Rang Hridyam-રંગ હ્રિદ્ય્મ્મ Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 101

    ભાગવત રહસ્ય-૧૦૧     કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમ...

  • ખજાનો - 68

    "મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે...

  • આત્મા

      એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણ...

  • નિતુ - પ્રકરણ 47

    નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘ...

  • એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

    (સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવ...

શ્રેણી
શેયર કરો

Rang Hridyam-રંગ હ્રિદ્ય્મ્મ

ઝાકળ મોતી .........

ધરતી પર આવુ હુ સાવ અગમ્ય તત્વ બની ...

મધરાતે જન્મ લઈ સવારે ભળી જઉ હવા મહી

ના આગમન નુ કારણ ના પાછા ફરવાનું નિશાન

ચાંદની ચંદ્રની પોષે મને ..ઉગતા સૂર્ય થી વિદાય

માં જન્માવી મને રાખે પહેલા બાપ આપે વિદાય

અસ્તિત્વ આતે કેવું મારુ ના જીવન ના જીવિકા

છતાં નોંધ લેવી પડે મારી ભલે નથી શેષ અવશેષ

આવી હુ આપુ શાતા ભલે ના રહે કોઈ છાપ

હીરમોતી સમ બની રાહુ થકી ઊજ્વલ પ્રકાશ

આવી ને જઉ હુ ત્વરિત ના રાહુ ઘડી બે પલ ...

હુ એક આગઈયો ........

તારલીયા સમો શોભતો રમતો હુ જીવ એક નાનો

જલ વન ઉપવનમાં રહેતો ...હુ જીવ એક નાનો

જ્ગ્મ્ગ જ્ગ્મ્ગ જોર પ્રકશ્તો હુ જીવ એક નાનો

નીશચરોને દિશા બતાવાતો ...હુ જીવ એક નાનો ...

પડે સાંજ પ્રકાશુ તારલા સમ ..હુ જીવ એક નાનો

સૂર્ય થી પોશાતો પ્રકાશ પચાવતૉ ..હુ જીવ એક નાનો

રાતલડિમાં ખૂબ પ્રકાશ્તો ...હુ જીવ એક નાનો

અગ્નિના અંશ સમો પ્રજવલ્તૌ ..હુ જીવ એક નાનો

ધરતી પર પ્રકાશી આભ બનાવું ..હુ જીવ એક નાનો

પ્રજ્વલિ પ્રકાશી વીરમી જઉ ...હુ જીવ એક નાનો,

સંવેદના ના પૂર ..........

છાનુ ને છપનુ રાખો ઘણુ છતાં તમે જાવ છો કહેવાઈ ...

રાખો દબાવી સંવેદનાના પૂર છતાં તમે જાવ છો પકડાઈ ...

ઉભરી હતી ઉર્મીઓ ઘણી જે ,પણ ના કહી સહી ના રહી ...

સમય જતા ભૂલાયું બધુ પણ ખૂણે દિલની પડી રહી ...

હજી પોકારી બંડ ક્યરેક પણ સંજોગ કરાવે જ્ઞાન ...

જ્વલામુખી સમ ભાસે યાદો કેમ કરું શાંત ??..

હતી હું સાવ કુદતી ઉછલ્તી નદી સમ ,નહોતો કોઈ વિરામ ....

સ્થિતિ કાળે બનવી ધોધ ,પાડી નીચે બદલી નાખ્યા રૂપ ..

કેમ કરી ફરી થવુ જીવંત ?ના રહ્યો કોઈ સાથ સંગાથ ...

કહે પોકારી જીવ હવે આ ના કહેવાનું જશે કેહ્વાઈ....

છાનુ ને છપનુ રાખો ઘણુ .......

........મેહણુ ...........

"મેહ્ણુ મારી કહે કોઈ લખો છો તમે વાંચો છો ખરા?

અરે વાંચનના વિલાસ થી જ ભરાસે શબ્દ આકાશ

લઢનિ લખાણ ની કરો સરલ આ શુ ? ગદ્ય પદ્ય

નવુ નવુ લખવાનું કર્યુ ,કરો ઘણા હજી લખાણ ...

થાય ના એમ કોઈ કવિ લેખક કે વિશારદ .....

અરે બનવું જ ક્યાં છે ?કવિ લેખક વિશારદ??

અમે મસ્ત મોજિલાં લખનારા નથી આળ પમ્પાળ

અરે અમે કુદરતમાં રમતા ,એ કરે સાર સમભાળ ...

આકાશ ભરી આવે શબ્દો ના ખૂટે શબ્દ ખાણ ..

કરાવશે એ આલાપ રચના બની જશે શબ્દ કોષ ..

સ્ફુરીને આવતા શબ્દો કલમ થી ઉતારી સજાવતા

અર્થ પ્રાસ ગોઠવાય મેળે એની રચના થઈ જાય ..

કૂવો ...............

" છુ હુ છલોછલ છલકાતો જલથી હુ રન્ગીલો છબીલો......

થયો જન્મ ધરામાંથી ને છું હું આભનો ગમતીલો ....

વર્ષા નદી તલાવ ઝરણાથી છું હું ખૂબ પોશાતો ..

કમણ્ગારિ પનીયારીઓથી રોજ હું ખૂબ ઉલેચાતૉ ..

નભતા જીવ થકી મારા ,હુંજ ખૂબ નભ પર જીવતો

પ્યાસ બુઝાવવા જીવોની હું ખુશી ખુશી રોજ રોજ ઘટતો ..

ધબક્તી જિંદગી અનેક સીસક્તી મારામાં પુર્ણા થતી જોતો ..

એ જીવોના નીસાસા દર્દ ને ..સમાવતો હું કેમ કરી પચાવતૉ ?

લાચાર જિઁદગિઓના અંતિમ શ્વાશનો હું સાક્ષી બની રહેતો ..

જીવન પોશવાજ સર્જાયેલો આમ જિંદગી કેમ કરી લેતો ?

મજબૂર થઈ લેતો આગોશ્મા હું નભને અશ્રુઓ વહાવી કહેતો ..

રચના આતો કેવી મારી ?ઈશ્વર ?કેમ કરી હું સહેતૉ ?

"ગતિ "કરવા આવતા જીવ પાસે મારી હું કેમ "ગતિ " કરતો ?

છલોછલ જલ્થી ભરી છબીલો હું કેમ નથી સૂકાતો???

..........મારો પ્રેમ ................

હે પ્રક્રુતિ મે તને જ કર્યો છે પ્રેમ ..

હૃદયમાઁ સમાવી અપનાવી લે પ્રેમ ..

સૂર્યની પ્રદક્ષિણા કરતી ધરતીની જેમ ..

વાતા પવનના વાયરા ની જેમ ...

હર પળ હર ઘડી રહુ ચાતકની જેમ ...

બોલાવી ખોળામાઁ કરી લેને પ્રેમ ...

વિરહમાઁ તારા મારા વહે છે નેણ ...

મેહુલાના આગમનથી પૂરાયા તેલ ...

વીહવળ બને હ્રુદયને માંગે છે પ્રેમ ...

સમાવી લે તારામાં કરી લે પ્રેમ ...

.............એહ્સાસ ............

"હુ દિવાનો સાવ પાગલ પ્રેમમાં તારા ..

વંટોળ સમ આવુને ઉડુ આકાશમાં

વર્ષામાં ભિંજાઉને રડુ હૃદય માં ...

લાગી મને લગની તારી વસાવુ મનમાં

અંતર મારૂ દુભે ઘણુ તારા વિરહમાં

ના સમજુ આટાપાટા કોઈ ગણિતના

સર્વૈયૂ મારૂ બતાવે ખોટ બધા હિસાબમાં

નથી કરવા નફા કોઈ મારે વ્યાપારમાં

પ્રેમ પામી તારો હું કમાઊ પ્રણયમાં

જીવું જેટલું ,એટલું બસ તારા એહ્સાસમાં

........સ્થળાંતર ..........

ભૂમિ છોડાવી જન્મની ,વધાવ્યું સ્થળાંતર અજાણ

કોણ જાણે કેમ ?ના ભાસે આ દેશ મને અજાણ ....

રાહુ બારમો કુંડલીમાં જોશી કહે મેળવેલૂ બધુ છોડાવશે

અરે ભાઈ હતું શુ અને જશે શું નવેથી કેલ્વાશે .

સબ ભૂમિ ગોપાલકી કહે સંત કબીર ..

મારે બાંધી જવું ક્યાં હું તો મસ્ત ફકીર ...

રુણાણુબંધ લાવ્યા બાંધી સાચો કરાવશે મેળ ...

જન્મોનો રુંધાતો જીવ હવે કરશે સાચો સુમેળ ..

કુદરત કરે છે ચમત્કાર ના સમજાય એવા ખેલ ..

અમે બાળ તમારા લખાવશૉ એ લખ્શુ લેખ ..

........મનો વાંછના ..............

સૂરજને વંદિને વિચરે છે ઔરા મારો અંતરીક્ષમાઁ ..

ખબર નથી ક્યાંથી આવ્યો ક્યાં જવાનો આ શ્રુશ્ટ્ટિમાં .....

આવી સમજણ ખૂબ પિડાયો તડ્પ્યો છું વિચારોમાં ....

કોણ છે ચલાવે કોણ આ શ્રુશ્ટિ આ પ્રક્રૂતિમા .......

નથી મળયો જવાબ હજી સવાલ છે ખૂબ મનમાં .....

ચલાવે છે ચકડોળ જગનુ કોઈ છે જરૂર આસ્થામાઁ ....

સવારે ઉગે સૂરજ પૂર્વમાઁ આથમી જાય પશ્ચિમમાઁ .....

ચાલતી રહે છે આ ઘટમાળ રોજ આ ગગનમાઁ ...

કેટલાય જન્મોની યાત્રા કરી આવ્યો માનવ યોનિમાં ....

સંચારિ સંસ્કાર પ્રેમ આસ્થા ભક્તિ આ ઔરામાઁ .....

એહ્સાસ થયો પ્રેમનો ના સમજાય એવી સ્થિતિમાઁ ....

સ્વીકારશે કોઈ મને આ પરિવર્તિત શૈલીની દુનિયામાઁ ...

ફળીભૂત થવાની આશ સાથે ઇચ્છા બીજ રોપૂ ઔરામાઁ ...

અંકુર ફૂટી વ્રુક્શ થશે બીજ બધા ; આસ્થા પોશુ ઔરામાઁ ....

જે કરુ સમજુ વિચારું એ ખોટું સાચું એ લખજો હિસાબમાઁ ...

આ "દિલ"લખે બધી વાત સાચીજ આ ઈશ્વરની સાક્ષીમાઁ ...

............હુ અને પ્રક્રુતિ......

સવારની સૂરજની સવારી ઝળહળી ધરતી

પર પૂરે રંગ ...

રાત્રિમાં ચંદ્રની શીતળતા ઝળહળે , "તારા "સમૂહ સંગ ..

સવાર સાંજની આ પરિક્રમા કરાવે અનેક રંગ તરંગ .

ના સમજાય એવા કરે કામ ને જીવમાં આવે ઉમંગ...

તરૂઓ શોભતા ફૂલો થી ને જળ સરોવરમા કમળ..

પશુ પંખી સહુ ચણતા ઉડતા કરતા ખૂબ કિલ્લૌલ

સૂર્ય ચંદ્રની આ ઘટમાળમાઁ રુતુઓનુ છે સર્જન

ચંદ્ર ચાંદનીની કરે વધઘટ ને સાગરમાઁ ભરતી ઓટ.....

શરદ શિશિર વસંત ગ્રીષ્મ હેમંત આવે ને ઋતુ જાય ....

બધી ઋતુના વાયરા વાય અને દિલમાઁ કંઇ કંઇ થાય ..

અસર દર્શાવે પ્રક્રુતિ આ મન હ્રૂદયને ખૂબ વર્તાય ....

પરોવાઈ જીવ શરીરમાઁ , ભોગવી પાછો નિકળી જાય ..

કેમ આવ્યો કયાં ગયો એ પગલાથી ના પકડાય...

માયા છોડી જીવીલે "દિલ" આ તો ઝાઝવાના નીર ..

........"દિલ ".......................

કુદરતે મેળાવ્યા બે દિલને કરાવ્યુ શુભ મિલન ..

ઇશ્વરે હેલી કરી આશિષની એક થયુ બે જીવ ..

સરખા જીવની સરખામણી કરે કામ અદભૂત ..

કરી શકે ના કોઈ ચાલાકી મળયા સરખા ભૂત ..

થઈ ગયા "એક "જીવ હવે છુટે ના કદી આ સંગ ..

એકમેકમાં પરોવાયા આ શ્વાસ અંતરંગ .....

પ્રેમ તણો આ રંગ ચઢ્યો છે ખૂબ હ્રુદય સુધી ..

ના ઉતરે એ કદી હવે એ લઈ જશે મિલન સુધી ..

કાળજા કેરા ગોખમા બેઠી સુંદર મૂરત તારી ..

હરપલ હરઘડી પૂજતૉ ચૂમતો આ "દિલ " વૈરાગી..

..........સ્ત્રી એક શક્તિ ...............

માં દીકરી બેન પત્ની પ્રિયતમા તારા છે અવનવા રૂપ

તું જ એક પાવન પાત્રતા હે શક્તિ તારા છે અનોખા રૂપ

કાળજુ કાપી તું પાલવતી તારા ખોળાના ખુઁદનારને

બની રણચંડી તું રક્ષે તારા જીગર ના ટુકડા ને ....

પામર મૂર્ખ અધૂરી વિચારીનાં મહેણાં તું સાભળતી ..

છતાં માયા મમતા પ્રેમ કરુણાનાં પાઠ તું ભણાવતિ

તું જ શક્તિ ,તારા વિના પુરુષ પાંગળોને બિચારો ..

તું દયા કરુણાના રૂપ સમી તું જ તારણહાર બની પ્રગટો

તુજ સતી તુજ સીતા તુજ માં અંબે જગ્દમ્બે હરસિદ્ધિ

તું જ પ્રબળ પ્રેમની પ્રેરણા તુજ શ્રુશ્ટિ પ્રક્રુતિ..

કરે તું લીલા, અકળ લઈને અવનવા રૂપ

આ "દિલ" છે અમર લઈ આશિષનાં ઋણ .

.........કોડ ભર્યા દિલ ............

પંખી બની વિહરજો ખૂબ આકાશમાં આજે

ઢેલ બની ખૂબ મીઠુ ટહુકજો વગડામા આજે

કોડ દીલનાં તારા ખૂબ પૂરા કરજે આજે ..

માણિલે ખૂબ સુખ હ્રુદયનું પૂરુ તું આજે ..

ભંડારી આશ મનમાં રાખી મુકીશ નાં આજે

ધરતી નભના મિલાનને ક્ષિતિજે જોજે આજે

હૈયું ખોલી વિરહિ નભમાં સુખ જોજે આજે

પ્રેમી મનનાં એહ્સાસને તું ખૂબ સમજજે આજે

એમ નાં રચાય કવિતા મનમાં ખૂબ બધુ છે આજે

કરીલે બધી હોશ પૂરી નહીં મળે સમય કાલે

ભલે કહેતા પાગલ બધા શિકાર બનીજા આજે

માહી પડ્યા એ મહાસુખ માણે દેખણાહારા દાઝે ..

કરીલે "દિલ"ના અરમાન પૂરા ના રાખ બાકી આજે .

કાલનું જોજે કાલે આજનુ પૂરુ જીવીલે આજે ...

.......સુખ આનંદ ........

સુખની આવરદા છે ટૂંકીને આનંદ તો અનંત રે ...

ના ફરીશ સુખ પછળ એતો ઝાંઝવાના નીર રે ...

સુખ રહેશે ઘડી બે ઘડી અને આનંદ તો અમર રે ..

સુખ અને આનંદનો ફરક સમજી જીવવું સાચું રે ...

ભટકી ભટકી સુખ પાછળ વેડ્ફિશના જીવતર રે ...

આનંદ ના અમ્રુત સામે બીજા સુખ વ્યર્થ રે ...

સુખની જિજિવિશા નાં કરીશ કદી લાંબી નહીં દોડ રે ...

આનંદતો ખુદ ઈશ્વર બની રહે, છે અજરાઅમર રે ..

સુખની પરિભાષામાં પાછળ જોડાયુ બધુ દુખ રે ..

"દીલ" સમજે આનંદને એ તો મોક્ષનો અનુભવ રે ...

..........પતંગ ...............

લુદ્દી કાગળ સળી મેળાવી બનાવ્યો ઉડવા મને ..

ફીરકી દોરી કન્યાથી બંધાયો બન્યો ગમતો હવે ....

ફુદ્દી પાવલો ઘેશિયો ઝાંઝ બની ઊંડુ આકાશે હવે ..

ભાત ભાતના રંગ આકારે ખીલુ સોળ કળાએ હવે ...

હવાની લહેરે ચઢીને દોરી સંગ આંબુ નભને હવે ...

પેચ કપાવી એકમેકનાં ખૂબ હર્ખાવુ જગને હવે ..

લુટાયો લપેટાયો ગોળ ગોળ ઘૂમી કપાયો હવે ....

તુક્કલ સાથે દોસ્તી કરી શમી સાંજે ઉડાવુ એને ...

પવન પડેને નિરાશા આવે હું પાછો ફરૂ ઘરે..

પવનની દોડે ફરી ઊંડુને ઉત્સાહ ભરૂ છું ભારે ..

કાળજુ કપાય મારુ જ્યારે કોઈ પંખીની પાંખ કપાય .

હ્રુદય મારૂ રડે ઘણુ આ તહેવારની મજા મરી જાય ..

બોર જામફળ ઉઁધિયા જલેબી ચિકીની આજે જયાફત ..

રંગીલા રસીલા લોકો માટે આનંદનો છે આ અવસર ..

બે ઘડી દિનની જિંદગી મારી છતાં જિવાડુ છું આનંદે ..

આ "દીલ"ની થઈ ઉજાણી મકરસંક્રાંતિ ના દિને ....

..........અરીસો .........

કીમીયાગરે કરેલી અદભૂત રચના એવો હું અરીસો ..

સાવ સાચું સ્પષ્ટ સત્ય બતાવતો એવો હું અરીસો ..

નીરખી મારામાં પોતાને શોધતા એવો હું અરીસો ..

હર એક ઉમર સમય ઘટનાનો સાક્ષી એવો હું અરીસો ..

સોહામણિ કન્યાઓનો ખૂબ માનીતો એવો હું અરીસો ..

નારી હ્રૂદયની ઉર્મીઓને ખૂબ નીહાળતો એવો હું અરીસો .

વધતી ઉમરના ચહેરાઓનૉ અણ્માણિતો એવો હું અરીસો .

જે છે એને છુપવતા ચહેરા મોહરાને જોતો એવો હું અરીસો ..

મારી સામે ઉછરી શોભી પરણી વિદાય થતી એવો હું અરીસો .

નયન નચાવતી રમણિઓને આનંદ આપુ એવો હું અરીસો ..

ચેહરા એમના જોતા ખૂબ મલ્કાઈ પ્રેમે જોતા એવો હું અરીસો ..

મનગમતુ ના મળે "દીલ"જોવા તોડે મને એવો હું અરીસો ...

...........મ્રુત્યુ ................

જિંદગિનુ હું અંતિમ સુનિશ્ચિત અનિવાર્ય અંગ છું ...

સુખદુઃખ માયા વેરઝેર પરિશ્રમ સંઘર્ષનો અંત છું ..

જિંદગીના ઘટના ક્રમનો હું અંતિમ પડાવ છું ...

નશ્વર શરીરની યાતનાઓથી મુક્ત કરાવુ છું ...

વિધાતાએ લખેલી ભાગ્યની છેલ્લી પંક્તિ છું ...

આવનારા નવા જીવનનું પ્રથમ પગથિયું છું ...

જીજીવીશાથી જીવતા જીવો માટે દુખદ ભય છું ..

માયા મમતા સાથે જીવતા જીવોનો અણખામણો છું

જન્મથી શરૂ સંસ્કારોમાં હું અંતિમ ક્રિયા છું ...

"મુક્ત"કરાવુ છું છતાં "દીલ" હું બદનામ છું ..

...................જીવન ..................

પરમાત્માએ સર્જેલૂ સુંદર અદભૂત સર્જન હું જીવન ..

આનંદ સુખની આશામાં જન્મી જીવતો હું જીવન ..

બાલપણથી શરૂ કરી વ્રુદ્ધાવસ્થા સુધી જીવતો હું જીવન ..

જિંદગીના દરેક પડાવે અનુભવ લઈ જીવતો હું જીવન ..

ઉતાર ચઢાવે જિંદગીના આનંદે સાક્ષાત કરી જીવતો હું જીવન .

સવેં દનાનાં છીપમાં લાગણી છુપાવી જીવતો હું જીવન ...

નવી આશા ઉમંગને વધાવી ઉત્સાહે જીવતો હું જીવન ..

અસ્તિત્વ માટે સતત ઝઝુમી ખૂબ જીવતો હું જીવન ..

મ્રુત્યુને હાથ તાળી આપી જીવવા મથતૉ કાયમ હું જીવન ..

"દિલ" મ્રુત્યુને ઇચ્છા મ્રુત્યુ બનાવી જીવન જીવું હું જીવન ..

......ખંત કર રાખીને હિંમત .........

કર્મ એજ અનિવાર્ય લક્ષ્ય રાખી ખંત કર રાખીને હિંમત ...

ઉઠ! ચૂકવીને ઋણ જગતના કરેજા ખંત રાખીને હિંમત ..

બનીજા કર્મઠ નવા ઉમંગ આશા સંગ ખંત રાખીને હિંમત ..

નવી સવાર નવો નિશ્ચય પડાવ કર ખંત રાખીને હિંમત .

શિખર સર કર ઉચ્ચ હવે કર્મ કર ખંત રાખીને હિંમત ...

પડે આખડે તો થઈ જા ઊભો કર ખંત રાખીને હિંમત ....

મેળવી અનુભવ જિંદગીના ના હારીશ કર ખંત રાખીને હિંમત ..

ડર શંકા વ્હેમ ત્યજી વધ આગળ કર ખંત રાખીને હિંમત ...

ચઢિજા પર્વત ઊઁચા ઓળંગીજા સાગર કર ખંત રાખીને હિંમત ..

સમજાશે કઠોર સત્ય કરી સામનો કર ખંત રાખીને હિંમત ..

પથ્થરમાંથી કાઢ પાણી મહેનત કર ખંત રાખીને હિંમત ...

પકવી સોનુ ધરતીમાંથી ગુણિયલ બન ખંત રાખીને હિંમત ..

બનીજા ફિનિક્ષ પંખી શીખ લઇને કર ખંત રાખીને હિંમત ...

ના કર પરવા કોઈ "દીલ" કૂચ કર ખંત રાખીને હિંમત ...

.....તત્વ એક પ્રુથ્વીનો ગોળો ....

અસ્તિત્વને ઝંખતો પાણીમાં બોળાયેલો પ્રુથ્વીનો ગોળો છું ..

પ્રકાશને પામવા સૂર્ય ચંદ્રથી રોશની ઉધાર લેતો પ્રુથ્વીનો ગોળો છું ..

છીપાવવા ત્રુશા મેહુલાથી વર્ષાની માગણી કરતો પ્રુથ્વીનો ગોળો છું ..

જીવોને પોશવા પાંગરતિ પ્રજ્ઞાની આશિષ માંગતો પ્રુથ્વીનો ગોળો છું ..

પ્રેમ ત્રુશાને શાતવા પરમાત્માને પામવા તડપતો પ્રુથ્વીનો ગોળો છું ..

જીવન મરણનાં ફેરા કરવા સૂર્ય આસપાસ ભટકતો પ્રુથ્વીનો ગોળો છું ..

મારા પર ફરતાં જીવતા જીવોનું આશ્રયસ્થાન પ્રુથ્વીનો ગોળો છું ..

જન્મોની હારમાળામાં તત્વને તત્વમસીમાં આરૉપતૉ પ્રુથ્વીનો ગોળો છું ..

તત્વમસીના વિયોગને જિરવતા તત્વનો સાક્ષી પ્રુથ્વીનો ગોળો છું ..

પામુછું તત્વમસી તને કે બસ મારૂ જ તત્વ ભૂલ્યો પ્રુથ્વીનો ગોળો છું ..

....તહેવાર ફિરંગિયોંનાં .......

ઉમંગથી ઉજવો ભલે તહેવાર છે ફિરંગીઓનો ..

શુ ફરક પડે છે જ્યારે નિશ્ચય છે રિબાવવાનૉ ..

મોજ્થી મનાવીલો અવસર ચીરીને કાળજા કોઇના ..

અમે તો જોતા અનુભવતા રહીશુ દર્દ જિંદગીના ..

પીજો પીવરાવજો મદિરા બહાના છે તહેવારના ..

અમેતો પીધાછે ઝેર જિંદગીના ઝુરિ ઝુરિને રખે માનતા અમે જીવીયે કે તડપિયે છીયે

અરે ! તમે શું જલાવતા અમે જીવીયે છીએ પ્રેમનાં અંગારમાં ....

......કયાં ગયા એ લોકો ...........

કયાં ગયો એ સમય.કયાં ગયા એ લોકો ?

કયાં ગયો એ એહ્સાસ કે પારકા પોતાના લાગતા ..

કયાં ગયા એ લોકો જે બીજાના દિલની વાત સમજતા ..

અરે હાથની લકીર મળે નાં મળે પણ વિચારો મળતા...

આજે આંખો એમને શોધતી ફરે કયાં જઇને શોધુ ?

ઠગારિ નિકળી બધી આશા કયાં જઇને શોધુ ?

કયાં ખૉવાયા તમે મારા માતાપિતા કયાં ખોવાયા ?

આ "દીલ " છે મજબૂર નથી તમારા પગલા પક્ડાતા ..

..........પ્રેમાગ્નિ ...........

મોક્ષ ...

તારી આંખોમાં ઉતરીને તારા દિલમાં સમાઈ જવું છે ..

તારા હોઠોને સ્પર્શિને મારે શબ્દ બની જવું છે ..

તારા શ્વાશોમાં રહીને મારે ધડકન બની જવું છે ..

તારા પ્રેમમાં પડીને મારે પરવાના બની જવું છે ..

મારી વહાલી મનશા મારે તારા પ્રેમમાં પરવાન ચઢવું છે ...

મનસા ...

તારા પ્રેમાગ્નિમાં બળીને ભસ્મ થવું છે મારે

તારી આંખોમાં સમાઈને પ્રેમ અમી પીવા છે મારે

તારી આંખોમાં સમાઈજવા દ્રશ્ય બનવું છે મારે

તારા પ્રેમમાં રંગાઇને તારી રંગિલિ બનવું છે મારે

તારા હોઠ્ને સ્પર્શવા શબ્દ બનવું છે મારે

તારી રાહ્મા ચાલવા હમરાહી બનવું છે મારે

........ભય ...........

તારુ રૂપ અતિ ક્રૂર ભય તું કેમ નથી જતો??

તારો રંગ ઘણો કાળો ભય તું કેમ નથી જતો??

સહુના રડાવે રડાવે હ્રૂદયા ભય તું કેમ નથી જતો ??

થઈ જા તું સાવ દૂર ભય તું કેમ નથી જતો ??

કરાવે ઘણાં કમઠાણ ભય તું કેમ નથી જતો ??

જીવમાં કરાવે સંતાપ ભય તું કેમ નથી જતો ??

તું આવે જ છે કેમ? ભય તું કેમ નથી જતો ??

તારા પગલાંથી થાય દર્દ ભય તું કેમ નથી જતો ??

ક્યારેક કરાવે જ્ઞાન પણ ભય તું કેમ નથી જતો??

તારે આવવું જ ના પડે આંગણે હું કેમ નથી કરતો ?

"દિલ" કહે રઁગાઇજાને પ્રભુના રંગમાં ના ભય જ રહે ..

.........ખુશી ................

મનની સમવેદના હ્રૂદયમા ખુશી બનીને આવી ..

ખુશીએ મનમાં આનંદની અનુભૂતિ કરાવી

ના પૂછૂ ના શોધુ કારણ બસ ખુશી આવવા કહુ ..

ખુશીના આગમનથી અંતરમાં સ્વર્ગ અનુભવું ..

દુખના દરવાજા બંધ કરીને ખુશી ખૂબ આવે ..

સહુના હ્રદયમાં આનંદની ઉજાણી કરાવે

ખુશી તારા પ્રેમની તારા સાથની વિશ્વાશની

વિરહ મિટાવી કરાવે મિલન બે દીલોની ..

ખુશી ખીલતા સુગંધ રેલાવતા પુષ્પોની છે

હૂંફ મળે તારી એ આશ આ "દીલ"ની છે ..

.......આશ ...............

સવારના સોનેરી કિરણે નવા સંચારની આશ બંધાય ..

મનની ઇચ્છાઓને સાકાર કરવા નવી આશ બંધાય ..

ઘૂમરાવતા આવતા ગરજતા વાદળથી આશ બંધાય ..

હમણાં વરસસે તરસ છિપાવશે હવે આશ બંધાય ..

ધોમ ધીકતી ધરતીને અમી છાંટણાની આશ બંધાય ..

લહેરાતા પાક ધરતીપર ધાનની ખૂબ આશા બંધાય ..

વરસતી વર્ષાથી નદીમાં નવા વહેણની આશ બંધાય ..

તરૂએ તરૂએ નવા ફળ ફુલની ઘણી આશ બંધાય ..

પરદેશ ગયેલા પીયુની આવવાની આશ બંધાય ..

વીરહ્ની પીડા ટળશે પીયુમીલનની આશ બંધાય ..

હ્રદયમાં ઉમન્ગથી જીવનમાં ખુશીયોની આશ બંધાય ..

સદાય તારો પ્રેમ સાથ રહે "દીલ"ને આશ બંધાય ..

.........ખેતરના શેઢે ...........

ખેતરના શેઢે થી આકાશે મીટ માંડુ..

ઉગતા સૂરજ્ના સોનેરી કિરણોને માણું..

મીઠાં ગુઁજરાવ પંખીઓના ખૂબ સાંભળુ..

શ્રુપોની ડાળીઓમાઁ સુંદર પુષ્પોને નીહાળુ.

પ્રસરતી એમની મહેઁકને શ્વાશોમા ઉતારુ ..

ખળ ખળ વહેતા નહેરના પાણીને સ્પર્શુ .

ઊભા પાકની લીલોતરી નજરોમા ભરી લઉ

. ઠંડા પવનની લહેરખીઓને અનુભવું ..

પ્રક્રુતિનાં અદભૂત રૂપને જોયા કરું ..

અગમ્ય આ શ્રુશ્ટિને "દીલ" કુરબાન કરું .

.........દરીયાદીલ..............

દરિયાને જોઈ રહ્યો અમાપ પાણી સાથે ..

આટલું પાણી છતાં માથા પછાડે ?.

વિશાળ વિસ્તાર ઘૂઘવતો મોજાની છોળે.

તોય વિવશ ભરતી ઓટથી ?..

જ્યાં જ્યાં નજર ફરે ત્યા જળ જળ અને જળ

પણ જળ જળ ખારા છે ?

અરે !આજ દરીયો જગતને સંવારે છે ..

વરસાદનું કારણ બને છે ..

બધી મેલ અશુદ્ધિઓ પેટમા પાધરાવેં છે .

ખારા પાણીની અસર બતાવે છે ..

બાળી પોતાના પાણી વરાળ બનાવે છે ..

વાદળ બાંધી વરસાદ વરસાવે છે ..

ખારો છે છતા અનેક જીવોને પોષે છે ..

"દીલ" જાણે જ છે એ દરીયાદીલ છે ..

...............નિર્વાણ ................

સ્રુશ્ટિનો અચળ નિયમ વિધાતાનું ફરમાન..

જેનું થાય નિર્માણ એનું થાયજ નિર્વાણ ..

ના ગણિતના અંકના જાદૂ ના દવા ના દારૂ.

ના હાથની રેખા ના કુંડલીના ગ્રહોની ચાલ.

કર્યુઁ વિધાતાએ વિધાન ના રહે કોઈ સવાલ.

છોડબધી માયાજાળ જ્ઞાત કરીલે સાચું જ્ઞાન

બહુદોડ્યો ખૂબ લલચાયો ફસાયો ભોગવ્યું.

આપ જાકારો નાકંઇ છે કામનું નાકંઇ સાચું

થઈ જાણકારી સાચી જવાની તલપ લાગી.

સાચી દિશામળી મનચક્શુની આંખો ખુલી .

હવે બધુ બદતર લાગે હવે છોડવું જ ભલુ

નથી કંઇ કરવું નથી જોઈતું બસ બહુ થયું.

છોડીદે જિંદગીના ફિતૂર સમજી લે વિધાન.

આ "દીલ"કરે નિર્વાણ કરવા નવું નિર્માણ..

નિર્વાણ થશેતો નવું કોઈ નિર્માણ સર્જાશે..

ધૂળમાંથી આવેલો ધૂળમાં જ સમાઈ જશે..

..........અગ્નિ સંસ્કાર ..............

મારા સજીવથી નિર્જીવ થવાનો છેલ્લો સંસ્કાર ..

રૂણાનુંબંધથી છોડાવી પાવન કરે અગ્નિસંસ્કાર

મૂકીને નશ્વર શરીર નિકળી જઉ એક અગોચર ..

છોડીને દુનિયા માયા જુઠિ આવ્યો અહીં છૂટવા ..

ના રહે શેષ ના અવશેષ ના રહે કોઈ ભરમાર ..

ચિતા ખડકી સુવાડી મને આપ્યો અગ્નિદાહ ..

નિશ્ચિંત નિદ્રા લઇને હવે કરું સમ્પૂર્ણ આરામ ..

ના કોઈ ચિંતા ના કોઈ પીડા ના કોઈ સવાલ ..

નાડીઓ ટુટશે પાણી છુટ્શે નહીં કોઈ ચાલ ..

ભડ્ભડ્તો અગ્નિ કરાવે મને છેલ્લુ અગ્નિસ્નાન ..

બહુ ખરડાયો બહુ બંધાયો હું બહુ અભડાયો..

છૂટ્યો હાશ! ના હવે કોઈ બંધન ના મમત..

માયા મમતા મોહ રહી ગયા બધા હવે પાછળ ..

અગનપિછોડિ ઓઢી હું હવે થઈ ગયો નિર્વાણ ..

ચેહરા મોહરા જોઉં હવે બધા જાણ્યા અજાણ્યા ..

ના આવે સાથ કોઈ હવે ના રાહમાં ના બાથમાં ..

કરી ખરખરો હવે જશે બધા કરીને મને વિદાય ..

આ "દીલ" જશે એકલો કરીને બધાને સલામ ...

.............પર્વતની ટોચે ................

તારા પર્વતની ટોચે મંદિર માં ..

દર્શન કરવા કપરા ચઢાણ ચઢુ માં..

જળ અમ્રુતથી સ્નાન કરાવુ માં ..

નવરંગ ચુંદડી તને પહેરાવુ માં ..

નીત નવા શણગાર કરાવુ માં ..

કપૂર ધૂપ દીપ પ્રગટાવુ માં ..

શ્રીફળ ખીર ભોગ ધરાવું માં ..

મંત્રોચ્ચાર કરી તને મનાવુ માં ..

મીઠા ખૂબ લાડ તને લડાવુ માં

તારા ચરણોમાં મસ્તક નમાવુ માં ..

તારા તેજ પુંજમાં હું સમાવુ માં..

ના કોઈ જ્ઞાન ના ભાન છે માં ...

જ્ઞાન જ્યોતિ પ્રગટાવવને માં ...

કરગરી ખૂબ તને ખૂબ વીનવુ માં ..

ભક્તિની પૂંજી મારી વધારને માં ..

સમ્પૂર્ણ સમર્પિત તને થયો માં ..

તારી આઁખોના અમ્રુત પીવુ માં ...

જન્મોથી મુક્તિની રાહ જોઉં માં .

તારામાં અર્ધનારીશ્વર જોઉં માં ..

અંતરીક્ષ નીરખુ તારી આંખોમાં માં ..

ગુરૂમાતુ જ હું તારા ચરણોમાં માં ..

તને નીરખી ખૂબ આનંદ થાય માં ..

તારૉજ માંગણ દીકરો છું માં ..

બેડો કરને પાર આ "દીલ "નો માં ..

..............બ્રાહ્મણ ...............

બ્રહ્માનો અંશ મહાદેવ પુત્ર બ્રાહ્મણ ..

ભાલે તિલક માથે શીખા પહેરે પીતામ્બર .

જનોઇ બાંહે મુખે શ્લોક તેજ મુખપર ..

એવું લખાય અનોખું બ્રાહ્મણનું રેખાચિત્ર.

ગુરુ શિક્ષક વૈધ સર્વ વિધ્યા પારંગત ..

સરસ્વતી રહે સદાય એની જિહવા પર ..

સંગીત ન્રૂત્ય કથા કર્મકાંડ તર્જની પર ..

યગ્ન હવન સરવણી મંદિર સેવા પૂજન ..

ગીતાભાગવત વેદપુરાણ ઉપનિષદકંઠસ્થ

કયાં ખોવાયો આ બ્રાહ્મણ ધરતી પર ?!

કેમ થઈ ગયું લોહી તારુ આટલું નરમ ??

કયાં ગઈ એ બાહોશી એ વીરતા એ જ્ઞાન .

કર ધરતીને લાલ કરી પરશુરામને યાદ ..

કરયાદ ચાણક્ય આર્યભટ્ટ વશિશ્ટદુર્વાસા

કેટલું સહીશ?કયાં સુધી સહીશ અન્યાય?

ઉઠ થા ઊભો કર લોહી ગરમ ને લાલ ...

તુ છે આ ધરતીમાંનો લાલ થઈ જા સવાર..

આ "દીલ" કરેપુકાર હેબ્રાહ્મણ પાછો આવ

.......અણખામણો.............

બની ગયો અણખામણો તોડી બધા રુણાણુબંધ..

થઈ ગયો એકલો અટુલો છોડી બધા સંબંધ ..

વહાલાને કર્યા દવલા હવે હું જ અણખામણો...

સાચી ડગર પકડીને ચાલ્યો બન્યો હું ઉખાણો ..

સમ્બંધોનાં ગણિતમાં અટવાયો હું ઘણો..

સંબંધોમાં લેણદેણની આ રમત નાં સમજાય મને ..

પોતાના અને પારકા બધામાં હું રહ્યો સાવ ઉણો...

ના સમજ્યા કોઈ મને બસ પિડાઉ હું બમણો ..

જશના માથે જુતીયા પહેરી મૂર્ખ હું બન્યો..

શુ ફરક પડે આ દુનિયાથી જુદો હું થયો ??

ના આવડી જીવતા જિંદગી એવું હું સમ્જ્યો..

ક્રુપાનીધાને આપી જિંદગી એવી હું જીવ્યો ..

ના રહી અપેક્ષા નથી રહ્યો ડર બસ હું જ રહ્યો ...

કરશે કોઈ સંભાળ કે બસ હું હવે અણખામણો...

કહું હું કુદરતને..મને "હું" માથી કર બાદ હવે ...

મને જોડીદે તારામાં કે હવે "હું" જ ના રહું હવે ...

ખૂબ મેંળવ્યૂ બધુ ગુમાવી એજ હું ભણ્યો ..

આ "દીલ" રહે આનંદે હવે બનીને હું અણખામણો ....

...........પ્રાયશ્ચિત ............

કરુ બેસીને ખૂબ વિચાર જોઉં પાછા વળી ભૂતકાળ...

કર્યા કેટલા પાપ કરી ભૂલો. ઘણી મેં અપાર ..

દાતાને કહું. વિનવુ વારમવાર કર ને બેડો પાર ..

માંગુ માફી પડી ઘૂંટણિયે કરુ બધુ સ્વીકાર..

સાન આવી સમજણ પડી કબૂલૂ સર્વ પાપ ..

છુ હું સાવ તુચ્છ જીવ હવે કરને બધુ માફ...

અણસમજ આજ્ઞાને કરાવ્યા ખોટા ઘણાં કામ ...

તારો જ બાળછું હે ભગવાન રાખ ચરણમાં ખાસ ..

જ્ઞાન સમજ આપ એવી નાં કરુ એવા કોઈ કામ..

હિંમત નથી એવી કોઈ કરુ કબૂલ બધા એ પાપ ..

જેસલે કર્યા કબૂલ પાપ ધોવાયા ને નાવ બચાવી ..

બની તોરલ મને ઉગાર આ જીવન નાવ મહી ...

કર્મબંધનથી છોડાવી હવે આવ્યો તારે શરણ ...

આ "દીલ"માં હવે વસ્યો "પ્રેમ" બળયુ બધુ કરમ ...

..........કન્યા વિદાય .........

કરી ખૂબ આળપમ્પાળ પણ દીકરીને કરી વિદાય ...

કેમ કરી અળગી કરુ કેમ કરુ એને વિદાય?

કાળજા કેરો કટકો મારો રડ્યુ ખૂબ હ્રદય ...

આપી જન્મ ઉછેરી એને કર્યા ખૂબ વળગણ ..

લાડુને મારી લાડ કર્યા પૂરા કર્યા અરમાન..

ગળે વળગાડી ફર્યો એને પૂરા કર્યા ફરમાન ..

પાણી માંગે દૂધ આપી કર્યો એનો ખૂબ ઉછેર ..

ક્યારે "મોટી" થઈ ગઈ ના પડી મને ખબર ..

સિઁચિ સંસ્કાર આપી શાણપણ બનાવી વિધ્વાન ..

મારી દીકરી ઊજાળશે કુળ બંને એ છે વિશ્વાશ ..

આંગણુ શોભાવતી રમતી કુદતી મ્રુગલી મારી ...

જીવ કપાય શ્વાશ રૂંધાય કેમ કરુ વિદાય ..

ફરિયાદ કરતી ગમતુ માંગતી હક્ક જમાવતી ..

કોને કહેશે દીલ ખોલીને ચિંતા એ ખૂબ સતાવતી ..

કેમ કેવું જીવશે ?કેમ રાખશે ? થાય વિચાર ..

કોડ ભરી દીકરી મારી કેમ કરુ વિદાય ?

માંગ્યા વર મળે એને ના રહે કોઈ દુખ ફરિયાદ ..

આ "દીલ" બાપનું વિવશ હવે રડી ને કરે વિદાય ...

............કલમ................

નાનું મારુ આ હથિયાર બતાવે રોજ નવા રંગ ...

એ પોષે જિવાડે મને વિચાર વર્તન એના નવરંગ...

હ્રુદયરોગે ડૉક્ટર કહે ના ઉચક્સો કદી વજન ...

કલમ મારી સાવ હળવી બતાવે એ મોટા વજન ..

શાહી સંગ કલમ મારી ઉતારે નવા ખૂબ વિચાર ..

મેઘધનુષ બની રહે જ્યારે વિચાર બને આચાર ...

સાચાને સાચું ખોટાને ખોટું કહી કરીને વિધાન ...

ના રહે વ્યથા કોઈ બસ મન હ્રુદય નો આનંદ ...

દિલની વાતો લાવી બહાર કરાવે ખૂબ સુખાનંદ ..

ના રાખું છૂપૂ કંઇ કરુ કરાવુ બસ ખૂબ નિજાનંદ ..

કલમમાં જોર ઘણુ કદીયે ના થાય વિવશ ..

ના થઉં નિરાશ કદી લખી લઉ સઘળી વાત ..

ના ઝેર ઓકુ ના કરુ નફરત બસ મનાવીને મન ....

બસ વાંચી કવિતા મારી કલમ ને મળે પૂરા શુભાશિશ ..

સરસ્વતીની આશિષ માંગુ ખૂબ વધારે મારુ જ્ઞાન ...

ચરણોમાં એનાજ રહી મારી કલમને કાઢુ ધાર ....

શબ્દોનાં સથવારે કરુ બધી સહેલીઅઘરી વાત ...

"દિલ" માને આભાર કલમનો કરી સઘળી વાત ....

...........પગલા .........

પા પા પગલી ભરી આવ્યો જગતમાં તું બાળ ..

લાડ્કોડથી ઉછર્યો ઘણો કરી ખૂબ આળપમ્પાળ.

કોડ સહુ પૂરા કર્યા ભણ્યો ગણ્યો બધુ એ ઘણુ ..

ઊછરતો ગયો એમ મોટો થતો ગયો જીવ્યો એ ઘણુ ..

કુટુમ્બ કબીલામાં ભળયો ભોગવ્યો ખૂબ સંસાર ..

ના રહી કોઈ ઇચ્છા અધૂરી કર્યા બધા ઘણા કામ ..

આ કરુ તે કરુ છતાં રહી ગયુ જાણે ઘણુ અધુરૂ ...

કદીના છુટશે મનશાઁ જીવન થશે આખુ પૂરુ ...

શ્વાશ રુંધાઈ છુટશે જીવ ના રહે કંઇ શેષ બાકી...

સમજી લેને મનાવા આ જગત છે સાવ ભ્રમિત ..

ક્યાંથી આવ્યો કયાં ગયો ના સમજણ કોઈ પડી ..

પગલા નહીં પકડાયા કોઇના ના છાપ રહે બાકી ..

સાગરની લહેરો પર અક્ષર તારા ના રહે કંઇ બાકી .

"દિલ "સમજે ના રહ્યા કોઈ તું ય રહે ના હવે બાકી ...

........શ્રધ્ધા.. આસ્થા ............

શ્રધ્ધા કહું કે આસ્થા એ જ બળ છે મારુ ...

ઉઠી સવારે સુઉ રાત્રે હરઘડી એ બળ મારુ ..

અશક્ય લાગતા પ્રશ્નોનાં બધાં શક્ય જવાબ મળે..

અંધારામાં અટવાયેલા ને જ્યોતિ પ્રકાશ મળે......

માઁગ માઁગ કરતો માંગણ આ જીવ છે મારો ..

ક્યારેય નથી તૂટી આસ્થા સમજુ છું હું ઘણો ..

કણ કણમાં પ્રભુ વસ્યો એ જ આસ્થા છે મારી ..

દરેક જીવમાં ઈશ્વરને જોઈ નમુ નમસ્કાર કરી ..

નથી કરવી શરત કોઈ અચળ શ્રધ્ધા છે મારી..

કીધું છે આપવા દાતાએ મળશે જ ખબર પાકી ..

ઝેર પીધાં છે મીરાંએ નરસિંહે કિધા છે મામેરા ...

આસ્થા શ્રધ્ધા દિલમાં વસી ના કાઢો ને પોરા ..

પ્રગટાવીને શ્રધ્ધાનો દીપક મળશે જરૂર વરદાન ..

આ "દીલ" નમે પ્રભુને બનાવી આસ્થા બળવાન ....

..............શબ્દ....................

ભાષા હોય કે બોલી શબ્દ નોજ પ્રભાવ ..

વાચા આપે લાગણીઓને કરી શબ્દ પ્રયોગ

સર્વ પ્રથમ અંતરીક્ષે ૐકાર બન્યો શબ્દ..

સમજવા બે જીવોને વાચા આપે શબ્દ..

મનથી આવી જીભે ચઢી બોલે છે શબ્દ..

આંખોની ભાષાને સમજાવી એ છે શબ્દ..

એક શબ્દ કરાવે છે પ્રેમ બીજો તકરાર..

દ્રૌપદીએ આંધળા શબ્દે સર્જ્યું મહાભારત.

શબ્દ બનેછે ગંગા જ્યારે પઠન થાય વેદ..

શબ્દ બને અંગાર જ્યારે હ્રુદયે વાગે વેંણ ..

મંત્રોચ્ચારનાં શબ્દે ભગવાન સ્વયં આવે ઘેર ..

"માઁ"કહી બાળ બોલાવે શબ્દ બને અમ્રુત..

શબ્દે શબ્દે અર્થ બદલાય સમ્ભાળજો સુજાણ..

આભાર ઘણો શબ્દનો "દીલ"થી કાવ્ય રચાય ...

............આગગાડી...............

એક સ્થળેથી બીજે લઈ જઉ મારુ નામ આગગાડી...

વર્ષો વીત્યા મારા જન્મને મારામાં ફેરવુ બેસાડી..

થયા મારા રંગરૂપ નવા પણ ઓળખ મારી એજ..

વરાળ કોલસા ડીઝલથી ચાલી હવે વીજળી એજ ..

બુલેટ ફાસ્ટ શટલ લોકલ બધાજ મારા સ્વરૂપ ..

સ્ટેશને સ્ટેશને માનવીના જોઉં સાચા ખોટા રૂપ...

જિંદગીની સફર મારી બે પાટા વચ્ચે રહી અકબંધ..

ગામ શહેર નગર ફરુ જોઉં જીવનના બધાં રંગ ...

આવતા જતા મુસાફરોને જોઈ વિચારું હું મનમાં ...

લાગણીવશ આવે લેવા મૂકવા હરખાઉ હું મનમાં..

વન ખેતર જંગલમાં થઈ નિકળુ હું સડસડાટ ..

સ્ટેશન આવતા થોભીને સામ્ભળુ હું કલબલાટ..

હરતાં ફરતાં રખડતા ખુદાબક્શોની બનુ હું તારણહાર...

કામધંધા કરતા લોકોને હું પહોચાડુ મઁઝિલ સમયસર ..

જોયાં મે દીલ તૂટતાં જોડાતાં બની સાક્ષી હું ...

"દિલ "આગગાડી નું પોકારે બની હમરાહી હું ...

...........પ્રેરણા.............

પ્રેરણા છે આ પ્રેમનું એક અનોખું ઝરણું ..

કરાવે ખૂબ નવા સર્જન પ્રેમથી સ્ફુરતુ ..

એક નવી આશાનો સંચાર કરતું છે બળ ..

મળી જાય કોઈ રાહ નવી સમજાય કળ ..

પ્રેમ સોગાત એવી કરાવે છે નવા કામ ..

પ્રેમ ભર્યા નિર્દેશ લખાવે છે નવા કાવ્ય ..

અદભૂત કરાવે કામ એની છે એ દેન ..

મન હ્રુદય ખૂબ આનંદે કરે નવી ટેક ..

પ્રેરણા તારી મળતી રહે બને વન નંદનવન

"દિલ" ભરે ફાળ મોટી બનાવી ને સ્વર્ગ ..

.................મોહ પ્રેમ .................

મોહ પ્રેમ લાગે બંને સિક્કાની બે બાજુ ..

મોહ પછી પ્રેમ થાય એવું લાગે છે ઘણુ ..

મોહની આવરદા ટૂંકી પ્રેમ છે અમર ...

મોહ થાય તરત છુટે છે પણ તરત ...

મોહભંગ થયેલો કદી પ્રેમ નાં કરી શકે..

પ્રેમ કરનાર ક્યારેય ભૂલી નાં શકે ....

મોહ દેખાવ અને આકર્ષણ નો હોય ..

પ્રેમ કારણ વિના થાય પણ ભ્રમ નાં હોય..

પ્રેમલક્ષણા ભક્તિમાં મોહને સ્થાન નથી ..

પ્રેમની અમરતા ભક્તિમાં પૂર્ણ રૂપે છે ..

પ્રેમ ડગરમાં મોહ હોઇ જ નાં શકે ...

વિશ્વાશ સાચા પ્રેમનો મૂળ સ્થંભ છે ..

મોહ અને પ્રેમમાં એક પાતળી લકીર છે..

પ્રેમની પછળ બધું ફના કરનાર ફકીર છે..

માયા મોહ્માં બધાં વાસનાનાં શિકાર છે..

"દિલ"કરે પ્રેમ એ ઈશ્વરનાં સંસ્કાર છે..

........પ્રેમ શ્રુઁગાર .........

શ્રુઁગાર દેહ્નો જોયો ઘણો પણ આ પ્રેમ શ્રુઁગાર ..

આપી દીલ એકમેકને કરીએ પ્રેમ અપાર..

શ્વાશ પરોવી શ્વાશમાઁ બનીએ એક જ શ્વાશ ..

જીવમાં જીવ મેળવી ને બનીયે એક જ એહ્સાસ..

આંખમાં તારી જોઉં પ્રેમ અમીનો હુ તરસ્યો ..

આઁખથી લડાવી આંખ કરુ છું હું અટકચાળો..

વહાલનાં ઉમટે વાદળ પ્રેમ જ હું વરસાવુ ..

હોઠ ગુલાબ તારા તરસ મારી કેમ કરી છીપાવુ .

વાળનો લઉ છાંયો તારો પ્રેમ માઁ હું ખોવાઉ ..

પ્રભુએ આપી સુંદરતા તને મનમાં ખૂબ અઁજાઉ ..

પ્રિયતમા તું સુંદર એટલી શબ્દો પડે છે નાના ..

ઘાટિલા તારા અંગ અંગને વર્ણન પડે ટૂંકા ...

પ્રેમિપન્ખિડાને મળયુ છે પ્રણય ગગન વિશાળ..

ના જોઇએ શ્રુઁગાર કોઈ તારો છે પ્રેમ શ્રુઁગાર ...

સૂધબૂધ ખોઈ તને જોઈ તારુ રૂપ અમાપ ..

"દિલ" થયું ઘાયલ હવે કુદરતે કરી કમાલ ..