Acid Attack (Chapter_7) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

Acid Attack (Chapter_7)

એસીડ અટેક

[~૭~]

“કોઈ ખુલાસો મળ્યો...?” ઓઝાએ સાંજની ડૂબતી છેલ્લી પહોરની છેલ્લી પવનની છાલક ચહેરા પર પછડાતી અનુભવીને પૂછ્યું. તેજેન્દ્ર સિંહ હાલ જ ચાર પત્તાનો અહેવાલ રીપોર્ટ લઇ આવીને ટેબલ પર મૂકી બેઠો હતો. હજુય બંને છેડે કોઈક મુંજવણ હતી પણ શું એના રહસ્યો અકબંધ હતા.

“સર મારા માટે પણ આ બનાવ કોયડો માત્ર છે... એ વ્યક્તિની પૂછપરછ દરમિયાન એણે જે કઈ પણ કહ્યું એ મેં આ કાગળોમાં લખ્યું છે... પણ...” તેજેન્દ્ર સિંહે કાગળના પળમાં વીંટળાયેલી ફાઈલ તરફ આંગળી કરી અને ફરીવાર કોઈક વિચારોમાં ખોવાઈને બેસી રહ્યા ઘડિયાળમાં સાતના ટકોરા પડવાની તૈયારી હતી.

“વેઈટ મને જોવા દો, કદાચ કઈક સમજાય...” નિમેશે ફાઈલ ખોલી અને ફટાફટ નજર ફેરવવાની શરુ કરી. થોડીક વખત એમજ નીચા મોઢે ફાઈલમાં વાંચ્યા કર્યું. તેજેન્દ્ર સિંહ સામેની ચેરમાં બેસી ઓઝાના બદલાતા હાવભાવ જોઈ રહ્યો હતો. લગભગ દસ મીનીટ વીતી ત્યાં બહારથી આવેલો કોન્સ્ટેબલ બે કપ ચા ટેબલ પર મુકતો ગયો અને ત્યાં એક મીનીટ પણ રોકાયા વગર ચહેરા પર અનોખી મુંઝવણ સાથે એ બહાર નીકળી ગયો. આજે પ્રથમ વખત એના ચહેરા પર આવી વિચિત્ર મુંઝવણ હતી કદાચ બંને અફસરોને આજે એક સાથે બેઠેલા હોવા છતાં કેસના કામમાં મુંઝવણ હોય એ વિચારવા જેવી બાબત હતી. બંને અનુભવી અને ગજબની શોધશક્તિ ધારાવતા કાબેલ અફસરો પણ આજે વિચારોમાં ખોવાયેલા હતા. બંને આજે એટલે જ પ્રથમ વખત સાથે બેઠા હતા બાકી કોઈ એકના અવવવાથી જ કેસ સુલજી જતો હતો. આ પ્રથમ કેસ હતો જે સાફ અને સીધો હોવા છતાં ગૂંચવણ ભર્યો લાગતો હતો.

“જેટલું હું સમજુ છું ત્યાં સુધી કોઈક એવું કારણ છે, જેના કારણે શૈલેશ જાતે અને સામે ચાલીને પોલીસ કસ્ટડીમાં આવ્યો હતો અને પોતાના કરતુત જાતે જ કરતા પહેલા પોલીસને જણાવ્યા હતા.” ઓઝાએ ધારણાના આધારે શોધખોળ આદરી હોય એમ જવાબ આપ્યો.

“પણ એ ભાગી ન શક્યો એ પછીની વાત હતી, એણે આવું કરવાનું વિચાર્યું ત્યારે આગોતરી પોલીસને જાણ... આ વાત ક્યાય પકડાતી નથી.” તેજેન્દ્ર સિંહના ચહેરે ફરી મણ-મણના મુંઝવણીયા ભાવ ઉભરાવા લાગ્યા.

“એક કામ થઇ શકે છે?”

“શું સર...?”

“એના માતા-પિતાને કાલે અહીં બોલાવી લો... બીજી વાતો પછી નક્કી કરીશું?” ઓઝાએ વાત પૂરી કરી અને ચાનો કપ હાથમાં લઇ એક ઘૂંટડે ચા ઉતારતા ઉતારતા વાત ચાલુ રાખી. “જોને કેટલો અઘરો કેસ છે ચા પણ ઠરી ગઈ છે.”

“માતા-પિતા કેમ?” થોડીક વાર ખુલા છત પર તાક્યા કાર્યા પછી અચાનક કઈક યાદ આવ્યું હોય એમ એણે ઓઝા સાહેબ તરફ સ્મિત ફેંકતા કહ્યું. “ઓહ માય ગોડ... આ વાત અને કેમ નથી સમજાઈ... ધેટ્સ ગ્રેટ સર.” તેજેન્દ્રના ચહેરા પર એક હળવી આનંદની લહેર છવાઈ ગઈ.

“ચાલો આજનો દિવસ ખતમ બાકીનું કામ કાલે, શ્રીમતી રાહ જોતા હશે તો પાછો એ નવો કેસ નઈ સુલજાય પછી.” ચાનો કપ ટેબલ પર મૂકી એટલું કહેતા કહેતા ઓઝાના ચહેરા પર એક રમતિયાળ સ્મિત ઉપસી આવ્યું.

~~~~~~~~~~~

“ચા લાવી છે? ચા... ઝેર હોય તો થોડુંક મિલાવી ને આપણે... આઈ મોટી ચા પીવડાવવા વાળી. જોયું ને આ તારો દીકરો, મને ખબર જ હતી આ નાલાયક આવું જ કઈક કરશે...” સુરેશે ચાના કપને હાથમાં લેવાના સ્થાને ટ્રે સાથે જ નીષાને પણ આછેટી દીધી. એમના ચહેરા પર ગુસ્સો હતો અને એમાં ડોકાતી ગહન વેદના.

“કેમ આવું બોલો છો તમે..?” નિષાના ચહેરા પર ભય વ્યાપી ગયો હતો.

“તો એક નાલાયક દીકરાનો બાપ બીજું બોલી પણ શું શકે?”

“પણ હવે બોલાવ્યા છે તો ગયા વગર છુટકો પણ નથી ને?” નિષાએ સુરેશના ખભે હાથ મુક્યો અને એમનો હાથ પોતાના હાથમાં લીધો.

“શું કહું? બોલને શું કહું હું પોલીસ સ્ટેશન જઈને...? એમ કહું કે આ જલ્લાદ મારો દીકરો છે. એવા તો મેં કેવા પાપ કાર્યા હશે કે મને આ જન્મે આવો દીકરો ભટકાયો છે, જેણે એની જ સાથે સગાઇ થનાર છોકરી પર એસીડ ફેંકી દીધું. અને આ મારો દીકરો છે, મારો? નઈ કહી શકાય નિષા, મરાથી એવું નહિ કહી શકાય. તું જઈ આવજે મારે ક્યાય નથી આવવું.” અવાજમાં દુઃખ હતું પણ શબ્દોમાં શુસ્કતામ અને ગુસ્સો વ્યાપ્ત હતો, પારાવાર ગુસ્સો. સામેના વ્યક્તિને આંખોથી સળગાવી મુકે એવો ગુસ્સો અને એ ગુસ્સામાં પોતાને જ ભસ્મ કરી દે એવી વેદના.

“પણ, હવે શું?”

“શું હવે એટલે, એસીડ છાંટ્યું છે એસીડ. કઈ ગોલ્ડમેડલ નથી મેળવ્યો એણે... તને મારી કલાકોથી કોઈ વાત સમજાય છે કે નઈ? તારા મગજમાં કઈ ઉતરે પણ છે કે નઈ?” સુરેશ સોફા પરથી ઉભો થઈને બાલ્કનીના ખુલા દરવાજા પર જઈ ઉભો રહ્યો. કદાચ અકાશની પેલે પાર અને દુનિયાની પેલે પર થઇ એક પિતાની વેદનાના સવાલો શોધતો હોય એમ જોઈ રહ્યો.

“હવે બોલાવ્યા છે તો જવું તો પડશે જ ને...?”

“આપણું શું કામ, કઈ દે ઇન્સ્પેકટરને કે ફાંસી એ ચડાવી દો એ નાલાયક ને હું એમ સમજીશ મારી કોઈ ઓલાદ હતી જ નહિ.”

“આવું ન બોલો એ દીકરો છે અપણો, તમે શાંત થાઓ હવે આમ રોવા કે મૂંઝાવાથી પણ શો અર્થ નીકળવાનો છે...?” નિષાના દિલમાં જાણે એ રેડાયેલા એસિડની બળતરા હોય એવી વેદના હતી. એક તરફ દીકરાના કરતુત અને બીજી તરફ સુરેશની હાલત.

“ત્યાં વિજય પણ હશે, હું કયા મોઢે એને મળીશ કે કઈ કહીશ.” સુરેશની આંખોમાં સરતા આંસુ બમણાઈ રહ્યા હતા. ચહેરા પરની રેખાઓ દર્દના ભાવો ઘટ કરતી હતી.

“પગ પકડીને માફી માંગી લઈશું, બીજું તો શું થાય હવે...”

“માફી... માફી... ઓં સીટ આ માફી માંગવાથી શું વિજયની દીકરી પછી પહેલા જેવી થઇ જશે? શું એ આપણને માફ કરી શકશે? શું પોલીસ શૈલેશને છોડી દેશે? અને બધું તો ઠીક અનીતા આપણને માફ કરી શક સે ખરા? રે કોણ, કોણ માનશે કે તારા દીકરાની કરતૂતોમાં આપણી જાણ બહાર કઈ હોઈ શકે? કોણ માનશે કે તો મને? આખરતો એ દીકારોને આપણો...” સુરેશ બેબાકળો થઇ ચુક્યો હતો એની પાસે ન તો વહાવવાના આંશુ હતા કે ના બોલવા શબ્દો.

“હા પણ... બીજો કોઈ રસ્તો પણ હવે ક્યાં છે આપણી પાસે? આપણી ભૂલ સ્વીકારવા સિવાય કોઈ બીજો માર્ગ છે ખરો? નિષાએ હજુ એટલી જ સ્વસ્થતાથી જવાબ આપ્યો.

“સ્વીકાર, પ્રશ્ચાતાપ, માફી, ક્ષમા, આ બધું કોણ સમજે એના મૂલ્યો છે ખરા અત્યારે? તારા દીકરા એ જે કર્યું એના પછી તને લાગે છે ભગવાન પણ આપણને માફ કરી શકે ખરા?” સાવ તરડાઈ ગયેલા અવાજે શૈલેશે જવાબ આપ્યો અને ત્યાજ બાલ્કનીમાં ફસડાઈ પડ્યો. નિષા પણ તેની પાસે આવીને બેસી હતી “તને ખબર છે કાલથી ફોન સ્વીત્ચ ઓફ કરીને મુક્યો છે, કારણ મારી હિમ્મત નથી અને દુનિયા સામે મારી ભૂલોનો બોજો ઉપાડીને ફરી શકવાની પણ હિમ્મત નથી. મારા ખોળામાં રમાડેલી દીકરી જેવી એ અનીતા, હું એનો અંકલ... કેટલો ઓછો શબ્દ છે નઈ, આ અંકલ, એક એવો અભાગો અંકલ જેણે બધું જાણતા હોવા છતાં જાણે એની જીંદગીમાં અંધકાર ગોળી દીધો.” આંખેથી વહેતા આંસુ હજુય વેદનાના ઉલેચાઓ ભરી ભરીને કાઢતા હતા. બારમાં માળની છત પર સુવર્ણનગર કોલોનીમાં નજીક જ નાનકડું તળાવ હતું જેમાના પાણી પર પછડાઈને ખુલા જંગલ જેવો એ વિસ્તારમાંથી ઠંડી હવા ડોલે છાંટતા પાણીની જેમ ચહેરા પર અથડાતી હતી. રહી રહીને દિલમાં ભરાયેલો ડૂમો માંડ માંડ ગાળીને એ બોલતો હતો “નિષા... નિષા... નિષા... તું જ તારા પુત્ર પ્રેમમાં આંધળી થઇ ચુકી હતી જરા એકવાર વિચાર કરી જો કે અનીતા આપણી દીકરી હોત તો...? નહિ કરી શકાય એ કલ્પના કરી શકવી પણ મુશ્કેલ છે.” ઘરના ટેલિફોનમાં ઘંટડી વાગી રહી હતી અને સુરેશનો અવાજ અટક્યો. આખા ઘરમાં ઘંટડીઓનો એ અવાજ પડઘાતો હતો. સુરેશે ફરી બોલ્યા કર્યું હવે એ અવાજ સંપૂર્ણ તરડાઈ ગયો હતો. “કદાચ મને કઈક થઇ જાય તો મારા મોબાઈલમાં રેકોર્ડ કરેલી એક ક્લીપ જરૂર મારા મિત્ર અને દીકરી અનુને સંભળાવજે...”

“શું.. તમે આવું કેમ બોલો છો, તમને શું થવાનું હતું વળી.” નિષાના અવાજમાં ગંભીરતા વ્યાપી ચુકી હતી.

~~~~~~~~~~~

“હું અનીતાને મળી શકું ? એના ક્લાસમાં જ છુ, અંકલ મારે થોડીક વાત કરવી છે... અનીતા સાથે...” ડોક્ટર સાથે વાત કરી રહેલા વિજય ભાઈને પાછળથી અવાજ કાને અથડાયો. એમણે પાછળ ફરીને જોયું ત્યાં મનન ઢીલા મુખે એમની સામે ઉભો હતો. એના ચહેરા પર એક નિરાશા ઘેરાયેલી હતી અને એક વિચિત્ર સવાલોની દાવાનળ પણ.

“અનીતા સાથે...?” આ શબ્દો સાંભળતાજ એમના મનમાં સમુદ્રના મોઝાની જેમ વિચારો પુર ઝડપે ધસી આવ્યા હતા. દીકરી સાથે બનેલી ઘટના બાદ એમના વિચારો જાણે સંપૂર્ણ પણે બદલાઈ ગયા હતા અથવા એ વિચિત્ર પણે વર્તતા હતા, કદાચ એક પિતાની આજ સ્થિતિ હોવી પણ જોઈએ.

“હા અંકલ... અનીતા સાથે.” મનને ફરી થોડાક મૂંઝવણના ભાવ સાથે જવાબ વળ્યો. એનો અવાજ મક્કમ અને ધીમો હતો.

“તારું નામ?”

“મારું નામ મનન છે અંકલ”

“પણ અત્યારે શા માટે આવ્યો છે?”

“મારે બે દિવસથી આવવું હતું, પણ...” મનન અટક્યો.

“પણ શું...?”

“અંદર આવવું મુશ્કેલ હતું...”

“જો હજુ પણ પોલીસ તપાસ ચાલુ છે, અને અનિતાની તબિયત પણ ખુબ નાજુક છે...” વિજય એ મક્કમ પણે જવાબ આપ્યો એમના ચહેરા પરના ભાવ મનનને રાજા આપવાના જરાય અણસાર દર્શાવતા ના હતા.

“જી અંકલ... મારે બસ એને એક વાર મળવું હતું.” મનને એક નિરાશા પૂર્ણ ભાવ સાથે જવાબ આપ્યો અને અત્યારે એ ત્યાંથી ચાલી નીકળ્યો. મનમાં કેટલાય વિચારો હતા પણ મજબુર હતો એ ચાહવા છતાંય એને મળી શકે તેમ ન હતો. એના પગ ઘર તરફ જવા ઉપડતા જ ન હતા અને એનું મન સતત અને હર પલ બસ અનીતા માટે જુરતું હતું પણ... એને કેવી રીતે મનની વાત કરવી એ સમજમાં આવતું ના હતું.

~~~~~~~~~~~

“જો પેલા ફોનની રીંગ વાગે છે, કદાચ સામે છેડે પોલીસ હશે અથવા વિજય...” સુરેશનો અવાજ ક્ષીણ થતો જઈ રહ્યો હતો.

“જોઇશ હમણાં, પહેલા તો તમે અંદર આવી જાઓ હવે...”

“આ બોઝા હવે મને કોરી ખાય છે, નિષા... અંદર મને ઘુટન થાય છે અહીં રહેવા દે કદાચ મુક્તિ મળી જાય.” ફરી અસ્ફુટ સ્વરો છૂટ્યા અને ત્યાજ થંભી ગયા. અચાનક રોકાયેલા કોઈ વરસાદી તોફાનની જેમે નીરસર થઇ ગયા.

“તમે કેમ આવી વાતો કરો છો.” નિષા કહેતી હતી અને બીજી તરફ ઘરના ખૂણે ખૂણે ટેલીફોનની ઘંટડીના અવાજો પછડાઈ રહ્યા હતા.

“જા ફોન ઉઠાવ પેલા...”

“એક મીનીટ હું આવી તમે અહી જ બેસજો.” નિષા નીતરતી આંખો સાથે ત્યાંથી ઉઠી પણ એનું મન જાણે ત્યાં દીવાલ બની ખોડાઈ જવા માટે રોકી રહ્યું હતું. એ જેમ જેમ આગળ વધી રહી હતી એનું દિલ એને પાછળ ધક્કા મારી મારી રોકવા મથતું હતું. ત્યાંથી જ્યારે પણ પાછળ જોતી સુરેશ એની આંખો સામે જ બેઠેલો જોઈ શકતો હતો. એ ચહેરા પર હવે એવો પ્રભાવ ના હતો કોઈ મુર્જાયેલા પુષ્પ જેવો એ ચહેરો હતો, નિસ્તેજ ચહેરો જાણે હાલજ કળમાઈ જશે. ફોન કાને માંડી નિષાએ બે ચાર શબ્દો બોલ્યા માંડ હશે, ત્યાજ એમના આંખે જે જોયું એના પછી બનેલી અચાનકની ઘટના નિષાના હૈયામાં ભરાઈ ગઈ. એના ગાળામાં ડૂમો અટકી ગયો અને એની ચીસ ફાટી ગઈ. એની વેદનાનો પડઘો છેક સુવર્ણનગર અને પોલીસચોકીની દીવાલોમાં પડઘાવા લાગ્યો. દર્દ, ભય, કરુણા અને ભેંકાર સુન્નતા હતી એ અવાજમાં, રુદન, રો-કકળાટ અને એક એક ખખડતો ધબકાર જેને સમજી શકવું મુશ્કેલ હતું.

~~~~~~~~~~~

હોસ્પીટલની દીવાલોમાં હજુય આનીતાના એ કરુણાભર્યા અવાજો ગુંજતા હતા. એ પોતે એની પીડા અનુભવી સકતી હતી અને એક ચહેરામાં એણે હજુય કઈક અધુરપ દેખાવા લાગી હતી.

“મારી વાતતો સાંભળ અનુ...” મનન એ લાગણીભીના શબ્દોમાં બોલી રહ્યો હતો. એ અવાજમાં એક વેદના ડોકાતી હતી.

“મારાથી એ નઈ થઇ શકે... મનન...” અનીતા હજુય એટલી જ સહજતાથી બોલી રહી હતી અથવા એવો દેખાવ કરતી હતી એ કળવું મુશ્કેલ બન્યું જ હશે કદાચ મનન માટે. એના શબ્દોમાં એક લાગણીનો અભાસ હતો જેમાં અંદર ક્યાંક કઇક હતું જે શબ્દોમાં અને એના ચહેરા પર ટળવળી રહ્યું હતું અને એટલે જ એ ચહેરો છુપાવી રહી હતી.

“મને એક મીનીટ આપી શકે...?” મનન કહી રહ્યો હતો.

“પછી હું જતી રહીશ...” અનિતાએ જવાબ આપ્યો અને એ ફરી ગઈ હતી. સામે ઉભેલા મનન ની આંખોમાં આંખ પરોવી શકવાની એનામાં હિમ્મત ના હતી. એણે પાછળ પેલા અંધારામાં ઘેરાયેલી સુની શેરી તરફ જોયા કર્યું હતું. થોડીક વાર એમાં જ વીતી અને એ પળો જાણે ત્યાજ થંભી ગઈ એ એક મીનીટ ને આજે વર્ષ વીતી ચૂક્યું હતું. પણ એની યાદો હજુય ઘુમરાયા કરતી હતી ખાસ કરીને અનુના હોઠો પર...

“આ શું કરે છે, તું?” અનીતા એ મનનને અચાનક આછેટી દીધો. એના હોઠો પરથી એ બરછટ ભાગ ફંટાઈ ગયો અને એ ભીનાશ પળવારમાં સુકાઈ ગઈ. એક પળ જાણે ચુકી ગઈ હોય એમ અનીતાથી નિસાસો નંખાઈ ગયો.

“પ્રેમ...” મનન વધુ ન બોલ્યો.

“તે મારા હોઠ પર... પણ શા માટે? જયારે કે તું જાણે છે એ શક્ય નથી.”

“મારી પાસે આજે પણ એ વાતનું કોઈ કારણ નથી, પણ હા તે મને એક મીનીટ આપી હતી એમાં હજુ ૩૦ સેકન્ડ બાકી છે. મારા જીવનની આ ૩૦ સેકન્ડ તો ના છીનવ હવે.” મનને એની આંખોમાં આંખો પરોવી એની નીચે ઝુકેલી નજરો પોતાની આંખોમાં પડઘાય એમ ચહેરો ઉપાડ્યો અને પોતાની પાસે ખેંચી.

“તું ફરી હોઠે તો...” અનુ વધુ ના બોલી શકી પણ એની આંખો.

“તને નથી ગમતું તો નઈ કરું પણ...”

“પણ શું મનન?”

“૧ મીનીટમાં તને મારા પ્રેમમાં જીવી લેવી અઘરું કામ છે, એમાંય તારા આ કાયદા કાનુનો, ગમો-અણગમો બધું જોવાનું પણ...”

“પણ એની જરૂર શું છે?”

“તું સાચે જ મને પ્રેમ નથી કરતી કે પછી...” મનને ફરી એને પોતાની તરફ ભીંસી લીધી એની કમર અને પીઠ પર ટેકવેલા હાથ વધુ મજબુત થયા અને ભીંસ વધતા બંને વચ્ચેનું અંતર ઘટ્યું. અનિતાની આંખો સરસરાટ વહી રહી હતી એના હાથ ભીંસાયા તો ખરા પણ શબ્દો ગાળામાં ગૂંચવાઈ ગયા જાણે દિલ ચીસ પાડી ઉઠ્યું હોય એમ એ બોલી. “બસ કર મનન... બસ કર, હું તને પ્રેમ નથી કરતી. કેવી રીતે કહું આ શબ્દો મારા મુખે થી તું જ કે જો હવે, હું તો એ દિવસથી તારા પ્રેમમાં છું જે દિવસથી તે પ્રથમ વખત મને પૂછ્યું હતું. પણ હું કેમ કરીને તારી વાત સ્વીકારું? દુનિયા, સમાજ અને પરીવારના બંધનોમાં હું એવી બંધાયેલી છું કે મારા દિલની અવાજ હું સાંભળી જ નથી શકતી.” અનીતા મનોમન બબડી અને હાથ ભીંસ્યા પણ ત્યાં કોઈ ના હતું.

“મનન...” શબ્દો સર્યા અને એની આંખો ઉઘડી ગઈ. આસપાસ ખાલીપો હતો અને શુન્યતા હતી, ચારેકોર ફેલાયેલો કોરી ખાવા દોડતો અંધકાર હતો આંખોમાં અને શરીર પર બળતળાની વેદના હતી. સપનાની દુનિયા ઓગળી ચુકી હતી એનો હાથ સીધો એના હોઠો પર સર્યો પણ આજે ત્યાં પાટા બાંધેલા હતા. પણ એ દિવસે, જ્યારે સાથે મનન હતો ત્યાં વરસતા વડલો જેવા એના હોઠ હતા, પ્રેમ હતો અને મનન પણ... એ પણ કદાચ જીવંત બની જવાનો હતો. એ બે પળનું મિલન જાણે અંત સમય સુધી બન્ને દિલોમાં છપાઈ ગયું હતું.

~~~~~~~~~~~

[ ક્રમશઃ ]

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો...)