Love Story, Ahmedabad to Bangalore books and stories free download online pdf in Gujarati

લવ સ્ટોરી, અમદાવાદ ટુ બેંગલોર

"લવ સ્ટોરી, અમદાવાદ ટુ બેંગલોર"

“79 ગઈ?" પ્રેમ અમદાવાદ ના ઇન્ડિયા કોલોની વિસ્તાર માં આવેલા AMTS ના બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યારે તેના કાને આ મધુર અવાજ સંભળાયો. પ્રેમે મોબાઇલ માંથી ધ્યાન હટાવી ને ઉપર જોયું તો એક સુંદર યુવતી એ આ પ્રશ્ન તેને પૂછયો હતો.

" સોરી, ખબર નઈ, હુ હજી હમણાં જ આવ્યો છુ" પ્રેમે ફોર્મલ સ્માઈલ સાથે જવાબ આપ્યો, અને પાછો ફોન માં લાગી ગયો.

પ્રેમે ફોન માં ધ્યાન તો આપ્યું પણ તેને એ ચહેરો આકર્ષી ગયો, માટે તેણે ફરીવાર ઉપર જોયું પરંતુ તેને બાજુ માં તે યુવતી મળી નહી, તેણે ફરીવાર આમતેમ જોયું પરંતુ તે ક્યાંય જોવા ના મળી. એટલા માં પ્રેમ નો મિત્ર તેને પીક અપ કરવા આવ્યો અને પ્રેમ અને તેનો મિત્ર તે સ્થળે થી નીકળી ગયા. આ પ્રેમ નો નિત્યક્રમ હતો, પ્રેમ ને તેનો મિત્ર રોજ ત્યાંથી જ ઓફિસ માટે પીકઅપ કરતો હતો.

પ્રેમ અમદાવાદ ની એક પ્રખ્યાત ટાઇલ્સ ની કંપની માં જોબ કરતો હતો, આજે પ્રેમ તો ઓફિસે પહોંચી ગયો હતો, પણ તેના ચહેરા સામે થી પેલી યુવતી નો ચહેરો જતો જ ન હતો. આજે કામ માં પણ ધ્યાન લાગતું ન હતું, કદાચ આનેજ પહેલી નજર નો પ્રેમ કહેવાતો હશે, એમ વિચારીને પ્રેમ એકલો એકલો હસ્યો. હવે પ્રેમ તેને મળવા માટે આતુર હતો અને બીજા દિવસ ની રાહ જોઈ રહ્યો હતો.

બીજા દિવસે પ્રેમ બસસ્ટેન્ડ વહેલો પહોંચી ગયો અને તે યુવતી ની રાહ જોવા લાગ્યો, આજે તે ફોન ના બદલે રસ્તા પર જ ધ્યાન આપી રહ્યો હતો, ક્યાંક તે ચહેરો નજરે ચડી જાય પણ તેવું ના બન્યું, આવું અઠવાડિયા સુધી ચાલ્યું પણ તે સુંદર યુવતી બીજી વાર પ્રેમ ને મળી જ નઇ. પ્રેમ તો આજુબાજુ ની સોસાયટીમાં પણ તેને ગોતવા માટે આંટો મારી આવ્યો હતો, પણ તે તેના આ પ્રયત્ન માં નિષ્ફળ રહ્યો. રોજ પ્રેમની આજુબાજુ ઘણી છોકરીઓ ઉભી રહેતી બસ ની રાહ જોઈ ને પણ પ્રેમ ના હૃદયમાં તો પહેલી છોકરી નો ચહેરો વસી ગયો હતો.

હવે પંદર દિવસ થઇ ગયા છે આ વાત ને, છતાં પણ પ્રેમ ને તે યુવતી જોવા મળી જ નઇ.

"પ્રેમ ભાઈ, બોસ તમને ઓફિસ માં બોલાવી રહ્યા છે " પટાવાળા કાનજી એ પ્રેમ ને કહ્યું.

" મે આઈ કમ ઈન સર ? " પ્રેમે ઓફિસ માં આવવાની રજા માગતા કહ્યું.

" આવ પ્રેમ" બોસ બોલ્યા.

"પ્રેમ તારે બેંગલોર જવાનું છે, ત્યાંની બ્રાન્ચ માં યુ.એસ થી એક ક્લાયન્ટ આવી રહ્યા છે તેને તારે અટેન્ડ કરવાના છે, અને તેના માટે તારે આ બુધવારે જ નીકળવાનું છે."

"ઓકે સર" પ્રેમ બોલ્યો.

-------------------------------------------------------------

પ્રેમ બુધવારે ટ્રેન માં બેંગલોર જવા નીકળ્યો, તે થોડો નર્વસ હતો અને મન માં ક્લાયન્ટ માટે તૈયાર કરેલા પ્રેઝન્ટેશન રટી રહ્યો હતો. બેંગલોર પહોંચતા જ પ્રેમ તેની હોટેલ માં જ સીધો ગયો અને તે દિવસ આખો હોટેલ માં જ રહ્યો અને કલાયન્ટ સાથે ની મીટીંગ ની તૈયારી જ તેણે મોડી રાત સુધી કરી.

બીજે દિવસે પ્રેમ બેંગ્લોર ની પાંચ સિતારા હોટેલ માં પહોંચ્યો જ્યાં તેની મીટીંગ હતી, પ્રેમ ના ક્લાયન્ટ સાથે ની મીટીંગ પુરા બે કલાક ચાલી અને તે તેના પ્રયત્નો માં સફળ રહ્યો અને ક્લાયન્ટ તેની કંપની સાથે ડીલ કરવા સહમત થયા. ત્યારબાદ ક્લાયન્ટ સાથે ના બિઝનેસ ડીનર પછી તે ત્યાંથી નીકળી ગયો, તે ખુશ હતો આજે તેણે એક મોટો પ્રોજેક્ટ મેળવ્યો હતો. હોટેલ ની બહાર કંપની ની કાર તેની રાહ જોઈ રહી હતી, પ્રેમ તેમાં બેસી ગયો.

રાત્રી ના દસ વાગી ગયા હતા અને બહાર ઝરમર વરસાદ પણ આવી રહ્યો હતો, પ્રેમ ગાડી ની બહાર જોઈ રહ્યો હતો. અચાનક પ્રેમે ડ્રાઈવર ને ગાડી રોકવા કહ્યું, તેનું આજે વરસાદ માં પલળવાનું મન હતું, તેણે ડ્રાઈવર ને હોટેલ માં પહોંચવા કહ્યું અને તે ચાલતા આગળ નીકળી ગયો, રસ્તામાં તે વરસાદ માં ભીંજાવા નો આનંદ લઇ રહ્યો હતો અને અંધારામાં એકલા એકલા ચાલ્યો જઈ રહ્યો હતો ત્યાં અચાનક જ તેને પાછળ થી એક બુમ સંભળાઈ, તે પાછો વળી ને કઈ સમજે એ પહેલા એક એક્ટિવા તેની સાથે જોર થી અથડાઈ અને તે રોડ પર પડી ગયો. પ્રેમે ઉપર જોયું તો એક્ટિવા પર બીજુ કોઈ જ નઈ પણ એજ યુવતી હતી જે તેને અમદાવાદ ના બસસ્ટેન્ડ પર મળી હતી.

" તમે !!" પ્રેમ એકદમ આશ્ચર્ય સાથે આંખો પહોળી કરી ને જોઈ રહ્યો, તેને તેની આંખો પર ભરોસો જ થઇ રહ્યો ન હતો.

"સોરી..હુ....બ્રેક....."અચકાતા અચકાતા તે યુવતી બોલી.

પ્રેમે એકદમ તેનો હાથ પકડી લીધો અને કહ્યું " હુ પ્રેમ, ઓળખાણ પડી ?, અમદાવાદ માં મળ્યા હતા ?"

"હાઇ, હુ નિશા, પણ ઓળખાણ ના પડી"

પ્રેમે નિશા ને તે દિવસ યાદ કરાવ્યો, પણ એ વસ્તુ અલગ હતી કે ત્યારપછી ની તેની ફીલિંગ્સ કઈ ના સકયો.

" સોરી, તમને વાગ્યું તો નથી ને ?" નિશા બોલી

" વાગ્યું તો છે, પણ તમને નઈ ખબર પડે" પ્રેમ મનમાં બોલ્યો.

"શું ? કઈ કહ્યું તમે ?"

"ના, કઈ જ નહી, હુ એમ કહેતો હતો કે હુ તમને એક શરતે માફ કરી શકું"

"કેવી શરત !!"

"આપણે બન્ને પલળી તો ગયા જ છીએ તો એક એક ગરમ ગરમ કપ ચા પીવા જઈએ ? જો તમને પ્રોબ્લેમ ના હોય તો "

"હમમમ, ઓકે ચાલો જઈએ" નિશા એ એક મિનિટ વિચારી ને જવાબ આપ્યો. અને બન્ને ત્યાં નજીક માં આવેલી એક કેન્ટીન માં ચા પીવા ગયા.

"તમે, અહીંયા ક્યાંથી ?" પ્રેમે નિશા ને પૂછ્યું.

" હુ અહીંયા જોબ કરું છુ અને અહીં એક પેયીન્ગગેશ્ટ તરીકે રહુ છુ" આમ મૂળ હુ અમદાવાદ ની જ" નિશા એ જવાબ આપ્યો.

"હુ પણ અમદાવાદ થી જ, મીટીંગ માં આવ્યો હતો" પ્રેમે પૂછ્યા વગર જ કહ્યું.

"મને વરસાદ માં પલળવાનું બઉ જ ગમે એટલે ચાલતો ચાલતો હોટેલ જઇ રહ્યો હતો"

"મને પણ, એટલે જ તો હુ પણ એક્ટિવા લઇ ને નીકળી પડી"

બન્ને હસી પડ્યા, વરસાદ વધી રહ્યો હતો અને પ્રેમ અને નિશા ની વાતો ચાલી જ રહી હતી, જાણે તે એકબીજા ને વરસો થી ઓળખી રહ્યા હોય.

"લાગે છે, વરસાદ નઈ રોકાય" નિશા બોલી.

"એક કામ કરીએ, મારી હોટેલ અને તમારો ફ્લેટ પણ દૂર છે તો જવું થોડું રિસ્કી છે અને વરસાદ વધી જ રહ્યો છે અને આપણે ઓલરેડી પલળી જ ગયા છીએ તો હવે આપણે શું કરીએ?"

"જો તમને વાંધો ના હોય તો મારુ સામે ઘર છે ત્યાં તમે રોકાઈ શકો છો" કેન્ટીન વાળો ભાઈ મદદે આવતા બોલ્યો.

"વરસાદ વધી રહ્યો છે અને તમારા લોકો પહેલેથી આટલા પલળી ગયા છો, બીમાર પડી જશો" તે ભાઈ આગળ બોલ્યો

પ્રેમ અને નિશા સહમત થઇ ગયા, બન્ને કેન્ટિન માલિક ના ફ્લેટ પર પહોંચ્યા. ફ્લેટ પર કોઈ જ ન હતું. બન્ને જણા એ ટુવાલ થી પોતાનું શરીર લુછયુ. પણ કપડાં બીજા ના હતા તો તે પહેરી રાખવા સિવાય તેમની પાસે કોઈ ઉપાય જ નહતો.
નિશા ભીંજાવા ના કારણે ધ્રુજી રહી હતી અને પ્રેમ ત્યાંથી થોડે દુર બારી માંથી બહાર જોઈ રહ્યો હતો,બહાર હજી વરસાદ આવી રહ્યો હતો. પ્રેમ દુર થી જ નિશા ને જોઈ રહ્યો હતો, વરસાદ માં ભીંજાયેલી નિશા પહેલા કરતા પણ વધારે સુંદર લાગી રહી હતી. પ્રેમ અચાનક જ નિશા ની નજીક પહોંચ્યો, તેણે નિશા ને ખભા પર થી પકડી ને પોતાની તરફ ખેંચી અને તેના હોઠ પર એક જોરદાર કીસ કરી લીધુ, નિશા એ પોતાની જાત ને સંભાળી અને તેણે પ્રેમ ને થોડો પાછળ ધકેલ્યો, પણ પ્રેમ ફરીવાર થી નજીક ગયો અને નિશાની ગરદન પર કીસ કરવા લાગ્યો, હવે નિશા પણ કઈ બોલી ના શકી અને તેણે પોતાની જાત ને પ્રેમ ને સોંપી દીધી, બહાર વીજળી કડકવાનો બઉજ જોર થી અવાજ આવ્યો અને અંદર પ્રેમ અને નિશા દરેક હદ ઓળંગી ચુક્યા હતા. આજે વરસાદ ની આ રાત બે યુવાન હૈયા ને એકદમ નજીક લાવી ગઈ.

સવારે વરસાદ રહી ગયો હતો, પ્રેમ અને નિશા ઉઠીને કેન્ટિન માલિક ને ચાવી આપી ચાલ્યા ગયા, પ્રેમ એ ચાવી આપી ત્યારે કેન્ટિન માલીક પ્રેમ સામે લુચ્ચું હશ્યો, પણ પ્રેમે આ વાત પર ધ્યાન ન આપ્યું અને તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. પ્રેમ તેજ દિવસે અમદાવાદ આવી ગયો અને પોતાના રૂટીન માં લાગી ગયો.

--------------------------------------------------------------

ચાર મહિના વીતી ગયા હતા પ્રેમ ને બેંગલોર થી આવ્યા અને તેના સફળ થયેલી મીટીંગ થી તેને જે પ્રોજેક્ટ મળ્યો હતો તે પ્રેમ ની બઢતી નું કારણ બન્યો હતો, પ્રેમ હવે સિનિયર પોસ્ટ પર હતો.

એક દિવસ પ્રેમ ઓફીસ માં અગત્ય ના ડોકયુમેંન્ટ ચેક કરી રહ્યો હોય છે ત્યારે પ્રેમ ના ફોન ની રિંગ વાગે છે અને પ્રેમ ફોન ઉપાડે છે...

"હેલ્લો, હેલ્લો પ્રેમ" સામે થી નિશા રડી રહી હોય છે

"શું થયું?, કેમ રડે છે?" ચિંતાભર્યા સ્વરે પ્રેમે પૂછ્યું

"એ રાત્રે, ત્યાં.....કેન્ટિન" નિશા એ રડવાનું ચાલુ રાખ્યું.

"મને શરખી રીતે કહે, શું થયું ?"

"ત્યાં તે ફ્લેટ માં કેમેરા હતા, તે રાત્રે આપણે જે કર્યું તે કેમેરા માં કેદ થઇ ગયું" નિશા ભાંગી પડી.

"શું !!" પ્રેમ પણ ઢીલો પડી ગયો.

"અને હવે તે કેન્ટિન માલિક મને બ્લેકમેઇલ કરે છે અને બદનામ કરી આપવાની ધમકી આપે છે" નિશા આગળ બોલી.

હવે પ્રેમ ને તે કેન્ટિન માલિક નું કપટી ભર્યું હાશ્ય સમજ માં આવ્યું.

"તું અમદાવાદ આવી જા" પ્રેમ બોલ્યો, આપણે અહીંયા થી કઈ કરીશું.

"ઓકે" નિશા બોલી....

નિશા તે જ દિવસે ફ્લાઇટ પકડી ને અમદાવાદ આવી ગઈ, પ્રેમ તેને રિસીવ કરવા ગયો.

બીજે દિવસે નક્કી કર્યા મુજબ પ્રેમ અને નિશા રિવરફ્રન્ટ પર મળ્યા, જ્યાં આજે પહેલી વખત પ્રેમે નિશા ને પ્રપોઝ કર્યું અને નિશા એ તે સ્વીકાર્યું. હવે તેમની પાસે એક જ મુશ્કેલી હતી અને તે હતી તે બ્લેકમેઇલર. પ્રેમ અને નિશા એ મળી ને એક પ્લાન નક્કી કરી રાખ્યો હતો, અને તે લોકો હવે સામેથી બ્લેકમેઇલર ના ફોન ની રાહ જોવા લાગ્યા.

એક દિવસ નિશા ના ફોન ની રીંગ વાગી, સામે થી અવાજ આવ્યો

"અમદાવાદ પહોંચી જઈશ તો બચી જઇસ, એમ ?"

નિશા એ પ્લાન મુજબ નાટક કર્યું, "પ્લીઝ, તમે કહેશો એમ અમે કરીશું, બોલો શું જોઈએ?"

"પચાસ લાખ" સામ છેડે થી જવાબ આવ્યો.

"પણ....પણ આટલા બધા" નિશા અચકાઇ

"કરું વીડિયો વાયરલ ?" બ્લેકમેઇલર ધમકી ભર્યા સ્વરે બોલ્યો.

"ના, પ્લીઝ અમને ટાઈમ આપો", નિશા એ વિનંતી કરી.

"પંદર દિવસ" સામે છેડે થી મહોલત મળી.

"ઓકે" નિશા બોલી

"હુ અમદાવાદ આવીશ, પંદર દિવસ પછી અને તમારે લોકો એ પચાસ લાખ લઇ ને કાલુપુર રેલવે સ્ટેશન આવવાવાનું છે" બ્લેકમેઇલરે કહ્યું

"પોલીસ ને કહ્યું તો વીડિયો વાયરલ" બ્લેકમેઇલેર આગળ બોલ્યો.

"ના કોઈ ને નહિ કહીએ" નિશા બોલી

નિશા એ નક્કી કર્યા મુજબ આ કોલ રેકોર્ડ કરી રાખ્યો હતો અને પ્રેમ અને નિશા તે જ દિવસે કાલુપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે પણ આ વાર્તાલાપ સાંભળી ને મદદ કરવાનું વચન આપ્યું.

પંદર દિવસ પછી પોલીસે છટકું ગોઠવી દીધું અને નિશા તે મુજબ કાલુપુર પહોંચી, ત્યાં બે કલાક રાહ જોયી, પણ બ્લેકમેઇલેર આવ્યો જ નઇ પણ તેનો ફોન જરૂર આવ્યો....

"પાગલ સમજ્યો છે મને ? પોલીસ ને જાણ કેમ કરી ? હવે જો તમે લોકો બદનામ, ક્યાંય મોઢું બતાવવા લાયક નહિ રહો." બ્લેકમેઇલેર ગુસ્સે થી બોલી રહ્યો હતો.

"હેલ્લો, પણ..........હેલ્લો" ફોન કટ થઇ ગયો..

નિશા ત્યાંજ ચક્કર આવવાના કારણે પડી ગયી, પ્રેમ પોલીસ ની મદદ થી નિશા ને હોસ્પિટલે લઇ ગયો, ત્યાં થોડા ચેકઅપ પછી ડોક્ટરે પ્રેમ ને બતાવ્યું કે નિશા પ્રેગનેન્ટ છે, અને આ સમાચાર પ્રેમ અને નિશા માટે દુકાળ માં અધિક માસ જેવું હતું. પ્રેમ અને નિશા બન્ને જણા ખુબજ ગભરાઈ ગયા હતા, તેમને શું કરવું તે જ ખબર પડી નહોતી પડી રહી.

પ્રેમ અને નિશા એ થોડા કલાકો વિચાર્યા પછી એક નિર્ણય લીધો અને તે બન્ને જણાએ પોતાના માતાપિતા ની બદનામી ના થાય તે કારણે સાબરમતી માં જંપલાવી જીવ આપી દીધો.

હવે પ્રેમ અને નિશા આ દુનિયા માં નથી, પોલીસે ફોન રેકોર્ડ ની બાતમી ના આધારે બ્લેકમેઇલેર ની ધરપકડ બેંગલોર થી કરી લીધી છે. પ્રેમ અને નિશા ના માતાપિતા ચોધાર આંશુ એ રડી રહ્યા છે, પ્રેમ અને નિશા ની થોડીવાર ની ઉતાવળ અને ગભરામણ ના કારણે તેમના માતાપિતા એ તેમના સંતાનો ગુમાવ્યા છે, કેન્ટિન માલિક ને તેની લાલચ જેલ તરફ લઇ ગઈ છે.......

ફરીવાર એક પ્રેમકહાની અધૂરી રહી ગયી છે....

-----------------સમાપ્ત---------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED