષસ છે.તમે તેનો દેખાવ જોઇને જ અનુમાન લગાવી શકો કે આ રાક્ષસ જ છે,

કોર્ટમાં હત્યારો વિષે જોરજોરથી કલબલાટ થવા લાગ્યો,એટલા બધા અવાજો થવા લાગ્યા કે કોણ શું બોલે છે તેજ કઈ સમજાતું નહોતું.એટલો બધો શોરબકોર અને તીવ્ર અવાજો થવા લાગ્યા હતા કે સામાન્ય માણસને માઠામાં દુખતું ના હોય તો પણ દુખવા લાગે,અવાજો કરતા કરતા બધા હત્યારા પર થું થું કરવા લાગ્યા.

જજ લગભગ બે વખત જ ઓડર ઓડર કરે એટલે બધા લોકો શાંત થઇ જતા હોય છે પણ આજ દસ બાર વખત ઓડર ઓડર કર્યો ત્યારે લોકો અંદરોઅંદર ગપસપ કરતા બંધ થયા.

કઠેડામાં ઉભેલો ગુનેગારને નવો ઉત્સાહ આવ્યો હોય તેમ કહેવા લાગ્યો. તમારે જાણવું છે ને મેં શા માટે આટલા બધા કૂતરાની હત્યા કરી તથા તેણે શું મારું બગાડયું છે, તો તમે બધા મારી વાત ધ્યાનથી અને શાંતિથી સાંભળો.

હું કોલેજમાં ભણતો ત્યારની આ વાત છે,હું ભણવામાં હોશિયાર હતો,પણ દેખાવ કઈક ખાસ કહેવાય તેવો નહોતો એટલે કે હું દેખાવમાં કદરૂપો હતો,પણ મારું હદયમાં સદાય કોઈના માટે પ્રેમ માટે ઝખ્તું,હું સતત કોઈકનો પ્રેમ ઝખતો પણ કોઈ મને પ્રેમ કરવા તૈયાર નહોતું,પણ એક દિવસ અચાનક કોલેજમાં સૌથી સુંદર કહી શકાય,પૃથ્વી પરની અપ્સરા કહી શકાય તેવી એક યુવતીએ કોલેજના કોઈ બીજા યુવકને નહી પણ મને પ્રેમનો પ્રસ્તાવ મુક્યો.

ભાવતું હતું અને વૈધે કહ્યું તેમ,જોયતું હતું અને આસાનીથી મળી ગયું હોય તેમ મેં પણ તેના પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો,તે મારા પ્રેમમાં શા માટે પડી તેજ મારા માટે મોટો પ્રશ્ન હતો પણ જે હોય તે એમ માની હું તેને ખુબજ પ્રેમ કરવા લાગ્યો,તે પણ મને ખુબજ પ્રેમ કરવા લાગી,અમે બન્ને પ્રેમમાં એકબીજામાં ઓતપ્રોત થઇ ગયા હોવાથી અમે બન્ને પોતપોતાના મોબાઇલ નંબરની આપલે કરી,

તે અભ્યાસ કરવામાં નબળી હોવાથી તેને આગળના વર્ષમાં પ્રવેશ મળ્યો નહી આથી તેણે કોલેજ છોડી દીધી અને બીજા શહેરમાં પ્રવેશ મળી જશે એમ માની બીજા શહેરમાં રહેવા જતી રહી,તે બીજા શહેરમાં જતી રહી હોવા છતાં અમારા વચ્ચેનો પ્રેમ અકબંધ હતો.અમે દરોજ ફોન પર રાત્રે ત્રણ ચાર કલાક તો વાતો કરતા જ.

તેણે કોલેજ છોડી તેના બે વર્ષ થવા આવ્યા હતા એટલે એકદિવસ અમને બન્નેને એકબીજાને મળવાની ત્રીવ્ર ઈચ્છા થઇ આવી,હું તેને મળવા તેના શહેરમાં ગયો,અમે બન્ને એક જાહેર બગીચાના બાકડા પર હાથમાં હાથ પરોવી અનિમેષ નયને એકબીજાને જોઈ રહ્યા હતા,બોલવાનું કઈ મન જ ના થતું હોય તેમ અમે બન્ને એકબીજાને જોઇને પ્રેમનું અમૃત પી રહ્યા હતા,તે પણ મારી જેમ પ્રેમના અમૃતનું રસપાન કરી રહ્યી હતી.

અમે બન્ને કલાક કે વધુ સમય શાંત બેઠા હશું ત્યાં એક દુરથી હાફ્તું અને દોડતું આવતું કુતરું,જે દીપડા જેવું લાગતું હતું તે મારી જાનુંને સિહની જેમ તરાપ મારીને ચોટી ગયું અને તેને જેમ ફાવે તેમ કરડવા અને બટકા ફરવા લાગ્યું.અમારા બન્નેનો શાંત પ્રણયને કુતરાએ અચાનક ભંગ કર્યો હોવાથી હું તો સ્તબ્ધ થઇ ગયો,મારી જાનુંની ખરાબ હાલત જોઇને મને કુતરા પર બહુ ગુસ્સો આવ્યો આથી હું મારી જાનુંને કુતરાના ઝપટમાંથી છોડાવવા ધણા પ્રયત્ન કર્યા એટલે અંતે મને સફળતા મળી.

પણ ત્યાં સુધીમાં મારું જાનુનું શરીર લોહીથી પૂરેપૂરું ભીની થઇ ગયું હતું અને ધોવાય રહ્યું હતું એટલે તે ત્યાં જ બેભાન થઈને ઠળી પડી,હું તેને બેભાન જોઇને હતપ્રભ થઇ ગયો હોવાથી ઝડપથી એમ્બ્યુલન્સ બોલાવી,એમ્બ્યુલન્સના ડોકટરોએ તપાસ કરીને મને કહ્યું કે : આ યુવતી બેભાન નથી થઇ પણ મૃત્યુ પામી છે,તે કુતરું સમાન્ય નહોતું પણ હડકવાનું શિકાર બનેલું હતું,સામાન્ય કુતરું કરડે તો માણસનું મૃત્યુ ના થાય પણ જો હડકાયું કુતરું માણસને કરડે માણસ જરૂર મૃત્યુ થઇ શકે છે,

મારી જાનું મને એકલો મુકીને જ અનંતયાત્રાએ ચાલી ગઈ હોવાથી હું ખુબ જ દુખી અને વ્યથિત થઇ ગયો,મારા પગ નીચેની ધરતી જાણે હાલક-ડોલક થઇ રહી હોય તેવો મને અનુભવ થવા લાગ્યો,મારી જાનું મૃત્યુ પામી છે અને મને એકલો મુકીને જતી રહી છે એ વાત માનવા હું તૈયાર જ નહોતો,હું જોર જોરથી રડવા લાગ્યો,હું મારી જાનું વગર એક ક્ષણ પણ જીવવા માંગતો નહોતો,મને એકલું એકલું લાગતું હોવાથી મેં ત્રણ વખત મરવાના ( આત્મહત્યા ) પ્રયત્ન કર્યા પણ હું સફળ ના થયો,

હું મૃત્યુ ના પામ્યો એટલે મેં નક્કી કર્યું કે હું તો ના મૃત્યુ પામ્યો પણ કુતરાને જરૂર મૃત્યુ આપીશ અને મારી જાનુંના મૃત્યુનો બદલો વાળીશ,મારી જાનુંના મૃત્યુનો બદલો લેવાનો હોવાથી હું દરોજ માટે ચાર-પાચ કુતરાને ધરતી પરથી એસીડ ચાટીને મુક્તિ આપતો ગયો,કુતરાને ધરતી પરથી મુક્તિ અપાવવી એજ મારા જીવનનો નિયમ બની ગયો હતો,આટલું બોલીને હત્યારો જોરજોરથી પાગલની જેમ હસવા લાગ્યો,

લોકોને હત્યારા પર જે ક્રોધ,ગુસ્સો હતા તે આ વાત જાણીને થોડોક શાંત થયો,પણ તેણે એક બે નહી પણ અનેક કૂતરાની હત્યા કરી હોવાથી તેને સજા તો થવી જ જોઈએ એવું બધા માનવા લાગ્યા,

જજે બધું સાંભળી આખરી ચુકાદો આપતા હોય તેમ કહેવા લાગ્યા : “આ ગુનેગારે એક,બે હત્યા કરી હોત તો હું માફ કરી આપું પણ તેણે તો ધણા કૂતરાની હત્યા કરી હોવાથી આ ગુનેગારને અત્યારે જ ફાંસીના માંચડે લટકાવી દો કારણ કે ‘ પાપી લોકોને બની શકે તેટલી ઝડપથી નિકાલ અને નાશ કરવો જોઈએ “

જજનો ચુકાદો સાંભળી પોલીસ લોકો પણ ઝડપથી ગુનેગારને ફાંસીના માંચડે લઇ,બધા પશુપ્રેમીની ઉપસ્થિતિમાં,જજ-વકીલની ઉપસ્થિતિમાં ચહેરા પર કાળું કપડું વીટાળીને,ગળા પર ગાળિયો નાખીને નીચેનો દરવાજો ખોલીને લટકાવી દીધો,

દસ,પંદર મિનીટ થઇ હશે ત્યાં તો હત્યારાનું પ્રાણ-પંખેરું ઉડી ગયું હોય તેમ તેનું શરીર નિર્જીવ થઇ ગયું હોય તેમ તે મૂર્તિ જેવું જડ બની ગયું.ઉપસ્થિત બધા લોકો ફરી અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે : “ ધણા બધા સીરીયલ કિલર વિષે સાંભળ્યું છે પણ દુનિયામાં આવા ડોગ કિલર પણ હોય છે તેવું પહેલી વાર જાણ્યું છે,

>>>>>>>>>>>> RIBADIYA JIGNESH M

( BE HAPPY YAAR )