Bhaktini dhoon sathe garbani ramzat books and stories free download online pdf in Gujarati

ભક્તિની ધૂન સાથે ગરબાની રમઝટ

1 - માડી પારનેરા ડુંગર આવી

માડી પારનેરા ડુંગર આવી બીરાજ્યા રે લૉલ.

માડી અતુલ આવીને વસ્યા છે રે લૉલ.

હાલોને ગરબે રમવા આવોને સૌ..

માડીએ મહાકાળીને બોલાવ્યા રે લૉલ ..

હેય માડીનાં ચારેકૉર વધામણા રે લૉલ ...

હાલોને ગરબે રમવા આવૌને સૌ....

માડીનાં ડુંગરે ભરાય દરબાર રે લૉલ ...

માડીએ શિવજીને તેડાવ્યા રે લૉલ ...

હાલોને ગરબે રમવા આવોને સૌ ......

માડીએ ડુંગરે ડેરા તણાવ્યા રે લૉલ ...

માડીનાં પરચા હર લોકમાં રે લૉલ ....

હાલોને ગરબે રમવા આવોને સૌ....

માડીની સવાર સાંજની આરતી રે લૉલ..

માડીનાં ડુંગરે ધજા ફર ફર ફરકે રે લૉલ...

હાલોને ગરબે રમવા આવોને સૌ.....

માડીને વલસાડ પંથકમાં બોલાવિયા રે લૉલ.

માડી ગરબે રમવા આવે નવરાત્રીમાં રે લૉલ .

હાલોને ગરબે રમવા આવોને સૌ....

માડીનાં ડુંગર પગથિએ દિપ દીવડા રે લૉલ.

માડીની ચારેકૉર આંબાની વાડીઑ રે લૉલ.

હાલોને ગરબે રમવા આવોને સૌ.

માડી તારાં દર્શને લોક ખૂબ આવીઆ રે લૉલ.

"દિલ" સાથે ખૂબ ગરબે સૌ ઘુમીયા રે લૉલ.

2 - હે માં તારો ગરબો ગાઉ..

હે માં તારો ગરબો ગાઉ.

ચેહરૉ તારો આંખમાં જોઉં.

ભક્તિનાં રંગે રઁગાઉ.

નવરાત્રીમાં ગરબે ઘૂમૂ.

હે માં તારો ગરબો ગાઉ.........

એક તાળી ત્રણ તાળી રમુ.

તારાં ચરણે ચુંદડી ચઢાવુ.

હે માં તારો ગરબો ગાઉ..........

માં તારાં કંકુ પગલાં થાય.

તારે સાથ ગરબે હું રમૂ.

હે માં તારો ગરબો ગાઉ

અઁબેજગદઁબે તારાં દર્શન થાય.

"તારાં નામનાં "દિલ" ગરબા ગાય.

હે માં તારાં ગરબા ગાઉ.

ચહેરો તારો આંખોમાં જોઉં.

3 - હેય ઢોલ વાગે

હેય ઢોલ વાગે (2) માંનાં ગરબા ગવડાવે.

માં તારાં ગરબે સહુ કોઇ આવે..હેય ઢોલ વાગે.(2).

હેય નવલી નવરાત્રી આવી.ગરબાની રમઝટ બોલાવી.....

હેય ઢોલ વાગે.....(2)

નવરંગી...ચુંદડી ઓઢી સોળે શણગાર કરી.

સખીઓ સંગ રાસ રમાડી ..હેય ઢોલ વાગે..(2)

મહાકાળી માં દક્ષિણથી આવી.. હરસિધ્ધિને ઉજ્જૈનથી બોલાવી......

હેય ઢોલ વાગે..(2)

નવદુર્ગાની સાથે "દિલ" ઘૂમે છે ગરબે...

મહાકાલની નિશ્રામાં દીપક જલે છે .

હેય ઢોલ વાગે માંબાબા પુકારે ગરબે રમવા આવોને સહુ.......

હેય ઢોલ વાગે...

4 - હે માં અંબે ભવાની

હે માં અંબે ભવાની હે જગત જનની.

મારાં આંગણે ગરબે રમવા આવોને..

હે દુર્ગેશ્વરી હે માં મહિશાસુર મર્દીની.

ગબ્બરવાળી ગરબે રમવા આવોને..

હે માં અંબે ભવાની....

ચાચરનાં ચોકમાં ફૂલ તોરણ બંધાયા.

યમુનામહારાણી ગરબે રમવા આવોને.

હે માં અંબે ભવાની....

માં તને નવલખો હિરાનૉ હાર પહેરાવુ.

હે માં હરસિધ્ધિ ગરબે રમવા આવોને.

હે માં અંબે ભવાની

વ્રુક્ષ વનસ્પતિ પંખી સહુ આનઁદે રમે.

પ્રક્રુતિ માં તમે ગરબે રમવા આવોને.

હે માં અંબે ભવાની..

હે માં તારાં ચારણોમાં કરું ત્રિલોક દર્શન.

"દિલ" સંગ માં ગરબે રમવા આવોને.

હે માં અંબે ભવાની ગરબે રમવા આવોને..

5 - રાધા બોલાવે શ્યામને

રાધા બોલાવે શ્યામને ...તું રાસ રમવા આવને.

તારે સંગ રમવા છે આજ રાસ રમવા આવને.

રાધા બોલાવે શ્યામને....

વેણી લગાવી વાળમાં તારી આંખોમાં વસુ વહાલમાં.

ચુનરી ઓઢી તારાં નામની વહાલા રાસ રમવા આવને.

રાધા બોલાવે શ્યામને

પ્રેમથી પુકારુ નામથી બોલાવૂ રાસ રમવા આવોને.

સાથ નિભાવી તાલ મીલાવી કાના રાસ રમવા આવોને.

રાધા બોલાવે શ્યામને..

તારાં રંગે રંગાઇ તારાં પ્રેમે બંધાઈ રાસ રમવા આવોને.

આંખોમાં આઁજ્યો પ્રેમ રમુ તુજ સંગ રાસ રમવા આવોને.

રાધા બોલાવે શ્યામને...

સખીઓ સંગ દોડી આવી શ્યામ રાસ રમવા આવોને.

તારો પ્રેમ સંગાથ માઁગુ "દિલ"માં વસાવુ રાસ રમવા આવોને.

6 - હાલોને મનમૂકી આનઁદે રમિએ રાસ ...(2)

મનમૂકી આનઁદે રમિએ રાસ માં નાં ગરબા આજ.

ચાંદ મઢી પૂનમરાત રમિએ રાસ તારલીયા સાથ.

હાલોને મનમૂકી આનઁદે રમિએ રાસ....

રાધાકૃષ્ણ સંગ રમિએ રાસ ગોપી વલ્લભને સાથ.

આંખમાં પરોવી આંખ રમીએ રાસ તાલમાં મેળવી તાલ.

હાલોને મનમૂકી આનઁદે રમીએ રાસ....

કામણ તારાં રૂપના વિઁધે રમીએ રાસ ઘાયલ થઉં અમાપ.

કેડે કંદોરો લચકતી ચાલ રમીએ રાસ સુંદર તું અપાર.

હાલોને મનમૂકી આનઁદે રમીએ રાસ.....

ચુંદડી ઓઢાડુ હીરામઢી રમીએ રાસ આવી મુજ સાથ.

મન નાં હર તાલે નાચુ રમીએ રાસ સંગ છે માં આજ.

હાલોને મનમૂકી આનઁદે રમીએ રાસ.....

શ્વાશથી શ્વાશનાં તાલે રમીએ રાસ રમઝટ છે આજ.

નિભાવી લે સાથ હવે મોક્ષ સુધીનો છે સાથ.

હાલોને મનમૂકી આનઁદે રમીએ રાસ.....

હૈયુ ગયો હારી આજ રમીએ રાસ પ્રેમની મને આશ.

પ્રણય રંગે રંગાઇને રમીએ રાસ મળી જાય બે "દિલ".

7 - રાધા બોલાવે શ્યામને

રાધા બોલાવે શ્યામને ...તું રાસ રમવા આવને.

તારે સંગ રમવા છે આજ રાસ રમવા આવને.

રાધા બોલાવે શ્યામને..........

વેણી લગાવી વાળમાં તારી આંખોમાં વસુ વહાલમાં.

ચુનરી ઓઢી તારાં નામની વહાલા રાસ રમવા આવને.

રાધા બોલાવે શ્યામને

પ્રેમથી પુકારુ નામથી બોલાવૂ રાસ રમવા આવોને.

સાથ નિભાવી તાલ મીલાવી કાના રાસ રમવા આવોને.

રાધા બોલાવે શ્યામને..

તારાં રંગે રંગાઇ તારાં પ્રેમે બંધાઈ રાસ રમવા આવોને.

આંખોમાં આઁજ્યો પ્રેમ રમુ તુજ સંગ રાસ રમવા આવોને.

રાધા બોલાવે શ્યામને.....

સખીઓ સંગ દોડી આવી શ્યામ રાસ રમવા આવોને.

તારો પ્રેમ સંગાથ માઁગુ "દિલ"માં વસાવુ રાસ રમવા આવોને.

8 - આવી પૂનમની રઢીયાળી રાત રે

આવી પૂનમની રઢીયાળી રાત રે ....

આવોને ગરબે ઘુમીએ રે લૉલ ...

પાદર માં નાં મંદીરે ભક્તોની ભીડ રે.

આવોને ગરબે ઘુમીએ રે લૉલ ....

માં નું મુખ સુંદર સોહામણું રે લૉલ.

આવોને ગરબે ઘુમીએ રે લૉલ...

માડીએ ભક્તોને દર્શન આપ્યાં રે લૉલ.

આવીને ગરબે ઘુમીએ રે લૉલ.

માં નાં હર પાદરે મોટાં પરચા રે લૉલ.

હાલોને ગરબે ઘુમીએ રે લૉલ.....

માં ભક્તોની ભીડ ભાંગી રે લૉલ.

હાલોને ગરબે ઘુમીએ રે લૉલ.....

ચણવૈઇનાં પાદરે માં નાં ડેરા રે લૉલ.

હાલોને ગરબે ઘુમીએ રે લૉલ....

સૌ મળી ગાઇએ માં નાં ગરબા રે લૉલ.

હાલોને ગરબે રમિએ રે લૉલ....

"દિલ" માં વસી મારી માડી રે લૉલ.

હાલોને ગરબે ઘુમીએ રે લૉલ...

9 - રમતીયાળ રાત શ્યામ રમે રાસ..

ગોપીઓને સાથ.....

રૂમઝુમ રાત ચાંદનીનો પ્રકાશ..

શ્યામ રાધાને સાથ.....

ગોપીઓનો પ્રેમ ચઢે પરવાન..

શ્યામને ઘેરે આનઁદે ખેલે....

રમતીયાળ રાત શ્યામ રમે રાસ....

રાધા શરમાય શ્યામ એને છેડે..

ચુનરી રાધા શ્યામની ઓઢે..

રમતીયાળ રાત શ્યામ રમે રાસ.....

રાધાનો વહાલો યશૉદાનૉ લાડકો..

ગૉકુળનો નાથ ગોપીઓનો સાથ..

રમતીયાળ રાત શ્યામ રમે રાસ....

શ્યામ બોલાવે સહુને આવોને રાસ રમિએ..

"દિલ"માં રહે રાધેશ્યામ પ્રેમને સાથ..

રમતીયાળ રાત શ્યામ રમે રાસ..

ગોપીઓને સાથ...

10 - પ્રેમનો આતઁકી કાનુડો ગરબે રમવા આવ્યો રે લૉલ.

ગોપીઓને સંગ ગરબાની રમઝટ કરાવી રે લૉલ.

પ્રેમનો આતઁકી કાનુડો....

ગિરિરાજ ઉપાડી વ્રુંદાવનવાસીઓને બચાવ્યા રે લૉલ.

ગૉકુળની ગોપીઓને પ્રેમ રોગ લગાડ્યો રે લૉલ.

પ્રેમનો આતંકી કાનુડો.....

ગેડી દડો રમતા કાળીનાગને નાથ્યૉ રે લૉલ.

ગોપગણોએ એને સાચો ભેરુબંધ ગણ્યો રે લૉલ.

પ્રેમનો આતંકી કાનુડો......

ગૉકુળનો કાંનો દ્વારકાનો દ્વારકાધીશ બન્યો રે લૉલ.

ભક્તોને "દિલ"માં રાખી પ્રેમનાં રાસ રમાડે રે લૉલ.

પ્રેમનો આતંકી કાનુડો ગરબે રમવા આવ્યો રે લૉલ.

11 - હેય કેસરિયા દાંડીનું ફૂલ મહેકતું રે

મઘમઘતું રે... પારીજાતક રે..

એતૉ સાથે "માં" લાવીયા....(2).

હેય કેસરિયા દાંડીનું ફૂલ મહેકતું રે....

"માં" આવીયા ધરતી પર રે ....

સાથે દેવતાઇ છોડ રે ..

પારીજાતનો છોડ રે ..

એતૉ સાથે "માં" લાવીયા...(2).

હેય કેસરિયા દાંડીનું ફૂલ મહેકતું રે .....

"માં" ચાચર ચોકમાં રે.ગરબા તેડાવ્યા રે

રમઝટ બોલાવી રે..

એતૉ નવરાત્રીમાં આવીયા...(2)

હેય કેસરિયા દાંડીનું ફૂલ મહેકતું રે .....

ચાંદનીની રાત રે..તારલીયા સાથ રે ..

"દિલ" થી રમવા આજ રાસ રે....

"માં" રમવા ખુદ આવીયા...

હેય કેસરિયા દાંડીનું ફૂલ મહેકતું રે.

મઘમઘતું રે.. પારિજતક રે ..

એતૉ સાથે "માં" લાવીયા......

દક્ષેશ ઈનામદાર."દિલ"..

( રાગ લઢાણ..હેય વાંકિ રે પાઘડિએ તારૂં ).

12 - માતાજીનાં દર્શન માઁગુ હરએક પ્રહરે..

રાહ જોઈ બેઠો જન્મૌથી રે લૉલ..(2).

કાલાવાલા કરતો હું બાળ છું તારો ..

આવીને દર્શન આપોને રે લૉલ.

માતાજીનાં દર્શન.....

અઁબેઅજગદઁબે મારી હરસિધ્ધિનાં ચરણે.

સમર્પિત થવા હું આવ્યો રે લૉલ.

ચરણોંમાં આળોટુ માં તને મનાવુ.

આપી આશિષ ઉધ્ધાર કરો રે લૉલ.

માતાજીનાં દર્શન.....

હરસિધ્ધિ તારી સાક્ષીમાં બંધને બંધાયો.

રક્ષા કરી અમને સાથ રાખો રે લૉલ.

મહાકાલને સંગ નર્તન કરીને અંબે.

"દિલ" સાથે રમવા આવૌને રે લૉલ.

દક્ષેશ ઈનામદાર."દિલ"..

(રાગ લઢાણ માતાજીના ઊઁચા મંદિર નીચા મહૌલ)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED