કર્મનો કાયદો ભાગ - 2 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મનો કાયદો ભાગ - 2

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

કર્મનો ઉદ્‌ભવ

વિરાટ વિશ્વમાં કર્મનો ઉદ્‌ભવ ક્યાંથી થયો ? તે કઈ શક્તિથી ચાલી રહ્યું છે અને ક્યારે તેનો અંત થાય છે ? - તેવા સહજ પ્રશ્નો આજનું વિજ્ઞાન પણ વિચારી રહ્યું છે. જગતનાં કાર્મિક રહસ્યોને ઉકેલવા માટે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મન અને રશિયા જેવા દેશોનાં બજેટમાં પ્રતિવર્ષ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. વર્ષ ૨૦૧૫માં રશિયાના એક અરબપતિ યુરી મિલનરે બ્રિટનના વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સને વિશ્વમાં પૃથ્વી જેવા અન્ય ગ્રહ અને નવા જીવનની શોધના કામ માટે દસ કરોડ ડૉલર (અંદાજે છસો પચાસ કરોડ)નું ડોનેશન આપ્યું છે. સ્પેસ અને કૉસ્મૉસ રિસર્ચ માટે અમેરિકાની ‘નાસા’નું બજેટ ૧૯૬૫થી અત્યાર સુધીમાં પ્રતિવર્ષ સરેરાશ ૨૦,૦૦૦ મિલિયન ડૉલર (અંદાજે દસ લાખ કરોડ રૂપિયાથી વધારે)નું રહ્યું છે.

આપણા ઋષિઓએ આ બાબતે જે શોધ કરી છે તે અમૂલ્ય છે. તેનો રેફરન્સ આજે પશ્ચિમના વિકસિત દેશો પણ લઈ રહ્યા છે. પરંતુ આપણને મૂલ્ય વગર મળેલા આ વારસાની સાચી કદર નથી. કર્મનાં રહસ્યોની તલસ્પર્શી ચર્ચા ભગવાન શ્રીકૃષ્ણે ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’માં કરી છે તે બેજોડ છે. શ્રીકૃષ્ણનાં ઉચ્ચારણો વ્યક્તિને કર્મબંધનનો બંધક થતો અટકાવવા અને કર્મમાર્ગને સુખપૂર્વક પાર કરવા અત્યંત ઉપયોગી છે. કર્મોના ઉદ્‌ભવ માટે શ્રીકૃષ્ણ કહે છે :

ઙ્ગેંૠક્રષ્ટ ખ્ક્રત્ક્રિક્રશ્વદ્ઘધ્ બ્બ્ર ખ્ક્રત્ક્રિક્રદ્રક્રથ્ગૠક્રળ્રૠક્રૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૩-૧૫

કર્મ એ દુનિયાની કદી નાશ ન પામતી બ્રહ્મશક્તિથી ઉદ્‌ભવેલ છે. જે બ્રહ્મતત્ત્વ આદિ-અનાદિ છે, જેનો કોઈ ઉદ્‌ભવ કે અંત નથી તેવી પરમ શક્તિથી કર્મનો જન્મ થયો છે. ‘તૈત્તિરિયોપનિષદ’ના ઋષિ પણ કહે છે :

સ્ર્ભક્રશ્વ ક્ર શ્નૠક્રક્રબ્ઌ ઼ક્રઠ્ઠભક્રબ્ઌ પક્રસ્ર્ર્ભિંશ્વ, સ્ર્શ્વઌ પક્રભક્રબ્ઌ પટ્ટબ્ર્ભિં ત્ન

સ્ર્ભઃ ત્સ્ર્બ્ર્ભિં ત્ત્બ઼્ક્રઽક્રધ્બ્ઽક્રબ્ર્ભિં, ભઘ્ૅ બ્બ્પજ્ઞ્ક્રક્રગજી ભઘ્ૅ ખ્ક્રક્રિ ત્નત્ન

“જેમાંથી પ્રાણીઓ જન્મે છે, જેમાં જન્મેલા જીવે છે, જેના તરફ પ્રયાણ કરે છે અને અંતે જેમાં પ્રવેશે છે તેને જાણવાની તું ઇચ્છા કર. તે બ્રહ્મ છે.”

આજે જે અસીમ આકાશ આપણને દેખાઈ રહ્યું છે, જે આકાશમાં લાખો-કરોડો ટમટમતા તારલાઓ અને ગ્રહ-ઉપગ્રહ દેખાઈ રહ્યા છે તેમના ઉદ્‌ભવનું કારણ બ્રહ્મશક્તિ છે. આપણી નાનકડી આંખમાં ટમટમી રહેલા તારલાઓ આપણા વૈજ્ઞાનિકોના મતે સૂર્યથી પણ વિશાળકાય ગ્રહો છે. અરબો-અરબો માઇલના અંતરે રહ્યા હોવાથી તે તારલાઓ આપણી નાની આંખોને ચમકતા હીરા જેવા દેખાય છે. વિજ્ઞાન આપણા જે વિશ્વને મંદાકિની વિશ્વના નામે ઓળખે છે, તેમાં અંદાજે આવા ચાર અબજ તારાઓ હોવાનું વૈજ્ઞાનિકોનું કહેવું છે.

આવું અદ્‌ભુત અને અજાયબ વિશ્વ જે બ્રહ્મશક્તિમાંથી ઉત્પન્ન થયું છે તે વિશ્વમાં પણ નિત-નવીનતાઓ ઉત્પન્ન થતી જ રહે છે. ખીલતી વનરાઈ, ખીલતાં પુષ્પો, કલકલ વહેતાં ઝરણાં, રંગબેરંગી પતંગિયાં, વિવિધ રૂપોવાળાં પશુ-પંખી, વાદળોનો સ્પર્શ કરતાં હિમાચ્છાદિત શિખરો, આકાશના મેઘો અને તેનાં મેઘધનુષો, દૂર ક્ષિતિજોનો સ્પર્શ કરતી પૃથ્વી અને નાનકડી આંખે ભાસતો વિશાળ સમુદ્રોનો જળરાશિ - આ બધું જોઈને સહજ પ્રશ્ન થઈ આવે : ‘યે કૌન ચિત્રકાર હૈ ?’

દ્યથ્ટ્ટ-દ્યથ્ટ્ટ ગળ્ધ્મથ્ક્ર શ્વ ઌટ્ટૐક્ર-ઌટ્ટૐક્ર સ્ર્શ્વ ટક્રટક્રઌ

ઙ્ગેંશ્વ બ્પગ શ્વ ખ્ક્રક્રઘ્ૐક્રશ્વધ્ ઙ્ગેંટ્ટ ક્રૐઙ્ગેંટ્ટ શ્રભ્ય્ક્ર થ્દ્યક્ર ઌ

બ્ઘ્ઽક્રક્રસ્ર્શ્વધ્ ઘ્શ્વક્રશ્વ થ્ધ્ટક્ર઼ક્રથ્ટ્ટ, નૠક્રઙ્ગેં થ્દ્યટ્ટ શ્રૠક્રધ્ટક્ર઼ક્રથ્ટ્ટ

સ્ર્શ્વ બ્ઙ્ગેંગઌશ્વ દ્મેંઠ્ઠૐ-દ્મેંઠ્ઠૐ શ્વ બ્ઙ્ગેંસ્ર્ક્ર ઉંગટક્રક્રથ્ દ્યહ્મ ?

સ્ર્શ્વ ઙ્ગેંક્રહ્મઌ બ્નશ્ક્રઙ્ગેંક્રથ્ દ્યહ્મ ? સ્ર્શ્વ ઙ્ગેંક્રહ્મઌ બ્નશ્ક્રઙ્ગેંક્રથ્ દ્યહ્મ ?

કર્મોના ઉદ્‌ભવસંબંધે ‘કેનોપનિષદ’નો પ્રસંગ છે. જેમાં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે :

ઙ્ગેંશ્વઌશ્વબ્ભધ્ ભબ્ભ ત્શ્વબ્ભધ્ ૠક્રઌઃ ઙ્ગેંશ્વઌ ત્ક્રદ્ય્ક્રઃ ત્બૠક્રઃ ત્હ્મબ્ભ સ્ર્ળ્દૃભઃ ત્ન

અર્થાત્‌ આ સર્વ જગતનો રચયિતા કોણ છે ? કોણે આ સુંદર પુષ્પો અને ખીલતી વનરાઈઓ રચ્યાં છે ? કોણે તેમાં રંગો પૂર્યા છે ? કોણે તેમાં સુંદર આકાર આપીને તેમાં રંગો અને સુગંધ ભર્યાં છે ? આ આંખો કઈ શક્તિથી તેને જુએ છે ? મન કઈ શક્તિથી દોડાદોડ કરે છે ? કાન કઈ શક્તિથી સાંભળે છે ? વાણી કઈ શક્તિથી બોલે છે ? વિચારો, કલ્પનાઓ અને સ્વપ્નોને કઈ શક્ચિ રચે છે ?

ઉપનિષદના ઋષિ કહે છે કે ધન્ય છે તે વ્યક્તિ કે જેને આ વિરાટ વિશ્વની અજીબ અજાયબીઓ જાણવાની ઝંખના થઈ છે, કારણ કે મૂઢની જેમ પશુવત્‌ જીવન જીવતા લોકોને ક્યારેય આવા પ્રશ્નો થતા નથી, જ્યારે જેઓ બુદ્ધિમાન છે તેઓ આવી જિજ્ઞાસાથી બચી શકતા નથી, પછી તે ભારતના ઋષિ હોય કે બ્રિટનના વૈજ્ઞાનિક સ્ટીફ હોકિંગ્સ હોય. ‘ત્ત્બક્રભક્રશ્વ ખ્ક્રત્ક્રિબ્પજ્ઞ્ક્રક્રગક્ર’ થી જ પરમ જ્ઞાનની શુભ શરૂઆત થાય છે. જ્યારે કોઈ અજીબ-અજાયબ વિશ્વને જોઈને તેને રચવાવાળી શક્તિનો અહેસાસ કરે છે ત્યારે જિજ્ઞાસાની તીવ્રતા જ રહસ્યોનાં દ્વાર ખોલે છે.

ભારતના ઋષિ કહે છે કે જ્યારે બ્રહ્મ-નામથી ઓળખાતી અગમ્ય શક્તિને એમ થયું કે હું એક છું અને અનેક થઉં - ‘ષ્ઙ્ગેંક્રશ્વભ્દ્યધ્ ખ્ક્રદ્યળ્જીસ્ર્ક્રૠક્રૅ’ - ત્યારે એક સ્ફોટ સર્જાયો અને સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ.

સ્ટીફન હોકિંગ્સ પણ આ જ વાત કરે છે કે એક અગમ્ય શક્તિના સ્ફોટથી બ્રહ્માંડની રચના થઈ છે. હોકિંગ્સે તેને ‘મ્ૈખ્ત મ્ટ્ઠહખ્ત’ - ‘બિગ બૅંગ’નું નામ આપ્યું છે. કોઈ ક્યાંકથી માટી લાવ્યું હોય, કોઈ પાણી લાવ્યું હોય, કોઈએ અગ્નિ પ્રગટાવ્યો હોય અને પછી આ બ્રહ્માંડ બનાવ્યું હોય તેવી વાત ન તો ભારતનો પ્રાચીન ઋષિ કહે છે અને ન તો આજનો અર્વાચીન વૈજ્ઞાનિક. ‘બિગ બૅંગ’ તે બ્રહ્મશક્તિના સંકલ્પમાત્રથી સર્જાયો છે.

‘ૐ-બ્ઌૠક્રશ્વ ૠક્રદ્ય ઼ક્રઠ્ઠઌ બ્ઌક્રક્ર ત્ન’

- થ્ક્રૠક્રનબ્થ્ભૠક્રક્રઌગ

બ્રહ્મનો સંકલ્પ માત્ર આ સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ છે અને બ્રહ્મ સ્વયં જ આ બ્રહ્માંડમાં વિવિધ રૂપે રચાયેલ છે, ફેલાયેલ છે, જેથી પ્રત્યેક મનુષ્ય પોતાની જાતમાં બ્રહ્મસ્વરૂપ એક અલગ ‘બિગ બૅંગ’ છે. હોકિંગ્સ જેને ‘બિગ બૅંગ’ કહે છે, તેને ભારતના ઋષિ ‘ભજીૠક્રક્રબ્દ્બથ્ક્રકપક્રસ્ર્ભ’, અર્થાત્‌ વિરાટ પુરુષનો ઉદ્‌ભવ કહે છે.

આમ જોઈએ તો ભારતના ઋષિ અને આજના વૈજ્ઞાનિક સ્ટીફન એક જ વાત કરે છે. તેમની વાતમાં બહુ ભેદ નથી, તેમ છતાં તેમનાં બંનેનાં વ્યક્તિત્વમાં ભેદ છે. હોકિંગ્સ પદાર્થગત વિજ્ઞાનનો વૈજ્ઞાનિક છે, તેથી તેના વિચારોમાં પદાર્થગત પરિભાષા જ દેખાય છે, જ્યારે ભારતનું દર્શન કહે છે કે બ્રહ્મશક્તિએ જે સ્ફોટ રચ્યો તે સ્ફોટથી તે શક્તિ જ વિવિધ રૂપે ફેલાઈ ગઈ. જે શક્તિ પહેલાં એક જ હતી તે શક્તિએ જ વિવિધ રૂપોમાં પોતે જ પોતાનું સર્જન કર્યું. ‘ષ્ઙ્ગેંક્રશ્વશ્ચદ્યધ્ ખ્ક્રદ્યળ્જીસ્ર્ક્રૠક્રૅ ત્ન’

વિરાટ પુરુષના ઉદ્‌ભવ અંગે તમામ વેદોએ ગીત ગાયાં છે, જેને ‘પુરુષસૂક્ત’ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની વૈદિક પૂજા-પ્રાર્થનાઓમાં મોટા ભાગે ‘પુરુષસૂક્ત’ નો જ ઉપયોગ થાય છે. ‘પુરુષસૂક્ત’ના એક-એક પદમાં એ વિરાટ શક્તિના એકમાંથી અનેક થવા-રૂપ વિવિધ ઘટનાઓનું નમસ્કારપૂર્વક વર્ણન છે.

કર્મના ઉદ્‌ભવ સંબંધે ‘પુરુષસૂક્ત’માં જે વિજ્ઞાનપૂર્ણ રહસ્ય કહેવામાં આવ્યું છે, તેટલું કદાચ હજુ સુધીના અર્વાચીન વિજ્ઞાને પણ નથી કહ્યું. ‘પુરુષસૂક્ત’ કર્મનો ઉદ્‌ભવ તો કહે છે જ, તે સાથે તેનું કાર્ય અને તેનું કારણ બંને પણ કહે છે. જ્યાં કાર્ય અને કારણ બંને કહેવાતાં હોય ત્યાં કર્તૃત્વ પણ અનાયાસ કહેવાઈ જાય છે, જેથી કર્મના ઉદ્‌ભવ સંબંધે ‘પુરુષસૂક્ત’નું અનેરું પ્રદાન છે. જો તેને વિજ્ઞાનપૂર્ણ દૃષ્ટિએ સમજવાનો પ્રયાસ થાય તો કર્મમાર્ગના રહસ્યનાં દ્વાર ખોલવામાં તે અત્યંત ઉપયોગી છે. વેદવાણી કહે છે ઃ

‘ગદ્ય્રુઽક્રટ્ટક્રષ્ટ ળ્ન્ઃ ગદ્ય્રુક્રદ્રક્રઃ ગદ્ય્રુક્રભૅ ત્ન

ગ ઼ક્રઠ્ઠઉંૠક્ર બ્ઈભક્રશ્વ ઢ્ઢઅક્રઅસ્ર્બ્ભડ્ઢખ્તઽક્રક્રભ્ળ્ૐૠક્રૅ ત્નત્ન૧ત્નત્ન

ળ્ન્ ષ્શ્વઘ્ધ્ ગષ્ટ સ્ર્દ્ઘઠ્ઠભધ્ સ્ર્હૃન ઼ક્રપ્સ્ર્ૠક્રૅ ત્ન

શ્રભક્રૠક્રઢ્ઢભભઅજીસ્ર્શ્વઽક્રક્રઌક્રશ્વ સ્ર્ઘ્પ્તક્રશ્વઌક્રબ્ભથ્ક્રશ્વદ્યબ્ભ ત્નત્ન૨ત્નત્ન

ષ્ભક્રક્રઌજીસ્ર્ ૠક્રબ્દ્યૠક્રક્રભક્રશ્વ રુસ્ર્ક્રસ્ર્ક્રપ્નઈ ઠ્ઠન્ઃ ત્ન

ક્રઘ્ક્રશ્વશ્ચજીસ્ર્ બ્ઈક્ર ઼ક્રઠ્ઠભક્રબ્ઌ બ્શ્ક્રક્રઘ્જીસ્ર્ક્રૠક્રઢ્ઢભધ્ બ્ઘ્બ્ ત્નત્ન૩ત્નત્ન

બ્શ્ક્રક્રઘ્ઠ્ઠઝષ્ટ શ્રઘ્હ્મઅઠ્ઠન્ઃ ક્રઘ્ક્રશ્વશ્ચજીસ્ર્શ્વદ્યક્ર઼ક્રઅળ્ઌઃ ત્ન

ભભક્રશ્વ બ્ષ્ઠભ્ૅ પ્સ્ર્ઇેંક્રૠક્રઅગક્રઽક્રઌક્રઌઽક્રઌશ્વ ત્ત્બ઼્ક્ર ત્નત્ન૪ત્નત્ન

ભજીૠક્રક્રબ્દ્બથ્ક્રકપક્રસ્ર્ભ બ્થ્ક્રપક્રશ્વ ત્ત્બ્મ ઠ્ઠન્ઃ ત્ન

ગ પક્રભક્રશ્વ ત્ત્અસ્ર્બ્થ્હૃસ્ર્ભ ઈક્રદ્ઘઠ્ઠબ્ૠક્રૠક્રબક્રશ્વ ળ્થ્ઃ ત્નત્ન૫ત્નત્ન

કુલ સોળ શ્લોકમાં ગવાયેલા ‘પુરુષસૂક્ત’ના મહિમાનો અર્થ એવો છે કે -

“સહસ્ત્ર શીશ, સહસ્ત્ર ભુજાઓ, સહસ આંખો અને સહસ્ત્ર હાથ-પગવાળો તે પુરુષ જ સમગ્ર બ્રહ્માંડભૂમિને બધી બાજુએ વ્યાપીને તેનાથી પણ દશ આંગળ ઊંચો રહેલો છે. જે કાંઈ વિદ્યમાન છે તે બધું જ એ પુરુષનું જ સ્વરૂપ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન પણ એ જ છે. તે જ પોતાના અમૃતતત્ત્વથી અન્નને પોષે છે.

સમગ્ર બ્રહ્માંડ તે પુરુષનો જ મહિમા છે. આ જગત તે પુરુષની જ વિભૂતિ છે, પણ તે પુરુષ માત્ર આટલો જ નથી. આ વિશ્વ તો તેના એક પગલામાં સમાવિષ્ટ થઈ જાય છે. તેનાં અમૃતસ્વરૂપ ત્રણ પગલાં તો તોયે બાકી રહે છે. આ ત્રિપાદ પુરુષ ઉપર ઊઠેલો, એટલે કે અજ્ઞાનના કાર્યભૂત એવા આ જગતથી અલગ છે. તે આ જગતમાં હોવા છતાં જગતના ગુણ-દોષોથી અલગ છે, છતાં પોતાના એક પદથી સમગ્ર જવાનું શાસન કરે છે.

તે પુરુષ સમગ્ર બ્રહ્માંડમાં વિરાજિત છે. તેણે જ ભૂમિ અને પુરોની રચના કરી છે. તે પુરુષે જ યજ્ઞ માટે ગ્રીષમ, ઈધ્મ (હેમંત), વસંત અને શરદઋતુની રચના કરી છે. તે પુરુષે જ યજ્ઞાર્થે સર્વ ગ્રામ્ય અને વન્ય પશુઓને પેદા કર્યા તે વિરાટ પુરુષના મનમાંથી ચંદ્ર, ચક્ષુથી સૂર્ય, મુખથી ઇન્દ્ર અને અગ્નિ અને તેના પ્રાણથી વાયુ ઉત્પન્ન થયો છે. તે પુરુષની નાભિમાં અંતરીક્ષ, મસ્તકમાં સ્વર્ગલોક, ચરણમાં ભૂમિ અને કાનમાં દિશાઓ રહેલાં છે. તે સિવાય પણ આ વિરાટ વિશ્વમાં જે લોકોની કલ્પના નથી થઈ શકતી તે સર્વ તે પુરુષમાં જ રહેલા છે.”

‘પુરુષસૂક્ત’નાં આ પદોમાં જગતના ઉદ્‌ભવનો સમગ્ર ચિતાર આપ્યો છે. ‘પુરુષસૂક્ત’ એક પ્રાર્થીભાવ સાથે ગૂઢ વિજ્ઞાનને જણાવતાં કહે છે કે જે બ્રહ્મશક્તિ પહેલાં એક હતી તે શક્તિ જ અલગ-અલગ રૂપે રચાઈ ગઈ. તેનો અર્થ એ થાય કે જગતમાં જેટલાં કાંઈ અણુ, પરમાણુ, પદાર્થો, મનુષ્યો, પશુ-પક્ષીઓ વગેરે જે કાંઈ રચાયું છે તે પ્રત્યેકમાં બ્રહ્મશક્તિનો વાસ છે અને તેથી પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતમાં એક અલગ ‘બિગ બૅંગ’ છે.