Acid Attack (Chapter_14) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Acid Attack (Chapter_14)

એસીડ અટેક

૧૪

“એક વાત કે મને...” મનન કેન્ટીનના એજ કેન્ટીનના હંમેશ વાળા છેલ્લા ટેબલ પર બેઠો હતો અને એની બરાબર સામે અનીતા પણ હતી.

“બોલને પણ, કે વાત શું છે?” અનીતાએ કોફીનો ઘૂંટડો ભરતા પૂછ્યું.

“પ્રેમ માટે જરૂરી શું છે, અથવા હોવું જોઈએ?”

“પ્રેમ માટે...?” થોડીક વાર અનીતા કઈક વિચારોમાં ખોવાઈ હોય એમ બેસી રહ્યા પછી અચાનક કઈક યાદ આવ્યું હોય એમ બોલી. “પ્રેમ વિશે મારાથી વધુ સારો જવાબ તને ખબર હોય ને મનન. ચલ છોડ એક વાત કે આજ તારા આ પ્રશ્નનો શું અર્થ નીકળવો જોઈએ...?” કોફીનો કપ ટેબલ પર મુકતા અનીતા બોલી એના ચહેરા પર એ દિવસે પણ હમેશા જેવા સામાન્ય ભાવો જ દેખાતા હતા.

“અર્થ!!” મનને ઓચિંતા ઉદગાર ફેંક્યો.

“હા બાબા અર્થ જ કહ્યું મેં! જાણે કોઈકે પથ્થર માર્યો હોય એમ ભડકે છે કેમ એમાં?”

“તને દરેક વાતના અર્થ કેમ જોઈતા હોય છે? મનને કોફીનો મગ ખાલી કરીને ટેબલ પર મૂકી દીધો અને સહેજ આગળ સરકતા ફરી પૂછ્યું.

“અર્થ જરૂરી છે મનન” અનીતાએ જવાબ દીધો.

“જરૂરી તો કઈ જ નથી હોતું અનુ, બધું સમય અને સંજોગ મુજબ આપોઆપ નિર્મિત થઇ જતું હોય છે. બસ આપણે એને જરૂરિયાત નું નામ આપી દેતા હોઈએ છીએ. ”

“સમજી નઈ...” અનીતાના ચહેરા પર પ્રશ્નાર્થ ભાવો ઉપસી આવ્યા.

“સમજવા માંગતી નથી તું, અનીતા.”

“તો સમજાવ ને મને, મારે તારી પાસેથી જ ઘણું બધું શીખવું છે અને સમજવું પણ છે. પણ...” અનીતા રોકાઈ ગઈ.

“પણ ના બંધનોમાં અટવાઈ ક્યારેય તું છૂટી શકીશ ખરા...?” મનને સીધો જ સવાલ પૂછી લીધો હતો.

“સમાજ, પરિવાર, દુનિયા, આસપાસના લોકો, તું સમજી શકે છે આ પણનો અર્થ કે હું શું કહેવા માંગું છું.” અનીતા અત્યારે એની આંખોમાં આંખો પરોવી ને કહી રહી હતી.

“તું આ બધું કોને સમજાવે છે?” મને કે પોતાની જાતને?”

“હું સમજાવી નથી રહી, બસ કહું છું.”

“તો એની વાસ્તવિકતા પણ સ્વીકાર.”

“વાસ્તવિકતા...?”

“હા આ બધુજ તારું માનસિક તાર્કિક આવરણ માત્ર છે. એમાં તને દુનિયા, સમાજ અને અન્ય લોકો દેખાય છે તેમ છતાં જે તારે જોવાનું છે એને જ તું છોડી રહી છે. અને મારું કહેવું એમ છે કે તું માત્ર એને જો બાકી બધું જ છોડી દે. બહારી આવરણમાં ભટક્યા કરતા અંદરના આવરણમાં એક વાર રખડી ને તો જો કઈ પૂછ્યા જેવું વધશે જ નઈ જોઈ લેજે.”

“તું બહું ઊંડી વાતો કરે છે જાણે કોઈ સાધુ મહાત્મા સામે ના બેઠી હોઉં એવું લાગે છે. તેમ છતાં તારી વાતોમાં કઈક હોય છે જે મને આકર્ષે છે સાંભળવા મજબુર કરે છે. હું મજબુર બની જાઉ છું એને સ્વીકારવા પણ...”

“તું બંધનો ત્યાગી નથી શકતી.”

“ચલ છોડ એ વાત, તું પ્રેમ અંગે વાત કરતો હતો ને?” અનીતા એ વાતની દિશા પલટી નાખી.

“હા, આપણી શરૂઆત તો એજ હતી.” પોતે એની આંખોમાં ડોકાતા ભાવ નીરખવા માંથી રહ્યો હતો.

“પેલા દિવસે... જે થયું એ...” અનીતાની આંગળીઓ ઓચિંતા જ હોઠો પર અડકી ગઈ. અને આંખોમાં શરમ વ્યાપી ગઈ. એના શબ્દો વધુ બોલવા અસમર્થ હોય એમ એ અટકી ગઈ. નવરાત્રીની એ રાત્રી એની આંખોમાં ડોકાતી મનન જોઈ રહ્યો હતો.

“બોલ શું?”

“નવરાત્રીની રાત્રે જે કઈ પણ થયું એને શું કહેવાય તારા માટે...”

“તને નથી ખબર?”

“હું એને શબ્દો નહિ પણ તારા સવાલ મુજબ પ્રેમના આધારે પૂછી રહી છું.”

“પ્રેમ ને પ્રેમ જ કહેવાય, કોઈ પણ આધારે પૂછો પ્રેમ તો, પ્રેમ માત્ર જ રહે છે.”

“શારીરિક રીતે પણ પ્રેમ... એવું હોઈ શકે?”

“બંધન મુક્તિ એજ તો પ્રેમ છે પછી શારીરિક, માનસિક, સામાજિક જેવા ભેદ એમાં હોય જ ક્યાંથી...?”

“પણ...”

“તને એમાં જરા અમથો પણ અણગમો હોય તો એમાં ક્યાંક કઈક ખૂટતું હશે એ માનવા હું તૈયાર છું...”

“ના... ના...” અનીતા અટકી અને ફરી જાણે ચંદ્રના પ્રકાશે ખીલી ઉઠી હોય એમ એના ચહેરાની આભા ઝળકી ઉઠી.

“બોલને... અનુ... બોલ...” મનન ની આંખો ઉઘડી ત્યારે એની સામે પડેલી બેભાન અવસ્થામાં સુતેલી અનુ અને ઉંચી નીચી ચાલતી મશીનમાં દેખાતી રેખાઓ સિવાય કાઈ ના હતું. રૂમમાં પથરાયેલી નીરવ શાંતિ, ઘડિયાળમાં ટક ટકના સુક્ષ્મ અવાજે દોડતા સમયના પડઘા, બારી માંથી વહેતો ખળ-ખળ પવન અને સપનાની વૈચારિક દુનિયાના ઓસરતા પાણી સિવાય કઈ જ ના હતું. એ આખા રૂમમાં ડોક્ટર, સવિતાબેન, વિજય ભાઈ, શ્યામ અને અન્ય બે નર્સ પણ ત્યાં ચુપચાપ અનીતાના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા.

~~~~~~~~~~~~~

થોડોક સમય વીત્યો પણ મનન હજુય ત્યાજ અનીતાની પાસે બેસી રહ્યો હતો અને એના હોશમાં આવવાની રાહ જોતો હતો. અનીતાની ચીખ સાંભળી સવિતા પણ તરત રૂમમાં દોડી આવ્યા હતા. એમના અવતા જ મનને અનીતાનો હાથ પોતાના હાથમાંથી નીચે મૂકી દીધો હતો. શ્યામ પણ થોડીક વાર બેસીને પાછો બહાર નીકળી ગયો હતો અને મનન એ રૂમની બારી પાસે ઉભો રહી કદાચ અનીતાના હોશમાં આવવાની રાહ જોતો હતો. બંને જણે ખાસ્સી કોશિશો કરી હતી અનુને હોશમાં લાવવાની પણ એ છેવટે દસેક મિનીટ બાદ ફરી હોશમાં આવી અને એના મુખેથી માત્ર એક જ શબ્દ સર્યો એ હતો “મનન...”

“હા બેટા મનન અહી જ છે...” સવિતા બેને દીકરીના હાથને પોતાની હથેળીઓમાં ટેકવી પ્રેમપૂર્વક પંપાળતા કહ્યું. અને બીજા હાથે એમણે મનનને બોલાવ્યો. ડોકટર અને વિજય ભાઈ દવા અપાઈ ગયા પછી એમની સાથે ઓફીસ તરફ સાથે ચાલ્યા. શ્યામ પણ પાછળ દોરવાયો હવે રૂમમાં મનન અને સવિતા બેન હતા.

“બોલ અનુ... શું છે?” મનને તરત પાસે આવતા જ પૂછી લીધું.

“માં.... માં...” અનુએ જાણે અંધારામાં માંને શોધતા બાળકની જેમ કહ્યું અને અચાનક ચુપ થઇ ગઈ.

“બોલ દીકરા હું અહીજ છું.”

“માં તુ આ મનનને કંઇક તો સમજાવને... એ કેવી ખોટી ખોટી જીદ કરે છે. તુજ એને કઈક કહે ને કદાચ એ તારી વાત સમજે...” માનો હાથ સહેજ હળવા ભાર વડે પકડતા એ બોલી.

“થયું શું દીકરા?”

“માં એ મારા અંધકારમય જીવનમાં અજવાળું કરવા પોતાના જીવનના દીવાઓ ઓલવી દેવા જેવી ગાંડી વાતો કરે છે” અનીતા ઢીલા પડી ગયેલા અવાજે બોલી રહી હતી.

“ના હું તો મારા જીવનના ઓલવાયેલા દીવડાઓ સળગાવી અને તારા જીવનમાં એનો પ્રકાશ પાથરવા માંગુ છું.” મનને પણ જવાબ આપ્યો.

અનીતા ફરી એક વાર બેભાન થઇ ગઈ અને મનને ડોક્ટરને તરત જઈ બોલાવી લીધા. ડોક્ટરોની આખી ટીમ અંદર દોડી આવી અને સવિતા અને શ્યામ સાથે વિજય પણ અંદર દોડી આવ્યા. મનન ત્યાજ ઉભો રહી બહાર તરફ નીકળતા ડોક્ટર વી.એસ. પટેલ સાથે એમની કેબીન તરફ ચાલી નીકળ્યો. અને એમની સાથે જ એ પણ એમના કેબીનમાં પ્રવેશ્યો.

~~~~~~~~~~~~~

“શું કહું કે મનન તને હવે...? હાલ જ તારા પપ્પાનો મને ફોન આવ્યો આમતો એના સગા સિવાય મારે આ વાત કોઈને જાહેર કરવી પણ ના જોઈએ. પણ તું એ છોકરીનો મિત્ર છે, અને પાછા તારા પિતા અને હું મિત્ર છીએ એટલે કહું છું.” ખુરશી પરથી ઉભા થઈને દીવાલ તરફ ઉંધા ફરી કોઈક પુસ્તક ફંફોસતા એમણે જવાબ આપ્યો.

“અંકલ પ્લીઝ મને જવાબ આપો, કે હવે અનીતા ને કેમ છે...?” મનને ફરી વખત પૂછ્યું આવતા આવતા પચાસ વખત પોતે આજ વાત પૂછી ચુક્યો હતો.

“તને ખબર છે અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં તાલીમ લઇ આવેલા વડોદરા અને સુરતના ડોક્ટરોની આખી ટીમ આવી ચુકી છે. આ ટીમ ફક્ત અનીતા માટે જ બોલાવાઈ હતી.”

“હા, એ તો ઠીક પણ શું નિર્ણય આવ્યો એનો?”

“નિર્ણય તો ઉપરવાળાના હાથમાં છે દીકરા.”

“અંકલ તમે સ્પષ્ટ વાત કેમ નથી કરતા?”

“તું કદાચ સાંભળી નાં શકે અથવા હું કહી નાં શકું અને સાચી વાત કહું તો મારી પાસે એના માટે શબ્દો જ નથી, અને છે એ બોલવા જીભ નથી ઉપડતી.” મી. પટેલે પોતાની મૂંઝવણ કહી.

“એવું તે વળી શું છે?” ડોકટરના આવા જવાબથી મનન પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો. એમણે જે પ્રકારે કહ્યું એ શબ્દો જાણે મનનના મનમાં સીધાજ કાંટાની જેમ ચુભતા હતા.

“જો હું તને ગોળમોળ વાત કરવા પણ નથી માંગતો અને હું કરીશ પણ નહિ.”

“પણ તમે કંઇક કહો તો... ને...”

“જો મનન એના બચવાના અસાર લગભગ શૂન્ય છે. એવું એ આખી ટીમ સ્પષ્ટ પણે કહી ચુકી છે.” ધીમા અને ધ્રુજતા અવાજે વી.એસે જવાબ આપ્યો. અને કહ્યું “જો દીકરા એની હાલત ખુબજ ગંભીર છે.”

“કંઇક તો થશે ને..?” મનન આશા ભરી નજરે જોઈ રહ્યો.

“કોશિશો તો એનીજ ચાલે છે મનન... પણ...”

“પણ...”

“એના ચહેરાની ચામડી લગભગ બળી ચુકી છે. આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ કે સ્કીન બળી ગઈ છે, હું એને નવી ચામડી પણ આપી શકત...” ડોક્ટર ફરી અટક્યા.

“તો આપો ને..? પ્રોબ્લેમ શું છે?”

“તું નઈ સમજે દીકરા...”

“કહેશો તો ને...?”

“જો એની ચામડીના કોષો અને અંદરની નસો પણ ફાટી ગઈ છે ખાસ્સી બળી જવાથી ખુબજ લાંબો ઈલાજ માંગી લે એવું છે જે ખુબ ખર્ચાળ પણ છે અને તેમ છતાંય શૂન્ય અણસાર પણ... અને એટલો સમય પણ એની પાસે નથી કે એને આ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી શકાય.” કેટલાક સ્ક્રીન પર ચિત્રો દર્શાવતા ડોકટરે સમજાવ્યું.

“તો શું.., એ...હવે... આઈ મીન એની પાસે અંદાજીત કેટલો સમય છે” મનનનો સ્વર ગૂંઠાઈ ગયો. એણે પોતે જે પૂછ્યું એજ વાત એને જાણે કાંટાની જેમ ચુભી ગઈ. એના દિલમાં ઉભરવા લાગેલી વેદના એના અવાજમાં વર્તાવા લાગી હતી.

“કોશિશ તો અમે કરીએ જ છીએ પણ હજુય એની પાસે લગભગ ચારેક દિવસ માંડ છે એની પાસે...” ડોકટરે પોતાની વાત પૂરી કરી. એ વધુ બોલી ના શક્યા અને મનન કદાચ વધુ પૂછી પણ નાં શક્યો આખાય કેબીનમાં એક ભેકાર સુન્નતા છવાઈ ગઈ હતી.

~~~~~~~~~~~~~~

અનીતાના મનમાં ઉમડતા વંટોળ અને એના ચહેરા અને શરીર પર અનુભવાતી પીડા બળતરા કરતા વધુ હતા. એ તડપી રહી હતી કદાચ પ્રેમ માટે, મનન માટે, જીવન માટે અને એના સપનાઓ માટે પણ હવે એની સામે બસ એક અંધકાર હતો. કદાચ લાંબો અને વિશાળ અંધકાર જેમાંથી એ છૂટી જવા સુધી બચી પણ શકવાની ના હતી. મનમાં પીડા હતી મનનના દિલની લાગણીઓ એ આજપણ સમજતી હતી અને પેલા પણ, બસ ફર્ક એટલો જ હતો પેલા દુશ્મન દુનિયા હતી અને આજે પોતાની દુર્દશા. પણ દિલમાં ઉદ્ભવતો પ્રેમ બસ મનનનું જ નામ ઉચ્ચારતો હતો. એક વાર એની બાહોમાં વીંટળાઈ જવું હતું, રોઈ લેવું હતું, માફી માંગવી હતી, અને એને પોતાના દિલની વાતો એક વાર ખુલ્લા મને કહી દેવી હતી અને કદાચ આખરી ઈચ્છા રૂપે ભગવાન પાસે આવતા જન્મારે પણ મનનનો સાથ માંગવો હતો.

એને આજ પણ ત્રણ વર્ષની દરેક નાની મોટી વાતો મનન ની જેમજ યાદ હતી. કદાચ એ પ્રથમ મુલાકાત પણ જે દીવસ પ્રથમ વખત મનને એણે દિલની વાત કહી હતી. એની સાથે આમતો કેટલીય વાર વાતચીત થઇ હતી પણ હમેશા ઝઘડવા સિવાય બંને પાસે કોઈ કામ ના હતા. કદાચ આજ અપ્રિયતા એમને પ્રેમના સપાટે ખેંચી ગઈ હતી. બંને વચ્ચે સારી મિત્રતાનો ક્યારની હતી પણ પ્રેમ એ અચાનક ઉદ્ભવેલી લાગણી હતી. ‘હું’ કેટલી પાગલ હતી ને? એ કેટકેટલી વાતો કર્યા કરતો બસ હું જ મૂંગા ઢોરની જેમ ટૂંકા બોલી હતી? અને આજ જાણે હજારો વાતો કરવી છે પણ, મારી પાસે એટલો સમય પણ નથી રહ્યો. અનીતાના મનમાં હજુય મનમાં પોતાનું મનોમંથન વાગોળાઈ રહ્યું હતું. જેના કદાચ જવાબો શોધી શકવા પણ હવે નિરર્થક હતા, એ સમય હવે નીકળી ચુક્યો હતો. હવે તો બસ માત્ર અને માત્ર એક વિશાળ અંધકાર હતો જેમાં અનીતાનું જીવન સંપૂર્ણ પણે હોમાઈ જવાનું હતું.

સમય વીતતો જતો હતો સવિતા અને વિજય પણ મળ્યા. આજે અનીતા એ ગણી વાતો કરી કદાચ એણે પોતાનો અંત હવે નજીક દેખાતો હતો. યમરાજના દૂત એને હવે નજીક સરકતા દેખાઈ રહ્યા હતા, પણ હજુય મનમાં કેટલીક વાતો એને ચુભતી હતી. મનન સાથે હજુય કેટલીક વાતોની સ્પષ્ટતા કરવાની હતી અને કદાચ પ્રેમનો સાક્ષાત્કાર પણ હજુ સુધી બાકી જ હતો.

~~~~~~~~~~~~~

ભવિષ્યનો અંધકાર ધીરે ધીરે જામતો જઈ રહ્યો હતો અને એ ઘેરાતા અંધકારની સાથે મનનના હૈયામાં પણ એ યાદો ધસમસતા પુરની જેમ દોડી આવતી હતી. એનો ભૂતકાળ અને વર્તમાન બંને વિચિત્ર પ્રકારે બદલાયેલા અને બેહાલ સ્વરૂપે જ હતા. એક તરફ પ્રેમ હતો અને બીજી તરફ નકાર, પણ લાગણીનો સપાટો તો એક જ સામાન્ય પ્રકારે સરતો જઈ રહ્યો હતો. ઘડિયાળમાં સમયના બદલાતા ટકોરા પડી રહ્યા હતા આજે થયેલી વાતોને એ અનીતાના વાસ્તવિક સ્વરૂપ સાથે અવાસ્તવિક ચિત્ર સ્વરૂપે જોઈ અને જીવી રહ્યો હતો.

અનીતાની વેદનાના વીચારોથી એક તરફ એ દુઃખી હતો અને બીજી તરફ અનીતાના પોતાની તરફના બદલાયેલા સ્વરૂપ થી ખુશ પણ હતો. એણે મોબાઈલ સોફા પાસેના પ્લગ વડે ચાર્જીંગમાં મુકી ત્યાજ આઈસીયુ સામે સોફા પર માથું ટકાવી જરા આરામ કરવાનો વીચાર કરી લીધો. ફરી હોશમાં આવે ત્યારે અનીતા પાસે જવાના વિચારોમાં એ ખોવાઈ ગયો. જલ્દી ઉઠવા અને સામાન્ય રહેવા સુઈ જવું પણ એટલું જ જરૂરી હતું પણ, ઊંઘ આવી તો દુર આંખો મીંચાઈ જવી પણ આજ જાણે મુશ્કેલ બની રહી હતી.

ભૂતકાળ એની આંખો સામે ટળવળી ઉઠતો હતો અને વર્તમાન એના ઓછાયામાં ડૂબી જતો હતો. પ્રથમ દિવસની એ મુલાકાત, કેન્ટીનમાં સાથે બેસીને કોફી, એ ગપશપ અને એ દિવસની સ્કુલની ટુરમાં સાથે ફરવાની મઝા બધું જ અત્યારે મનન ની બંધ આંખોમાં જીવંત બની રહ્યું હતું. એનો ચહેરો, એના શબ્દો, હાસ્ય, વાતો, એની અદાઓ હાલ મનનની આંખો સામે દોડા દોડ કરી રહી હતી. એ પ્રથમ દિવસે એમની મુલાકાત એક ઓચિંતો અકસ્માત જ હતો. મનન પોતાના ફેજર પર કોલેજના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો ત્યારેજ પાછળથી આવતી અનીતા એ પોતાના એવિએટરથી ટક્કર મારી અને ત્યાજ પડી ગઈ હતી. એ દિવસે પણ અનીતા જેમ તેમ સંભળાવી રહી હતી અને મનન બસ એને જોવામાં મગ્ન હતો. એ કોલેજનો સાતમો દિવસ હતો પણ મનન માટે એ પ્રથમ દિવસ હતો કોલેજમાં આવ્યાનો અને કદાચ અનીતાને જોયાનો પણ. સાત દિવસ બાદ એજ દિવસે પોતે હજુ તો આજે જ કોલેજમાં આવ્યો અને આવતાની સાથેજ અકસ્માત, પણ આ અકસ્માત એના જીવનમાં એક નવા પ્રકરણની શરૂઆત સાથે આવ્યો હતો. અનીતાના ચહેરા સામે મનન એમ જોઈ રહ્યો હતો જાણે અંધારીને આવેલા વાદળોને રણમાં ઉભેલો મુશાફર જોતો હોય અને હરખાઈ જતો હોય. એની નજર એ ચહેરા પરથી હટતી જ ના હતી અનીતા જ્યા સુધી ચાલી ના ગઈ અને મિતે એને ખભાથી ઝંઝોળી નાખ્યો નઈ ત્યાં સુધી એ જડ બની ત્યાજ ઉભો રહ્યો હતો.

એ દિવસથી મનન બસ બે વર્ષ સુધી અનીતામાં જ ખોવાયેલો રહ્યો હતો. પણ પ્રથમ વર્ષના વચ્ચે જ બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઇ ગઈ હતી. જીજ્ઞા, મનન અને અનીતા ઘણી વાર કેન્ટીનની છેલ્લી પાટલી પર બેસીને જીવનની ઘણી ખરી વાતોની આપલે કરવા લાગ્યા હતા. દિવસો પસાર થતા રહેતા હતા અને પસાર થતા દિવસોની સાથે જ બંને વચ્ચે સબંધોની મઝબુતાઈ પણ વધતી જતી હતી. હવે ઘણા એવા દિવસો પણ આવતા જ્યારે બંને જણા કલાક કલાક સુધી વિચારોની આપ લે પણ કર્યા કરતા હતા. છેવટે પ્રથમ વર્ષના અંત સમય નજીક આવતા અવસરનો લાભ ઉઠાવી અનીતાના જન્મદિન પર મનને એને પ્રપોઝ પણ કરી લીધું. પણ અનીતા એ એની વાતનો ત્યારે કોઈ જવાબ આપ્યો જ નહિ અને, જ્યારે પણ એ વાત આવતી અથવા મનન પૂછતો ત્યારે આનીતા વાતને ફેરવી દીધા કરતી હતી. છેવટે મનને વાતને હવે અનીતા પર છોડી દીધી. સમયના વહેંણ બદલાતા સંજોગો મુજબ સરી જતા પવન ની જેમ વહેતા રહ્યા હતા. આમને આમ બંને વચ્ચે ક્યારે જુગલબંધી થઇ એનો એ બંને માંથી કોઈ એકને પણ ખ્યાલ આવી શક્યો ના હતો. બીજું વર્ષ પણ વીતી જવામાં હતું ત્યારે મનને ફરી વખત અનીતા સાથે પ્રેમ વિશેની વાત કરી ત્યારે અનીતા એ એને વાસ્તવિકતામાં પોતાની સામાજિકતા અને પરિવારના કારણો હેઠળ દાબીને, ના પાડી દીધી હતી. અને એના પછીનો નવરાત્રીનો દિવસ... અચાનક મનનની આંખો ખુલી અને સામેની દીવાલ પર ટેકાઈ ગઈ. ઘડિયાળમાં અત્યારે પણ સમય એટલો જ ઝડપી વહેતો હતો જેટલો હમેશા. મનને ફરી નજર ઘડિયાળમાંથી હટાવી આંખો મીચી લીધી.

“મનન પછી હું જતી રહીશ...” નવરાત્રીની એ રાત આજ પણ મનન માટે જાણે કાલની જ વાત હોય એમ એની આંખો સામે જીવંત બની જતી હતી.

“પણ, એક મીનીટ તો...” મનને તરત પૂછ્યું હતું.

“હા એક મીનીટ બોલ તું શું કહેવાનો છે.” અનીતા એ પાછળની એ શેરીમાં નજર ફેરવીને જાણે કોઈ ના હોવાની ખાતરી કરતા જવાબ આપ્યો હતો.

બસ દસેક સેકન્ડ મનન એમજ પાછળ ફરીને ઉભેલી અનીતાને જોઈ રહ્યો હતો. અને પાછળથી એણે પકડી લઇ પોતાની તરફ ભીંસી લીધી હતી. અનીતા કઈજ બોલ્યા વગર એની તરફ ખેંચાઈ આવી અને એની પીઠના ભાગ પર મનને પોતાના હોઠોથી ચુંબનો વરસાવાના શરુ કરી દીધા. એ લીસી અને ચળકતી પીઠ બરછટ હોઠોના સ્પર્શથી જાણે કંપન થાય એમ ધ્રુજી ઉઠી હતી. મનનના શરીરમાં વહેતા પ્રવાહો એના શરીરને જાણે પોતાની તરફ ખેંચી રહ્યા હોય એમ એ શાંત થઇ ગઈ હતી. એના આખા શરીરમાં જાણે રોમાંચ ભરાઈ ગયો હોય એમ એ ખુશ હતો. માંડ સાતેક સેકન્ડ એણે અનીતાની કમરમાં ભીંસી રાખેલા હાથ જરા ઢીલા કરી અને એમજ પોતાની તરફ અનીતાને ફેરવી લીધી હતી. અનીતાના હોઠ પર પોતાના હોઠ મૂકી એ જાણે સ્વર્ગારોહણ કરતો હોય એમ ખીલી ઉઠ્યો હતો. એણે પોતાના મજબુત હાથોથી અનીતાને પોતાની તરફ ભીંસી રાખી હતી અને કોઈ અગોચર વિશ્વમાં ખોવાઈ ગયો હોય એમ પોતે એ પળો ને માણતો રહ્યો હતો. એની છાતી સાથે આરતીના વક્ષસ્થળો અત્યારે ભીડાતા હતા અને માંડ દસ સેકન્ડ નીકળી ત્યાં અચાનક અનીતાએ મનન ને આછેટી દીધો. અનીતાના આછેટાથી મનનની આંખો ઉઘડી ગઈ અને ફરી આઈસીયુ સામેના સોફાના મુલાયમ ઓશિકા પર એની આંખો ખુલી ત્યારે અનીતાના રૂમમાં હલચલ હતી. કદાચ એ અત્યારે હોશમાં આવી ચુકી હોય.