લવ યુ બેટા! Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ બેટા!

“ લવ યુ બેટા...” .-વિજય શાહ

ચેલ્સી મિલિટ્રીમાં આર્ટીલરીમાં ઇરાક પોસ્ટ થઇ ત્યારે આર્થરનો પહેલો પ્રશ્ન હતો

“ સ્વિટિને શું કહીશ? તુ ક્યાં જાય છે અને કેમ જાય છે?”

એક વખત તો તેને નોકરી છોડી દેવાની ઇચ્છા થઇ ગઇ પણ તે હવે શક્ય નહોંતુ મિલિટ્રીમાંથી તાલિમ લીધી ત્યારે લીધેલી પ્રતિજ્ઞા ( ઑથ) યાદ આવી. માતૃ ભૂમિનાં રક્ષણ માટે જાન કુરબાન કરી દેવાની વાત યાદ આવી. અને અંદરથી એક તીક્ષ્ણ શૂળ જેવું ઉભરાયુ...તેને રાજકરણીઓ કદી ન ગમતા અને ખાસ તો આ લઢાઇ માતૃભૂમિનાં રક્ષણ ને નામે ચઢાવાઇ દેવાઇ હતી. ૯૧૧નાં કાવત્રાખોરોને શોધવા આખા ઇરાક્ને બાનમાં લેવાની વાત તેને સમજાતી નહોંતી... તેના જેવા સામાન્ય નાગરીકને જે વાત સમજાતી હતી તે પ્રમુખશ્રી અને તેમના સૈન્ય સલાહકારોને કેમ સમજાતી નહોંતી કે આ તો દુઃખે છે પેટ અને કૂટે છે માથુ જેવું છે...

“સ્વિટીને તું સંભાળી લેજેને?”

“ના બાપા ના તેને આપણે સાચું જ કહેતાં આવ્યા છે અને સાચું જ કહેજે”...આર્થરે પોતાની સાવકી દીકરી માટે કોઇ જ સહાનુભુતિ ના બતાવી..ચેલ્સીએ ફડફડતો નિઃસાસો નાખ્યો... બહારનું યુધ્ધ તો હજી ત્યાં પહોંચશે ત્યારે લઢશે..પણ અત્યારે ગૃહક્ષેત્રે લાગણીઓ બુરી રીતે ઘવાતી હતી.. જહોન પણ આ જ યુધ્ધમાં હણાયો હતો..ત્યારે તેની જગ્યાએ એ તાલિમે ગઈ અને તૈયાર થઇ પણ આખરે તો તે સૈનિક ઉપરાંત મા હતી અને ઇચ્છતી હતી કે સ્વીટીનુ પિતૃસુખ ના છીનવાય તેથી તો તેણે આર્થરને પસંદ કર્યો હતો.. તે ભુલી ગઈ હતી કે આંગળાથી નખ વેગળા તે વેગળા જ....આર્થર જહોન નથી અને જો તે જહોન હોત તો શું આજે આ દિવસ હોત?

તદ્દન પરાયા થઇ જતા આર્થર ને ક્યારેય સ્વીટી સ્વિકારતી નહોંતી કે કદી આર્થરને સાવકી દીકરી ઉપર સ્નેહ આવતો હતો.. તેનાંઆં તેને જહોન જ દેખાયા કરતો હતો ચેલ્સીની લાગણીઓ ધન ધના ધન ગોળીઓ છોડતી હતી..સ્વીટીના પ્રશ્નોથી તે ઘવાતી હતી. અને આર્થર જે ઢાલ બની શકે તેમ હતો તે તો એકદમ પાણીમાં બેસી ગયો.

યુધ્ધમાં નજર સામે આવી ગયેલા દુશ્મન ઉપર ગોળી ચલાવતા પહેલા જે અવઢવ થાય તેવી આ અવઢવ નહોંતી. આતો બેઉ પોતાના છતાં ગોળી ચલાવવી જ પડે તે હિંમત કેળવીને તે રડતા હૈયાને સાબૂત કરી તે સ્વીટી ને સમજાવવા કટી બધ્ધ થઈ

હાલમાં તાતો જવાબ એ આપવાનો હતો કે “મમ્મી તું કેમ જાય છે? “તેના મગજમાં તેના પપ્પા આવીજ રીતે હમણા બે વર્ષ પહેલા યુધ્ધમાં માર્યા ગયા હતા અને તેની મમ્મીને તે જ જોબ મળી હતી.. ઘર ચાલતુ હતુ સ્વિટિ સાડા પાંચ વર્ષની થઇ હતી તેથી સમજણી તો હતી જ અને મમ્મીને યુનિફોર્મ માં જુએ અને પ્રશ્ન પુછે “ મમ્મી તુ પપ્પાને મળવા જાય છે?”

ચેલ્સી કહે” બેટા પપ્પા તોઅહીં છે” આર્થરને બતાવે.છે.

સ્વિટિ કહે “ તે તો આર્થર છે હું તો જહોનની વાત કરુ છું.”

“ બેટા જહોન પપ્પાનું બાકી રહેલું કામ કરવા તો મારે જવાનું છે.”

“ ના મમ્મી!.. તું પણ જહોનની જેમ મરી જઇશ તો મારું શું થશે?”

“ ના બેટા એવું નહીં થાય. હું તો ટેંકમાં બહું જ સુરક્ષીત હોઇશ.. પપ્પની જેમ આમને સામનેની લડાઇ નથી...” સ્વિટિ રડતી રહી અને મમ્મીને ન જવા માટે કાકલુદી કરતી રહી..

આર્થર સહેજ પીગળ્યો અને કહે “સ્વિટી મમ્મીને કંઇ જ નહીં થાય બેટા નાની ને ત્યાં તું રહેજે અને ભણવા જજે.. તારે ભણવાનું હોયને?.. મમ્મી તેનું કામ કરવા જાય છે...”

આર્થરની સામે શંકિત નજરે જોતા તે બોલી “ હેં મમ્મીને જહોન જેવું તો નહીં થાયને?”

આર્થર કહે “ મમ્મીને તો ટેંકમાં લઢવા જવાનુ છે તને કહ્યુંને? તેમાં તો ઘણુ રક્ષણ હોય..”

સ્વિટી ને વિશ્વાસ તો બેસતો નહોંતો ચેલ્સીની રડમસ આંખો તે વિશ્વાસ બેસવા નહોંતી દેતી

“ મોમ! ગોડ પ્રોમિસ કર કે તુ પાછી આવીશ.. હું તારી રાહ જોઇશ..”

“ બેટા ગોડ્ને હું વિનંતી કરીશ...મને તારાથી છુટી ના પાડે...”

“ એટલે તું પણ જોહન પાસે જઇ રહી શકે ખરીને?”.

“બેટા!.. મારે તો તારી પાંસેજ રહેવુ છે.. પણ આ નોકરી...”રડમસ અવાજે ચેલ્સી બોલી

“ મમ્મી નોકરી છોડી દેને?”

સારુ બેટા આજે તે છોડવા જઇ રહી છું મને રજા મળશે તો કાલે પાછી આવી જઇશ અને નહીં મળે તો રોજ તારી સાથે ફોન ઉપર વાત કરીશ.નાની સ્વિટીને બાથમાં લઇને તે રડતા રડતા બોલી” તારે ગૉડને રોજ કહેવાનું કે મારી મમ્મીને સાજી સમી રાખજે અને જલ્દી જલ્દી પાછી મોકલજે.. હં!”

આર્થરે ચોકલેટ ધરી અને નાની તેને તેની સાથે લઇ જવા આવી...ચેલ્સી તેને ભેટી ને ખુબ રડી..ત્યારે સ્વિટિ બોલી “મમ્મી હવે તુ ના રડ.. મને રડવુ આવશે...તુ જઇને રાજીનામુ મુકીને તરત આવ.. મને તુ જોઇએ છે આર્થરની ચોકલેટ નહીં..અને નાની પણ નહીં ...”

“ સ્યોર બેટા...કરતી કરતી ચેલ્સી પ્લેન તરફ રવાના થઇ ત્યારે ચારેય આંખો વરસાદની જેમ વરસતી હતી.. અને પ્લેન ચેલ્સીને તાણી ગયું બગદાદનાં જંગ ભણી...અને સ્વિટી બાળપણ ની કુમળી આશ કાલે મમ્મી તો આવી જ જશે ને લઇને નાની ના ઘર તરફ રવાના થઇ. તે જાણતી હતી કે આર્થર જહોન નહોંતો...અને તેને જહોન સાથે રહેવું હતુ...

થોડાક દિવસ તો ફોન ઉપર રડવાનુ અને ખોટા વાયદાઓ ચાલ્યા.. પણ એક દિવસ એ આવી જ ગયો જ્યારે ઘમાસાણ યુધ્ધમાં ચેલ્સી ઘાયલ થઇ અને કેદમાં પકડાઇ.. હવે ફોન પણ નથી અને સ્વીટિની ફરિયાદો પણ નથી.. હા આખા શરીર ઉપર પાટા અને બળ્યાની પીડાછે.. આંખમાં સ્વિટીની યાદો છે અને ઇરાકી સૈનિકોની ઉલટ તપાસ અને પુછ પરછ છે..ધર્મ કર્મ અને શર્મનાં આ માહોલમાં એક સ્વિટીનાં સહારે તે ઝઝુમી રહી હતી.. યુધ્ધમાં પકડાયેલો દુશ્મન એ સૌનાં મનમાં રોષ ઉતારવાનું સાધન...વળી સ્ત્રી કેદી એટલે તો જાણે મજાક અને તિરસ્કારનું સાધન.. સખત રીતે ઘવાયેલી ચેલ્સી ફરિયાદ કરે તો પણ કોને કરે?

પુરા ત્રણ મહીનાને અંતે ઇરાક સ્વાયત્ત થયુ અને ચેલ્સીને લંડન હોસ્પીટલમાં ફેરવાઇ અને પહેલી વખત ફોન મળ્યો. સ્વિટિ સાથે કેમેરા ઉપર વાત થઇ

“ બેટા તુ ગૉડને પ્રાર્થના કરતી હતી ને?”

“ ના મમ્મી મને તારા ઉપર અને તારા ગૉડ ઉપર બહું જ ગુસ્સો આવ્યો હતો...તું ફોન કેમ નહોંતી કરતી?”

“ બેટા તારી મોમ ઉપર બૉંબ પડ્યો હતો...”

“ હેં? પણ તું તો ટેંકમાં હતીને?”

“ હા એટલે તો બચી અને તારી ગૉડને કરેલી પ્રાર્થનાઓએ તો મને બચાવી.”

“ નૉ વે મોમ!..મને તો તારા ઉપર અને તારા બૉસ ઉપર ખુબ જ ગુસ્સો આવતો હતો.”

“કેમ?”

“ મને તારી પાસે આવવા નહોંતા દેતા કે તું પણ આવતી નહોંતી...”

“બસ બેટા હવે થોડા જ દિવસો...”

“હજી થોડા દિવસો? મમ્મી તું આજે જ આવી જાને?”

કેમેરો થોડો ઉંચો નીચો કરી તેના પાટાપીંડી બતાવતી ચેલ્સીએ કહ્યું “ બસ આ પાટા જતા રહે તેની રાહ જોઉં છુ.”

“ મમ્મી!..દુઃખે છે?” આર્દ્ર થતા સ્વિટીએ પુછ્યુ

“’ ના બેટા.. તને જોઇને મારું બધું દુઃખ જતું રહ્યું.”

“મૉમ! આઇ લવ યુ...”

“ લવ યુ બેટા...”

ફરીથી ચાર આંખો રડતી હતી..કેમરાની આ પાર અને પેલે પાર પણ...