Sankalp books and stories free download online pdf in Gujarati

સંકલ્પ-part 2

II સંકલ્પ II

કોલેજ હોસ્ટેલમાં પાછો આવીને ગંભીરતા પૂર્વક ખુબ મહેનત કરવા માંડી કોલેજ લાઈબ્રેરી, મિત્રો, પ્રોફેસર બધા સાથે રહી શીખ્યો સમજ્યો અને દરેક સેમેસ્ટરમાં વધુ ને વધુ માર્ક્સ લાવતો રહ્યો, મને હવે ખુબ રસ પાડવા લાગ્યો એમાય બાગાયત અને પ્લાન્ટ ફીજીઓલોજીમાં હંમેશા હાઈએસ્ટ માર્ક્સ લાવતો. માં ખુબ ખુશ હતા. આ બાજુ ભાઈઓની સ્થિતિ કથળતી હતી એલોકો ભૂલની પરંપરા કરી રહેલા એનું કુટુંબ સહન કરી રહેલું માની બીમારી વધતી ચાલી. ભાઈઓએ ધંધો ચાલુ કર્યો થોડુક સારું થવા લાગ્યું. બે ભાઈઓ મુંબઈથી પાછા આવી ગયેલા એમની નિષ્ફળતાએ એમને નિરાશ કર્યા.હું ઘરે પત્રો નિયમિત લખતો સમાચાર જાણતો. ક્યારેક માં જવાબ લખતી.મનીઓર્ડરથી મારા મેસનાં પૈસા આવતા ફી સ્કોલોર્શીપ હતી એટલે વાંધો નહોતો. એકવાર પૈસા મેસનાં આવ્યા જ નહિ મેં કાગળ લખ્યો પણ વ્યવાસ્થાજ થાય એમ નહોતી મારે ૯૦ રૂપિયા ભરવાના હતા, મારા ભાઈ આવ્યા પૈસા આપવા કીધું ખર્ચ પોષાતો નથી કૈક કરવું પડશે મેં કીધું અહી આર્થિક પછાતની પણ મેસ ચાલે છે હું એમાં જમીશ પૈસા ઓછા થશે ૫૦ માં પતી જશે મને કહે શું કરીએ સ્થિતિ જ એવી છે એક વર્ષ એમાં જમ્યો . કુટુંબ પર જાણે કોની નજર લાગેલી મોટાભાઈઓ ખુબ તકલીફમાં હતા સૌથી મોટાભાઈ માનસિક ડીપ્રેસનમાં બીજા ભાઈ ધંધામાં તકલીફમાં કોર્ટ કેસમાં ત્રીજાભાઈ માંડ એમનું પૂરું કરતા ચોથાની પણ હાલત ઠીક નહોતી શું થઇ ગયું હતું ઘરને કોઈ જાણે શ્રાપ લાગી ગયેલો.હું કોલેજના ખેતરમાં જઈ કુદરત સાથે વાતો કરતો વિનવતો બધી મુશ્કેલી અને દુખ દુર કરવા કરગરતો. હજી કેટલી પરીક્ષા લઈશ તું કહીને રડતો ઝગડતો મારી પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો.કોલેજમાં ઈતર પ્રવુંતીઓ અને કલ્ચરલ કાર્યક્રમોમાં ભાગ લેતો ગાવાની ,ફેન્સીદ્રેસ ,અને નાટક,ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેતો ઇનામ જીતીજ લાવતો મન બહેલાવતો, ગીતો ગાતો અને રૂમ પાર્ટનર સાથે અગમનિગમ અને આધ્યાત્મણી વાતો કરતો જે માં અને પિતાજી પાસેથી સાંભળેલી અને વાંચન ખુબ કરતો.

આમ કરતા છેલ્લું સેમેસ્ટર આવી ગયું ખુબ મહેનત કરેલી એક્ઝામ બધીજ પૂરી થઇ. અને બસ રીઝલ્ટ જ બાકી હતું અને કોલેજમાં કંપનીઓ તરફથી ઈન્ટરવ્યું શરુ થયા.એમાં પ્રથમ ઇન્ડિયન પોટાશ તરફથી બે સેલ્સ સુપરવાઈઝર લેવાના હતા ચાર કોલેજના થઈને ૩૬૦ કેન્ડીડેટ હતા. એમાંથી હું અને મારી જ બેચનો બીજો વિદ્યાર્થી સિલેક્ટ થયા. થોડા દિવસમાં રીઝલ્ટ પણ આવી ગયું.કોલેજમાં સાતમો આવેલો. ઘરે બધાજ ખુશ હતા રીઝલ્ટ સરસ અને નોકરી મળી ગઈ હતી.આત્મ ગૌરવ અનુભવતો હતો. આગળ ભણવાની ઈચ્છા ખુબ હતી મને પણ સ્થિતિ હવે એવી હતી કે શક્ય નહોતું. હમણાં નોકરી લઇ લેવી પછી જોઈશું એમ કહી જુનાગઢ પોસ્ટીંગ હતું ત્યાં માં અને બધાને છોડીને જવું પડ્યું. મારી આ પ્રથમ સફળતાથી ખુબ ખુશ હતો. ધીમે ધીમે મુશ્કેલીઓ હવે દુર થશેજ એવી આશા પ્રબળ બની રહી હતી.

***

ઇન્ડિયન પોટાશ સેમી ગવર્ન્મેન્ટ કંપની હતી ,પોટાશ ખાતર પરદેશથી ઈમ્પોર્ટ થતું માલનાં પ્રમાણમાં માંગ વધુ રહેતી એટલે વિક્રેતા ફિલ્ડમાં જવાજ નાં કહેતો કહે તમે ઓર્ડર લાવશો પણ તમારી કંપની માલ ક્યા મોકલે છે? સળંગ ૧૫ થી ૨૦ દિવસ બેસી રહ્યો એમની દુકાને અને ઘરે કાગળ લખ્યો અહી કામજ નથી આપતા. ઘરેથી બનેવીનો કાગળ આવ્યો ઘરે પાછો આવીજા એમ આ ઉમરે બેસી નાં રહેવાય ભલે સરકારી નોકરી હોય. અને ત્યાંથી પાછો આવી ગયો આવીને અમેરિકન કંપની યુનિયન કાર્બાઈડમાં ટ્રેઈની તરીકે જોડાયો પેલી નોકરી છોડી .એ સમયે મારા સહાધ્યાયીઓ માસિક ૬૦૦ થી ૮૦૦ કમાતા મારો ૨૫૦૦ પગાર અને કિમી દીઠ ૩૦ પૈસા પેટ્રોલનાં મળતા એમાથીજ બધો ખર્ચ નીકળી જતો.પણ આખા ગુજરાતમાં બાઈકપર ફરવાનું કમ્પલસરી હતું. જંતુનાશક દવાઓ વેચવાની અને ખેડૂતને એના ખેતરમાં છાંટી આપવાની આમાં પૈસા ખુબ મળતા પણ આ કામ ગમતું નહિ કુદરતથી વિરુદ્ધ લાગતું. મુખ્ય વિક્રેતા અને નાના વેપારી બધી કંપનીઓનું રાજકારણ જુઠ બધા ખોટાં કામ મન વિચલિત થઇ જતુ. આમ ને આમ ખુબ પ્રવાસ ખેડ્યો આખા ગુજરાતમાં કામ અંગે પોરબંદર,ધોરાજી,ઉપલેટા,રાજકોટ,સાબરકાંઠા,મોડાસા,ધનસુરા,ખેડબ્રહ્મા,ત્યાં કચ્છી કંમ્પાઓ, વડોદરા,ભરૂચ,બોડેલી,ધોરાજી,આણંદ,નડીયાદ,અમદાવાદ આમ બધેજ ત્રણ વર્ષ ફરીને કામ કર્યું.ખુબ ઓછા સમયમાં જાણે ખુબ જોયું સમજાઈ ગયું.આ બધી સફરમાં વરસાદી સિઝનમાં ક્યારેક એકાંત મળી જતું કુદરતનો નજારો જોવા મળતો અને એમાં ખોવાઈ જતો અને કલાકો જાણે આભ અન્તરિક્ષ જોયા કરતો પૂછ્યા કરતો કે રોટલો મળ્યો હવે પોતાનો ઓટલો ક્યારે આપીશ?

***

અચાનક જીવનમાં ટર્નીંગ પોઈન્ટ આવ્યો ,મારે મારા પિતરાઇના લગ્નમાં મુંબઈ જવાનું થયું ત્યાં હોલમાં વ્યવસ્થા જોવા મોકલ્યો,મેં ત્યાં જોયું બધુજ બરાબર હતું પરંતુ માખી મચ્છર ખુબ જોયા મુંબઈના પ્રતિષ્ઠિત જુહુ વિસ્તારની હોટલનો હોલ અને આમ કેમ?મેં એમના મેનેજમેન્ટને વાત કરી એલોકો કહે બધા પ્રયત્ન કર્યા પણ આ નથી જઈ રહ્યા મેં એમને બજારમાંથી બે પેસ્ટીસાઇડ લાવવા લખી આપી અને એમણે એનો તાત્કાલિક અમલ કર્યો અને રીઝલ્ટ જોઈ ખુશ થઇ ગયા. કોઈ જોખમ વિના સાવ મામુલી ખર્ચમાં આવું પરિણામ જોઈ એમણે મારો આભાર માન્યો.મારી સાથે મારા સગા હતા એમને કીધું અરે ભાઈ આતો ચમત્કાર જેવું છે તું નોકરી છોડીને બાગબગીચા અને સલાહ આપવાનું કામ કેમ નથી કરતો ? આવું કોઈ છે નહિ તને જરૂર સફળતા મળશે. મારાં મનમાં વાત બેસી ગઈ.હું પાછો આવીને મેં એના પ્રયત્ન ચાલુ કર્યા. શરૂઆત ક્યાંથી કેવી રીતે કરાવી? એક વિચાર આવ્યો કે બાગબગીચામાં પૈસા કોણ ખર્ચે? એ સમય એવો હતો લોકોને બાગ ગમતા પરંતુ એ શોખ હતો કોને પોષાય? એકતો જેની પાસે જગ્યા હોય અને પૈસા. એ સમય મિલ ઉદ્યોગ ખુબ ચાલતો અને એલોકો પાસે જમીન અને પૈસા અને ખર્ચ કરવાની શક્તિ અને સૂઝ હોય. અરવિંદમિલથી શરુ કર્યું એના મુખ્ય શેઠ સાથે મુલાકાત કરી શ્રી નિકુભાઈશેઠ સાથે વાત કરી એમને મારામાં રસ પડ્યો મને કામ આપ્યું એક વીકમાં ૩ દિવસ જવાનું અને મને ફી આપતા હું ત્યાં ગાર્ડનમાં સલાહ સૂચન આપતો ગુલાબ ઉછેર અને માવજત મારા કામથી ખુશ થઇ સલગ્ન મિલમાં પણ કામ અપાવ્યા પરંતુ પૈસા વધુ ના મળતા એટલે દરેક આર્કિટેક્ અને કન્સ્ટ્રકશન કરતા બિલ્ડરોનો સંપર્ક સાંધવાનો ચાલુ કર્યો. ક્યાય કોઈ રિસ્પોન્સ મળી નહોતો રહ્યો, એક બિલ્ડરે એવું કીધું આ મુંબઈ નથી એમાં તારું ઘર નહિ ચાલે. પણ નિરાશ નાજ થયો કાલે કામ મળશે. એ સંઘર્ષનાં સમય દરમ્યાન મારાં લગ્ન થયા.ઘરમાં હવે મોટાભાઈઓ ભાભીઓ માતાપિતા બધાનો સમાવેશ થવો શક્ય નહોતો બધા ઘરમાં વાસણ ખખડે એમ કુટુંબ રાજકારણથી કંટાળીને માની સંમતિ અને આશીર્વાદ લઇ એક રૂમ કિચનમાં ભાડે રહેવા જતો રહ્યો. જીવનનું નવું પ્રકરણ શરુ થયું.

***

ઘરનું ભાડું અને અમારા ગુજરાન જેટલું મળી રહેતું. ધીમે ધીમે બધાના સંપર્ક વધારતો ગયો નિરાશા ખંખેરીને બધાને મળતો રહ્યો.ઓછા પૈસા મળે તો પણ કામ લેવા લાગ્યો અને આમ વસ્ત્રાપુર જેવા નવા વિકસતા વિસ્તારમાં જ્યાં બંગલા બંધાતા હોય ત્યાં માલિકનો સીધોજ સંપર્ક કરવા લાગ્યો સેલ્સમેન તરીકે કામ કરેલું એટલે અનુભવ કામ લાગ્યો સવારે કામ જોવા આવે એમની રાહ જોતો આવે એટલે સંપર્ક કરી બગીચા બનાવવા અને વૃક્ષો રોપવા સમજાવતો ઉત્તમ કામ કરવાની ખાત્રી આપતો.આમને આમ કામ મળવા માંડ્યા. નીતિ અને દાનત ખુબ સારા અને પ્રમાણિક હતાજ એટલે ઈશ્વરના આશીર્વાદથી કામ ઉપર કામ મળતાજ ગયા,પોતાનો આગવો સ્ટાફ લગભગ ૪૫ માણસોનો રાખ્યો. મણીનગરનું ભાડાનું ઘર છોડી બે વરસમાં સેટેલાઈટ વિસ્તારમાં બગીચો બનાવી શકાય એવી જમીન સાથે મકાન ખરીદી લીધું, દિવસ રાત જોયા વિના કામ કર્યા. કામના વખાણ થતા મહેનત અને માવજત અને એના જ્ઞાનની કદર થવા લાગી.માં ને મારી સાથે રેહવા આવવા કીધું માં કહે જન્માષ્ટમી પછી આવી જઈશ અને મારા પિતાનું અવસાન થયું. જન્માષ્ટમી પછી પણ માં નાં આવી શક્યા એ પહેલાજ સાતમે એમને ગંભીર હૃદયરોગનાં હુમલાએ જીવ લીધો.મારા જીવનનો વજ્રઘાત આજે પણ નથી ભૂલ્યો.આખી જીંદગી ખુબ દુખ પરેશાની વેથી જ્યારે સુખ ઘરમાં આવ્યું એમને વિદાય લીધી.

આ પછી ના દિવસ ના રાત બસ કામ કામ ને કામ. અમદાવાદના અગ્રેસર આર્કિટેક, મિલ ઓનર, બિલ્ડર્સ સાથે કામ ચાલતા, મોટી કંપનીઓના મોટા સ્કેલના ગાર્ડેન જે કડી,મહેસાણા,ગાંધીનગર,સુરત,અંકલેશ્વર જ્યાં કામ હોય ત્યાં જતો અને બગીચા સર્જન કરતો અપાર વૃક્ષો રોપાવતો.મારી પોતાની માલિકીની ઓફીસ વસ્ત્રાપુરમાં બનાવી.વાસ્તુશાશ્ત્રની ડીગ્રી લીધી. વધુ ને વધુ કુદરતમાં ખુંપતો ગયો. કુદરત અને વનસ્પતિ સાથે રહેવાથી ખુબજ સુક્ષ્મ અને પ્રગટ શક્તિઓ અને જ્ઞાનનો વધારો થતો ગયો. વૃક્ષ વનસ્પતિ સાથે ઘાઢ સંબંધ થઇ ગયો એમની સાથે વાતો કરતો પૂછાતો સમજતો મને જવાબ મળતા. મોટા ભાગનો સમય બહાર જતો એટલે આવી બધી પ્રકૃતિની શક્તિઓના પરચા મળતા ગયા મને રસ પણ ખુબ હતો કાયમ લાગતું શ્રુષ્ટિ આ પાંચ તત્વ અને વનસ્પતીથીજ છે .અગોચર શક્તિઓ અને અગમનિગમમાં રસ પાડવા લાગ્યો. બધુજ હોવા છતાં ક્યારેક ખુબ એવો એહસાસ કે કૈક ખૂટે છે એની પીડામાં આંખોમાંથી આંસુ આવી જતા કોઈ કુદરતની સુક્ષ્મ લાગણી ખેચી રહી હોય એવું અનુભવતો કોઈને કહેવાથી પાગલ માનશે વિચારી કહેતો નહિ પણ કોઈક અગોચર શક્તિ સતત સાથે હોય એવું અનુભવતો જે સારા કર્મ કરાવે સારા વિચાર અને જ્ઞાન આપે છે.

***

એવામાં આખા ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો બધેજ તારાજી સર્જાઈ.. મારા રહેઠાણ અને ઓફીસ વિસ્તાર્માજ અનેક મકાન ફ્લેટ બિલ્ડીંગ ધરાશાયી થતા નજરે જોયા.કુદરતી આફત હોવા છતાં હું ચોક્કસ પણે માનતો કે આમાં માણસનો જ હાથ છે.વિકાસના નામ નીચે વૃક્ષો જંગલોનો નાશ કરે પોતાની જરૂરીયાત અને સ્વાર્થ માટે શહેરોમાં દર પાંચસો મીટરે એક બોરવેલ કરી પાણી કાઢી લીધા વૃક્ષો વાવે નહિ વરસાદી પાણીનો સંચય કરે નહિ થાય નહિ જમીનમાં પોલાણો સર્જાય અને કુદરતનું વ્યવસ્થા તંત્ર ખોરવાય મૂંગા પશુ પંખીની વેદના પરાકાષ્ઠા આંબે અને ભૂંકપ જેવી કુદરતી હોનારતો સર્જાય, વરસાદ અનિયમિત થાય દુકાળ પડે..આ સમયે લોકો વરસાદી પાણીનો વધુને વધુ સંચય કરે ખુબ વૃક્ષો વાવે એવી ચળવળ ચલાવી વરસાદી પાણીના સંચયની વિવિધ રીતોના પેમ્ફલેટ છપાવ્યા અને વિના મુલ્યે સેવાની ઓફર આપી, રેડીઓ ,ટીવીમાં ઇન્ટરવ્યું આપ્યા અને ન્યુઝ પેપરમાં આર્ટીકલ આવ્યા.જાગૃતિ લાવવા થઇ શકે એટલા પ્રયત્નો કર્યા. કુદરતના વ્યવસ્થા તંત્રને સાચવવા અને વનસ્પતિનું રક્ષણ કરી પ્રદુષણ ઘટાડવા પ્રચાર કર્યો.

મેં ગાર્ડન સાથે ફાર્મહાઉસ ડીઝાઈન કરી બનાવવા ચાલુ કર્યા.એમાં અપ્રતિમ સફળતા મળી ખુબ નામ અને ધન કમાવા મળ્યું. પણ કુદરત બીજું ઈચ્છતું હતું. એક મોટો નિર્ણય લીધો મારી બચત,ઓફીસ મિલકતો વેચીને વડોદરા પાસે ખેતીની જમીન લીધી પહેલેથી ખેડૂત હતો ભણતર હતું એ અંગેનું પછી એમાં અનેક અગવડ આવી પાણીની તકલીફ અને કુટુંબ સ્થળાંતર માટે તૈયાર નહોતું એટલે ત્યાંથી પાછી ગાંધીનગર જમીન લીધી પણ અહી પણ પાણીની અગવડ એટલે ત્યાંથી છોડીને કોઈ ભૂલ વિના મહેમદાવાદ પાસે પાણીની સગવડ વાળી વિશાળ જમીન લીધી, ત્યાં ખુબ સફળતા પૂર્વક આધ્યાત્મિક અને ઓરગેનીક ખેતી કરી ખુબ વૃક્ષો વાવ્યા ફળફળાદી સાથે ડાંગરની ખેતી તથા નેટહાઉસ બનાવીને કલમો કરી ઓષધીય છોડનો ઉછેર કર્યો. નેચરોપેથની ડીગ્રી લીધી. વચગાળાનાં સમયમાં કુટુંબની જવાબદારીઓ નિભાવી દીકરી પરણાવી દીકરો પરદેશ ભણવા ગયો. પરદેશનું કુદરતી પદ્ધતિ ઉપર ચાલતું ખેતી કરતુ પર્માંકલ્ચર ગ્રુપમાં જોડાયો. નવું નવું શીખવા અને જાણવા મળ્યું. જીવનના આ પ્રવાસમાં અનેક તકલીફ અગવડો આવી પણ સારા વિચાર દ્રઢ મનોબળ અને પ્રામાણીકતાથી મહેનત કરી વિશ્વાસ રાખવાથી સફળતા અચૂક મળે છે એ નક્કી છે જે પોતે જીવનમાં અનુભવ્યું છે સાક્ષાત્કાર કર્યું જ છે.

કુદરત સાથે કામ કરતા કરતા ખુબ જ્ઞાન મળ્યું અને સાચી વિચારધારા મળી.અત્યારે ખેડૂતો બેહાલ નિરાશ છે ખેતીમાં ઉપજ રહી નથી. આજે ખેડૂત ખેતી તરફથી મો ફેરવી રહ્યો છે જમીન વેચી રહ્યો છે આપઘાત કરી રહ્યો છે. આ રોકવા માટે હું સેવા અભિયાનમાં જોડાવા જઈ રહ્યો છું બીજા ઘણા લોકો સેવા આપી રહ્યા છે સોનામાં સુંગંધણી જેમ ભળી સાચું માર્ગદર્શન આપી સમૃદ્ધ ખેતી તરફ વાળવા છે એના માટે સુક્ષ્મ અને પ્રગટ શક્તિઓ પંચતત્વનું સંરક્ષણ કરી કોઈ ખર્ચ વિના વધુ આવક કેવી રીતે મેળવી શકાય એનું સંશોધન કરી રહ્યો છું અને પરંપરાગત કુદરતનાં નિયમોને ધ્યાનમાં રાખી એક પદ્ધતિ વિકસાવીને ખેડૂતો સમક્ષ રજુ કરી એમના પ્રશ્નો ઉકલે સમૃદ્ધ બને એ કાર્ય કરવાનો છું. આચારવિચાર સાથે સાહિત્યમાં ખુબ રસ અને વાંચનથી નવલકથા ,નવલિકા અને કવિતા ,મુક્તક લખી રહ્યો છું, એક નવલકથા પ્રકાશિત થઇ ચુકી છે. મારા લેખ, નવલિકા અને કવિતાઓ પ્રકાશિત તથી રહી છે.જેના માટે માતૃભારતી જેવી પ્રસિદ્ધ પ્રકાશન સંસ્થાએ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

જીવનપથ પર સફર કરતાં કરતાં ખુબ શીખવા સમજવા મળ્યું છે. કુદરતની સેવા કરી વિશ્વાસ રાખવાથી પ્રમાણિક મહેનત કરવાથી સફળતા અચૂક મળે છે, દુખ તકલીફ જેવા અંધકારમાંથી સફળતાનો ઉજાસ મેળવી જ શકાય છે.દરેકના જીવનમાંથી કોઈને કોઈ સંદેશ અને પ્રેરણા મળીજ રહેતી હોય છે પછી એ અભિનેતા, નેતા, ડોક્ટર, એન્જીન્યર, શિક્ષક કે એક સામાન્ય માનવી કેમ નહિ ? અંતે તો ઈશ્વરના જ સંતાન.

‘પ્રકૃતિની ગોદમાં જન્મે છે હરએક માનવ. દરેકના જીવનમાં આવે છે સંઘર્ષનો સમય.

મજબૂત મનોબળથી સામનો કરે છે માનવ.

કોને કોઈ પ્રેરણા આપી વિરમે છે જીવન.

સંઘર્ષ અને સફળતા જીવનમાં બને ઉદાહરણ.

આત્મવિશ્વાસ પ્રેરે છે સફળતા સંતોષનો પથ.

દરેક માનવીના જીવનમાં કોઈને કોઈ વિકટ પરિસ્થિતિ આવે જ છે પરંતુ મહેનત પ્રમાણિક નીતિ અને મક્કમ મનોબળ સફળતા અચૂક અપાવે છે એમાં કોઈજ શંકા નથી કોઈ ને કોઈ પ્રેરણા મળી રહે છે અને સફળતાના સોપાન સર કરી શકાય છે.

આજે જીવનના આ પડાવે માંની ખુબ યાદ આવે છે અત્યારે એમની યાદમાં એમને સ્મરણાંજલિ આપતા ,આ કવિતા લખી અને વાત પૂરી કરું.

II માં તે માં II

ઈશ્વરને નથી જોયો તારામાં જ ઈશ્વરને જોયો છે માં.

તે આપ્યો જન્મ પાળ્યો પોષ્યો ઉછેર્યો પાળે છે તું માં.

સીંચ્યા સંસ્કાર આપ્યું શિક્ષણ તું જ મારી ગુરુ છે માં.

પળ પળ જીવી જીંદગી બસ મારામાં તું જીવી છે માં.

કોળીયા ખવડાવ્યા હાથે તારા લાડ લડાવ્યાખુબ માં.

અમી પીવરાવ્યા આંખોના કદી નાં છોડ્યો સાથ માં.

આંખનો બની રહ્યો તારો, તારા આશિષ પામ્યો માં.

ભણાવી ગણાવી કર્યો મોટો ના પડી કદી ખોટ માં.

કરી ઉજાગરા કર્યો સાજો તે ના જોયા દિવસરાત માં.

તારી સોડમાં નીંદરમીઠી નાંકોઈ બીજું કોઈ સ્થાન માં.

કેમ કરી તારું ઉતારું ઋણ મારા સોભવપડે ઓછા માં.

તારીયાદમાં પાડું આંસુ બોલતું ક્યાછે મારી વહાલી માં.

ઋણ તારા સર માથે લઉં ઈશ્વર પામી ગયો તારામાં માં.

“દિલ” કહે માં તે માં પ્રભુભથી પ્રભુતા તારી ઉંચી છે માં .

દક્ષેશ ઈનામદાર “દિલ”..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED