Premno Aantarnad books and stories free download online pdf in Gujarati

પ્રેમનો આંતરનાદ

........પ્રેમ મનામણા..............

રુઠેલા મારા જીવને મનાવુ કરીને પ્રેમ ..

એના મુખ પર આવે હાસ્યભીનું તેજ ..

પિયુ મનાવે વારમવાર એને ચુમીને હોઠ ..

સંવારે એના વાળ વહાલે કરીને પ્રેમ ..

સમાઇ જાઉ બાહોમા હું કરીને ખૂબ સ્પર્શ .

અંગે અંગે સ્પર્શીને તને હું દઉં મીઠુ દર્દ..

ના રહે રીસ ગુસ્સો કરુ તારા મનામણા ..

કરુ ગુણગાન તારા દઉં વહાલ વધામણા..

બની ગયો કાનો હું તારો તું મારી રાધા ..

પાગલ બની કરુ પ્રેમ તું મારી અર્ધાઁગ્ના..

અંતરીક્ષમાઁ નથી કોઈ તારા સમ પ્રિયતમા..

સ્વર્ગની અપ્સરા ઉણી ઉતરે તું સૌઁદર્યા ..

જોઈ રહું એક નજરે તને તોય નાં ધરાઉ..

કામણગારરી કાયા તારી એમાં હું ડુબુ ....

પ્રેમને સિઁચિ આંખો ચૂમૂ ખૂબ કરુ પ્રેમ..

શબ્દો નથી કહેવા તને ઓછુ જ પડે ..

શ્વાશૌમાઁ ભરૂ સોડમ તારી બાવરો હું બનુ..

શું કરુ પ્રેમમાં તારા જીવ જ હું આપું ...

બનીયે પ્રેમમાં પ્રતિબિમ્બ એકમેકના ..

ના તૂટે નાં છુટે બંધન પ્રેમાગ્નીના ..

ના સીમા નાં કોઈ ડર નહીં કોઈ શરમ ..

ભળયા બે જીવ સાવ નાં રહે નિશાન ..

કર્યો પ્રેમને સાચો જ સાક્ષી રાખી ઈશ્વર ..

"દિલ"ને ઓળખ તારા હવે નથી સમય ..

.............પ્રેમ રંગ પીચકારી .............

આવી વસંત મ્હ્યોર્યા ફુલ પ્રેમનો છે તહેવાર ..

પ્રેમ રંગની પીચકારી મારા શ્યામને મારી..

ગુલ્મહોરનાં ફુલ આંબા ડાળે કોયલની છે કૂક ...

આજે રંગની છે છોળો પીયુ મિલનની વસંત ..

પ્રિતમે મારી મને પ્રેમરઁગ પીચકારી હું શરમાઇ ...

લાલ લીલા પીળા કેસરી રંગની છે ખૂબ લાહણી...

હુ મારા પ્રીતમના પ્રેમ રંગે ખૂબ રંગાઇ.

હાથમાઁ છે હાથ આજે મદહોશી નો સાથ....

નભનૉ ચન્દર્વૌ નીલો નીચે ધરતી છે લાલ..

આજે રંગબેરંગી પ્રેમ રંગની મીઠી અનુભૂતિ ..

કેસુડાનાં રંગ પાણીના છે ડંખ મીઠાં મધુરા. ..

લૂટાઉ એના પ્રેમમાં મારા ભીના આંખના ખૂણા ...

મંદિર જઈ કરુ ઘંટારવ ચરણે પડું શિવનાં ...

અબીલ ગુલાલ હલ્દી ને અક્ષતથી કરુ પૂજા ...

હોળીનો અગ્નિ આજે ખૂબ તપાવે પ્રેમાગ્ની ...

ધૂળેટી નો તહેવાર પ્રેમનો કર્યો એકરાર...

પ્રેમકેસરીયા રંગમાં બે જીવ ખૂબ રંગાયા..

ધરતી પર ઊતર્યું જાણે સ્વર્ગ આ વસંતમાં ..

પ્રેમરંગ પીચકારી મારી ઘાયલ કરી મારા પ્રિતમે ..

"દિલ" પિગળાવી બન્યો રંગ પાકો પ્રેમ ગૂલાલનો ....

............પૂનમની રાત .............

પ્રેમી દીલોની તડપન વીરહ્ની પૂનમની રાત ..

નભમાં તારા સમૂહને બહેલાવતી પૂનમની રાત ...

કવિને કલ્પના સ્ફુરાવી રચેયેતા બનતી પૂનમની રાત ..

પ્રેમ લાગણીના પૂર ઉભરાવતી આ પૂનમની રાત ..

દરિયાને પ્રેમ ભરતીમાં લઈ આવતી આ પૂનમની રાત ..

વાદળીઓ સાથે રમતો ચંદ્ર એ આ પૂનમની રાત ..

હ્રદયમાં પ્રેમ તત્વને આકર્ષાતી આ પૂનમની રાત ...

ચુમ્બકીય તત્વોને ખૂબ ભડકાવતિ આ પૂનમની રાત...

અગોચર દુનિયાની પ્રતીતિ કરાવતી આ પૂનમની રાત..

નાગ સર્પ ને ખૂબ લોભાવતી આ પૂનમની રાત ..

વનસ્પતિમાં ઔષધને ખૂબ પોષતી આ પૂનમની રાત...

નહીં સમજાય રહસ્ય છે અકબંધ આ પૂનમની રાત ..

દર્શન કરુ હું પ્રગટ ઈશ્વરનાં એ આ પુનમની રાત ..

"દિલ" ખૂબ મચલે આનંદે એ આ પૂનમની રાત...

.......પ્રેમ રીસ..........

તારી યાદ આવે અને આંખો ભીની થાય

હ્રદયમાં મીઠી યાદોની સફર શરૂ થાય .

કેમ કર્યા તે રુસણા શુ ગુનો કહે મારો .

એક પળ દૂર નથી કરી જીવ છું તારો .

સમય સાથે ચલતા સમય થયો આકરો .

ના સમજી સમય અત્યારે નથી મારો .

કરુ છું તારી કદર ના કર તુ ફરક .

સમજ કેળવુ બસ સમજમાં હું ફરક .

માંગુ સમય કરવા વાર્તાલાપ પ્રેમનો .

ના થાય પૂરો એ સમય કદી પ્રેમનો .

પ્રેમની આ બારીએ હું તોરણ લગાવુ .

ચેહરાને તારા કદી નજર ના લગાવુ .

સુંદરતા તારી મારી આંખોમાં સમાવુ .

યાદ તારી મારા દીલ મનમાં સમાવુ .

તારા હસતાં હોઠ આંખોને હું વધાવુ .

યાદોને તારી જીવથી હું જોડી લઉ .

બસ કર નાદાની હવે બહુ કરી રીસ .

વસી જાને "દીલ"માં બહુ કરી જીદ .

...............ગુલાબી સાંજ રેશમી રાત......

ગુલાબી સાંજ પ્રિયતમાનોં સાથ, સ્વર્ગનો એહસાસ.

ઠંડી પવનની લહેરીઓ, સાથે રાતરાણિની ખૂશ્બૂ .

પ્રિયતમાનૉ સુંદર ચહેરો હાથમાં ,જાણે ચંદ્રમા સાથમાં .

નાજુક તન પાવન મન, બસ નિરખ્યા કરુ એની આંખમાં .

આરસની ફર્શની અટારી, મિલનની મોહ્ભરી ફુલવાડી .

કરૂ એને અપાર પ્રેમ બસ સ્વર્ગની એહસાસની.

આંખોમાં આંખ પરોવી કહું સમજાવુ મૂક ભાષામાં .

હ્રદયમાં ટીસ ઉઠે ,આલિંગન આપી પ્રેમ કરૂ વહાલમાં .

શ્વાશથી શ્વાશ જોડાયા ,કરૂ એનાં અધરોને મીઠું ચુંબન .

બસ પ્રેમ રસનો પ્યાસો, મિટાવુ તરસ કરી રસ ચુંબન .

સહેલાવી વાળ, કરૂ પ્રેમથી ચીબુક્ને મધુર ચુંબન .

પ્રેમઘેલો જીવ બંધાયો ,જાણે વિટળાય વ્રુક્શને વેલી .

કેસરીયો નભ ચંદરવો ,નીચે પ્રેમ સીસકતા બે જીવ .

એકમેકમાં ભળયા બે જીવ, થઈ ગયા એક જ જીવ .

રેશમી રાત સાથે સજનીનોં સાથ, કરૂ હું પ્રેમ અપાર .

મીઠાં ઉજાગરા કરીએ, રસ ભીના ગીત મધુરા ગાઇએ .

આસમાનમાં પૂનમનો ચાઁદ વીખરાવે મીઠી મધુર ચાંદની .

પ્રિયતમા સમો ચાઁદ વરસાવે પ્રેમપ્રચૂર રસની લહાણિ.

રેશમી રાતની આ ઉજવણી કરાવે સુખ આનંદ સ્વર્ગનું .

દિલ માંગે પ્રિયા સંગ આ ગુલાબી સાંજ રેશમી રાત .

………....નશો તારાં પ્રેમનો......................

યાદ આવે અવિરત તારી ચઢે નશો તારાં પ્રેમનો.

થાય નમ આંખો હ્રદય રહે યાદમાં ખૂબ વ્યાકુળ.

વિરહમાં તારાં ખૂબ આંસુ અટકાવેલા રહે ભરેલાં .

આંખો વરસે અનરાધાર ચઢે નશો તારાં પ્રેમનો .

ફેલાયો નશો હવા પવન અંતરીક્ષમાં ચારેકોર .

મદહોશ ઘણું જીગર હવે ચઢે નશો તારાં પ્રેમનો.

બેસૂમાર પીઉ મદિરા પ્રેમની ના રહે કોઈ ભાન .

ના ઉતરે કદી હવે બસ ચઢે નશો તારાં પ્રેમનો .

કર્યો રાધા મીરાંએ પ્રેમ જેવો કૃષ્ણ કનૈયાલાલને.

પાવન એટલો પ્રેમ હવે ચઢે નશો તારાં પ્રેમનો.

ના દુનિયાની ખબર બસ રહુ તારાં પ્રેમમાં પાગલ.

જીવ મારો તરસતો ઘણો ચઢે નશો તારાં પ્રેમનો .

ચઢે એટલો માંગે ઘણો પ્રેમ મદીરાનો પ્યાલો .

"દિલ"માને આ પ્રેમનો નશો ના ઉતરે ચઢે તારાં પ્રેમનો.

................વાંચુ ગઝલ તારી આંખોમાં..................

કર્યો મેં પ્રેમ અપાર પ્રિયતમા હું વાંચુ ગઝલ તારી આંખોમાં.

પરોવી આંખોમાં આંખો અમાપ વહાલ હું વરસાવુ નજરોમા.

જોઉં મન આંખોથી તને પિઊ પ્રેમ અમ્રુત અવિરત ઘણું.

વરસાવુ પ્રેમ અમી આંસુથી હું વાંચુ ગઝલ તારી આંખોમાં.

આનંદસુખથી ઉભરાય આંખો જાણે વરસ્યુ આભ અમાપ.

હ્રદય મારુ પ્રેમથી છલકાય ઘણું હું વાંચુ ગઝલ તારી આંખોમાં.

મળયું તરસ્યાને સુખ ત્રુપ્તિનુ જાણે મીનને મળ્યું જળ.

શીખવ્યું જીવતાં મને સાચું જીવનમાં વાંચુ ગઝલ તારી આંખોમાં.

જાણી મારાં પ્રેમને પૂછ હ્રદયને હું બની ધડકન જીવું તારાં દિલમાં.

ઉઁબરેથી "દીલ" સમજે કબૂલે પ્રેમથી વાંચુ ગઝલ તારી આંખોમાં.

............શબ્દોથી કરી લઉં પ્રેમ.................

પ્રેમ ભર્યા શબ્દો પરોવી શબ્દોથી કરી લઉં પ્રેમ ..

દૂર રહી વિરહ વેઠી કવિતા રચી કરી લઉં પ્રેમ ..

કરી વર્ણન રૂપનાં તારાં તને શબ્દોથી સ્પર્શી લઉં..

કહેવું હોય એ શબ્દો સજાવી તને છડેચોક કહી દઉં..

આંતરમનનું અંતર શબ્દો કાપે દૂરી કરી દઉં દૂર ..

વર્ણવી હ્રદય વેદનાં શબ્દોથી મન હળવુ કરી લઉં ..

કહેવું હોય એ સ્પષ્ટ કહું શબ્દ તીર પાર ઉતારુ ..

કરવા વ્યક્ત પ્રેમ હવે નાં શબ્દ વિવશ થવાં દઉં ..

નાં રહુ જો ધરતી પર તો શબ્દોથી હું બસ જીવી લઉં..

કાને પડતાં શબ્દો મારાં તારું હૈયું ઉછાળી દઉં ..

શબ્દો મારાં હોઠે ચઢી તારાં ચુંબન મીઠાં લઈ લઉં ..

પાગલ પ્રેમી પારેવડો તારો શબ્દથકી તારામાં જીવી લઉં.

દૂર રહી કરું શબ્દસંચાર તારાં મનને ખૂબ સેહલાવુ ..

શબ્દસહારે કરું પ્રેમની ભાષા "દીલ"ને હું સમજાવી લઉં..

..................આંખોમાં ભરી લઉં.....................

જોઉં પ્રેમથી તને મારી આંખોમાં ભરી લઉં....

ભરી આંખોમાં તને અપાર પ્રેમ કરી લઉં ..

આંખોમાં ભરી તને હ્રદયમાં સમાવી લઉં..

જોઉં હરરાત સપનામાં તને પ્રેમ કરી લઉં..

નાં થાય અહેસાસ અળગો આંખ ભરી લઉં.

પીડા અસહ્ય છે વિરહની મનમાં રડી લઉં.

શ્વાશ નાં પરખાય સાથે તો શ્વાશ રોકી લઉં

વરસતાં વરસાદમાં મારાં આંસુ વહાવી દઉં.

સમજે નાંજાણે કોઈમારુ દર્દ છુપાવી લઉં.

લેશે કેટલી કસોટી કુદરત બધું સહી લઉં .

રહ્યો નથી સમય હવે કેટલું જીરવી લઉં .

જીવથી જીવ જોડીને હવે તને જીવી લઉં.

ના શબ્દ સંવાદ હવે બસ તને પામી જઉ.

"દિલ" કરે પુકાર દાતા એટલું પામી જઉ .

..................પ્રેમ અંગાર..................

કર્યો છે કરું એટલો પ્રેમ ના સમાય આભ અવકાશમાં..

કહું પચાવી પાત્રતા કર્યો મેં પ્રેમ ના કરે કોઈ જગતમાં..

થઈ પ્રેમપ્રચૂર કરું નિર્મળ સાચો રસભીનો પ્રેમ ઘણો ..

કામાક્ષી બની કરું રસ ચુંબન ભરૂ ત્રુપ્તિ રસમધુરમાં ..

કરું નિછાવર પ્રેમમાં જીવ સુખ ભોગ બધાં જિંદગીના ..

ન જોઉં પળ ઘડી બસ રહુ મસ્તમગ્ન પ્રેમ અગનમાં ..

કર્યો પ્રેમ પવિત્ર ઈશ્વર જેવો સ્વચ્છ પાવન સ્ફટિક..

ના જોયુ રૂપ સ્વરૂપ દેહ બસ પ્રેમ કર્યો વિશ્વાશમાં ..

સ્વીકારી સાચવી લેજે પ્રેમ મારો નથી સરળ પામવામાં..

આપી દીધો સરળ હ્રદયે માની સાચી પાત્રતા પ્રેમમાં..

ખૂબ તપ્યો ગળાયો થયો પ્રેમઅંગાર હ્રદય અગ્નિમાં ..

પ્રેમઅંગાર કરી દેશે ભસ્મ જો તૂટે "દિલ" વિશ્વાશમાં ..

..............મૂરત એક સુંદર ઘણી.................

મૂરત એક સુંદર ઘણી વસી ગઈ મારાં હ્રુદય મહીં..

ના શ્રુઁગાર કોઈ કુદરતે કરી એનાં પર ક્રુપા ઘણી ..

રૂપને મળ્યો પવિત્ર જીવ થયો જાણે સૂર સંગમ ઘણો..

અંબાર સમાયા રૂપનાં અનેક એક રૂપ રંગમાં ઘણાં ..

જોયાં કરું અપલક નયને ભીનેવાન મરોડદાર રૂપ..

જીવ જીગરથી પૂજૂ મૂરતને સમાવી અંતરમનમાં..

નશ્વર શરીરનાં રૂપ અંતે મળે માટીમાં જ જઈ ભળે..

કરું પ્રેમ સ્વીકાર જીવથી જીવ મળી થાય એકરાર..

મોહ નથી કોઈ જો થાય ભંગ છે સાચો જ છે એ પ્રેમ ..

ના વાસના નથી કોઈ અપેક્ષા બસ પ્રેમમાં રહુ રત..

અંતર આત્મા મળ્યા ના રહે જીવે કદી અળગા હવે..

"દિલ"થી દિલને થયો હવે અનોખો અનેરો પ્રેમસંગમ..

.......મારાં અંતરમનનાં આવાસી.........

મારા અંતરમનના આવાસી પુકારુ તને હરપલ .

પ્રેમ પંથે ચાલવા સંગ હ્રદયમાં કરાવ્યા આવાસ .

આંતરમનની ફૂટે વાચા કરી લઉ પ્રેમ વાર્તાલાપ .

વિરહમાં ઝુરી તડપી સહુ વેદના મનમાં પારાવાર .

કરવા છે મુકામ અગોચર જીવથી જીવ મેળવીને હવે.

ઓળખીશુ વિચાર વર્તન માણીશુ ખૂબ પ્રેમઆનંદ.

અમાપ અપાર પ્રેમમાં અસ્તિત્વ મારું જોઉં તારામાં હું .

અંતરમાં ખૂબ સમજે તને ઓળંગે સીમા પરાકાષ્ઠા હવે .

ઈશ્વર તત્વ કરે મદદ નાં રહે કોઈ ચિંતા ફિકર હવે .

મળયા છે મળશું સાથ નિભાવવા હર જન્મ હવે .

વાણી વાચા વિના સમજાવુ નાં રહે શબ્દ કોઈ હવે .

"દિલ" રાચે વિશ્વાસમાં મારાં જીવમાં તારો જીવ ભળે.

.......છોડુ જગ ના છોડુ કદી સાથ........

છોડુ જગ ના છોડુ કદી સાથ તારો પ્રિયે.

ના માંગુ હીરા મોતી ના કોઈ સુખ સંસારનાં.

રહુ જીવું નિજાનંદમાં કરું પ્રવાસ સાથમાં.

માણું કુદરત જોઉં સમજુ અદભૂત રચના.

ઉડુ આનંદની લહેરે લઈ બાથમાં સફરે.

મેઘધનુશી પ્રેમરંગ નભનાં જોઉં લુટાઉ.

સાથમાં તારા લઉં શ્વાશ મહેકે એકમેકના.

આંખોમાં ભર્યો છલ્લૌછલ પ્રેમસાગર ઘણો.

ના ભાન જગનુ નાં સંકોચ કોઈ અવરોધ.

પ્રણયપંથે નીકળયા ચાલી એકદૂજે સંગ.

સૂકૂન સ્વર્ગનું સાથમાં તારા શું માંગુ બીજું?

વરસાવુ પ્રેમઅમી સમાવુ મન હ્રદય જીવમાં

પ્રેમ સહેવાસે ભરૂ શ્વાશ ધબકી ધબકારમાં.

"દિલ"માં બસ સ્થાન તારું લખું માનસપટમાં.

........................યાદ સતાવે.......................

ઊગી દિવસ આથમે થાય રાત તારી યાદ સતાવે.

કરું પોકાર મનહ્રદયથી અવિરત ઉર્મીઓ ઠાલવીને.

બંધાઇ સાંકળ મજબુરીની ના અવાયુ તારી પાસે .

તરસે તરફડે હૈયું મારૂં આંસુઓનાં પૂર ખૂબ આવે .

કેમ કરી વિતાવુ પળ જે તારા પ્રેમની ભીખ માંગે.

પળમાં સમાઇ જિંદગી મારી પુલ્કીત થઈ પ્રેમથી .

અંતર ઘણું માઇલો તણું આંતરમનમાં રાખું તને .

આમંત્રિત કરું મનની અટારિએ કરી લઉં પ્રેમ તને.

ઠંડુ થયેલું લોહી હવે દોડે તારી યાદ ખૂબ કરીને .

ગરમ થઈ નસો ફુલે વિરહ્ની આગ ખૂબ ભડકે .

પ્રેમનો આધાર વિશ્વાશ બને પાવક થઈ પૂજે .

પોકારી "દીલ" બોલાવે તને ના કર મોડું હવે.

.......પ્રેમ વિરહનો..બાવરો ........

નથી રહ્યું ભાન દેહનું નાં કામનું પ્રેમ વિરહ કરે બાવરો.

દિવસ ઊગી થાય સાંજ નથી રહ્યું કોઈ સમયનું ભાન.

નથી રહ્યો કોઈ ક્રમ બસ જીવ મન ભિઁજાય પ્રેમમય.

સમય નાં આપે સાથ પડી સૂઇ રહુ નિષ્ક્રિય પથારીમાં.

વહાલની ચાદર ઓઢાડુ તને સુવરાવુ મારી પલકોમા .

આંખોમાં પરોવી તને જોઉં માણું કરું પ્રેમ શમણાંમાં.

યાદ આવી આંસુ ભરે આંખો હોઠ ઉઠે હસી અપાર.

આંખોમાં નિંદ્રા ઉઠવા સમયે ભલે જાગે આખી રાત.

શબ્દો સજાવી કરી લઉં પ્યાર ભરી લઉં આંખોમાં સ્નેહ.

થઈ ગયો બાવરો તારો લુટાવુ પ્રેમ તને અમાપ .

નમ થઈ જાય આંખો જ્યારે પીડે વિરહ મને પારાવાર.

"દિલ" છે પ્રેમભીનુ તારી રાહ જુએ અપલક નયને.

...................ચહેરો તારો...................

અપ્રતિમ સુંદર ચહેરો તારો નથી દુનિયામાં ચહેરો બીજો.

હર એક રૂપ જોઉં ચહેરામાં તારા છે અનુપમ સુંદર.

રૂપ છે તારું કંઈક અનોખું કોઈ ના સરખામણી એની.

થાય લાગણી પાવન પતીત ઓછું ના કોઈ વિચારી શકે .

આંખોમાં જોઉં ઊંડાઈ સાગરની ઉભરાય પ્રેમ મોજાઓથી.

નક્શીદાર નાક લઈ ચૂમૂ તીખી ધાર સુંદર સ્વરૂપની .

જોતા ના ધરાઊ અપલક નયને બસ પિઊ અમી પ્રેમનાં.

સમાયા પંચતત્વ રૂપ જાણે ઇશ્વરે લખી પ્રેમથી કવિતા.

ગગનનું નીલ સ્વરૂપ માત્રુતા પાવક ધરાની છે શોભતી .

પારદર્શી ચરિત્ર જળ જેવું પ્રકાશે તેજ સૂરજનાં લલાટે.

વાયુ વેગે પ્રસરે તારા મોહમયી દેખાવની ચુઁબકતા.

કરું શું વર્ણન નાં શબ્દો કોઈ છે વિવશતા ભંડોળમાં.

અપ્સરાના રૂપ ભરે પાણી તારું સુંદર સ્વરૂપ અપ્રતિમ.

પાગલ પ્રેમી મોહક ચહેરાને વસાવી કરે પ્રેમ "દીલ"માં.

.............ઠંડા પવનની લહેરે............

ઠંડા પવનની લહેરે આવે યાદ મધુર તુજ સંગ.

માંડ થયેલી શાંત આવી હવા લગાડી ગઈ આગ .

મીઠું એ મુખડુ આવે યાદ ખૂબ લૂચ્ચૂ હાસ્ય લાવે .

કેમ કરી જીરવુ ? આ મનડુ મારુ થાય અધીરીયુ .

તું ક્યાં સમજે પ્રેમ મારો શું મૂલવે? એ અઘાઢ ઘણો.

પાગલપન મારુ દુનિયા જાણે હું પડ્યો પ્રેમમાં ઘણો.

ગાગર ભરી આંસુની છલકાય અવિરત મારાં નયન.

અપલક નયને જોઉં રાહ સમય વીતે વિરહનો હવે.

સૂરજ સવારનો સળાગાવે સાંજનો ખૂબ તડપાવે .

રેશમી રાત્રે ચાંદ ચૂપચાપ આંસુ વહાવીને વિહરે .

ચાંદની લાગે કાળી વીરહની રાત છે ખૂબ લાંબી .

રૂપ તારાં આંખોમાં સમાય વિરહમાં વધુ વિટળાય .

કરું છું પળ પળ તને યાદ સ્વપ્ન હોય કે વિચાર .

"દિલ"માં તું જ સમાઈ આંખો વહાલથી ઉભરાય.

.........જેવી છે એવી ખૂબ સુંદર છે........

જેવી છે એવી ખૂબ સુંદર છે તું નાં બદલાઇશ કદી .

ના શણગાર નથી નાં શોભતા નખરા કોઈ દુનિયા થકી.

નથી વિવશ તારું રૂપ કોઈ શણગાર કરવા કોઈ.

આપ્યું કુદરતે અપ્રતિમ રૂપ સ્વરૂપ ભીનેવાન દેહ થકી.

કરુ છું પ્રેમ તને બોલાવુ નામ ભલે કોઈ ભાષા થકી.

અર્થ થાય તારાં પ્રેમનો બસ નામ લઉં કોઈ શબ્દ થકી.

જે છું તું એજ રહેજે હું દિવાનો એ રૂપ સ્વરૂપ થકી.

ના પહેરીશ મોહરા ખોટાં નહી શોભે તારાં રૂપને કદી.

તું છે જે એવું રૂપ જીવ બીજો નથી દુનિયામાં હજી.

એક જ તું બસ તુજ મારાં મન હ્રદય જીવમાં વસી.

તને જીવું કરુ પ્રેમ અમાપ અપાર તારાં જીવમાં રહી.

"દિલ"ને ખૂબ વહાલી ખૂબ સુંદર તું નાં બદલાઇશ કદી.

............પરોવ્યો હાથ પ્રેમથી.................

પરોવ્યો હાથ પ્રેમથી જીવથી જીવ બાંધ્યો વિશ્વાશથી .

પ્રતિક્રુતિ બન્યો હાથ અપાર અમાપ પ્રેમનો વિશ્વાશથી .

જીવનમ્રુત્યુ ભલે હોય જીવ બંધાયો એવો નાં છુટે કદી .

જીવ છોડે શરીરને આત્મા કરશે સાથ તારાં પ્રેમનો સદા .

શરીર છુટે આત્મા રહે પ્રેમઓરામા સાથ નાં જ છોડે .

સાથે છૂટેલા જીવ રહે સાથ બસ એક જ પ્રેમઓરામા .

જીવનપથ પર જીવ મળશે ઘણાં જાણ્યા અજાણ્યા .

પ્રેમપથ પર સાથ તારો જ બીજા નાં કોઈ સંબંધ .

જીવતાં માણિશુ સ્વર્ગ ધરતી પર નભમા પ્રેમઓરામા .

ના આવે કોઈ જીવ વ્યક્તિ કે વિચાર વચ્ચે પ્રેમપંથમાં .

પાત્રતા એવી પ્રેમની પરાકાસ્ઠાના નાં વર્ણન કોઈ .

ના કોઈ પરિભાષા ઊંચાઈના નાં સંવાદ હવે કોઈ .

કૃષ્ણાએ કર્યો રાધાને પ્રેમ અમાપ અપાર નાં સીમા કોઈ .

કરે એજ અપાર અમાપ પ્રેમ "દીલ" રહી પ્રેમઓરામા .

...........વાગ્યા બાણ તારાં પ્રેમનાં..............

વાગ્યા છે બાણ તારાં પ્રેમનાં કર્યા મનહ્રદય ઘાયલ.

હૈયું અપાઇ ગયું પ્રેમમાં મારાં હાથ રહ્યું નાં હવે કશું.

વાગ્યા બાણ તારાં પ્રેમનાં હ્રદયથી સર્વસ્વ અપાઇ ગયું.

જીવનમ્રુત્યુ હવે બસ એકસાથમાં લીધાં આપી વચન.

સંચાર થયો પ્રેમ હ્રદયમાં નાચી ઉઠ્યા મોર રોમરોમ.

ભૂલૂ સંસાર સમાજ હવે નાં રહે કોઈ સમજ નાં ભાન.

પ્રેમ તેંજે ધારદાર બાણ વાગ્યું તારું પાકુ જ નિશાને.

કરી ઘાયલ મને આપ્યું સુખ પ્રેમનું નાં રહી સૂદ્બૂધ.

કરી મને વિહવળ ખૂબ વિરહમાં હવે સંતાપે છે પળ પળ.

"દિલ" ઘાયલ થયું તારાં પ્રેમબાણે નાં માંગુ સુખ બીજું .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED