આખરી મુલાકાત Hardik G Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

આખરી મુલાકાત

રોજ ની જેમ આજે પણ સાંજના સાડા છ વાગે બન્ને એ મળવાનું નક્કી કર્યું હતું. લો ગાર્ડન પાસે નું એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે નો બાંકડો પણ તેમની મુલાકાત માટે જાણે ટેવાઈ ગયો હોય તેમ તેમની આતુરતા થી રાહ જોઈ રહયો હતો.

પ્રેમે નીકળતા પહેલા નિશા ને ફોન કરી ને ઘરે થી નીકળવાનું કહી દીધું હતું. પ્રેમ અને નિશા કોલેજ માં બે વરસ સાથે સમય પસાર કર્યા પછી રોજ સમી સાંજે આ બાંકડા પર ચાલીસ મિનિટ બેસી ને એક મેક માં ખોવાઈ જઇ ને વાતો કરતા, જાણે તેમના માટે આ રૂટીન બની ગયું હતું.

પ્રેમ અને નિશા MBA માં કોલેજ માં સાથે ભણતા હતા. પ્રેમ એ સામાન્ય ઘર માંથી આવતો એક સાદો વ્યક્તિ હતો, તે બીજા કોલેજિયન જેવો જરા પણ ન હતો, તેના માટે અભ્યાસ પૂરો કરી ને તેના પિતા ને મદદરૂપ થવાનો હેતુ મુખ્ય હતો. પ્રેમ ભણવા માં ખુબ જ હોશિયાર હતો, અને તેના કારણે જ તેની અને નિશા ની વાતચીત ની શરૂઆત થઇ હતી. એ પેલો પ્રોજેક્ટ બને જણા ની નજીક આવવાનું કારણ બની ગયો હતો.

પ્રેમ ની એ સાદગી નિશા ને તેની સાથે પ્રિત કરતા રોકી શકી ન હતી. એ બન્ને ની જોડી કોલેજમાં બહુ પ્રચલિત હતી, ઉપરાંત બન્ને અભ્યાસ માં પણ એક બીજા ને પૂરતી સ્પર્ધા પુરી પાડતા હતા. પ્રોફેસર લોકો ને પણ આ લોકો ની જોડી માં વિશ્વાસ હતો અને નિશા અને પ્રેમે પણ બે વરસ માં તેમના લોકો નો વિશ્વાસ માં ખરા ઉતર્યા હતા. જયારે કોલેજ માં છેલ્લા સેમેસ્ટર પછી કંપની જોબ પ્લેસમેન્ટ માટે આવી ત્યારે બન્ને નું પ્લેસમેન્ટ પણ એક જ કંપની માં થયું હતું, જયારે આ સમાચાર પ્રેમ ને મળયા ત્યારે તેની ખુશી નો કોઈ પાર રહ્યો ન હતો. તેના માટે તો જાણે ઉડવું હતું ને ખુલ્લું આકાશ મળી ગયું હતું.

બધું સારું જઈ રહ્યું હતું, પણ અચાનક આજે પ્રેમે નિશા ને ફોન કરી ને સાંજે મળવાનું કહ્યું અને કહ્યું કે આપણે આજે છેલ્લી વખત મળી રહ્યા છીએ. નિશા માટે આ નવું ન હતું, પ્રેમ પેલા પણ આવી મજાક બે વખત કરી ચુક્યો હતી. તેમ છતાં, આ વખતે નિશા ને મન માં કૈક મુંજવી રહ્યું હતું, તે એક્ટિવા લઈને ઘર ની બહાર નીકળી.

નિશા ને એક્ટિવા ચલાવતા પ્રેમ સાથે વિતાવેલા પળો યાદ આવવા લાગ્યા. એ પેલી વખત પ્રેમ સાથે ની મુલાકાત, એ પેલા પ્રોજેક્ટ માટે ની મહેનત, કેન્ટીન માં સાથે બેસવું, એ મજાક મસ્તી , દરેક વસ્તુ તેની આંખો ની સમક્ષ આવી રહ્યું હતું. નિશા તેમ છતાં મન ને મનાવી રહી હતી, આજે કીધા વગર ઓફિસ ના ગઈ એટલે ખોટું લાગયું હશે, તેને મળી ને પ્રેમ સભર ગળે લગાવી લઇસ, એટલે પ્રેમ માની જશે. એમ વિચારતી તે તેમના રોજ ના મળવા ના સ્થળે પહોંચી.

પ્રેમ ત્યાં પહેલે થી જ ત્યાં ઉભો હતો, નિશા એ સ્મિત સાથે તેને ગળે લગાવી લીધો. થોડીવાર બન્ને ચુપચાપ એકબીજા ને જોતા રહ્યા. વાત ની શરૂઆત નિશા એ કરી.

" કેમ મારી સાથે આવું કરે છે ? તને ખબર છે હું કેટલી ચિંતા કરવા લાગી હતી, કેમ નારાજ થયો ?"

"હું મજાક નથી કરી રહ્યો"

તો? નિશા એ ગુસ્સા માં પૂછ્યું.

" આ આપણી આખરી મુલાકાત છે , આજ પછી આપણે ક્યારે પણ નઈ મળીએ".

"પણ, કેમ એવું તે શું થયું છે", પ્રેમ ના અવાજ ની ગંભીરતા જોઈ ને નિશા ચિંતિત થઇ ગઈ હતી.

"કઈ જ નઈ", પ્રેમ જવાબ મક્કમ બની ને આપી રહ્યો હતો.

નિશા રડી પડી હતી હવે અને બોલી ઉઠી, "ઘર માં કઈ થયું ? આંટી સાથે ઝગડો થયો ?"

"ના" પ્રેમે ટૂંક માં પતાવ્યું.

" કોઈ બીજી ગમે છે", પ્રેમ ના ટૂંકા જવાબ થી અકળાઈ ને બોલી.

" ના", પ્રેમ પણ મક્કમ બની રહ્યો હતો..

"સારું, તું ના બોલ, હું જવું છુ ઘરે, ગુસ્સો ઉતરી જાય પછી ફોન કરજે મળશું"બોલી ને નિશા ત્યાંથી ગુસ્સા માં પણ આંશુ સાથે નીકળી ગઈ.

ચાર દિવસ વીતી ગયા, આ વાત ને પણ હજી પ્રેમ અને નિશા ને વચ્ચે વાત નથી થઇ, નિશા ના મેસેજ નો પણ પ્રેમે જવાબ નથી આપી રહ્યો. નિશા ઘરે છે અને ન્યૂઝ પેપર વાંચી રહી છે અને અચાનક તેની નજર એક આર્ટિકલ પર પડે છે, જેમાં લખ્યું હોય છે :

" દોસ્તી ની સાચી મિસાલ : એક મિત્ર માટે બીજા મિત્ર એ કર્યા શરીર ના અગત્ય ના અંગો ના દાન અને વહોરી લીધું મોત".

પ્રેમ હવે આ દુનિયા માં નથી, તે મિત્ર માટે પોતાની ફેમિલી અને નિશા ને મૂકી ને આ દુનિયા છોડી ને જતો રહ્યો છે, પણ નિશા આજે પણ એ બાંકડા પર સાડા છ વાગે એકલી બેસેલી જોવા મળે છે.