તમારા વિના
ગીતા માણેક
(૧)
‘ચંદ્ર... ચંદ્ર... ક્યાં છો તમે? કહું છું ક્યાં છો તમે?’ પથારીમાંથી માંડ-માંડ ઊઠતાં કાન્તાબેને પલંગની બાજુમાં પડેલાં ચશ્માં લેતાં મોટેથી કહ્નાં, પણ સામો જવાબ ન મળ્યો.
ભીંત અને પલંગના ટેકે-ટેકે તેઓ રસોડા ભણી ગયાં. રસોડાના અંધારામાં એક અસ્પષ્ટ આકાર જાઈને તેમને રાહત પણ થઈ અને ગુસ્સો પણ આવ્યો.
‘કહું છું, સાંભળો છો તમે? ચંદ્ર... ઓ ચંદ્ર...’ કાન્તાબેને ઊંચા સાદે કહ્નાં, ‘સવાર-સવારમાં ત્યાં શું કરો છો?’ તેઅો વધુ નજીક ગયાં.
‘અરે, તું જાગી ગઈ?’ નવીનચંદ્રે પત્નીને ઊભેલી જાઈને પૂછ્યું.
‘તે કાં હું કોઈ દી જાગવાની જ નહોતી. રહેવા દો હવે, હું ચા મૂકું છું. કેટલી વાર કીધું છે કે મને ઉઠાડવાની; પણ ના, માને એ કોઈ બીજા. એક તો આંખે બરાબર સૂઝતું નથી ને દાઝશો તો ગામ તો મને જ કહેશે ને કે બાયડી પઈડી પઈડી ઘોરતી હતી.’ નવીનચંદ્રને આઘા ખસેડતાં કાન્તાબેને છણકો કર્યો.
‘તું મોઢું ધોઈ લે. હું આપણા બેઉની ચા બનાવી લઉં છું. તનેય સવાર-સવારના પગમાં કળતર થાય જ છેને! જા કેવી વાંકી વળી ગઈ છે મારી ડોસી.’ નવીનચંદ્રે લાડમાં કહ્નાં ત્યારે કાન્તાબેનના ચહેરા પર સ્મિત આવી ગયું, પણ બનાવટી ગુસ્સો કરતાં બોલ્યાં, ‘હું ડોસી અને તમને તો કાલે જ હજી એકવીસ પૂરાં થયાં છે નહીં?’
‘એકવીસ તો નહીં, પણ એકોતેર તો ખરાં જ.’ નવીનચંદ્ર ખુલ્લું હસી પડ્યા.
‘જાઓ-જાઓ હવે. આ ઉંમરે આવાં કાલાં કાઢો છો તે સારા નથી લાગતા. જાઓ, બારણે મારી શોક્ય તમારી રાહ જાતી સુકાઈ રહી છે.’
‘નવીનચંદ્ર ધીમે પગલે પેસેજ વટાવી ફ્લેટના મુખ્ય દરવાજા પાસે આવ્યા. બારણું ઉઘાડી બહારના જાળીવાળા દરવાજામાં ભરાવેલાં છાપાં હાથમાં લીધાં અને હેડિંગ વાંચતાં-વાંચતાં જ હૉલમાં આવી હિંડોળાની સામે ગોઠવેલી આરામખુરશી પર બેઠા. તેમણે સવારની ચા પીવા આરામખુરશી પર જ બેસવાનું એવો વણલખ્યો કાયદો આ ઘરમાં હતો. સવારે હિંડોળા પર બેસવાનો અધિકાર એકલો કાન્તાબેનનો જ. કાન્તાબેનને હિંડોળો સતત ઝૂલતો જાઈએ અને નવીનચંદ્રના હાથે ચા અચૂક ઢોળાય. બસ, વર્ષોથી થા થઈ ગઈ હતી કે સવારે તો હિંડોળો એકલાં કાન્તાબેનનો જ.
અલબત્ત, બાળકો નાનાં હતાં ત્યારે કાન્તાબેનને ઝૂલવાનો તો શું, પગ વાળીને બેસવાનો સમય પણ ભાગ્યે જ મળતો હતો. સવારે ઘરમાં ધમાચકડી મચેલી રહેતી. કામવાળો રામો આવી જતો. એકને વા÷ટરબ÷ગ આપવાની હોય તો બીજા બાથરૂમમાંથી બૂમો પાડતો હોય અને નાની ઘોડિયામાં દેકારા કરતી હોય. નવીનચંદ્રનો આ÷ફિસે જવાનો સમય થઈ રહ્ના હોય તોય નાનાં-મોટાં કામોમાં પત્નીને હાથવાટકો થતા હોય.
તેઅો જાણતા હતા કે સવાર-સવારમાં કાન્તાનો પારો મુંબઈના મે મહિનાના તાપ જેવો હોય. જેમ-જેમ દિવસ ચડે એમ બધું થાળે પડતું જાય. એ વખતે જે હડફેટે ચડ્યું હોય તેનું આવી બને અને મોટે ભાગે હડફેટે ચંદ્ર એટલે કે નવીનચંદ્ર જ ચડતા.
પરંતુ નવીનચંદ્રને એની સામે કોઈ વાંધો, વિરોધ કે ફરિયાદ ભાગ્યે જ રહેતાં. આ બધું નવીનચંદ્ર કંઈ મજબૂરીથી સહન નહોતા કરતા. તેઓ જાણતા હતા કે આ તો કાન્તાનો સ્વભાવ છે અને સ્વભાવ પડ્યો એ તો લાકડાં ભેગો જ જાય. કોઈ ક્યારેક કાન્તાબેનની ટીકા કરે તો નવીનચંદ્રને બિલકુલ ગમતું નહીં. એટલે તેઓ પોતે જ વાતને આમ હસી કાઢતા.
ને આમ જુઅો તો આ નવીનચંદ્રનો પોતાનો સ્વભાવ જ હતોને! જીવનમાં બધું કંઈ આપણી મરજીથી અને આપણું ધાયુ* નથી થતું તો પછી ધારવું જ શું કરવા? જે જેમ આવે એમ જીવ્યા કરવું.
પણ કાન્તાબેનને એવું બિલકુલ નહીં. તેમને તો બસ લાગતું કે આ આવું થાય જ કેમ, આમ કેમ નહીં? અને પછી તેઅો એમ જ થાય એ માટે જે કંઈ કરવું પડે એ કરી છૂટતાં. કોઈ તેમને પચાસ પૈસા માટે છેતરી જાય તો તેની ખાલ ન છોડે.
એક પૈસાદારના દીકરાને ફૂટબૉલ ટીમમાં સ્થાન આપવા માટે મોટા દીપકને ટીમમાંથી કાઢી મૂક્યો છે એની જાણ થતાં કાન્તાબેન છેક સ્કૂલના ટ્રસ્ટી સુધી પહોîચ્યાં હતાં. તેમણે માત્ર દીપકને ટીમમાં ફરી સ્થાન અપાવ્યું એટલું જ નહીં, શ્રીમંત છોકરામાં કાબેલિયત ન હોવાથી તેને ટીમની બહાર કઢાવીને જ જંપ્યાં હતાં.
નાની-નાની બાબતો માટે કાન્તાને આમ ઝઝૂમતી જાઈને નવીનચંદ્ર કોઈક વાર કહેતા, ‘હોય, દુનિયામાં આવું બધું તો ચાલ્યા કરે ; પણ તું શું કામ આટલી બધી આકળી થઈને તારો જીવ બાળે છે?’ અને પછી તેમની આદત મુજબ હસી કાઢતા, ‘કોણ જાણે ભગવાને કદાચ તને એના વતી બધું ઠીક ઠાક કરવા જ ઘડી નહીં કાઢી હોય એની કોને ખબર?’
‘આ તમે હરિ-હરિ કરતાં બેઠા રહો અને લૂંટાઈ ન જાઅોને એટલા સાટુ ઘડી હશે. બાકી તમારા શરીર પરથી કોક ભભૂતે ખંખેરીને લઈ જાય તોય એ તો દુનિયામાં બધું એમ જ હોય એમ કહીને બેઠા રહેત.’ કાન્તાબેન સુણાવી દેતાં.
નવીનચંદ્રને લાગતું કે વાત તો આની ખરી જ છે. આ દુનિયાદારીની તેમને કોઈ દા’ડો ગતાગમ પડી જ નહીં. આમ જુઅો તો બૅન્કમાં નોકરી મળી ગઈ અને સાથે ભગવાને આ કાન્તાને ભેટાડી દીધી અને તેમનું ગાડું એ...યને સડસડાટ ગબડી ગયું.
કોઈ પીઠ પાછળ અને વળી કો’ક તો મોં પર પણ મજાક કરી નાખતું કે નવીનચંદ્રના ઘરમાં તો તેમની પત્નીનું જ રાજ, પણ આવું સાંભળીને નવીનચંદ્રનો અહમ્ ઘવાતો નહીં. તેમને થતું કે દરેક ઘરમાં પુરુષનું જ રાજ હોવું જાઈએ એવું જરૂરી તો નથી જને! જે જવાબદારી નિભાવે તેના જ હાથમાં સત્તા હોય એનાથી રૂડું શું? તેમને કહેવાનું મન થતું કે તેમની પાસે એવાં કયાં હવેલી ને મહેલાતો છે કે જમીન-જાગીર અને નોકરચાકરોની ફોજ છે કે સત્તા લૂંટી લેવાની હોય. મિલકતમાં કહો તો તેમના કાકા પાસેથી વારસામાં મળેલો ચર્ચગેટ વિસ્તારમાં આ મોટો ફ્લૅટ ખરો, પણ એ તો રહેવા માટે કામમાં આવે એટલું જ. બાકી તો નિત પગારમાં ઘર ચલાવવાનું એમાં નરી હાલાકી, કામ, માથાઝીક અને કુટુંબની જવાબદારી. એમાં રાજ કેવું ને વાત કેવી!
પરંતુ તેઓ કોઈ દિવસ કોઈને જવાબ દેવાની માથાકૂટમાં પડતા નહીં. એવો તેમનો સ્વભાવ જ નહીં. આપણને જેમ ઠીક લાગે એમ જીવવાનું, બીજાને શું લાગે એની ચિંતા એ લોકો કરે.
અને કાન્તાબેનને સમર્પિત થઈ જવું તેમને ગમતું હતું. દર મહિનાની દસમી તારીખે સાંજે પગારનું પૅકેટ લાવી કાન્તાના હાથમાં મૂકી દેવાનો આનંદ તેઓ પોતે જ જાણતા હતા. ખિસ્સાખર્ચીના પૈસા કાન્તા પાસે માગતાં તેમને કોઈ દિવસ નાનપ નહોતી લાગી.
છોકરાઓના જીવનનો કોઈ નિર્ણય હોય તોય તેમનો પોતાનો મત આપતા, પણ છેવટે તો તેમનું તકિયાકલામ જેવું વાક્ય આવતું, ‘કાન્તાને પૂછો, તે કહે એમ કરજો.’ ના, જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ બિલકુલ નહીં. કાન્તા એક વાર નિર્ણય લે પછી એ નિર્ણય સાથે સંમત થતાં હોય કે ન થતાં હોય, તેના પડખે પહાડની જેમ ઊભા રહેવાનું એ પણ એટલું જ સાચું.
જીવનરથની લગામ કાન્તાના હાથમાં સોંપીને ઉબડખાબડ રસ્તે પણ બધું હેમખેમ ચાલ્યું. હવે તો પ્રવાસ પૂરો થવામાં હતો ત્યારે કોઈ વસવસોય નહોતો.
‘કહું છું, આ છાપાવાળાઓ સામટા હડતાળ પર જાય તો અડધોઅડધ લોકોને કબજિયાત થઈ જાય, નહીં?’ છાપાની ગડી વાળી ટિપોય પર મૂકી આરામખુરશીમાંથી ઊભા થતા નવીનચંદ્ર તરફ જાઈને કાન્તાબેને મશ્કરી કરી અને પોતે જ હસી પડ્યાં.
‘અને તો તારા જેવા તરત જ જુલાબ બનાવવાની ફૅક્ટરી નાખી દે.’ નવીનચંદ્રે પણ બાથરૂમ તરફ જતાં-જતાં સામે મશ્કરી કરી લીધી.
સવારથી લઈને રાત સુધી આવી ખટપટ, મજાક-મશ્કરી અને નોકઝોકમાં સમય વીતી જતો. બેઉને ન એકબીજાનો કંટાળો આવતો કે ન એકલતા લાગતી.
‘આજે ગાડી કંઈ પૂરપાટ દોડી રહી છેને! કઈ બાજુ જવાનો કાર્યક્રમ છે?’ નાહી-ધોઈને પૂજા-પાઠમાંથી પરવારી નવીનચંદ્ર રસોડામાં આવ્યા.
‘તમને કોણે કહ્યું કે હું બહાર જવાની છું?’ કાન્તાબેનના ફણસી સમારતા હાથ અટકી ગયા અને તેમણે નવીનચંદ્ર તરફ જાઈને પૂછ્યું.
‘એમાં કોઈએ કહેવાની જરૂર થોડી જ પડે.’ નવીનચંદ્રે શેખી કરતાં કહ્યું
‘ઓહ, તો પછી ઘરમાં બેઠાં-બેઠાં સમય બગાડો છો એના કરતાં જાસૂસી ખાતામાં જાડાઈ જાઓને! બે પૈસાય મળશે ને દેશની સેવાય થશે. આખો દી ઓલા બાવાના સ્વ-અભ્યાસમાં રચ્યાપચ્યા રહો છો એના કરતાં તો સારું જ થશે.’ કાન્તાબેન ફરીને તેમના મનપસંદ વિષય પર આવી ગયાં.
નવીનચંદ્રે કંઈ જવાબ ન આપ્યો. એક ને એક ચર્ચા ફરી કરવાની અત્યારે તેમની ઇચ્છા નહોતી.
‘પણ ગાડી ક્યાં ઊપડી એ વાતનો જવાબ ન આપ્યો તમે.’ નવીનચંદ્રે વાત બદલી.
‘મનીષા સાથે ડૉક્ટર પાસે જવું છે. વિપુલને અચાનક બહારગામ જવાનું થયું એટલે રાતે ફોન આવ્યો હતો કે બા, તું મનીષા સાથે ડૉક્ટર પાસે જઈ આવીશ? એટલે બોરીવલી સુધી લાંબું થવું પડશે.’ કાન્તાબેનના હાથ મશીનની માફક ચાલતા હતા અને એમાંથી ફણસીના એક જ સાઇઝના ટુકડા થઈ રહ્ના હતા.
‘તબિયત તો સારી છેને તેની?’ નવીનચંદ્રે ચિંતાથી પૂછ્યું.
‘કંઈ નથી, રેગ્યુલર ચેક-અપ માટે જવાનું છે; પણ આજકાલની છોકરીઓ સુંવાળી બહુને! બાકી મારાં આ ત્રણ થયાં ત્યારે મારી સાથે ડૉક્ટર પાસે કોણ આવતું હતું.’ કાન્તાબેને રોટલીનો લોટ બાંધવા માંડ્યો, ‘આ તો ન જઈએ તો છોકરાઓને માઠું લાગે કે બાને અમારી કંઈ નથી પડી.’
‘હા-હા, જઈ આવ તું તારે.’
‘સાંજ માટે રોટલી કરી રાખું છું. મને આવતાં વહેલુંમોડું થાય તો પાછા ભૂખ્યા ન બેસી રહેતા, જમી લેજા. શું કહ્યું સાંભળ્યું કે?’
‘હું એમ કહું કે તું ત્યાં જમીને આવજે તો માનવાની છે?’ નવીનચંદ્રે રસોડાની બહાર જતાં-જતાં કહ્યું.
‘બળ્યું ત્યારે. રહેજા ભૂખ્યા હું આવું ત્યાં સુધી.’ કાન્તાબેનના અવાજમાં તેમના શબ્દોથી તદ્દન વિપરીત ભાવ વ્યક્ત થતો હતો. હકીકતમાં નવીનચંદ્ર તેમની રાહ જાતા ભૂખ્યા બેઠા રહેશે એ વાત તેમને ગમી હતી. કોઈ હજી તેમની એટલી જ કાળજી લઈ રહ્યું હતું.
ઝડપથી કામ પતાવી સાથે જમીને, ઢાકોઢૂંબો કરીને કાન્તાબેન બોરીવલી જવા તૈયાર થઈ ગયાં.
‘દરવાજા અંદરથી બરાબર લૉક કરજા. કોઈ આવે તો જાળીમાંથી જાઈને પછી જ ખોલજો, ધડ્ દઈને બારણું ખોલી ન નાખતા. દૂધ સવારનું મેળવ્યું છે, પાંચેક વાગ્યે ફ્રિજમાં મૂકી દેજા. ચાલવા જાઓ તો વહેલા પાછા આવી જજા. અંધારું થાય પછી તમને બરાબર દેખાતું નથી.’ કાન્તાબેન બહાર નીકળતાં છેલ્લી ઘડી સુધી સૂચના આપતાં હતાં.
આ બધું હંમેશનું, રાબેતા મુજબનું હતું. નવીનચંદ્ર સહેજ પણ અકળાયા વિના ધ્યાનપૂર્વક બધું સાંભળતા હતા અને ‘ભલે, ભલે’ કહીને હોંકારો દેતા હતા.
‘ સાચવીને જજે,’ કહીને નવીનચંદ્રે કાન્તાબેન માટે લિફ્ટનો દરવાજા ખોલી આપ્યો અને લિફ્ટ દેખાતી બંધ થઈ ત્યાં સુધી ઘરના દરવાજે ઊભા રહ્યા.