અસ્તિત્વ Hardik G Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ

આભા ઓફિસે થી આવી ને સોફા પર બેસી ને પાણી પી રહી હતી, ત્યાં જ તેની નજર કેલેન્ડર પર ગઈ. આજે 23 જાન્યુઆરી હતી, આ એજ દિવસ હતો જયારે આભા ની જિંદગી માં આકાશ આવ્યો હતો. આજ થી સાત વરસ પહેલા આકાશ અને આભા ના લગન થયા હતા.

આજ ના દિવસે આભા ભૂતકાળ માં સરી પડી. સાત વરસ પહેલા ની આભા મહત્વાકાંક્ષી હતી. તેને પોતાનું લક્ષ્ય મેળવવું હતું. તે માટે તે ગમે તેટલી મહેનત કરી છુટવા તૈયાર હતી.

આભા જ્યારે કોલેજ માં હતી ત્યારે તેના પર રેડિયો જોકી બનવાની ધુન સવાર હતી, અને તે તેના માટે તૈયારીઓ પણ ખુબ કરતી, તેને કોલેજ ના ઘણા કાર્યક્રમો નું સંચાલન કરેલું હતું તેથી તેના માટે માઇક પર બોલવું કઈ મોટી વાત હતી નઈ અને આમેય આભા ને બોલબોલ કરવાની બઉજ આદત હતી અને તે વાતો કરતા ક્યારેય થાકતી નહી.

આભા ને આવીજ રીતે એકવાર કોઈ એ રેડિયો જોકી હન્ટ ની માહિતી આપી અને આભા એ બઉજ ઉત્સાહ થી તેમાં ભાગ લીધો. આભા ના આત્મવિશ્વાસ ના કારણે તેને આમાં વિજેતા બનાવી અને તેને રેડિયો માં નોકરી મળી ગયી, આભા માટે આ નોકરી કરતા ખૂબ જ આનંદ મળી રહ્યો હતો. આભા હવે ખુબ જ ફેમ મેળવી રહી હતી અને તેના કારણે તેને દેશ વિદેશ માં કાર્યક્રમ નું સંચાલન કરવાની પણ તક મળવાની ચાલુ થઇ ગયી હતી.

આભા આવીજ રીતે એકવાર બેંગલોર એક કાર્યક્રમ માટે ગયી હતી ત્યાં તેની મુલાકાત આકાશ સાથે થયી. આકાશ ને પહેલી નજરે જોતા જ આભા સાથે પ્રેમ થયી ગયો હતો, પણ આભા આવી રીતે પહેલી નજરે કોઈ ને પસંદ કરે તેવી ન હતી. આ કાર્યક્રમ માં તેણે આકાશ સામે ખાસ કઈ ધ્યાન પણ આપ્યું ન હતું, પણ આકાશ તેને ગમે તેમ કરી ને આભા ને મેળવવી હતી. આકાશે ગમે તેમ કરી ને આભા નો નંબર મેળવ્યો અને તેની સાથે વાતો કરવા લાગ્યો.

આભા ને આ યોગ્ય લાગતું ન હતું, પણ આકાશ અવાર નવાર કોઈ ના કોઇ બહાને ફોન કરતો રહેતો. આકાશ એક ધનવાન કુટુંબ નો સભ્ય હતો એટલે તે દેખાવે સ્વાભાવિક પણે સારો લાગતો અને એટલે જ થોડીક મુલાકાતો પછી જયારે આકાશે લગ્ન કરવા માટે પ્રપોઝ કર્યું ત્યારે આભા ના પાડી સકી નહિ.

આભા અને આકાશ ના લગ્ન પણ બન્ને ના ઘર ની સહમતી થી ધામધૂમ થી થયાં. હવે આભા ઘર અને નોકરી વચ્ચે સારી રીતે. તાલમેળ જાળવી રહી હતી.

આભા ને આવીજ રીતે એક વખત એક કાર્યક્રમ માટે બહાર જવા નું થયું, આ વખતે તેની સાથે નોકરી કરતો અક્ષત પણ ગયો હતો. આભા ને ખ્યાલ હતો કે આકાશ થોડો વધારે જ આભા ને પ્રેમ કરતો હતો અને આભા કોઈ બીજા પુરુષ સાથે વાત કરે તે પસંદ ના હતું, તેથી આભા એ અક્ષત પણ તેની સાથે જઇ રહ્યો છે તે વાત છુપાવી.

ત્રણ દિવસ ના કાર્યક્રમ પછી આભા અને અક્ષત પાછા આવી ગયા અને પોતાના રૂટીન માં લાગી ગયા. આ વાત ને હવે ત્રણ મહિના થઇ ગયા હતા અને આકાશ ને કોઇ જગ્યા એ થી ખ્યાલ આવી ગયો કે આભા અને અક્ષત સાથે ગયા હતા તેની ખબર પડી, આભા ને આ વાત આકાશે પૂછી તો શરૂઆત માં કોઈ ઝગડો ના થાય એટલે આભા ખોટું બોલી પણ આકાશ નો ગુસ્સો અને વાત વધી જતા આભા એ સ્વીકાર્યું કે અક્ષત પણ સાથે હતો. હવે આ વાત પર આકાશ અને આભા વચ્ચે વચ્ચે ઝગડો થવા લાગ્યો.

હવે વાત ખુબ જ વધી ગઈ અને બન્ને વચ્ચે છુટાછેડા સુધી વાત પહોંચી ગયી, ઘર ના લોકો એ ખુબ સમજાવ્યું પણ છેવટે બન્ને છુટાછેડા લઇ લીધા. લગ્ન ના દોઢ વરસ માં જ બન્ને અલગ પડી ગયા. છુટા પડ્યા ત્યારે આભા ગર્ભવતી હતી પણ આકાશ ને લાગતું હતું કે તે સંતાન નો પિતા અક્ષત છે.

આભા ના માતા પિતા પણ આભા ને સ્વીકારવા તૈયાર ના થયા, તેમના માટે એવી દીકરી ને ઘર માં રાખવી કે જે ગર્ભવતી છે અને જેનો પતિ તે બાળક પોતાનું નથી તેવું કઈ ચુક્યો હોય, તેવી દીકરી ને ઘર માં રાખવી સમાજ માં મોંઢું ન બતાવી સકાય તેવી પરિસ્થિતિ થાય એટલે તેમણે પણ આભા માટે ઘર ના દરવાજા બંધ કરી દીધા.

આભા હવે જૂનું શહેર છોડી ને બીજા શહેર માં રહે છે, તે એક ઓફિસ માં જોબ કરે છે અને પોતાની દીકરી નો ઉછેર કરી રહી છે, તેણે પોતાની ઓળખાણ બદલાવી નાખી છે. આભા હવે પોતાની દીકરી માટે જીવી રહી છે અને તેના ઉછેર માં કોઈ ઊણપ ના આવે તેનો ખ્યાલ રાખી રહી છે. આભા હવે પોતાના દીકરી માટે પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહી છે.