Bank marvani saja books and stories free download online pdf in Gujarati

બંક મારવાની સજા

બંક મારવાની સજા- વિજય શાહ

સોળ વર્ષની અનેરી કાયમ તેની માથી ચીઢાતી.મનમાં ને મનમાં કહેતી મા તું ઢાંકણું ના બન પણ છાંયડો બન.. મને સુરજ જોવો છે ને તું કહ્યા કરે ના તાપમાં ના જવાય..કાળી પડી જવાય હા. મારી મા આ ટીવી સદા કહે છે દરેક સિક્કાને બે બાજુ હોય..તું તો મને બીજી બાજુ જોવા જ નથી દેતી.”

. ... “હા બેટા ઝેરનાં પારખા ના હોય.. અને અમે તારા કરતા વધુ દુનિયા જોઇ છે ....સમજી...”

ભારતથી અમેરિકા આવેલી અનેરી ટીવી જુએ અને તેને અમીરિકાની દુનિયા જોવાની જાણવાની ઇચ્છા થાય... પણ બે છેડા ભેગા કરવા મથતા મા અને બાપ તેના આ સ્વપ્ના પુરા કરવાને બદલે ડરાવી ડરાવીને ઘરે બેસાડી રાખવા માંગતા હતા...બે ત્રણ મધ્યમ વર્ગી મિત્રો સાથે કૉલેજ જતી.. અને આપણે તો હજી નવા નવા કરીને મન મારીને રહી તો જતી પણ તે દિવસે સહ્પાઠી એરીને તેને હોટેલમાં મળવાને આમંત્રણ આપ્યું.. અને બેળે બેળે દબાવી રાખેલ ઇચ્છા ઉછળી . અહીં હોટેલમાં જુવાનીયાઓ કેવી મઝા મસ્તી અને ધમાલ કરે તે જાણ્વા અનેરીએ તો એરીક ને કહી દીધું તું રાત્રે ૧૧ વાગે લેવા આવજે.. પપ્પા તો નાઇટ શીફ્ટમાં હશે અને મમ્મીને સવારની શીફ્ટ્માં જવાનું તેથી તે તો નવ વાગે પપ્પાને વિદાય કરી સુઇ જાય.. મોડી રાત્રે પાછા આવી જઇશ તો કોઇને ખબરેય નહીં પડે.

બારણું ખોલીને જાય તો મમ્મી જાગી જાય તેથી બારી માં જાળી ખીસકાવીને તે સહેજ પણ અવાજ નાથાય તે રીતે નીકળી ગઈ. એપાર્ટ્મેંટની બહાર એરીક તેની ગાડી લઇને ઉભો હતો “ હાઇ અનેરી..કેમ છે?”

“થોડીક બીક તો લાગે છે પણ..”

હવે પણ અને બણ છોડ..આપણે અહીં વૉલમાર્ટનાં કંપાઉડમાં જામેલા મેળામાં જઇએ છે અને લાઉડ મ્યુઝીક સાંભળીએ..

બધુ ધાર્યા પ્રમણે થયુ..એરીક ડાહ્યો અને સજ્જન હતો..તેણે કોઇ પણ ઉતાવળ કરવાની કે ઉછાંછણાપણું ના બતાવ્યું ( મમ્મી કાયમ જે બાબતે ડરાવતી હતી તેમાંનું કશું જ ના થયું)

પાછા આવ્યા ત્યારે એરીક તો તેને એપાર્ટમેંટ પર મુકીને નીકળી ગયો.. મ્મ્મી ખોટી ખોટી ભડકાવ્યા કરે છે..દુનિયા આખી ખલુજનોથી ભરેલી છે...સારા માણસો પણ હોઇ શકે છે...

એણે એના એપાર્ટ્મેંટની બારી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખુલી નહીંહવે તનવી ગભરાઇ.. મમ્મી જરુર જાગી ગઈ છે.. હવે તેનું આવી બનવાનુ છે..એટલે તે શેરીમાં પાછી વળી ગઈ..થૉડોક સમય જવવા દૌં અને ત્યાં સુધીમાં મમ્મી સુઇ જશે..

દસેક મીનીટમાં પાછી આવી ફરી બારી ખોલવા ગઇ અને લેડી પોલિસે તેને પકડી...

એપાર્ટ્મેંટની ઑફીસે તેને લઇ ગયા...

“તમે કેમ એપાર્ટ્મેંટ ડી ની બારી ખોલતા હતા?”

“ હું તો એપર્ટમેંટ “સી”માં રહું છું હું મારા ઘરમાં જતી હતી...”

“ બારીમાંથી? કેમ તમારી પાસે તમારા એપાર્ટ્મેંટની ચાવી નથી?”

“ છે ને પણ મમ્મીની ઉંઘ ના બગડે તેથી બારી ખોલીને હું બહાર નીકળી હતી...

એપાર્ટ્મેંટનાં ચોકિદારે પોલિસ સાથે જઇ ને એપાર્ટ્મેંટ “સી”ની બારી ખોલી તો તે ફટ્ટ કરતા ખુલી ગઈ

“તમારુ નામ?”

“અનેરી ભટ્ટ”

“જન્મ તારીખ?”

“જુન ૨૭.”

થોડીક મનની ગભરામણ શાંત થઇ એટલે નવાપાડોશી ટોમને જોયો અને એને સમજાયુ કે રાત્રે ભુલમાં તે ટોમનાં એપાર્ટ્મેંટને ખોલી રહી હતી ત્યારે અગમચેતી સ્વરૂપે ૯૧૧માં ફોન કરી દીધો હતો...

પોલિસનાં પ્રશ્નો પત્યા પછી એપાર્ટમેંટનાં ચોકીદારે પોલિસને અરજી બતાવી ફોટા ઉપરથી અવની ઓળખાઇ અને તેનો પોલિસ રેકૉર્ડ ચેક કરીને તેને જવા દીધી પણ સાથે સુચન કર્યું કે સવારનાં એપાર્ટ્મેંટ મેનેજર આવે ત્યારે તમારા પપ્પા મમ્મીને લઇને આવી જજો.. અમારે રીપોર્ટ તો નોંધવો પડશે...

ટોમની વારંવાર માફી માંગતી અનેરીને લેડી પોલિસે ફરી એક વખત કાનૂન શીખવતા કહ્યું “ બહેન જુવાની તો અમને ય આવી છે પણ અમે કાયદાને હાથમાં નથી લીધો સમજ્યા? પછી ઠંડો ફુત્કારો મારતા બોલી ઘરમાં શંતિથી રહો અને આવા ઉધામાના મારો તો આ અમારા જેવાની આખી રાતની મહેનત બચે ખરીને?”

અનેરી એ પોતાની રીતે બચાવ કર્યો પણ અત્યારે તેને વારંવાર મમ્મીની સલાહ યાદ આવતી હતી કે ઝેરનાં પારખા ના હોય..પણ આ ભુલ હતી..કદાચ આવેશ અને ડર બંને ભેગા થયા હતા...હા અને એકલ પંડે પોલિસ, વિફરેલો પાડોશી અને ચોકીદારને સમજાવી તો શકી હતી..

ભયનું લખલખુ હજી તેના શરીર ને કંપાવતું તો હતું જ...

એપાર્ટમેંટ્માં આવે પાંચેક મહીના થયા હતા તેથી મેનેજરને અનેરી સારી રીતે ઓળખતા..પપ્પા અને મમ્મી બંને ને તો સાથે સવારે લવાય નહીં તેથી તેણે બારણું ખખડાવ્યું ત્યારે ઉંઘરેટા ચહેરામાં અનેરીને પુંછ્યું

“તું ક્યારે બહાર નીકળી?”

“મમ્મી લાંબી વાત છે..પણ હું માની ગઈ કે તું જે કહે છે તે ભલે જુનવાણી હોય તો પણ આજનાં સંદર્ભે તું સાચી છે...તારી રજા લીધા વિના એરીક સાથે કાલે પાર્ટીમાં ગઇ હતી.”

“હેં?”

“ હા” થોડીક ક્ષણો જવા દઇને તેણે માંડીને વાત કરી અને છેલ્લે મમ્મી મને માફ કરીશને?”

અનેરીની ધારણા વિરુધ્ધ મમ્મી ગુસ્સે ના થઇ પણ હીબકે ચઢી ગઈ ...” આવા સંસ્કારો અમે નથી આપ્યા દીકરી..તું બારી તોડીને બહાર ગઇ? આ ભૂમીનો આ પ્રતાપ છે . તેટલામાં પપ્પા કામે થી આવી ગયા હતા

મા દીકરી બંને એક સાથે એક સરખા રોતલ ચહેરામાં એટલે તેણે પુછ્યું શું થયું.. આ માતમ શાને લીધે?”

બંને ની વાતો સાંભળી પપ્પા બોલ્યા “ ચાલો હવે આ રોવા ધોવાનું બંધ કરો”

પછી બંનેને પાણી આપતા બોલ્યા..

આ અમેરિકા છે..અહીં જે છે તે આપણે ત્યાં નથી..અને તે ૧૬માં વર્ષે પુત્ર મિત્ર વદાચરેત..એટલે કે દીકરી અને મા કે દીકરો અને બાપ અંતર ભુલીને સહજતા પૂર્વક વાત કરે.. હવે મેનેજર ને હું મળવા જઇશ.. અને એક વાત અનેરી તારે સમજવાની...

“ પપ્પા હું તો પોલિસે જ્યારે મને પકડી ત્યારથી જ સમજી ગઇ છું અને તે મમ્મીની વાત સાચી છે ભલેને તે ૪૦ વર્ષો પૂર્વેનો તેનો અભિપ્રાય કેમ નથી? એમાં રહેલી લાગણીઓ સમજીએ તો આવા અકસ્માતો થી બચી જવાય...”

થોડીક શાંતિ પછી અનેરી બોલી..” બા તારી આ વાતો ભલેને ચાલીસ વર્ષ જૂની હોય પણ તેમ કરતા મને તકલીફો ના પડે તે કાળજી વધુ તાજી અને સાચી વાત છે..

ત્રણેય ચહેરા મલક્યા અને પપ્પા એપાર્ટ્મેંટ મેનેજર પાસે જઇને બોલ્યા...” મારી દીકરી હવે આવી કોઇ ભુલ નહી કરે અને અજાણતા થયેલ આ ભુલે અનેરીને વધુ સજાગ કરી છે.”

એપાર્ટ્મેંટ મેનેજરે હસતા હસતા કહ્યું..તમે તમારી દીકરીને મુક્તિ હજી આપી નથી? તે તેની મરજી પ્રમાણે બહાર ના નીકળી શકે?”

પપ્પા હસતા હસતા બોલ્યા.. તે હક્ક તેમને તેમના લગ્ન પછી મળે તેવું અમારા સમાજમાં છે...અને ભલે કદાચ જૂન વાણી લાગતા પણ રાત્રે દસ પહેલા દીકરો હોય કે દીકરી ઘરે હોવા જ જોઇએ..તે અમારો આગ્રહ છે જે તેમના ભલા માટે છે...

ત્યાં પાછળથી અનેરી ટહુકી- મમ્મીને ભય હતો કે રાત્રે બહાર જાય તો ખલુ માનવોથી ભરેલી દુનિયા છે કોની નિયત ક્યારે બદલાઇ જાય તે ખબર ના પડે..તેથી એ ખલુ માણસોમાં હું મારો મનનો માણિગર શોધવા નીકળેલી...હા મમ્મી કહેતી હતી તેવું તો ના થયું પણ મને મારી જાતે બારી ખોલીને બંક મારવાની સજા જરુર મળી ગઈ. અને હા.. પપ્પા કે મમ્મીનો વાંક ક્યાંય નથી. હું હવે આવી ભૂલ નહીં કરું

એપાર્ટ્મેંટ મેનેજર પપ્પા અને ચોકીદાર મલક્યા.. પપ્પાને હસતા જોઇ અનેરી પણ મલકાઇ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED