ઉર્ધ્વગમન Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

ઉર્ધ્વગમન

ઉર્ધ્વગમન

વિજય શાહ

હજી હમણાં તો પપ્પુને ત્યાંથી હું નીકળ્યો..આંખમાં ઉંઘનું ઘેન હતું કે થાક...પણ સામે બેઠેલી ગાય કેમ ન દેખાઇ તે સમજાયુ...અને છાતીમાં એક ભયંકર દર્દ સાથે ઉછળી ને પડ્યો...પછી શું થયું તે ન સમજાયું.

સ્કુટર એક સાઇડ ઉપર ફંગોળાઈ ગયું હતું રાતના સાડા દસથી અગીયાર નો સમય હશે....બેભાન શરી ર ફુટપાથની કિનારી એ પડ્યુ હતુ..છાતીમાં મોં ઉપર અને માથામાં અમુંઝણ જેવું થતું હતું

" કો'ક પીધેલો અથડાઇ મર્યો છે..." જેવી કડવી કટાક્ષ વાણી સંભળાવતા બે ત્રણ માણસો ત્યાંથી પસાર થઈ ગયા. એક કાર વાળો થોડુંક રોકાયો...પણ પોલીસ લફરાની બીકે આગળ નીકળી ગયો.

હું મારામાં તરફડતો હતો..કળ વળતી ત્યાં દુઃખાવાની અનુભૂતિ થતાં શ્વાસ્ધીમી ગતિએ ચાલવા માંડતો અને થયું કે, થોડુંક ઉંઘી જવાયું હતું હવે ખુબ સારુ થઈ જશે..એમ વિચારીને પડખું ફેરવવા જતો હતો...ત્યાં એક રીક્ષા વાળો પોલીસને લઈ ને ત્યાંઆવ્યો.. મને ઊંચકીને હોસ્પિટલ તરફ ... હા કદાચ.. હોસ્પિટલ તરફ લઈ જતા હતાઇન્પેક્ટર કલાણીયાએ ઈમરજન્સીનો કેસ દાખલ કર્યો.. અને બેભાન માણસનાં ગજવામાંથી પાકીટ કે એવું કંઈક નીકળે તો એનો રેફરંસ્મળે તેમ વિચારીને ખિસ્સાં ફંફોસ્યા...અંદરથી એ્ક સાયક્લોસ્ટાઇલ સરકારીપત્ર તથા સર્ક્યુલર એમ બે ચીજો મળી આવી.

હા. તો આ બેભાન માણસ ગવર્મેંટ ઓર્ગેનાઇઝેશન નો સીનિયર ઓફિસર કમલાપતિ ત્રિપાઠી હતો... નિવૃત્તિ માટે થોડોક સમય બાકી હતો અને તેને માટે જરૂરી વિગતો ભરવાનું ફોર્મ તેના ખિસ્સામાં હતું તથા આગામી ત્રીસમી તારીખે વિરોધ પક્ષનાં આપેલા બંધ્નાં એલાન ને દિવસે દરેકની હાજરી જરૂરી છે તે રીતની માહિતિ સૌ જુનિયરોને આપવાની તાકીદ સર્ક્યુલરમાં હતી.

વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. ત્રિપાઠી સાહેબ્ને અકસ્માત થયો છે..તેમના પાડોશીઓ મિત્રો વગેર રાતનાં બે વાગ્યા સુધીમાં એકઠા થઈ ગયા...

મેં શરીરમાં પાછા પ્રવેશવાનો બહુ જ પ્રયત્ન કર્યો. પણ મને ખબર જ નાપડી કે ક્યારે અને કેવી રીતે હું બહાર નીકળી ગયો. મારા શરીરની આસ પાસ ડૉક્ટર, નર્સ, સગા સંબંધીઓ ટોળુ વળીને ઉભાછે. હું જોર જોરથી બુમો પાડું છું ' પપ્પુ, મણીલાલ, શંકર ત્રિવેદી.. અલ્યા કોઇ મને સાંભળો...."પણ બધું પથ્થર પર પાણી.. બધાં મારા શરીરને જોતા હતા- શોકમગ્ન હતાં કદાચ મોટા ડૉક્ટરની રાહ જોતા હતા..કે તે આવીને મૃત્યુ સર્ટિફીકેટ લખે અને જાહેરાત કરે.

હું જૈને મારા મિત્રોની વચ્ચે બેસુ છુ. મણીલાલ કહેતો હતો -" ત્રિપાઠી માન્સ બહુ સારો.. પણ આ કસમયી મૃત્યુ...હજી હમણા નવ વાગે તો મારે ત્યાં કહેવા આવ્યો હતો- કાલે સવારે સમયસર આવી જવાનું છે. મેં ચા ની વાત કરી તો કહે ના સ્પેશ્યલ ડ્યુટી છે..બધાને આ સર્ક્યુલર વંચાવવાનો છે. હું જઉં છું

શંકર કહેતો હતો ત્રિપાઠી જરા અક્કડ હતો. મારી જોડે કાયમ ટક ટક કર્યા કરતો પણ હવે તેનાં કુટુંબનું શું થશે?

ત્રિવેદી કહે નવાઇની વાત તો એ છે એ કે રાતનાં સમયે આવડી મોટી ગાય તેને ના દેખાઇ? તે ભટકાઇ પડ્યો?

હું ત્રિવેદી સાથે દલીલ કરવા ગયો " ગાય તો દેખાઇ હતી પણ ભટકાઇ ગયા પછી.. પણ જાણે કોઇ એ મારી વાત સાંભળી જ નહીં

ત્રિવેદી ઊઠીને કહે- આમતો સ્થિતિ બહુ ગંભિર છે તરત ઑપરેશન કરાવવુ પડ્શે.. પૈસાની જરૂર પડશે તારી પાસે કેટલા છે મણીલાલ?

મણીલાલ બોલ્યોઃ" પાંચસો છસો પડ્યા હશે. હવે આવી કંઇ પહેલેથી ખબર ઓછી હોય છે? નહીમ તો બેંકમાં થી ઉપાડીને રકમ ઘરમાં લાવીયે!"

મેં ત્રિવેદીનાં ખભે હાથ મુકીને કહ્યું" દોસ્ત પૈસાની જરુર જ નહીં પડે છતાય મારો દોસ્ત પપ્પુ છે ને એને વાત કરજો.. પણ ફરી મારુ કોઇએ ના સાંભળ્યુ.

મણીલાલ અને શંકર ડોક્ટર પાસે ગયા અને ત્રિવેદી ઘરે ગયો. ત્યાંથી મારેત્યાં જઇને બધાને બોલાવી લાવ્યો.. સરયૂ સુલભાઅને સૌરિન... ત્રણેય ગમગી ચહેરે આવ્યા.મારા શરીર સામે જોઇને તેઓ હીબકા' લેવા લાગ્યા. મેં સરયૂને બુમ પાડી...."અરે? તમે કેમ રડો છો? હુંતો અહીં તમારી સામે ઊભો છું. ઘરેથી હું તો હોસ્પીટલ જવા નીકળ્યો હતો બીના બિમાર હતીતેને હોસ્પીટલમાં રાત્રે કંઇ જરુર પડે તે પુછવા જતો હતો

સુલભા રડતી હતી"દીદી! મમ્મી હોસ્પીટલમાં... પપ્પા હોસ્પીટલમાં.. આપણું શું થશે? સૌરિન નાનો હતો પણ હતો હિંમતવાળો-કહે કે શું થશે શું? સૌ સારુ થઇ જશે.

સુલભા બોલી" પણ સૌરિન પપ્પા નહીં બચે!"

"કેમ એવું બોલે છે, બહેન, પપ્પા જરૂર બચી જશે" ત્યાં ડોક્ટર આવી ગયા . લોહી બહુ વહી ગયું છે. એટલેલોહીની જરૂર પડશે. બે પાંચ જણા ને બોલાવી લાવો. અને હાજર છે તેના ગૃપ ટેસ્ટ કરાવી લો.. તાબડતોબ ઓપરેશન કરવું પડશે...

રાતનાં ત્રણ નાં ટકોરા પડતા હતા.. હું ઓક્ષીજનના બાટલાની નળી દ્વારા પાછે દાખલ થવા મથ્યો... મારા અશ્ચર્ય વચ્ચે હું દાખલ થઇ ગયો.. સહેજ સળવળાટ થયો અને પાછો ઊંડી નિંદ્રામાં સરી ગયો. સરયુ સુલભા અને સૌરીન નાં ચહેરા ઝાંખા થતા જતા હતા. ત્રિવેદી ચિંતિત વદને પુછતો હતો

" કેવું છે ડૉક્ટર? બચી જશેને?"

ડૉક્ટર કહેતા હતા " મગજમાં બે ત્રણ ક્લૉટ જામી ગયા છે. કાઢી તો નાખ્યા છે. હવે સવારે સાત વાગ્યે ખબર પડે."

ડૉક્ટરે મણીલાલ, શંકર અને ત્રિવેદીને કેબીનમાં બોલાવ્યા ચા પિવડાવી અને ધીમે રહીને કહ્યું, " નજીકનાં સગાવહાલાને બોલવી લો. આવા કેસ નસીબ પાધરું હોય તો જ બચે છે.." ત્રણે નાં મોં સીવાઇ ગયાં

ત્રણેય જણાએ બહાર આવીને મસલત કરી અને નક્કી કર્યુ કે પપ્પુને જાણ કરો તે ત્રિપાઠીનાં ઘર વાળાને જાણે છે. સૌરિન એક ખુણામાં પલાઠી વાળીને ગુમસુમ બેઠો હતોસાથમાં સુલભા રડતી બેઠી હતી. સરયૂ અને ત્રિવેદીની છોકરી પણ ગુમ સુમ બનીને બેઠી હતી.ઇંટ્ન્સીવ કેર યુનીટ્નો સ્ટાફ ખડે પગે પેશંટ્ની દેખ રેખ રાખતો હતો. પેશંટ પણ મામુલી નહોંતો.સીનીયર અધિકારી હતો જાહેર્ક્ષેત્રની અઢળક નફો કરતી પબ્લીક સેક્ટર યુનીટ્નો કાર્ય દક્ષ અધિકારી.

"ધૂળ...કાર્યદક્ષ અધિકારી? લાંચિયો હતો.. લાંચ લેતો હતો. રસાયણોમાં હલકો માલ ભરતો હતો. સ્ટોરમાં જરુર ન હોય તોપણ તેના જાણીતા અને લાંચ આપતા જુદા જુદા માનસો પાસે થી માલ લેતો હતો ને ચાર છ મહીને તેનો તેજ માલ રદ્દીમાં લખી વાળીને લખલૂંટ પૈસા પેદા કરતો હતો... આવા અધિકારિઓનાં તો આવા જ હાલ થવા જોઇએ..પાછો દારુડીયો પણ ખરો...એનો પપુડીઓ પણ દારુડીયો જ વળી...રાત્રે એકાદ પેગ વધારે પીવાઇ ગયો હશે.. બાકી ગાય ના દેખાય તેવું બને?"

" શી..શી.. શી..જેની મરવાની ઘડીઓ ગણાતી હોય તેને માટે આવું ના બોલીયે!"

" હા ભાઇ તમારી વાત સાચીછે.. આતો "કાર્યદક્ષ" શબ્દ આવ્યો તેથી બોલાઇ ગયુ. બાકી બહાર જઈને ઉભો રહે તો કોઇ ચર આનાનાં ચણાય ન આપે. પણ જવાદો્ને તે વાત... કહેછેને ફાવ્યો મુર્ઘો ડાહ્યો.

"આ પપ્પુ આવ્યો.. તેને ડૉક્ટરનો સંદેશો આપો એટલે તેના સગા વહાલાને બોલાવવાની સમજ પડે."

" સવાર પડવા દઈએ.. આમેય ઑપરેશન તો થઇ જ ગયું છે ને?"

"ભલે"

સવારે બીનાનાં ડુસકા સાંભળીને હું જાગી ગયો.સુલભા બીના ને કહેતી હતી "મમ્મી, કાલ રાતનો મારો જીવ બહુ બળતો હતો. મને સારુ લાગતું નહોંતું. ભણવામાં ચિત્ત નહોંતુ . એમ એસ સીનાં છેલ્લા વર્ષમાં હતી અને પપ્પાની ખુબ જ લગની..રાત્રે દસ વાગે તો ઘરનું બારણું ખોલીશુન્ય મનસ્ક થઇને ઉભી રહી...કદાચ છઠ્ઠી ઇંન્દ્રિયથી તેને ખયાલ આવી ગયો હતો કે કશુંક ખરાબ થવાનું છે. એને ગભરામણ જ થયા કરતી હતી. બહાર દિવાનકાકા મળ્યા. એમણે પુછ્યું પણ ખરું " કેમ બેટા આટલી મોડી બહાર નીકળી છું?"

થોડાંક અફસોસ કરતાં તે બોલી " ગભરામણ જેવું થાય છે. મમ્મીની ચિંતા થાય છે."

"પણ મમ્મીને તો સારુ છે દીકરી ગઇ કાલે હું તેમને મળીને આવ્યો હતો.થોડીક હિંમત રાખીશ તો સારું લાગશે. તારીતો પરિક્ષાય નજીક છે ને?"

થોડુંક સાથે ઉભા રહીને તેમણે ફરી કહ્યું " ચાલ ચા પીવા આવવું છે? રાત્રે જાગી શકીશ."

"ચા તો નથી પીવી પણ તમારી સાથે સોસાયટીનાં નાકા સુધી આવું?"

"ચાલ બેટા"

બીના રડતી હતી..સુલભા પણ રડતી હતી.. બીનાની મમ્મી અને કાકા પણ આવી ગયા છોને? કેમ બધા ભેગા થઇ ને રડો છો? હું તો હજી જીવતો છું.. પણ મને ક્યાં કોઇ સાંભળે છે?

નર્સે આવીનેબ્લડ પ્રેસરનું સાધન લગાવ્યુ . બ્લડ પ્રેસર માપી ગઈ..તરત જ ડૉક્ટર આવ્યા. એક ઇંજેક્ષન લગાવ્યું... ડોક્ટર મને કંઇક પુછતા હોય તેમ લાગ્યુ..પણ મને કંઇ જ સંભળાતુ નહોંતુ... અને ક્યારે હું મારા શરીરમાંથી બહાર નીકળીને મિત્રોનાં ટોળામાં આવીને બેસી ગયોતેની કંઇ ખબર જ ના પડી....

સૌરિન ખુબ જ રડતો હતો. ડૉક્ટરો એ જાહેર કરીદીધુંહતું કે ત્રિપાઠી મૃત્યુ પામ્યો છે. બીના માથાં પછાડી પછાડીને રડતી હતી.." આ ઉંમરે મને એકલી છોડીને ક્યાં જતા રહ્યા...આ બે છોકરીઓનું કન્યાદાન હવે કોણ કરશે? આ સૌરિન ને કોણ ભણાવશે?"

બીના..બીના .. આતું શું બોલે છે? તુંતો ખમતી ધર છે...અને હા. હવે હું તને કહું છું તને કંપની માંથી શું મળશે? પણ મને ખબર હતી કે તેને મારું બોલેલું કોઇને સંભળાવાનું નહોંતુ. બોલવાનો અર્થ પણ નહોંતો

મારા માટે લોકો શું બોલે છે તે સાંભળવાની મઝા આવતી હતી. પેલો આઠવલે તેના પાર્ટનર ને કહેતો હતો " ચાલો ત્રિપાઠી ગયો હવે એક્ને કમીશન આપવાનું ઘટ્યૂં.

પપ્પુ બીના ને કહેતો હતો કે ત્રિપાઠી ને અકસ્માત થયો ત્યારે તે ઓન ડ્યુટી હતોએટલે તેન બે લાખ રુપિયાતેના મળશે.ગૃપ ઇન્સ્યોરન્સનં ૯૦ હજાર..સ્ટાફ વેલફેરનાં ૨૫ હજાર વિમાનાં સિત્તેર હજાર આમ ત્રણ લાખને ૮૫ હજારતો મળશે.

સહેજ થંબઃઇને કહે હા તમને નોકરી જોઇતી હશે તો મળશે પણ છોકરીઓને તે નહીં મળે.. સૌરિન નાનો છે પણ દ્સમુ પાસ થશે ત્યારે તેને નોકરી મળશે અને છોકરીઓને તો નોકરી નહીં મળે.. ખરો વિચિત્ર નિયમ છે.

પપ્પુ મારો દિલદાર મિત્ર છે. તેને દીલ્હીનાં ઘર અને શેરોની માહિતી છે. પણ તેની કિમત ખબર નથી...ફેબ્રીકેટરની લાંચ ઘરનાં રૂપે હતી. મનમાં ને મનમાં મેં ગણતરી કરવા માંડી સરયુ અને સુલભાનાં લગ્નમાં બે બે લાખ ખર્ચા સામે પેન્શન અને પીપીએફ બધું મળીને દસ લાખ જેવું તો બીનાને મળી રહેશે. મને લાગે છે કે તેને કોઇ તકલીફ નહીં પડે.

મારાથી હવે પાછુ જવાતુ નથી. ચાલ થોડુંક સુઇ લઉં પછી ઉઠાશે તો ઠીક.. નહીંતર હવે નિવૃત્તિ જ છે ને? કોઇ ચિંતા નથી, તકલીફ નથી સર્વત્ર શાંતિ છે હવે પ્રભુશરણ જ બાકી છે ને?

અને હવે મારા જીવે સડસડાટ ઉર્ધ્વગમન શરું કર્યુ.

આ અંકની નવલીકામાં -સંદેશ ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૦