ગુલાબની પાંખડીઓ... krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુલાબની પાંખડીઓ...

ગુલાબની પાંખડીઓ

Krupa Bakori

અનુક્રમણિકા

1. એક મુલાકાત

2. કોઈ વાત નહી

3. આંખોની રમત

4. મિલન

5. ઈશારો

6. જીવન

7. તારા આવવાથી

8. છુપાયેલો પ્રેમ

9. ફરીયાદ

10. કદર

11. પ્રાર્થના

12. તારી યાદ

13. દર્દ

14. સમય

15. પ્રેમની પરિભાષા

16. એક પલ

17. અસ્તિત્વ

18. તારુ નામ

19. તારામાં જ હું ને.... મારામાં જ તું છો

20. અલવિદા

એક મુલાકાત

જોઈએ છે જીવનમાં બસ,

એક મુલાકાત……

શું આપી શકે મને એ ??

એક મુલાકાત……

તારા વિનાની હર એક પળ છે સુની શું થઈ શકે ??

એક મુલાકાત……

હર એક શામ તારા વગરની શું થઈ શકે ???

એક મુલાકાત……

જીવનની અમૂલ્ય મોત પહેલા શું થઈ શકે ??

એક મુલાકાત…….

જીવન ફરી મળે કે નહી શું થઈ શકે ??

એક મુલાકાત………

હવે કહી પણ દે હા.......... !

એક મુલાકાત માટે..........

કોઈ વાત નહી

તું મારો ના થઈ શકયો….

કોઈ વાત નહી.

તું મારા જીવનનો માણીગાર ના બની શકયો...

કોઈ વાત નહી.

તું એ ના કરી શકયો જે મારે જોઈએ....

કોઈ વાત નહી.

તે એ હજારો સ્વપનોને ચકચૂર કર્યા...

કોઈ વાત નહી.

તારાથી કોઈ જ વાતની ફરીયાદ નથી......

બસ, આપજે તારા પ્રિયજનને !

અનમોલ પ્રેમ......

આંખોની રમત

રમત છે આ આંખોની.....

રમાય છે તારા ને મારા વચ્ચે...

પ્રેમનો ઝિકર કરવાની તો કયાં જરૂર જ છે...

આ તારી આંખો જ બઘુ કહી દે છે...

તારી આંખો એ તો હજારો સ્વપનો ઢલવ્યા છે….

મારા આંખો ના કિનારોમાં....

બસ, એક જ ચાહ છે....

કયારેય પુરી ના થાય....

આ આંખોની રમત.....

મિલન

કોણ કહે છે પ્રેમમાં મિલન જરૂરી છે…!

જયાં અમર પ્રેમ હોય ત્યાં મિલનની શી જરૂર…. !

પ્રેમ તો કોઈ પણ ઋણ વગરનો અનોખો સંબંઘ છે.

જયાં ફકત મુકિત જ છે.

તે પ્રેમમાં મિલનની શી વિસાત....!

તારા ને મારા પ્રેમને તો કોઈ મિટાવી નહી શકે તો…

એ પ્રેમમાં મિલનની શી જરૂર....!

ઈશારો

કયાં સુઘી રમત રમીશ આ ઈશારાની.... ?

ઈશારાથી પ્રેમ તો થઈ ગયો.....

ઈશારાથી ઝગડો પણ થઈ શકશે..

ઈશારાની રમતમાં પ્રેમનો ઈઝહાર કયારે કરીશ... !

હવે, એક ઈશારો કરી પણ દે કે...

તને મારા પ્રેમની કબૂલાત છે.

હવે કરી પણ દે એક ઈશારો આ પ્રેમનો.....

જીવન

જીવન છે બહું ટુકૂં,

જીવી લેવા દે તારી બાહોમાં.....

જીવન છે બહું ટુકૂં,

જીવી લેવા દે તારી આંખોમાં......

જીવન છે બહું ટુકૂં,

જીવી લેવા દે તારા પ્રેમમાં.....

કોને ખબર તારો આ પ્રેમ

ફરી મળશે કે નહી......!!

બસ, રહેવા દે તારી આ આંખોમાં....

બસ, રહેવા દે તારા આ પ્રેમમાં.....

તારા આવવાથી

કયાં ખબર હતી કે તારા આવવાથી

આ મારી હસી તારામાં જ ખોવાઈ જશે.

કયાં ખબર હતી કે તારા આવવાથી

આ ચહેરાનું નુર ફરી ખીલી ઉઠશે.

કયાં ખબર હતી કે તારા આવવાથી

આ મહેકમાં એક નવી મહેક આવશે.

કયાં ખબર હતી કે તારા આવવાથી

પ્રેમને નફરત કરતી હું તને જ પ્રેમ કરીશ.

કયાં ખબર હતી કે તારા આવવાથી

એક નવો જ રંગ આવશે.

જે પ્રેમનો રંગ ખીલ્યો છે તારા પ્રેમથી.......

છુપાયેલો પ્રેમ

શું છુપાવીશ તું મારાથી.....

તારી આંખો છુપાવી નહી શકે આ પ્રેમ....

તારી વાતો છુપાવી નહી શકે આ પ્રેમ.....

તારી એ નજર છુપાવી નહી શકે આ પ્રેમ.....

તારી એ પ્રેમભર્યો સ્પર્શ છુપાવી નહી શકે આ પ્રેમ.....

હવે કયાં સુઘી છુપાવીશ.....

તારો આ છુપાયેલો-છુપાયેલો પ્રેમ.....

હવે ઝીકર પણ કરી દે તારા આ પ્રેમનો......

ફરીયાદ

જયાં ફરીયાદ નથી ત્યાં કાંઈ નથી.

તારા ને મારા સંબંઘની શરૂઆત જ,

બસ, ફરીયાદથી થઈ.........

એ પ્રેમભર્યો ઝગડો યાદ છે ને,

એ ફરીયાદમાં જ હતો તારો પ્રેમ.

હવે ફરી એક વાર ફરીયાદ કર....

કયાંક ખોવાઈ ગયું છે આ બઘું....

ફરીથી જીવનમાં ઝગડાની શરૂઆત કર....

તારી ફરીયાદ અને ઝગડામાં જ તો છે તારો પ્રેમ....

કદર

તું છો તો આ જીવન છે..

બાકી તારા વગર તો મારું જીવન જ કયાં હતુ...

તારી તો ના થઈ શકી પણ તારા…

જીવનની હર એક ખુશી માગું છું

તારો એ ચહેરો જોવા આજે પણ તડપુ છું....

કયાં છો તુ.....

તારા વગર... એક વાર જોઈ લે મારું જીવન કેવું છે....

શાયદ તને મારા પ્રેમની કદર થાય....

પ્રાર્થના

પહેલા તારા માટે જીવતી હતી.

હવે તારા વગર જીવું છું.

પહેલા તારી ખુશી માટે પ્રાર્થના કરતી.

આજે મારી હર એક ખુશી તને મળે એ પ્રાર્થના કરું.

તારી યાદ

રહી ગઈ છે તો બસ તારી યાદ….

રહી ગઈ છે તો બસ તારી વાતો…

રહી ગઈ છું તો બસ તારા વગરની હું….

બસ, છે તો તારી સુનેહરી યાદો ની વાત,

જે હમેંશા દીલના એક ખુણામાં રહેશે.....

દર્દ

તારા પ્રેમથી અલગ તો થઈ ગઈ....

પણ, હજી તારામાં જ કયાંક રહેવા માંગુ છું...

તારી ના થઈ શકી તો કાંઈ નહી...

પણ તારી યાદોમાં હમેંશા જીવતી જ રહીશ

મોત મને હજી પણ મંજુર નથી,

તારા દર્દમાં પણ મને રહેવા દે…..

તારા પ્રેમમાં ના સહી તારા દર્દમાં પણ જીવતી રહીશ....

તારી યાદોમાં રહેવા દે......

સમય

સમય-સમય ની વાત છે....

સમયની પળોજણમાં કયાં ખોવાઈ ગઈ તું....??

સમય કોઈને અલગ ના કરી શકે....

ના તો મૃત્યુ કોઈને અલગ કરી શકે

મૃત્યુથી પર છે તારો આ પ્રેમ....

જેને ના તો જીવન ના તો મૃત્યુ અટકાવી શકે….

પ્રેમ એ તો પ્રેમ છે..

જે અવિરતપણે વહેતો જ રહેશે હમેંશા – હમેંશા....

જેને કોઈ અટકાવી શકતું નથી.....

પ્રેમની પરિભાષા

પ્રેમ એ પ્રાર્થના છે.

પ્રેમ એ પુનર્જન્મ છે.

પ્રેમ એ લાગણી છે.

પ્રેમ એ મુસ્કાન છે.

પ્રેમ એ શ્ર્વાસ છે.

પ્રેમ એ પ્રોમિસ છે.

પ્રેમ એ એક પલમાં હજારો જીવન છે.

પ્રેમ તો પ્રેમ છે………

એક પલ

પ્રેમમાં પડવુ હતુ કાંઈ જ કારણ વગર…

તારી આંખોમાં રહેવુ હતું કાંઈ જ કારણ વગર…

તારી સાથે એક પલમાં હજારો પલ જીવવા હતા કાંઈ જ કારણ વગર…

દિલના હજારો સ્વપનોમાં બસ તું જ હતી કાંઈ જ કારણ વગર…

બસ, તને મળવુ હતુ કાંઈ જ કારણ વગર…

પ્રેમ નથી તો શું છે આ... !!

પુછવૂ હતુ કોઈ જ કારણ વગર........

અસ્તિત્વ

બંઘ આંખોની નજરમા તું જ છો....

સ્વપનોની દુનિયામાં તું જ છો...

જીવનના હર એક સફરમાં તું જ છો...

તું જ મારી દુનિયા....

તું જ મારું મૃત્યુ.....

જયાં તારુ અસ્તિત્વ ત્યાં જ મારું અસ્તિત્વ.....

તારુ નામ

લખ્યું હતું..... તારું નામ કાગળમાં,

જેને પવન લઈ ગયો તેની સાથે....

લખ્યું હતું..... તારું નામ દરીયાની રેતમાં,

જેને પાણી લઈ ગયો તેની સાથે....

લખ્યું હતું..... તારું નામ મારી ગઝલોમાં,

જે સમયની સાથે નામ જ રહી ગયું....

હવે લખું છું તારું નામ.....

મારા દિલમાં.....

જેને કોઈ જ મિટાવી નહી શકે....

તારામાં જ હું ને.... મારામાં જ તું છો

મારી અનુભૂતિ તું જ છો…..

મારી વિભૂતિ તું જ છો…..

મારી લાગણીની પરીભાષા તું જ છો….

મારા સ્વપનની દુનિયા તું જ છો….

મારા દિલની ઘડકન તું જ છો…

મારા અવાજની રાગિની તું જ છો….

મારા શ્ર્વાસમાં તું જ છો…

તારામાં જ હું ને.... મારામાં જ તું છો…!!

જોઈ લે મને તું તારામાં જ હું છું....!

અલવિદા

અલવિદા...... કહીને કયાં જાઈશ……??

અલવિદા..... કહીને મુકી દઈશ…..??

અલવિદા...... કહીને ભુલી જાઈશ…..??

પણ, એ યાદોનું શું.......!

જેને તું કયારેય અલવિદા નહી કહી શકે.......