વ્હાલા પપ્પા,
સમય જઈ રહ્યો છે અને હું હજુ પણ તમારા વિશે વિચારી રહ્યો છુ. તમારા વિશે વિચારવું ખુબ જ પીડાદાયક છે છતાં પણ હું ફરી થી તે દરેક વાતો યાદ કરી રહ્યો છુ, અને તે આપણે સાથે વિતાવેલ દિવસો ફરી થી જીવવાની કોશિશ કરી રહ્યો છુ.મને ક્યારેય ખબર ન હતી કે તમારા વગર ની આ જિંદગી મારા માટે લક્ષ્ય વગર ની, શક્તિ વગર ની , વણ કિંમતી, હૃદય વગર ની, નિઃસહાય બની રહેશે.
એ માનવું મારા માટે પીડાદાયક છે કે તમે આ દુનિયા માં નથી અને મારી સાથે નથી છતાં પણ હું હસતા મોઢે આંખો માં આંશુ સાથે આપણે સાથે વિતાવેલ તે દરેક ક્ષણ યાદ કરી ને મારા જીવન ને જીવંત રાખવાના પ્રયત્નો કરી રહ્યો છુ.
જેમ જેમ હું મોટો થઇશ મને નથી ખબર કે મને કોનો પ્રેમ વધારે મળશે પણ હું ત્યારે પણ તમારો તે નાનકો જ રઈશ.
પપ્પા, તમને ખબર છે મેં રાત્રે આકાશ માં જોવાનું બંધ કરી દીધું છે કારણ કે નશીબ એ મારા જીવન નો સૌથી પ્રકાશિત સ્ટાર મારી પાસે થી છીનવી લીધો છે.
મને અત્યારે ઘણા લોકો ગળે લગાવે છે અને સહાનુભૂતિ આપવા ના પ્રયત્નો કરે છે પણ મારા માટે તો તમારું મને ગળે લગાડવું સૌથી ઉર્જા સભર લાગતું હતું, હું તો ભગવાન પાસે એક તક માંગી રહ્યો છુ, તે મને એક વાર તમને ગળે લગાડવા માટે ની તક આપે તો હું તમને સૌથી વધારે જોર થી ગળે લગાવીશ અને તમે ક્યારેય છૂટી ના સકો તેવા જોર થી તમને હું પકડી લઇશ.
પપ્પા, તમે મને મજબૂત બનવાનું કહ્યું હતું પણ હું દિલગીર છુ કે મેં તમારો વિશ્વાસ તોડ્યો, હું ક્યારેય પણ એ વાત મજબૂતી થી સ્વીકારી નઈ શકું કે તમે આ દુનિયા માં નથી અને આપણે ક્યારેય પણ ફરી થી નઈ મળીએ.
મૃત્યુ વિચારતું હશે કે તેણે આપણને અલગ કરી દીધા પણ તેને શું ખબર કે તેણે આપણ ને પહેલા કરતા પણ વધારે નજીક લાવી દીધા છે.
એ કેવું વિચિત્ર કહેવાય કે મેં અત્યાર સુધી તમે મારી સાથે હતા અને મને જે કહેતા, સીખવાડતાં તે હું ના કરતો અને અત્યારે જયારે તમે અમારી સાથે નથી ત્યારે હું તમારા નકશે કદમ પર ચાલી રહ્યો છુ. અને અત્યારે હું એકદમ તેવી જ રીતે જીવી રહ્યો છુ જેમ તમારી ઈચ્છા હતી.
કદાચ હું સમય ને પાછળ લઇ શકતો હોત તો હું તે દરેક પળ ફરી થી જીવવા માંગુ છુ જે આપણે બધાએ સાથે ખુશી થી વિતાવ્યા છે.
હું ઇચ્છુ છુ કે તમે મારા જીવન ના દરેક તબ્બકે મને આકાશ માંથી જોતા રહો અને મારી દરેક સફળતા ને ગૌરવ થી વધાવો. મને એ ગમશે કે તમે ત્યાં તમારા સાથી મિત્રો ને મારી સફળતા વખતે ગૌરવ થી કહો કે જુઓ "look that. That guy is my son. Just like me..Dreamer..Believer..Achiever..!!".
હું તમારો ઘણી બાબત માં આભાર માનવા માંગુ છુ જે કદાચ તમે સાથે હોત તો હું ક્યારે પણ ના માંગી શકત. હું તમારો આભારી છુ મને આ દુનિયા માં લાવવા માટે, હું તમારો આભારી છુ મને આંગળી પકડી ને ચાલતા શીખવાડવા માટે, હું તમારો આભારી છુ ક્રિકેટ બેટ લઇ દેવા માટે, હું તમારો આભારી છુ મને રોજ શાળા એ મુકવા આવવા માટે અને ઘણી વખત મારુ ગૃહકાર્ય કરી આપવા માટે, હું તમારો આભારી છુ મને સાઇકલ લઇ દેવા માટે અને સાઇકલ ચલાવતા શીખવાડવા માટે, હું તમારો આભારી છુ મને દશમાં ધોરણ માં અપેક્ષા મુજબ ના માર્ક્સ ના લાવવા છતાં મને પ્રેમ થી વધારે મેહનત ની પ્રેરણા માટે, હું તમારો આભારી છુ મને ઉચ્ચ અભ્યાસ કરાવવા બદલ, હું તમારો આભારી છુ એના માટે જે અત્યારે હું છુ, અને છેલ્લે હું તમારો આભારી છુ મને આટલો સરસ પરિવાર આપવા માટે.
અત્યારે હું ઘણી વખત નિરાશ થવું છુ કે કઈ સુઝતું નથી હોતું, ત્યારે હું વિચારું છુ કે જો તમે મારી જગ્યા એ હોત તો શું કરત, અને હું પણ તેવું જ કરું છુ, અને હું તે કામ પાર પાડી દઉં છુ.
મને એક વાત નું દુઃખ રહી ગયું છે કે તમે અમને જોઈતી દરેક વસ્તુ આપી પણ જયારે અમારો સમય આવ્યો કામ કરવાનો અને તમારી સેવા કરવાનો ત્યારે તમે અમને મૂકી ને જતા રહ્યા. કદાચ આ વસવસો મને આખી જીદગી રહેશે.
હું તમારા જેવો બનવા માંગુ છુ અને તમારી જેમ જ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક ક્ષેત્ર માં યોગદાન આપવા માંગુ છુ, હું ઇચ્છુ છુ કે હું એ જગ્યા એ પહોંચું જે જગ્યા એ પહોંચ્યા પછી લોકો મારા કરતા તમને વધારે યાદ કરે.
મારે તમને હજુ ઘણું કહેવું છે પણ અત્યારે એટલું જ કઈ શકીશ કે મને ગર્વ છે કે હું એ વ્યક્તિ નો પુત્ર છુ જે વ્યક્તિ એ નિઃશ્વાર્થ ભાવે બધું બીજા માટે લૂંટાવી દીધું છે, મને ગર્વ છે કે હું એ વ્યક્તિ નો પુત્ર છુ જેને જીવન ની દરેક નિરાશા ને હસતા મોઢે સહન કરી અને પોતાની તકલીફો નો ક્યારેય અમને ખ્યાલ જ ના આવવા દીધો કે તેની અસર પણ અમને ના થવા દીધી. મને ગર્વ થાય છે જયારે હું સાંભળું છુ જયારે કોઈ કહે છે કે હું જે છુ તે તારા પપ્પા ના કારણે છુ. મને ગર્વ થાય છે જયારે હું તે વ્યક્તિ ને જોવું છુ જે કદાચ તમે ના હોત તો અત્યારે પણ કઈ ના હોત. મને ગર્વ છે કે હું દુનિયા ના સૌથી ઉત્તમ વ્યક્તિ નો પુત્ર છુ.
પપ્પા મેં ક્યારેય તમને કીધું ન હતું પણ આજે કઉ છુ કે હું તમને ખુબજ પ્રેમ કરું છુ. બસ હવે વધુ કઈ લખવું નથી, બસ તમારો ફરી એક વખત આભાર મને જિંદગી જીવતા શીખવાડવા માટે.
Miss you too much !!!!
તમારો પ્રિય નાનકો.