Strangers books and stories free download online pdf in Gujarati

અપરિચિત

“અપરિચિત”

રાહુલ આજે પણ રોજ ની માફક ઓફિસ જવા માટે નીકળી રહ્યો હતો, ત્યાં જ મમ્મી એ રસોડા માંથી બૂમ મારી.

“ટિફિન તૈયાર છે, લઇ લે"

હા મમ્મી, રાહુલ રસોડા ની તરફ જતા બોલ્યો.

રાહુલ નો આ નિત્યક્રમ હતો, તે સવાર માં 9 વાગ્યે ઘરે થી ઓફિસ જવા માટે નીકળતો અને એએમટીએસ ની બસ માં બેસી ઓફિસ જતો. રાહુલ આ નિત્યક્રમ થી અકળાઈ ગયો હતો, તેને આમાંથી મુક્ત થવું હતું અને આનાજ કારણે તે નવી નોકરી ની શોધ માં હતો. અનેક વાર તે અલગ અલગ જગ્યા એ interview આપ્યા પણ સફળ થયો ન હતો. તેમ છતાં પણ તેના અથાગ પ્રયત્નો ચાલુ હતા.

એક દિવસ રાહુલ રોજ ની જેમ જ બસ સ્ટેન્ડ પર ઉભો હતો ત્યારે તેણે એક વ્યક્તિ ને જોયો. લાંબા વાળ, લાંબી દાઢી, ફાટેલા કપડાં, તે વ્યક્તિ ને જોતા લાગતું હતું કે તે ઘણા દિવસો થી નાહ્યો પણ નહિ હોય. રાહુલ આ વ્યક્તિ ને પહેલી વખત જોઈ રહ્યો હતો છતાં તેને લાગી રહ્યું હતું કે તે આ વ્યક્તિ ને પહેલા મળેલો છે, ક્યાંક તો તેણે આ માણસ ને જોયો છે, પણ ક્યાં જોયો છે તે તેને યાદ આવી રહ્યું ન હતું. તે માણસ બસ સ્ટેન્ડ ના બાંકડા પર આવી બેસી ગયો. રાહુલ હજી પણ તેને જોઈને કઈ યાદ કરવાની કોશિશ કરી રહ્યો હતો. એટલા માં જ તેની બસ આવી અને તે બસ માં બેસી ઓફિસ જવા નીકળી ગયો.

રાહુલ ઓફિસે થી ઘરે આવી ગયો હતો, છતાં પણ હજી તેની આંખો સામે થી પહેલા માણસ નો ચહેરો જતો ન હતો. ક્યાંક તો તે માણસ ને મળ્યો હતો અથવા કંઈક તો તેની સાથે રાહુલ ને જોડતું હતું. રાહુલ વિચારતા વિચારતા રોજ ના ક્રમ મુજબ Facebook સર્ફ કરતા કરતા ઊંઘી ગયો.

બીજે દિવસે જયારે રાહુલ બસ સ્ટેન્ડ પર પહોંચ્યો ત્યારે તેણે પહેલા વ્યક્તિ ને તે બાંકડા પર બેઠેલો જોયો. હવે આ રોજ નું થઇ ગયું હતું. રાહુલ તેને રોજ તે જગ્યા એ બેસેલો જોતો.

અઠવાડિયા પછી..........

"મમ્મી કાલે મારે સવાર માં interview છે તો વહેલો ઉઠાડજે", રાહુલે મમ્મી ને કહયુ.

"મમ્મી જો આ જગ્યા એ નોકરી નું થઇ ગયું ને તો મજા આવી જશે, શીખવા પણ ઘણું મળશે અને પગાર પણ" રાહુલ મમ્મી સાથે વાત ચાલુ રાખી.

“થઇ જશે દીકરા" મમ્મી એ રાહુલ ને પ્રેમ થી માથા પર પંપાળતા કહ્યું.

સવાર માં બસ સ્ટેન્ડ પર પહોંચતા જ રાહુલ પહેલા વ્યક્તિ તરફ જોઈ ને તેના તરફ smile આપી, પહેલો વ્યક્તિ પણ આ જોઈ ને અચંબા માં પામ્યો. રાહુલ ની બસ આવી ને તે બસ માં બેસી ગયો, આ વખતે રાહુલ પોસિટીવ હતો, તેને વિશ્વાસ હતો કે તે આ નોકરી મેળવી ને જ રહેશે. રાહુલ interview ની જગ્યા એ પહોંચ્યો, થોડી વાર આજુબાજુ નું વાતાવરણ જોઇને તે કંપની માં ગયો. પ્રાથમિક ઔપચારિકતા પુરી કરી ને રાહુલે interview આપ્યું.

હવે તે પાછો ઘરે આવી રહ્યો હતો, બસ સ્ટેન્ડ પર પહોંચ્યો, પહેલા વ્યક્તિ પાસે ગયો અને ત્યાં જઈ ને બેસી ગયો. રાહુલ તેને ઓળખી ગયો હતો, છતાં પણ અજાણ બની ને વાત ચાલુ કરી.

"શું નામ છે તમારું?"
“રોજ અહીંયા કેમ બેસો છો, ઘરબાર છે કે નઈ?”

પહેલો વ્યક્તિ તેની સામે આશ્ચર્યજનક બની ને જોઈ રહ્યો હતો.

રાહુલે ચાલુ રાખ્યું, " કેટલા મહિના ઓ થી નાહ્યા નથી ?"

"પાણી તો મફત મળે છે ને, નહિ તો શકો ને" "
ચાલો આપણે તમારા વાળ અને દાઢી કપાવવા જઈ એ".

રાહુલ આટલું બોલ્યો ત્યાં જ પહેલો માણસ ત્યાંથી ઉભો થઇ ને ચાલવા ગયો.

"તમે આવી રીતે નઈ જઈ સકો, આજે તમારે મારી વાત સાંભળવી પડશે, મહેશ ભાઈ"

પહેલો માણસ અચાનક ઉભો રહી ગયો, જાણે એણે મહિના ઓ પછી કોઈના મોઢે પોતાનું નામ સાંભળ્યું હશે, તેની આંખો રાહુલ ને ઓળખવા નો પ્રયત્ન કરી રહી હતી.

રાહુલ બોલ્યો, "મહેશ ભાઈ તમે મને નહિ ઓળખો પણ હું તમને ઓળખું છુ, હું તમને Facebook માં ફોલો કરતો હતો, તમારું દરેક લખાણ મને મોટીવેટ કરતુ, હું મારી હતાશા દૂર કરવા તમારા લખાણો વાંચતો, અને એજ મને મારી દરેક નિષ્ફળતા સામે લડવા માટે પ્રેરણા આપતું, અને આજે પણ હું interview માં જતા પહેલા તમારું જૂનું લખાણ વાંચી ને ગયો હતો અને તેના કારણે મને ઘણી હકારાત્મક ઉર્જા મળી"


મહેશ ભાઈ ધ્યાન થી રાહુલ ની વાત સાંભળી રહ્યા હતા, રાહુલ બોલી રહ્યો હતો " જયારે મેં તમને પહેલી વખત અહીંયા જોયા ત્યારે જ મેં તમને ઓળખી લીધા હતા, રાત્રે મેં Facebook પર ની તમારી પ્રોફાઇલ માંથી તમારા ઘરે ફોન કર્યો અને ત્યાંથી મને જાણવા મળ્યું કે તમેં પાંચ મહિના થી લાપતા છો, તમારા પત્ની એ તમારી વાત કરી કે તમારા લખવાના શોખ ના કારણે તમે તમારી નોકરી મૂકી દીધી, પરંતુ, પછી તમને યોગ્ય platform ના મળતા તમે હતાશા માં શરકી ગયા, તમે હતાશા ના અંધકાર માં ઊંડા ને ઊંડા ઉતરી ગયા. અને એક દિવસ ઘર છોડી ને ચાલી નીકળ્યા".

પણ, મહેશ ભાઈ મને વિશ્વાસ છે કે તમે જરૂર સફળ થશો, જેમના કારણે મારા જેવા કેટલાય રાહુલે સફળતા નો સ્વાદ ચાખ્યો છે તે કઈ રીતે નિષ્ફળ જઈ સકે ??

આટલું બોલતા જ રાહુલ ને મહેશ ભાઈ એ અટકાવી દીધો ને તેના ગળે લાગી ગયા, મહેશ ભાઈ રોઈ રહ્યા હતા, તેમને મન માં શરમ હતી કે તે તેમના ઘર ના સભ્યો ને છોડી ને ચાલી નીકળ્યા હતા. હવે રાહુલે તેમને બધું ભૂલી જવા કહ્યું અને તે તેમને ઘરે લઇ ગયો.

મહેશ ભાઈ ના આગમન થી તેમના ઘર ના લોકો ની ખુશી નો પાર રહ્યો ન હતો, તેમના માટે તો આ ખુશી ની સૌથી મોટી ક્ષણ હતી અને રાહુલ કોઈ ફરિસ્તા થી પણ કમ ન હતો. રાહુલ હસતા ચહેરે ત્યાંથી વિદાઈ લઇ રહ્યો હતો ને મન માં તેને શાંતિ થઇ રહી હતી કે કે વ્યક્તિ ના કારણે તેના જીવન માં બદલાવ આવ્યો તે વ્યક્તિ સાથે તે કંઇક સારું કરી શક્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED