કયો લવ - 27 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ - 27

કયો લવ ?

ભાગ (૨૭)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૭

ભાગ (૨૭)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૨૬ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૨૬) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઈરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.

રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.

રોબર્ટ અને સના, પ્રિયા અને સોનીને બંગલાના પહેલા માળ પર લઈ જાય છે, જ્યાં સોની અને પ્રિયાનો આશ્ચર્યનો પાર ન હતો, તેઓ બંને એક છોકરીને એક સાંકળમાં બાંધેલી જુએ છે, જે બેહદ ખૂબસૂરત હતી...પ્રિયાના પૂછવા છતાં પણ રોબર્ટ કારણ નથી બતાવતો કે આ છોકરીને અહીં આવી રીતે કેમ બાંધવામાં આવી છે..!!

પ્રિયાને, રોઝ નામની છોકરીને અહીં બાંધીને કેમ રાખવામાં આવી છે તેનું કારણ ખબર પડે છે...પ્રિયાને હજુ પણ રોબર્ટની વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તેવું જણાતું હતું...રોબર્ટને મળીને આવ્યા બાદ, ચા ની લારીને ત્યાં પ્રિયાને રુદ્ર અને તેનો બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય મળે છે.

સોનીનો બર્થ ડે પ્રિયાના ઘરમાં રાખ્યો હોવાથી બધા ફ્રેન્ડો પ્રિયાના ઘરમાં ભેગા થાય છે ત્યાં જ આદિત્ય અને રુદ્રને પણ ઈનવાઈટ કર્યા હોય છે. આદિત્યને સોની ગમી જાય છે, તે સોની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે જાત જાતના નખરા કરે છે.

ત્યાં જ રોનકે પણ સોની માટે કોઈ સરપ્રાઈઝ રાખ્યું હોય છે...આદિત્ય પળવારની મુલાકાતમાં જ સોની સામે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખી દે છે.

સોનીના બર્થ ડે બાદ પ્રિયાનું અગત્યનું કામ હતું રોઝ નામની છોકરીને મળવાનું...તેને સ્ટેશન પર નીલ સર મળે છે, બંને એક જ ટ્રેન નાં ડબ્બામાં બેસીને વાર્તાલાપ કરે છે.. પ્રિયા જર્જરીત બંગલામાં પહોંચે છે.

બંગલામાં પ્રિયાની આદિત્ય સાથે અણધારી મુલાકાત થાય છે....પ્રિયા રોઝનો ફોટો પોતાનાં મોબાઈલમાં ખેંચી લે છે.

પ્રિયા પોતાના ભાઈ સૌમ્યની આતુરતાપૂર્વક રાહ જોતી હતી....ત્યારે તેને ખબર પડ્યું કે રોઝ નામની છોકરીનું નામ રિધીમા છે...ત્યાં જ સૌમ્ય દ્વારા જ્યોતિકા ફોઈનું મોત વિષે વાત ઉખેળવામાં આવી, પ્રિયાને પોતાની ફોઈ જ્યોતિકાની મોત વિષેની ઘટના આંખ સામે તરતી દેખાઈ.

પ્રિયાનો ભાઈ સૌમ્ય પોતાની ભૂતકાળની વાત કહેતા...ગોવા માં જઈ કેવી રીતે ફસાયો...આખી કહાની ખૂબ જ સારી રીતે પ્રિયા સામે રજૂઆત કરે છે, જેમાં એક ખુબસુરત છોકરી પોતાની માસી સાથે સૌમ્યનું મજાક ઉડાવતી કહે છે...“ હોટેલચ્યા નાવ સુદ્ધા વીસરુન ગેલા પોરગા..”

સૌમ્યને જયારે ખબર પડે છે કે તે પોતે રોબર્ટનાં ઘરમાં જ આવીને આરામ ફરમાવી રહ્યો છે, ત્યારે તેની સ્થિતિ કફોડી બની જાય છે તે ડરના મારે આખી રાત રોઝ સાથે એક જ કમરામાં વિતાવે છે...ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૬ જરૂર વાંચજો..)

......................................................................................................................................................

હવે આગળ...........

રિધીમાએ મને ઈશારાથી સમજાવ્યો કે બધાનાં પગને, શરીરને સંભાળીને ચાલજે. રિધીમા બધાને ઓંગાળીને વ્યવસ્થિત રીતે ચાલી ગઈ હતી અને મારી જ ઉભી રહીને રાહ જોતી હતી.

પણ હું, જયારે પણ મને ન કરવાનું કામ કોઈ કહેતું પરંતુ મારાથી તે જ થઈ જતુ. તે દિવસે પણ મેં એક ઊલટું કામ કરી જ નાખ્યું.

હું ધીરેથી જ કૂદકો મારીને જતો હતો એમાં જ મારો પગ કોઈ વ્યક્તિને જોરથી વાગ્યો. એ વ્યક્તિ કોઈ નહીં પરંતુ રોબર્ટ હતો.

પગ લાગતા જ હું સ્થિર ઊભો રહી ગયો. ત્યારે રોબર્ટની આંખો અર્ધખુલ્લી થઈ ગઈ હતી, તેનો ચહેરો મંદમંદ હસતો હતો. મને એમ હતું કે તે મારા ચહેરા બાજુ જોઈને હસતો હતો, એટલે મેં પણ વગર વિચારે મૂર્ખની જેમ દાંત કાઢીને ડરથી નાની સ્માઈલ આપી. પરંતુ જયારે રિધીમાએ મને સહેજ હાથ લગાડ્યો ત્યારે જાણમાં આવ્યું કે પગ લાગતા જ રિધીમા પણ મારી નજદીક આવીને ઊભી થઈ ગઈ હતી. રોબર્ટ મારા ચહેરાને જોઈને નહિ પરંતુ રિધીમાને જોઈને મંદમંદ હસતો હતો.

રિધીમા પણ સ્થિર જ ઊભી રહીને રોબર્ટ સામુ જોતી હતી પણ ફક્ત મને સંભળાઈ એવી રીતે કહી રહી હતી, “ ગો......ગો.....”

રિધીમા મને ધીમા સ્વરમાં દાંત કચકચાવીને કહી રહી હતી કે અહિયાંથી જતો રહે. પરંતુ મને એ સમજણ પડી નહિ કે એ મને કિચન તરફ કેમ ભાગવા માટે કહી રહી હતી.

રિધીમાએ થોડી સેકેંડમાં જોયું કે રોબર્ટ નિદ્રામાં સરી પડ્યો હતો.

તેણે મારો હાથ પકડ્યો અને ઝડપથી કિચન તરફ લઈ ગઈ. એણે અવાજ ના થાય એવી રીતે કિચનમાં પાછળની તરફ આવેલો દરવાજો ખોલ્યો. એ દરવાજાની ઊંચાઈ પ્રમાણમાં નાની હતી એટલે રિધીમા પહેલા ઝૂકીને બહાર નીકળી અને મને મારી ઊંચાઈ જોતા કહ્યું, “ સંભલકે જલ્દી આ જા...” હું પણ ઝૂકીને બહાર નીકળ્યો.

એણે બહારની તરફ સ્કૂટી ઊભી જ રાખી હતી ત્યા એના ચપ્પલ અને મારા ચપ્પલ પણ પડેલા મેં જોયા. એણે ઉતાવળથી પોતાનાં ચપ્પલ પહેર્યા અને સ્કૂટી ચાલું કર્યું હું પણ તરત બેસી ગયો અને કહ્યું “ હોટેલ....” મારું એટલું કહેવાની સાથે તે સ્કુટી ચલાવતા જ કહી રહી હતી કે, “ આપ ના થોડી દેર ચૂપ રહો....મુજે પતા હે આપકો કહા છોડના હે..”

હું ચૂપ જ રહ્યો. એ બરોબર મારી હોટેલનાં મેઈન ગેટ પર એની સ્કૂટી ઊભી રાખી અને કહ્યું, “ યાદ આયા ના આપકો.....અબ...??”

મેં ડોકું ધુણાવીને હા કહ્યું.

એણે મને બાય કહ્યું, અને જતા એટલું જ કહ્યું, “યુ આર સો ક્યુટ....ગોલુમોલુ..”

હા એણે મને ગોલુમોલુ કહ્યું ત્યારે મારુ શરીર ભરાવદાર હતું. ચહેરા પરથી હું કોઈ નાના છોકરાની જેમ લાગતો. તે દિવસોમાં સ્માર્ટ નામની કોઈ ચીજ હતી જ નહિ મારા વ્યક્તિત્વમાં...

મને ગોલુમોલુ કહ્યું એ ન ગમ્યું. પરંતુ મને એ પણ ખબર હતી કે રિધીમા જેવી બ્યુટીફૂલ છોકરી મને ક્યાંથી કોઈ પણ વાતમાં ભાવ આપવાની હતી !! સાચું કહું તો હું રિધીમાની બ્યુટીથી અંજાઈ ગયો હતો, તે ખરેખર બેહદ સુંદર હતી. મારુ શરીર ભરાવદાર હોવાના કારણે કંઈ પણ બોલવા પહેલા હું છોકરીઓ સામે શરમ અનુભવતો. પણ મેં એણે કહી જ નાખ્યું, “ રિધીમા.....જી....થેંક યુ...થેંક્સ અ લોટ....મુજે ગોવા ઘૂમના હે આપકે સાથ....નહી આપકે સાથ નહી....આપ ઘુમાઓગે મુજે....મેરે સાથ....આપકે સાથ...” હું જે આવ્યું તે બોલ્યો પરંતુ આટલું કહેતા જ મને પરસેવો વળ્યો.

સ્કૂટી પર બેસતા જ નાની સ્માઈલ આપીને વળીને એટલું જ કહ્યું, “ બાય, ટેક કેર....” અને તેણે પોતાની સ્કૂટી ભગાવી મૂકી.

સૌમ્ય પોતાની નાની સિસ્ટર પ્રિયા સામે બધું જ કહેવા થોડો અચકાઈ રહ્યો હતો, પરંતુ પ્રિયા આ બધી વાત પરથી એટલું તો સમજી ગઈ કે પોતાનો બ્રો સૌમ્યને રિધીમા કાફી ગમી ગયેલી લાગે...!! પ્રિયાએ જેટલું હજુ સુધી સાંભળ્યું હતું એ બધી જ વાત એણે રોમાંચિત કરતી જતી હતી, તે ધ્યાન દઈને એક પણ શબ્દ કાઢવા વગર મનોમન હસતી જતી અને સાંભળતી હતી.

હું હોટેલના રૂમ પર પહોંચ્યો. મારા દોસ્તોએ મારું સારું એવું સ્વાગત કર્યું, ઓફ્કોર્સ મેથીપાકથી....

હું રિધીમા વિષે અને રોબર્ટ વિષે બધી જ થયેલી ઘટના કહી સંભળાવી. એ બધા દોસ્તોએ મારી ઘણી મજાક ઉડાવી, તેઓ ઘણા હસ્યા એમણી સાથે હું પણ હસ્યો.

બીજા દિવસે રિધીમાનો ફોન આવ્યો. એણે કહ્યું હું હોટેલના ગેટ સામે ઊભી છું. હું પાંચ મિનીટમાં તૈયાર થઈને રિધીમા સામે ઊભો થઈ ગયો. એણે મને મારુ કાંડા ઘડિયાળ આપતા કહ્યું, “ સોરી યાર આપકી ચેઈન ભી થી ના વહા....” પછી ગુસ્સે થતાં કહ્યું, “ આપકો અપની ચીજ સબ લેની ચાહિયે થી ના...”

નિસાસા નાંખતી ફરી કહ્યું, “ અબ મેં કિસકો પૂછું યાર, રોબર્ટ કે સાથ ઉસકે સભી ફ્રેન્ડો મેં સે ન જાને કિસને ઉઠાયા હોગા આપકી ચેઈન કો...”

હું એક પણ શબ્દ ન બોલ્યો, પરંતુ એનો અફસોસ વાળો ચહેરો જ જોતો રહ્યો.

“આપ ને ચેટ પર બતાયા થા ના વો જો ચેઈન થી....વો આપકી સિસ્ટર પ્રિપ્રિપ્રિપ્રિ.....હા પ્રિયાને દી થી...” એણે થોડી દુઃખી થતાં કહ્યું.

હું હજુ પણ કંઈ બોલ્યો નહિ.

“સિસ્ટર કી ગિફ્ટ આપકે લિયે કિતની કિંમતી રહેંગી ના..?” એણે મને પ્રશ્ન પૂછ્યો.

હું હા કહીને ફક્ત ડોકું ધુણાવ્યું.

“ઓહ્હ યાર ! સિર્ફ હા..હું..હા ક્યાં કર રહે હો....ખુદ કો ટેન્શન નહિ હૈ ઔર મેં કયું લે રહી હું..” એણે બંને હાથ કમર પર રાખતા ચિંતા દર્શાવતા કહ્યું.

“અરે ઇટ્સ ઓકે જબ મિલ જાયેગી તબ લોટા દેના..” મેં લાપરવાહની જેમ કહ્યું.

“અરે ક્યાં લોટા દેના?? મેરે પાસ હે જો લોટા દુ ? વો મુજે અબ ઢુંડના પડેગા...રોબર્ટ યા ઉસકે ફ્રેન્ડ્સ કો મસ્કા લગાગે પૂછના પડેગા...” એણે ગુસ્સો જતાવ્યો.

“રિધીમા....આપ જબ ફ્રી હોગે, તબ ક્યાં હમલોગ ઘૂમ સકતે હે..?” હું બીજું બધું જ છોડીને સીધો જ પ્રશ્ન પૂછ્યો.

“અરે કમાલ કે હો આપ ભી, મેં ક્યાં બાત કર રહી હું, ઔર આપ સિર્ફ ઘૂમને કી બાત કો લે કર બેઠે હો..” એણે ચિડાઈને કહ્યું.

“હા વો ચેઈન મેરે લિયે ઈમ્પોટેન્ટ થી પર મેં ખુદ ભૂલ ગયા હું ઉસમેં અબ ક્યાં કરું...” મેં થોડું સમજાવતાં કહી દીધું.

“હા પર આપ મેરે મહેમાન થે ના, ઔર મેરે ઘર મેં ભૂલ ગયે હો તો મુજે અચ્છા નહી લગ રહા હે..” એણે સરળતાથી કહ્યું.

હું એણે જોતો જ રહી ગયો. એ છોકરી કેટલી સરળ સ્વભાવની હતી. એક્ચુલી મને પસંદ પડી ગઈ હતી. પરંતુ મારુ ભરાવદાર શરીર જોઈને મને પોતાને જ થોડી શરમ લાગતી હતી, પરંતુ આ એક ભરાવદાર શરીરમાં પણ એક નાનકડું દિલ હતું, જે ધબકારા લેતુ કહી રહ્યું હતું, “ રિધીમા આઈ લાઈક યુયુયુયુયુયુ...સો મચ..” પણ હું તેણી સામે આ બોલી સકતો ન હતો તે પણ એક જ મુલાકાત માં..!!

તે દિવસે પણ એટલું જ કહીને રિધીમા જતી રહી કે, “ આપકી ચેઈન ના, મેં જરૂર લોટાઉંગી..”

હું તો ત્યાં જ ઊભો રહીને એણી જતી સ્કુટીને જોતો રહ્યો. હું ફરવા તો આવ્યો હતો પણ હવે હું બેચેન થવા લાગ્યો હતો, રિધીમા સિવાય મને ગોવા માં કોઈ દેખાતુ ન હતું. દુનિયામાં હશે સુંદર છોકરીઓ પણ રિધીમા સિવાય મને કોઈ સુંદરતા હવે ગોવામાં દેખાતી ન હતી. મારી દુનિયા હવે મને રિધીમા જ લાગતી હતી. રિધીમા સિવાય હવે મને આગળ ક્યાં પણ વધવું ન હતું. એ વાત પણ ત્યારે સાચી હતી કે રિધીમા શું મારા વિષે વિચારતી હતી ?? પણ મારા મનમાં એક જ દિવસમાં રિધીમા વિષે ઘણા વિચારો એક પછી એક ચાલી રહ્યાં હતાં. હું જાણતો એ પણ હતો કે રિધીમા મને ક્યારે પણ ભાવ આપવાની નથી કે નથી એણી આંખમાં એવું મારા માટે કંઈ દેખાતું હતું !! તો પણ દિલ થોડું માને, હું મનોમન રિધીમાને ચાહવા લાગ્યો હતો, તે મારી સ્વપ્નસુંદરી હતી..!!

હું એણે ચેટ પર ઘણા બધા મેસેજો મોકલતો પરંતુ એનો કોઈ રીપ્લાય આવતો નહિ.

અહિયાં એક બાજુ મારા દોસ્તો હવે અન્જુનાં બીચ છોડીને બીજા સ્થળ જોવા માટે ઉપડવા લાગ્યાં. એ લોકોએ પણ ઘણી જીદ કરી અને ઘણા પ્રશ્નો પૂછ્યા કે તું અહિં રોકાવા કેમ માંગે છે ? પરંતુ મેં આડોઅવળો જવાબ વાળીને જીદ કરીને અહિયાં જ આ જ હોટેલ પર થોડા દિવસ માટે રોકાવું છે એવો આગ્રહ કર્યો અને મારા બધા જ દોસ્તોને વિદાય આપી.

બે દિવસ પછી રિધીમાનો ફોન આવ્યો. તેણે મને હોટેલનાં ગેટ પાસે બોલાવ્યો. હું નીચે ગયો પરંતુ તેણે મેં એક કપ કોફી કહીને હોટેલના રૂમ પર લાવ્યો. રિધીમાએ મને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા એમાં દોસ્તો વિષે પણ પૂછ્યું કે તું મુંબઈથી ફરવા ગોવા આવ્યો છે તો પણ તું અહિં હોટેલમાં કેમ રોકાઈ રહ્યો છે.

હું જવાબ પણ શું આપું ? જેમણા માટે હું રોકાયો હતો એ જ સવાલ આવો પૂછતો હોય તો...!!

હું એટલું જ કહ્યું કે, “ આ હોટેલનું વાતાવરણ મને ગમી ગયું એટલે જ હું રોકાઈ ગયો.”

એણે કહ્યું, “ અચ્છા..હા સૂનો, યાર આપકી ચેઈન મુજે અભી તક નહીં મિલી... યહી બતાના થા મુજે..”

“ઓહ ! તો યે બતાને કે લિયે આપકો યહા તક આના પડા..” મેં કહ્યું.

“નહિ...આપકો શાયદ ઘૂમના ભી થા ના...મેરે સાથ..” એટલું કહીને રિધીમા હસી.

રિધીમાએ મારો ચહેરો વાંચી લીધો હતો કે પછી એણે પણ મારો સાથ જોઈતો હતો કે શું એ તો ત્યારે ખબર પડી ન હતી, પરંતુ આ સાંભળી હું આનંદમાં આવી ગયો હતો.

“ઓહ વાઉં..!! ધેટ્સ ગ્રેટ રિધીમા..” હું ઉત્સાહથી કહ્યું.

પછી તો શું અમે બંને સતત બે મહિના સુધી ફર્યા જેમ રિધીમાને સમય મળતો તેમ અમે ફરતાં. હું એણે હવે વધારે પસંદ કરતો થઈ ગયો હતો. પરંતુ રિધીમા મને એક ફ્રેન્ડ જ માનતી હતી.....

સૌમ્ય પોતાની વાતની રજૂઆત કરતો એવો તો ભૂતકાળમાં સરી પડ્યો હતો કે જાણે એ પ્રિયાને નહીં પરંતુ પોતાને જ આ બધી વાતો યાદ કરાવી રહ્યો હોય તેવી રીતે કહી રહ્યો હતો. પ્રિયા પણ વગર પ્રશ્ને એવી રીતે બધું જ સાંભળી રહી હતી જાણે તે પોતે પણ સૌમ્યના કમરામાં ઊભી ન હોય પરંતુ ગોવા જ પહોંચીને આંખ સામે જોતી ઘટના જ નિહાળતી કેમ ના હોય...!!

એટલામાં જ પ્રિયાની મોમ બુમો પાડતી સૌમ્યનાં રૂમમાં ધસી આવ્યા, “ અરે પ્રિયું શું હેરાન કરે છે ભાઈને ચાલ સૂવા માટે હવે..”

બંને ભાઈ બહેને જયારે પોતાની મોમનો અવાજ સાંભળ્યો ત્યારે જ વર્તમાનમાં આવી પહોંચ્યા.

પ્રિયા થોડી ખિજાઈને કહેવાં લાગી, “ શું મોમ..!! હા ખબર છે રાત છે એટલે સૂવાનું છે...તમે જાઓ હું આવું છું..”

“અરે સૌમ્ય તું સુઈ જા...પ્રિયા ચાલ હવે સુવા..ભાઈ થાક્યો છે..” પ્રિયાની મોમે પ્રિયા તરફ જોતા કહ્યું.

“અરે મોમ્મ્મ...પ્લીઝ તમે જાઓ ને યાર હું આવું છું..” પ્રિયાએ નાના બાળકની જેમ, મોં આમતેમ કરતા કહ્યું.

પ્રિયાની મોમે બંને ભાઈ બહેનના ચહેરા જોતા કહ્યું, “ હેં..!! શું વાત છે આજે બંને ભાઈ બહેન મળીને કંઈ ચર્ચા પર ઉતરી આવ્યા છે ?? હું તો તમને બંનેને આટલા ગપ્પા લડાવતા તો નથી જોયા...મને પણ તો કહો તમારી કંઈ સિક્રેટ વાત ચાલી રહી છે?? “ થોડું મજાક કરતા મલકાતા પ્રિયાની મોમે કહ્યું.

“બ્રો હું જસ્ટ આવી હા..મોમ ને હું એમણા કમરામાં છોડીને આવું છું..નહિ તો અહિંયાથી જશે જ નહિ..” પ્રિયાએ પોતાનાં મોમના ખભા પર હાથ રાખતા કહ્યું.

પ્રિયાને આજે બધી જ વાત સાંભળવી હતી. એટલે વાતમાં ખલેલ ન પહોંચે એના માટે પ્રિયા પોતાની મોમને બીજી બધી ગોળગોળ વાતો કરીને સૌમ્યનાં કમરામાંથી લઈ ગઈ.

સૌમ્ય પોતાના ભૂતકાળમાં ફરી સરી પડતા વિચારોમાં ડૂબી ગયો.

“હેલ્લો રિધીમા આજ મિલતે હે..?” સૌમ્યે રિધીમાને ફોન જોડતા કહ્યું.

“ઓ.કે. ઈવનિંગ પાંચ બજે મિલતે હે..” રિધીમાએ જવાબ આપ્યો.

તેઓ બંને એક ગોવાની હોટેલનાં ટેબલે જઈ ગોઠવાયા.

“કબ જા રહે હો મુંબઈ..” રિધીમાએ પૂછ્યું.

“જબ આપ કહો..” સૌમ્યે કહ્યું.

“અરે આપકે ફ્રેન્ડ્સ સબ ઘૂમ રહે હે ઔર આપ યહા ક્યાં કર રહે હો યાર...આપ ઘૂમને આયે હો નાં...આપકા દો મહિના હો ગયા યાર યહા પર.” રિધીમાએ કહ્યું.

“હા મેં ઘૂમને તો આયા થા..પર મેરી મંઝિલ આપ નિકોલોગી વો નહીં પતા થા નાં..ઈસલિયે યહાં પર હી રુક ગયા...મેરી મંઝિલ કે યહા પર..” ડાયલોગ મારતો હોય તેમ સૌમ્યે કહ્યું.

“આપ નાં યે ડાયલોગ મારના છોડ દો, આપકો બહોત આગે જાના હે.. બિઝનેસ સંભાલના હે નાં આપકો તો..” એટલું કહીને રિધીમા હસી.

“આપ હસ રહે હો રિધીમા...આપ..હસસસસ...ક્યાં લગતા હે આપકો, મેં બિઝનેસ નહિ સંભાલ સક્તા..?” સૌમ્યે ગંભીરતાથી કહ્યું.

“પહેલે અપને આપકો કો તો સંભાલો..” રિધીમા એક આંખ મારીને ખડખડાટ હસી.

રિધીમા સૌમ્યને દોસ્ત સમજતી હતી. જયારે સૌમ્ય દોસ્તથી પણ વધુ રિધીમાને સમજી રહ્યો હતો. પણ એક વાત તો નક્કી હતી કે રિધીમાને સૌમ્યની દોસ્તી પ્યારી લાગતી હતી. પરંતુ તે રોબર્ટનાં નજરોથી ચોરીચુપકે સૌમ્યને મળતી હતી.

સૌમ્યને રિધીમા ખડખડાટ હસી પડી એ ન ગમ્યું. તે નારાજ થઈને હોટેલનું બિલ ચૂકવી બહાર નિકળી ગયો. ત્યાં જ રિધીમા પણ તરજ જ સૌમ્યનાં પાછળ આવી.

“અરે ક્યાં હુવા..ઐસે ચલે કયું આયે યાર..” રિધીમાએ અકળાઈને પૂછ્યું.

“આપને બોલા નાં પહેલે અપને આપકો તો સંભાલો..હા તો બસ વહી કર રહા હું..” ગુસ્સે થતાં સૌમ્યે કહ્યું.

“અરે સૌમ્ય યાર ઈસમેં મેને ગલત ક્યાં કહ દિયા...ઠીક હી તો કહા..ગોલુમોલું સે સિર્ફ સ્માર્ટ....સૌમ્ય બિઝનેસમેન બન જાઓ...લડકિયા મરેગી..” મજાકમાં પરંતુ સારા ઈરાદાથી રિધીમાએ કહ્યું.

“ક્યાં મતલબ લડકિયા મરેગી..?” સૌમ્ય પ્રશ્ન કર્યો.

પછી અટકીને ફરી કહ્યું, “ ઓહ્હ, આપ ભાવ નહિ દે સકતે ઈસકા મતલબ યે તો નહિ નાં કી સભી લડકિયા યે ગોલુંમોલું કો ભાવ નાં હી દેગી??”

સૌમ્યને થોડું ખોટું લાગી રહ્યું હતું, પ્રશ્ન એના દિલના બદલે ભરાવદાર શરીરનો આવ્યો એટલે....!!

“અરે બાત કો છોડો, ચલો મુજે ઘર જાના હે મૌસી કા કુછ કામ હે, આપકો ભી છોડ દેતી હું..” સ્કૂટી તરફ જતા રિધીમાએ કહ્યું.

સૌમ્ય રિધમાની પાછળ સ્કુટી પર ગોઠવાય ગયો. રિધીમાએ સ્કુટી ભગાવી તે દરમિયાન બંનેએ એક પણ શબ્દ કાઢ્યો નહિ.

“ચલો ઘર પર આના હે... મૌસી કો મિલને..”રિધીમાએ મૌન તોડતા કહ્યું.

“મુજે કહી નહિ આના હે મુજે મેરે હોટેલ પર છોડ દો..” નારાજ થયેલા સૌમ્યે કહ્યું.

“કયું ડરતે હો ક્યાં ? વેસે ભી રોબર્ટ ગોવા મેં નહિ હે..” રિધીમાએ હસીને કહ્યું.

“મેં કિસી સે નહીં ડરતા, પર મુજે નહીં આના હે..” સૌમ્યે થોડી સખતાઈથી કહ્યું.

“અરે ઈતના ક્યાં બિગડતે હો..ઠીક હે હોટેલ કે યહાં લે લેતી હું..” સ્કૂટીનો વળાંક લેતા રિધીમાએ કહ્યું.

“ઓ.કે ચલો લે લો આપકે ઘર કે યહા પર હી..” સૌમ્યે શાંતિથી કહ્યું.

“નખરે તો લડકિયા ભી ઐસે નહિ કરતી હોગી...જેસે આપ કર રહે હો..” અલગ જ અંદાજમાં રિધીમા મજાક કરતા ફરી હસતાં કહ્યું.

રિધીમાએ પોતાનાં ઘરની તરફ સ્કૂટી પાર્ક કર્યું. અને ઘરનું તાળું ખોલીને અંદર પ્રવેશી. સૌમ્ય પણ અંદર પ્રવેશ્યો.

અંદર પ્રવેશતા જ રિધીમાએ કહ્યું, “ યાર આપને બેડરૂમ મેં હી રખી થી ના ચેઈન...સાલે ઘડી છોડ ગયે ઔર આપકી ચેઈન ઉઠાકે લે કર ગયે..ગોલ્ડ કી જો થી..”

“છોડો ના રિધીમા..” સૌમ્યે એટલું જ કહ્યું.

“ક્યાં લોગે.. કોલ્ડ્રીંકસ કુછ મિલેગા નહીં હા આપકો..સિર્ફ દારૂ મિલેગા..ચલેગા આપકો..?” રિધીમા હસી.

રિધીમાએ એટલે કહ્યું કારણકે રોબર્ટની લાઈફ જ દારૂથી ભરેલી હતી. તે ચિક્કાર દારૂ પીતો. અને ઘરમાં પણ પોતાનાં માટે અને પોતાનાં દોસ્તો માટે દારૂ વસાવેલો રાખતો.

“રિધીમા ક્યાં યાર કુછ ભી..મુજે કુછ નહીં લેના હે..હમલોગ હોટેલ સે હી આયે હે નાં અભી..” સૌમ્ય કંટાળતા કહ્યું.

“અરે મજાક કર રહી હું, યે રોબર્ટ કા ઘર હે મેરે ભાઈ રોબર્ટ કા, યહા દારૂ...દારૂ..ઔર દારૂ હી મિલેગા...” તે ગમગીન થઈને કહેવાં લાગી.

રિધીમાનાં ચહેરા પર અચાનક દુઃખની છાયા દેખાવા લાગી. સૌમ્યે તે સારી રીતે કળી લીધું.

“ક્યાં હુવા રિધીમા કુછ પ્રોબ્લેમ હે ક્યાં ? મેને અભી તક આપકી પર્સનલ લાઈફ કે બારે મેં ના હી પૂછા હે, ઔર ના હી આપને સામને સે કુછ બતાયા હે..ઐસા કયું?” સૌમ્ય રિધીમાની નજદીક જતા પૂછ્યું.

“અરે ક્યાં ઐસા કયું, વૈસા કયું સબ પૂછ રહે હો...આપ બેઠો મેં આપકે લિયે કુછ લે કર આતી હું..” રિધીમા એટલું કહીને ત્યાંથી જવા લાગી.

સૌમ્ય જતી રિધીમાને અટકાવીને પોતાના બંને હાથોમાં રિધીમાનો ચહેરો લીધો, અને ઘણી નમ્રતાથી કીધું, “ ક્યાં હુવા ? સબ ઠીક હે આપકી લાઈફ મેં..આપકે લિયે મેં જસ્ટ ફ્રેન્ડ હું, બટ આપ મેરે લિયે બહોત કુછ હો..”

રિધીમાએ ધીરેથી સૌમ્યનાં હાથ કાઢ્યા અને ત્યાંથી જવા લાગી.

સૌમ્ય રિધીમાને ધીરેથી પોતાની તરફ વાળી અને કપાળ પર પ્યાર ભર્યું ચુંબન કર્યું. રિધીમાનાં ચહેરા પર કોઈ પણ જાતનું ભાવ ન ઉપજ્યું. તે ત્યાંથી ફરી જવા લાગી.

સૌમ્ય વગર વિચારે રિધીમાને પોતાની તરફ ખેંચી અને પોતાનાં બંને હાથોનાં અગુંઠાથી રિધીમાનાં ગાલ સહેલાવા લાગ્યો અને લાડમાં પૂછ્યું, “ કુછ બોલતે કયું નહિ આપ, મેને આપકો કિસ કી હે, આપકો શાયદ અચ્છા નહિ લગા... હમ્મ..”

નીચું જોતી રિધીમા કંઈ પણ બોલી નહિ. સૌમ્ય થોડો નીચો થઈને હળવેથી રિધીમાનાં હોઠ પર પોતાનાં હોઠ સ્પર્શ કર્યા. રિધિમાની આંખો તે વખતે બંધ ગઈ થઈ. સૌમ્યે બંને હાથોથી ચહેરો ઉપર કર્યો, એક વાર ફરી પોતાનાં હોઠ સ્પર્શ કર્યા. અને એ હોઠોનો સ્પર્શ ધીરે ધીરે ગાઢ ચુંબનમાં પ્રવેશ્યો. ત્યાં જ રિધીમાએ પણ સૌમ્યનાં વાળમાં હાથ નાખ્યાં. બંને આવેશમાં આવી ગયા. બંને જાણે કોઈ હરીફાઈમાં ઉતર્યા હોય તેમ સૌમ્ય પહેલા આવેગમાં આવી રિધીમાનાં હોઠોને પોતાનાં હોઠોથી ગાઢ ચુંબન પર ચુંબન કર્યું. પછી રિધીમાએ પણ સૌમ્યનાં હોઠો પર પોતાનાં હોઠ રાખીને ગાઢ ચુંબન કર્યા.

ધીરે ધીરે સૌમ્યનો હાથ રિધીમાનાં ગળા પરથી, રિધીમાનાં સ્તન પર ફરવા લાગ્યાં. રિધીમાં આવેશમાં આવી ગઈ. તેણે સૌમ્યને જોરથી આલિંગન આપ્યું. સૌમ્ય પણ રિધીમાને જાણે હમણાં જ ભીંસી નાંખવાનો હોય તેવી રીતે પોતાની બાહોમાં જકડી રાખી. બંને પ્રેમનાં પ્યાસા હોય તેવી રીતે એકમેકમાં સમાવા માટે આતુર બન્યાં હતાં. બંનેને એકમેકનો સ્પર્શ ગમી રહ્યો હતો.

રિધીમાથી અચાનક માદક સ્વરમાં બોલી પડાયું, “ સૌમ્ય...મુજે પ્યાર દો..”

આટલું સાંભળતાની સાથે જ સૌમ્ય ઉત્તેજિત થતાં, રિધીમાને બંને હાથોથી ઊંચકી લીધી, અને રિધીમાનાં કમરામાં લેતો ગયો, તેણે બેડ પર ધીરેથી બેસાડીને સુવડાવા જ જતો હતો, ત્યાં તો જાણે રિધીમા હોશ માં આવી હોય તેમ સૌમ્યને પોતાનાથી વીજળીનાં વેગે દૂર કરી નાંખ્યો.

અચાનક આવેલી ઉત્તેજનામાં ભંગ થતાં સૌમ્ય પણ રિધીમાને આવી રીતે વર્તતા જોતા અચંબો લાગ્યો. પરંતુ સૌમ્ય કંઈ બોલ્યો નહિ.

“ઓહ્હ !! આઈ એમ સો સોરી....મુજે ઐસા નહિ કરના ચાહિયે...મેં ભૂલ ગઈ થી..મેં ભૂલ ગઈ થી..સો સોરી..” રિધીમાએ પોતાનાં બંને હાથો કપાળ પર રાખતા, રડમસ ચહેરે દિલગીર થતાં કહ્યું.

“રિધીમા કયું પર ? આપ અચાનક ઐસા કયું બોલ રહે હો..?” થોડું અકળાતા સૌમ્યે કહ્યું.

રિધીમાએ, સૌમ્યની આંખમાં આંખ નાંખતા કહ્યું, “મેરી એન્ગેજમેન્ટ હો ચૂકી હે...” એટલું કહેતાની સાથે જ રિધીમાની આંખમાંથી આંસુનાં ટીપા એક પછી એક પડવા લાગ્યાં.

(ક્રમશ...)