ઘટનાં Manisha joban desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

ઘટનાં

14 ઘટના

ઘટ્ના -રહસ્યકથા એ .સી. પી .સૂજ્મસિંગ ની શ્રેણીનો ચૌદમો મણકો .

' ઓહ યા ,કાલે કમ્પ્યુટર પર રાત્રે એટલું મોડું થઇ ગયું ,બપોર પછી ઓફિસ જવાનો છું .જુના થોડા કેસના પેપર સ્ટડી કરું છું .'કીનલ સાથે વાત કરી રહ્યો હતો.
'ઓકે તો નીકળતા મને' 'રિટ્રીટ પિઝા'ની બાજુમાં એક મોબાઈલ સેન્ટર છે ત્યાંથી પીક કરતો જા .કાર આજે સર્વિસમાં છે '
'ઓકે ,મળીયે'
ઓફિસ પર પહોંચી સૂજ્મસિંગે થોડી પ્રિન્ટ્સ ગિરિરાજને આપતા કહ્યું ,'આ પેપર રીફર કરજે અને લેટેસ્ટ વેપન્સની વેબસાઈટ ના અડ્રેસ છે તે રીફર કરવાનાં છે .ગયા વર્ષે જે બહુ મોટું વેપનનું સ્ટોરેજ પકડાયેલું પણ એના મુખ્ય સુત્રધારો તો વિદેશમાં જ હશે .હજુ ખાસ માહિતી કઢાવી શક્યા નથી અને જે માણસ પકડાયેલો એણે લોકપમાં સુસાઇડ કરી લીધો છે .ઇન્સ.સારિકાને પણ ચેક કરી લેવા કહેજે .'અને ઇ મેઇલ જોતા નજર પડી .ઑનલાઇન ચેટિંગ બોક્સમાં કોઈ કોન્ટેક્ટ કરવા ટ્રાય કરી રહ્યું હતું . કોઈ તપન જાવરનો મેસેજ હતો .
'મારી વાઇફ જીગીતા એની ફ્રેન્ડને ત્યાં સોશીઅલ ફંક્શશનમાં સિમલા ગઈ હતી અને પહોંચ્યા પછી સાંજ સુધી કોઈ ફોન નહિ આવ્યો એટલે પહેલા તો મને એમ કે કઈ કામ માં હશે અને મેં ફોન કર્યો તો એ ત્યાં પહોંચી જ નહિ હતી . .અમારા મેરેજને 4 વર્ષ થયા છે એ ફર્સ્ટ ટાઈમ એકલી ગઈ હતી .'
'ઓકે ,તમે અહીં આવી વધુ વિગત જણાવો .'
'સર અત્યારે હું આઉટ ઓફ સિટી મારી એક કામની સાઈટ પર આવ્યો છું ,મને આવતા રાત થઇ જશે '
'તમે આટલું મોડું કેમ કર્યું તરતજ કંમ્પ્લેઇન કરવાની તો અમે સિમલા પોલીસ ને તરત મેસૅજ કરી શકીયે .ઠીક છે હવે કાલે સવારે અહીં આવી જજો .'
ગિરિરાજ ફરી તપનને ફોન કરી વધારે માહિતી કલેક્ટ કર .
બીજે દિવસે સવારે તપન સૂજ્મસિંગ સાથે બેસી વધુ વિગતો જણાવી રહ્યો હતો .

'મારા પપ્પા -મમ્મી મોટી સિસ્ટરને ત્યાં અમેરિકા રહે છે .અમારા અરેન્જ મેરેજ છે જીગીતા મારા મમ્મીના ગામની છે મારી વાઈફ ને મમ્મીએ જ પસંદ કરી હતી .મને તો ખ્યાલ નથી આવતો કે આમ કહયા વગર ક્યાં ગઈ હશે ?'
તમારી વાઇફનાં બધા રિલેટિવ ને ત્યાં તપાસ કરી છે ? '
'એ તો બધા ગામ રહે છે ,હું ખાસ કોઈને ઓળખતો નથી .'
'એનો અર્થ અહીં દિલ્હી માં તમારી વાઈફ જીગીતાનું કોઈ નહોતું .'
'બસ આ એક ફ્રેન્ડ હતી જે સાથે ભણતી હતી એનાં અહીં મેરેજ થયા હતા .એનું બેબી ફંક્શન એના ભાઈને ત્યાં હતું એ માટે સિમલા ગઈ હતી .'
'ઓકે,વધારે કંઈ ખબર મળે એટલે ખબર કરીશું .શિમલામાં હમણાં સ્નો -ફોલ છે એટલે તપાસ કરવામાં જરા વાર લાગે છે એવો સિમલા પોલીસનો ફોન હતો .'
તપનનાં ગયા પછી સુજમસિંગે ગિરિરાજ અને સારિકાને બોલાવી જલ્દીથી તપનની માહિતી જણાવવા કહ્યું .'સર ,તપનની સોસાયટીમાં રહેતા બધાને પૂછ્યું પણ આમ તો જનરલ ઓપિનિયન મળ્યો છે .એક બે ફેમિલી સાથે ઘર જેવા રિલેશન છે .સામેનાં બંગલામાં રહેતા સાહીત જૈન અને એની વાઈફ રિલા ઘણી વાર સાથે પાર્ટી કરતા હોય .જીગીતા આ શહેરમાં નવી આવેલી અને અહીં અજાણી હતી એટલે બધે એની વાઈફ સાથે જતી .'
'ઘરના સર્વન્ટ વગેરે ને બરાબર પૂછ .એકલા રહેતા હતા એટલે સર્વન્ટ્સને જ વાતો ખબર હશે .'

'સર,જનરલ ઈન્કવાયરી કરી હતી એમાં એવું જણાવ્યું હતું કે તપનનો એની વાઈફ વચ્ચે ઝગડો બહુ થતો હતો . મધરનાં ફોર્સને કારણે જીગીતા સાથે લગ્ન કર્યા હતાં અને રિલા સાથે પહેલેથી બહુ ફ્રી રિલેશન હતા જે જીગીતાને પસંદ નહોતું. સિમલા સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજ જોઈ લીધા છે ,ધુમ્મસને કારણે બહુ ઝાંખું દેખાય છે અને પબ્લિક પણ બહુ હતું એટલે બરાબર ખબર નથી પડતી .અને સિમલાની હોસ્પિટલોમાં પણ તપાસ કરાવી છે કોઈ એક્સીડેન્ટ કેસ પણ નથી આવ્યો અને પોલીસ સ્ટેશનમાં પણ કોઈ લાશ મળી હોય એવા ન્યુઝ નથી .
'વહેલી સવારની ટે્ન હતી અને ટેક્ષીમાં જવાની હતી પણ સવારમાં ફોન ડીટેલ જોતા કોઈ ટેક્ષી માટે ફોન નથી થયો.
તો એવું બને કે બહારથી ઓટો લઈને પણ ગઈ હોય મેન રોડથી બીજો જ બંગલો છે .રીક્ષા અને ટેક્ષીવાળાઓ ને ફોટો બતાવી ચેક કર અને પેપરમાં ફોટો સાથે એડ આપી દે .કોઈ જોશે તો માહિતી આપવા કોન્ટેક્ટ કરશે .હાયર મિડલ કલાસ સોસાયટી છે કોઈ સિક્યોરિટીની ખાસ સગવડ નથી .અને સર્વન્ટ પણ સવારે દસ વાગ્યા પછી આવતા અને રાત્રે જતા રહેતા હતા.નોકરો સાથે પણ બહુ રક્ઝક થતી હતી એટલે બે ત્રણ મેઇડ બદલાઈ ગઈ હતી .સવારમાં દૂધવાળો પણ આવે છે એને પણ પૂછ અને મોર્નિંગ વૉક પર નીકળનારા પણ ઘણા હશે .'
બીજે દિવસે તપાસ કરતા ખબર પડી કે સોસાયટીમાંથી એક બે વ્યક્તિ નજીકમાં વૉક પર જતા હતા અને બાકીનાં કાર લઈને નજીકનાં જોગર્સ પાર્કમાં જતા હતાં પણ કોઈ ને એવું કઈ ધ્યાન નથી સામેના બંગલાવાળા સાહીત જૈન બંગલાની લાઈટ સવારમાં ચાલુ જોઈ હતી પણ એવું તો ઘણી વાર હોય એટલે એવું કઈ ધ્યાન નહીં આપ્યું. એ પણ સવારે કાર લઇ જોગર્સ પાર્કમાં વૉક પર જાય છે .'
'ગિરિરાજ ,ફરીથી શહેરમાં તપાસ કર એવું બને કે સવારના અંધારામાં જ રસ્તે અથવા ઓટો કે ટેક્ષીમાં જ એની સાથે કોઈ વારદાત થઇ હોય .જરૂર પડે તો ડોગ સ્ક્વોડની મદદ લે .'
બીજે દિવસે સવારમાં સૂજ્મસિંગ પર તપનનો એકદમ ગભરાયેલો ફોન આવ્યો કે પાણી બંધ થઇ ગયું હતું એટલે માણસને બોલાવ્યો હતો ત્યાં ટાંકી સાફ કરવા ખોલી તો એમાં એમાંથી જીગીતાની લાશ મળી છે . અને આખી ટિમ સ્થળ પર પહોંચી ગઈ .
એટલું તો ચોક્કસ થઇ ગયું કે જીગીતા બહાર નીકળી જ નથી પણ એનો સમાન ક્યાં ગયો ?તરત બધા સર્વન્ટના ઘરોમાં તપાસ કરી પણ કઈ મળ્યું નહિ .ડોગ સ્ક્વોડની તપાસમાં પણ કઈ પરિણામ નહિ આવ્યું .ત્રણ ચાર દિવસ થઇ ગયા હતા એટલે લગભગ કોઈ નિશાન કે સબૂત રહયા નહિ હોય .
પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું અને ગળા પર નિશાન હતા .એની બેગ સોસાયટીની થોડે દૂર કચરામાંથી મળી જેમાં કપડા વગેરે બધું એમ જ હતું .સૂજ્મસિંગની આખી ટીમ વિચારમાં પડી ગઈ .
ઓફિસમાં બેસી ચર્ચા કરતા ઇન્સ.સારિકાએ જણાવ્યું કે ,

' સર ,તપન ના અને સાહીતની વાઈફ રીલાના સંબંધો ચર્ચાસ્પદ હતા .તપન નાં લગ્ન પહેલાનો એની ખુબ નજીક હતો .અને તપનનાં ઘરની કુક એવું કહેતી હતી કે સામેવાળા સાહિત જૈન અમે રસોઈ કરતા હોય ત્યારે પણ બે ત્રણ વાર કિચનમાં આવી જીગીતાભાભી સાથે પર્સનલ થવા ટ્રાય કરતો હતો પણ જીગીતા ભાભી ખાસ રિસ્પોન્સ નહોતો આપતા .'
'ઓહ યસ ,મને એવી કોઈ શક્યતા લાગે છે જ કે સવારમાં દૂધવાળો હશે એમ કરી જીગીતાએ દરવાજો ખોલી નાખ્યો હોય અને કોઈએ અંદર આવી .......ગિરિરાજ જોગર્સ પાર્કના ગ્રુપમાં તપાસ કર એ દિવસે સાહિત જૈન ત્યાં હતો કે કેમ ?' ઇન્કકવાયરી કરતા જાણવા મળ્યું બહુ મોડેથી આવ્યો અને એકાદ્ રાઉન્ડ મારીને નીકળી ગયો હતો .'
સાહીતની સખ્ત પૂછપરછ કરતા શરૂઆતમાં તો આનાકાની કરતો રહ્યો પણ જયારે રિલાએ કહ્યું કે, ઘરેથી તો 5-30 નો નીકળી ગયેલો તો જોગર્સ પાર્ક પર કેમ મોડો પહોંચ્યો ?
અને ...સાહિત ભાંગી પડ્યો .કબુલ કર્યું કે

'સવારે જીગીતા સિમલા જવાની છે એ ખબર હતી .એને સવારમાં એને કારમાં મુકવા જવાનો ચાન્સ મળે એમ વિચારી સવારમાં ઘરે ગયો પણ એને આમ અચાનક આવેલો જોઈ જીગીતા હજુ તૈયાર થઇ રહી હતી અને હું ટેક્ષીમાં જતી રહીશ એમ જણાવ્યું પણ એને નહાઈ ને આવેલી જોઈ હું મારા પર કાબુ નહિ રાખી શક્યો .એણે બહુ વિરોધ કર્યો તો મેં એને કહ્યું રિલા પણ તપન સાથે રિલેશનમાં છે તો પણ એ નહિ માની અને મેં એની સાથે જબરજસ્તી કરવા ટા્ય કરી તો ગુસ્સામાં બુમ પાડવા જઇ રહી હતી તેથી મેં એનું મોઢું દબાવી રાખ્યું અને એ મારા વિરુદ્ધ કંમ્પ્લેઇન કરશે જ તેથી એને પ્લાસ્ટિકની દોરી પડેલી હતી ,તેનાથી મારી નાખી અને ટાંકીમાં નાખી દીધી . એ અહીંથી નીકળી ગઈ હશે એવું બધા માને એટલે બેગ કચરામાં નાખી દીધી હતી '
અને ....સૂજ્મસિંગની આખી ટિમ સ્તબ્ધ થઇ ગઈ .આવી નિર્દોષ વ્યક્તિનો જાન ગયો?
સુજમે,ઉપરીને વિગત જણાવી અને .....ઘર તરફ કિનલ સાથે ફોન પર વાત કરતો જવાની તૈયારી કરવા માંડ્યો .

મનીષા જોબન દેસાઈ