કયો લવ ભાગ : ૨૩ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ ભાગ : ૨૩

કયો લવ ?

ભાગ (૨૩)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૩

ભાગ (૨૩)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ....” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૨૨ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૨૨) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઈરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.

રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.

રોબર્ટ અને સના, પ્રિયા અને સોનીને બંગલાના પહેલા માળ પર લઈ જાય છે, જ્યાં સોની અને પ્રિયાનો આશ્ચર્યનો પાર ન હતો, તેઓ બંને એક છોકરીને એક સાંકળમાં બાંધેલી જુએ છે, જે બેહદ ખૂબસૂરત હતી...પ્રિયાના પૂછવા છતાં પણ રોબર્ટ કારણ નથી બતાવતો કે આ છોકરીને અહીં આવી રીતે કેમ બાંધવામાં આવી છે..!!

પ્રિયાને, રોઝ નામની છોકરીને અહીં બાંધીને કેમ રાખવામાં આવી છે તેનું કારણ ખબર પડે છે...પ્રિયાને હજુ પણ રોબર્ટની વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તેવું જણાતું હતું...રોબર્ટને મળીને આવ્યા બાદ, ચા ની લારીને ત્યાં પ્રિયાને રુદ્ર અને તેનો બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય મળે છે.

સોનીનો બર્થ ડે પ્રિયાના ઘરમાં રાખ્યો હોવાથી બધા ફ્રેન્ડો પ્રિયાના ઘરમાં ભેગા થાય છે ત્યાં જ આદિત્ય અને રુદ્રને પણ ઈનવાઈટ કર્યા હોય છે. આદિત્યને સોની ગમી જાય છે, તે સોની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે જાત જાતના નખરા કરે છે.

ત્યાં જ રોનકે પણ સોની માટે કોઈ સરપ્રાઈઝ રાખ્યું હોય છે...આદિત્ય પળવારની મુલાકાતમાં જ સોની સામે લગ્ન માટેનો પ્રસ્તાવ રાખી દે છે.

સોનીના બર્થ ડે બાદ પ્રિયાનું અગત્યનું કામ હતું રોઝ નામની છોકરીને મળવાનું...તેને સ્ટેશન પર નીલ સર મળે છે, બંને એક જ ટ્રેન નાં ડબ્બામાં બેસીને વાર્તાલાપ કરે છે.. પ્રિયા જર્જરીત બંગલામાં પહોંચે છે......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૨ જરૂર વાંચજો..)

હવે આગળ...........

પલંગનાં નીચે પેસ્તા જ પ્રિયાના હાથ પર તથા કપડા પર ધૂળ ચોંટી ગઈ હતી, જે ચીજ કાઢી હતી તે પણ ધૂળથી જ ભરેલી હતી, પ્રિયા ઝડપથી ઉઠીને પહેલા તેના હાથ અને કપડા પર લાગેલી ધૂળને બંને હાથો વડે ખંખેરી દીધી, અને પોતાનાં બેગમાંથી એક ટીસ્યુ પેપર કાઢી એ વસ્તુને પણ સાફ કરવા લાગી, તે એક નાનકડા હાર્ટ ના લોકેટ વાળી સોનાની ચેઈન હતી. પ્રિયાને ઓળખતા વાર ના લાગી. તેને આશ્ચર્ય સાથે મોઢામાંથી શબ્દો કાઢ્યા, “ આ ચેઈન તો...માઈ ગોડ...”

પ્રિયાએ પહેલા ચેઈન બાજું જોયું પછી રોઝનો ચહેરો નિહાળતા પ્રશ્ન કર્યો, “ યે ચેઈન આપકો કહા સે મિલી..?”

પ્રિયા કંઈક વધુ પૂછે કે રોઝ કંઈક બોલે એના પહેલા જ લાકડાનાં દાદરા પરથી કોઈ ભાગતું આવી રહ્યું હોય તેવો સ્વર સંભળાયો. પ્રિયા આ અવાજ સાંભળીને ફટાફટ દરવાજાના પાછળ છુપાઈ ગઈ, અને તે ચેઈન ને પણ પોતાનાં બેગ માં રાખી છુપાવી દીધી.

પ્રિયાનાં જિંદગીમાં મુસીબતો તો આવતી જ, પરંતુ આજની આફતથી તે પોતે પણ ગભરાયેલી હતી. દરવાજાના પાછળ જ ઉભી ઉભી તેને પોતાનાં પર જ ખીજ ચડી રહી હતી, તેને હમણાં વિચાર આવવા લાગ્યો કે તે એકલી શા માટે આવી છે ?? રોબર્ટ કોઈ હુમલો કરશે તો ??

જાત જાતના વિચારો કરી તે પોતે જ જ્યાં ઊભી હતી ત્યાં જ ગભરામણનાં કારણે મરી રહી હતી. તેના કપાળે પસીનો આવવા લાગ્યો, તેની શ્વાસોશ્વાસ ક્રિયા જોરજોરથી ચાલવા લાગી. પોતાનાં ધબકારા તેને સ્પષ્ટપણે અવાજ આવતા હતાં. પોતાનાં બેગને તે બંને હાથો વડે જોરથી પકડીને ઊભી હતી.

પ્રિયાએ એક ઊંડો શ્વાસ લઈને આંખ બંધ કરીને પોતાની સાથે જ વાતો કરવાનું ચાલું કરી દીધું, “પ્રિયા ડર નહીં, મુકાબલો કર નહીં તો ભાગ અહિયાંથી...”

એ અણજાણ પગલા ધીરે ધીરે શાંત થતાં હોય તેવું લાગી રહ્યું હતું. તે વ્યક્તિ અંદર પ્રવેશી ચૂકી હતી, તે જોરથી બરાડા પાડવા લાગ્યો, “ કહા હે રોબર્ટ...??”

પ્રિયા નેચરલી ડરી ગઈ હતી પરંતુ સાથે જ આ સ્વર ક્યાંક સાંભળેલો હોય તેવું પણ લાગ્યું!!

તે વ્યક્તિએ, રોઝને બાંધેલી જોઈ, રૂમ એટલો મોટો પણ ન હતો કે કોઈ છુપાયેલું હોય તો દેખાય પણ નહિ..!! તેની નજર દરવાજાને ત્યાં ગઈ, તે વ્યક્તિને લાગ્યું જ કે કોઈ દરવાજાની પાછળ છુપાઈને ઊભું છે, તેને તરજ જ દરવાજાની પાછળ ઊભેલી પ્રિયાને ખેંચી કાઢી.

પ્રિયા એ વ્યક્તિને જોઈને ચોંકી જ ઊઠી, તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આદિત્ય હતો. આદિત્યને જોઈને અત્યારે પ્રિયાને રડવું જોઈએ કે ખુશ થઈને જશ્ન મનાવવું જોઈએ એ જ ખબર ન પડી. કારણકે અબઘડી તો એવું જ લાગ્યું હતું પ્રિયાને કે, “આજે તો હું ટોટલી ગઈ...”

બંને આશ્ચર્યથી એકમેકને તરત જ તુકારમાં જ જોરથી કહેવાં લાગ્યા, “ તું ..”

“અરે આદિત્ય તમે અહિયાં શું કરો છો, થેંક ગોડ તમે જ હતાં..” પ્રિયાએ હાશકારો સાથે કહ્યું.

“અરે આ સવાલ તો મારે તમને કરવો જોઈએ..” આદિત્યે, ડરના મારેલી પ્રિયાનો ચેહરો જોતા કહ્યું.

“હા એ હું બધું જ કહું છું.. પણ પહેલા તમે કહો, તમે અહિયાં શું કરો છો ?” પ્રિયાએ ગુંચવણનો ઉકેલ જાણવા માટેનો પ્રયત્ન કર્યો.

“અરે પ્રિયા આ બંગલો મારા દાદાનો છે. હું આ જ એરિયામાં રહું છું, બીજા બે બંગલા છોડીને ત્રીજો બંગલો મારા ડેડનો છે, ત્યાં અમે બધા સાથે રહીએ છીએ. અને એટલે જ તો રુદ્ર ક્યારેક મને મળવા અવારનવાર ચા ની દુકાને આવે છે...” આદિત્યે સમજાય એવી વાત કરી.

“પણ આ રોબર્ટ...” પ્રિયાએ ઝીણી આંખ કરીને પૂછ્યું.

“હા રોબર્ટ ને ?? એણે જ હું ક્યારનો શોધી રહ્યો છું, કમબખ્ત, જયારે ભાડાનું નામ લે ત્યારે અહિયાંથી ગૂલ થઈ જાય છે...” બીજી બે ચાર ગાળી ભાંડતો આદિત્ય કહેવાં લાગ્યો.

“હા પણ એક મિનટ, હવે......તમે અહિયાં શું કરો છો યાર....કેમ કે રુદ્ર તો અહિયાં નથી રહેતો ” આદિત્યની જબાનમાં મજાક રહેતું જ...તે મજાક કરતા કહેવાં લાગ્યો.

પ્રિયાએ આદિત્યને વિસ્તારથી વાત કરીને જણાવી., કે કેવી રીતે મોબ ડાન્સ પત્યા બાદ રોબર્ટ અને સના સાથે મુલાકાત થઈ અને એક વાર પહેલા પણ પોતે સોની રોનક સાથે અહિયાં આવી ચૂકી છે.

આદિત્યે પ્રિયાની વાત ધ્યાનથી સાંભળી અને પ્રિયાને કહ્યું, “ હા જે પણ હોય રોબર્ટનું પણ હું તો કહું છું પ્રિયા, તમે આ રોબર્ટનાં મામલામાં પડો નહિ, એ લુખ્ખાએ ચાર મહિનાથી ભાડું નથી આપ્યું, અને હવે મને દોડાવે છે...” પાછી ગાળી આપતો આદિત્ય કહેવાં લાગ્યો.

“ઓ.કે પણ મને રોબર્ટ અને આ રોઝ વિષે જાણવું છે... તમને કોઈ જાણકારી તો હશે ને આદિત્ય..?” પ્રિયાએ જાણકારી એકઠી કરવા માટે પૂછ્યું.

“કહું તો છું આ દાદાનો બંગલો છે, અને હું અહિયાં વધારે આવતો નથી, બધું ડેડ જ આ બંગલાનો કારોભાર સંભાળે છે, આ તો ચાર મહિનાથી રોબર્ટ ભાડું નથી આપતો એટલે ડેડની ગેરહાજરીમાં હું જ પંદર દિવસથી આંટો મારી રહ્યો છું, પણ બેવકૂફ રોબર્ટ હાથમાં નથી આવતો...” આદિત્યે ફરી પ્રિયાને સમજાવતાં કહ્યું.

“હા પણ આ રોબર્ટ અને રોઝ વિષે થોડું તો ખબર હશે ને તમને..??” પ્રિયાને આદિત્યના જવાબથી સંતોષ ન મળતા તે ફરી પૂછવા લાગી.

“હા એટલું ખબર છે કે તેઓ ગોવાથી આવ્યા છે, અને આ છોકરી રોબર્ટની સિસ્ટર છે જે પાગલ છે એટલે એણે બાંધવામાં આવે છે...બસ એટલું ખબર છે મને...” આદિત્યે એક શ્વાસે કહ્યું.

“રોબર્ટની પોતાની સિસ્ટર છે તો આવી રીતે બાંધીને રાખે ?? તે કોઈ ઈલાજ કેમ નથી કરાવતો ? અને મારી પાસે કેમ આવ્યો ??” પ્રિયાએ આદિત્યને કહ્યું.

“અરે પ્રિયા મેં કહ્યું ને, પ્લીઝ આ રોબર્ટનું કેરેક્ટર મને ઠીક નથી લાગતું, તું બધું ભૂલી જા...અને બની શકે તો અહિયાં એકલા પણ નહિ આવતા..” આદિત્યે સારી સલાહ આપતા કહ્યું.

“આદિત્ય ઠીક છે. પણ મારી એક હેલ્પ કરશો..” પ્રિયાએ આદિત્ય સામે જોતા કહ્યું.

“અરે બોલો ને પ્રિયા..શું રુદ્ર સાથે હમણાં લગ્ન કરીને આપવાનાં છે ??” આદિત્યે મજાક કર્યું.

“એ તો પછીની વાત...પણ પહેલા મને આ રોઝ ને ઠીક કરવી છે..પણ મને એ નથી ખબર પડતું કે આ રોઝને અહિંયાથી કેવી રીતે લઈ જાઉં ?” પ્રિયાએ ચિંતિત થતાં કહ્યું.

“હા હેલ્પ કરીશ ને ! પણ મને તમે જણાવશો, તમને આ રોઝ માં એટલું કેમ ઈન્ટરેસ્ટ છે ?? તમે જાણતા પણ નથી, રાઈટ પ્રિયા ??” આદિત્યે પૂછ્યું.

“હા હું નથી જાણતી, પણ એક ઈન્સાનિયતનાં નાતે આ રોઝને ઠીક કરવા માગું છું, કેમ કે મને આ માસુમ છોકરીને સાંકળમાં બાંધેલી જોવાતી નથી ??” પ્રિયા લાગણીવશ થતાં કહ્યું.

એટલું કહીને પ્રિયાએ રોઝનાં ચેહરે જોયું, તેને પળવારમાં જ દિમાગમાં કંઈક ઝબકતા જ પોતાનો મોબાઈલ બેગમાંથી કાઢ્યો અને રોઝનો ફોટો ખેંચ્યો.

રોઝ બધું જ જોઈ રહી હતી, સાંભળી પણ રહી હતી, પરંતુ અશક્તિનાં કારણે તે કંઈ બોલી સકતી ન હતી, અને તેને વારે વારે ઝોકા આવી જતા હતાં. આદિત્ય, પ્રિયાની વાત સાંભળતા જ અત્યારે તેને આંખ બંધ કરી દીધી.

“ઓ.કે પણ પૂરતી જાણકારી બાદ જ યોગ્ય પગલા લેજો.. હું ફક્ત એટલું જ કહી શકું..”આદિત્યે કહ્યું.

“હું રોબર્ટને મળવા માગું છું...પરંતુ હમણાં તો મને ઘરે જવું પડશે...હું ઘરે જલ્દી નહીં પહોંચું તો મોમ ટેન્સમાં આવી જશે...” પ્રિયાએ પોતાની મોમને યાદ કરતા કહ્યું.

“તમને ટાઈમ હોય તો અમારા બંગલે હમણાં આવી શકો છો, અહિયાં નજદીક જ છે..” આદિત્યે સહેજ કહ્યું.

“અત્યારે નહીં પછી ક્યારેક...” પ્રિયાએ રોઝના ચહેરા પર મીટ માંડતા કહ્યું.

પ્રિયાએ જોયું કે રોઝ નિદ્રામાં હતી. આદિત્ય અને પ્રિયા બંને રૂમમાંથી નીકળી ગયા. પ્રિયા જાણે રોઝને જાણતી હોય તેમ તેની ચિંતા અને કાળજી કરતી ધીરેથી દરવાજો બંધ કર્યો પરંતુ બે ભડકીયા વાળો દરવાજો એવો જ કરારતો અવાજથી બંધ થયો.

પ્રિયા અને આદિત્ય બંને દાદરા પરથી ઉતર્યા. પ્રિયા બાય કહીને જતી જ હતી ત્યારે આદિત્યે પ્રિયાની રોકી અને કહેવાં લાગ્યો, “ પ્રિયા તમારી ફ્રેન્ડ સોની કેમ છે..?” આદિત્ય સહેજ હસ્યો.

“હા એ તો મજામાં જ છે, કેમ શું થયું..?” પ્રિયા પણ સહેજ હસી.

“મેં લગ્નનો પ્રસ્તાવ રાખ્યો છે..” આદિત્યે દિલથી કહ્યું.

આદિત્ય ખુશમિજાજી વ્યક્તિ હતો, હમેશાં ખુશ રહેનારો માણસ, અતિ ઉત્સાહી અને ઉમંગમાં જ રહેતો. તે સાફ દિલનો માણસ હતો. પ્રિયાને સહેજ ભાવે બધું જ કહી દીધું.

પ્રિયાએ ડોકુંને સહેજ ત્રાસુ કર્યું અને આંખ ઝીણી કરતા પૂછ્યું, “ શું કહ્યું તમે મને સમજાયું નહીં ?”

“મને સોની પસંદ આવી ગઈ છે, અને એટલે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો છે..” દ્રઢતાથી આદિત્યે કહ્યું.

પ્રિયાએ આ વખતે આદિત્યનાં ચહેરા બાજું ધ્યાનથી જોયું અને પછી ખડખડાટ હસી. અને હસતાં જ કહ્યું, “ આદિત્યે આ બધું ક્યારે યાર..??”

“બર્થડે પાર્ટી..” આદિત્ય પણ ખડખડાટ હસતી પ્રિયાનો ચેહરો જોતા કહ્યું.

“મને ખબર છે તે ગુસ્સે જ ભરાઈ હશે, એની વેઈઝ, ઓલ ધ બેસ્ટ..” પ્રિયાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ સોનીનાં ભાવિ હસબન્ડનાં રૂપમાં આદિત્યને નિહાળતા સ્મિત સાથે હાથ મેળવતા કહ્યું.

પ્રિયા ત્યાંથી ચાલી ગઈ. અને ઘરે પહોંચી. ઘરે પહોંચીને પહેલું કામ તેણે પોતાનાં ભાઈ સૌમ્યને વ્હોટ્સએપ્પ પર મેસેજ કર્યો કે તે ટૂર પરથી ક્યારે આવે છે, સામેથી સૌમ્યનો થોડી મિનિટો બાદ જવાબ આવ્યો કે તે આ ગુરુવારે ઘરે આવે છે.....

બીજા દિવસે પ્રિયા કોલેજમાં જાય છે. લેક્ચર પત્યા બાદ રોજની જેમ જ કોલેજ ગ્રૂપનું મળવાનું કેમ્પસમાં થતું. પરંતુ સોની અને રોનક બંને દૂર દૂર રહેતા હતાં વાતો કરવા વગર, એ બાબત પ્રિયાના ધ્યાનમાં આવી જ નહીં.

કોલેજથી ઘરે જતા પ્રિયાએ, આદિત્યની વાત કહી સોનીની ઠેકડી ઉડાવી. સોની હવે વાતનો ડોળ કરતી, હસતી પણ ખરી, મજાક પણ કરતી. પરંતુ પોતાનાં અંદરના દર્દને કેમ છુપાવી રહી હતી, “કે જે બાબત ખટકતી હતી તે બધી જ વાતો પ્રિયાને કેમ કહેતી નથી.” તેનો અફસોસ તેને વારેઘડી થયા કરતો.

આ જ દિવસોમાં SYBcom નું ફાઈનલ એકઝામનું ટાઈમટેબલ પણ આવી ગયું હતું, અને આવતા મહિનાથી એકઝામ ચાલું થઈ જવાની હતી.

પ્રિયાને કેમ જાણે પણ એકઝામ કરતા રોઝનું વધારે પડ્યું હતું. તેને તો ફક્ત પોતાનો ભાઈ સૌમ્ય ક્યારે આવશે તેની જ રાહ જોતી હતી.

એમ તો ટૂર પર સૌમ્ય હમેશાં જતા અને ઘરે આવતા, પરંતુ પ્રિયા એટલી એક્સાઈટેડ ક્યારે પણ નહિ રહેતી જેટલી આજે મળવાની ઇન્તેઝારીમાં થઈ રહી હતી. ગુરુવારનો દિવસ આવી જ ગયો, રાતના લગભગ દસ વાગ્યે સૌમ્ય ઘરે આવ્યો હશે, ફ્રેશ થઈને રાતનું ભોજન લેતા તેને અગ્યાર વાગી ગયા હતાં. તે પોતાનાં બેડરૂમમાં આરામ કરવા માટે ગયો જ હતો, ત્યાં તો પ્રિયા પહેલાથી જ રૂમમાં મોજૂદ હતી.

“બ્રો ટૂર કેવી રહી..” સૌમ્યનાં બેડ પર બેસેલી પ્રિયાએ ઉછળીને પૂછ્યું.

સૌમ્યને આશ્ચર્ય થયું, કેમ કે પ્રિયાએ આવો સવાલ ક્યારે પણ પૂછ્યો ન હતો....તેને આશ્ચર્યથી કહ્યું, “ કેમ ?? તું આ લાસ્ટ વાર મારી સાથે વાત કરી રહી છે, લગ્ન કરીને ભાગવાની તૈયારી તો નથી થઈ રહી ને રુદ્ર સાથે..?

સૌમ્યને સાથે એમ પણ લાગ્યું કે રુદ્ર માટેની પ્રિયાને હા હશે એટલે જ કદાચ આજે પ્યાર દેખાડતી પ્રિયા બેડરૂમમાં દેખાઈ રહી હતી. બંને ભાઈબહેન જરૂર હતાં, ફ્રેન્ડલી પણ હતાં, પરંતુ તો પણ વાતચીત જ્યારથી મોટા થયા ત્યારથી કમી કરતા. અને તેનું કારણ એ હતું કે સૌમ્ય મોસ્ટલી ડેડનો જ્યારથી બિઝનેસ સંભાળ્યો છે ત્યારથી વધારે બિઝી જ રહેતો. બંનેને એકમેકની અગત્યની વાતો તો પોતાની મોમ દ્વારા જ મળતી.

“નો બ્રો...ઓઓઓઓ....પ્રિયાએ સંભળાય તેટલું જોરથી બોલી. એના પછીના શબ્દો ધીરેથી કાઢ્યા...“શાદી તો આપકી હોને વાલી હે બ્રો..”

“અહિયાં કેમ બેઠી છે, જા મને આરામ કરવા દે..” કેટલાક મોટા ભાઈઓ પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ દેખાડતા નથી, તેવો જ સૌમ્યનો પણ સ્વભાવ હતો. એટલે તેણે એવી રીતે જ જવાબ આપ્યો. અને બેડરૂમમાં બેડની નજદીક રાખેલી ખુરસી પર બેસતાં, પોતાનાં મોબાઈલમાં મેસેજ ચેક કરવા લાગી ગયો.

બેડ પરથી ઉઠીને પ્રિયા, સૌમ્ય જ્યાં બેઠો હતો ત્યાં જઈ પહોંચી.

પોતાની મુઠ્ઠીમાં પહેલાથી જ રાખેલી રોઝને ત્યાંથી મળેલી ચેઈન દેખાડતા પ્રિયાએ કહ્યું, “ બ્રો આ ચેઈન..”

પ્રિયાએ આ ચેઈન પોતાનાં ભાઈને બર્થ ડે ગિફ્ટ આપ્યું હતું. જેની લોકેટની કારીગરી સોનાર પાસે ખાસ પ્રકારની કરાવી હતી, એ જે નાના લાગતા હાર્ટ શેપનાં લોકેટમાં ખાસ પ્રકારનો મધ્યમાં અંગ્રેજી અક્ષરનો “S” ડિઝાઈનમાં કોતરાવ્યો હતો. જે પ્રિયા ખૂબ જ સારી રીતે જાણતી હતી.

સૌમ્ય પોતાનાં ચહેરા પર કોઈ પણ પ્રકારના હાવભાવ લાવે, એના પહેલા જ પ્રિયાએ પોતાનાં મોબાઈલમાંથી રોઝ નો ફોટો દેખાડવા લાગી અને કહેવાં લાગી, “ બ્રો આ રોઝ ને તમે ઓળખો છો..??”

સૌમ્ય તો ઉચું ડોકું કરીને પ્રિયા જે એક પછી એક ઝાટકા આપી રહી હતી તે જ જોતો રહી ગયો.

સૌમ્યે, પ્રિયાના હાથમાંથી મોબાઈલ લઈ લીધો અને રોઝનો ફોટો ધ્યાનથી નીહાળ્યો અને ફક્ત એટલું જ કહ્યું, “ હા ”

“બ્રો આ રોઝ નામની છોકરી તમને ક્યાં મળી હતી, હમણાં તમે એના સંપર્ક નથી ..? બ્રો બોલો જલ્દી..” ઉતાવળી પ્રિયાએ એક પછી એક પ્રશ્નો કર્યા.

“એક મિનીટ શું કીધું ?? રોઝ ..? ફોટો જોતો સૌમ્યે પ્રિયાનાં ચહેરા ભણી જોતા કહ્યું.

“હા રોઝ..” પ્રિયાએ હા માં ડોકું ધુણાવતા કહ્યું.

“ફર્સ્ટ તો આ આ પિક્ચરમાં દેખાતી છોકરીનું નામ રોઝ નથી રિધીમા છે” સૌમ્યે મોબાઈલમાં જોતો કહી રહ્યો હતો.

(ક્રમશ...)