સપનામાં Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

સપનામાં

સપનામાં- વિજય શાહ

અમુલખ રાય અને આરતી વચ્ચે સમજણ ખુબ જ હતી અને તેય એક તરફી. પણ તે દિવસે તો હદ જ થઇ ગઈ ઘરની બહાર તેમને કાઢી મુક્યા અને ફરમાન થયું કે ભાડાની કોટડી ખાલી કરો મહીને ૨૦૦૦ ડોલર ના કમાઇ શકતા હો તો આ ઘરમાં રોટલોય નહીં મળે અને ઓટલો ય નહીં મળે. આ મારું ઘર છે અને મારું જ કહ્યુ ચાલશે.. તમને રીટાયર થવાનો અધિકાર નથી.

આરતી જ્યારે ગાંડપણ નાં આવેશમાં હોય ત્યારે જાણી જોઇને વાંકુ બોલે કે અમુલખ રાય કેમ કર્યા પોતાના ધારે ચાલે. અને તેનો ધારો ય કેવો કે ઢળી ત્યાં ઢળી નહીંતર ગમે તેટલું સમજાવો પણ ફક્ત હું જ સાચી બાકી આખી દુનિયા ખોટી ની જક પકડેલી રહે જ

અમુલખ રાય સમજાવે અને ના સમજે ત્યારે આરતીનો ૪૨ વર્ષનો સંગાથ મનમાં ધરી ચુપકીદી પકડી લેતા.. પણ આજે તો બેગ અપાઇ ગઈ. પૈસા લેવાઇ ગયા અને જાવ કામે લાગો અથવા બીજુ ઠેકાણૂં શોધી લો નો તાપ વધતો જ ગયો.

એ જેમ બોલતી ગઇ તેમ તેનો ભૂતકાળ તેને પ્રત્યુત્તર આપતા રોકતો ગયો. તે પણ કહી શકતો હતો જિંદગીનાં પુરા ૪૨ વર્ષો ખુબ કમાયો હતો. અને બચતની સમજ નહોંતી તેથી તે આજનો દિવસ જોઇ રહ્યો હતો. ખાવ પીઓ અને મઝા કરોમાં મુખ્યત્વે અનિયમિત આવકો અને તઘલઘી અને તરંગી સ્વભાવ જ કામ કરતો હતો... તે બધા સમયમાં આરતીએ અબુધ અવસ્થામાં સાથ આપ્યો હતો પણ હવે તે થાકી હતી. તેને ઘણા કાલ્પનીક ભયો સતાવતા હતા.. તે ભયો જેવા કે મોટી ઉંમરે હોસ્પીટલાઇઝેશન, એકલતા અને પરાધીન પરિસ્થિતિ. હવે કેટલીય વાર અમુલખ રાયે કહ્યુ પણ હતું કે આ બધા ભય આ ઉંમરે બધાને હોય છે કંઇ તુ એકલી ઓછી છે કે જેને સાહીઠ પછી આ ભયો નથી સતાવતા?

આરતી કહેતી પૈસા બચાવ્યા હોય તો સારી સારવાર મળે, કોઇ સેવા કરે અને સામુ પણ જુએ.

અમુલખ રાય કહે હા તુ સાચી છે.. પણ ઉપરવાળાનો હિસાબ તને નથી સમજાતો અને હું સમજાવું તો તને સમજવું પણ નથી બાકી તું જ કહે મોટી ઉમરે અમેરિકા આવ્યા ત્યારે શાને માટે આવ્યા હતા તે તો કહે..પેટે પાટા બાંધીને બંને દીકરીઓને ભણાવી ગણાવી અને સ્થિરતા બક્ષી. પણ તે કામમાં કશું બચાવી ના શક્યા તે આપણો વાંક નથી? હવે હાથ પગ ચાલતા બંધ થયા અને મોટી ઉંમરને કારણે નોકરી મળતી નથી તો તે તબક્કે તારે આવા અંતિમો પકડવા હોય તો પકડ.. હું તો ચાલ્યો જઇશ ભારત.

બસ થયો ભડકો અને એપારટ્મેંટ બહાર ફેંકાઇ ગયા.

“ બસ ચાલતા થાવ...ત્યાં પણ કોણ તમને સંઘરે છે તે હું પણ જોઇશ.”

ધડામ દઇને બારણું બંધ થયું...

અમુલખ રાય જાણતા હતા કે આ ગુસ્સો ઓગળશે ત્યાં સુધીમાં તેમના માનભંગને રુઝારો મળવાની શક્યતા નહોંતી.

તેમણે કશું લીધુ નહીં અને ધીમે પગલે બહાર ચાલવા માંડ્યુ ૪૨ વર્ષનાં લગ્નજીવનમાં કદાચ આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે બારણૂં ધડામ દઇને આટલી જોરમાં અથડાયુ હતુ.

આ અમેરિકા હતુ પણ અમુલખમાં તો એકલું જ ભારત હતું.

આવા નિકાલાને અમેરિકન કાયદાની ભાષામાં ઓબ્સ્ટ્રેક્ષન ઓફ લિવિંગ રાઇટ કહેવાય. તે પણ પોલિસ બોલાવી શકે છે.. માનહાની નો દાવો કરી શકે છે.પણ આરતી માટે આવું બધું હું કરું? એના કરતા તો ચુપ ચાપ ચાલ્યા જવું એ ડહાપણ નું કામ છે.પગલા સબડીવીઝનની બહાર જવાનાં ચાલુ થયાને મનોજ ખંડેરીયાની ગઝલ મનમાં ગુંજાવા લાગી હાથમાં કારોબાર રાખ્યો તેં, ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું, ખીણની ધારોધાર રાખ્યો તેં.

આરતી તેં બરોબર આવું જ કર્યુ હતુંને?

મહેનત કરીને જે કમાયો તે તારા હાથમાં દીધુને તેં કરકસરનાં નામે માંડ્યા વહેવાર કાપવા..પહેલો નિયમ પૈસા હાથવગા ના જોઇએ...એ પૈસા આપણા નહીં મારા છે. અરે ત્યાં સુધી કે ખર્ચો કરતા પહેલાં મને પુછવાનું. તને પૈસાની સમજ ના પડે.. ભૉળા ભગવાન જેવો તું છે તને આખી દુનિયા છેતરવા જ બેઠી છે.

તું ફક્ત પૈસા કમા અને મને આપ..જ્યારે કમાતો હતો ત્યારે તે પૈસા આપ્ણા હતા ને ક્યારે તે આપ્ણામાં થી તારા(આરતીના) થઇ ગયા તેની મને તો હજી આજે જ ખબર પડી જયારે તેં કહ્યું કે પૈસા મારા બચાવેલા છે તેથી તે આપણા નહીં મારા છે સમજ્યો? આરતી આટલી ઉઘાડી લૂંટ? તું કહે છે આખીદુનિયા મને છેતરવા બેઠી છે પણ તે દુનિયામાં સૌથી મોટી લુંટ તુ કરી રહી છે તેની મને જાણ આજે જ પડી...ગાય વસુકી ગઈ છે ને? કાઢો હવે.

એક મોટો નિઃસાસો નાખીને એપાર્ટ્મેંટ તરફ નિરાશ નજરે જોયું અને અમુલ્ખ બબડ્યો આરતી તું પણ આમ છેલ્લે પાટલે બેસી ગઈને? તેં પૈસા બચાવ્યા ક્યારે? હું કમાયો તેની કમાણીમાં થી ને? ખૈર ભગવાન તારુપણ ભલુ કરે અને આંખમાં થી સરેલા અશ્રુની જેમ મને તુ ભુલે...

સબડીવીઝાન પુરુ થઇ ગયુ હતુ. હાઇવે આવી ગયો હતો. ભૂતકાળમાં રહેવું ન હોય તો તેને ભુલવો પડે.. આરતી તને દુઃખોજ જોવાની ટેવ છે અને મને સુખો.. આપણે ૪૨ વર્ષથી એક મેક ને છેતરતા રહ્યા છીએ તેવું તને લાગે છે જ્યારે મને તો એવું નથી લાગતુ કારણ કે મેં તો તું જેવી છે તેવી સ્વિકારી છે જ્યારે તને વારંવાર હું તારી કલ્પનાનો બાંકો જબરો અને રુઆબદાર અમુલ જોઇએ છે. મેં બહું જ પ્રયત્નો કર્યા પણ તારી કલ્પના એટલી બધી બદલાતી કે હું બદલાઇ બદલાઇ ને થાકી ગયો. ભલા મને હું જે છું તે રીતે જ સ્વિકારને? પાકા ઘડે કેટલા કાઠલા ચઢાવ ચઢાવ કરીશ?

ચાલ!

આજે કોઇ પણ આવરણો વિના હું મને મળીશ.

મારી મરજી મુજબ હું મુક્ત ગગને વિહરીશ

મુક્ત ગગને વિહરવા તૈયાર પંખીને ક્યાં ખબર છે કે ગગન એકલા તેના જેવા પંખીઓથી નથી ભરેલુ... તેમાં સમડી અને ગરુડ જેવા પંખીને ખાઇ જનારા પણ છે તો સાપ અને અજગર પણ છે. ઠંડી સાંજ પણ છે અને ધોમ ધખતી બપોર પણ છે. આશરો ખરી ભાષામાં આશરો છે તે જતા મુક્તિની કદીક આકરી કિંમત પણ આપવી પડે છે. શતરંજની બાજીમાં હારતો રાજા બીજી બાજીમાં જીતી પણ શકે છે..રમતમાં થી ઉઠી જનાર ખેલદીલ નહીં હારેલો ખેલાડી જ કહેવાય છે. અમુલખરાય થંભી ગયા. નજીકનાં ગેસસ્ટેશને ફાઉટંન ઉપર પાણી પીધુ અને નજીકનાં પાર્કીંગ લોટમાં બાંકડે બેઠા અને જાતને પ્રશ્નો પુછવાના શરુ કર્યા..

આરતી ક્યાં ખોટી છે?

તે ક્યાં ખોટી નથી? ભૂતકાળનાં દુઃખોમાં પડ્યા રહેવું એ કંઇ સારી નિશાની છે? હવે તે સમયે તકલીફો હતી તો હતી તેનું આજે શું છે? આજે તો તે તકલીફો નથીને? તો પછી શા માટે મને ટકોર્યા કરે છે? એના સર્વ દુઃખોનું મૂળ હું? અને એને ધારેલા સર્વ સુખોમાં હું ક્યાંય નહીં? છોકરા ઉછેર્યા તે સમયે રસોઇ કરી તે બરોબર...પણ તે રસોઇ નું સીધુ સામાન આવ્યું ક્યાંથી? હા. ઘર તે સરસ સજાવ્યુ પણ તે ઘર બન્યુ કેવી રીતે? બેંક લોન ભરી કોણે? તેના બધા પ્રશ્નોનાં જવાબ મારી પાસે છે.પણ હવે થાકી ગયો તારી બેવડી નીતિ થી...તું પણ ઠર અને મને પણ ઠરવા દે. એને ડુસકા આવતા હતા.

“ અમુલ! કેમ રડો છો?” આરતી તેને ઢંઢોળતાપુછતી હતી

ઉંઘમાંથી ઝબકીને ઉઠેલા અમુલખ રાય બોલ્યા “ હેં! કંઇ નહીં.. હું રડતો હતો?”

“ હા જાણે મેં તને કાઢી મુક્યો હોય અને તારે ના જવું હોય તે રીતે રડતો હતો.”

મનમાં ને મનમાં વિસ્મીત થતા અમુલ બોલ્યો “ હા. તારું ચાલે તો તું મને કાઢી મુકે તેમા કોઇ શક નથી પણ ૪૨ વર્ષનો પ્રેમ તને અને મને તેમ કરતા રોકે છે. અને આવું સપનુ પણ આવે તેથી તો રડવુ આવે ?...’.

“શું?” આરતીએ પુછ્યુ

“કંઇ નહીં “ધીમા અવાજે અમુલખરાયે જવાબ વાળ્યો. અને વિચાર્યુ આતો સપનુ હતુ ..."યાર! તુ તો સપનામાં પણ કેટલી ભયાનક લાગતી હતી?"