Acid Attack - 15 books and stories free download online pdf in Gujarati

Acid Attack (Chapter_15)

એસીડ અટેક

[~૧૫~]

આજે પ્રથમ વખત રૂમમાં બધાજ બહાર નહિ અને અંદર હાજર હતા. સવિતા બાજુમાં સુતેલી અનીતાનો હાથ પકડીને બાજુમાં જ બેઠા હતા. વિજય પોતે પણ આજે કોઈક ઘાઢ વિચારોમાં ગળાડૂબ રીતે ખોવાયેલો હતો. આઈ.સી.યુના કેબીનમાં એસીનો ધીમો ઠંડો પવન વહેતો હતો એ મીઠી હવામાં પણ આજે મનનને એક ખાલીપો અનુભવાઈ રહ્યો હતો. કેટલાય વિચારો મનમાં ટળવળતા હતા. મનમાં થોડાક સવાલો ઉદભવતા હતા પણ એના જવાબો કદાચ બેઠેલા ચારમાંથી કોઈની પાસે ના હતા.

“મમ્મી...” અચાનક લાંબી સુન્નતા તોડતા અનીતા બબડી. ક્યારે એની ઊંઘ ઉડી ગઈ કોઈને સમજાયું જ ન હતું.

“હા બેટા.” તરત જ સવિતાએ ટેબલ પરથી ઉઠીને એની પાસે બેસી ગયા અને એનો હાથ પોતાના હાથમાં લેતા જવાબ આપ્યો.

“મારે મનન સાથે વાત કરવી છે.” અનીતા એ થોડાક ધ્રુજતા અવાજે કહ્યું. કદાચ મમ્મી પપ્પા સામે મનનની વાત કરવાની થોડીક વિચિત્ર લાગણી થઇ આવી હોય. એમ સંકોચ અનુભવતા એ ધ્રુજતા અવાજે એ બોલી રહી હતી.

“હા બેટા એ અહીં જ છે...” સવિતા બહેને પહેલા વિજય ભાઈ સામે નજર કરી અને પછી એમનો હકાર મળતા અનીતા સામે જોઈને બોલ્યા.

“તમને પ્રોબ્લેમ તો નથી ને મમ્મા.” અનીતા ફરી વખત પૂછી રહી હતી.

“ના બેટા...” વિજયે જવાબ આપ્યો એ બધા થોડીક વારમાં સર્વાનુમતી સાધીને બહાર તરફ ચાલવા માંડ્યા. શ્યામે મનનને સાચવી લેવા વિનંતી કરી અને બધા બહાર નીકળી ગયા. મનન એકલો જ હવે એ એસી વાળા રૂમમાં હતો સામે અનીતા હતી, મનમાં હજારો વાત, લાગણીઓના તોફાન અને અધૂરા પડેલા સપનાઓની છૂટી દોટ...

થોડોક સમય વીત્યો હવે જે નર્સ ચેકપ મે આવી હતી એ પણ ઇન્જેક્શન આપીને નીકળી ગઈ હતી. આખાય રૂમમાં બસ અનીતા અને મનન સિવાય કોઈ પણ ના હતું. થોડીક ઠંડી મીઠી હવા આવતી હતી કદાચ સંધ્યાનો સમય હતો ચંદ્ર દવાખાનાની બારીમાંથી ડોકિયા કરતો હતો. આછો પ્રકાશ આખાય રૂમમાં પડતો હતો આખો રૂમ સુન્ન અને આછા પ્રકાશમાં તળબોળ પડ્યો હતો. એક તરફ અનીતાના મનમાં ઉદ્ભવતા વિચારોના સુસવાટા હતા અને બીજી તરફ મનનના દિલમાં તરફડીયા મારતી મુંજવણ.

“મનન... તું અહીં તો છે ને?” છેવટે વાતને શરૂઆત કરવા માટે અનીતાએ બંને હાથ હવામાં થોડાક આગળ લાંબા કરતા સવાલ કર્યો.

“હા અનુ, હું અહીં પર જ છું...” મનને તરત જ નજીક આવી એનો હાથ પકડી લઇને જવાબ આપ્યો.

“તો પછી, કેમ કઈ પણ બોલતો નથી આજ?”

“જોઉં છું આજ તો બસ...”

“કેમ મને નથી જોઈ કે પછી આ નવા રૂપમાં... એટલે...”

“ના બસ એમજ... અમસ્થા...”

“તો કઈક બોલને યાર.”

“શું બોલું... અનુ?”

“કેમ આજ અચાનક તારી પાસે શબ્દોની ઉણપ ક્યાથી સર્જાઈ છે.”

“ઉણપ તો નહિ પણ અર્થ વગરનું શું કહું તને.”

“સમજાય એવું બોલને મનન. આજે તું અર્થની વાતો કરે છે”

“તો શું કરું બોલ? તે તો તારો જવાબ પહેલાથી જ આપી દીધો છે ને મને.”

“હા, તો એનું શું?” અનીતા અકિ ગઈ અને ફરી કઈક યાદ આવ્યું હોય એમ એણે બોલવાનું ચાલુ રાખ્યું “એક વાત કહું, મનન”

“હા અનુ બોલ...”

“મારી પાસે વધુ સમય નથી રહ્યો હવે.”

“શું કહે છે તું... આવું કેમ બોલે છે આજે તું હોશમાં તો છે ને?”

“મારા મનમાં પણ તારા માટે કદાચ પ્રેમ છે, પણ... હવે એનો સમય સરી ગયો છે, અને હા જો તને યાદ છે...”

“શું, કહે તો જરા.”

“એજ જે તુ હંમેશા કહ્યા કરતો હતો ને કે સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો, આપણી જીંદગી આપણે સમય સાથે જીવી લેવાની હોય છે. કદાચ મેં મારો એ સમય પણ વેડફી નાખ્યો છે. હવે તો એમ કહું કે મારી પાસે જીવવા માટે પણ સમય નથી વધ્યો એટલી હદે મેં એને વેડફ્યો છે.” ધીરે ધીરે અનીતાનો અવાજ પાતળો પડી રહ્યો હતો કદાચ એને વધુ બોલવામાં હવે તકલીફ પડી રહી હતી

“તું આ બધું શું બોલી રહી છે, સમય ક્યાં વીતી ગયો છે હજુ સમય તો ત્યાજ છે જ્યાં હતો.” મનને આંસુ અવાજમાં ના વર્તાય એની કાળજી રાખતા જવાબ આપ્યો. એને અત્યારે અનીતાના આવા જવાબો ખૂંચતા હતા.

“મને માફ તો કરી શકીશ ને તું...?”

“તું આવું કેમ બોલે છે.” મનન કઈ ઓલી શકવાની હિંમત કરી જ ના શક્યો.

“મને માફ કરીશ ને? બોલતો કેમ નથી મનન... કંઇક તો બોલ યાર...” છેવટે થોડોક સમય રાહ જોયા પછી મનન બબડ્યો.

“હા... પણ, મેં તો તને કદી ગુનેહગાર સમજી જ નથી તો માફ કેવી રીતે કરું...” મનને એને સમજાવ્યું “મારે તો ઉપરથી તારી માફી માંગવી જોઈએ.”

“એક વિશ માનીશ...” અનુએ વિનંતીના સુરે પૂછ્યું.

“તું હાર કેમ માને છે, બોલી નાખ... આટલો વિચાર કેમ કરવો પડે છે આજે.”

“મને એક છેલ્લી હગ આપને, મારે તારા એ અવાજને સાંભળવો છે જે કદાચ હું ક્યારેય સાંભળી કે અનુભવી જ નથી શકી...”

“છેલ્લી કેમ કહે છે...” મનનનો અવાજ તૂટી ગયો અને દિલના ઊંડાણમાં એક ધ્રાસકો પડ્યો, જાણે ભૂકંપ સર્જાયો હોય એવી સ્થિતિ થઇ ગઈ હતી. અચાનક કોઈ કટાર આવીને દિલમાં ભોંકાઈ ગઈ હોય એવી વેદના ઊપજી રહી હતી.

થોડીક વાર વાતાવરણની ધીમી ગતિએ વાતી એર કન્ડીશનની હવામાં બસ લાગણીઓ વહેતી રહી. એક તરફ મનમાં અંધકાર હતો તો બીજી તરફ લાગણીઓ સળગીને ઉજાસ પ્રસરાવી રહી હતી. બંને જણા અત્યારે ચુપ હતા કદાચ આજે અછત હતી શબ્દોની. મનમાં અને દિલમાં કેટલીયે વાતો હતી પણ એ ભાવનાઓ વ્યક્ત કરવા માટેના શબ્દો કદાચ આજે મળતા જ ના હતા. સુન્નતા ધીરે ધીરે વધતી જતી હતી મનન ઉઠીને અનીતાના નજીક આવ્યો કદાચ એની પાસે એની વાતનો જવાબ ના હતો એણે અનીતાને પોતાની બાહોમાં ભરી લીધી. કેટલીય વાતો કદાચ એમને એમ જ થઇ ગઈ દિલની વાતો કદાચ દિલ જાતે જ કરી લે છે એમ લાગતું હતું.

આજે બીજા પ્રસંગે અનીતા મનનની આટલી પાસે હતી અને એટલી જ દુર પણ. દિલમાં આગ હતી પણ સ્પર્શતું અનુ નું શરીર એને એક ટાઢક આપતું હતું. એક વિચિત્ર આનંદ હતો પ્રેમ અને હુંફ હતી આજ પ્રથમ વખત એની ચાહત એની બાહોમાં હતી કદાચ થોડીક જ ક્ષણો માટે પણ એ ક્ષણો જાણે ભવોભવની તરસ છીપાવે એવું હતું.

“એક વાત કહેવી હતી મનન... સાચું કઉ તો મારા મનમાં પણ તારા માટે પ્રેમ તો હતો જ પણ, એનો સ્વીકાર કરવો મારા માટે કદાચ મુશ્કેલ હતો મારી દુનિયા એ મારો પરિવાર છે. અને હું એમની લાગણી કદી દુભાવવા ન હતી માંગતી પણ... કદાચ હવે કહું તો તને જેટલો તું મને પ્રેમ કરે એટલું જ મારું દિલ પણ તને ચાહતું હતું. ચલ છોડ જવાદે એ બધી વાતો કરવાનો હવે કોઈ અર્થ પણ નથી, કદાચ તારો પ્રેમ મારા નસીબમાં હતો જ નઈ.” લગભગ અનીતાનો અવાજ ધીમો પડતો જઈ રહ્યો હતો. એના શબ્દો હવે અસ્પષ્ટ હતા અને સમજી શકવા પણ એટલા જ મુશ્કેલ હતા.

“તું આવી વાત કેમ કરે છે, તે આટલું કહ્યું એજ મારા માટે બધું છે. હું રાહ જોઇશ તારા ઠીક થવાની... પણ, તું...” મનન વધુ બોલવા માંગતો હતો. પણ, શબ્દોની અછત અને લાગણીનો પ્રવાહ એણે ક્યાંક અટકાવી રહ્યા હતા.

“મારી પાસે હવે વધુ સમય નથી રહ્યો, બધાને બોલાવ ને અંદર, પ્લીઝ... મનન...” અનીતાનો અવાજ સાવ હવે ગૂંથાઈ ચુક્યો હતો. માંડ તુટક શબ્દો પણ છૂટી રહ્યા હતા.

સમય વીતતો ગયો અનીતાની આંખો મીંચાઈ ગઈ હતી. મનનના કહેવાથી બધા રૂમમાં દોડી આવ્યા હતા અને સાથે ડોક્ટરની ટીમ પણ ત્યાં દોડી આવી હતી અને પોલીસ પણ જે હાજર હતા એ કોન્સ્ટેબલ અંદર દોડી આવ્યા હતા. સવિતાએ અનીતાનો હાથ પકડી એને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ અનુની આંખો હજુય બંધ હતી. અને શ્વાસ પણ ખુબજ મંદ ગતિએ વહેતો હતો કદાચ હવે રોકાઈ જવાનો હતો. બધાની નજર અત્યારે મનન પર હતી કદાચ બંને વચ્ચે એવું શું બન્યું એ વાતે શંકા ઉપજી રહી હતી. પોલીસ કોન્સ્ટેબલે પણ મનન તરફ કડક પૂછતાજ કરવાનું શરુ કરી દીધું પણ મનન સતત અનીતાના ચહેરા સામે જોઈ રહ્યો હતો. અનીતાની ચુપકીદી એને જાણે કોરી ખાતી હતી.

અચાનક એ બંધ થયેલી આંખો ફરી એક વાર ખુલી અને ફરી આંગળીઓના ટેરવા સવિતાના હાથે સ્પર્શવા લાગ્યા અને મુખેથી ધીમો અવાજ સર્યો... “મમ્મી... મનન નો આમાં કોઈ વાંક નથી. અને તને તો મેં આજ સુધી દરેક વાત કરી છે એટલે સુધી કે કાલે મનન અને મારા વિશેની પણ, તો પછી મનન પર શંકા કેમ. મારા કિસ્મતના દોષ કહી શકાય અથવા મારો સમય હવે આવી ગયો છે. મારી છેલ્લી વાત મારે તમને કેવી છે બા.... સ.... માં.... માં.... રી....” એના ધ્રુજતા શબ્દો વચ્ચે છેલ્લા શબ્દો તો માંડ ગળેથી નીકળ્યા હતા આટલું બોલી ફરી એનો અવાજ સાવ ગુંટાઈ ગયો, હોઠ ભીડાઈ ગયા અને આંખો મીંચાઈ ગયા પણ શ્વાસ હજુય માંડ ગતિએ ચાલતો હતો.

“શું થયું અનુ દીકરા... કંઇક તો બોલ...” વિજય પણ દોડીને એની પાસે પલંગ પર ગોઠવાઈ ને બોલ્યા બધાની નજરો વચ્ચે અત્યારે અનુ પર હતો. “દીકરા કંઇક બોલ...” સવિતા બેને પણ એના હાથને હલાવતા કહ્યું કદાચ એ જીવ હવે છૂટી જવાનો હતો. યમદૂત અત્યારે કદાચ હવે આવી ચડ્યા હતા અંત સમય નિકટ હતો પણ મનનની સ્થિતિ પર એક મોટો પ્રશ્નાર્થ ઝોખાઈ રહ્યો હતો. પેલી આંખો હવે સંપૂર્ણ પણે બંધ થઇ ચુકી હતી શ્વાશની ગતિ ઘટતી જતી હતી. બાજુના મશીનમાં લીલી ઉંચી નીચી થતી લીટીઓ લગભગ સીધી થઇ ચુકી હતી.

“તું કેમ કઈ નથી બોલતી... અનુ...” મનને ફરી વાર વિનંતીના સુર રેલાવ્યા એણે વિજયે રોક્યો અને કોન્સ્ટેબલે એણે પકડી લીધો. સવિતાની આંખો સતત વહી રહી હતી. મનન સતત અનીતાને ઉઠવા માટે કહી રહ્યો હતો એના અવાજમાં વર્તાતી વેદના કદાચ અનીતાના દિલ સુધી પહોચતી હતી.

“મનન નો કોઈ વાંક... ન... ન... થી... પપ્પા તા... તમે... એ... એને... શા માટે આ રીતે ગુનેહગારની દ્રષ્ટીએ જુઓ છો... સ... સાચો... સજા... સજા... સજાનો... હ...ક... હક...દાર... તો... હીલેશ... હા... પે...લો.. શૈલેષ... છે... કદાચ.... મા.... માં...રે...” માંડ તુટક શબ્દોના તીર છૂટ્યા. ના સમજાય એવા શબ્દો સર્યા અને યમદૂત એના પ્રાણ હરી ગયા. અવાજ ગાળામાં રૂંધાઈ ગયો અને હોઠ પણ સ્થિર થઇ ગયા હતા આંખો ક્યારની બંધ જ હતી. એનો શ્વાસ રોકાઈ ગયો અને મીટરમાં સરતી રેખા પણ સીધી થઇ જાણે ચોટી ચુકી હતી.

ડોક્ટરે તપાસ કરી અને છેલ્લી આશા પણ છૂટી ગઈ. આજ એક પ્રેમનો દીવડો ફરી ઓલવાઈ ગયો સમયના સરવાળે પ્રેમની બાદબાકી થઇ ગઈ જેમાં મનનની વ્યથાનો ગુણાકાર અને અનીતાના જીવનનો ભાગાકાર થઇ ગયો. પ્રેમની દુનિયામાં શેષ સ્વરૂપે બસ શૂન્ય રહી ગયું. મનન ને વિજયના કહેવાથી છોડી મુકાયો અને વિજયે શૈલેશને સજા આપવાની વિનંતી કરી. ચારે રુદિયામાં પડેલી વેદના અસહનીય હતી મનન નું મન ભાંગી પડ્યું એ ત્યાજ ઢળી પડ્યો. કદાચ અત્યારે સારવારની જરૂર હવે એને પડવાની હતી. સવિતા અને વિજયની વેદના ચોધાર આંસુઓમાં જાણે સાગરો ઠાલવતી હતી. આજે શ્યામે પોતાની બહેન ખોઈ હતી એના દિલમાં એવી કમકમી વ્યાપી હતી જાણે કોઈકે એની કલાઈઓ જ ન કાપી નાખી હોય એવી વેદના એના દિલમાં અનુભવાઈ રહી હતી. એની બહેન આજ એની સુની કલાઈઓને મૂકીને વિદા થઇ ગઈ હતી. વિજયના દિલનો ટુકડો આજે કાચના જેમ તૂટી અને વિખેરાઈ ગયો અને સવિતાના ઉપવનનું ફૂલ આજે ખરી પડ્યું હતું. હૈયાફાટ વેદના આખા રૂમમાં વર્તાઈ રહી હતી અને ડોકટર અને પોલીસ જવાનો પણ હવે પોત પોતાના કામે લાગી ગયા હતા. મનન ને તરત જ સારવાર અર્થે ખસેડવામાં હતો.

~~~~~~~~~~~~~~~

-: છેલ્લો પટ :-

~~~~~~~~~~~~~~~

દરેક કહાનીનો ક્યારેય કોઈ અંત નથી હોતો પણ એનો સુખદ સમાપન જરૂર હોય છે. કદાચ આ કહાનીનો સમાપન વિભાગ પણ એટલો જ દુઃખદ, ઘાતકી અને ક્રૂર હતો. જ્યા પ્રેમમાં પડેલા બે જીવનો દુઃખમાં વિલોપાયેલો અંત આવ્યો છે. આજે જાણે અજાણે એ ઘટનાને સાત મહિના વીતી ચુક્યા છે, મનનના દિલની એ રાજકુમારી એના દિલ સિવાય હવે ક્યાય જીવતી રહી નથી પણ, હા હર પળ એની સાથે એ પોતે આજ પણ જીવી રહ્યો છે. એના શબ્દોમાં, એના ધબકારમાં, એની અન્ખોના ઊંડાણમાં અને એના વિચારોમાં એ હજુય જીવે છે.

શૈલેશને પાછલા મહિને નાબાલિક ઉમરના કારણે છોડી દેવાયો હતો. જ્યારે આજ એ આંગણું પણ સુનું છે જ્યા કોઈક સમયે ત્યાં અનીતા નામનું ફૂલ ખીલખીલાટ કરતુ હતું. સવિતાએ આ ઘટનામાં પોતાની દીકરી ખોઈ હતી અને શ્યામે પોતાની બહેન તો વિજયે પોતાના જીવનનો જાણે કે આધાર પણ ગુમાવી દીધો હતો. પણ એનાથી દુનિયાને કે સરકારને ફર્ક નથી પડતો ગુનેહગાર તો નાબાલિક વયના કારણે અથવા બીજા ઘણા કાયદાઓના બંધનોના કારણે પણ છૂટી જાય છે અને બેગુનાહ સજા પામે છે. કદાચ આજ દુનિયા છે, આજ સમાજ અને આજ આપણી સરકાર અને આઝાદીના ૬૯ વર્ષો બાદનું આપણું સ્વતંત્ર ભારત છે.

મનને પોતાના જીવનનું સર્વસ્વ એ એસિડ એટેકમાં ખોઈ નાખ્યું. એના સપના, એનો પ્રેમ, એની પ્રિયતમા, એની મિત્ર, અને એનું જીવન પણ તેમ છતાં આજ પણ એ અનીતા સાથે જ જીવે છે. ફર્ક બસ એટલો છે હવે લોકો એને પાગલ કહે છે. કહેનાર લોકો પણ કોણ? આજ દુનિયા, આજ સમાજ અને આજ લોકો જે હાલ એની આસપાસ છે. હા લોકો એને પાગલ કહે છે અને હવે એને મહેણાં ટોણા દ્વારા શબ્દોના બાણ નઈ પણ ઇલેક્ટ્રિક તાર દ્વારા વીજળીના કરંટ અપાય છે. કાદાચ, એ ગુનેહગાર છે કારણ કે એણે પ્રેમ કર્યો હતો એટલે એને સજા પણ મળે છે. બસ પ્રેમના નામે ગુનો કરી નાખ્યો હોત તો કદાચ એ પણ સહજ છૂટી ગયો હોત અને એનું જીવન કંઇક અલગ હોત પણ એનો ગુનો માફીના યોગ્ય નથી.

~~~~~~~~~~~~~

દરેક કહાનીનો અંત સુખદ અને સારો હોય આવું જરૂરી નથી હોતું પણ, દરેક કહાની એક સીખ સાથે અંત પામે છે. કદાચ આ રચના સમજનાર ને એટલું જરૂર સમજાવે છે કે તમારી પાસે કોઈના જીવનને બરબાદ કરવાનો કોઈ અધિકાર નથી હોતો. કારણ આપણે નથી જનતા કે એની અસર એની સાથે કોઈકને કોઈક રીતે જોડાયેલા લોકોને કેટલી સાનુકુળ અથવા પ્રતિકુળ અસરો મુકતી જાય છે. જે અસરો ઘણી વાર એક કરતા વધુ જીવનોમાં ઝેરના વાવેતર કરી જાય છે.

~ સુલતાન સિંહ

Every story doesn’t having a good and or happy ending but it gives a moral lesson. That you don’t have a right to destroy any one’s life. You don’t know it will effect on how many lives which are related with them…

~ Sultan Singh

~~~~~~~~~~~~

[ ક્રમશઃ ]

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો એવી આશા સહ...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED