કયો લવ - ભાગ : ૨૮ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ - ભાગ : ૨૮

કયો લવ ?

ભાગ (૨૮)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૮

ભાગ (૨૮)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

ભાગ: ૨૭ માં આપણે વાચ્યું કે પ્રિયાને પોતાનો બ્રો સૌમ્ય, પોતાની અધૂરી પ્રેમ કહાનીની વાતો એકદમ રચનાત્મક રીતે કહી રહ્યો છે. અચાનક પ્રિયાની મોમનું આગમન થતાં બંને ભાઈબહેન વર્તમાનમાં આવી ગયા. પ્રિયા મોમને કમરામાં મૂકવા માટે ગઈ...સૌમ્ય સતત બે મહિના રિધીમા સાથે કેવા ગાળ્યા હતાં એ યાદ કરતા ભૂતકાળમાં સરી પડ્યો..અને છેલ્લે તો બંને પોતાની હદ વટાવી જ નાંખવા તત્પર બન્યા જ હતાં એવામાં રિધીમા સૌમ્યને હકીકત કહી ચોંકાવી દે છે.....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૭ જરૂર વાંચજો..)

......................................................................................................................................................

હવે આગળ...........

“ઓહ્હ !! આઈ એમ સો સોરી....મુજે ઐસા નહિ કરના ચાહિયે...મેં ભૂલ ગઈ થી..મેં ભૂલ ગઈ થી..સો સોરી..” રિધીમાએ પોતાનાં બંને હાથો કપાળ પર રાખતા, રડમસ ચહેરે દિલગીર થતાં કહ્યું.

“રિધીમા કયું પર ? આપ અચાનક ઐસા કયું બોલ રહે હો..?” થોડું અકળાતા સૌમ્યે કહ્યું.

રિધીમાએ, સૌમ્યની આંખમાં આંખ નાંખતા કહ્યું, “મેરી એન્ગેજમેન્ટ હો ચૂકી હે...” એટલું કહેતાની સાથે જ રિધીમાની આંખમાંથી આંસુનાં ટીપા એક પછી એક પડવા લાગ્યાં.

સૌમ્ય ચોંક્યો ખરો. તેને આ વર્ડ્સ જરા પણ સાંભળવા ગમ્યા નહિ. તે થોડી મિનટ માટે રિધીમાની પાણી ભરેલી આંખોમાં જ ચૂપ રહીને જોતો રહ્યો.

એના પછી જાણે કોઈ નિર્ણય લીધો હોય તેમ સૌમ્ય જરા પણ વિલંબ કરવા વગર રિધીમાનાં કમરાથી બહાર આવી ગયો. અને ત્યાં જ હોલમાં રાખેલી એક ખુરશી પર ગોઠવાયો.

રિધીમાં થોડી મિનિટો બાદ સ્વસ્થ થતાં બહાર આવી અને કિચન તરફ ગઈ. તે પાણીનો ગ્લાસ લઈને સૌમ્યની તરફ હાથ લંબાવ્યો. પરંતુ નારાજ થયેલો સૌમ્યે એ ગ્લાસ તરફ જોયું પણ નહિ.

રિધીમાએ ધીમા સ્વરમાં કહ્યું, “ સૌમ્ય આઈ એમ સોરી...આપ પાની તો પી લો..”

“મુજે કુછ નહી લેના આપસે...આપ પહલે ભી તો યે સબ બતા સકતે થે...મેં ઈતના કરીબ નહી આતા રિધીમા..” સૌમ્યે ગુસ્સો ઠાલવ્યો.

“હા બટ સોરી..” રિધીમા એટલું જ બોલી.

સૌમ્ય ઝડપથી ઊઠ્યો અને દરવાજાની બહાર જવા લાગ્યો ત્યાં જ અંદર માસી આવતા દેખાયા.

રિધીમા જાણે કંઈ જ બન્યું ન હોય તેવી રીતે ઝડપથી સૌમ્યને રોકતા કહ્યું, “સૌમ્ય રુક જાઓ, સાથ મેં હી ચલતે હે, મુજે મૌસી કી મેડીકલ મેં સે દવાઈ લેની હે...વો આપકે હોટેલ કે યહા પર હી આયી હે..”

માસીએ રિધીમાને દવા લેવાની પરચી આપી. ત્યાં જ સૌમ્ય પણ માસી સાથે થોડી ઔપચારિક વાત કરીને બહાર ઊભો રહ્યો. માસી પરચી આપીને જતા રહ્યાં. રિધીમા તાળું મારતી સૌમ્યને જોતી હતી પરંતુ નારાજ થયેલો સૌમ્યે રિધીમા તરફ જોવાનું ટાળી રહ્યો હતો.

રિધીમાએ સ્કૂટી પર બેસવા માટે ઈશારો કર્યો. સૌમ્ય ચુપચાપ પાછળ બેસી ગયો. આખા રસ્તામાં બંને ચૂપ જ રહ્યાં.

હોટેલનાં ગેટ પાસે સૌમ્યને છોડતા રિધીમાએ એટલું જ કહ્યું, “ઈન્સાન કી બહોત સારી મજબૂરીયા રહેતી હે, વૈસી મેરી ભી કુછ હે...હમદોનો અબ નહીં મિલેંગે...”

સૌમ્યે કંઈ કહ્યું નહીં.

“થેંક્સ સૌમ્ય, ફ્રેન્ડશીપ કે લિયે...!!” રિધીમાએ પ્યારભરી નજરોથી કહ્યું.

સૌમ્યે એક પણ શબ્દ કાઢ્યો નહિ, અને ત્યાંથી જવા માટે પગ ઉપાડ્યો. પરંતુ રિધીમા હજુ પણ સૌમ્ય કંઈ બોલે એના માટે ઊભી હતી.

પરંતુ જતા પહેલા નારાજ થયેલો સૌમ્યે એક પણ વાર રિધીમા તરફ જોયું નહિ, તે ઝડપથી ત્યાંથી જતો રહ્યો. રિધીમાને એમ હતું કે તે એકવાર તો પાછળ જોશે જ પરંતુ એવું થયું નહીં.

રિધીમા હજુ પણ ત્યાં જ પોતાની સ્કૂટી પર એમને એમ સતત દસ મિનીટથી રાહ જોતી બેસી રહી.

બીજી તરફ સૌમ્ય ગુસ્સા અને નારાજગીથી પોતાનાં રૂમ પર આવી તો ગયો હતો. પરંતુ તેનું મન બેચેન થવા લાગ્યું, તે વિચારમાં પડી ગયો કે રિધીમાની એવી કંઈ મજબૂરી હોઈ શકે..? શું એન્ગેજમેન્ટનાં માટે કોઈ મજબૂરી હોઈ શકે..?? એટલું વિચારતા જ સૌમ્ય ભારે શરીર લઈને રિધીમાને મળવા માટે બહાર સ્પીડમાં દોડ્યો. અને એના આશ્ચર્ય વચ્ચે જ રિધીમા હજુ પણ ત્યાં જ રાહ જોતી સ્કુટી પર બેસેલી જણાઈ.

સૌમ્ય હાંફતો રિધીમાને ત્યાં આવીને ઊભો થઈ ગયો. બંને એકમેકની નજરોમાં એટલી ઊંડે સુધી ઉતરી ગયા, જાણે એમણા બે સિવાય દુનિયા જ અસ્તિત્વમાં ન હોય.

થોડી જ મિનિટોમાં સૌમ્ય આંખના પલકારા મારવા સિવાય એ જ સ્થિતિમાં રિધીમાની આંખોમાં આંખ નાંખીને કહેવાં લાગ્યો, “ કયું પ્યાર હો ગયા આપકો સૌમ્ય સે...ફિર અબ તક રુકે કયું હો...??”

રિધીમાએ આટલું સાંભળતા જ પલકવારમાં આંખ ઝુખાવી દીધી.

તરત જ સૌમ્ય કહ્યું, “ મુજે આપકા જવાબ મિલ ગયા રિધીમા..!! પ્લીઝ અબ આપ મુજે બતાઓ આપકી કોન સી મજબૂરી હે...?”

રિધીમાએ ચૂપ જ રહેવાનું નક્કી કર્યું.

સૌમ્યે રિધીમાનો જોરથી હાથ પકડતા કહ્યું, “આપ ના..પ્લીઝ ડાયલોગ મારના છોડ દો...મજબૂરીયા ઔર યે સબ બાતે મેરે દિમાગ મેં નહીં બેઠ તી...અબ ક્યાં હે વો ખુલ કે બતા દો..”

રિધીમાએ હાથ છોડાવીને કહ્યું, “પ્લીઝ...છોડો યે સબ બાતે..”

સૌમ્યે પ્રશ્ન પૂછતા કહ્યું, “ હા તો આપ ઈતના બતા સકતે હો આપ અપની એન્ગેજમેન્ટ સે ખુશ હો..??”

રિધીમાએ કંટાળતા જવાબ આપ્યો, “ જસ્ટ લિવ યાર..”

સૌમ્યે થોડું વિચાર્યું પછી મક્કમતાથી કહ્યું, “ઠીક હે...અગર આપકી મજબૂરી આપકી એન્ગેજમેન્ટ સે જુડી હે તો........” એટલું કહીને સૌમ્ય અટક્યો.

રિધીમા સ્થિર થઈને સૌમ્યને એકીટશે નિહાળવા લાગી.

સૌમ્ય એવા જ વિશ્વાસથી ફરી કહેવાં લાગ્યો, “આપકો પ્યાર ચાહિયે ના...મે દો પ્રપોઝલ આપકે સામને રખના ચાહતા હું...મુજે આપકા બોયફ્રેન્ડ બના લો..યા આપ મેરી ગર્લફ્રેન્ડ બન જાઓ...”

રિધીમા આટલું સાંભળીને હસી.

ગંભીર થતાં સૌમ્યે ફરી કહ્યું, “ રિધીમા, મેરી બાત ખતમ નહિ હુવી હે...ઔર દૂસરા યે કી, મુજે આપકા હસબન્ડ બના લો યા આપ મેરી વાઈફ બન જાઓ..”

રિધીમા ફરી ખૂબ હસી. તેણે હસતાં હસતાં જ સૌમ્યનાં કપાળ પર ટપલી મારતા કહ્યું, “કુછ ભી મત બોલો..”

સૌમ્યે રિધીમાનો હાથ પકડતા કહ્યું, “ આપ કયું હસ રહે હો...ક્યાં મેં આપકે લાયક નહીં હું..?”

“મેરે પાસ ઈસકા એક હી જવાબ હે, મેરી એન્ગેજમેન્ટ હો ચૂકી હે..”રિધીમા દબાયેલા સ્વરે કહેવાં લાગી.

“ઠીક હે...તો યે આપકા આખરી ફૈસલા સમજુ ??” સૌમ્ય સ્પષ્ટપણે ઉત્તર માગતાં પૂછ્યું.

રિધીમા ચૂપ જ રહી.

રિધીમા અને સૌમ્ય બંને એકમેકની આંખોમાં પ્યારભરી નજરોથી નિહાળતા તો રહ્યાં, પરંતુ રિધીમા એક પણ શબ્દ ઉચ્ચારતી ન હતી, પરંતુ તે મનમાં જ કહી રહી હતી, “સૌમ્ય આઈ લાઈક યુ સો મચ...સો મચ...”

જયારે બીજી તરફ સૌમ્ય પણ મનમાં જ કહી રહ્યો હતો, “ રિધીમા, પ્લીઝ સે યસ...આઈ લવ યુ સો મચ..”

રિધીમાએ આંખો ઝુખાવી. અને સ્કુટી સ્ટાર્ટ કરતા કહ્યું, “ ઓ.કે..બાય સૌમ્ય...બાદમે મિલતે હે..”

સૌમ્ય ખોટો ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરીને ખોટું બોલતા કહ્યું, “ઠીક હે....મુજે ફિર ફ્રેન્ડશીપ ભી નહીં રખની હે...” અને રિધીમા કંઈ કહે એના પહેલા જ સૌમ્ય ત્યાંથી નીકળી ગયો.

રિધીમા પણ બે જ સેકંડ ત્યાં ઊભી રહી, પછી પોતાનું સ્કુટી ત્યાંથી ભગાવી મુક્યું.......

સતત ત્રણ ચાર દિવસ સુધી રિધીમાએ સૌમ્યનાં મોબાઈલ પર મેસેજ અને ફોન કોલ્સ કર્યા હતાં પરંતુ સૌમ્યે તેનો એક પણ રીપ્લાય આપ્યો નહીં. સૌમ્ય જાણે જિદ્દ પર આવ્યો હોય તેમ ફક્ત રિધીમાનો “હા” માં જ જવાબ ઈચ્છતો હતો.

હવે બીજી તરફ રિધીમાનાં પણ મેસેજ અને ફોન કોલ્સ આવતા બંધ થયા. સૌમ્યે પણ હવે સતત એક અઠવાડિયું બાદ ખોટા ગુસ્સાને ઓગાળીને અને રિધીમા પ્રત્યેની નારાજગી દૂર કરીને એક જ બાબત પર વિચારવા લાગ્યો હતો કે રિધીમાની એવી કંઈ મજબૂરી હોઈ શકે..?? એવામાં જ સૌમ્યનાં મોબાઈલ પર પોતાના ઘરથી ડેડ, મોમ, પ્રિયાનાં થતાં પોતાનાં મિત્રોનાં પણ ફોન કોલ્સ આવ્યા હતાં, પરંતુ સૌમ્ય પોતાના જ લવ પ્રોબ્લેમમાં એવો પડ્યો હતો કે તેણે કોઈના પણ ફોનકોલ્સ રિસિવ કર્યા નહીં, કે ફરી સામેથી કોઈને કોલ કરવાની પણ તસ્દી લીધી નહીં.

તેણે એક અઠવાડિયું બાદ બધા જ મેસેજ અને ફોનકોલ્સ જોયા. અને પહેલો ફોન રિધીમાને જોડ્યો, પરંતુ સ્વિચ્ડ ઓફ આવ્યો. તેણે કેટલી વાર પણ ફોન ટ્રાઈ કર્યા પરંતુ તે બંધ જ આવતો.

ત્યાં જ હોટેલનાં રૂમમાં રાખેલા ફોનની ઘંટડી રણકી ઊઠી, સામેથી જાણવા મળ્યું કે કોઈ અંકિત નામના વ્યક્તિનો ફોન સૌમ્ય માટે હતો જે ઘણો જ અર્જેન્ટ હતો.

સૌમ્ય અંકિત પર ગુસ્સે થતાં તરત જ કોલ લગાડ્યો.

સામેથી અંકિતે ખીજાતા કહ્યું, “ ક્યાં બે કોન સી દુનિયા મેં રહેતા હે...તેરે ડેડ પર કોલ લગા પહેલે...”

સૌમ્યે આળસાઈથી કહ્યું, “ અરે દેખા મેને મેરે ફેમિલી વાલે કે કોલ્સ...તુજે પતા હે ના મેરે ડેડ એક હી સવાલ કરતે રહેતે હે...કબ આયેગા..કબ આયેગા...”

અંકિતે જોરથી ગુસ્સે થતાં કહ્યું, “અબે ચૂપ બેઠ તું...સુન અબ...” પછી થોડો તે અટક્યો અને સમજાય એવી રીતે કહ્યું, “તેરે ડેડ કા મેસેજ થા...તેરી બુવા કી હત્યા યા આત્મહત્યા ઐસા હી કુછ હો ગયા હે...”

સૌમ્યનાં કાન પર વિશ્વાસ ન થયો. અંકિતના શબ્દો સાંભળીને તે હેબતાઈ ગયો. તે ફોન પર કંઈ બોલી ન શક્યો. પોતાને સંભાળતા જ તેને તરત જ ડેડ પર કોલ લગાવ્યો, જાણવા મળ્યું કે તેઓ કાનપૂર માટે ઉપડ્યા છે.

સૌમ્ય તરત જ ગોવા છોડવાનું નક્કી કર્યું. તેણે તરત જ મુંબઈ રવાના થનારી ફ્લાઈટ માટે બધી જ ઇન્ફોર્મેશન કાઢી દીધી. આટલું નક્કી થયા બાદ એક પળનો પણ વિલંબ કર્યા વગર રિધીમાનાં ઘરે પહોંચ્યો. પરંતુ ત્યાં જતા જ જોયું કે દરવાજે તાળું લટકેલું દેખાતું હતું, અને બીજી તરફ રિધીમાનો ફોન બંધ જ આવી રહ્યો હતો.

તેણે બાજુ વાળા માસીને ત્યાં જઈ પૂછ્યું, એમણે રિધીમા વિષે બોલવાનું ટાળ્યું. સૌમ્ય જાણી ગયો કે માસી કોઈ વાત છુપાવી રહ્યાં હતાં. સૌમ્યે માસી પાસેથી જ એક કાગળ અને પેન મંગાવી. તેણે કાગળમાં લખ્યું કે, “રિધીમા સોરી ફોનકોલ્સ ઔર મેસેજ કે લિયે, પર મુજે આજ જાના હોગા મુંબઈ...પર રિધીમા !! મેં આપસે પ્યાર કરતા હું...ઔર કરતા રહુંગા..શાયદ મેં આપકે લિયે લાયક ભી નહી રહુંગા...બટ હા અગર આપકી હા રહેતી તો મેં આપસે હી શાદી કરતા..પર આપકી મજબૂરીયા...!! આપકા ફૈસલા બદલ જાયે તો મુજે પ્લીઝ બતાના, ટ્રસ્ટ મી..મેં આપકો બહોત ખુશ રખુંગા...મેરે પાસ કોઈ બાત કી કમી નહીં હે...લવ યુ સો મચ.”

ઔર હા મેરી કભી ભી લાઈફ મેં જરૂરત પડી તો મુજે યાદ કરના....યે મેરે દોનો મોબાઈલ નંબર ઔર મેરે મુંબઈ કે ઘર કા એડ્રેસ લીખ રહા હું, ઔર હા અગર મેરા ભી દોનો નંબર નહીં લગા તો મેરી બહોત અચ્છી દોસ્ત ઔર સિસ્ટર પ્રિયા કા નંબર ભી આપકો દે રહા હું...વો ભી મેરી તરહ હી હે...આપકે લિયે કુછ ભી કરેંગી...બાય લવ યુ. -સૌમ્ય..”

“મોસી યે દે દેના પ્લીઝ....”સૌમ્યે નમ્રતાથી આજીજી સ્વરે કહ્યું.

માસીએ તે ચીઠ્ઠી હાથમાં તો લીધી પરંતુ કંઈ કહ્યું નહીં.

પરંતુ જયારે સૌમ્ય જવા લાગ્યો ત્યાં જ માસીએ ફક્ત એટલું જ કહ્યું, “ રિધીમા કી શાદી હે...તુમ ઐસે પીછે મત પડો..રોબર્ટ અચ્છા નહીં હે...”

સૌમ્યને આ તીર જેવા શબ્દો ત્યારે દિલમાં ઘણા વાગ્યાં હતાં. રિધીમાને ભૂલવા માટે આ શબ્દો સૌમ્ય માટે કાફી હતાં.

સૌમ્યે આ બધું જ એક પછી એક યાદ કરી જ રહ્યો હતો ત્યાં જ પ્રિયા બુમો પાડતી કમરામાં આવી ગઈ... “બ્રો પ્લીઝ હવે થોડું ટુંકમાં કહી દો...એટલે હું નિરાંતે ઊંઘ કાઢી શકું..નહિ તો મોમ ફરી આવશે...”

સૌમ્યે ફરી ટુંકમાં બધી જ વાત ધોહરાવી અને કહ્યું, “ હું ગોવાથી સીધો જ મુંબઈ આવ્યો. મારી પોતાની જાત પર હવે મને ગુસ્સો આવતો હતો. મોમ ડેડ તો કાનપૂર નીકળી ગયા હતાં. પછી શું બન્યું એ તો તું જાણે જ છે.

પરંતુ તે જ સમયમાં હું આ પરિવારનો મોટો દીકરો છું અને મારી પણ જિમ્મેદારી છે એનો અફસોસ સાથે અહેસાસ થવા લાગ્યો. ડેડ અને મોમ બંને કાનપૂરમાં બિઝી રહ્યાં. પરંતુ ડેડનો એ દુઃખી ચહેરો મારાથી જોવાતો ન હતો. હું હવે લાપરવાહમાંથી એક જિમ્મેદાર છોકરો બનવા લાગ્યો. ડેડ સાથે હું પણ કેટલી વાર કાનપૂર જઈને આવ્યો.

ડેડે તે દિવસોમાં મને ક્યારે પણ કહ્યું નહીં કે જઈને બિઝનેસ સંભાળ. પરંતુ હું પોતે જ હવે ડેડનો બિઝનેસ હેન્ડલ કરવા લાગ્યો. ફોઈનો કેસ પૂરો થઈ ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં હું એક કાબીલ બિઝનેસમેન બની ગયો હતો. પરંતુ હું રિધીમાને ઘણો યાદ કરતો, સતત ફોન કોલ્સ કરતો રહ્યો. તેના નામના ફેસબુક એકાઉન્ટ પણ સર્ચ કરીને જોતો પરંતુ તેનો ક્યાં પણ પત્તો મને લાગ્યો નહીં.

કેસ પૂરો થયો. ઘરમાં થોડું સ્વસ્થ જેવું વાતાવરણ થવા લાગ્યું હતું પરંતુ ડેડનો સ્વભાવ હવે પહેલા જેવો રહ્યો ન હતો. પોતાની એક ને એક જુવાન લાડકી બહેન, એ પણ આત્મહત્યા જેવું પગલું ભરી બેસે ત્યારે દિમાગ અને દિલ પર એક ભાઈનાં માટે તે દુઃખની અસર દર્દનાક સાબિત થતી હોય છે.

મોમ કોઈ બીજાના લવ મેરેજની પણ ઘરમાં વાતો કરતી તો પણ ડેડ ઘણા ખિજાઈ જતાં. ડેડને હવે લવ મેરેજથી સખત નફરત ચડી ગઈ હતી. અને ત્યારે જ ડેડે ઘરમાં એલાન પણ કરી દીધું હતું કે, “સૌમ્ય અને પ્રિયા પોતપોતાની લાઈફ કેવી પણ રીતે જીવી શકે છે, પરંતુ લવ મેરેજનું આ ઘરમાં કોઈ પણ નામ લેશે નહીં.”

મારાથી રિધીમાની વાત આ ઘરમાં ક્યારે પણ થઈ શકી જ નહીં. મને ક્યારેક વિચાર પણ આવતો કે એકવાર રિધીમાને ગોવામાં જઈને મળી આવું, પરંતુ પછી મને એ માસીના શબ્દો યાદ આવી જતા કે રિધીમાનાં લગ્ન......અને પછી હું બધો જ વિચાર પડતો મૂકતો..”

સૌમ્યની આખી વાત સાંભળી બંને ભાઈબહેનો થોડી વાર ચૂપ જ રહ્યાં.

પરંતુ ઉત્સાહી પ્રિયાએ તરત જ કહ્યું, “પણ બ્રો, શું તમે હેલ્પ કરવા નથી માગતાં રોઝની...આઈ મીન રિધીમા..?

સૌમ્યે ચુપકીદી સાદી.

પ્રિયા સમજી ના શકી કે પોતોનો બ્રો સૌમ્ય...રોઝને કેટલું ચાહે છે તો પણ કેમ આમ ચુપચાપ બેઠા છે..!!

થોડી વાર વિચારતા પ્રિયાએ જ કહ્યું, “ બ્રો શું તમે ડેડ વિષે વિચારો છો ? કે રિધીમા સાથે જો ફરી મુલાકાત થશે તો એ કેટલા વર્ષનો દબાયલો પ્યાર ક્યાંક પાછો ધકધક કરવા ના લાગે..અને એના પછીની પરિસ્થિતિ શું બની રહેશે...!!”

સૌમ્યે એટલું જ કહ્યું, “ આ એ જ વિચારું છું..”

“પણ બ્રો હમણાં એ બધું વિચારવાનું આવતું જ નથી ને..?? અત્યારે તો ફક્ત આપણાને એ જ જોવાનું છે કે રોઝ ને આપણે કેવી રીતે રોબર્ટનાં જાળમાંથી નીકાળી શકીએ...અને બીજી બધી હકીકત પણ હવે રોઝ જ બતાવી શકશે ને..??” પ્રિયાએ તર્કબધ જવાબ આપ્યો.

સૌમ્ય એટલું જ કહ્યું, “ હમ્મ..”

“બ્રો...ઓઓઓઓઓ...શું હમ્મ કરો છો...તમે ફક્ત એટલું કહો કે આવતીકાલે જો તમે ફ્રી હોય તો આપણે સવારે જ રોઝને મળીને આવીએ..?” રસ દાખવતી પ્રિયાએ કહ્યું.

“પ્રિયા...તું થોડી અક્કલવાળી વાત કર....તું કહી રહી છે એમ...રિધીમાને ચેઈનથી બાંધીને રાખી છે...અને રોબર્ટે પહેલા મને નહીં પરંતુ તને જ પહેલા કોન્ટેક્ટ કર્યો...પ્લીઝ તું જરા સમજવાની કોશિશ કર...રોબર્ટે કોઈ મોટો ખેલ ખેલ્યો છે. આપણાને પણ પ્લાન બનાવીને જવું પડશે નહિ તો પોલીસની મદદ પણ લેવી પડશે..!!” સૌમ્યે ઊંડાણમાં વિચાર કરતા કહ્યું.

“યસ બ્રો...યસ..!! આદિત્ય આપણાને હેલ્પ કરી શકશે..આપણાને આદિત્યને પણ આ પ્લાનમાં સાથે લેવો પડશે...” પ્રિયા જાણે હમણાં જ કોઈ મોટી જંગ લડવા જવાની હોય તેવી રીતે કહ્યું.

સૌમ્યે આશ્ચર્યથી પૂછ્યું.. “ કોણ આદિત્ય..?”

“બ્રો...આદિત્ય...આદિત્ય રૂદ્રનો ખાસ ફ્રેન્ડ, અને તમને ખબર છે બ્રો !! રોબર્ટ એણે ત્યાં જ રેન્ટ પર રહે છે...” પ્રિયાએ મોટી આંખ દેખાડતા ગળું ફાડીને કહ્યું.

“ઠીક, તું આદિત્યને કોન્ટેક્ટ કરી લે જે...” સૌમ્ય પણ થોડો હવે ઉત્સાહ દાખવતા કહેવાં લાગ્યો.

“આદિત્ય, હું, સોની અને તમે...એમ આપણે બધા મળીને રોબર્ટને ત્યાં દરોડો પાડીશું એમ ને બ્રો..? અને એમના કેદમાંથી આપણે રોઝ ભાભીને છોડાવીને આપણા ઘરે લાવીશું....એમ આઈ રાઈટ બ્રો...!!” પ્રિયા જાણે રોઝને હમણાં જ ઘરે લાવી હોય તેવી રીતે ઉત્સુકતાથી કહેવાં લાગી.

“જા હવે સુઈ જા...” આટલું કહી સૌમ્ય થોડો ખિજાયો...અને પછી નમ્ર થઈને કહ્યું “મોમ રાહ જોતી હશે...”

“ઓ.કે બ્રો ગૂડનાઈટ...એન્ડ ઓલ ધ બેસ્ટ..” પ્રિયા ખુશ થતાં કહ્યું.

“હમ્મ..” એટલું બોલી સૌમ્ય ફરી સિરિયસ થઈ ગયો.

પ્રિયા દરવાજાની બહાર તો નીકળી ગઈ પરંતુ ફરી ડોકું કાઢીને મજાકમાં આંખ મારતા ઉચ્ચા સ્વરમાં કહ્યું, “ બ્રો...રિધીમાભાભી ગોલુમોલુ ને જોયેલો હતો ને...પરંતુ હમણાનો સ્માર્ટ હેન્ડસમ બોય સૌમ્યને જોશે તો શું કરશે....!! પછી ઝડપતી સરકી જતા કહ્યું, “ઓ.કે..બ્રો ગુડનાઈટ..”

(ક્રમશ:..)