Tuteli Daali books and stories free download online pdf in Gujarati

તૂટેલી ડાળી

“તૂટેલી ડાળી

એક ઘર સળગી રહ્યું હતું, અને ઘર ની બહાર થોડા લોકો આગ ને બુઝાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. થોડે દૂર એક અઢાર ઓગણીસ વરસ ની છોકરી એની મમ્મી સાથે ઉભી રડી રહી હતી. થોડીક તપાસ કર્યા પછી ખબર પડી કે એ છોકરી નું જ એ ઘર હતું, એ ત્યાં તેના મમ્મી સાથે રહેતી હતી. તેના પિતા તેને છોડી ને બહુ દૂર ચાલી ગયા હતા, કદાચ એક બે વરસ પહેલા જ મૃત્યુ પામ્યા હશે તેના પપ્પા.

મારા થી ત્યાં થોભી જવાયું. નોકરી એ જવાનું મોડું થતું હોવા છતાં હું ત્યાં રોકાઈ ગયો. હું તે છોકરી ને રડતા જોઈ રહ્યો હતો. તેની આંખો માંથી આંશુ નીકળી ને તેના ગાલ પર થઈ ને નીચેની તરફ વહી રહ્યા હતાં. એનું દરેક આંસુ મેં ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો. એક આંસુમાંથી એનું આ ઘરમાં વિતાવેલું બાળપણ સરી પડ્યું. બાળપણ માં મમ્મી પપ્પા સાથે વિતાવેલી દરેક સુખદ પળ સરી પડી જાણે ! એ પપ્પા ની પીઠ પર સવારી કરી ને આખા ઘર માં કરેલો શાહી પ્રવાસ પણ સરી પડ્યો. તો જાણે બીજા આંખમાં થી સરેલા આંસુ માં તેના સપનાઓ દેખાણા. જેમાં ઉચ્ચ અભ્યાસ કરી ને મમ્મી ને દુનિયા નું બધું સુખ આપવું મુખ્ય હતું. મમ્મી સાથેનો એ વર્લ્ડટુર નો પ્લાન પણ સરી પડયો જાણે ! મારા જેવા આવારા માણસ ને કેમ આટલી સમજણ પડતી હતી તેના આંસુ ની, ખબર નઈ !

હું ત્યાંથી ચાલ્યો ગયો, બધું જોયું, બધું સમજ્યું છતાં પણ જાણે મને કંઇજ ફેર ના પડતો હોય તેમ ચાલી નીકળ્યો. ઓફીસ માં કામમાં કઈ ધ્યાન લાગી રહ્યું ન હતું, બસ દિવસ પસાર કર્યો ઓફીસમાં. રાત્રે ઘરે આવ્યો છતાં તે છોકરી અને તેની મમ્મી નો ચહેરો સામે આવી રહ્યો હતો, ઊંઘ પણ નહોતી આવી રહી. આમતેમ પડખા ફર્યો છતાં પણ તે બંને ના ચહેરા જ સામે આવી રહ્યા હતા. હું ઉભો થઈ ને મારા ફ્લેટ ની બાલ્કની પર ઉભો રહ્યો, લાઇટર થી સિગારેટ સળગાવી અને અંધારા માં દૂર દૂર સુધી જોતો રહ્યો, ઠંડી નો સમય હતો તેથી સિગારેટ ના કશ એ ઠંડી માં આનંદ આપી રહ્યા હતા. ફ્લેટ ની સામે ના ખાલી એરિયા માં એક બહુ જુના વૃક્ષ ની ડાળી તૂટેલી દેખાઈ, બીજી એક સિગારેટ જલાવી ને તેનો કશ મારી ધુમાડો જોર થી આકાશ ની તરફ ફેંક્યો અને મારા રૂમમાં આવીને સુઈ ગયો.

સવારે અનાયાસે ફરી એકવાર બાલ્કની માં જવાયું. એ તૂટેલી વૃક્ષ ની ડાળી હજી ત્યાંજ હતી, હું ત્યાં જોતો રહ્યો પહેલા એક બળદ તે ડાળી પાસે આવ્યો અને મોઢાં માં લઈ ને તે ડાળી ચાવવા લાગ્યો, પછી કદાચ તેની જરૂરિયાત સંતોષાઈ ગઈ હોવા થી તે ચાલ્યો ગયો. હું હજી ત્યાંજ ઉભો હતો, એટલાં માં જ મારે ત્યાં ના દરેક ફ્લેટ માં ન્યૂઝપેપર નાખતો ફેરિયો આવી ચડ્યો. સવાર ના વહેલી પરોઢ માં પડેલા વરસાદ ના કારણે તેના ચપ્પલ માં લાગેલા કિચડ ને તેણે તે ડાળી પર જોરથી ઘસ્યો અને ત્યારબાદ બીજા પગને પણ ઘસ્યો અને તે અંદર આવી ગયો. તે વૃક્ષ ની તૂટેલી ડાળી હજી હલી રહી હતી. કદાચ તે પગ ના જોર થી ઘસાવા નો 'ફોર્સ' હજી તે મહેસૂસ કરી રહી હતી.

એ તૂટેલી ડાળી નો લોકો પોતપોતાની જરૂરિયાત મુજબ ઉપયોગ કરતા ગયા અને અચાનક ન જાણે કેમ તે મમ્મી પુત્રી નો ચહેરો મારી આંખો સામે આવી ગયો. મે વિચાર્યું તેમની પરિસ્થિતિ તો પણ આ વૃક્ષ ની ડાળી જેવી તો.........મારે ખરાબ વિચારવું ન હતું. હું બાલ્કની માંથી જલ્દી અંદર ગયો. જલ્દી જલ્દી સ્નાન કર્યા પછી મારા નિત્ય ક્રમ મુજબ ઓફિસે નીકળવા માટે ઉતાવળા ઉતાવળા લિફ્ટ તરફ ભાગ્યો. કોઈ કારણોસર ત્રણ ચાર મિનિટ વિતી ગઈ છતાં પણ લિફ્ટ ના આવતા હું પગથિયાં તરફ દોડ્યો. એક શ્વાસે હું દોડી ને પાંચમા માળ થી પાર્કિંગ તરફ ગયો. બાઇક લીધી અને દોડાવી તે છોકરી ના ઘર ની તરફ. દશ મિનિટ માં તો ટ્રાફિક વાળા રસ્તા માં સલવાયો. મારે જલ્દી પહોંચવું હતું ત્યાં, જોવો હતો ચહેરો તેમનો. જેમતેમ હું ત્યાં પહોંચ્યો. ત્યાં કોઈના મળ્યું મને ના તે દીકરી ના તેની મમ્મી ! હું નિરાશ થઈ ગયો. મારા પગલાં ધીમે ધીમે તે સળગી ગયેલા ઘર તરફ મંડાણા. ત્યાં પહોંચીને હું દીવાલ પર મોટા મોટા પડેલા કાળા ડાઘ જોઈ રહ્યો હતો જાણે એ કાળા ડાઘ કોઈ ભાવિ નું સુચન કરી રહ્યા હતા. એક વૃધ માજી બાજુના ઘરમાં થી નીકળ્યા મેં તેમની પાસે જઈ ને પૂછપરછ કરી. એ માજી ના જણાવ્યા અનુસાર તે વહેલી સવારે જ તેના પપ્પા ના મિત્ર આવી ને બન્ને ને લઈ ગયા.

હું પાછો મારા બાઈક તરફ વળ્યો અને ઓફીસ જવા નીકળ્યો. આમ જ દિવસો વીતતા રહ્યા અને હું તે માતા પુત્રી ને ભૂલી રહ્યો હતો / ભૂલવા નો પ્રયત્ન કરી રહ્યો હતો.

એક દિવસ ઓફીસ માં લંચ દરમિયાન એક સહકર્મચારી તેના પાડોસ માં આવેલા આધેડ વ્યક્તિ એ એક માતા પુત્રી ને પોતાના ઘરે રહેવા આપ્યું અને મદદ કરી તે ચર્ચા કરી રહ્યો હતો. મને ખ્યાલ આવી ગયો કે એ માતા પુત્રી આ લોકો જ હશે. ખબર નહી મને તેમની કેમ પડી હતી, હું ત્યારેજ નીકળી પડ્યો એ મિત્ર ના ઘર તરફ. ત્યાં પહોંચ્યો થોડી તપાસ કરતા મને તે આધેડ નું ઘર પણ મળી ગયું. તેના ઘર પાસે પહોંચતા જ બારી માંથી મને દેખાણૂ કે તે વ્યક્તિ પેલી છોકરી ની મમ્મી સાથે વાત કરી રહ્યો હતો અને તેના હાથ પહેલી સ્ત્રી ના ખભા પર હતા અને તે હાથ ધીમે ધીમે બ્લાઉઝ ની કિનારી એ રહેલા શરીર તરફ વધી રહ્યા હતા અને વાત વાત માં ત્યાં હાથ ફરી પણ જતો. એ શરીર પ્રતિકાર કરી શકતું નહિ. કદાચ પુત્રી ના ભવિષ્ય માટે એ.......... મેં આગળ વિચારવા નું બંધ કર્યું અને હું ત્યાંથી પાછો વળી ગયો અને ન જાણે કેમ મારી આંખો સામે મારા ઘરની સામે રહેલા વૃક્ષ ની તૂટેલી ડાળી આવી ગઈ !

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED