પ્રેમ નો સાક્ષાત્કાર Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ નો સાક્ષાત્કાર

પ્રેમ નો સાક્ષાત્કાર

ઈશુ...... હજી શું વિચારોમાં છે? જોને આપણી ડ્રીમ પ્લેસ પર આવી ગયા. સાચેજ અહીં સ્વર્ગ છે. ઈશુ તું કેહતો હતોને આ જગ્યા એ સાંજ પડે આખા અવકાશમાં ટમટમતાં તારાં, ચાંદની રાત, પહાડોને સ્પર્શીને વહેતા વાદળો મહેસુસ થાય સાક્ષાત ઈશ્વર હાજરાહજુર. ઈશી હાં આ એજ જગ્યા છે. જ્યાં મને ઈશ્વરનો એહસાસ થયો. તારાં માટેનાં પ્રેમનો એહસાસ મારા જીવ - જીવનમાં તારી કમી તારો વિરહ આંખોમાં આંસુ બનીને વરસી રહેલો. ઈશી જે સમયે હું અહીં આવેલો ત્યારે તો આપણે મળેલા પણ નહિ. આપણી મુલાકાત પણ નહોતી થઇ. હું દિલ્હી સેમિનારમાં આવેલો. સેમિનારમાં ટુરિસ્ટ માટેનો એક અલગ વિભાગ હતો. ત્યાં જાયન્ટ સ્ક્રીનમાં ઉત્તરાખંડની સ્લાઇડ્સ અને વિડિઓ બતાવતા હતા. મારી સાથે મારા મિત્રો હતા. અમે સેમિનાર નિપટાવી દિલ્હીના સ્વામિનારાયણ મંદિર જોવા ગયા. ત્યાં પણ આધ્યાત્મિક અનુભવ થયા એ પછી બધાજ ટેક્ષી કરીને અમે અહીં નૈનિતાલ આવી ગયા.

ઈશી તને જોઈ પ્રથમ નજરે એહસાસ જગાડ્યો તે મારા પ્રેમમાં પ્રાણ પુરી દીધો. ઈશી આપનો પ્રેમ આપણા મિલન પછી સામાજિક વિરોધ વચ્ચે કસોટીની એરણ ઉપર ચઢ્યો. ઈશી આપણને આપનો પ્રેમ પામવા ખુબ મોટી કિંમત ચૂકવી છે. હવે એ ચુકવણી કર્યા પછી હવે ના કોઈ ચિંતા ના કોઈ ડર બસ હવે પ્રેમજ પ્રેમ... ઈશી હવે ઈશુ બસ તારા જીવનમાં જીવ મેળવીને જીવશે મરશે.

હા ઈશુ આપણાં આ મિલન માટે આપણે અત્યાર સુધી ખુબ પીડાઓ વિરહ અને બદનામી સહી છે. આપણાં બંન્ને કુટુંબીજનો - સગાઓ આપણાં વિરોધી બની ગયા આપણને નજર કેદ કરી દીધા. ન જાણે કેટલી યાતનાઓ પછી આ મિલન શક્ય બન્યું છે. હવે એકબીજા વિના એક ક્ષણ નહીં જીવાય હવે બધોજ ભૂતકાળ ભૂલી જવો છે. બસ હવે એકબીજાના સાથમાં જીવવું મારવું છે.

ઈશુ... ઈશી - બે પ્રેમી જીવ એકબીજાનાં પ્રેમમાં, શ્વાસ થી શ્વાસ જોડાયેલા. ઈશુને સતત ઇશીનાં સહેવાસ ઈશીને ઈશુના…બંન્ને પ્રેમી પંખીડાંનાં આત્મા એક બીજમાં મળી ગયેલા સાવ એક જ થઇ ગયેલાં. એ લોકોને પાક્કોજ વિશ્વાસ, આસ્થા હતી એલોકો જન્મોથી એકબીજાનાં પ્રેમમાં હતાં કાયમનાં બે જીવ એક જીવ થઈને સાથેજ રહેલા જીવેલાં. મૃત્યુ થી શરીર જુદા થાય જીવ ક્યારેય નહીં. આ જન્મમાં પાછું મિલન ખુબ અઘરું થયું આકરું થયું શું થયું કેવી રીતે થયું કેવી કેવી પીડા વિષમતાઓ. વિરહ સહી મળવા માટે કેવી કેવી યુક્તિઓ કરવી પડી. સામાજિક જાણ થયા પછી શું શું માથે પડ્યું ? શું સહ્યું ??? વિચારે ચઢ્યો . .

ઈશુ એટલે સંકલ્પ અને સીમા એટલે ઈશી.... સંકલ્પ અને સીમાના વ્હાલનાં નામ. સંકલ્પ અને સીમા બંન્ને એકબીજામાં પરોવાયેલા। ઈશ્વરે બે જીવને આ ભવે મેળવ્યા. સંકલ્પ રાજકોટનાં બ્રાહ્મણ પરિવારનો દીકરો. પિતા કર્મકાંડનું કામ કરતાં અને એમાજ ઘરનું ગુજરાન ચાલતું. બ્રાહ્મણ ફળિયામાં ઘર. માતા ધાર્મિક તથા બીજા બે ભાઈ બહેન આમ કુલ પાંચ વ્યક્તિઓનું કુટુંબ. સંકલ્પ એમાં સૌથી નાનો. ઘરમાં ખાતે પીતે કોઈ અગવડ નહોતી પરંતુ મોજશોખ માટેના પૈસા નહોતા મળતાં. મોટાભાઈ કોલેજ પુરી કરીને ઓટો પાર્ટસ બનાવતી ફેક્ટરીમાં કામ કરતો. મોટી બહેન ભણવાનું પૂરું કર્યું અને સાથે છોકરો જોઈ જ્ઞાતિમાં લગ્ન કરાવી દીધા. સંકલ્પનું ભણવાનું પૂરું થયું અને એણે મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે નોકરી લીધી. ઠરીઠામ થયા પછી એના પણ જ્ઞાતિની છોકરી અપરા સાથે લગ્ન કરી દીધા.

અપરાનાં આવ્યા પછી સંકલ્પ પોતાનું ઘર બનાવા માટે અધીરો થયો. ઘરમાં ભાઈ ભાભી હતાં. માતાપિતાએ પરણાવેલી બહેન. ભાભીના સ્વભાવને કારણે ઘણી વાર ઘરમાં કંકાસ થતો. ભાભી કેહતા "સંકલ્પ ભાઈ નાના હતા ત્યારથી એમને (મોટાભાઈ ) એ ફેક્ટરીમાં વૈતરાં કરી ભણાવ્યા. પોતાની કોઈ બચત ના રાખી. બાપુજીનું કર્મકાંડ ચાલે ના ચાલે એવું. હવે બધી જવાબદારી તમે ઉપાડો અથવા આ ઘર અમારા નામ એ કરો. સંકલ્પના લગ્નના 3 મહિનામાં જ આવા નાના રોજ કંકાસ થવા લાગ્યા. સંકલ્પ એ પોતાની સેલ્સમેનની નોકરી સાથે બીજી કંપનીની. અપરાનાં નામે અજેન્સી લઈને વધુ કામ કરવા મંડ્યો એમાં સફળતા મળી અને રાજકોટનાં પરા વિસ્તારમાં પોતાનું નાનું ટેનામેન્ટ ખરીદી લીધું. લોનના હપ્તાની સગવડ બેંક ... થઇ ગઈ. આમ સંકલ્પે પોતાનું ઘર જુદું માંડ્યું.

સંકલ્પની જિંદગી એની મહેનત અને પ્રામાણીકતાનાં આધારે ધીમે ધીમે સરસ ગોઠવાવા લાગી. એનેય ઘરમાં બાળકનો જન્મ થયો. અને ઘર ખુશીઓથી ભરાઈ ગયું એનું નામ કેવલ પાડયું. દીકરાના જન્મ પછી અપરાની પૈસાની અને સુખસગવડની ભૂખ વધવા લાગી. એ સંકલ્પને હજી વધુ પૈસા કમાવવા કહેવા લાગી. એ સંકલ્પને હજી વધુ પૈસા કમાવવા કેહવા લાગી. ઘરમાં સુખ.... બધીજ હોવીજ જોવે અને પોતાની બહેનો કેવા જલસા કરે છે અને ગાડીઓમાં ફરે છે કહ્યા કરતી સંકલ્પે કહ્યું "હું થઇ શકે એટલી મહેનત કરું છું. ધીરજ રાખ બધુજ થશે. તને કોઈ વાતે ખોટ નહીંજ રહે. બીજાના મહેલ જોઈ આપણું સુખ છે એ ના ગુમાવ. પરંતુ અપરાની સુખ ભોગવવાની જીજીવિષા વધતી જ ગઈ. આમ એલોકોના જીવનમાં અસંતોશની આગ એ ભરડો લેવા માંડ્યો. એક દિવસ એવો આવીને ઉભો બંન્ને વચ્ચે ખુબ અંતરાય થઇ ગયો. સંકલ્પે અપરાથી છુટા થવાનો નિર્ણય લીધો. અપરાને ઘર અને બધુજ આપી એ ઘરની બહાર નીકળી ગયો. બીજું ઘર ભાડે લઇ એમાં એ રહેવા લાગ્યો.

અપરા ઉપર જાણે આભ તૂટી પડ્યું એને ભૂલ સમજાઈ પણ ઘણું મોડું થઇ ચૂક્યું હતું કોઈ ઉપાય નહતો એને બોલવા શબ્દો. નહોતા. સંકલ્પ એને બધુજ આપી નીકળી ગયો હતો. આમ લગ્નના માત્ર સાત વર્ષમાં બંન્ને છુટા પડી ગયા. છેવટે વાત છૂટાછેડા સુધી પહોંચી બંન્ને છુટા થઇ ગયા. અપરાના મમ્મી પપ્પા પણ વાત ને સુધારી ના શક્યા એ લોકો... ના પ્રેમમાં આંખો બંધ કરી વર્ત્યા અને છેવટે અપરા, કેવલ ને લઈને. મમ્મીપપ્પાના ઘરે જતી રહી. સંકલ્પે આપેલા મકાનને ભાડે આપી એની આવકમાં ગુજરાન ચાલવા લાગી.

સંકલ્પ અપરાથી છૂટો પડીને વડોદરા ટ્રાન્સફર લઈને આવી ગયો. જિંદગીનો એક તબક્કો પરેશાનીઓથી ભરેલો પસાર કર્યો. એણે પોતાની જિંદગીમાં પૈસાને નઈ પ્રેમનેજ પ્રાધાન્ય આપ્યું. કંપનીએ એને બે ત્રણ ડિસ્ટ્રિક્ટ ટેરીટરી આપેલી આખો દિવસ એનો ટુરીંગમાં વિતી જતો. દિવસ રાત એ કામ અંગે ગામ શહેર ફરતો કામ કરતો.

સંકલ્પ એક વખત કંપનએ આપેલા ટાર્ગેટ પ્રમાણે વેચાણ કરવા અંગે ટૂર નક્કી કરીને નીકળ્યો એણે વડોદરાથી ભરૂચ અંકલેશ્વર સુધીનો પ્રેગ્રામ બનાવ્યો. એને વડોદરા ડિસ્ટ્રિક્ટના તાલુકા વિઝિટ કરવા મંડ્યા. વાઘોડીયા, બોડેલી સુધી જઈ આવ્યો પછી ભરૂચ તરફ વળતા નર્મદા તરફના ગામ લેવા માંડ્યો. એક પછી એક સ્થળની મુલાકાત લેતો. ડીલર્સ ડિસ્ટ્રીબ્યુટર્સને મળી કંપનીની નવી સ્કીમ બતાવી વેચાણ ના ઓર્ડર લેતો. આમ કરતા કરતા કરનાળી આવ્યો. નર્મદા કાંઠે આવી જાણે હૃદયમાં આનંદ છવાય ગયો. ધંધાધારી માણસો અને સ્વાર્થ અને ગંદી લાલચુ સ્વભાવની આખી એક જાતને બરોબર મળીને આવ્યો. એ બિરાદરીને એ સારી રીતે ઓળખતો. ડિલરો કેટલાએ આડા તેડા કામ કરતાં. એ એના કામ પૂરતુંજ કામ રાખતો. અહીં નદી કિનારે આશ્રમમાં આવી એને શાંતિ મળી. પોતાની બાઈક આશ્રમ ના કમ્પાઉન્ડ પાર્ક કરી અંદર આવ્યો.

આશ્રમમાં આવીને એને ખુબ આનંદ અનુભવ્યો. આશ્રમ સંચાલક એક સાંસારિજ હતા. કૃષ્ણવદન ઠાકર એ એમના સહપરિવાર અહીં રહેતા અને આશ્રમના મંદિર અને આશ્રમમાં આવનારને વિસામો આપતાં અને એમની સેવા કરતાં અને ખુબ વ્યાજબી કિંમતે સેવા પુરી પાડતા. સંકલ્પે અહીં આવીને વાતાવરણ જોઈને બે ત્રણ દિવસ રહેવાનું નક્કી કરી લીધું. એ એને ફાળવેલ રૂમમાં જઈ બાથરૂમમાં ફ્રેશ થઈ સ્નાન કરી મંદિરમાં દર્શન કરીને ઘાટ ઉપર બેસવા ગયો. થોડીવારમાં કૃષ્ણલાલ કાકાની દીકરીઓ આવી કહ્યું તમને બા જમવા બોલાવે છે. મધુર અવાજ સાંભળી સંકલ્પે પાછા વાળીને જોયું સુંદર બે કન્યા ઓ ઉભી છે. એક ખુબ રૂપાળી, ચંચળ અને હસમુખી હતી. બીજી થોડી શરીર એ જાડી થોડી શ્યામ પણ હસમુખી હતી. સંકલ્પે કહ્યું હા ચાલો હું આવું છું કહી ત્રણે ઉપર ગયા.

વાળુપાણી કર્યા પછી આછી અંધારી સાંજે બધા બહાર નહિ કિનારા તરફની અટારીમાં બેઠાં. કૃષ્ણલાલકાકા એમના પત્ની જસુબા અને બંન્ને દીકરીઓ. કૃષ્ણલાલકાકા એ વિગતવાર સંકલ્પ વિશેની માહિતી લીધી. બ્રાહ્મણ ખોળિયું જાણીને આનંદ થયો. શું કામ કરો, નોકરી, આવક, કુટુંબ બધુજ પૂછ્યું. સંકલ્પ એ એક વાત અર્ધસત્ય કહી કહ્યું હું એકલો રહું છું લગ્ન નથી કર્યા. જશુબાએ પૂછ્યું તમારું કુળ, કુળદેવી, વતન કયું ? કેવા બ્રાહ્મણ બધોજ પૂરો ઇન્ટરવ્યૂ લઇ લીધો. સંકલ્પને નવાય લાગી પ્રથમ મુલાકાતમાંજ આટલી પૂછપૂરછ? હું કન્યા જોવા ક્યાં આવ્યો છું ? પણ આ જુનવાણી અને ચીકણા માણસોએ છાલ ના છોડ્યો. છેવટે રાત સુધીમાં સંકલ્પના કુટુંબીના સગા સુધીની માહિતી કઢાવ્યા પછી કૃષ્ણલાલકાકાએ કહ્યું કે તો તમારા કાકા વિગેરેને ઓળખું છું ઠીકછે ઠીકછે આજે સુઈ જાવ કાલે વાત કરીશું તમે આજે થાકીને આવ્યા છે. પછી ઉમેર્યું આતો ભાઈ બ્રાહ્મણ જાણ્યું એટલે કુળ કુટુંબ જાણવાની જીજ્ઞાશા થઇ આવી બીજું કોઈ કારણ નથી. તમને ઊંઘ આવતી હોઈતો જઈને સુઈ શકો છો. તમારી પથારી તૈયાર કરેલી છે. પાણી માટે લોટો પવાલું પણ મુક્યા છે. મને હવે નીંદર આવે છે હું સુવા જાઉં સવારે મારે ચાણોદ જવાનું છે. કહી કાકા સુવા ગયા.

પછી જશુકાકી અને છોકરીઓ વાતો એ ચઢી. કાકીએ કહ્યું અરે સીમા બેટા પેલા ભજન ગાઈ સંભળાવને બધો થાક ઉતરી જશે મહેમાનનો. સીમાએ એક નજર સંકલ્પ તરફ કરી થોડુંક મીઠું હસીને કહ્યું તમને ગમે છે ભજન ? સંકલ્પએ કહ્યું ખુબ ગમે છે સાંભળવા અને ગાવા પણ. સીમાએ કહ્યું અરે વાહ તમે ગાવ પણ છો ? સરસ તો તમેજ સંભળાવો. સંકલ્પ એ કહ્યું ના પહેલા તમે સંભળાવો આતો મેં તમને જાણ કરી. સીમાએ કહ્યું ભલે હું સંભળાવું કહીને જીણા આવાજે સુંદર શબ્દોમાં ભજન ગાયું. સંકલ્પતો સાંભળતોજ રહ્યો એને ખુબ આનંદ આવી રહેલો. એને સીમા મનોમન ગમવા માંડી હતી. પ્રથમ નજરે જાણે પ્રેમ થઈ ગયેલો.

સંકલ્પ બે ત્રણ દિવસ રહ્યો. સીમાથી ઘણો નજીક આવી ગયો. જવાના દિવસે સીમાએ કહ્યું રોકાઈ જાઓને બે દિવસ વધુ અહીં નજીકમાંજ રામજી મંદિર પાસે મેળો ભરવાનો છે આપણે સાથે જઈશું. સંકલ્પ કહે સોરી મારે કંપનીમાં રિપોર્ટ કરવાનો છે. હું ઓલરેડી એક દિવસ વધારે રોકાયો છું. હું સતત સંપર્કમાં રહીશ પાછો આવીશ. સંકલ્પએ કૃષ્ણલાલકાકાની રજા લીધી અને ફરીથી આવશે કરી વિદાય લીધી.

***

વડોદરા પાછા આવ્યા પછી સંકલ્પનાં મનમાંથી સીમા ખસ્તીજ નહોતી. એણે મનોમનન નક્કી કરી લીધું સીમા ને એના કુટુંબીજનોને વાંધો ના હોઈ તો એ લગ્ન કરી લેશે. પણ એણે મનમાં પોતે ખોટું કર્યું છે ખોટુ બોલીને એનો અફસોસ થતો હતો. એણે નક્કી કર્યું ફરીથી જશે ત્યારે સાચી હકીકતથી વાકેફ કરી દેશે. એને સીમાનો મોબીલે નંબર લઇ લીધેલો. એ સતત સીમા સાથે વાત કરતો અને પ્રેમ વ્યક્ત કરતો. અને સાંજેજ સીમાનો ફોન આવી ગયો. એમને કહ્યું "ભાઈ તમે તમારી જે માહિતી આપી હતી એ ખોટી કેમ આપી ? તમારા લગ્ન થઈને છૂટાછેડા લીધેલ છે. એક પુત્ર પણ છે. ફરીવાર અમારા ઘરે આવવાની કે અમારી પુત્રી સાથે વાત કરવાની હિંમત્ત ના કરશો અને ફોન કાપી નાખ્યો. સંકલ્પને તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઇ. એ મનોમન ખુબ પસ્તાવો કરવા લાગ્યો. નક્કી કર્યું એ હવે ફોન નહિ કરે અને સીમાને ભુલવાજ પ્રયત્નો કરશે.

થોડોક સમય આમને આમ વીતી ગયો. એક દિવસ સીમાનો ફોન આવ્યો "તમે આવું કેમ કર્યું ? તમે જૂઠું કેમ બોલ્યા ?પપ્પાએ તમારા અંગે તપાસ કરાવી હતી ઘરમાં તમારી સાથે લગ્ન કરવાજ વાતાવરણ હતું. તમે મને આટલો પ્રેમ કર્યો હું ફક્ત તમારીજ થઇ ગઈ. હવે મને બીજે પરણાવવા પ્રયત્ન થઇ રહ્યા છે. હું શું કરું ? મારાથી બીજે લગ્ન નહી થાય. હું મરી જઈશ પણ બીજે લગ્ન નહી કરું હું મનોમન તમનેજ વરી ચુકી છું. આજે મને એક છોકરો જોવા આવાનો છે હું સ્પષ્ટ ના પાડી દઈશ. તમે મને આવતા વીકમાં ચોક્કસ મળવા આવો નહીંતર હવે હું જીવી નહીં શકું. સંકલ્પે કહ્યું "તું કોઈ ગમે તેમ પગલું ના ભરીશ હું ફોન કરીને ચોક્કસ મળવા આવીશ.

***

અહીં સીમાને જોવા માટે અમદાવાદથી છોકરો આવ્યો. એમની જ્ઞાતિનોજ. સુખી સંપન્ન પરિવાર છોકરો MNC કમ્પનીમાં નોકરી કરતો હતો. એકનો એક દીકરો હતો. દેખાવમાં પણ કોઈ પણ ના ના પાડે એવો હતો. ઘરના તો ખુબ ખુશ હતા બંન્ને જણાંની મીટીંગ કરાવી સીમાએ કોઈ જવાબ ના આપ્યો.

છોકરાએ સીમાને જોઈને હા પાડી દીધી. હા પાડવામાં સમય ના લીધો. બંન્ને કુટુંબ ખુશ હતા સીમાને કોઈ એ મોકોજ ના આપ્યો એના મૌન એ સંમત્તિ સમજી લીધી શરમાય છે કહી વિવાહ માટે દિવસ નક્કી કરીને કહેવરાવશે એમ જણાવ્યું ઘરમાં બધાજ ખુશ હતા સીમા કઈ બોલી ના શકી.

***

સીમાએ સંકલ્પને ફોન કર્યો. સંકલ્પ હું તમારા વિના નહીં જીવી શકું. અહીં મને હવે ગૂંગળામણ થાય છે. હું તમારા પ્રેમમાં પાગલ છું. અહીં બધાએ પેલા છોકરા સાથે એટલે કે મયંક સાથે મારા વિવાહ નક્કી કર્યા છે મેં જવાબના આપ્યો એને સંમત્તિ સમજી બેઠા છે. એ લોકોને ખુબજ ખુશ જોઈ હું કંઈજ બોલી ના શકી. મને માફ કરો. પણ હું તમારા વિના નહિ જીવી શકું. એ ફોન ઉપર ખુબજ રડવા લાગી. એટલામાં સીમાના હાથમાંથી એના પપ્પાએ ફોન ખેંચી લઇ ફોન કટ કર્યો. સીમાને ખુબ લઢ્યા. અને ફરીવાર ફોન ન કરવા અને ઘરની બહાર ના નીકળવા તાકીદ કરી એનો ફોન લઇ લીધો. સીમા ખુબ રડી અને ઘરમાં બધાને કહ્યું એ સંકલ્પ સાથે લગ્ન કરવા માંગે છે મયંક સાથે નહીંજ. એના પપ્પાએ કહ્યું "એ જૂઠો છે એના છૂટાછેડા થયા છે બીજવર સાથે લગ્ન નહીંજ કરાવીએ. એનાં દિલમાં પાપ નહોતું તો જૂઠું કેમ જણાવ્યું ?સીમાએ કહ્યું એમનો મારા પર પછી ફોન આવેલો. માફી માંગેલી કહ્યું બીજવર જાણી કદાચ તમે મને એમની સાથે નહિ પરણાવો એટલે નહોતું કીધું પણ એ ખુબ સારા છે મારે એમની સાથેજ લગ્ન કરવા છે મહેરબાની કરી સમજો. હું મયંક સાથે લગ્ન નહીંજ કરું. ઘરમાં કંકાસ વધી ગયો. સીમાએ મયંક ને ફોન કરી બધીજ હકીકત કહી દીધી અને સંબંધ માટે ના પાડી દીધી.

સીમા પર ઘરમાં ચોકી પહેરો ચાલુ થઇ ગયો. એની પાસેથી ફોન ફરી લઇ લેવામાં આવ્યો. સીમા ઘરમાં ને ઘરમાં રહેવા લાગી એ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી ઘરના સમજી નથી રહ્યા એનું શુખ સેમાં રહેલૂં છે.

***

પહેલી નજરનો પ્રેમ જાણે ભવોભવનો સંબંધ બંધાઈ ગયો. સંકલ્પને સમજ નહોતી પડી રહી હવે સીમાને કેવી રીતે મળે ? કેવી રીતે વાત કરે ? સંકલ્પે નક્કી કર્યું કોઈ પણ હિસાબે એ સીમાને માળીનેજ જંપશે. એને પોતાની ભૂલ પર પસ્તાવો થવા લાગ્યો. સંકલ્પે રાતદિવસ કામ કરીને કમ્પની એ આપેલા લક્ષ્યાંક કરતા વધુ વેચાણ કરવા લાગ્યો એને એરિયા મેનેજર થી સીધોજ બ્રાન્ચ મેનેજરનું પ્રોમોશન મળી ગયું અને વડોદરામાં પોસ્ટિંગ મળી ગયું.

ફાજલ સમયમાં તથા ટુર પર નીકળ્યા પછી જ્યાં કુદરતી નજારો મળે ત્યાં એ કાર પાર્ક કરી કલાકો બેસી રહેતો સીમાને ભૂલી નહોતો શકતો. મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતો સીમાને મેળવી આપવા કરગરતો.

***

આ બાજુ સીમા જેટલાં માંગા આવે એ નકારતી ગઈ મોટી બહેન પારુલનાં લગ્ન પણ થઇ ગયા દિવસરાત એ સંકલ્પના વિચારોમાં રહેતી આખો સમય ઘરકામ તથા સાંજે બાળકોના ટ્યૂશન આપવાનું કામ કરતી. આ બાજુ કૃષ્ણલાલકાકાને જાસુબાએ કહ્યું આ દીકરી હાથમાંથી જશે તમે જીદ છોડી એને સંકલ્પ સાથે પરણાવી દો એનાં નસીબ પછી એનું શું થાય. કૃષ્ણલાલકાકા નરમ પડ્યા એમને કહ્યું ઠીક છે હું વાત કરીશ કહી પોતાના કાર્યમાં લાગી ગયા.

***

સવારનાં સંકલ્પ ટુરમાં જવા તૈયાર થયો પોતાની કારને ચાલુ કરવા જતો હતો અને ફોનમાં રીંગ વાગી. સીમાનો નંબર જોઈને ખુશીથી ઉછળી પડ્યો. એને ફોન ઉપાડ્યો. અને બોલવા જાય ત્યાં સામેથી એનાં પિતાનો અવાજ સાંભળી "ધીરજ રાખી કહ્યું "કાકા નમષ્કાર. કૃષ્ણલાલ કાકાએ કહ્યું "તમને સમય હોય ઘરે આવીને મળી જજો એટલું કહીને ફોન મૂકી દીધો.

***

સંકલ્પે તો સમય બગાડ્યા વિના ગાડી સીધીજ કરનાળી જવા માટે હંકારી દીધી પોતાની ઓફિસે સૂચના આપી દીધી અને સ્ટાફને કામ સમજાવી દીધું. એ લગભગ બે કલાકની અંદર અંદર કરનાળી પહોંચી ગયો. માં નર્મદા કિનારે, કરનાળી મુકામ એ આવેલા સીમાના ઘરે હાજર થઇ ગયો.

સીમાના ઘરે પહોંચી એણે ઘરનો બેલ માર્યો. સીમાએજ દરવાજો ખોલ્યો. નીચે જોઈ શરમાઈ દરવાજો ખોલી ઘરમાં જતી રહી. પાછળ કૃષ્ણલાલકાકા આવ્યા તેમણે બેસવા જણાવ્યું પાણી પીવરાવ્યા બાદ જશુબા કૃષ્ણલાલકાકા સંકલ્પ પાસે બેઠા કહ્યું "સંકલ્પ તમે બ્રાહ્મણના દિકરા છો અને અમારી લાડકી સીમાને તમેજ પસંદ છો. એટલે હવે અમે તમારા સાથે સીમાનો સંબંધ કરવા તૈયાર છીએ. તમારી શરૂઆતની તમારી મુલાકાતમાં પરિચય સાચો આપવો જોઈતો હતો. તો આવી ગેરસમજ ના થાત.

"મારી એવી કોઈ ઈચ્છા કે કોઈ આશ્રય આપનાથી મારી ઓળખ કે મારા સંબંધ વિશે છુપાવવાનો ઈરાદો નહોતોજ. મારા માટે એ અગાઉનો સંબંધ એક ખરાબ સ્વપ્ન્ન જેવો હતો એ પીડાદાયક સમય હું યાદજ નથી કરતો અને એના વિશે કોઈને વાત પણ નથી કરતો જયારે તમારે ત્યાં પ્રથમવાર આવ્યો ત્યારે કોઈ વિચાર કે ઈરાદા સાથે આવ્યોજ નહોતો. આ તો કુદરતીજ મારે સીમા સાથે પ્રેમ કહી અટકી ગયો. સીમા દરવાજા પાછળથી બધું સાંભળી રહી હતી.

સંકલ્પે પછી આગળ કહ્યું "છતાં મારાથી જાણતા અજાણતાં કોઈ ભૂલ થઇ હોઈ તો આપની સાચા હૃદયથી માફી માંગુ છું એમ કહી સંકલ્પ જમીન પર બેસી ગયો બોલ્યો "તમેજ મારાં માતાપિતા સમાન છો આ પવિત્ર ભૂમિઅને માઁ નર્મદાનાં સોગંદ ખાયને કહું છું હું સીમાને ક્યારેય દુઃખી નહીં થવા દઉં કે કોઈ પણ પ્રકારે ઓછું નહીં આવવા દઉં. કૃષ્ણલાલકાકાએ સંકલ્પને ઉભો કર્યો અને આશીર્વાદ આપ્યા. એમને જશુબાને ઈશારો કર્યો.

જાસુબા ઉઠી ઘરમાં જઈને ગોળ લઈ આવ્યા અને સંકલ્પનું મોં મીઠું કરાવ્યું. કૃષ્ણલાલકાકા કહે "મારી ખુબ વ્હાલી દીકરી છે આ નાનકી...... મારી સીમા એક બાપ તરીકે હું એને બીજ્વરને કેમ પરણાવું ? એટલે મોટું દીલ નહોતું માનતું પરંતુ સીમાની જીદ તમારાં બંન્નેનો એકબીજા માટે પ્રેમ અને વિશ્વાસ જોઈને અમારે નિર્ણય બદલવો પડયો. મારી જીવ જેવી દીકરીને ખુબ સાચવજો. તમારાં વડીલો સાથે સારો દિવસ જોઈ નક્કી કરી વિવાહ -લગ્ન નક્કી કરી દઈશું.

સંકલ્પે કહ્યું "વડીલ મારાં સગાવ્હાલામાં હવે કોઈ નથી માતા-પિતા મૃત્યુ પામ્યા છે એક મોટાભાઈ છે એમની સાથે સંબંધ નથી બીજા કોઈ સંબંધી છે નહીં મારાં માટે બસ મારી કાળદેવી-દેવતાં મારાં વડીલ એજ કુટુંબી. હવે તમેજ મારાં સગા વ્હાલા છો. તમે જયારે કહેશો ત્યારે હું મારાં મિત્રો સાથે તમારાં મુહૂર્ત માટે લગ્ન કરવા તૈયારજ.

કૃષ્ણલાલકાકાએ કહ્યું "ભલે તમે હવે નિશ્ચિંન્ત રહો પરંતુ પહેલાં એકવાર અમે બધાં મારી મોટી દીકરી જમાઈ સાથે તમારાં ઘરે આવી જઈશું બધાની મુલાકાત પણ જોવાય જાય.

સંકલ્પે કહ્યું "ચોક્કસ આપ સર્વે પધારો મને આપની સેવાનો લાભ આપો. તમે ક્યારે આવશો ? કૃષ્ણલાલકાકાએ કહ્યું અમે આ અઠવાડીયામાં શનિ-રવીમાં ચોક્કસ આવીશું મોટાંજમાઈને પણ અનુકૂળતા રહેશે. સંકલ્પે એમને પોતાનું પાકું એડ્રેસ લખીને આપ્યું.

સીમાનો આનંદ સમાતો નહોતો આજે એને આખા વિશ્વની ખુશીઓ મળી ગઈ હતી એ અંદર નાચતી કૂદતી હતી. કૃષ્ણલાલકાકાએ બૂમ પાડી બોલાવી એ કાબુ રાખી શરમાતી આવી. એમને કહ્યું "દીકરા અમે તારો સંબંધ સંકલ્પ સાથે નક્કી કર્યો છે. ખુશ રહો. સંકલ્પ અને સીમા બંન્ને માતા પિતાને નામીને પ્રણામ કર્યા અને આશીર્વાદ લીધાં. કૃષ્ણલાલકાકાએ બંન્નેને એમનાં કુળદેવી-દેવતાને દર્શન કરી આવવા જણાવ્યું.

***

સીમા સંકલ્પનો આજે આનંદ નહોતો સમાતો આજે ઈશ્વરે એમને વરદાન આપી દીધું આજનો દિવસ મંગળકારી બની ગયો. નદી કિનારે આવેલા મંદિરમાં આવી દર્શન કર્યા અને પ્રભુનો ખુબ આભાર માન્યો. બંન્ને જણાહથમાં હાથમાં હાથ મિલાવી પછી ઘાટ પર ગયાં અને સાથે બેસીને નર્મદાના નીર જોઈ રહ્યા. આજે બંન્નેની ધન્ય ઘડી આવી ગઈ હતી.

સંકલ્પ-સીમા ઘરે આવ્યા. સંકલ્પે પછી ઘરે પાછા જવાની રજા માંગી અને કહ્યું હું તમારા આવવાની રાહ જોઇશ.

***

શનિવારની સવાર થઇ ગઈ. સંકલ્પ સવારથી વહેલો ઉઠીને પરવારી ગયેલો એ અત્યારસુધીમાં સીમાને પાંચ થી છો વાર ફોન કરી ચુકેલો તમે નીકળ્યા કે નહીં એ આતુરતા પૂર્વક રાહ જોવા લાગ્યો. સીમાએ ધીરજ રાખવા કહ્યું અરે જીજાજી હમણાંજ આવ્યા અમને લેવા માટે હવે 10 મિનિટમાં અમે લોકો નિકળીયેજ છીએ બસ બેકલાકમાં તારી પાસેજ પહોંચી જઈશ. સંકલ્પે કહ્યું "ખુબ રાહ જોઉં તારી તું ક્યારે મારી પાસે આવે. અહીં અને હું નજરોથી નિહાળુ તને અહીં જાનું મહારાજે ખુબ સરસ રસોઈ બનાવી છે. ઘરમાં શુશોભન કર્યું છે આજે એમને પણ ઘણો આનંદ છે કે આ ઘર પર રાજ કરનારી આવી જશે. હું તને જોવા તરસું છું ક્યારે તું મારી પાસે આવીશ એને હું તને ચૂમીઓથી નવરાવી દઈશ. સીમા શરમાઈ ગઈ "સાવ લુચ્ચા જ છો. શરમાતા પણ નથી. હું તમારી પાસે કાયમ આવી જઉં પછી બધી વાત. રોડ સાચું કહું "હું પણ તમારામાં સમાઈ જવા તડપું છું ખુબ સહ્યું છે આપણે હવે મિલનની ઘડી આવી છે. ચાલો ફોન મુકું આ લોકો આવી ગયા ગાડીમાં બેસું બાય. . માળીયે જલ્દીજ.

***

સંકલ્પના ઘરે બધાં આવી ગયાં. સંકલ્પનો વડોદરામાં ઓલ્ડ પાદરા રોડ પર નાનકડો પણ સુઘડ સુંદર બંગલૉ જોઈને ખુબજ આનંદ થયો. સીમાનાં માઁ બાપ ખુબ આનંદ અને સંતોષથી બંન્નેને આશીર્વાદ આપ્યા…જાનુમહારાજ એ બધાની ખુબ સરસ આગતાસ્વાગતા કરી. બધાને ખુબ સંતુષ્ટ કરીને જમાડ્યા. ઘરમાં જાણે આનંદ નો અવસર હતો. ડ્રોઈંગરૂમમાં સીમાના માતા-પિતા - બેન બનેવી બધાં વાતો કરતા બેઠાં હતાં. સંકલ્પ સીમાને એના બેડરૂમમાં લઇ આવ્યો કહ્યું સીમા આ આપણું પ્રેમ સ્થાન કહી લુચ્ચું હસ્યો. સીમા કહે ચલો બહાર સારું નહીં લાગે આમ એકલા અંદર આવ્યા. સંકલ્પે કહ્યું ચિંતા ના કર બધાને હાથમાં પંચાંગ આપીને મુહૂર્ત જોવા વ્યસ્ત કર્યા છે. મેં કહ્યું સીમાને ઘર અંદરથી બતાવીને આવું છું પાકી પેરમીશન બધી છે કહી લુચ્ચું હસ્યો એને સીમાને વહાલથી બાથ ભરી લીધી એનાં રતુંબડા હોથોને સુસ્ત ચુંબન કરી લીધું એની આંખો કપાળ બધુજ ચૂમી લીધું અને વહાલ કરીને બોલ્યો "આજે મારા ઘરની ધરતી સ્વર્ગ બની ગઈ મારી અપ્સરાનાં પાવન પગલાં થયા આજે મકાન મને ઘર લાગે છે.

સીમાએ પણ સંકલ્પના કપાળ ચૂમી અને પગમાં પડી આશીર્વાદ લીધા કહ્યું તમેજ મારા સર્વસ્વ છો આજે હું સંપૂર્ણ તમને સમર્પિત છું હવે માંબાબા જયારે લગ્ન કરાવે એટલે સામાજિક મહોર લાગી જશે બાકી આ ક્ષણથી હું તમારીજ. સંકલ્પ એને બાહોમાં ભરીને પ્રેમ કરતો રહ્યો.

સીમા...... દીકરા.... એવી માં ની પુકાર સાંભળી અચાનક ઘભરાઇને સીમા "આવું માં કહી બહાર દોડી ગઈ. સંકલ્પ પણ પાછળ ડ્રોઈંગરરૂમમાં આવ્યો કૃષ્ણલાલકાકાએ કહ્યું મુહૂર્ત નીકળી ગયું છેં. માગશર મહિનામાં નોમનો દિવસ ખુબ શુભ છે. એ સમયે તમારી ઈચ્છા મુજબ સાદાઈથી પણ ધાર્મિક વિધિવિધાન સાથે લગ્ન કરી લઈશું. સીમા સંકલ્પ ખુબ ખુશ થઇ ગયો. ઘણાં સમયનાં તપ પછી સોનેરી દિવસ નજીક હતો. માંડ ત્રણ મહિના બાકી હતાં. બધાએ ખુબ આનંદ સાથે વાત વધાવી લીધી. બપોરનો સમય ચા નાસ્તો કરી વાતોમાં વીતી ગયો. બધાએ પાછા જવા માટે કીધું. સંકલ્પ સીમા એકબીજા સામે જોઈ રહ્યાં વિદાય નજીક આવતાં પાછા ઉદાસ થઇ ગયાં. માતા પિતાએ જવાની તૈયારી કરી સંકલ્પે બધાને પગે લાગીને આશીર્વાદ લીધા - બેન બનેવીને બધાને ફરી આવવા જણાવ્યું. સીમા સંકલ્પથી છુટા પડ્યા જાણે સારસ બેલડી છૂટી પડી રહી હોઈ-વાદળ જાણે અમી વિનાનાં થઈ ગયાં એક સુનકાર વ્યાપી ગયો. બધા ગાડીમાં બેસી ગયાં. સંકલ્પે બધાને વિદાઈ આપી. ગેટ પરથી જતી ગાડીને દેખાતી બંધ થઈ ત્યાં સુધી જોતો રહ્યો. સીમા ગાડીનાં કાચમાંથી સંકલ્પને જોતી રહી એની આંખોમાં વિરહના વાદળ વરસી રહ્યાં.

સીમાના ગયા પછી મોબાઈલ લઈને સંકલ્પે એને મેસેજ લખ્યો. એને વિરહમાં કવિતા સ્ફૂરી અને સીમાને આજથી નવું નામ આપ્યું ઈશી... . પોતાને ઈશુ આમ ઈશુઈશીની નવી કહાની શરુ થઈ એને લખ્યું તું મારા દિલમાં વસતાં ઈશ્વરનાં અંશની જેમ મારો પ્રેમ અંશ મારી ઈશી હું તારો ઈશુ તારા વિના એક પળ ના વીતે કેમ વીતાવીશ આ ત્રણ મહિના...... દિલમાં સ્ફૂરેલી વાત લખું છું.

"નથી વર્તારૉ તને મારાં પ્રેમ તણો હજી.

કેટલો કરું તને પ્રેમ નથી ખબર હજી.

આંખો તરસે જોવા તને મીઠી યાદો ઘણી.

મીઠું મલકાતુ મુખ તારૂં ગુલાબની કળી.

ગુલાબી હોઠોનુ સ્મિત તારૂં લુટાવે હજી.

કાબૂમાં નાં રહે ચૂમવા તારાં હોઠોને હજી.

બનાવ્યો પૂરો પાગલ તારાં નયનોએ હજી.

કરું કેસરિયા જ પ્રેમમાં તને પામવા હજી.

હાય ! મને કર્યો કાળજા કેરો ઘાયલ હજી.

"દિલ"કહે શાનમાં તું ના સમજી મને હજી.

સીમાએ ફોનમાં તરતજ મેસેજ વાંચીને આનંદિત થઈ ગઈ. ઘરમાં બધાંજ માની ગયેલા હવે કોઈ વિવાદ વિરહ નહીં રહે હવે હું અને સંકલ્પ ખુબ પ્રેમ કરીશું. અને અમારી પ્રેમની દુનિયામાં ખોવાઈ જઈશું પ્રભુ તારો ખુબ ખુબ આભાર. આટલું વિચારીને આનંદિત થઈ રહી હતી. એને જવાબમાં લખ્યું "મારાં સંકલ્પ તમને અપાર પ્રેમ કરું છું તમને પામીને હું સર્વ જગ પામી ગઈ હવે કોઈ ઈચ્છાજ બાકી નથી રહીં. એને મેસેજ લખી મોકલ્યો અને ગાડીમાં મોટો ધડાકો થયો ગાડી ધડાકાભેર આગળજતી ટ્રક સાથે અથડાય પડી. એક સેકન્ડમાં બધું બની ગયું કોઈને કંઈજ ખબર ના રહી. મહેષજીજાજી ડ્રાઈવ કરતાં હતાં - ફૂલસ્પીડમાં ગાડી જઈ રહી હતી અને અચાનક આગળ ટ્રકે જોરથી અચાનક બ્રેક મારી અને જીજાજી કન્ટ્રોલ ના કરી શક્યા અને જોરદાર ધડાકા સાથે ગાડી અથડાઈ ગઈ. ટ્ર્કની આગળ અંધારામાં અચાનક રોડ પર ગાય આડી દોડતાં અકસ્માત સર્જાઈ ગયો. કોઈને કંઈ સમજાય તે પહેલાંજ કાળ એનું કામ કરી ગયો. મોટી બહેન-બનેવી સ્થળ પરજ શ્વાશ છોડ્યાં પાછળ બેઠેલાં માતા-પિતા સાથે સીમાને ખુબજ ગંભીર ઇજા પહોંચી અને બધાં આ કારમાં અકસ્માતે બેભાન થઈ ઢળી પડયા.

***

આખરે ત્રણ દિવસની ઇમર્જનસી સારવાર પછી સીમાને ભાન આવ્યું. એ ભરુચની સીવીલ હોસ્પિટલમાં આઈ સી યુ બેડ પર હતી. એની બાજુમાં સંકલ્પ બેઠેલો હતો. એને ભાન આવતા એણે પાણીની માંગણી કરી. સંકલ્પે તરતજ નર્સને બોલાવી. નર્સે કહ્યું તમે નિશ્ચિંન્ત રહો એમને ઓરલી કંઇ જ આપવાનું નથી એમને બોટલ ચઢાવેલી છે દવાઓ ચાલુ છે. ભાન આવતા ડૉક્ટર ને બોલાવ્યા. ડૉક્ટર આવીને તપાસ્યુ અને સીમાને પૂછ્યું કેમ છે ?સીમાને માથામાં ખુબ ઇજા પહોંચી હતી એની અસર એની આંખો પર થયેલી એણે કણસતા અવાજે કહ્યું "મને કંઈ દેખાતું નથી અને માથામાં ખુબજ સણકા મારી રહ્યા છે. ડૉક્ટર એ તરત તપાસી કહ્યું તમે ચિંતા ના કરો સારું થઇ જશે. તમારી પાસે તમારાં સાગા બેઠા છે. ડૉક્ટર નર્સ ને સૂચના આપી સંકલ્પને બહાર બોલાવી કહ્યું એમને માથામાં ગંભીર ઇજા પહોંચી છે એની અસર આંખોને થઈ છે. આઈ સ્પેશ્યલીસ્ટને હું બોલાવી લઉ છું પરંતુ હમણાં એમને દેખાતું નથી પરંતુ પાછળથી દેખાશે ચિંતા ના કરશો. સંકલ્પે ડોક્ટરનો હાથ પકડી કહ્યું "ડૉક્ટર હું તમારે પગે પડું છું સારામાં સારી શ્રેષ્ઠ સારવાર કરો મારી સીમાને સારું કરી દો. હજી તો જીવન જીવાનુ શરૂ કરવાનું હતું હજી દુનિયા જોઈજ નથી તમે કઈ પણ કરો ડૉક્ટર કહે તમે ધીરજ રાખો સારું થશેજ નિશ્ચિંન્ત રહો. દવાઓ શ્રેષ્ઠ છે એજ ચાલુજ અને આંખના ડોક્ટરને બોલાવી લઉ છું તમે એમની પાસે બેસો.

સંકલ્પે સીમાને ધીરજ આપી હાથ પકડી કહ્યું સીમા ચિંતા ના કરીશ સારું થઈ જશે હમણાં દવાઓની અસરને કારણે તને દેખાતું નથી ખુબ ભારે ડોઝ છે તને સારું થઈજ જશે… કહી ડૂસકું ખાઈ પાછું વળી રડી ઉઠ્યો. કાબુમાં લાગણીઓને કરી કહ્યું "તું એક વાર સારી થઈ જા પછી આપણે પહાડો પર જવાનું છે હું તારી પાસેજ છું.

સીમાએ હાથ પકડી કહ્યું "તમે ક્યાંય ના જતાં મને છોડીને સંકલ્પે કહ્યું તારી પાસેજ છું. અને એના માથે હાથ ફેરવવા માંડયો સીમાએ પૂછ્યું "મારાં મમ્મી પપ્પા દીદી જીજાજી ક્યાં છે ? એ લોકો કેમ અહીં નથી આવ્યા ? એ લોકોને કેમ છે ? એમને વાગ્યું છે ?સંકલ્પે કહ્યું હા બધાને થોડું ઘણું વાગ્યું છે એટલે બધાની સારવાર ચાલે છે. તું સારી થઈજા અહીં પછી બધા આવશેજ. સંકલ્પે મનમાં વિચાર્યું "સીમા તારા કુટુંબમાં કોઈજ નથી બચ્યું હવે આ દુનિયામાં તારામાટે હુંજ અને મારામાટે તુંજ છે બસ ......

લાંબી સારવાર બાદ સીમાને દવાખાનામાંથી રજા આપી. શરીરના બીજા ઘા શમી ગયેલાં. પરંતુ આંખોની રોશની હજી આવી નથી. આંખોની નસો કપાય ગયેલી એ બધાના ઓપેરશન થયા પરંતુ હજી દવા લાંબી ચાલશે પછી દ્રષ્ટિ પાછી આવે પણ ખરી ના પણ આવે હવે કુદરત પર બધો આધાર શરીર ના ઘા શમી ગયા પરંતુ પોતાનું આખું કુટુંબ ગુમાંવ્યાનો કારમો ઘા ના સહી શકી. દિવસો સુધી રડતી કકળતી રહી. સંકલ્પે સમજાવ્યું તારી આંખોની દવા ચાલે છે આટલો શ્રમ અને રુદન તારી તબિયત બગાડશે સહન કરી લે જે વાસ્તવિકતા સામે આવી છે પચાવી લે. સમજું છું ઘણો આકરો આઘાત છે પરંતુ તારા જીવન ને મારા પ્રેમ માટે બધું પચાવી શમાવી લે. કુદરત સામે આપણે વામણા અને વિવશજ છીએ. ડોક્ટરની સારવારનાં છ મહિના થયા પછી ડોક્ટરે કહ્યું "સુધારો ઘણો છે છતાં એમનું મન હળવું થાય એટલે ક્યાંક બહાર લઈ જાવ તો એમનું મન વળશે તો સારવારની અસર પણ જણાશે થોડાં આનંદિત થશે અને સંકલ્પે નિર્ણય લીધો.

***

સંકલ્પ સીમાને વિમાન દ્વારા દિલ્લી -દિલ્લીથી કારમાં નૈનીતાલ લઈ આવ્યો. નૈનીતાલ એક ખુબજ સુંદર કુદરતી વાતાવરણમાં આવેલી હોટેલમાં ઉતારો કર્યો. સીમાને જીવની જેમ સાચવતો ખુબ પ્રેમ કરતો એનાં જીવનમાં આવેલા આઘાતને હળવો કરવાં હર પ્રયાસ કરતો. અહીં આવીને સીમાને ખુબ સારું લાગ્યું આંખોથી જોઈ શક્તિ નહોતી પરંતુ વાતાવરણ મેહસૂસ કરતી. એને કુદરત ને એની આંખોથી માણવાનું ખુબ મન થવા માંડયું. આજે ઘણાં સમય પછી એનાં મોં પર આનંદ જોઈ શકાતો હતો. એક દિવસનાં આરામ પછી સંકલ્પ સાથે ડીનર લીધા બાદ રૂમમાં લાવ્યો અને સીમાનો હાથ હાથમાં લઈ કહ્યું "સીમા હું તને બધીજ સીમાઓ વટાવી બેસુમાર પ્રેમ કરું છું જે ભૂતકાળ હતો વીતી ગયો હવે આપણે નવું જીવન શરુ કરીયે છીએ. એમ કહી સીમાની આંખો ચૂમી લેતા કહ્યું તારી આંખોની રોશની પાછી આવશેજ મને ખુબજ વિશ્વાશ છે અને મારી આસ્થા ક્યારેય ખોટી નહીં જ પડે પરંતુ ત્યાં સુધી હું તને મારી આંખોથી બધુંજ બતાવીશ મારું વર્ણન તારી આંખોથી જોયેલું તને જણાશે એક એક દ્રશ્ય હું મારી આંખોથી જોઈને તારાં મનમાં કોતરીશ. સીમા ખુબ આનંદમાં રહેજે તું જ મારો શ્વાશ તુજ મારો વિશ્વાસ તું જ મારો વિશ્વાશ તું જ મારુ સર્વસ્વ. આપણે આવતીકાલે સવારે જ મારું ડ્રીમ પ્લેસ જે અહીં નૈનિતાલમાં છે ત્યાં લઈ જઈશ અને ત્યાં આપણે ખુબ પ્રેમ કરીશું કુદરતનો સાક્ષાત્કાર કરીશું.

સીમા કઈ બોલીના શકી એનાં મૌને બધાંજ જવાબ આપી દીધાં એની નિશ્ચેતન જેવી આંખોમાંથી બસ આંસુ વરસી રહ્યા. આખો રૂમ એનાં ડુસકાઓથી ભરાઈ ગયો. સંકલ્પે સીમાને એની છાતીએ વળગાવી દીધી. રાત્રીના પ્રહર પસાર થઈ ગયા રાત વીતી..... પરોઢ થયું .......

***

સંકલ્પ સીમાને નૈનિતાલ - સરોવરની સામે આવેલી ટેકરીનાં ચઢાણ પાસે બેઠક જેવી જગ્યા છે ત્યાં હાથ પકડીને લઈ આવ્યો. ત્યાં સલામત અંતરે સીમાને બેસાડી અને આસપાસનાં પહાડો - વૃક્ષો-લીલોતરી-દૂર સુધી ને ઝીલ (સરોવર ) દેખાતું હતું એ બધાનું એવી રીતે વર્ણન કરવા લાગ્યો કે જાણે તાદ્રશ્ય ચિત્ર ઉપસાવી દીધું.

ઈશુ..... ઈશુ..... તમે જે જગ્યાએ મને લાવવા માંગતા હતાં એ જ છે આ જગ્યા ? ઈશુ તમે આપણાં આવાં નામ રાખ્યા મને ખુબ ગમ્યું હવે હું તારી ઈશી તું મારો ઈશુ. અહીં ઈશ્વરના ખોળામાં એમનાં સાનિધ્યમાં આવી ગયાં આજ તમારી ડ્રીમ પ્લેસ છે ને ? આજ સ્વર્ગ નું તમે વર્ણન કર્યા કરતાં હતાં ને કેમ ચૂપ છો ? શું વિચારોમાં છો ? સંકલ્પે કહ્યું "ઈશી બસ અહીં જે સ્વપ્ન જોયેલું એ આજે સાકાર થઈ ગયું એજ વિચારોમાં હતો. અહીજ એહસાસ થયેલો જાણે મારી સામે સાક્ષાત ઈશ્વર ઉભા છે. ઈશી આપણે સાંજ સુધી અહીંજ ઈશ્વર આપણને સંપૂર્ણ આશીર્વાદ આપીને તૃપ્ત કરશે મને ખુબ વિશ્વાશ છે. આમ વાતો કરતા બંન્ને પ્રેમી એકબીજામાં પરોવાયેલાં બેસી રહ્યા અને પ્રેમ કરતાં રહ્યાં. આમને આમ સાંજ પડી ગઈ.

પહાડોપરથી વાદળોની વણમાર પસાર થવા લાગી. વાતાવરણ એકદમ ઠંડુ અને આલ્હાદાક બની ગયું. મીઠો મીઠો પવન વાઈ રહ્યો હતો. આકાશમાં તારાઓની સવારી આવી ગઈ હતી. કોઈ પણ જાતનાં પ્રદુષણ વિનાનાં અવકાશમાં તારાઓ ટમટમતાં સ્પ્ષ્ટ જણાઈ રહ્યાં હતાં. સંકેલપે ફરી અવકાશ દર્શન કરતાં કરતાં વર્ણન કરવાં માંડયું. એ બોલ્યો ઈશી બસ આજ માહોલ હતો પણ એ સમયે તારો વિરહ હતો આજે તું મારી પાસે મારી સાથે છે. આજ ટમટમતાં તારાં આજ વહેતો અનિલ અને આજ પહાડીઓની પાછળથી મને એહસાસ કરાવતો મારો ઈશ્વર જાણે પહાડીઓની પાછળથી નીકળી આવી મારી સમક્ષ છે આ કુદરતી નઝારાનાં રૂપે. અહોભાગ્ય આપણાં આપણે આ આ ધરતી ઉપર છીએ. એણે સીમાને આંખો પર હાથ રાખી મૃદુતાથી ફેરવી અને ચૂમી લીધી. અવકાશ તરફ હાથ રાખી પ્રાર્થના કરવા લાગ્યો. સીમાને આંખોમાં કઈ હળવાશ લાગી અને કંઇક અણસારનો અનુભવ થવા લાગ્યો. એની આંખો ફરવા લાગી એને ધીમે ધીમે આંખો ખોલી પેહલા કાળું અંધારું દેખાયું પછી ઊંચે આંખ માંડતાં ટમટમતાં પ્રજ્વલિત તારાઓ દેખાયાં એની ખુશીનો પાર ના રહ્યો. એ જોરથી બોલી ઉઠી "ઈશુ મને તારો ઈશ્વર દેખાય છે મને અવકાશમાં ટમટમતાં તારાં દેખાય છે. ઈશુ મને બધુજ દેખાય છે ઈશુ ઈશુ. તમને પણ જોવા તરસતી આંખો આજે તૃપ્ત થઈ છે. ઈશુ તુંજ મારો ઈશ્વર છે. આજે તારાથીજ મારી આંખની રોશની પછી આવી છે. એમ બોલી એની આંખોમાંથી હર્શાશ્રુ છલકાઈ રહ્યા. સંકલ્પે એને છાતીએ વળગાવી ખુશીઓનો માર્યો રડી ઉઠ્યો. "મારી ઈશી મને ખુબજ વિશ્વાશ હતોજ તારી આંખોની રોશની પાછી આવી જશેજ આસ્થા તકદીરનાં લખાણ પણ બદલી નાંખે છે. ઈશી ખુબજ આનંદ થયો આજે સાચેજ અહીં પ્રેમનો સાક્ષાત્કાર થઈ ગયો. ઈશી ઈશુ કુદરતનાં કરિશ્માને માણતાં એકમેકમાં પરોવાઈને પ્રેમનાં સાક્ષાત્કાર કરતાં રહ્યાં.

----સંપૂર્ણ --